Book Title: Chaityavandan Chovisi 02 Author(s): Paras Jain Publisher: Shrimad Rajchandra Ashram Catalog link: https://jainqq.org/explore/009112/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ બેંગ્લોર ત્યનોવીશી ( અર્થ સહિત) આ ગ્રંથ પ્રકાશનના બે ભાગમાં ભાગ લેનાર દાતાઓની યાદી “દાન છે તે વાવવા જેવું છે. એક દાણો વાવે તો હજાર દાણા થાય. અદત્તાદાન એટલે આપ્યા વગર લેવું તે ચોરી છે. દાન કરે તો પુણ્ય થાય છે, અદત્તાદાનથી પાપ થાય છે. મુનિને દાન કરે–શાસ્ત્રનું દાન, ઔષધદાન, અભય-દાન, આહારદાન એ બધાં પુણ્યનાં કારણ છે. જેમાં પાપ થાય તેવું દાન દેવા યોગ્ય નથી. કરુણાદાનમાં દયાભાવ હોય છે અને પાત્રદાનમાં પૂજ્યભાવ હોય છે. કૂવાનું પાણી વપરાતું સારું રહે, તેમ દાનમાં પૈસા વપરાય તો સારું રહે. જેણે આપ્યું ન હોય તેના ઘરમાં પછી, આપવાનુંય ન રહે.” –બોધામૃત ભાગ-૧ (પૃ.૨૯૪) 61,000/- શ્રી સંતોકચંદજી હસ્તીમલજી કુસીપવાલા તથા પરિવાર સુરત 35,000/- શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર 25,000/- શ્રી વર્ષાબેન હરિશ્ચંદ્ર હસ્તે જય કૃષ્ણરાજ હરિશ્ચંદ્ર પટેલ અમેરીકા 21,001/- શ્રી લક્ષ્મીબેન નાથુભાઈ પટેલ સુરત 20,001/- શ્રી મુમુક્ષુબેન અગાસ આશ્રમ 18,101/- શ્રી સોનલબેન જયેશભાઈ પટેલ અમેરીકા શ્રી ભાવનાબેન પારસભાઈ જૈન અગાસ આશ્રમ 1,101/- શ્રી શાંતિલાલજી હસ્તીમલજી હૂંડિયા બેંગ્લોર 1, ૧૦૧/શ્રી સૂરજબેન શાંતિલાલજી હુંડિયા બેંગ્લોર 1,001/- શ્રી રાજેશકુમાર શાંતિલાલજી હુંડિયા બેંગ્લોર 1,001/- શ્રી શિલ્પાબેન રાજેશકુમાર ઈંડિયા બેંગ્લોર 1,001/- શ્રી કવિતાબેન રાજેન્દ્રકુમાર મુથા અમેરીકા 1,001/- શ્રી રેખાબેન મનીષકુમાર કુહાડ 1,001/- શ્રી બિન્દુબેન અભયકુમાર મુથા જલગાંવ 1,001/- શ્રી સ્વીટીબેન શાંતિલાલજી હુંડિયા બેંગ્લોર પ્રાપ્તિસ્થાન પ્રકાશક શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર શ્રીમદ્ રાજચંદ્ર : શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર શ્રીમદ્ રાજચંદ્ર માર્ગ જ્ઞાનમંદિર : રાજ કોમ્પલેક્ષ, પાંચમા માળે, : આર.બી.મેતા રોડ, આકાશવાણી રોડ, નં.