Book Title: Chaityavandan Chovisi 02
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 137
________________ પ્રાતઃકાળની ભાવનાનાં પદો પ્રાતઃકાળની ભાવનાના પદો તીન ભુવન ચૂડા રતન, સમ શ્રી જિનકે પાય, નમત પાઈએ આપ પદ, સબ વિધિ બંધ નશાય. અર્થ– ચૂડા એટલે મુકુટ અને રતન એટલે મણિ, ચૂડામણિ. મુકુટમાં જેમ મણિ રત્ન શોભે તેમ ત્રણે લોકમાં ભગવાનના ચરણકમળ તે ચૂડામણિ રત્ન સમ એટલે સમાન શોભાને પામે છે. તેને નમતાં પોતાના શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. અને જેથી સર્વ પ્રકારના કર્મબંધનો નાશ પામે છે. ‘સમ” નો બીજો અર્થ એમ પણ થઈ શકે છે કે સમતારૂપી શ્રી એટલે આત્મ લક્ષ્મી જેના ચરણમાં નિવાસ કરે છે, /૧૫ આશ્રવ ભાવ અભાવનેં, ભયે સ્વભાવ સ્વરૂપ; નમો સહજ આનંદમય, અચલિત અમલ અનુપ. અર્થ– મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, એ કમને આવવાના આઝવદ્વાર છે. એવા ભાવોનો અભાવ કરી પોતાના જ્ઞાનસ્વરૂપ આત્મસ્વભાવને જે પ્રાપ્ત થયા એવા સહજ આનંદમય ભગવાનને હું નમસ્કાર કરું છું, કે જે સ્વભાવથી અચલિત, અમલ એટલે નિર્મળ તથા અનુપમ છે. //રા. કરી અભાવ ભવભાવ સબ, સહજ ભાવ નિજ પાય; જય અપુનર્ભવ ભાવમય, ભયે પરમ શિવરાય. અર્થ- સર્વ પ્રકારના ભવભાવ એટલે રાગદ્વેષમય સંસારના ભાવોનો અભાવ કરી પોતાના સહજાત્મસ્વરૂપને પામી અપુનર્ભવ એટલે ફરી જન્મ લેવો ન પડે એવા શુદ્ધ-ભાવ વડે મોક્ષમાં જઈ બિરાજમાન થયા એવા ભગવાનને મારા નમસ્કાર હો. સા. કર્મ શાંતિકે અર્થી જિન, નમો શાંતિ કરતા; પ્રશમિત દુરિત સમૂહ સબ, મહાવીર જિન સાર. અર્થ– કર્મને શાંત કરવાના અર્થી એવા હે મુમુક્ષુ!તમે રાગદ્વેષ, અજ્ઞાનને જેણે જીત્યા એવા વીતરાગ જિનને નમસ્કાર કરો. જે ખરેખર આત્મશાંતિના આપનાર છે, તથા દુરિત એટલે ખોટા સર્વ પ્રકારના કર્મ સમૂહને પ્રશાંત કરનાર છે એવા શ્રી મહાવીર ભગવાન આ જગતમાં સારરૂપ ગણવા યોગ્ય છે. જો ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાઁ વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર. અર્થ-જેનામાં સમ્યજ્ઞાનનું બળ છે, જે સત્યરુષના બોધના આધારે વિચારરૂપ ધ્યાન કરે છે, જેના વૈરાગ્યમય ઉત્તમ વિચારો છે. એવા શુભ ભાવોથી ભાવિત આત્માઓ આ ભયંકર ભવસાગરમાં રહ્યા છતાં પણ તેના પારને પામે છે. પણ આત્મજાગૃતિનાં પદો આચાર્યશ્રી કુંદકુંદાચાર્ય ‘સમયસાર' ગ્રંથની ૧૪મી ગાથામાં શુદ્ધ નિશ્ચયનયથી આત્માનો કેવો શુદ્ધ સ્વભાવ છે તે દ્રષ્ટાંતથી નીચેની ગાથામાં જણાવે છે – અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ, અસંયુક્ત; જલ-કમળ, મૃત્તિકા, સમુદ્ર, સુવર્ણ, ઉદક ઉષ્ણ.” અર્થ- આ ગાથાની પહેલી લીટીમાં આત્માના શુદ્ધ સ્વભાવના પાંચ લક્ષણો જણાવે છે. અને બીજી લીટીમાં તે પાંચેય લક્ષણોના ક્રમપૂર્વક પાંચ દ્રષ્ટાંતો આપી તેની સ્પષ્ટતા કરે છે. તે આ પ્રમાણે : ૧. અબખપૃષ :- એટલે નિશ્ચયનયથી જોતાં આત્મા કર્મોથી અબદ્ધ એટલે બંધાયેલો નથી, અને અસ્કૃષ્ટ એટલે સ્પર્શાવેલો પણ નથી. કોની જેમ? તો કે જળ-કમળવતુ. જેમ જળમાં રહેલ કમળના મૂળને જોતાં તે જળથી સ્પર્શાવેલ છે પણ કમળના પાંદડાઓને જોતાં તે જળથી બંધાયેલ નથી કે સ્પર્શાવેલ નથી. તેમ આત્માને વ્યવહારનયથી જોતાં આત્મા કર્મ પુદ્ગલોથી બંધાયેલ અને સર્જાયેલ જણાય છે; પણ નિશ્ચયનયથી જોતાં આત્મા કમળના પાનની જેમ કર્મોથી બંધાયેલ નથી અને સ્પર્શાવેલ પણ નથી; અર્થાતુ આત્માના સ્વભાવમાં કદી કર્મ પ્રવેશ કરી શકે નહીં. તેથી મૂળ સ્વરૂપે જોતાં આત્મા અબદ્ધ અને અસ્કૃષ્ટ લક્ષણવાળો છે. ૨. અનન્ય :-એટલે આત્મા પોતાના સ્વભાવને મૂકી કદી પણ અન્ય દ્રવ્યરૂપે થતો નથી. તે કેવી રીતે ? તો કે કૃતિકા એટલે માટીની જેમ. માટી ઘડારૂપે પરિણમેલ આપણને દેખાય છે, પણ તે માટીને મૂળ સ્વરૂપે જોતાં તે પુદ્ગલ પરમાણુનો એક પિંડ છે. અને ઘડો તે પુદ્ગલ પરમાણુની એક પર્યાય એટલે અવસ્થા છે, હવે નિશ્ચયનયથી એટલે મૂળસ્વરૂપે જોતાં તે પુદ્ગલ પરમાણુ

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148