Book Title: Chaityavandan Chovisi 02
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 144
________________ મંત્ર માહાત્મ્ય ૨૮૩ અર્થ :– ભૂતકાળમાં અનંત ચોવીશીમાં થયેલ અનંત જિનેશ્વરોને હું નમસ્કાર કરું છું. મોક્ષમાં બિરાજમાન અનંતા ક્રોડ સિદ્ધ ભગવંતોને હું પ્રણામ કરું છું. તથા જે મુનિવરો મોક્ષે પધાર્યા તે સર્વને હું બે હાથ જોડી વંદન કરું છું. આપના જેવી શાશ્વત સુખમય શાંતિ મને પ્રાપ્ત થાઓ એવી મારી શુભ ભાવના છે. તે આપના પસાયે સફળ થાઓ, સફળ થાઓ. ।।૯।। પ્રભુ-ઉપકાર કૌન ઉતા૨ે પાર, પ્રભુ બિન, કૌન ઉતા૨ે પાર ? ભવોદધિ અગમ અપાર, પ્રભુ બિન, કૌન ઉતા૨ે પાર ? અર્થ :- આ ચતુર્ગતિરૂપ સંસાર જન્મજરામૃત્યુ કે આધિવ્યાધિઉપાધિરૂપ અનંત દુઃખથી ભરેલો છે. ‘ત્યાં દુઃખ, દુઃખ ને દુઃખ છે. દુઃખનો એ સમુદ્ર છે.’ એવા દુઃખના સમુદ્રમાંથી મને કોણ પાર ઉતારે. એક પ્રભુ વિના બીજો મને કોણ પાર ઉતારી શકે ? કેમકે ભવ એટલે સંસાર અને ઉદધિ એટલે સમુદ્ર. તે અગમ એટલે અગમ્ય છે. ઉપરથી સપાટ દેખાવા છતાં અંદરથી જે ઘણો ઊંડો છે તથા અપાર છે અર્થાત્ ૩૪૩ ઘનરજ્જુ પ્રમાણ આ લોક છે. તેમાં મારો આત્મા અનાદિકાળથી ગોતાં ખાય છે. તેમાંથી એક પ્રભુ બિના બીજો મને કોણ પાર ઉતારી શકે ? કૃપા તિહારી તેં હમ પાયો, નામ મંત્ર આધાર. પ્રભુ નીકો તુમ ઉપદેશ દિયો હે, સબ સારનકો સાર. પ્રભુ અર્થ :– હે પ્રભુ ! ‘બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો’ અને તેમાં વળી ઘણા ઘણા પુણ્યના ઢગલા ભેગા થવાથી આપ પ્રભુની મારા ઉપર કૃપા થઈ. અને ભવસમુદ્રથી તરવા માટે આપનું નામ ‘સહજાત્મસ્વરૂપ’ છે, તે ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' જેવા અદ્ભુત મંત્રનો મને આધાર મળ્યો. કોઈ સમ્યક્ આધારના બળે ભવસાગર પાર ઊતરી શકાય છે. વળી નીકો એટલે મને આપે જે આત્મા સંબંધી શ્રેષ્ઠ ઉપદેશ આપ્યો છે તે તો સર્વ શાસ્ત્રના સારના પણ સારરૂપ છે. આપે ચૌદપૂર્વના સારરૂપ અમને આત્મસિદ્ધિ’ આપી. સર્વ આગમોના દોહનરૂપ ‘મોક્ષમાળા’ ગ્રંથ આપી અમારામાં આત્મધર્મની જિજ્ઞાસા ૨૮૪ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ આરતી જય જય આરતી સદ્ગુરુરાયા, શ્રીમદ્ રાજચંદ્ર નમું (તુજ) પાયા. જય૦ ૧ અર્થ :—જય હો જય હો! શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્ર પ્રભુનો સદા જય હો. તેમની ભાવભક્તિ સહિત પૂજા-બહુમાન કરવા અર્થે પંચ ઝળહળ જ્યોતિરૂપ દીવાઓથી હું આરતી ઉતારું છું. આરતી એટલે દુઃખ, પીડા. જગતના જીવો વિવિધ તાપાગ્નિથી સદા પીડિત છે, દુઃખી છે. હું તે દુઃખથી આપની કૃપાએ સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્રની નિર્મળતા વડે સર્વથા હું દુઃખથી મુક્ત થાઉ એ અભિલાષાએ કરી આપની ભક્તિપૂર્વક પંચ દિવ્ય જ્યોતથી આરતી ઉતારું છું. ।।૧।। પહેલી આરતી મિથ્યા ટાળે, સમ્યજ્ઞાન પ્રકાશ નિહાળે. જય૦ ૨ હવે આગળની ગાથામાં સમ્યક્દર્શનના કારણરૂપ સમ્યજ્ઞાનનું માહાત્મ્ય દર્શાવે છે ઃ અર્થ ઃ–પરમકૃપાળુ પ્રભુની પહેલી આરતી તે અમારા મિથ્યાત્વરૂપી મળને ટાળનાર છે. સર્વ પાપના મૂળરૂપ મિથ્યાત્વને દૂર કરવાનું કારણ સમ્યજ્ઞાન છે. એ સમ્યાન સદ્ગુરુના બોધથી પ્રકાશ પામે છે. માટે એવા સદ્ગુરુ ભગવંતનો વિશ્વમાં સદા જય હો જય હો. ॥૨॥ બીજી આરતી બીજ ચંદાતીતપણાને હવે આગળની ગાથામાં સમ્યજ્ઞાનનું ફળ સમ્યક્ચારિત્ર આવે છે તે જણાવે છે ઃ— ઉગાડે, પમાડે. જય૦ ૩ અર્થ :–ભગવાનને કરેલી બીજી દીવેટરૂપ આરતી તે સમ્યક્ત્તાનના બળે અમારા મનની દુઃખરૂપ આરતી એટલે પીડાને દૂર કરી સમ્યક્ચારિત્રરૂપ બીજની રોપણી કરનાર છે. જેથી મન દુઃખના કારણો એવા રાગ-દ્વેષ, માન-અપમાન, હર્ષ-શોક વગેરે દ્વંદ્વોથી આત્માને અતીત એટલે દૂર કરે છે. એવા સદ્ગુરુ ભગવંતનું સમ્યજ્ઞાન જગતમાં સદા જયવંત વર્તી, જયવંત વર્તો. III

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148