Book Title: Chaityavandan Chovisi 02
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 127
________________ (૧૨) શ્રી શાંતિનાથ જિન સ્તવન ૨૪૯ તૂ બ્રહા હૂ બુદ્ધ મહાબલ, તૂહી દેવ વીતરાગ. મેં૦૪ સંક્ષેપાર્થ:- તું જ પુરુષોમાં ઉત્તમ પરમાત્મા છો, તું જ કર્મરૂપી કાલિન માંથી રહિત નિરંજન નાથ છો. તું જ શંકર એટલે સમકર અર્થાત્ સુખનો કરનાર છો, તું જ વડભાગ એટલે મોટા મહાભાગ્યનો ધારક છો. તું હી જ બ્રહ્માં એટલે આત્મામાં રમણતા કરનાર હોવાથી બ્રહ્મા છો, તું જ બુદ્ધ એટલે જ્ઞાની-સર્વજ્ઞ છો, અનંતવીર્ય પ્રગટ થવાથી તે જ મહાબળવાન તથા સંપૂર્ણ મોહનીય કર્મનો ક્ષય કરવાથી તું જ સાચો વીતરાગ દેવ છો. માટે તમને મૂકીને બીજા રાગી, દ્વેષી એવા દેવો પ્રત્યે કોણ રાગ કરે ? Il૪l. સુવિધિનાથ તુજ ગુણ ફૂલનકો, મેરો દિલ હે બાગ; જસ કહે ભમર ૨સિક હોઈ તામેં, લીજે ભક્તિ પરાગ. મેં૦૫ સંક્ષેપાર્થ:- હે શ્રી સુવિધિનાથ પરમાત્મા!તમારા ગુણોને ખિલવવા માટે મારું દિલ તે બાગ કહેતા બગીચા જેવું છે. માટે આપના ગુણોરૂપી પુષ્પોને ત્યાં જ ખિલવો. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે જેથી હું ગુણોરૂપી પુષ્પોનો ભમરાની જેમ રસિક બની, તે ફુલોના પરાગ કહેતા ફુલોની અંદર રહેલા સુગંધી તત્ત્વનું ભક્તિવડે આસ્વાદન કરું અર્થાતુ આપના ગુણોરૂપી કુલોના રસને હું ભક્તિવડે ચૂસી, સંતોષ પામી તૃપ્ત રહું. - હે નાથ ! આપને અનંત ગુણોના સ્વામી જાણી મેં બીજા કોઈ પ્રત્યે રાગ કર્યો નથી. માટે મારા પ્રત્યે દયાવૃષ્ટિ રાખી આપ જરૂર મારી સંભાળ લેજો. //પા ૨૫૦ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ત્રણ ભુવનના સર્વ આત્માર્થી જીવોમાં તમે વિરોચન કહેતા વિશેષ પ્રકારે આત્મરુચિને પ્રગટાવનારા હોવાથી રુચિકારક છો. તમારા નિર્વિકાર લોચન કહેતા નેત્ર, તે પંકજ એટલે કમળ જેવા નિર્મળ, પવિત્ર છે. જીઉં કે જીઉં એટલે જેમ બીજાને આપ આત્મરુચિ પ્રગટાવો છો તેમ અમારામાં પણ આત્મરુચિને ઉત્પન્ન કરનાર હોવાથી અમારા મનને આપ ખૂબ જ પ્રિય છો. ll૧. જ્યોતિશું જ્યોતિ મિલત જબ ધ્યાવે, હોવત નહિ તબ ન્યારા; બાંધી મુઠી ખૂલે ભવ-માયા, મિટે મહા ભ્રમ ભારા. સાશી-૨ સંક્ષેપાર્થઃ- આપના સ્વરૂપનું ધ્યાન કરવાથી આપની આત્મજ્યોતિ સાથે જ્યારે અમારી આત્મજ્યોતિ મળી જાય; પછી આપ ન્યારા થઈ શકો એમ નથી. પણ બાંધી મૂઠી જેવી આ સંસારની મોહમાયાનું જીવને માહાભ્ય લાગે છે. તે મોહમાયાનો ભારે મહાભ્રમ સપુરુષના વચન વડે જ્યારે ભાંગી જાય પછી તે મોહમાયા રાખ જેવી સાવ નિસ્સાર ભાસે છે; અર્થાત્ આત્મભ્રાંતિરૂપ મિથ્યાત્વને લઈને આ સંસારમાં સુખ કલ્પાયું છે તે જ્યારે સમ્યકજ્ઞાનવડે ટળી જાય, ત્યારે એ જ સંસારના સુખ જીવને રાખના પડીકા જેવા સાર વગરના લાગે છે. માટે સાચા સુખના દાતાર એવા શ્રી શીતલનાથ પ્રભુ મને તો અંતરથી પ્યારા છે. /રા તુમ ત્યારે તબ સબહી ન્યારા, અંતર કુટુંબ ઉદારા; તુમહી નજીક નજીક હે સબહી, રિદ્ધિ અનંત અપારા. સાશી-૩ સંક્ષેપાર્થ:- હે પ્રભુ! તમે અમારાથી જ્યાં સુધી ન્યારા છો ત્યાં સુધી અમારા આત્મામાં રહેલ ઉદાર એવા અનંત આત્મિકગુણો પણ અમારાથી ન્યારા છે અર્થાત્ દૂર છે. પણ તમે જો અમારી નજીક આવો અર્થાત્ અમને આત્માના સ્વરૂપસુખનો સ્વાદ ચખાવો તો આત્માની અપાર અનંત ગુણરિદ્ધિ પણ નજીક આવે અર્થાત્ તે પ્રગટ થાય. તે પ્રગટાવવા માટે અમને તમારા પ્રત્યે ઘણો જ પ્રેમ ઊપજે છે. Ilal વિષય લગનકી અગ્નિ બુઝાવત, તુમ ગુન અનુભવ ધારા; ભઈ મગનતા તુમ ગુણ રસકી, કુન કંચન કુન દારા. સાશી ૪ સંક્ષેપાર્થ :- અમારામાં પ્રજ્વલિત એવી પાંચ ઇન્દ્રિયોના વિષયોની અગ્નિને બુઝાવવા માટે આપના આત્મગુણોના અનુભવરૂપ જળની ધારા સમર્થ (૧૧) શ્રી શીતલ જિન સ્તવન શ્રી યશોવિજયજીત તેર Mવનો (રાય અઘણો) શીતલજિન મોહિ પ્યારા, સાહેબ શીતલજિન મોહે પ્યારા (ટેક) ભુવન-વિરોચન પંકજ લોચન, જીઉકે જીઉ હમારા. સાથ્થી ૧ સંક્ષેપાર્થ:- હે શીતલનાથ સાહેબ! મારે મન તો તમે જ પ્યારા છો, તમે અંતરથી મને ઘણા પ્રિય લાગો છો.

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148