________________
પ્રાતઃકાળની સ્તુતિ
અર્થ—આત્માનું નિશ્ચયનયે જ્ઞાન, દર્શન અને ચરણ એટલે ચારિત્રમય સ્વરૂપ તે ક્ષાયકભાવે છે, તેનો કદી નાશ નથી. એમ આપના દ્વારા જાણી, તથા આપ પ્રભુને તો તે શુદ્ધ આત્મસ્વભાવમય સ્વરૂપ ક્ષાયકભાવે રત્નમણિની જેમ પ્રગટ છે. માટે હે નાથ ! તે શુદ્ધ આત્મસ્વરૂપ મને પણ રંક ગણીને આપો. અને તે મેળવવા માટે સદા આપના સહજાત્મસ્વરૂપનું હું ધ્યાન કર્યા કરું એવી શક્તિ આપો. ।।૬।।
દિવ્ય જ્ઞાનકળા પ્રભુ અકળ અહો !
મુજ પામથી ન કળાય અહો!
તુમ મુદ્રા દેખી પ્રતીત ભયો. અહો! રાજ૭
૪૭
અર્થ-અહો ! આશ્ચર્યકારક એવી દિવ્ય એટલે દૈવિક આત્મજ્ઞાનની અકળ કળા હે પ્રભુ! આપની પાસે છે. તે મારા જેવા પામરથી કળાય એવી નથી. આપની એવી દૈવિક અદ્ભુત અંતર આત્મદશાને હું ઓળખી શકું એમ નથી. છતાં આપની વીતરાગમય પરમશાંતમુદ્રા એટલે મૂર્તિ કે ચિત્રપટના આકારને જોઈ મને પ્રતીતિ એટલે શ્રદ્ધા આવી કે ખરેખર પ્રભુ દિવ્ય આત્મજ્ઞાનની અદ્ભુતદશાને પામેલા પુરુષ છે. માટે આપના એવા પરમ પવિત્ર સ્વરૂપનું જ મને સદા રટણ રહો. IIના
તુમે મોક્ષમાર્ગ ઉજ્જ્વળ કિયો,
કુળ મતાગ્રહાદિ છેદ દિયો,
અહો ! ભવ્યને કારણ દેહ લિયો. અહો ! રાજ૮
અર્થ—આપે વર્તમાનકાળમાં મોક્ષમાર્ગમાં પડેલા મતમતાંતરાદિ કાંટાઓને દૂર કરી તેને ઉજ્જવલ—સ્વચ્છ કર્યો. જે કુળમાં જન્મ્યા તે કુળ જે ધર્મને માને તે જ મોક્ષમાર્ગ, અથવા અનેક મત એટલે માન્યતાઓના આગ્રહોનો છેદ કરાવી મોક્ષમાર્ગને શુદ્ધ કર્યો. દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી આદિ સર્વ ગચ્છમતની માન્યતાઓ છોડાવી એક ‘આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ આરાધવો યોગ્ય છે' એમ જણાવ્યું. અહો ! ભવ્ય જીવોને મુક્તિ અપાવા માટે જ જાણે આપે દેહ ધર્યો ન હોય એમ લાગવાથી હું સદા આપના સ્વરૂપનું રટણ કર્યા કરું એવી કૃપા કરો. ।।૮।।
અહો! વિષયકષાય અભાવ કિયો,
પ્રભુ સહજ સ્વભાવે ધર્મ લિયો,
નિરઉપાધિપદ સહજ ગ્રહ્યો. અહો! રાજ૦૯
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨
અર્થ—અહો! મહાદુર્ધર એવા વિષયકષાયનો આપે અભાવ કર્યો, તથા પોતાના સહજ સ્વભાવમય એવા આત્મધર્મને અંગીકાર કર્યો; જે સદૈવ નિરઉપાધિમય પદ છે. જ્યાં આધિ, વ્યાધિ કે ઉપાધિ કંઈ જ નથી, એવા શુદ્ધ આત્મપદને પ્રભુએ અનેક ભવની આરાધનાના કારણે સહજમાં પ્રાપ્ત કરી લીધું. માટે આપના સહજાત્મસ્વરૂપમય નામનું મને સદા રટણ રહેજો, ।।૯।। ૫૨મ શીતળ અનંત દયા તુમમેં,
પ્રભુ સ્યાદ્વાદશૈલી તુમ ઘટમેં,
તુજ ચરણકમળ સેવા દ્યો મુજને. અહો ! રાજ૦૧૦
૪૮
અર્થ—હે પ્રભુ! આપના હૃદયમાં પરમ શીતળમય અનંતી દયાનો વાસ હોવાથી આપનો ઉપદેશ અમારા અંતરમાં પણ પરમ શીતળતા ઉપજાવે છે. વળી આપના ઘટ એટલે હૃદયમાં જૈનધર્મની સ્યાદ્વાદશૈલી પ્રગટ છે. એ સ્યાદ્ વાદ એટલે અપેક્ષાવાદ કે અનેકાંતવાદ વડે કોઈ પણ ધર્મની માન્યતાવાળાને દુઃખ થતું નથી પણ આપના બોધેલા આત્મધર્મને અંગીકાર કરવાની ભાવના ઉત્પન્ન થાય છે. માટે આપના ચરણકમળની મને સેવા આપી મારા આત્મધર્મનો પ્રકાશ કરો. તથા તે પ્રાપ્તિ અર્થે હું સદા આપના સહજાત્મસ્વરૂપનું રટણ કર્યા કરું એવી કૃપા કરો. ।।૧૦।
તુમ જ્ઞાનકળા અખંડ પ્રગટી,
હું પામર ગુણ શું કહ્યું કથી?
જૈન શૈલી પામું હું તુમ થકી. અહો ! રાજ૰૧૧
અર્થ−હે પ્રભુ! આપના આત્માની જ્ઞાનકળા અખંડપણે પ્રગટ થવાથી આપ ક્ષાયિક સમકિતના ધણી થયા. તે અદ્ભુત આત્મગુણોનું કથન હું પામર શું કરી શકું? પણ હવે જૈનદર્શનની મૂળભૂત જે વીતરાગ આત્મલક્ષી શૈલી તે હું આપના થકી સમજું, એવી મારી પૂર્ણ કામના છે. આપના પ્રત્યે મારી સાચી ભક્તિ પ્રગટ થાય તે અર્થે આપના સહજાત્મસ્વરૂપને હું સદા ભજ્યા કરું એવી કૃપા કરજો. ૧૧
પ્રભુ ચાર ગતિમાં હું ભટક્યો, હવે સ્વામી તુજ ચરણે આવ્યો,