Book Title: Chaityavandan Chovisi 02
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 78
________________ (૧૩) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન ૧૫૧ કર્યા વિના મારા મનનું હતાશપણું કેમ દૂર થાય. માટે પ્રભુના સેવક શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે હે નાથ! આપના ચરણકમળમાં મને વાસ આપો. જેથી હું આપની પાસે હતાશપણાનો ઉપાય જાણી આદરી આત્મસ્વસ્થતા મેળવી મારી આશાને પૂરી કરું. ચતુર સાહિબા! કષ્ણા કરી આપ મારી સ્થિતિનો વિચાર કરી જરૂર ઘટિત કરશો એવી મને પૂર્ણ ખાત્રી છે, માટે આપને આ વિનંતિ કરું છું. Ila (૧૨) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત ગત ચોવીશી (નમણી ખમણી નેમ ન થકી દેed) દીઠો દરિશણ શ્રી પ્રભુજીનો, સાચે રાગે મનશું ભીનો; જસુ રાગે નીરાગી થાય, તેહની ભક્તિ કોને ન સુહાયે. ૧ સંક્ષેપાર્થ:- બારમા તીર્થંકર પ્રભુ શ્રી મુનિસુવ્રત ભગવાને કેવળજ્ઞાન વડે નવ તત્ત્વોનું કે છ દ્રવ્યોનું સ્વરૂપ જેમ છે તેમ જાણીને જૈનદર્શનમાં પ્રગટ કર્યું તે જાણવાથી તેના પ્રત્યે રુચિ ઉત્પન્ન થઈ અને આત્મા આદિ પદાર્થોનું દર્શન થયું અર્થાત્ શ્રદ્ધા થઈ. તેથી વીતરાગ પ્રભુના ગુણોમાં સાચા રાગે મન ભીનું થયું અર્થાત્ સાચા ભક્તિભાવે તે ગુણો પ્રાપ્ત કરવાની ઇચ્છા ઉત્પન્ન થઈ. જેના પ્રત્યે રાગ કરવાથી પોતે પણ વીતરાગપદને પામે એવી પ્રભુની આજ્ઞાભક્તિ કોને ન ગમે ? અર્થાતુ વિચારવાન પુરુષોને તો ગમે જ, પણ પ્રભુ આજ્ઞાથી જે વિમુખ છે, અજાણ છે, તે તો બિચારા અજ્ઞાનીજીવો સંસારમાં જ રઝળ્યા કરે છે. આવા પુદ્ગલ આશારાગી અનેરા, તસુ પાસે કુણ ખાયે ફેરા; જસુ ભક્ત નિરપદભય લહિયે, તેહની સેવામાં થિર રહીએ. ૨ સંક્ષેપાર્થ :- આ જગતમાં કહેવાતા સાધુ થઈને બેઠા છતાં પણ જે પૌલિક સુખના ભિખારી છે એવા પર પુદ્ગલની આશાવાળા રાગી પુરુષો અનેક ફરે છે, તેની પાસે કયુ સુખ છે કે કયો ગુણ છે, જે લેવા માટે તેની પાછળ આટા ફેરા કરીએ. પણ જેની ભક્તિ વડે નિર્ભય એવું નિરાકુલ, સ્વતંત્ર મોક્ષપદ પામીએ, ૧૫ર ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ તેવા વીતરાગી સાચા સયુરુષોની સેવામાં અર્થાત્ તેમની આજ્ઞા ઉઠાવવામાં જ મનને સ્થિર કરીએ કે જેથી બહિરાત્મભાવમાં મારો આત્મા પ્રવેશ ન કરે. રા રાગી સેવકથી જે રાચે, બાહ્ય ભક્તિ દેખીને માચે; જસુ ગુણ દાઝે તૃષ્ણા આંચે, તેહનો સુજસ ચતુર કિમ વાંચે. ૩ સંક્ષેપાર્થ:- કહેવાતાં એવા દેવ કે ગુરુ જે પોતા પ્રત્યે રાગ રાખનાર એવા સેવકથી રાચે છે અર્થાત્ તેમની સાથે પ્રેમ ધરાવે છે, તથા પોતાના પ્રત્યેનો ઉપર ઉપરનો ભક્તિભાવ જોઈ તેમની સાથે માચે છે અર્થાત્ મગ્ન થાય છે, ખુશી થાય છે. એવા નામધારી દેવો કે ગુરુઓના ગુણો તો ભોગની તૃષ્ણાના આંચે એટલે જ્વાલાઓવડે દાઝી રહ્યા છે; તેવા કુદેવ કુગુરુઓનો સુજસ, ચતુર પુરુષો કેમ વાંચે અર્થાતુ કેમ બોલે ? ન જ બોલે. કારણ કે તે પોતે જ આત્મધનહીન છે તો બીજા ભવ્ય પુરુષોને આત્મધન ક્યાંથી આપી શકે ? માટે મારે તો હે પ્રભુ! આત્મધનના દાતાર આપ જ યથાર્થ છો. ૩ પૂરણ બ્રા ને પૂર્ણાનંદી; દર્શન જ્ઞાન ચરણ રસ કંદી; સકળ વિભાવ પ્રસંગ અહંદી, તેહ દેવ સમરસ મકરંદી. ૪ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! આપ તો અષ્ટકર્મદળને ચૂરી નાખવાથી સંપૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપ એવા પૂર્ણ બ્રહ્મસ્વરૂપને પામેલા છો. તેથી સ્વતંત્રપણે પરિપૂર્ણ આત્માનંદના ભોગી છો. કેવળદર્શન, કેવળજ્ઞાન, અને મોહનીયકર્મનો સર્વથા ક્ષય થવાથી યથાખ્યાત ચારિત્રને પામેલા છો. જેથી આપ રત્નત્રયરસના કંદ એટલે મૂળ છો. સ્વસ્વભાવમાં સર્વથા બિરાજમાન હોવાથી જગતના સર્વ વિભાવ પ્રસંગોના ફંદાથી રહિત છો. માટે આપને જન્મ જરા મરણ નથી કે ત્રિવિધતાપાગ્નિ નથી. સર્વથી અલિપ્ત એવા આપ ખરેખર સાચા દેવ છો અને સમતારસના ભોગવનારા છો; જેમ મકરંદ એટલે ભમરો ફૂલોના રસને ભોગવે છે તેમ. તેહની ભક્તિ ભવભય ભાંજે, નિર્ગુણ પિણ ગુણશક્તિ ગાજે; દાસભાવ પ્રભુતાને આપે, અંતરંગ કળિયળ સવિ કાપે. ૫ સંક્ષેપાર્થ:- એવા સાચા વીતરાગી પ્રભુની ભક્તિ ખરેખર ચારગતિરૂપ સંસારના ભયને ભાંગનાર છે. અનંતદોષથી યુક્ત પ્રાણી પણ પ્રભુની આજ્ઞા ઉઠાવવાથી સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણોને પ્રાપ્ત કરી જગતમાં પંકાય છે. પ્રભુ પ્રત્યેનો દાસભાવ તે આત્મપ્રભુતાને આપનાર છે અને અંતરમાં

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148