Book Title: Chaityavandan Chovisi 02
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 143
________________ પ્રભુ-ઉપકાર ૨૮૧ કામિતદાતા એટલે ઇચ્છિત વસ્તુને આપનાર છે. તેમ સગુરુના ચરણની ઉપાસના જીવને ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કરાવનાર છે; અર્થાત્ દેવ, મનુષ્યના ભવ કરાવી મોક્ષ આપનાર છે. વળી સદ્ગુરુના ચરણ તે ચિત્રાવલી સમાન છે. ચિત્રાવેલ જેના ઘરમાં હોય તેને ઘેર કોઈ વસ્તુની ખોટ પડે નહીં. તેમ સદ્ગુરુના ચરણનો જે આશ્રય કરે તેને ઘેર પુણ્યના બળે સર્વ પ્રકારે સુખ શાંતિ હોય અથવા સદ્ગુરુના ચરણ ચિંતામણિ રત્નની જેમ સર્વ વસ્તુને આપનાર છે. સદ્ગુરુના ચરણ સંજીવિની જડીબુટ્ટીની જેમ જરાવસ્થા અને મરણનો નાશ કરનાર છે. સદ્દગુરુ આજ્ઞાએ વર્તનાર જીવ જન્મજરામરણના સર્વ દુઃખોથી મુક્ત થાય છે. એવા સદ્ગુરુ ભગવંતના ચરણનું મને સદાય શરણ રહો. ||રા. પદ મંગલ કમલા-આવાસ, હરે દાસનાં આશપાશત્રાસ; ચંદન ચરણે ચિત્તવૃત્તિઠરણ, મમ સદ્ગુરુચરણ સદા શરણં. ૪ અર્થ :- સદ્ગુરુના ચરણ, મંગલ એટલે કલ્યાણકારી એવી કમલા કહેતા આત્મલક્ષ્મીને રહેવા માટે આવાસ એટલે ઘર સમાન છે. વળી તે ચરણ, સદ્ ગુરુના દાસ એટલે આશ્રિતના ‘આશપાશત્રા’ કહેતા આશારૂપી પોશ એટલે જાળથી ઉત્પન્ન થતા ત્રાસને હરનાર છે, અર્થાત્ સર્વ પ્રકારની ઇચ્છાઓથી ઉત્પન્ન થતા ત્રાસને શમાવનાર છે. સદ્ગુરુના ચરણ તે ચિત્તમાં ઊઠતી અનેક પ્રકારની મલિન વિકાર વૃત્તિઓને ઠારવા માટે શીતલ ચંદન સમાન છે. એવા મારા સદ્ગુરુ ભગવંતના ચરણનું મને સદાય શરણ રહો. ll૪|| દુસ્તર ભવ તરણ કાજ સાર્જ, પદ સફરી જહાજ અથવા પાજે; મહી મહીધરવત્ અભરાભરણું, મમ સદ્ગુરુચરણ સદા શરણં. ૫ અર્થ:- દુસ્તર એટલે દુઃખે તરી શકાય એવા સંસારને તરવા માટે સદ્ ગુરુના ચરણ તે “સાજં” એટલે સાધનરૂપ છે. તે કેવું સાધન છે? તોકે સફરી જહાજ જેવું કે જે કદી ડૂબે નહીં અથવા ‘પાજં” એટલે પુલ સમાન છે, કે જેના ઉપર ચાલીને સુખે પેલી પાર જઈ શકાય. ‘મહી’ એટલે પૃથ્વી સમાન આધાર આપનાર સદ્ગુરુના ચરણ છે. તેથી આશ્રય કરાય છે અથવા “મહીધરવતુ’ એટલે ગુણોમાં પર્વત જેવા મોટા હોવાથી તે પૂજનીય છે. તથા ‘અભરાભરણે” કહેતા ગરીબનું ભરણપોષણ કરનાર છે, ૨૮૨ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ અર્થાત્ આત્માર્થે સાવ ગરીબ એવા અમને આત્માર્થનું સાધન મંત્રદીક્ષા વિગેરે આપી આત્મપોષણ આપનાર છે. એવા સદ્ગુરુના ચરણનો મને સદા આશ્રય રહો. પા. સંસાર કાંતાર પાર કરવા, પદ સાર્થવાહ સમ ગુણ ગરવા; આશ્રિત શરણાપત્ર ઉદ્ધરણું, મમ સદ્ગુરુચરણ સદા શરણં. ૬ અર્થ :- સંસારરૂપી કાંતાર એટલે જંગલને પાર કરવા માટે આપના ચરણ તે સાર્થવાહ સમાન છે. સાર્થવાહ સાથે સુખે જંગલ પાર કરી શકાય. તેમ આપની આજ્ઞામાં રહી સુખે સંસારરૂપી જંગલ પાર કરી શકાય. કેમકે આપના ગુણ તે ગરવા એટલે મોટા છે. મોટા પુરુષો સાથે રહેવાથી સર્વ આપત્તિઓ દૂર થાય.આપ, આશ્રિત અથવા શરણે આવેલાનો ઉદ્ધાર કરો છો. માટે આપનું શરણ મને સદા રહો એ જ મારી અભિલાષા છે. કાાં શ્રીમદ્ સગુરુપદ પુનિત, મુમુક્ષુ-જનમન અમિત વિત્ત; ગંગાજલવતું મનમલ-હરણ, મમ સદ્ગુરુચરણ સદા શરણં. ૭ અર્થ :- શ્રીમદ્ સદ્ગુરુ ભગવંતના ચરણકમળ એ પરમ પુનિત એટલે પવિત્ર છે. તે મુમુક્ષુજનના મનને અમિત એટલે અમાપ વિત્ત એટલે ધન સમાન છે. જે ગંગાજલ સમાન મનના મેલને હરનાર છે. માટે આપના ચરણકમલનો મને સદાય આશ્રય રહો. ના પદકમલ અમલ મમ દિલકમલ,સંસ્થાપિત રહો અખંડ અચલ; રત્નત્રય હરે સર્વાવરણ, મમ સદ્ગુરુચરણ સદા શરણં. ૮ અર્થ :- આપ સદ્ગુરુ ભગવંતના ચરણકમલ તે અમલ કહેતા કર્મમળ રહિત હોવાથી મારા દિલરૂપી કમલ ઉપર સદા અખંડપણે, અચળપણે સંસ્થાપિત રહો એવી મારી પૂર્ણ કામના છે. સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રમય રત્નત્રય એ સર્વ કર્મના આવરણને હરવા સમર્થ છે, તે રત્નત્રય પ્રાપ્તિનું મૂળભૂત કારણ શ્રી સદ્ગુરુ ભગવંતના ચરણકમળ છે, માટે તે પવિત્ર ચરણકમળનું મને સદા શરણ રહો, એવી આપ પ્રભુ પ્રત્યે મારી ભાવભીની પ્રાર્થના છે. ll અનંત ચોવીશી જિન નમું, સિદ્ધ અનંતા ક્રોડ; જે મુનિવર મુક્ત ગયા, વંદું બન કર જોડ.

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148