Book Title: Chaityavandan Chovisi 02
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 109
________________ (૨૦) શ્રી અજિતવીર્ય જિન સ્તવન નાથ ભક્તિરસ ભાવથી રે, મ તૃણ જાણું પરદેવ રે; ભ ચિંતામણિ સુરતરુથકી રે મ॰ અધિકી અરિહંતસેવ રે. ભ૦૭ સંક્ષેપાર્થ :- શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે મારા નાથ પ્રભુની ભક્તિરસમાં ભાવોની તરબોળતા થતાં મને સર્વ પર દેવો તૃણ સમાન ભાસે છે. તેમજ ચિંતામણિ રત્ન કે કલ્પવૃક્ષ કરતાં પણ મને તો શ્રી અરિહંત પ્રભુની સેવા અધિકી કહેતાં વધારે શ્રેષ્ઠ જણાય છે; કારણ કે એ સેવા શાશ્વત સુખશાંતિસ્વરૂપ એવા મોક્ષપદને આપનારી છે. ।।૭।। ૨૧૩ પરમાતમ ગુણસ્મૃતિ થકી રે મ॰ ફરશ્યો આતમરામ રે ભ નિયમા કંચનતા લહે રે, મ॰ લોહ જ્યું પારસ પામ રે. ભ૮ સંક્ષેપાર્થ :- શ્રી પરમાત્મ પ્રભુના ગુણોની સ્મૃતિ કરનાર અર્થાત્ પ્રભુના શુદ્ધ સહજાત્મસ્વરૂપનું ધ્યાન કરનાર એવા આત્માનો જ્યારે આત્મારામી એવા પ્રભુના શુદ્ધ સ્વરૂપ સાથે સ્પર્શ થશે ત્યારે તેનો આત્મા પણ તે સ્વરૂપને પામશે. જેમકે પારસમણિના સ્પર્શથી લોઢું નિયમથી એટલે નિશ્ચિતપણે કંચન અર્થાત્ સોનુ બની જાય છે; તેમ પ્રભુને ભજતાં હું પણ મારા શુદ્ધ સ્વરૂપને અવશ્ય પામીશ. IIા નિર્મળ તત્ત્વરુચિ થઈ રે મ કરજો જિનપતિભક્તિ રે; ભ દેવચંદ્ર પદ પામશો રે, મ પરમ મહોદય યુક્તિ રે. ભ૯ સંક્ષેપાર્થ :– હે ભવ્યાત્માઓ! જો તમને નિર્મળ એવી આત્મતત્ત્વ પામવાની રુચિ ઉત્પન્ન થઈ હોય તો શ્રી જિનપતિ એવા જિનેશ્વર પ્રભુની ભક્તિ ભાવપૂર્વક કરજો. તો તમે પણ દેવોમાં ચંદ્રમા સમાન ઉત્તમ શાશ્વત સુખરૂપ એવા મોક્ષપદને પામશો. પ્રભુની ભક્તિ સાચા ભાવે કરવી એ જ પરમ મહોદય એવા મોક્ષપદને પામવાની સાચી યુક્તિ છે અર્થાત્ એ જ સાચો ઉપાય છે. ।।૯।। (૨૦) શ્રી અજિતવીર્ય જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વિતમાન વીશી (એ છીંડી કિહાં શાખી કુમતિએ દેશી) ૨૧૪ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ દીવ પુષ્કરવ૨ પશ્ચિમે અરધે, વિજય નલિનાવઈ સોહે; નય૨ી અયોધ્યા મંડન સ્વસ્તિક લૈંછન જિન જગ મોહેરે; ભવિયાં, અજિતવીર્ય જિન વંદો. ૧ સંક્ષેપાર્થ ઃ— પશ્ચિમ પુષ્કરાર્ધ દ્વીપમાં નલિનાવતી વિજય શોભે છે. તેમાં આવેલ અયોધ્યા નગરીના મંડન એટલે શણગારરૂપ તેમજ સ્વસ્તિક એટલે સાથિઓ છે જેમનું લંછન એવા શ્રી અજિતવીર્ય પ્રભુ જગતના જીવોને મોહ પમાડતા ત્યાં વિચરી રહ્યા છે. માટે હે ભવ્યો ! એવા અજિતવીર્ય જિનેશ્વરની તમે ભાવપૂર્વક વંદના કરો, જેથી તમે પણ શિવસુખને પામો. ।।૧।। રાજપાલ કુળ મુગટ નગીનો, માત કનિનિકા જાયો; રતનમાળા રાણીનો વલ્લભ, પ્રત્યક્ષ સુરમણિ પાયો રે. ભ૨ સંક્ષેપાર્થ :– પિતા રાજપાલ રાજાની કુળરૂપી મુગટમાં જે નગીન કહેતા બહુમૂલ્ય રત્ન સમાન દેદીપ્યમાન છે, જે માતા કનિનિકાથી જન્મ પામેલા છે, તથા રાણી રત્નમાળાના વલ્લભ છે, પણ મારે મન તો પ્રત્યક્ષ સુરમણિ કહેતા કલ્પવૃક્ષ જેવા દેવતાઈ મણિ છે; કે જે મને પ્રત્યક્ષ વાંછિત સુખ આપે છે. માટે હે ભવ્યો ! એવા શ્રી અજિતવીર્ય પ્રભુની તમે ભાવપૂર્વક વંદના કરો. ।।૨।। દુરિજનશું કરી જે હુઓ દૂષણ, હુયે તસ શોષણ ઇહાં; એહવા સાહિબના ગુણ ગાઈ, પવિત્ર કરું હું જીહા રે. ભ૩ સંક્ષેપાર્થ :– દુરિજન કહેતા પરમાર્થે અનાથ એવા નઠારા મિથ્યાત્વીઓના સંગથી જે દૂષણ કહેતા ખોટી ઇચ્છાઓ ઉત્પન્ન થઈ હોય, તે સર્વ ઇહાં કહેતા ઇચ્છાઓને આપ શોષણ કહેતા સુકવી નાખનાર અર્થાત્ નષ્ટ કરનાર હોવાથી આપ સાહિબના સદા ગુણ ગાઈને મારી જીહા એટલે જીભને પવિત્ર કરું છું. તમે પણ હે ભવ્યો! તેના ગુણગાન કરી જીવનને ધન્ય બનાવો. IIII પ્રભુ-ગુણ ગણ ગંગાજલે ન્હાઈ, કીયો કર્મમલ દૂર; સ્નાતકપદ જિન ભગતેં લહિયે, ચિદાનંદ ભરપૂર રે. ભજ સંક્ષેપાર્થ :– પ્રભુના ગુણગણ એટલે ગુણોના સમૂહરૂપ ગંગાજલમાં સ્નાન કરીને મેં કર્મરૂપી મેલને દૂર કર્યો. એવા પ્રભુની ભક્તિવડે સ્તાનકપદ એટલે સંપૂર્ણ આત્મસ્વરૂપને પામવારૂપ પદ પણ પામી શકાય એમ છે, કે જે ચિદાનંદ કહેતા આત્માના આનંદથી ભરપૂર છે. માટે હે ભવિઆ! તમે પણ અજિતવીર્ય પ્રભુની ભાવપૂર્વક સેવા, ઉપાસના કરો. ॥૪॥

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148