Book Title: Chaityavandan Chovisi 02
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 126
________________ ટ (૧૧) શ્રી શીતલ જિન સ્તવન ૨૪૭ સંક્ષેપાર્થ:- જેનું નામ જપવાથી દોલત એટલે ભૌતિક ઋદ્ધિઓ પ્રાપ્ત થઈ ભક્તનું નામ જગતમાં અધિક પંકાય છે. તથા ભક્તના દોહગ એટલે દુર્ભાગ્ય તેમજ દંદ કહેતા ઢંઢ રાગદ્વેષ, જન્મમરણ, હર્ષશોક, માન અપમાનના ભાવો આદિ પણ ક્રમે કરી ટળી જાય છે. જેના ગુણની કથા કરવા માત્રથી ભવ એટલે સંસારની વ્યથા અર્થાત્ ત્રિવિધતાપરૂપ પીડાનો નાશ થાય છે. તથા જેનું ધ્યાન કરવું તે તો શિવતરુ એટલે મોક્ષરૂપી વૃક્ષનું કંદ અર્થાત્ મૂળ રોપવા સમાન છે. શ્રી ચંદ્રપ્રભુના સ્વરૂપનું જે ધ્યાન કરે તે જરૂર કેવળજ્ઞાનને પામી સર્વકાળને માટે સુખી થઈ જાય છે. ૩ વિપુલ હૃદય વિશાલ ભુજયુગ, ચલિતિ ચાલ ગમંદ રે; અતુલ અતિશય મહિમા મંદિર, પ્રણમત સુરનરર્વાદ ૨. શ્રી ૪ સંક્ષેપાર્થ:- જેનું હૃદય સર્વ જીવો પ્રત્યેની દયાને લઈને વિપુલ એટલે વિસ્તૃત છે તથા ભુજયુગ કહેતા તેમની બેય ભુજાઓ પણ વિશાળતાને પામી શોભી રહી છે, તથા ચલિતિ કહેતા જેમની ચાલવાની રીત તે હાથીની ચાલ જેવી સુંદર છે, તથા અતુલ કહેતા જેની તુલના ન થઈ શકે એવા છે અતિશયો જેના; એવા મહિમાના મંદિર એટલે ઘરરૂપ પ્રભુને સર્વ સુર એટલે દેવતાઓ, નર એટલે મનુષ્યોના વૃંદો કહેતા સમૂહો પણ પ્રણામ કરે છે. ત્રણે લોકમાં પૂજ્ય એવા પ્રભુનું મુખકમળ પૂર્ણિમાના ચંદ્ર જેવું છે. તેને હું પણ પ્રણામ કરું છું. જો હું દાસ ચાકર દેવ તારો, શિષ્ય તુજ ફરજંદ રે; જસ વિજય વાચક એમ વીનવે, ટાલ મુજ ભવફંદ ૨. શ્રી ૫ સંક્ષેપાર્થ:- હે જિનેશ્વરદેવ ! હું આપનો દાસ છું, ચાકર એટલે સેવક છું, તેમજ હું તમારી જ ફરજંદ કહેતા સંતાન છું. માટે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પ્રભુને વિનવે છે કે હે નાથ ! હવે મારા આ ભવફંદ કહેતા સંસારરૂપી જાળને તોડી નાખી મને મુક્તિસુખ આપો, એ જ મારી એકમાત્ર અભિલાષા છે. બીજાં આપની પાસે હું કંઈ પણ યાચતો નથી. //પા ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ શ્રી યશોવિજયાત તેર નવનો (રાગ-દેદારો) મેં કીનો નહીં તુમ બિન ઓરશું રાગ. દિન દિન વાન ચઢત ગુણ તેરો, જું કંચન પરભાગ; ઓરનમેં હે કષાયકી કાલિમા, સો ક્યું સેવા લાગ. મે-૧ સંક્ષેપાર્થ:- હે પ્રભુ! આપના સિવાય બીજા કોઈ પ્રત્યે મેં રાગ કર્યો નથી. આપની સેવાના ફળસ્વરૂપ કંચન પરભાગ એટલે સોના જેવો શ્રેષ્ઠ ચમકદાર તમારા ગુણોનો વાન કહેતા રંગ દિનપ્રતિદિન મારા ઉપર ચઢી રહ્યો છે. જ્યારે બીજા દેવોમાં તો કષાયની કાલિમા એટલે કષાયની કાલાશરૂપ કલંક છે. તો તે સેવા કરવાને લાગ એટલે લાયક કેમ હોઈ શકે ? I૧૫. રાજ હંસ તૂ માનસરોવર, ઓર અશુચિ-રુચિ કાગ; વિષય ભુજંગમ ગરુડ તું કહિયે, ઓર વિષય વિષનાગ. મેં ૨ સંક્ષેપાર્થ :- હે જિનેશ્વર ! તમે તો માન સરોવરના રાજહંસ જેવા છો. જ્યારે બીજા કુદેવો કામક્રોધાદિરૂપ અશુચિ ભાવોમાં રુચિ રાખનાર હોવાથી કાગ એટલે કાગડા જેવા છે. તમે તો પાંચ ઇન્દ્રિયોના વિષયરૂપ ભુજંગમ એટલે સાપને હણવા માટે ગરુડ પક્ષી જેવા છો. જ્યારે બીજા દેવો તો પાંચ ઇન્દ્રિયના વિષયોમાં મોહ પામેલા હોવાથી વિષનાગ કહેતા ઝેરી સાપ જેવા છે. તેમનો સંગ કરવાથી માત્ર રાગદ્વેષરૂપ ઝેર ચઢે છે. માટે મેં તો હે પ્રભુ! એક આપની સાથે જ રાગ કર્યો છે. રા. ઓર દેવ જલ છીલર સરીખે, તુ તો સમુદ્ર અથાગ; તુ સુરતરુ જગ વાંછિત પૂરન, ઓર તે સૂકે સાગ. મે૩. સંક્ષેપાર્થ :- બીજા દેવ તો છીછરા જળ જેવા છે. છીછરું જળ કાદવ કીચડ સાથે હોય, જ્યારે આપ તો અથાગ એટલે અપાર સમુદ્રના જળ જેવા વિશાળ ગુણોના સાગર છો. તું સુરતરું કહેતા કલ્પવૃક્ષ સમાન જગતના જીવોની વાંછિત ઇચ્છાઓને પૂરનાર છો. જ્યારે બીજા દેવ તો સૂકા સાગવાનના વૃક્ષ જેવા છે કે જે કોઈની મનોવાંછાને પૂરી શકે એમ નથી. માટે મેં તો આપના સિવાય કોઈની સાથે પ્રેમ કર્યો નથી. સા તુ પુરુષોત્તમ તૂહી નિરંજન તૂ શંકર વડભાગ; (૧૦) શ્રી સુવિધિ જિન સ્તવન

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148