૩ આરકોટ, ઘાટકોપર (ઈસ્ટ) રાજકોટ (ગુજરાત) શ્રી નિવાસાચાર સ્ટ્રીટ, મુંબઈ 400 077. પીનકોડ 360 001 ભાગ-૨ બેંગ્લોર સંયોજક પારસભાઈ જૈન : બેંગ્લોર-પ૬૦૦૫૩. પ્રકાશક શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર, બેંગ્લોર પ્રથમવૃત્તિ, પ્રત 2000, ઇસ્વી સન્ 2007 વેચાણ કિંમત રૂા. 5/ (2) Kooooooooooooooooooooooooooooo00000000000000000ઋ008 Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રથમવૃત્તિનું નિવેદન ચૈત્યવંદન ચોવીશીનો ભાગ-૧, સ્તવનોના અર્થને કારણે વિશેષ મોટો થઈ જવાથી નીચેના પદોના અર્થ આ ભાગ-૨ માં મૂકવામાં આવ્યા છે. આ પુસ્તકમાં સૌ પ્રથમ અગાસ આશ્રમના ભક્તિક્રમમાં વહેલી સવારે બોલાતી પ્રાતઃકાલની સ્તુતિના અર્થ મૂકેલ છે. પછી ચૈત્યવંદન સૂત્રોના અર્થ ‘શ્રી પ્રતિક્રમણ-સૂત્ર'માંથી લઈ અત્રે મૂક્યા છે, જેથી માગધી ભાષાનો ભાવ કિંચિત્ સમજાય તો બોલનારને વિશેષ ભાવ-ભક્તિનું કારણ થાય. ત્યારબાદ સવારની ભક્તિમાં સ્તવનો શરૂ થતાં પહેલા રોજ ‘સહજાત્મ-સ્વરૂપ ટાળો ભવકૂપ’ આદિ કુલ ૪ પદો ક્રમશઃ બોલાય છે. તેના અર્થ ઉમેરેલ છે. જેથી આ પદો પણ રોજ બોલતાં ભાવમાં વિશેષ વૃદ્ધિ થાય.. ત્યારબાદ શ્રી દેવચંદ્રજીકૃત તથા શ્રી યશોવિજયજીકૃત વિહરમાન સ્તવનો, શ્રી યશોવિજયજીકૃત બીજી વર્તમાન ચોવીશી તથા શ્રી દેવચંદ્રજીત ગત ચોવીશી, શ્રી યશોવિજયજીકૃત તેર સ્તવનો તથા છૂટક સ્તવનોના અર્થ મૂકેલ છે. જે સ્તવનોના અર્થ માટે આધાર મળ્યો નથી તેના નવીન અર્થ કરેલ છે. ‘તીન ભુવન ચૂડા રતન' વગેરેની પાંચ ગાથાઓ તથા ‘અબદ્ધ સ્કૃષ્ટ અનન્ય’ વગેરે ગાથાઓ તેમજ ‘પ્રથમ નમું ગુરુરાજને’ તથા સદ્ગુરુ પદમેં સમાત હૈ” અને “કૌન ઉતારે પાર પ્રભુ બિન કૌન ઉતારે પાર' તથા ‘મંત્ર મંત્રી સ્મરણ કરતો’ એ પથોના સંક્ષિપ્ત અર્થ તથા ‘આરતી’, ‘મંગલ દીવો'ના અર્થ યથામતિએ કરી ઉમેરેલ છે. આ સર્વ સ્તવનોના અર્થ યથાશક્તિ સમજી હૃદયમાં ભગવાન પ્રત્યે ભક્તિ પ્રગટે એવા શુભ આશયથી આ પ્રયત્ન કરેલ છે, જે સર્વને સુખરૂપ થાઓ એજ અભિલાષા સહ વિરમું છું. - આત્માર્થ ઇચ્છક, પારસભાઈ જૈન અનુક્રમણિકા શ્લોક વિષય ૧. પ્રાતઃકાલીન સ્તુતિનો અર્થ પૂજ્યશ્રી બ્રહ્મચારીજીના આધારે ચૈત્યવંદન સૂત્રોના અર્થ પ્રતિક્રમણ સૂત્રમાંથી ઉદ્ભૂત ભક્તિના છંદો (સહજાત્મસ્વરૂપ ટાળો ભવકૂપ આદિ ૪ પદો)ના અર્થ ... વિવેચક : પારસભાઈ જૈન ૪. શ્રી દેવચંદ્રજી, શ્રી યશોવિજયજીકૃત વિહરમાન જિનસ્તવનોના સંક્ષિપ્ત અર્થ...... .