Book Title: Chaityavandan Chovisi 02
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 89
________________ (૧૫) શ્રી ઈશ્વરદેવ જિન સ્તવન ૧૭૩ જ્ઞાન ક્રિયા કરે શુદ્ધ, અનુભવ યોગે હો નિજ સાધકપણે. ૬ સંક્ષેપાર્થ:- તે જીવો ધન્ય છે, ધન્ય છે કે જે જીવો પ્રભુના ચરણકમળની વંદના કરીને તેમની દેશનાને ભાવભક્તિથી સાંભળે છે તથા જે ધર્મક્રિયાને પ્રથમ સસુરુષના બોધે યથાર્થ સમજી, પછી તે શુદ્ધ ક્રિયાને કરે છે; તે જીવ શુદ્ધ આત્મઅનુભવને પામી પોતાની સાધનાનું ફળ મેળવે છે. કા. વારંવાર જિનરાજ, તુજ પદ સેવા હો હોજો નિર્મલી; તુજ શાસન અનુજાઈ, વાસન ભાસન હો તત્ત્વરમણ વળી. ૭ સંક્ષેપાર્થ :- હે જિનરાજ ! વારંવાર એટલે જ્યાં સુધી હું મુક્તિને ન પામું ત્યાં સુધી આપના ચરણકમળની સેવા અને નિર્મળી એટલે માત્ર મોક્ષના અર્થે જ હોજો. તથા આપના વીતરાગ શાસનનો જ અનુજાઈ એટલે અનુયાયી બની, વાસન એટલે સમ્યક્દર્શનની જ વાસના અર્થાત્ ઇચ્છાવાળો બનું તથા ભાસન એટલે સમ્યકજ્ઞાનનું જ મને જાણપણું થજો.. અને વળી આપના કહેલા તત્ત્વમાં જ મારી સમ્યક્ રીતે રમણતા હોજો. /ળી શુદ્ધાતમ નિજ ધર્મ, રુચિ અનુભવથી હો સાધન સત્યતા; દેવચંદ્ર જિનચંદ્ર, ભક્તિ પસાયે હો હોશે વ્યક્તતા. ૮ સંક્ષેપાર્થ :- શુદ્ધ આત્મસ્વરૂપમય મારા આત્માનો મૂળ ધર્મ છે. તેની રુચિ ઉત્પન્ન થતાં અને તેના અનુભવવડે મોક્ષસાધનની સત્યતા જણાઈ આવે છે. શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે જિનોમાં ચંદ્રમા સમાન એવા પ્રભુની ભક્તિ કરવાથી, તેની કુપા વડે સર્વ આત્મશક્તિની વ્યક્તતા એટલે પ્રગટતા થશે, એમાં કોઈ સંશય નથી. દા ૧૭૪ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સંક્ષેપાર્થ :- રાજા ગજસેન અને માતા જસોદાના નંદન એવા શ્રી ઈશ્વરદેવ છે. જેના ગુણો અવદાત એટલે નિર્મળ છે. એવા મારા સ્વામીની હે ભવ્યો! તમે પણ સેવના કરો. જે પુષ્કરાદ્ધના પૂર્વમાં આવેલ કચ્છ વિજયની અચ્છ એટલે સુંદર એવી સુસીમા નગરીમાં વર્તમાનકાળમાં વિરાજમાન છે. એવા સ્વામીની આજ્ઞા ઉઠાવવારૂપ સાચી સેવા કરવાનો હે ભવ્યો! તમે અભ્યાસ કરો. l/૧ શશિલંછન પ્રભુ કરે રે વિહાર, રાણી ભદ્રાવતીનો ભરથાર; સ્વાવ જે પામે પ્રભુનો દેદાર, ધન ધન તે નરનો અવતાર. સ્વાર સંક્ષેપાર્થ:- શશી એટલે ચંદ્રમા છે જેમનું લંછન એવા પ્રભુ પુષ્કરાદ્ધમાં વિહાર કરી રહ્યા છે. જે રાણી ભદ્રાવતીના ભર્તાર છે. એવા પ્રભુના દેદાર કહેતાં આત્મસ્વરૂપને જે પામે તે નરનો આ મનુષ્ય અવતાર ધન્ય છે, ધન્ય છે. એવા શુદ્ધ સ્વરૂપી સ્વામીની હે ભવ્યો ! તમે જરૂર ભજના કરો. રા. ધન તે તન જિન નમીએ પાય, ધન તે મન જે પ્રભુ ગુણ ધ્યાય; સ્વાવ ધન જે જીહા પ્રભુ ગુણ ગાય, ધન્ય તે વેળા વંદન થાય. સ્વા૦૩ સંક્ષેપાર્થ :- પ્રભુના પાય કહેતા ચરણમાં જે પુણ્યાત્માનું તન એટલે શરીર નમન કરે છે તેને ધન્ય છે, અને જે મન પ્રભુના ગુણનું ધ્યાન કરે છે તેને પણ ધન્ય છે. તેમજ જે વચન પ્રભુના ગુણ ગાવામાં સંલગ્ન છે તે પણ ધન્યવાદને પાત્ર છે. તથા જે સમયે પ્રભુને વંદન કરવામાં આવે છે તે કાળને પણ ધન્ય છે. એમ સર્વ પ્રકારે નમવા યોગ્ય એવા પ્રભુની હે ભવ્યો! તમે સેવા કરો. ૩. અણમિલવે ઉત્કંઠા જોર, મિલવે વિરહ તણો ભય સોર; સ્વાવ અંતરંગ મિલને જીઉ છાંહિ, શોક વિરહ જિમ દૂરે પલાય. સ્વા૦૪ સંક્ષેપાર્થ :- પ્રભુની સાથે મળવાનું થતું નથી ત્યાં સુધી અતિ ઉત્કંઠા એટલે ઇચ્છા રહે છે. અને પ્રભુ મળી ગયા પછી તેના વિરહનો ભય, સોર કહેતા સતાવે છે. માટે જો છાંહિ એટલે સાંઈ કહેતા પ્રભુના અંતરંગ આત્મસ્વરૂપ સાથે જો મેળાપ થઈ જાય તો પ્રભુને નહીં મળવાનો શોક અને મળ્યા પછીના વિરહનું દુઃખ સર્વથા દૂર ભાગી જાય. સર્વદા અંતરંગથી મળવા યોગ્ય એવા પ્રભુની સેવા અવશ્ય કરવી જોઈએ કે જેથી સર્વ પ્રકારના ભવદુઃખનો નાશ થઈ જાય. ll તું માતા નું બંધવ મુજ, તુંહી પિતા તુજશું મુજ ગુંજ; સ્વાવ (૧૫) શ્રી ઈશ્વરદેવ જિન સ્તવન શ્રી યશોવિજયાત વિહરમાન વીશી | (રાજ જે મિ-એ દેશી) નૃપ ગજસેન જસોદા માત, નંદન ઈશ્વર ગુણ અવદાત; સ્વામી સેવીએ. પુષ્કરવર પૂરવાર" કચ્છ, વિજય સુસીમા નયરી અચ્છ, સ્વા-૧

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148