Book Title: Chaityavandan Chovisi 02
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 121
________________ (૫) શ્રી અભિનંદન જિન સ્તવન ૨૩૭ સંક્ષેપાર્થ :— હે પ્રભુ! તું અમારી દૃષ્ટિથી અગોચર નથી અર્થાત્ વીતરાગ મુદ્રા વડે તું દૃષ્ટિગોચર છો. સજ્જન પુરુષોને તો તું ગુણની રેહા કહેતાં રેખા સમાન છો, અર્થાત્ તમારી વીતરાગ મુદ્રાવડે સજ્જનપુરુષોને તમારા ગુણોનો ખ્યાલ આવે છે કે આપ કેવા શાંત છો, નિર્વિકલ્પ છો; તથા આ જગતમાં કંઈ કરવા જેવું નથી, એમ જાણીને આપ હાથ ઉપર હાથ ધરીને બેઠા છો. આ જગતમાં કંઈ જોવા જેવું નથી, એમ જાણીને નાસિકા ઉપર દૃષ્ટિ સ્થિર કરીને રહ્યા છો, તથા પગ મૂકતા પાપ છે એમ જાણી પગ ઉપર પગ ધરીને આપ વિરાજમાન છો. માટે હે નાથ ! જે આપને ચાહે કહેતા ભાવથી ભજે તેના પ્રત્યે આપે પણ ધર્મસ્નેહ રાખવો જોઈએ. ગા ભગતવચ્છલ જગતાનો, તું બિરુદ વદેહા; વીતરાગ હુઈ વાલહા, ક્યું કરી દ્યો છેહા. અજ સંક્ષેપાર્થ :— આપ ભગત વચ્છલ કહેતા ભક્ત પ્રત્યે વાત્સલ્યભાવ રાખનાર ભગવાન છો; તેમજ જગતારક એવું આપનું બિરુદ છે, એમ જગતવાસી લોકો વદે છે અર્થાત્ કહે છે. તો પછી મારા વાહલા ! આપ વીતરાગ થઈને મારો છેહ કેમ કરો છો અર્થાત્ મને કેમ છોડી દ્યો છો. મારી સંભાળ તો આપે લેવી જ જોઈએ. ॥૪॥ જે જિનવર હે ભરતમેં, ઐરાવત વિદેહા; યશ કહે તુજ પદ પ્રણમતાં, સબ પ્રણમે તેહા. અન્ય સંક્ષેપાર્થ :– ભરતક્ષેત્રમાં, ઐરાવત ક્ષેત્રમાં કે મહાવિદેહક્ષેત્રમાં જે જિનેશ્વર ભગવંત વિરાજમાન છે તે વિષે શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે શ્રી અજિતનાથ પ્રભુના ચરણકમળમાં પ્રણામ કરતાં તે સર્વ જિનેશ્વરોના ચરણમાં પ્રણામ થાય છે, કેમકે સર્વ પરમાત્માઓનું શુદ્ધ સ્વરૂપ એક સરખું છે, તેમાં કિંચત્માત્ર તફાવત નથી. IIII (૪) શ્રી સંભવ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત તેર સ્તવનો (રાગ–ગોંડી) ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સંભવજિન જબ નયન મિલ્યો હો; પ્રગટે પૂરવ પુણ્ય કે અંકુર, તબર્થે દિન મોહિ સફલ વલ્યો હો. સં૦૧ સંક્ષેપાર્થ :— શ્રી સંભવનાથ પ્રભુ સાથે જ્યારથી મારા નયનનું મિલન થયું અર્થાત્ એમના પ્રત્યે મને દૃઢ શ્રદ્ધા થઈને ભક્તિ ઊગી, ત્યારથી મારા પૂર્વે કરેલા પુણ્યના અંકૂરો ફૂટી નીકળ્યા. અને ત્યારથી મારા દિવસો પણ સફળપણાને 41244. 11911 ૨૩૮ અંગનમેં અમિયે મેહ વૂઠે, જનમ તાપકો વ્યાપ ગણ્યો હો; બોધબીજ પ્રગટ્યો ત્રિહુ જગમેં, તપ સંજમકો ખેત ફલ્યો હો. સં૦૨ સંક્ષેપાર્થ :– પ્રભુના મિલનથી આંગણમાં જાણે અમીય કહેતાં અમૃતના મેહ વરસ્યા. તેથી જન્મજરામરણના તાપથી હું સદા વ્યાસ હતો, તે સર્વ તાપ ગળી ગયો. વળી ત્રિહ કહેતાં ત્રણે લોકમાં સારભૂત એવું બોધબીજ કહેતાં સમ્યગ્દર્શન પ્રગટ્યું. તેથી યથાર્થ તપ અને સંયમરૂપ ખેતર પણ ફાલ્યું ફૂલ્યું, અર્થાત્ સમ્યક્દર્શન સહિત તપ અને સંયમ પણ મોક્ષના કારણભૂત થયા. ।।૨।। જૈસી ભક્તિ તૈસી પ્રભુ કરુણા, શ્વેત શંખમેં દૂધ મિલ્યો હો; દર્શનથૅ નવનિધિ મેં પાઈ, દુઃખ દોહગ સવિ દૂર ટહ્યો હો. સં૩ સંક્ષેપાર્થ :- જેવી પ્રભુ પ્રત્યે ભક્તની ભક્તિ, તેવી જ પ્રભુની કરુણા થાય. જેવો શંખ સફેદ તેવું દૂધ પણ સફેદ; બેયનું મિલન શોભાસ્પદ છે તેમ. સમ્યક્દર્શન થવાથી હું નવે નિધાનને પામી ગયો. તથા સર્વ દુઃખ અને દોહગ કહેતાં દુર્ભાગ્ય પણ દૂર ભાગી ગયા. આ સર્વ પ્રતાપ શ્રી સંભવનાથ પ્રભુનો છે. ।।૩।। ડરત ફિરત હૈ દૂરહી દિલર્થે; મોહમલ્લ જિણે જગત્રય છલ્યો હો; સમકિત રત્ન લહું દર્શનથેં; અબ નવિ જાઉં ફુગતિ રૂલ્યો હો. સંજ સંક્ષેપાર્થ :– અનુભવરૂપ સમકિત પ્રાપ્ત થવાથી, મોહરૂપી યોદ્ધો ડરીને મારા દિલથી દૂર જ ફર્યા કરે છે; જ્યારે એ જ મોહમલ્લે ત્રણેય જગતને ઠગ્યું છે. માટે હવે સમ્યક્દર્શનને નિર્મળ કરી હું ક્ષાયિક સમકિત પામું, એવી કૃપા કરો. હે નાથ ! હવે હું કુગતિમાં રઝળવાનો નથી, કેમકે આપનો મને ભેટો થયો છે. ૪ નેહ નજર ભર નિરખત હી મુજ, પ્રભુશું હિયડો હેજે હલ્યો હો;

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148