૪૯ શ્રી યશોવિજયજીકૃત બીજી વર્તમાન ચોવીશી તથા શ્રી દેવચંદ્રજીકૃત ગત ચોવીશી તથા ૫. શ્રી યશોવિજયજીકૃત તેર સ્તવનો ..........૨૨૯ ૬. છૂટક સ્તવનોના સંક્ષિપ્ત અર્થ ...............૨૫૩ સંયોજક : પારસભાઈ જૈન પ્રાતઃકાળની ભાવનાનાં પદો ‘તીનભુવન ચૂડા રતનનો’તથા............... ૮. આત્મજાગૃતિનાં પદો અબદ્ધસ્કૃષ્ટ અનન્ય'આદિનો અર્થ......... ૯. શ્રી સદ્ગુરુ ઉપકાર-મહિમા.................. ૧૦. શ્રી સદ્ગુરુ સ્તુતિ.............................. ૧૧. પ્રભુ-ઉપકાર.. ૧૨. મંત્ર માહાત્મ........... ૧૩. “આરતી’, ‘મંગલ દીવો’ ના અર્થ...........૨૮૪ વિવેચક: પારસભાઈ જૈન ૧૪. શ્રીમદ્ રાજચંદ્રના ભગવાન તીર્થંકર પ્રત્યેના ઉદ્ગારો............................... ૨૮૮ | # ૨૭૦ # 0 * # 0 છે # S - ..... મકકમ ક૨૮૨ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃકાળની સ્તુતિ પ્રાતઃકાળની સ્તુતિ મહાદેવ્યા: કુક્ષિરત્ન, શબ્દજીત ૨વાત્મજમુ. રાજચંદ્રમહં વંદે, તત્ત્વલોચનદાયકમ્. ૧ સર્વ પ્રથમ પરમોપકારી એવા શ્રી સદ્ગુરુદેવની સ્તુતિ કરે છેઃ અર્થ-મહાદેવ્યાઃ એટલે મહાદેવી એવી દેવ માતાના, કુષિરત્ન એટલે કુખેથી જન્મ પામેલ રત્ન સમાન, શબ્દજીત એટલે ભાષા ઉપર છે કાબૂ જેનો એવા સાક્ષાતુ સરસ્વતીરૂપ, રવ એટલે રવજીભાઈના, આત્મજમ્ એટલે પુત્ર, રાજચંદ્રમ્ એટલે રાજચંદ્ર પ્રભુને, અહં વંદે એટલે હું નમસ્કાર કરું છું. જે મને તત્ત્વલોચનદાયકમ્ એટલે આત્મતત્ત્વને ઓળખવાની આંખ આપનાર છે અર્થાત્ સમજણ આપનાર છે. [૧] જય ગુરુદેવ ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધચૈતન્યસ્વામી. અર્થ–મોહનીય કર્મ સાથે લડાઈ કરીને ગુરુદેવે જય મેળવ્યો છે. સહજ એટલે કર્મમળ રહિત આત્માનું સ્વાભાવિક શુદ્ધ આત્મસ્વરૂપ તે પંચપરમેષ્ઠિ એવા પાંચે પરમગુરુઓએ પ્રગટ કરેલ છે. તે જ સહજાત્મસ્વરૂપ શુદ્ધ ચૈતન્યના સ્વામી શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પણ છે. ૐકારં બિંદુસંયુક્ત, નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદ ચૈવ, ૐકારાય નમોનમઃ ૨ હવે પંચપરમેષ્ઠિ ભગવંતની સ્તુતિ કરે છેઃ અર્થ- એ પંચ પરમેષ્ઠિ વાચક મંત્ર છે. એવા કાર પદનું બિન્દુસંયુક્ત એટલે સદ્ગુરુની આજ્ઞા સહિત યોગીઓ અર્થાત્ આરાધકો તેનું