________________
૧૨૯
(૧૦) શ્રી વિશાલ જિન સ્તવન
વિશેષપણે એટલે સંપૂર્ણપણે ‘માહણો માહણો’ એવા બિરૂદને ધરાવનાર જગદીશ્વર
છો. III
પુષ્ટ કારણ અરિહંતજી, તારક જ્ઞાયક મુનિચંદ રે;
મોચક સર્વ વિભાવથી, ઝપાવે મોહ અરીંદ રે. ઝીં અન્ય સંક્ષેપાર્થ :– હે અરિહંત પ્રભુ! આપ મુક્તિ મેળવવામાં પુષ્ટ કારણ છો. ભવસમુદ્રથી પાર ઉતારનારા હોવાથી સાચા તારક છો. સંપૂર્ણ તત્ત્વના જ્ઞાયક છો. તથા સર્વ મુનિઓમાં ચંદ્રમા સમાન છો. સર્વ વિભાવ ભાવોથી મોચક એટલે અમને છોડાવનાર છો. તથા મોહરૂપી અરીંદ એટલે મહા શત્રુને ઝીંપાવનાર અર્થાત્ હરાવનાર પણ આપ જ છો. III
કામકુંભ સુરમણિ પરે, સહેજે ઉપકારી થાય રે;
દેવચંદ્ર સુખકર પ્રભુ, ગુણગેહ અમોહ અમાય રે. ગુ અ૮ સંક્ષેપાર્થ ઃ— વળી પ્રભુ, ઇચ્છિત પદાર્થને આપનાર કામકુંભ જેવા તથા સુરમણિ એટલે રત્ન ચિંતામણિ જેવા હોવાથી સહેજે સર્વને ઉપકારક થાય છે. એવા દેવોમાં ચંદ્રમા સમાન સુખને દેવાવાળા પ્રભુ, ગુણોના ઘ૨રૂપ છે, અમોહ
એટલે નિર્મોહી છે તથા અમાય એટલે માયા પ્રપંચથી સર્વથા રહિત છે. દા
(૧૦) શ્રી વિશાલ જિન સ્તવન
શ્રી યશોવિજયજીકૃત વિહરમાન વીશી
(લુહારીની—દેશી)
ધાતકી ખંડે હો કે પશ્ચિમ અરધ ભલો, વિજયા નય૨ી હો કે વપ્ર તે વિજયતિલો; તિહાં જિન વિચરે હો કે સ્વામી વિશાળ સદા, નિત નિત વંદું હો કે વિમળા અંત મુદ્દા. ૧
સંક્ષેપાર્થ :– ધાતકી ખંડના પશ્ચિમ મહાવિદેહના અર્ધભાગમાં આવેલ તિલક સમાન વપ્રવિજયમાં સુંદર એવી વિજયાનગરી છે. ત્યાં સ્વામી શ્રી વિશાલ જિન વર્તમાનમાં વિચરી રહ્યાં છે. તે શ્રી વિમલાદેવીના કંત છે. તે મારા મનને
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨
૧૩૦
આનંદ પમાડનાર હોવાથી તેમને હું પ્રતિદિન ભક્તિભાવથી વંદન કરું છું. ||૧|| નાગ નરેસર હો કે વંશ ઉદ્યોતકરું, ભદ્રાએ જાયા હો કે પ્રત્યક્ષ દેવતરુ; ભાનુ લંછન હો કે મિલવા મન તલસે, તસ ગુણ સુણિયા હો કે શ્રવણે અમી વ૨સે. ૨
સંક્ષેપાર્થ :- શ્રી નાગરાજાના વંશને જે ઉદ્ભવલ કરનાર છે. તથા પ્રત્યક્ષ દેવતરુ એટલે કલ્પવૃક્ષ સમાન તે પ્રભુને જન્મ આપનાર શ્રી ભદ્રા માતા છે. જેમનું ભાન એટલે સૂર્યનું લંછન છે. એવા પ્રભુને મળવા માટે મારું મન તલસી રહ્યું છે; કેમકે તેમના ગુણો વિષે સાંભળ્યું છે કે તેમના મુખકમળથી જે વાણી નીકળે છે તે જો સાંભળવામાં આવે તો જાણે અમૃતનો જ વરસાદ વરસી રહ્યો છે એમ લાગે. ।।૨।
આંખડી દીધી હો કે જો હોયે મુજ મનને, પાંખડી દીધી હો કે અથવા જો તનને; મનના મનોરથ હો કે તો સવિ તુરત ફળે, તુજ મુખ દેખવા હો કે હરખિત હેજ મળે. ૩
સંક્ષેપાર્થ :– પ્રભુએ મારા મનને જો દિવ્ય ચક્ષુ આપ્યા હોત તો હું હમેશાં તેમનાં દર્શન કરી આનંદ પામત. અથવા જો મારા શરીરને પાંખો આપી હોત તો હું ઊડીને જરૂર તેમની પાસે ચાલ્યો જાત. તો મારા મનના મનોરથ શીઘ્ર ફળવાન થાત, અને આપના દર્શનમાત્રથી જ મારું મન ઘણું જ હરખિત એટલે હર્ષિત થઈને હેજ એટલે સ્નેહવડે ઊભરાત. IIગા
આડા ડુંગર હો કે દરિયા નદિય ઘણી, પણ શક્તિ ન તેહવી હો કે આવું તુજ ભણી; તુજ પાય સેવા હો કે સુરવર કોડિ કરે, જો એક આવે હો કે તો મુજ દુઃખ હરે.૪
સંક્ષેપાર્થ ઃ— હે પ્રભુ! આપની પાસે આવવામાં આડા ડુંગરો, સમુદ્રો તથા નદીયો ઘણી છે. તે પાર કરવા માટે મારી શક્તિ નથી કે જેથી હું તેમને ઓલંગીને આપના ભણી આવી શકું. પણ હે પ્રભુ ! આપના ચરણકમળની સેવા દેવોમાં શ્રેષ્ઠ એવા કરોડો દેવો તથા ઇન્દ્રો કરે છે, તેમાંથી જો એક દેવ પણ અહીં આવીને મને આપની પાસે લઈ જાય તો મારા જન્મ મરણના સર્વ દુઃખોનો અંત