________________
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ તેણે જઈ વાત સવે કહી, પ્રભુ મળ્યા તે ધ્યાનને ટાણે રે; શ્રીનયવિજય વિબુધતણો, ઈમ સેવક સુયશ વખાણે રે. સ્વા૦૫
સંક્ષેપાર્થઃ- ભક્તિરૂપી દૂતીકાએ જઈને સર્વ વાત ઉપર મુજબ ભક્તને જણાવી ત્યારે ભક્ત પણ જગતને ભૂલી પ્રભુના શુદ્ધ સ્વરૂપમાં તન્મય થવા માટે ધ્યાનવડે અભ્યાસ કરવા લાગ્યો. એ અભ્યાસ પરિપક્વ થતાં ધ્યાનને ટાણે પ્રભુ મળ્યા અર્થાત્ પ્રભુનું જેવું શુદ્ધ સ્વરૂપ છે તેનો અંશે પોતાને જ અનુભવ થયો.
વિબુધ એટલે વિદ્વાન એવા શ્રી નવિજયજીના શિષ્ય શ્રી યશોવિજયજી મહારાજ, ઉપર પ્રમાણે આત્મ અનુભવ થવાથી પ્રભુ શ્રી સુબાહુ જિનના ભાવપૂર્વક વખાણ કરે છે કે મને ભક્તિરૂપી દૂતીવડે આપે આત્મ અનુભવનો માર્ગ દર્શાવ્યો માટે પ્રભુની પ્રથમ સાચા મને ભક્તિ જ કર્તવ્ય છે. પણ
(૪) શ્રી અભિનંદન જિન સ્તવન
શ્રી યશોવિજયજીત વિહરમાન વીશી
(ચતુર ચનેહી મોહનાએ–દેશી) સ્વામી સુબાહુ સુહંક, ભુનંદાનંદન પ્યારો રે; નિસઢનરેસર કુલતિલો, જિંપુરુષા ભરતારો રે. સ્વા-૧
સંક્ષેપાર્થ:- હે સુહંકરુ એટલે સુખના કરવાવાળા શ્રી સુબાહુ સ્વામી! આપ ભૂનંદા માતાના પ્યારા નંદન છો. તથા શ્રી નિસઢ રાજાના કુળમાં ઉત્પન્ન થયેલ તિલક સમાન પુત્ર છો. તેમજ ડિંપુરુષા રાણીના ભરતાર છો. એવા હે સ્વામી ! મને પણ આપ સુખના કર્તા થાઓ. /૧
કપિ લંછન નલિનાવતી, વપ્રવિજય અયોધ્યાનાહો રે; રંગે મિલિયે તેહશું, એહ મણુઅ જન્મનો લાહો રે. સ્વા૨
સંક્ષેપાર્થ :- જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહમાં નલિનાવતી વિજયમાં અયોધ્યાનગરીના આપ નાહો કહેતાં નાથ છો. એવા પ્રભુ સાથે રંગે મિલિયે એટલે સાચો ભક્તિરંગ જો જામે તો આ મનુષ્યજન્મ સફળ થયો ગણાય, અથવા આ મનુષ્યજન્મ પામ્યાનો સાચો લહાવો લીધો એમ કહી શકાય. //રા
તે દિન સવિ એળે ગયા, જિહાં પ્રભુશું ગોઠી ન બાંધી રે; ભક્તિ દુતિકાએ મન હર્યું, પણ વાત કહી છે આધી રે. સ્વા૩
સંક્ષેપાર્થ :- જેણે આ મનુષ્યભવ પામીને પ્રભુ સાથે ગોઠી એટલે મિત્રતા ન બાંધી તેના સર્વ દિવસો નિષ્ફળ ગયા. એમ જાણીને પ્રભુની ભક્તિ કરી તો ભક્તિરૂપી દૂતીકાએ મારું મન હરણ કરી લીધું, અર્થાત્ પ્રભુ પ્રત્યે મને પ્રેમ લાગ્યો. પણ પ્રભુનું આત્મિક સુખ કેવું છે તેનું મને હજી ભાન ન થયું તેથી વાત અધુરી જ રહી ગઈ એમ શ્રી યશોવિજયજી મહારાજ કહે છે. lલા
અનુભવ મિત્ત જો મોકલું, તો તે સઘળી વાત જણાવે રે; પણ તેહ વિણ મુજ નવિ સરે, કહો તો પુત્રવિચાર તે આવે રે. સ્વા૦૪
સંક્ષેપાર્થ :- ત્યારે પ્રભુએ કહ્યું કે અનુભવરૂપી મિત્ત એટલે મિત્રને જો મોકલું તો તે સઘળી વાત તમને જણાવી દે. પણ તે અનુભવ વિના હું એકક્ષણ પણ ન રહી શકું. તો કહો કે પુત્રનો અર્થાત્ શિષ્યનો વિચાર કેમ આવે? અર્થાત્ અનુભવ એક એવી વસ્તુ છે કે જે બીજાને ન આપી શકાય. એ તો માત્ર પોતે જ વેદી શકે. કા.
(૪) શ્રી અભિનંદન જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી
(ગોડી ગાજે ૨-એ દેશી) શેઠ સેવો રે અભિનંદન દેવ, જેહની સાથે રે સુર કિન્નર સેવ; એહવો સાહિબ સેવે તેહ હજૂર, જેહનાં પ્રગટે રે કીધાં પુ પંડૂર.શે-૧
સંક્ષેપાર્થ :- જે આત્મિક ગુણોના ઇચ્છુક હોવાથી ખરેખરા શેઠ છે એવા ભવ્યાત્માઓને સંબોધીને કહે છે કે હે શેઠ! તમે અભિનંદન જિનદેવની ભાવપૂર્વક સેવા કરો. જે પ્રભુની સેવા સુર એટલે દેવતાઓ તેમજ કિન્નર એટલે કુબેર પણ સારે છે અર્થાતુ ઊઠાવે છે.
એવા પરમ મહાસ્યવાન સાહિબની સેવા જે કરે છે તે જ હાર કહેતા બહુમાન કરવા યોગ્ય છે. કેમકે પૂર્વમાં કરેલ પંડૂર કહેતા મોટા પુણ્યનો ઉદય જેને થયો હોય તે જ પ્રભુની સેવા એટલે આજ્ઞા ઉઠાવી શકે છે, બીજો નહીં. માટે હે શેઠ! પ્રભુને ભજી જીવન ધન્ય કરો. //પા
જેહ સુગુણ સનેહી સાહિબ હેજ, હૃગલીલાથી લહિયે સુખસેજ; તૃણ સરખું લાગે સઘળે સાચ, તે આગળ આવ્યું ધરણીરાજ. શે૨