નિત્ય ધ્યાન કરે છે. કારણ કે કામર્દ એટલે સર્વ કામનાઓને અને મોક્ષદં એટલે અનંત સુખરૂપ એવા મોક્ષપદને તે આપનાર છે. માટે કાર નામના પ્રણવ - મંત્રને વારંવાર મારા નમસ્કાર હો. ૐ એ પંચપરમેષ્ઠિ અથવા પરમગુરુનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. તે આ પ્રમાણેઅરિહંતનો અ, અશરીરી એવા સિદ્ધ ભગવંતનો પણ અ, આચાર્યનો આ, ઉપાધ્યાયનું ઉ, અને મુનિ (સાધુ)નો મ; એમ પાંચેયનો પ્રથમ અક્ષર લેતાં સ+1+આ+3+ગૂ મળીને ૐ શબ્દ થાય છે. તેથી ૐ એ પંચ પરમેષ્ઠિ અથવા ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ પરમગુરુનું સંક્ષેપમાં સ્વરૂપ બતાવનાર એક અક્ષરનો મંત્ર છે. જીરા મંગલમય મંગલકરણ, વીતરાગ વિજ્ઞાન; નમો તાહિ જાતે ભયે, અરિહંતાદિ મહાન. ૩ હવે વીતરાગ વિજ્ઞાનની સ્તુતિ કરે છે - અર્થ- મંગલમય એટલે જે સ્વયં કલ્યાણસ્વરૂપ છે, અને મંગલકરણ એટલે જે કલ્યાણના જ કરનાર છે એવા વીતરાગ પરમાત્મા, તથા તેમના દ્વારા ઉપદિષ્ઠ વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન અર્થાત્ સમ્યકજ્ઞાન, એ બન્નેને હું ભક્તિભાવે નમસ્કાર કરું છું. કારણ કે જાતે એટલે જેથી, આ બન્નેની ઉપાસના કરીને ભયે એટલે અરિહંતાદિ પંચપરમેષ્ઠિ મહાપુરુષો બની ગયા. લા. વિશ્વભાવ વ્યાપિ તદપિ, એક વિમલ ચિકૂપ; જ્ઞાનાનંદ મહેશ્વરા, જયવંતા જિનભૂપ. ૪ હવે શ્રી જિનેશ્વર એવા અરિહંત પ્રભુની સ્તુતિ કરે છેઃ અર્થ-વિશ્વ એટલે લોકાલોકમાં, ભાવ એટલે જ્ઞાનદર્શનમય સ્વભાવે સર્વત્ર વ્યાપેલા હોવા છતાં, તદપિ એટલે તો પણ, એક વિમલ ચિતૂપ અર્થાત્ નિર્મળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે, જ્ઞાન અને આનંદથી ભરપૂર છે તથા સંપૂર્ણ આત્મઐશ્વર્યથી યુક્ત હોવાથી મહેશ્વર કહેતા મહાન ઈશ્વર છે. એવા જિનભૂપ અર્થાતુ જિનોમાં રાજા સમાન અરિહંત જિનરાજ જગતમાં ત્રિકાળ જયવંત વર્તે છે; અર્થાત્ તેમનું અસ્તિત્વ જગતમાં ત્રણે કાળ રહે છે. જો મહત્તત્ત્વ મહનીય મહ: મહાધામ ગુણધામ; ચિદાનંદ પરમાતમા, વંદો રમતા રામ. ૫ હવે સિદ્ધ પરમાત્માની સ્તુતિ કરે છેઃ અર્થ–મહત્તત્ત્વ એટલે જગતના સર્વ તત્ત્વોમાં જે મહાનતત્ત્વ સ્વરૂપ એવા પરમાત્મતત્ત્વસ્વરૂપ છે, મહનીય એટલે પૂજવા યોગ્ય છે જેનો મહ: અર્થાતુ તેજપ્રભાવ એવા તેજસ્વી જ્ઞાનવંત છે, મહાધામ એટલે આત્માના શાશ્વત