________________
(૮) શ્રી અનંતવીર્ય જિન સ્તવન થાય, તેને યોગસ્થાન કહેવામાં આવે છે. [૩]
સુહમ નિગોદી જીવથી, જાવસન્નીવર પર્જત રે;
યોગનાં ઠાણ અસંખ્ય છે, તરતમ મોહે પરાયા રે. મ૦૪
સંક્ષેપાર્થ :- સુહમ એટલે સૂક્ષ્મ નિગોદના જીવથી લગાવીને જાયસન્નીવર એટલે યાવતુ સંજ્ઞી પંચેન્દ્રિય,પર્જત એટલે પર્યામિ પર્યત, તે યોગના સ્થાન અસંખ્ય છે. તે મોહની તરતમતા એટલે ઓછાવત્તા પ્રમાણે જીવને પરાયત્ત એટલે પરાધીન કરે છે. I૪ના
સંયમને યોગે વીર્ય તે, તુહેં કીધો પંડિત દક્ષ રે; સાધ્ય રસી સાધકપણે, અભિસંધિ રમ્યો નિજ લક્ષ રે. મ૦૫
સંક્ષેપાર્થ :- હે પ્રભુ! આપે સંયમના યોગથી આપના આત્મવીર્યને પંડિત વીર્ય બનાવી લીધું. કેવી રીતે? તો કે સાપ્ય એવો શુદ્ધ આત્મા તેના રસિક બની, તેને સાધકપણે સાધી, અભિસંધિ એટલે આત્માની પ્રેરણાથી તે આત્મવીર્યને પોતાના શુદ્ધ આત્માને સાધવામાં રમાવ્યું, અર્થાત્ જોડી દીધું. આપા
અભિસંધિ અબંધક નીપને, અનભિસંધિ અબંધક થાય રે; સ્થિર એક તત્ત્વતા વર્તતો, તે ક્ષાયિક શક્તિ સમાય રે. મ૦૬
સંક્ષેપાર્થ:- “આત્માની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય તે અભિસંધિ વીર્ય.” (વ.પૃ.૭૮૨) તે જો શુદ્ધ ભાવમાં પ્રવર્તી અબંધક થાય તો વચન અને કાયામાં જે “કષાયથી વીર્યનું પ્રવર્તન થાય તે અનભિસંધિ વીર્ય.” (વ.પૂ.૭૮૨). પણ અબંધક થાય. પછી તે વીર્ય આત્મતત્ત્વમાં સ્થિર થઈને વર્તે. અને એમ થતાં આત્માની ક્ષાયિક શક્તિ એટલે અનંત વીર્યશક્તિને પ્રગટાવી પછી તેમાં જ સમાઈને રહે છે. કા.
ચક્રભ્રમણ ન્યાય સયોગતા, તજી કીધ અયોગી ધામ રે; અકરણ વીર્ય અનંતતા, નિજગુણ સહકાર અકામ રે, મ૦૭
સંક્ષેપાર્થ :- કુંભારના ચક્રને એકવાર ફેરવવાથી તે ફર્યા કરે છે. તે ન્યાયે પૂર્વે પ્રભુએ જે શુભ કર્મ બાંધ્યા હતા તે ખપાવવા માટે સંયોગ મળ્યા, જીવોને તાર્યા. હવે તે ઉદય પણ પૂરો થવાથી અયોગી ધામરૂપ ચૌદમું ગુણસ્થાનક પામે છે, પછી સિદ્ધ થાય છે. તે સિદ્ધનું અનંતવીર્ય તે અકરણ વીર્ય કહેવાય છે. અને તે વીર્ય પોતાના જ આત્મગુણોને અકામ એટલે નિષ્કામભાવે
૧૧૨
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સહકાર આપે છે. શા.
શુદ્ધ અચલ નિજવીર્યની, નિરુપાધિક શક્તિ અનંત રે; તે પ્રગટી મેં જાણી સહી, તિણે તુમહીજ દેવ મહંત રે. મ૦૮
સંક્ષેપાર્થ :- હે પ્રભુ! આપની શુદ્ધ અચલ નિજ આત્મવીર્યની નિરઉપાધિમય અનંત શક્તિ પ્રગટ થઈ છે. તે મેં નક્કી જાણ્યું છે. તેથી મારે મન તો તમે જ મહાન દેવ સ્થાને છો. Iટા
તુજ જ્ઞાને ચેતના અનુગામી, મુજ વીર્ય સ્વરૂપ સમાય રે; પંડિત ક્ષાયિકતા પામશે, એ પૂરણસિદ્ધિ ઉપાય રે. મ૦૯
સંક્ષેપાર્થ :- હે પ્રભુ! આપના જ્ઞાનને, મારી ચેતના એટલે મારો આત્મા, અનુગમી એટલે તેનું અનુસરણ કરીને, તે મારા આત્મવીર્યમાં સમાઈ રહેશે અર્થાત્ સમ્યગ્દર્શન પામશે. પછી પંડિતવીર્ય પ્રગટાવી, આત્માના જ્ઞાન, દર્શન, સુખાદિ ક્ષાયિક ગુણોને પણ મારો આત્મા પામશે. એ જ પૂર્ણ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. લા.
નાયક તારક તું ધણી, સેવનથી આતમ સિદ્ધિ રે; દેવચંદ્ર પદ સંપજે, વર પરમાનંદ સમૃદ્ધિ ૨. મ૦૧0
સંક્ષેપાર્થ – હે પ્રભુ તમે મારા નાયક છો, તમે જ મને તારનારા છો અને તમે જ મારા નાથ છો. આપની સેવા કરવાથી જ મારા આત્માની સિદ્ધિ થશે, અને દેવોમાં ચંદ્રમા સમાન એવા પરમાત્મપદને પામીશું. આપનું પરમાત્મપદ એ પરમાનંદમય શ્રેષ્ઠ સમૃદ્ધિથી ભરપૂર છે. l/૧૦ળા.
(૮) શ્રી અનંતવીર્ય જિન સ્તવન શ્રી યશોવિજયજીત વિહરમાન વીશી
(નારાયણની–દેશી) જિમ મધુકર મન માલતી રે, જિમ કુમુદને ચિત્ત ચંદ રે; જિણંદરાય; જિમ ગજ મન રેવા નદી રે, કમળા મન ગોવિંદ રે, જિર્ણોદરાય.