Book Title: Chaityavandan Chovisi 02
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 139
________________ ૨૭૪ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ છો. એવા આપ પ્રભુને મારા ભાવપૂર્વક નમસ્કાર હો. ના અશરણ શરણ નીરાગ નિરંજન, નિરુપાયિક જગદીશ નમો; બોધિ દિયો અનુપમ દાનેશ્વર, જ્ઞાનવિમળ સૂરીશ નમો. અ૦૮ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! તું અશરણને શરણરૂપ છો, નીરાગી છો, નિરંજન પરમાત્મા છો, સર્વ પ્રકારની ઉપાધિથી રહિત છો, જગદીશ્વર છો. તથા અનુપમ દાનેશ્વર હોવાથી અમને સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્રરૂપ રત્નત્રયનું દાન આપી કૃતાર્થ કરો. એમ શ્રી જ્ઞાનવિમળસૂરી પ્રણામ કરીને આપની સમક્ષ યાચના કરે છે તે ફળીભૂત થાઓ, ફળીભૂત થાઓ. ૮ આત્મજાગૃતિનાં પદો ૨૭૩ શુદ્ધતામેં સ્થિર વહે, અમૃતધારા વરસે. અર્થ:- આત્માની રાગદ્વેષરહિત શુદ્ધ દશાનો વિચાર કરતા પણ કર્મોની નિર્જરા થાય. એવા આત્માને ધ્યાને અર્થાત્ આત્માનું ધ્યાન કરે, ચિંતવન કરે. પછી તે શુદ્ધ આત્માને પામી તેમાં કેલિ એટલે રમણતા કરવાનો પ્રયાસ કરે તો તે નિર્વિકલ્પદશામય શુદ્ધ આત્મસ્વભાવમાં સ્થિર થઈ અમૃતની ધારા સમાન અનુભવ રસનો આસ્વાદ પામે, જે અનંત સુખરૂપ છે. એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે; થાય સગુરુનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીનો સંગ રે. અર્થ:- સાચી ભક્તિના બળે, જેને શુદ્ધ આત્મા પ્રાપ્ત છે એવા પરમકૃપાળુ પ્રભુના સ્વપ્નમાં પણ દર્શન થાય તો તેનું મન બીજા ભામે એટલે ભ્રમણામાં પડે નહીં. અને જો સાચા અંતઃકરણે જિજ્ઞાસાપૂર્વક એવા આત્મજ્ઞાની સદ્ગુરુનો લેશપણ સંગ પ્રસંગ બની આવે તો તેને સંસારી જીવોનો સંગ ગમે નહીં. હસતા રમતા પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુક્તાનંદનો નાથ વિહારી રે, સંતો જીવનદોરી અમારી રે. અર્થ:- હસતાં રમતાં અર્થાત્ પ્રત્યેક કામ કરતાં જો અંતરથી ‘સહજાત્મસ્વરૂપનું સ્મરણ કરતાં હરિ એવા પ્રભુને સદા સમીપ માની વર્ત, તો મારું આ જીવતર સફળપણાને પ્રાપ્ત થયું ગણાય. સંત મુક્તાનંદ કહે છે કે અમારો નાથ તો મહાત્મા શ્રીકૃષ્ણ બિહારી છે, અને સંતો! એ જ અમારી જીવનદોરી છે, અર્થાત્ પવિત્ર જીવન જીવવા માટે એ જ અમારે પરમ આધારરૂપ છે. (૨૦) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત જિન સ્તવન (શું કહું કથની મારી રાજ-એ રાગ) મુજને દાસ ગણી જે રાજ, પાર્થજી! અર્જ સુણીજે; અવસર આજ પૂરીજે રાજ, પાર્થજી ! અર્જ સુણીજે. વામાનંદન તું આનંદન, ચંદન શીતલ ભાવે; દુઃખનિકંદન ગુણે અભિનંદન, કીજે વંદન ભાવે રાજ.પા ૧ સંક્ષેપાર્થ :- હે સર્વ જિનોમાં રાજા સમાન શ્રી પાર્શ્વનાથ પ્રભુ! મને આપનો દાસ ગણીને મારી એક અર્જ એટલે વિનંતિને સાંભળો. હે રાજ રાજેશ્વર! આ અવસર આવ્યો છે તો મારી આશાને આપ પૂર્ણ કરો. તમે વામામાતાના નંદન છો, સર્વને આનંદ આપનાર છો. ભાવોમાં સર્વને ચંદન સમાન શીતળતા ઉપજાવનાર છો, ત્રિવિધ તાપ કે જન્મજરામરણના દુઃખનું નિકંદન કહેતાં જડમૂળથી તેને નષ્ટ કરનાર છો. અને ગુણથી જોતાં આપ અભિનંદન એટલે નમસ્કાર કરવા યોગ્ય છો. માટે હે ભવ્યો! સકળ વિશ્વના રાજા એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુની તમે ભાવપૂર્વક વંદના કરો. ૧| તુંહી જ સ્વામી અંતરજામી, મુજ મનનો વિસરામી; શિવગતિગામી તું નિષ્કામી, બીજા દેવ વિરામી રાજ. પા૦૨ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! તમે જ મારા સ્વામી છો, અંતર્યામી છો, મારા

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148