Book Title: Chaityavandan Chovisi 02
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 132
________________ (૧૬) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન ૨૫૯ સંક્ષેપાર્થ :– આપના પ્રત્યે ભક્તિ પ્રગટ્યા વિના અમે કેવી રીતે શુદ્ધ સ્વભાવની ઇચ્છા પણ કરત. ઇચ્છા થયા વિના આપના શુદ્ધ સ્વભાવની પ્રીછતા એટલે પહેચાણ અર્થાત્ ઓળખાણ પણ અમને કેવી રીતે થાત. આપના સ્વરૂપની ઓળખાણ થયા વિના, આપને ધ્યાન દશામાં કેવી રીતે લાવી શકત અર્થાત્ આપના સ્વરૂપનું ધ્યાન કેવી રીતે કરી શકત. અને આપના સ્વરૂપનું ધ્યાન કર્યા વિના આત્મઅનુભવના રસનો આસ્વાદ અમે કેવી રીતે પામી શકત. ।।૨।। ભક્તિ વિના નવિ મુક્તિ, હુવે કોઈ ભક્તને, હો લાલ હુવે રૂપી વિના તો તેહ, હુવે કોઈ વ્યક્તને; હો લાલ હુવે નવણ વિલેપન માળ, પ્રદીપ ને ધૂપણા હો લાલ પ્રદીપ નવ નવ ભૂષણ ભાલ, તિલક ને ખૂંપણા. હો લાલ તિલક૦૩ સંક્ષેપાર્થ :– પ્રભુની ભક્તિ વિના તો મુક્તિ કોઈ પણ ભક્તની થઈ શકે નહીં. અને તે પણ આપના રૂપી એટલે સાકારરૂપ વિના, કોઈપણ વ્યક્ત એટલે વ્યક્તિને મુક્તિ પ્રાપ્ત થવી સંભવતી નથી. પ્રભુ આપ મૂર્તિવંત છો તો ભક્ત આપનું નવણ એટલે આપનો અભિષેક કરીને, વિલેપન કે માળા પહેરાવીને, કે પ્રદીપ એટલે પ્રત્યક્ષ દીપકની જ્યોત પ્રગટાવીને કે ધૂપ કરીને, કે નવા નવા આભૂષણ પહેરાવીને કે ભાલ એટલે કપાળમાં તિલકને ખૂંપીને અર્થાત્ બરાબર ગોઠવીને પોતાના અંતરમાં આવા નિમિત્તોવડે ભક્તિભાવ પ્રગટાવી શકે છે અને નિર્દોષ આનંદ મેળવી શકે છે. નહીં તો સંસારી જીવને મુક્તિ પ્રાપ્ત થવી દુર્લભ થઈ જાત. IIII અમ સત્ પુણ્યને યોગે, તુમે રૂપી થયા, હો લાલ તુમેન્ અમૃત સમાણી વાણી, ધરમની કહી ગયા; હો લાલ ધરમની તેહ આલંબીને જીવ, ઘણાયે બૂઝિયા, હો લાલ ઘણાયે ભાવિ ભાવન જ્ઞાની, અમો પણ રીઝિયા હો લાલ અમોજ સંક્ષેપાર્થ :- અમાર સત્ એટલે સમ્યક્ પુણ્યના યોગે આપ રૂપી એટલે સાકાર પરમાત્મા થયા તથા અમૃત સમાન ધર્મની વાણી પ્રકાશી ગયા. તે વાણીનું આલંબન લઈને ઘણા જીવો બુઝ્યા એટલે બોધ પામ્યા. એવા જ્ઞાની પુરુષો પ્રત્યે ભક્તિભાવ ભાવીને અમે પણ રીઝિયા કહેતાં આનંદિત થયા છીએ. ॥૪॥ તે માટે તુજ પિંડ, ઘણા ગુણ કારણો, હો લાલ ઘણા ૨૬૦ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સેવ્યો ધ્યાયો હવે, મહા ભય વારણો; હો લાલ મહા શાન્તિવિજય બુધ શિષ્ય, કહે ભવિ કાજના, હો લાલ કહે પ્રભુનું પિંડસ્થ ધ્યાન, કરો થઈ એકમના હો લાલ કોમ્પ સંક્ષેપાર્થ :— તે માટે આપનો પિંડ કહેતાં આપના દેહની મૂર્તિ ઘણા ગુણનું કારણ છે. તેની ભાવથી સેવાપૂજા કે ઉપાસના કરવાથી, સંસારના જન્મ જરા મરણરૂપ મહાભયનું વા૨ણ કહેતા નિવારણ થાય છે. બુધ એટલે જ્ઞાની ભગવંતના શિષ્ય એવા શ્રી શાંતિવિજયજી મહારાજ કહે છે કે હે ભવ્યો ! તમારા આત્મકલ્યાણને અર્થે પ્રથમ પ્રભુનું પિંડસ્થ ધ્યાન અર્થાત્ પ્રભુના સાકાર સ્વરૂપમાં એકમના એટલે એક ચિત્તે જગતને ભૂલી જઈ, લીન થઈ આત્મસ્વરૂપને પામવાનો પ્રબળ પુરુષાર્થ કરો. કેમકે આવા પરમ પવિત્ર પરમાત્માનું સાકાર સ્વરૂપ પ્રાપ્ત થવું એ તમારા મહાભાગ્યનો ઉદય છે. અથવા પિંડસ્થ ધ્યાનનો પ્રકાર આદરવો. જેની પાંચ ધારણાઓ છે. (૧) પાર્થિવી ધારણા (૨) આગ્નેયી ધારણા (૩) મારુતિ ધારણા (૪) વારુણી ધારણા અને (૫) તત્ત્વરૂપી ધારણા. એ ધારણાઓનો ક્રમપૂર્વક અભ્યાસ કરી આત્માના ધ્યાન સુધી પહોંચવું. એનું વર્ણન ‘જ્ઞાનાર્ણવ’ નામના ગ્રંથમાં કરેલ છે. પા (૧૬) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન શ્રી ખિમાવિજયજીકૃત જિન સ્તવન (ભવિ તુમ વંદો રે સૂરીશ્વર ગચ્છરાયાએ દેશી) મોહન મુજરો લેજો રાજ, તુમ સેવામાં રહેશું, વામાનંદન જગદાનંદન, જેહ સુધારસ ખાણી; મુખ મટકે લોચનને લટકે, લોભાણી ઇંદ્રાણી. મો॰૧ સંક્ષેપાર્થ :– હે મનને મોહ પમાડનાર એવા મનમોહન શ્રી પાર્શ્વનાથ પ્રભુ! અમારો મુજરો કહેતા પ્રણામ સ્વીકારજો. આપ તો રાજ કહેતાં રાજ રાજેશ્વર છો. ત્રણેય લોકના રાજા, ઇન્દ્ર, ચક્રવર્તી કે નાગેન્દ્ર પણ આપના ચરણ

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148