Book Title: Chaityavandan Chovisi 02
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 48
________________ દુર (૫) શ્રી વિમલ જિન સ્તવન અવસ્થા પ્રગટાવવાનો સાચો ઉપાય છે. પણ આપે તો હે પ્રભુ ! એ સર્વ સિદ્ધિઓને પ્રાપ્ત કરી છે. માટે આપને તો ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. કર્મ જંજાલ યુજનકરણ યોગ જે, સ્વામીભક્તિ રમ્યા થિર સમાધિ; દાન તપ શીલ વ્રત નાથઆણા વિના, થઈ બાપક કરે ભવ ઉપાધિ. ૧૦૪ સંક્ષેપાર્થ:- મન, વચન, કાયાના યોગ તથા પાંચ ઇન્દ્રિયો, પરદ્રવ્યમાં આસક્ત બની કર્મની જંજાળ ઊભી કરે છે. અને તેમાં મુંજનકરણ એટલે કર્મ સાથે જોડાઈને અથવા કર્મની જાળ ગુંથીને તેમાં જ ફસાઈને રહે છે. પણ જ્યારે પ્રભુના વચને ઇન્દ્રિયોનું સ્વરૂપ દુ:ખકર છે એમ જાણે છે ત્યારે પ્રભુની પરમ ભક્તિમાં સ્થિરપણે પોતાના આત્માને સ્વરૂપ સમાધિમાં રમાવે છે. દાન, તપ કે શીલવ્રત પણ નાથની આજ્ઞા વગર કરવાથી, મોક્ષમાર્ગમાં બાધકરૂપ થઈ માત્ર ભવની ઉપાધિ જ વધારે છે; અર્થાત્ સદ્ગુરુ આજ્ઞાએ આત્માર્થના લક્ષ વગર અને આ લોકમાં માનાર્થે કે આહારાર્થે કે પરલોકના દેવાદિ સુખોને અર્થે કરાતી ક્રિયા, ભાવધર્મ વિના હોવાથી કર્મબંધના કારણરૂપ થઈ માત્ર ભવઉપાધિને જ વધારનારી થાય છે. જો સકળ પ્રદેશ સમકાળ સવિ કાર્યતા, કરણ સહકાર કર્તુત્વ ભાવો; દ્રવ્ય પ્રદેશ પર્યાય આગમપણે, અચલ અસહાય અક્રિય દાવો. ધ૦૫ સંક્ષેપાર્થ :- પ્રભુના શુદ્ધ આત્માના સકલ પ્રદેશ સમકાળે, પ્રતિ સમયે, કરણ એટલે ગુણકરણે કરી આત્માના સર્વ જ્ઞાન, દર્શનાદિ ગુણો પોતપોતાનું કાર્ય કરી રહ્યાં છે. તેમાં સહકાર કરનાર તેના કર્તુત્વભાવો એટલે તે તે ગુણોના ભાવો છે અર્થાત્ તેના અવિભાગી પર્યાયો છે. પણ મૂળ શુદ્ધ આત્મદ્રવ્યના પ્રદેશ આગમમાં કહ્યા પ્રમાણે, તો અચલ અસહાય અને અક્રિયપણે છે; એટલે કે આત્મદ્રવ્યના અસંખ્યાત પ્રદેશ કંઈ કાર્ય કરતા નથી, પણ પ્રદેશને આધારે રહેલ છતિ અવિભાગી પર્યાયો જ કાર્ય કરવાના કારણપણે પ્રવર્તે છે. જ્યારે શુદ્ધ આત્મદ્રવ્ય તો ધ્રુવપણે રહે છે. આપણા ઉત્પત્તિ નાશ ધ્રુવ સર્વદા સર્વની, પગુણી હાનિ વૃદ્ધિ અન્યૂનો; અસ્તિ નાસ્તિત્વ સત્તા અનાદિથકો, પરિણમન ભાવથી નહિ અજાનો. ધ૬ - સંક્ષેપાર્થ:- સર્વ દ્રવ્યોના પર્યાયોની