________________
(૭) શ્રી ઋષભાનન જિન સ્તવન
૧૦૧ પર ગ્રાહક રક્ષકપણે, પરભોગે આસક્ત રે. જ૦૧૦ સંક્ષેપાર્થ:- હવે ઉપરોક્ત ભ્રમણ શા માટે થયું તેના કારણો દર્શાવે
૧૦ર
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ માહરા આતમ સિદ્ધિના, નિમિત્ત હેતુ પ્રભુ સાદિ ૨. જ૦૧૪
સંક્ષેપાર્થ :- કારણ વડે કાર્યની સિદ્ધિ થાય છે. એ અનાદિની રીત છે, માટે મારા આત્મસિદ્ધિના નિમિત્ત કારણ આજથી પ્રભુ આપ છો, એમ હું માનું છું. ./૧૪
અવિસંવાદન હેતની, દ્રઢ સેવા અભ્યાસ રે;
દેવચંદ્ર પદ નીપજે, પૂર્ણાનંદ વિલાસ રે. જ૦૧૫ સંક્ષેપાર્થ:- હે પ્રભુ! સંસારથી તારનાર એક માત્ર હેતુ એટલે કારણ આપ છો. એમાં કોઈ વિસંવાદ નથી અર્થાત્ એમાં કોઈ બે મત નથી. માટે આપની સેવા એટલે આજ્ઞા ઉઠાવવાનો જે દ્રઢ અભ્યાસ કરશે; તે ભવ્યાત્મા દેવોમાં ચંદ્રમા સમાન ઉત્તમ મોક્ષપદને પામશે; કે જે પૂર્ણ આનંદ અને વિકાસના સ્થાનરૂપ છે. ૧પના
પર પુદ્ગલ પદાર્થમાં રાગસહિત પરિણતિ એટલે ભાવ કરવાથી, પર એવા પુદ્ગલમાં આનંદ માની તેના રંગે રક્ત એટલે તન્મય થવાથી, તથા પર પુદુ ગલના ગ્રાહક એટલે તેને જ ગ્રહણ કરવાની ઇચ્છાથી તથા તેના જ રક્ષણ કરવામાં ઉપયોગ રહેવાથી તેમજ પર એવા વિષયભોગોમાં આસક્ત થવાથી શુદ્ધ આત્મતત્ત્વનું મને દર્શન ન થયું અને માત્ર સંસાર ભ્રમણ જ ચાલું રહ્યું. [૧]
શુદ્ધ સ્વજાતિ તત્ત્વને, બહુ માને તલ્લીન રે;
તે વિજાતિ રસતા તજી, સ્વસ્વરૂપ રસ પીન રે. જ૦૧૧
સંક્ષેપાર્થ :- શુદ્ધ સ્વજાતિમય એવા આત્મતત્ત્વને જે બહુમાનપૂર્વક તલ્લીનતાએ ભજશે એટલે કે જે પોતાના ‘સહજાત્મસ્વરૂપનું ધ્યાન ધરશે, તે ભવ્યાત્મા આત્માથી વિજાતીય એવા પુદ્ગલથી ઉત્પન્ન થતાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શની રસતા એટલે આસ્વાદને તજી, સ્વસ્વરૂપમય એવા શુદ્ધાત્મરસના અમૃતને સર્વકાળને માટે પીન એટલે પીતા થઈ જશે. /૧૧ાા.
શ્રી સર્વાનુભૂતિ જિનેશ્વરુ, તારક લાયક દેવ રે;
તુજ ચરણ શરણ રહ્યો, ટળે અનાદિ કુટેવ રે. જ૦૧૨
સંક્ષેપાર્થ :- શ્રી સર્વાનુભૂતિ જિનેશ્વર પ્રભુ ભવ્ય જીવોના સાચા તારક છે. કારણ કે વીતરાગ પરમાત્મા હોવાથી તે સાચા દેવપણાને લાયક છે.
માટે હું તો આપના ચરણકમળના શરણમાં રહ્યો છું કે જેથી કર્મબંધ કરવાની અનાદિ કાળની મારી કુટેવ ટળી જાય. //૧૨
સબલા સાહિબ ઓલગે, આતમ સબલો થાય રે;
બાધક પરિણતિ સવિ ટળે, સાધક સિદ્ધિ કહાય રે. જ૦૧૩
સંક્ષેપાર્થ :- સબલ એવા સાહિબ પરમાત્માની ઓલગ એટલે સેવા કરવાથી આત્મા પણ બળવાન થાય છે. જેથી અનંતકાળથી આત્માને બાધક એવા કર્મબંધ કરવાની પરિણતિ એટલે ભાવ તે સર્વ ટળે છે; અને સર્વ કર્મને ટાળવા એ જ સાધક પુરુષની સિદ્ધિ કહેવાય છે. ll૧૩
કારણથી કારજ હુવે, એ પરતીત અનાદિ રે;
(૭) શ્રી ઋષભાનન જિન સ્તવન
શ્રી દેવચંદ્રજીકૃત વિહરમાન વીશી
(વારી હું ગોડી પારસને ....એ દેશી) શ્રી ઝષભાનન વંદિયે, અચલ અનંત ગુણવાસ, જિનવર; ક્ષાયિક ચારિત્ર ભોગથી, જ્ઞાનાનંદ વિલાસ. જિનવર શ્રી ૧
સંક્ષેપાર્થ - શ્રી ઋષભાનન પ્રભુને ભાવભક્તિ સહિત વંદન કરીએ. જે હમેશાં અચલ, અનંત આત્માના ગુણોમાં વાસ કરીને રહ્યા છે. મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી જેમને ક્ષાયિક ચારિત્ર ગુણ પ્રગટ્યો છે. તેના ભોગથી સ્વરૂપમાં સ્થિરતા થતાં ઘાતીયા કર્મરૂપ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાયકર્મનો પણ ક્ષય થઈ જવાથી આત્માના અનંત જ્ઞાન અને અનંત આનંદના વિલાસમાં પ્રભુ સદા મગ્ન રહે છે. તેના
જે પ્રસન્ન પ્રભુ મુખ ગ્રહે, તેહિજ નયન પ્રધાન; જિ. જિનચરણે જે નામીએ, મસ્તક તેહ પ્રમાણ. જિ. શ્રીર
સંક્ષેપાર્થ :- જે પ્રસન્ન ચિત્તે પ્રભુની વીતરાગ મુખ મુદ્રાના દર્શન કરે છે. તે જ નયન પ્રધાન એટલે શ્રેષ્ઠ છે. ધન્ય છે તથા એવા જિનેશ્વરના ચરણ