Book Title: Chaityavandan Chovisi 02
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 32
________________ (૨) શ્રી યુગમંધર જિન સ્તવન આત્મધર્મ છે, તેનો તથ્ય એટલે યથાતથ્ય જેવો જોઈએ તેવો મૂળ સ્વભાવ પ્રગટ થતો નથી. તેનો જાણે અભાવ થઈ ગયો હોય એમ ભાસે છે. આવા પરપરિણામિકતા દશા રે, લહી પહકારણ યોગ રે; ૬૦ ચેતનતા પરગત થઈ રે, રાગી પુગલ ભોગ ૨. દશ્રી ૪. સંક્ષેપાર્થ:- આત્માની જે પરપદાર્થમાં પરિણમવારૂપ દશા થઈ છે તે પર એવા પુદગલ કર્મના યોગથી એટલે નિમિત્તથી છે. તથા પાંચ ઇન્દ્રિયરૂપ ભોગોમાં રાચી મારીને આત્માની જ્ઞાન ચેતના પણ પરગત એટલે પર એવા પુદ્ગલને જ અનુસરનારી થઈ છે. આત્માને પોતાના સ્વભાવસુખનું તો ભાન જ નથી. |૪|| અશુદ્ધ નિમિત્ત તો જડ અછે રે, વીર્યશક્તિ વિહીન રે; દા તું તો વીરજ જ્ઞાનથી રે, સુખ અનંતે લીન રે. દશ્રી ૫ સંક્ષેપાર્થ:- આત્માને અશુદ્ધ નિમિત્તનું કારણ એવા પુદ્ગલો તો જડ છે. તે જડ પુગલો આત્માને કોઈ પ્રેરણા કરવાની વીર્યશક્તિ ધરાવતા નથી. જ્યારે તમે તો હે પ્રભુ ! અનંતજ્ઞાન શક્તિના વીરત્વને લઈને આત્માના અનંત સુખમાં સર્વ કાળને માટે લીન બન્યા છો; માટે મારી અનંતજ્ઞાન તથા અનંતસુખાદિ શક્તિઓને પ્રગટાવવા માટે આપ જ પ્રબળ નિમિત્તરૂપ છો. આપા તિણ કારણ નિશ્ચ કર્યો રે, મુજ નિજ પરિણતિ ભોગ રે; દે૦ તુજ સેવાથી નીપજે રે, ભાંજે ભવ ભય સોગ રે. દલ્હી-૬ સંક્ષેપાર્થ:- તે કારણથી જ મેં મારા મનમાં એવો નિશ્ચય કર્યો છે કે જો મારા નિજ આત્મસ્વભાવની શુદ્ધ પરિણતિનો ઉપભોગ કરવો હોય તો તે આપની સેવાથી જ પ્રાપ્ત થઈ શકે. અને તેથી સર્વ ભવનો ભય કે શોક પણ ભાગી શકે એમ છે. અન્ય કોઈ ઉપાય આ જગતમાં વિદ્યમાન નથી. કા શુદ્ધ ૨મણ આનંદતા રે, ધ્રુવ નિસંગ સ્વભાવ રે; દે સકલ પ્રદેશ અમૂર્તતા રે, ધ્યાતા સિદ્ધ ઉપાય રે. દ%ી ૭ સંક્ષેપાર્થ:- હવે સિદ્ધત્વ પ્રાપ્ત કરવાનો ઉપાય કહે છે : આત્માના શુદ્ધ સ્વરૂપમાં રમણતા કરવારૂપ આનંદની પ્રાપ્તિ કરવી અને આત્માનો સર્વથા ધ્રુવ એવો શાશ્વત અસંગ સ્વભાવ પ્રગટ કરવો તથા આત્મામાં સર્વ પ્રદેશ રહેલ અનંત અમૂર્ત ગુણોની પ્રાપ્તિ કરવી; એ જ ધ્યાતા ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ એટલે સ્વરૂપનું ધ્યાન કરનાર એવા આત્માને પોતાની સંપૂર્ણ સિદ્ધદશા પ્રાપ્ત કરવાનો સાચો ઉપાય છે. શા સમ્યતત્ત્વ જે ઉપદિશ્યો રે, સુણતાં તત્ત્વ જણાય રે; દેવ શ્રદ્ધાજ્ઞાને જે ગ્રહો રે, તેહિ જ કાર્ય કરાય રે. દશ્રી ૮ સંક્ષેપાર્થ :- ભગવંતે જે સમ્યતત્ત્વ એટલે સાત તત્ત્વ, છ દ્રવ્ય વગેરેનો ઉપદેશ કર્યો છે, તેને શ્રી ગુરુમુખથી સાંભળતા યથાર્થ તત્ત્વનું જાણપણું થાય છે. તે ગુરુમુખથી જાણી શ્રદ્ધીને જે ગ્રહણ કરશે તે જ સ્વઆત્મસિદ્ધિને પામશે. મોક્ષ પ્રાપ્તિ માટે એ જ ઉપાય કર્તવ્ય છે. દા. કાર્ય રુચિ કર્તા થયે રે, કારક સવિ પલટાય રે; દેવ આતમગતે આતમ રમે રે, નિજ ઘર મંગલ થાય ૨. દશ્રી ૯ સંક્ષેપાર્થ:- મોક્ષરૂપી કાર્ય કરવાની રુચિ કર્તાને પ્રગટ થાય છે, ત્યારે તેના કારણે જે પહેલા સંસારની રુચિવાળા હતા, તે સર્વ પલટાઈને આત્મિક રુચિવાળા બને છે. તેના ફળસ્વરૂપ આત્મા, આત્મામાં જ ૨મતા કેરનારો થાય છે, અને પોતાના આત્મારૂપી ઘરમાં પરમ મંગલ થાય છે; અર્થાત્ આત્મામાં અપૂર્વ પરમ શાંતિનો અનુભવ થઈ તે શાશ્વત સુખને પામે છે. II ત્રાણ શરણ આધાર છો રે, પ્રભુજી ભવ્ય સહાય રે; ૬૦ દેવચંદ્ર પદ નીપજે રે, જિનપદકજ સુપસાય ૨. દશ્રી ૧૦ સંક્ષેપાર્થ:- હે પરમકૃપાળુ પ્રભુ ! આપ જ અમારા ત્રાણ છો અર્થાત્ સંસાર ભયથી બચાવનાર છો. અશરણ એવા સંસારમાં આપ જ એક શરણરૂપ છો. અમને એક આપનો જ આધાર છે. જન્મ જરા મરણથી કે ત્રિવિધ તાપથી છોડાવવામાં આપ જ એક ભવ્ય એટલે મહાન સહાય કરનાર છો. શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે એવા જિનેશ્વરના ચરણકમળની સેવા કરવાથી અક્ષય પરમાત્મપદની પ્રાપ્તિ સુલભ થાય છે. ll૧૦ના ૨. શ્રી યુગમંદર જિન સ્તવન શ્રી યશોવિજયજીત વિહરમાન વીશી (૧ના હોલાનો દેed)

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148