હમેશાં પ્રતિ સમયે ઉત્પત્તિ, અને પૂર્વ પર્યાયનો વ્યય અર્થાત્ નાશ થાય છે, જ્યારે મૂળ દ્રવ્ય ધ્રુવ રહે છે. એવો ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ વસ્તુનો સ્વભાવ છે. તેમાં ષગુણી હાનિ વૃદ્ધિ પર્યાયોમાં અન્યૂનપણે અર્થાત્ ખામી રાખ્યા વગર પ્રતિ સમયે થયા કરે છે. તેમજ દ્રવ્યમાં અસ્તિધર્મ કે નાસ્તિધર્મની સત્તા અનાદિકાળથી છે. તે તે જ પ્રમાણે છે. તેમાં કંઈ ભાવથી અજૂનો એટલે કોઈ નવીન ધર્મ પરિણમતો નથી. Iકા ઇણીપરે વિમલ જિનરાજની વિમલતા, ધ્યાન મનમંદિરે જેધ્યાવે; ધ્યાન પૃથત્વ સવિકલ્પતા રંગથી, ધ્યાન એકત્વ અવિકલ્પ આવે. ૧૦૭ સંક્ષેપાર્થ:- ઉપરોક્ત પ્રમાણે શ્રી વિમલ જિનરાજની વિમલતા એટલે પવિત્રતાને જે ભવ્યાત્મા પોતાના ધ્યાનરૂપી મનમંદિરમાં ધ્યાવશે, તે ભવ્યાત્મા પ્રથમ સવિકલ્પરૂપ ધ્યાનના બળે કરી, દેહ અને આત્માને પૃથત્વ એટલે ભિન્ન ભાવી, તેના પરિણામે અવિકલ્પસ્વરૂપ ધ્યાનને પામી, શુદ્ધ આત્મસ્વરૂપમાં એકત્વપણું પામશે. પ્રભુ તો શુક્લ ધ્યાનના બળે કરી આવું સ્વસ્વરૂપમાં એકત્વપણું સંપૂર્ણપણે પામેલા છે. માટે આપને ધન્ય છે, ધન્ય છે, તેની વીતરાગી અસંગી અનંગી પ્રભુ, નાણ અપ્રયાસ અવિનાશ ધારી; દેવચંદ્ર શુદ્ધ સત્તારસી સેવતાં; સંપદા આત્મશોભા વધારી. ધ૦૮ સંક્ષેપાર્થ:- પ્રભુનો રાગ સર્વથા નાશ પામવાથી તેઓ વીતરાગી છે. સર્વ પ્રકારે પરદ્રવ્યોના સંગથી રહિત હોવાથી અસંગી છે, તેમજ પ્રભુ તો હવે અશરીરી એવી સિદ્ધ અવસ્થાને પામેલા હોવાથી અનંગી એટલે અંગ વગરના પણ છે. કેવળજ્ઞાનાદિ અવિનાશી ગુણોના ધારક છે. જેના ગુણો અપ્રયાસે એટલે વગર પ્રયત્ન સહજ રીતે સ્વતંત્રપણે સર્વ સમયે પોતપોતાનું કાર્ય કર્યા કરે છે. એવા દેવામાં ચંદ્રમા સમાન શુદ્ધ આત્મસત્તાના ધારક પ્રભુને, તે શુદ્ધ આત્મસત્તાના રસિક થઈને જે સેવશે તે ભવ્ય જીવ પણ પોતાની આત્મસંપદાની શોભાને વધારશે અર્થાતુ પોતાની શુદ્ધ આત્મસંપદાને પામી કૃતકૃત્ય થઈ જશે. મારા પ્રભુ તો સંપૂર્ણપણે શુદ્ધ આત્મસત્તાના ધારક હોવાથી કૃતકૃત્ય થયેલા છે; માટે તેમને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. Iટા (૬) શ્રી સ્વયંપ્રભ જિન સ્તવન શ્રી દેવચંદ્રજીત વિહરમાન વીશી

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148