________________
(૫) શ્રી વિમલ જિન સ્તવન
શ્રી યશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી (ઘુઘરીઆળો ઘાટએ દેશી)
સુમતિનાથ દાતાર, કીજે ઓળગ તુમ તણી રે; દીજે શિવસુખ સાર, જાણી ઓળગ જગધણી રે. ૧
સંક્ષેપાર્થ :— જગતમાં શ્રી સુમતિનાથ પ્રભુ સર્વ સુખના દાતાર છે. તેથી એમની ઓળગ કહેતા સેવા ચાકરી કરવા યોગ્ય છે, એમ જાણી મેં તમારી સેવા કરી છે માટે મને શિવસુખ આપો. કેમકે વિશ્વમાં એ જ સારરૂપ છે. જગધણી એટલે જગતના નાથની સેવા મેં કરી છે માટે તમારા બિરૂદને શોભે એવું મોક્ષસુખનું દાન મને આપો. ।।૧।।
ce
અક્ષય ખજાનો તુજ, દેતાં ખોટ લાગે નહીં રે; કિસિ વિમાસણ ગુજ્જુ, જાચક થાકે ઊભા રહી રે. ૨ સંક્ષેપાર્થ ઃ— આપનો અનંતગુણોરૂપી ખજાનો અક્ષય છે. તેમાંથી થોડુંક આપી દેશો તો પણ તેમાં કોઈ ખોટ પડે એમ નથી. માટે ગુજ્જ એટલે ગુપ્ત રીતે કિસિ વિમાસણ એટલે કયા ઊંડા વિચારમાં તમે પડી ગયા છો કે મોક્ષસુખના યાચકો તો ઊભા ઊભા થાકી ગયા છે. શું તેમનો પુરુષાર્થ વિપરીત છે? કે જેથી તમે મોક્ષસુખ આપવા માટે વિચારમાં પડ્યા છો. II૨।।
રયણ કોડ તેં દીધ, ઉરણ વિશ્વ તદા ક્રીઓ રે; વાચક્ર યશ સુપ્રસિદ્ધ, માગે તીન રતન દીઓ રે. ૩
સંક્ષેપાર્થ :– વરસીદાનના અવસરે આપ ક્રોડો રયણ એટલે રત્નો આપીને જગતના જીવોને ઊરણ કહેતાં ઋણ વગરનાં કરી દીધા. માટે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે પ્રભુ ! હું પણ આપની પાસે જગતમાં પ્રસિદ્ધ એવા સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રરૂપ ત્રણ રત્નોની જ માંગણી કરું છું કે જેથી હું પણ સર્વ કર્મોના ઋણથી મુક્ત થઈ જાઉં. ।।૩।।
(૫) શ્રી વિમલ જિન સ્તવન
શ્રી દેવચંદ્રજીકૃત ગત ચોવીશી (કઠખાની દેશી)
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ધન્ય તું ધન્ય તું ધન્ય જિનરાજ તું, ધન્ય તુજ શક્તિ વ્યક્તિ સનૂરી; કાર્ય કારણ દશા સહજ ઉપગારતા, શુદ્ધ કર્તૃત્વ પરિણામ પૂરી. ધ૦૧
સંક્ષેપાર્થ :– હે વિમલ જિન પ્રભુ! આપને ધન્ય છે ધન્ય છે, હે જિનરાજ! આપ વારંવાર ધન્યવાદને પાત્ર છો, કે આપનામાં રહેલી અનંત સનૂરી એટલે તેજસ્વી શક્તિની વ્યક્તિ અર્થાત્ પ્રગટતા કરીને આપે મહામોહ નામના મહાન શત્રુને જીતી લીધો. તેને જીતવાથી બીજા પણ સર્વ કર્મો આપોઆપ જીતાઈ ગયા.
Co
વળી આપ પ્રભુ અમારા આત્માની સિદ્ધિરૂપ કાર્ય કરવાની કારણરૂપ દશા પ્રગટાવવા માટે સહજ રીતે નિષ્કારણરૂપે આપ અમારા પર ઉપકાર કરવા, શુદ્ધ કર્તૃત્વ એટલે કરવા યોગ્ય એવા પરિણામની એટલે ભાવોની પૂર્તિ કરો છો અર્થાત્ અમારી ભાવશુદ્ધિ કેમ થાય તેવા પ્રયત્ન કરો છો. માટે આપને ધન્ય છે, ધન્ય છે. ૧
આત્મ પ્રભાવ પ્રતિભાસ કારજદશા, જ્ઞાન અવિભાગ પર્યાય પ્રવૃત્ત; એમ ગુણ સર્વે નિજ કાર્ય સાથે પ્રગટ, જ્ઞેયદૃશ્યાદિ કારણ નિમિત્તે. ધ૨
સંક્ષેપાર્થ ઃ– આત્માના પ્રભાવનો પ્રતિભાસ થવાથી, કાર્યદશા પ્રગટે છે; અર્થાત્ આત્માનો અનુભવ થયે આત્મકાર્ય સંપૂર્ણ સિદ્ધ કરવાની દશા પ્રગટે છે. ત્યારે જ્ઞાનના અવિભાગી પર્યાયો પણ તેમાં જ પ્રવર્તે છે.
એમ આત્માના સર્વ ગુણો પોતપોતાના કાર્ય સાધવામાં પ્રગટપણે લાગી જાય છે. તેમાં દેહથી આત્મા ભિન્ન છે વગેરે જ્ઞેય પદાર્થનું જાણવું, કે વીતરાગમુદ્રાના દર્શન કરવા વગેરે તો નિમિત્તમાત્ર છે. પણ ઉપાદાનરૂપ પોતાનો આત્મા જ સ્વ આત્મકાર્યમાં પ્રવર્તવાથી કાર્યની સિદ્ધિ થાય છે. એમ આપે સંપૂર્ણ આત્મસિદ્ધિને પ્રાપ્ત કરી છે, માટે આપને ધન્ય છે, ધન્ય છે. રા
દાસ બહુમાન ભાસન રમણ એકતા, પ્રભુ ગુણાલંબની શુદ્ધ થાયે; બંધના હેતુ રાગાદિ તુજ ગુણ રસી, તેહ સાધક અવસ્થા ઉપાયે. ધ૩ સંક્ષેપાર્થ :– આપના આ દાસને વિષયાદિક પર પુદ્ગલિક પદાર્થો પ્રત્યે બહુમાન છે, તેમાં જ સુખ ભાસે છે; માટે તેમાં જ રમણતા કરે છે અને તેમાં જ એકતા એટલે એકમેક થઈને રહે છે. તે વિપરીત બુદ્ધિ પ્રભુગુણોના આલંબને જો શુદ્ધ થાય, તો બંધના હેતુ જે રાગદ્વેષાદિ પરિણામ છે તે મટી આપમાં રહેલ ગુણના રસિક બને. તે જ પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરવાની સાધક