Book Title: Chaityavandan Chovisi 02
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 120
________________ ૨૩૬ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ લગાવવી, એવી ગમારી એટલે ગામડિયા જેવી મૂર્ખતા કોણ કરે ? કોઈ સમજુ તો ન જ કરે. આપણા તુમ હી સાહિબ મેં હૂં બંદા, યા મત દીઓ વિસારી; શ્રી નયવિજય વિબુધ સેવકકે, તુમ હો પરમ ઉપકારી. જ૦૬ સંક્ષેપાર્થ – મારે મન તો તમે જ સાહિબ છો અને હું તમારો બંદા એટલે બંદગી કરવાવાળો સેવક છું. આ સેવકને આપ વિસરશો નહીં. પંડિત શ્રી નયવિજયજીના શિષ્ય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે આપ તો મારા પરમ ઉપકારી છો. કેમકે આપે પરમ કૃપા કરી જન્મ, જરા, મરણના દુઃખથી સર્વકાળને માટે મુક્ત થવાનો મને ઉપાય દર્શાવ્યો. એમ જગતગુરુ શ્રી ઋષભદેવ ભગવાન સર્વ જગત જીવોના પરમ હિતકારી છે, પરમ કલ્યાણકારી છે. Iકા (૩) શ્રી અજિત જિન સ્તવન ૨૩૫ છે. યુગલીયાઓને સર્વ ગૃહ વ્યવહાર શીખવનાર પણ આપ છો. તેમજ સર્વ પ્રકારે જગત જીવોને પરમાર્થ બતાવનાર પણ આપ જ છો. તેથી આપ જગતગુરુ છો. પહેલા તીર્થંકર, પહેલા નરેશ્વર કહેતાં રાજા, પ્રથમ યતિ એટલે મુનિ, તથા પ્રથમ બ્રહ્મચારી અથોતુ આ કાળની અપેક્ષાએ પ્રથમ બ્રહમચર્યવ્રત ધારણ કરનાર પણ આપ જ છો. ||૧|| વર્ષીદાન દેઈ તુમ જગમેં, ઈલતિ ઈતિ નિવારી, તૈસી કાહિ કરતુ નાંહિ કરુણા, સાહેબ બેર હમારી. જ૦૨ સંક્ષેપાર્થ :- એક વર્ષ સુધી આપે જગતમાં વર્ષીદાન આપી સર્વ પ્રકારની ઈલતિ કહેતા ઉપાધિને તથા ઈતિ એટલે જગતમાં ધાન્ય વગેરેને નુકશાન પહોંચાડ-નાર સાત ઉપદ્રવ તે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડનો ઉપદ્રવ, ઉંદરોનો ઉપદ્રવ, પક્ષીઓનો ઉપદ્રવ, સ્વચક્રનો ઉપદ્રવ તથા પરચક્રનો ઉપદ્રવ તેને આપે નષ્ટ કરી દીધા. તો હે સાહિબા ! તેવી કરુણા આપ અમારી વેળા પણ કેમ કરતા નથી. ||રા માગત નહીં હમ હાથી ઘોરે, ધન કન કંચન નારી; દિઓ મોહિ ચરણકમળકી સેવા, યાહી લગતે મોહી પ્યારી. જવું સંક્ષેપાર્થ :- અમે કંઈ આપની પાસે હાથી, ઘોડા, ધન, અનાજના કણ, સોનું કે સ્ત્રી માગતા નથી. અમને તો માત્ર આપના ચરણકમળની સેવા આપો. અમને તો તે જ પ્રિય છે; બીજું અમારે કાંઈ જોઈતું નથી. . ભવલીલા વાસિત સુર ડારે, તુમ પર સબહી ઉવારી; મેં મેરો મન નિશ્ચલ કીનો, તુમ આણા શિરધારી. જ૦૪ સંક્ષેપાર્થ:- ભવલીલા વાસિત એટલે સંસારમાં રાગદ્વેષયુક્ત લીલા કરવાની વાસનાવાળા સૂર કહેતા સર્વ દેવોને, તમારા પ્રત્યે પ્રેમ જાગવાથી છોડી દીધા છે. તથા મારા મનને મેં નિશ્ચય કર્યું છે કે હું તો તમારી આજ્ઞાને જ શિરોધાર્ય કરીશ. III ઐસો સાહિબ નહિ કોઉ જગમેં, યાસું હોય દિલદારી; દિલહી દલાલ પ્રેમ કે બીચિ, તિહાં હઠ ખેંચે ગમારી, જ૫ સંક્ષેપાર્થ:- આખા જગતમાં એવો કોઈ બીજો સાહિબ નથી કે જેના સાથે દિલદારી એટલે ગાઢી મિત્રતા કરી શકાય. મારું દિલરૂપી દલાલ આપની સાથે પ્રેમ કરી રહ્યું છે, તેના વચમાં પડી, હઠ કરીને તે મતિને ખેંચી બીજે (૩) શ્રી અજિત જિન સ્તવન શ્રી યશોવિજયજીવન તેર તાવનો (ા-કાફી). અજિત દેવ મુજ વાલહા, જર્યું મોરા મેહા; ક્યું મધુકર મન માલતી, પંથી મન ગેહા. અ૦૧ સંક્ષેપાર્થ:- શ્રી અજિતનાથ પ્રભુ મારા વાહલા છે. જેમ મોરને મન મેહ કહેતા વરસાદ વહાલો છે, મધુકર એટલે ભમરાને મન માલતી પુષ્પ વહાલું છે. તથા મુસાફરને મન ઘેર જવાનું પ્રિય છે; તેમ મારે મન શ્રી અજિતનાથ દેવ ઘણા વહાલા છે. ૧ મેરે મન તુંહી રુચ્યો, પ્રભુ કંચન દેહા; હરિ, હર, બ્રહ્મ, પુરંદરા તુજ આગે કેહા. અ૦૨ સંક્ષેપાર્થ :- મારા મનને હે નાથ! તું જ રુચ્યો છું. મારા પ્રભુની અદ્ભુત સુંદર કંચનવર્ણી કાયા છે, તેના આગળ હરિ એટલે વિષ્ણ, હર કહેતાં શંકર તેમજ બ્રહ્મા કે પુરંદર કહેતાં ઇન્દ્ર વગેરે તે કોણ માત્ર છે. રા. તુંહી અગોચર કો નહીં, સજ્જન ગુણ રેહા; ચાહે તા; ચાહીએ, ધરી ધર્મ સનેહા. અ૦૩

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148