Book Title: Chaityavandan Chovisi 02
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 30
________________ (૧) શ્રી કેવલજ્ઞાની જિન સ્તવન શ્રી દેવચંદ્રજીત ગત ચોવીશી નામે ગાજે પરમ આહલાદ, પ્રગટે અનુભવરસ આસ્વાદ; તેથી થાયે મતિ સુપ્રસાદ, સુણતાં ભાંજેરે કાંઈ વિષયવિષાદરે; - જિગંદા તાહરા નામથી મન ભીનો. ૧ સંક્ષેપાર્થ :- હે કેવલજ્ઞાની પ્રભુ! આપના નામ માત્રના શ્રવણથી મારા અંતરમાં પરમ આસ્લાદ એટલે પરમ આનંદનો શ્રોત ગાજી ઊઠે છે, અર્થાત્ આનંદના ઊભરા આવે છે. તેના ફળસ્વરૂપ આત્માના અનુભવરસનો આસ્વાદ એટલે વેદન પ્રગટે છે. તે અનુભવરસના વેદન વડે મતિ એટલે બુદ્ધિ સુપ્રસાદ કહેતા સમ્યકરીતે પ્રશાંતરસવાળી બને છે. તથા આપના વચનામૃત સાંભળતા તો પાંચ ઇન્દ્રિયોના વિષયોથી ઉત્પન્ન થતો એવો વિષાદ એટલે ખેદ તે તો પલાયન થઈ જાય છે. હે જિગંદા એટલે જિનોમાં ઇન્દ્ર સમાન કેવળજ્ઞાની પ્રભુ! આપના નામથી જ મારું મન તો પ્રેમરસથી ભીંજાઈ ગયું છે. //પા. ક્ષેત્ર અસંખ્ય પ્રદેશ, અનંત પર્યાય નિવેશ; જાણંગ શક્તિ અશેષ, તેહથી જાણે રે કાંઈ સકળ વિશેષ રે.જિ-૨ સંક્ષેપાર્થ :- પોતાના આત્માનું સ્વક્ષેત્ર અસંખ્યાત પ્રદેશ છે. તઆત્માના એક એક પ્રદેશે જ્ઞાન,દર્શન, આદિ ગુણોના અનંતાનંત પર્યાયો તનિવેશ એટલે પ્રવેશ કરીને રહેલા છે. માટે આપનામાં સર્વ પદાર્થોને જાણંગએટલે જાણવાની શક્તિ અશેષ એટલે અનંતપણે રહેલી છે. તેથી આપ જગતના સકળ જડ ચેતન અનંત પદાર્થોના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી વિશેષપણે એટલે સંપૂર્ણપણે જ્ઞાતા છો; કોઈપણ પદાર્થ આપના જાણપણાથી બહાર નથી. આવી આપનામાં અભુત શક્તિ જોઈને હે જિનોમાં ઇન્દ્ર જેવા પ્રભુ ! આપના નામ માત્રથી મારું મન ભીનું થયું છે. રા સર્વ પ્રમેય પ્રમાણ, જસ કેવળ નાણ પહાણ; તિણે કેવળનાણી અભિહાણ, જસ ધ્યાવે રે કાંઈ મુનિવર ઝાણ રે. જિ૩ - સંક્ષેપાર્થ:- સર્વ દ્રવ્યો, તેના ગુણો અને પર્યાયો પોતપોતાની મર્યાદાને ઉલ્લંઘે નહીં; પણ પોતપોતાના પ્રમાણ એટલે માપમાં જ રહે તેને પ્રમેય ગુણધર્મ કહેવાય છે, જસ એટલે તે, દ્રવ્યગુણપર્યાયનું પ્રમાણ કરનાર સર્વ જ્ઞાનોમાં પહાણ પફ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ એટલે પ્રધાન એવું પ્રભુનું કેવળજ્ઞાન છે. તેથી