Book Title: Chaityavandan Chovisi 02
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 145
________________ ૨૮૬ ૨૮૫ ત્રીજી આરતી ત્રિકરણ શુદ્ધિ, થાયે સહેજે નિર્મળ બુદ્ધિ. જય૦ ૪ અર્થ:-હવે ત્રીજી દીવાની નિર્મળ જ્યોતરૂપ આરતી તે ત્રિકરણ એટલે મનવચનકાયાની શુદ્ધિ કરે છે. મનવચનકાયા જ સર્વ કર્મ આવવાના દ્વાર છે. તે શુદ્ધ થતાં આત્મા પણ શુદ્ધ થતો જાય છે. II૪ો. ચોથી આરતી અનંત ચતુય, પરિણામે આપે પદ અવ્યય. જય૦ ૫ અર્થ:-ચોથી દીવાની જ્યોતરૂપ આરતી આત્માની શુદ્ધિ થવાથી ચારેય ઘાતીયાકર્મને નષ્ટ કરી અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતસુખ અને અનંતવીર્ય સ્વરૂપ ચતુષ્ટયની પ્રાપ્તિ કરાવે છે. તેના પરિણામે એટલે તેના ફળમાં આત્માનું અવ્યય એટલે કદી નાશ ન પામે એવું પોતાનું સંપૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ થાય છે અર્થાતુ કેવળજ્ઞાન પ્રગટે છે. માટે સર્વ સુખના કારણરૂપ એવા સદ્ગુરુ ભગવંતનો સદા જય હો જય હો પણ પંચમી આરતી પંચ સંવરથી, શુદ્ધ સ્વભાવ સહજ લહે અરથી. જય૦ ૬ અર્થ :–આ પાંચમી દીવાની જ્યોતરૂપ આરતી તે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગરૂપ પાંચ કર્મ આવવાના આસ્રવદ્વારોને દૂર કરવાથી આત્મા સહેજે પોતાના શુદ્ધ સ્વભાવરૂપ સહજ સુખાનંદને સર્વ કાળને માટે પામે છે. એવા અનંતસુખ પ્રાપ્તિના કારણરૂપ સદ્ગુરુ ભગવંતનો સદા જય હો જય હો. IIકા . શ્રીમદ્ સદ્ગુરુરાજ કૃપાએ, સત્ય મુમુક્ષુપણું પ્રગટાયે. જય૦ ૭ અર્થ :-શ્રીમદ્ સદ્ગુરુ ભગવંતની સાચા ભાવપૂર્વક આત્માર્થના લક્ષે આરતી ઉતારવાથી તેમની આજ્ઞાનું પાલન કરવાનો ભાવ ઊપજે છે. તેથી પરમકૃપાળુ પ્રભુની કૃપાને તે પાત્ર થાય છે. અને તેનામાં સત્ય મુમુક્ષુપણાના લક્ષણો જે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય વગેરે છે તે બધા ગુણો તેના આત્મામાં પ્રગટ થાય છે. માટે સર્વ પ્રકારના સુખના કારણરૂપ અથવા જન્મ જરા મરણના અનંતદુઃખને સર્વથા ટાળનાર એવા શ્રીમદ્ સદ્ગુરુ રાજપ્રભુનો જગતમાં સદા જય જયકાર હો, જયજયકાર હો. શા. ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ મંગલ દીવો. દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો, શ્રીમદ્ સદ્ગુરુ શાશ્વત જીવો. દીવો ૧ અર્થ:-સમ્યગ્દર્શનરૂપ દીવો તે માંગલિક એટલે આત્માને કલ્યાણકારક છે. દીવાની એક જ્યોતરૂપ સમ્યગ્દર્શન તે સર્વ દુઃખ ક્ષય કરવાનો મૂળભૂત ઉપાય છે. સમ્યક્દર્શનરૂપ એકડા વિનાનું બીજું સર્વ જ્ઞાન એકડા વિનાના મીંડા સમાન છે. [૧] સમ્યગુદર્શન નયન અજવાળે, કેવલ જ્ઞાન પ્રકાશ નિહાળે. દીવો ૨ અર્થ એ સમ્યગ્દર્શનરૂપ નયન અથવા સમ્યફષ્ટિ આત્મામાં અજવાળું કરે છે. એક ક્ષણમાત્રમાં આત્માની દેહમાં આત્મબુદ્ધિ અને પરમાં મારાપણાની બુદ્ધિને ફેરવી નાખી આત્મામાં આત્મબુદ્ધિ અને પરમાં પરબુદ્ધિ કરાવે છે. એ સમ્યક્ માન્યતા આત્મામાં પુરુષાર્થ જગાડી ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચાડે છે. એ કેવળજ્ઞાનના પ્રકાશવડે આખું વિશ્વ આત્મામાં નિહાળે છે અર્થાત્ જોવાની ઇચ્છા નથી છતાં બધું દેખાય છે. રા ભવભ્રમતિમિરનું મૂળ નસાવે, મોહ પતંગની ભસ્મ બનાવે. દીવો ૩. અર્થ: આખા સંસારમાં ભ્રમણ કરવાનું કારણ અજ્ઞાનરૂપ તિમિર એટલે અંધકાર છે. તેનું મૂળ દર્શનમોહ છે. તે પ્રથમ સદ્ગુરુના ઉપદેશવડે નાશ પામે છે. પછી ચારિત્રમોહરૂપ પતંગીયાનો નાશ થાય છે. જેમ પતંગીયુ દીવેટની જ્યોતથી આકર્ષાઈને બિચારું તેમાં પડી પડીને મરી જાય છે, તેમ સમ્યગ્દર્શનરૂપ દીવો પ્રગટ થવાથી તેના પ્રભાવે ચારિત્રમોહરૂપ પતંગીયા તેની જ્વાલામાં પડી પડીને ભસ્મ થઈ જાય છે. આવો સમકિતરૂપ દીવો તે ખરેખર આત્માને માટે મંગલિક દીવો છે. કા. પાત્ર મુમુક્ષુ ન નીચે રાખે, તપવે નહિ એ અચરિજ દાખે. દીવો ૪ અર્થ :–એવા સમ્યગ્દર્શનનું કારણ શ્રીમદ્ સદ્દગુરુ ભગવંત છે. તે પાત્ર

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148