________________
(૧૧) શ્રી વજંધર જિન સ્તવન લક્ષમાં જ લેતો નથી. Iકા
મન તનુ ચપલ સ્વભાવ, વચન એકાંતતા, વસ્તુ અનંત સ્વભાવ, ન ભાસે છતાં; જે લોકોત્તર દેવ, નમું લૌકિકથી,
દુર્લભ સિદ્ધ સ્વભાવ, પ્રભો તહકીકથી. ૪ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! મારા મન અને તનું એટલે શરીરનો સ્વભાવ ચપલ અર્થાત્ ચંચળ છે તથા વાણીનો ધર્મ એકાંત એટલે વસ્તુના એક જ ધર્મને બતાવનાર છે. જ્યારે વસ્તુ તો અનંત સ્વભાવ એટલે ધર્મોવાળી છે. પણ મારામાં સ્યાદ્વાદપૂર્વક તત્ત્વનું જ્ઞાન ન હોવાથી મને તે આત્મતત્ત્વ આદિ વસ્તુઓનો સ્વભાવ જેમ છે તેમ ભાસતો નથી. લોકોત્તર એવા સર્વોત્કૃષ્ટ વીતરાગ દેવને પણ હું લૌકિક એટલે સાંસારિક ભાવનાએ નમું છું. માટે હે પ્રભો ! દુર્લભ એવો તારો શુદ્ધ સિદ્ધ સ્વભાવ મને પ્રાપ્ત થવો, તે તહકીકથી એટલે ચોક્કસ, નક્કી મુશ્કેલ જણાય છે. //૪
મહાવિદેહ મઝાર કે તારક જિનવરુ; શ્રી વજેપર અરિહંત, અનંત ગુણાકરું; તે નિર્ધામક શ્રેષ્ઠ, સહી મુજ વારશે, મહાવૈદ્ય ગુણયોગ, રોગ ભવ તારશે.
૧૩૮
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સાંભળવામાં આવે તો મારો આ ચેતન એવો આત્મા, પરમ પ્રમોદ એટલે આનંદને પામે. હું ભવ્ય છું એવી ખાત્રી થતાં મને પણ શિવપદ એટલે મોક્ષપદની આશા બંધાય. એ મોક્ષપદ કેવું છે? તો કે અનંતસુખ સમૂહની રાશિ એટલે ઢગલા સમાન છે. તથા જે સહજ એટલે સ્વાભાવિક, સ્વતંત્ર એટલે સ્વાધીન એવું આત્મસ્વરૂપનું સુખ, તે અનંત આનંદની ખાણરૂપ છે. IIકા
વળગ્યા જે પ્રભુનામ, ધામ તે ગુણતણા, ધારો ચેતનરામ, એહ થિર વાસના; દેવચંદ્ર જિનચંદ્ર, હૃદય સ્થિર થાપજો,
જિન આણાયુત ભક્તિ શક્તિ મુજ આપજો. ૭
સંક્ષેપાર્થ :- જે પ્રભુના નામવડે, તેમના ગુણ ચિંતનમાં વળગ્યા રહે છે, તે ભક્તો પણ ગુણના ધામરૂપ છે. કારણ કે તે પણ ઉત્તમ પદને પામશે. માટે હે ભવ્યો ! ચેતનમાં રમણતા કરનાર એવા ચેતનરામ પ્રભુમાં જ ચિત્તને સ્થિર કરવાની વાસના એટલે દ્રઢ ઇચ્છાને મનમાં ધારણ કરો. તથા શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે જિનોમાં ચંદ્રમા સમાન એવા પ્રભુને હૃદયમાં સ્થિરપણે સ્થાપન કરજો. તથા વીતરાગ પ્રભુની આજ્ઞા સહિત હું ભક્તિ કરું એવી શક્તિ પ્રદાન કરવાની હે પ્રભુ! મારા ઉપર કૃપા કરજો. IITી.
સંક્ષેપાર્થ:- મહાવિદેહ ક્ષેત્રમાં વર્તમાનકાળમાં વિચરતાં મુમુક્ષુ જીવોના તારણહાર એવા આ શ્રી વજંધર અરિહંત પ્રભુ છે. જે અનંત ગુણોના ભંડાર છે. તે શ્રેષ્ઠ નિર્ધામક એટલે જહાજના પરમ નિષ્ણાત કમાન સમાન છે. તે મને જરૂર આ ભવસાગરના દુઃખજળથી તારશે, પાર ઉતારશે. એવા મહાવૈદ્યસ્વરૂપ પ્રભુ મને આત્મગુણોનો યોગ કરાવી મારો ભવરોગ જરૂર નષ્ટ કરશે, એવો મને પૂર્ણ વિશ્વાસ છે. આપણા
પ્રભુ મુખ ભવ્ય સ્વભાવ, સુણે જો માહરો, તો પામે પ્રમોદ, એહ ચેતન ખરો; થાયે શિવપદ આશ, રાશિ સુખવૃંદની,
સહજ સ્વતંત્ર સ્વરૂપ, ખાણ આનંદની. ૬ સંક્ષેપાર્થ:- પ્રભુના મુખકમળથી, હું ભવ્ય સ્વભાવવાળો છું એવું જો
(૧૧) શ્રી વઘર જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વિહરમાન વીશી (માહરા સગુણ સનેહા પ્રભુજીએ દેશી)
શંખ લંછન વજંધર સ્વામી, માતા સરસ્વતી સુત શિવગામી હો; ભાવે ભવિ વંદો. નરનાથ પધરથ જાયો, વિજયાવતી ચિત્ત સુહાયો હો. ભા૦૧
સંક્ષેપાર્થ:- શંખ લંછનને ધારણ કરનાર એવા શ્રી વઘંધર સ્વામી માતા સરસ્વતીદેવીના પુત્ર છે. તે શિવગામી એટલે મોક્ષ સ્થાને ગમન કરનાર હોવાથી હે ભવ્ય પ્રાણીઓ! તેમની ભાવભક્તિ સહિત વંદના કરો.
જે નરોના નાથ એવા પધરથ રાજાના જાયા એટલે પુત્ર છે. તથા