Book Title: Chaityavandan Chovisi 02
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 104
________________ ૨૦૪ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ પરિણતિમાં જ રુચિ, રમણતા અને ગ્રહણનો ભાવ ઊપજ્યો. માટે શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે જે ભવ્યાત્માઓએ પ્રભુની આજ્ઞા રૂપ સેવા ઉઠાવવામાં અખંડ ધ્યાન આપ્યું. તેણે પોતાની શુદ્ધ સ્વભાવમય અનંત સુખમય આત્મશક્તિને સમારી લીધી, અર્થાત્ તેની સંભાળ લઈ લીધી. માટે તે કાળે કરીને મુક્તિસુખને પામશે. હે પ્રભુ! હું પણ તે શાશ્વત સુખને પામવા આપના મુખકમળ ઉપર સદા વારી જાઉં , બલિહારી જાઉં છું, ન્યોછાવર થાઉં છું. ll૪ (૧૯) શ્રી દેવજશા જિન સ્તવન ૨૦૩ થાઉં છું. સર્વ કર્મોનો રાજા મોહ છે, તેને પણ આપે હણી નાખ્યો, તેથી આપ મોહથી રહિત એવા મનમોહન સ્વામી છો. તથા જયામાતાના મનના મોહન છો. તેમજ ભવ્ય પ્રાણીઓના હૃદયરૂપી કમળમાં ઉપશમરસ પ્રગટાવનારા હોવાથી ઉપશમરસ સિંચવામાં ક્યારા સમાન છો. માટે હે નાથ! હું આપના શાંતિ આપનાર મુખકમળ પર બલિહારી જાઉં છું. III મોહી જીવ લોહકો કંચન, કરવે પારસ ભારી; સમકિત સુરતરુ વન સિંચનકો, વર પુષ્કરજલ ધારી હો. યર સંક્ષેપાર્થ:- હે પ્રભુ! મારા જેવા લોહમય મોહી જીવને પણ આપ કંચન એટલે સુવર્ણમય બનાવવા માટે અમૂલ્ય પારસમણિ સમાન છો અર્થાત્ મારા અનાદિ અજ્ઞાનરૂપ મિથ્યાત્વ તથા કષાયરૂપ કાટને દૂર કરાવી આત્મશુદ્ધતારૂપ સુવર્ણ બનાવનારા છો. તથા સમકિતરૂપી કલ્પવૃક્ષના વનને સિંચવા માટે આપ વર એટલે શ્રેષ્ઠ, પ્રધાન એવા પુષ્પરાવર્ત મેઘની ધારા સમાન છો; અર્થાત્ આપના વદનકમળથી પુષ્કરાવર્ત મેઘની ધારા સમાન તત્ત્વરૂપ અમૃતની ધારા વરસે છે, જેથી અમારો આત્મા પરમ તૃપ્તિ અનુભવે છે, માટે હે કૃપાનાથ પ્રભુ! આપના મુખકમળ ઉપર હું વારી જાઉં છું, ન્યોછાવર થાઉં છું. રા. સર્વ પ્રદેશ પ્રગટ શમ ગુણથી, પ્રવૃત્તિ અનંત અપહારી; પરમગુણી સેવનર્થે સેવક, અપ્રશસ્તતા વારી હો. ય૩ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! આપના સકળ પ્રદેશે શુદ્ધાત્માના શમરૂપ અનંતગુણો પ્રગટ થયા; જેથી અનાદિકાળની વિભાવની અનંતી પ્રવૃત્તિ આપની નાશ પામી ગઈ છે. એવા પરમ એટલે ઉત્કૃષ્ટ ગુણોથી યુક્ત આપ પ્રભુની સેવા કરવાથી સેવકની પણ અપ્રશસ્તતા એટલે આત્માને બાધક એવી અશુભ ભાવનાની નિવૃત્તિ થાય છે. માટે આપ પ્રભુના વદનકમળ ઉપર હું સદા વારી જાઉં છું, બલિહારી જાઉં છું. ૩મા પરપરિણતિ રુચિ રમણ ગ્રહણતા, દોષ અનાદિ નિવારી; દેવચંદ્ર પ્રભુ સેવક ધ્યાને, આતમ શક્તિ સમારી લો. ય૦૪ સંક્ષેપાર્થઃ- હે પ્રભુ! આપની આજ્ઞા ઉઠાવવાથી અનાદિકાળની પરપુદ્ગલ પરિણતિમાં રાચવાની રુચિ, તેમાં જ રમવાનો ભાવ તથા તે પુદ્ગલને જ ગ્રહણ કરવાનો દોષરૂપ મલિનભાવ હતો તે મટી ગયો. અને શુદ્ધ આત્મ (૧૯) શ્રી દેવજશા જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત વિહરમાન વીશી (બહાવિદેહ ક્ષેત્ર ભૌહાણ..એ દેશી). દેવજશા દરિશણ કરો, વિઘટે મોહ વિભાવ લાલ રે, પ્રગટે શુદ્ધ સ્વભાવતા, આનંદ લહરી દાવ લાલ રે. દે૧ સંક્ષેપાર્થ :- હે ભવ્યાત્માઓ! તમે શ્રી દેવજશા જિનેશ્વરના ભાવભક્તિપૂર્વક દર્શન કરો. જેથી તમારો મહાદુઃખકર એવો આ મોહ, જે વિભાવ ભાવ છે તે વિઘટે અર્થાતુ વિશેષ પ્રકારે ઘટવા માંડે. અને મોહ ઘટવાથી તમારો શુદ્ધ આત્મસ્વભાવ પ્રગટે, તે શુદ્ધ આત્મસ્વભાવને પામવો, તે આનંદની લહરીઓ પામવાના દાવા સમાન છે. I/૧|| સ્વામી વસો પુષ્કરવરે, જંબુ ભરતે દાસ લાલ રે, ક્ષેત્ર વિભેદ ઘણો પડ્યો, કિમ પહોંચે ઉલ્લાસ લાલ રે. દે ૨ સંક્ષેપાર્થ :- હે સ્વામી ! આપ તો પુષ્કર દીપના મહાવિદેહમાં વસો છો. પણ આપનો આ દાસ તો જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વસે છે. એમ ક્ષેત્રનું વિભેદ એટલે અંતર ઘણું પડી ગયું છે. માટે આપના ઉપદેશથી પ્રગટતો ઉલ્લાસભાવ તે અમને કેવી રીતે આવી શકે. રા. હોવત જો તનુ પાંખડી, આવત નાથ હજૂર લાલ રે; જો હોતી ચિત્ત આંખડી, દેખત નિત્ય પ્રભુનૂર લાલ રે. દે૩ સંક્ષેપાર્થ:- જો મારા શરીરમાં પાંખ હોત તો હે નાથ હું આપની પાસે

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148