કેવળજ્ઞાની એવું પ્રભુનું અભિહાણ કહેતા અભિધાન અર્થાત્ તેમનું નામ તે સાર્થક છે. આપ કેવળજ્ઞાની હોવાથી મુનિવર એટલે મુનિઓમાં શ્રેષ્ઠ એવા ગણધરો આદિ પણ ત્રણ યોગ સ્થિર કરી આપને ઝાણ કહેતા ધ્યાનમાં ધ્યાવે છે; અર્થાત્ ધ્યાનમાં આપના શુદ્ધગુણોને સ્મરી કર્મોને બાળી ભસ્મીભૂત કરે છે, એવા આપના શુદ્ધગુણોને સ્મરવાથી મારું મન પણ આપના કેવળજ્ઞાની એવા નામ પ્રત્યે આકર્ષિત થયું છે. રૂા. ધ્રુવપરિણતિ છતિ જાસ, પરિણતિ પરિણામે ત્રિક રાશ; કર્તાપદ પ્રવૃત્તિ પ્રકાશ, અસ્તિનાસ્તિરે કાંઈ સર્વનો ભાસરે, જિ-૪ સંક્ષેપાર્થ:- જાસ એટલે કે પ્રભુની પરિણતિ અર્થાત્ આત્મસ્વભાવ છે તે ધ્રુવ સ્વરૂપે છે, છતાં તે સ્વભાવનું પરિણમન, ત્રિકાશ કહેતાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એમ ત્રણ રાશિપણે સદા થયા કરે છે. ઉત્પાદ, વ્યય, ધ્રુવતા સર્વ દ્રવ્યમાં સર્વ સમયે છે. તેમ પ્રભુજી પણ પોતાના શુદ્ધસ્વભાવની શુદ્ધસ્વરૂપે પ્રવૃત્તિના સમયે સમયે પ્રકાશ એટલે પ્રગટ કરનાર હોવાથી તેના કર્તા છે. પ્રત્યેક પદાર્થનું અસ્તિત્વ પોતાના જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં સર્વદા રહેલું છે. અને સર્વ પદાર્થ અથવા દ્રવ્ય પોતાનું અસ્તિત્વ મૂકીને કદી પણ પદ્રવ્ય સ્વરૂપે થાય નહીં; એ જ દ્રવ્યનો નાસ્તિત્વ સ્વભાવ છે. એવી રીતે અસ્તિ કે નાસ્તિ આદિ વસ્તુના અનંત સ્વભાવ છે. તે સર્વ હે પ્રભુજી ! આપનામાં પ્રગટેલ અનંતજ્ઞાન ગુણમાં, સર્વ સમયે એક સાથે જ ભાસી રહ્યાં છે, અર્થાત્ જણાઈ રહ્યાં છે. //૪ સામાન્ય સ્વભાવનો બોધ, કેવળ દર્શન શોધ; સહકાર અભાવે રોધ, સમયંતર રે કાંઈ બોધ પ્રબોધ રે.જિ૦૫ સંક્ષેપાર્થ:- વસ્તુના સ્વભાવનો સામાન્યપણે બોધ એટલે જ્ઞાન થવું તેને દર્શન કહે છે. તે દર્શન તો આપને કેવળદર્શનરૂપે શોધ એટલે શુદ્ધ થયેલું છે. વસ્તુને જાણવામાં સામાન્યપણે ઇન્દ્રિયો કે સૂર્ય ચંદ્રાદિના સહાયની જરૂર પડે પણ પ્રભુને તો કેવળદર્શન, કેવળજ્ઞાન પ્રગટ હોવાથી પ્રત્યેક દ્રવ્યને જોવા જાણવામાં આવા સહકારના સાધનોનો અભાવ હોય તો પણ કોઈ રોધ એટલે કોઈ બાધ આવતો નથી. ભગવાનનું કેવળદર્શન સર્વરૂપી કે અરૂપી પદાર્થને સર્વ પ્રકારે સ્પષ્ટ રીતે જોઈ શકે છે.

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148