Book Title: Chaityavandan Chovisi 02
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 54
________________ (૭) શ્રી કષભાનન જિન સ્તવન ૧૦૩ કમળમાં જેનું મસ્તક નમે છે તે જ મસ્તક પ્રમાણભૂત છે. અર્થાત્ સાર્થક છે. કારણ કે તેની આજ્ઞા મસ્તકે ધારણ કરનાર જીવ જ મોક્ષનો અધિકારી થાય છે. રા અરિહાપદકજ અરચીએ, સ લહિજે તે હથ; જિ પ્રભુગુણ ચિંતનમેં રમે, તેહજ મન સુકથ્થ. જિશ્રી૩ સંક્ષેપાર્થ :- જે અરિહંત પરમાત્માના ચરણકમળની પૂજા કરે તે જ હાથને સાર્થક ગણું છું. તથા જે પ્રભુના પવિત્ર ગુણ સમૂહના ચિંતનમાં સમય વ્યતીત કરે છે તે જ મન સુકૃતાર્થ છે અર્થાત્ તેને જ સ્વઅર્થની સિદ્ધિ કરનાર માનું છું. ૩મા જાણો છો સહુ જીવની, સાધક બાધક ભાત; જિ. પણ શ્રીમુખથી સાંભળી, મન પામે નિરાંત. જિશ્રી૦૪ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! આપ તો સર્વ જીવના કર્મનો છેદ કેમ થાય એવી સાધક રીતને તથા કયા કારણથી કર્મનો બંધ થાય એવી બાધક રીતને પણ જાણો છો. પણ શ્રીમુખથી એટલે આપના મુખે કર્મબંધનથી છૂટવાનો સાધક માર્ગ સાંભળવાથી મારું મન જરૂર નિરાંત પામશે અર્થાત્ શાંતિ પામશે. માટે હે પ્રભુ! મને મોક્ષનો ઉપાય સમજાવો. //૪ તીન કાલ જાણંગ ભણી, શું કહીયે વારંવાર; જિ. પૂર્ણાનંદી પ્રભુતણું, ધ્યાન તે પરમ આધાર. જિ. શ્રી૫ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! આપ તો ત્રણે કાળનું પરિણમન હસ્તામલકવતુ જાણવાવાળા છો, તો આપને વારંવાર મારે શું કહેવું જોઈએ. પૂર્ણ આત્માના આનંદમાં મગ્ન એવા પ્રભુના શુદ્ધ સહજાત્મસ્વરૂપનું ધ્યાન ધરવું એ જ મારે માટે તો પરમ આધારરૂપ છે. //પો કારણથી કારજ હવે, એ શ્રી જિન મુખ વાણ; જિ. પુષ્ટહેતુ મુજ સિદ્ધિના, જાણી કીધ પ્રમાણ. જિશ્રી ૬ સંક્ષેપાર્થ :- કારણથી કાર્યની સિદ્ધિ થાય છે એ શ્રી જિનેશ્વરપ્રભુના મુખની વાણી છે, અર્થાત્ એ પ્રભુનો જ ઉપદેશ છે. મારી આત્મસિદ્ધિના પુષ્ટ હેતુ આપ છો. એમ જાણીને આ વાતને મેં પ્રમાણભૂત કરી છે; કારણ કે આપ તે આત્મસિદ્ધિને સંપૂર્ણ વરેલા છો માટે. IIકા શુદ્ધ તત્ત્વ નિજ સંપદા, જ્યાં લગે પૂર્ણ ન થાય; જિ. ૧૦૪ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ત્યાં લગે જગગુરુ દેવના, એવું ચરણ સદાય. જિ. શ્રી ૭ સંક્ષેપાર્થ:- શુદ્ધ આત્મતત્ત્વરૂપ જે મારી સાચી સંપત્તિ છે તેની પ્રાપ્તિ જ્યાં સુધી પૂર્ણપણે ન થાય, ત્યાં સુધી હે જગતુગુરુ વીતરાગ દેવ! હું આપના ચરણકમળને સદા સેવતો રહીશ. એવી મારી અંતરંગ અભિલાષા છે. પાશા. કારજ પૂર્ણ કર્યા વિના, કારણ કેમ મુકાય; જિ. કારજરુચિ કારણતણા, સેવે શુદ્ધ ઉપાય. જિ૦ શ્રી ૮ સંક્ષેપાર્થ:- સંપૂર્ણ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવારૂપ કાર્ય કર્યા વિના, તેના કારણરૂપ આપની ચરણસેવા કેમ મૂકી દેવાય? કાર્યનો રુચિવંત જીવ તો કારણના જે જે શુદ્ધ ઉપાય હોય તેને જ સેવે છે. દા જ્ઞાન ચરણ સંપૂર્ણતા, અવ્યાબાધ અમાય; જિ. દેવચંદ્ર પદ પામીએ, શ્રી જિનરાજ પસાય. જિશ્રી ૯ સંક્ષેપાર્થ :- જ્યાં જ્ઞાન ચારિત્રની સંપૂર્ણતા છે, ત્યાં અવ્યાબાધ એટલે બાધાપીડારહિત સુખ અમાય એટલે અમાપ છે. એવા દેવોમાં ચંદ્રમાં સમાન ઉત્તમ પરમાત્મપદને પામીએ. કેવી રીતે? તો કે શ્રી જિનરાજના પસાયે અર્થાતુ એમની કૃપાવડે, “મોક્ષ મૂર્ણ ગુરુકૃપા.'' ||ી (૭) શ્રી ઋષભાનન જિન સ્તવન શ્રી યશોવિજયજાત વિહરમાન વીશી (બન્યો કુંઅરજીનો ચેહરો-એ દેશી) શ્રી ઋષભાનન ગુણનીલો, સોહે મૃગપતિ લંછન પાય હો; જિગંદા; મોહે મન તું સવિતણાં, ભલી વીરસેના તુજ માય હો. જિગંદા. શ્રી ૧ સંક્ષેપાર્થ:- શ્રી ઋષભાનન પ્રભુ ગુણથી ભરપુર છે. જેમના પગમાં મૃગપતિ એટલે સિંહનું લંછન શોભે છે. હે ભગવંત! તું સર્વના મનને મોહ પમાડનાર છે. ભલી એવી વીરસેના તમારી માતા છે. [૧] વચ્છવિજય સુસીમાપુરી, ખંડ ધાતકી પૂરવ ભાગ હો; જિ. રાણી જયાવતી નાહલો, કીરતિનૃપસુત વડભાગ હો જિ. શ્રીર સંક્ષેપાર્થ:- ધાતકીખંડના પૂર્વભાગના વચ્છવિજયમાં આવેલ સુસીમા

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148