Book Title: Chaityavandan Chovisi 02
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 141
________________ શ્રી સદ્ગુરુ સ્તુતિ ૨૭૭ આપનાર એવા આપ પ્રભુનો મને ભેટો થવાથી મારા સર્વ કાર્ય સિદ્ધ થઈ ગયા એમ હું માનું છું. વળી આપનો ઉપદેશ તો જગતમાં રહેલા સર્વ ભવ્ય જીવોને માટે હિતકારક છે. પણ જે આપના પ્રત્યે શ્રદ્ધા રાખી તે પ્રમાણે વર્તશે તેના આત્માનું અવશ્ય કલ્યાણ થઈ જશે એમાં સંદેહ નથી. અહો! ઉપકાર તુમારડો, સંભારું દિનરાત; આવે નયણે નીર બહુ, સાંભળતાં અવદાત. ૪ અર્થ: આપના કરેલા અદ્ભૂત આશ્ચર્યકારક ઉપકારને જ્યારે જ્યારે હું દિવસે કે રાત્રે સ્મૃતિમાં લઉં છું ત્યારે મનમાં એમ થાય છે કે અહો! આપે અમારા ઉપર કેવી અનંત કપા કરી કે જેનો બદલો અમે કોઈ પણ રીતે વાળી શકીએ એમ નથી. અનાદિકાળથી ચોરાશી લાખ જીવયોનિમાં ભટકીને દુ:ખ પામતા એવા અમારા આત્માના એવદાત એટલે હકીકત આપના દ્વારા જાણીને ‘આવે નયણે નીર બહુ’ અમારા આંખમાં આંસુ આવી જાય છે અર્થાતુ અમારા હૃદયમાં ઘણું દુઃખ થાય છે કે અહો ! અજ્ઞાનવશ હું અનંતકાળથી આ ચતુર્ગતિરૂપ સંસારમાં જ રઝળું છું. શું મને કોઈ આ દુઃખથી મુક્ત કરનાર ન મળ્યો? અનંતકાળ હું આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત; દુષમ કાળે તું મળ્યો, રાજ નામ ભગવંત. ૫ અર્થ :- આ અનંત દુઃખમય સંસારમાં હું અનંતકાળથી આથડ્યો છતાં મને આ દુ:ખથી મુક્ત કરનાર કોઈ શુદ્ધ સંત એટલે શુદ્ધ સહજાત્મસ્વરૂપને પામેલા એવા આત્મજ્ઞાની સદ્ગુરુ ભગવંતનો મને ભેટો નહીં થયો. કોઈ ભવમાં થયો હશે તો મેં તેમને મારા ગુરુ તરીકે સ્વીકારી તેમની આજ્ઞા ઉપાસી ન હોય તેથી મારો ઉદ્ધાર થયો નહીં. પણ આ દુષમકાળમાં એટલે દુઃખે કરીને સત્ ધર્મની પ્રાપ્તિ થાય એવા ભયંકર કળિકાળમાં આપ શ્રીમદ્ રાજચંદ્ર નામના પ્રભુનો મને યોગ થયો એ મારા મહા મહાભાગ્યનો ઉદય થયો એમ માનું છું. રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ; જે જન જાણે ભેદ છે, તે કરશે ભવ છેદ, ૬ અર્થ:- રાજપ્રભુને ઘણા ગુરુ તરીકે માનનાર છે. તે પ્રભુની વીતરાગ મુદ્રાને જોઈ રાજ પ્રભુ, રાજ પ્રભુ કહે છે, તે પુણ્ય બાંધે છે, પણ કોઈ વિરલા ૨૩૮ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ પુરુષ, રાજ પ્રભુના કહેલા ભેદને એટલે રહસ્યને જાણે છે. રાજ પ્રભુનું અંતરંગ ચારિત્ર તો દેહથી ભિન્ન શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણતા છે. તે ભેદને જાણી, જે તે પ્રમાણે થવા અર્થે તેમની આજ્ઞા અનુસાર વર્તી સહજાત્મસ્વરૂપનું ધ્યાન સદા ધરશે, તે ભવ એટલે અનંત દુઃખમય સંસારનો અવશ્ય છેદ કરી જન્મજરામરણથી મુક્ત એવા મોક્ષપદને પામશે. અપૂર્વ વાણી તાહરી, અમૃત સરખી સાર; વળી તુજ મુદ્રા અપૂર્વ છે, ગુણગણ રત્ન ભંડાર. ૭ અર્થ:- હે પરમકૃપાળુદેવ! આપની વાણી અપૂર્વ છે, અર્થાત્ એવી વાણી પૂર્વે કદી સાંભળી નથી. જે અજ્ઞાનીની વાણી કરતાં પ્રત્યક્ષ જુદી પડે છે. આપની વાણી વિષયકષાયના ભાવોને શાંત કરનાર હોવાથી અમૃત સરખી મીઠી અને સારભૂત છે. વળી આપની પરમશાંત વીતરાગમુદ્રા પણ રત્નોના ભંડાર જેવા ગુણોના ગણ એટલે સમૂહને દર્શાવનાર હોવાથી અપૂર્વ છે. એવી વીતરાગ મુદ્રા પરમાત્મા સિવાય કોઈની પણ નહીં હોવાથી, અપૂર્વ છે. તુજ મુદ્રા તુજ વાણીને, આદરે સમ્યવંત; નહિ બીજાનો આશરો, એ ગુહ્ય જાણે સંત. ૮ અર્થ :- રાગનું ચિહ્ન સ્ત્રી અને દ્વેષનું ચિહ્ન શસ્ત્ર, એથી રહિત એવી આપની વીતરાગમુદ્રાને, અને મોહનિદ્રાથી જગાડનાર તથા આત્માર્થ પોષક એવી વીતરાગ વાણીને, કોઈ સમ્યવંત એટલે આપના પ્રત્યે જેને વૃઢ શ્રદ્ધા છે. તે જ આદરી શકે અર્થાતુ આપના કહેલા રહસ્યમય ભાવોને તે જ સમજીને, તે પ્રમાણે વર્તી શકે. બીજા તેના આશરે એટલે તેના આધારે, ગુરુનો આશ્રય ગ્રહણ કરીને વર્તી શકે નહીં. આ ગુહ્ય એટલે રહસ્યને સંત પુરુષો સારી રીતે જાણે છે. બાહ્ય ચરણ સુસંતનાં, ટાળે જનનાં પાપ; અંતરચારિત્ર ગુરુરાજનું, ભાંગે ભવ સંતાપ. ૯ અર્થ:- સમ્યવૃષ્ટિ સંત પુરુષોના બાહ્ય ચરણકમળની સેવા તે લોકોના પાપને ટાળી પુણ્યબંધનું કારણ થાય છે. પણ પરમકૃપા કરનાર એવા શ્રી ગુરુ રાજ પ્રભુના અંતર ચારિત્રને એટલે શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણતા કરવારૂપ અંતરંગ આત્મદશાને જાણી, તેમની ભક્તિ કરીને, તેમના ઉપદેશ અનુસાર

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148