ઘરરૂપ સિદ્ધાલયમાં જે બિરાજમાન છે, આત્માના સર્વ ગુણો જેનામાં વસેલા હોવાથી ગુણધામ છે. જે ચિદાનંદ એટલે ચૈતન્યસ્વરૂપ અને આનંદસ્વરૂપ છે, જે પરમોત્કૃષ્ટ શુદ્ધ આત્મા હોવાથી પરમાત્મા છે, તથા પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં જ સદા રમણતા કરનાર હોવાથી રમતા રામ છે. એવા સિદ્ધ પરમાત્માને હું પરમ ભક્તિભાવે વંદન કરું છું. આપણા Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃકાળની સ્તુતિ 3 તીન ભુવન ચૂડારતન, સમ શ્રી જિનકે પાય; નમત પાઇએ આપ પદ, સબ વિધિ બંધ નશાય. ૬ હવે ભગવાનના ચરણકમળની મહાનતા દર્શાવે છેઃઅર્થ—તીનભુવન એટલે ત્રણેય લોકમાં ચૂડામણિરત્ન સમાન ભગવાનના પાય એટલે ચરણકમળ છે. ચૂડા એટલે મુગટ, તેમાં રહેલો ણિ તે ચૂડામણિરત્ન. મુગટમાં જેમ મણિ શોભે તેમ ત્રણેય લોકમાં ભગવાનના ચરણકમળ શોભા પામે છે. કારણ તેને નમતાં આપ પદ એટલે પોતાના આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે, તથા સબ વિધિ એટલે સર્વ પ્રકારના કર્મબંધનનો નાશ થાય છે. કા નમું ભક્તિભાવે, ઋષભ જિન શાંતિ અઘ હરો, તથા નેમિ પાર્શ્વ, પ્રભુ મમ સદા મંગલ કરો; મહાવીરસ્વામી, ભુવનપતિ કાપો કુમતિને, જિના શેષા જે તે, સકલ મુજ આપો સુમતિને. ૭ આ ગાથા વડે ચોવીસ ભગવાનની સ્તુતિ કરે છેઃ— અર્થ—હું ભક્તિભાવપૂર્વક રાગદ્વેષને જીતનાર એવા જિનેશ્વર શ્રી ઋષભદેવ તથા શ્રી શાંતિનાથ પ્રભુને નમસ્કાર કરી વિનંતી કરું છું કે નાથ ! મારા સર્વ અઘ એટલે પાપોને હરો અર્થાત્ તેનો નાશ કરો. તથા હે શ્રી નેમિનાથ અને શ્રી પાર્શ્વપ્રભુ ! મારું સદા મંગલ એટલે કલ્યાણ કરો. હે ત્રણ ભુવનના પતિસ્વરૂપ એવા શ્રી મહાવીર સ્વામી પ્રભુ! મારી સર્વ કુમતિ એટલે મિથ્યા માન્યતાઓને કાપી તેને દૂર કરો. વળી શેષ રહેલા સર્વ જિનેશ્વરો જે છે તે સર્વે મને, સુમતિ અર્થાત્ સમ્યબુદ્ધિના આપનાર થાઓ; જેથી મને સમ્યક્દર્શનની પ્રાપ્તિ થઈ મારું કલ્યાણ થાય. IIII અહંતો ભગવંત ઇન્દ્રમહિતાઃ સિદ્ધાશ્વ સિદ્ધિસ્થિતાઃ આચાર્યા જિનશાસનોન્નતિક૨ાઃ પૂજ્યા ઉપાધ્યાયકાઃ શ્રીસિદ્ધાન્તસુપાઠકા મુનિવ૨ા રત્નત્રયારાધકાઃ પંચે તે પરમેષ્ઠિનઃ પ્રતિદિનં કુવતુ વો મંગલમૂ. ૮ હવે પંચપરમેષ્ઠિ ભગવંતની સ્તુતિ કરે છે ઃ– અર્થ—કર્મરૂપી અરિ એટલે શત્રુઓને હણનાર એવા અરિહંત ભગવંત, જે ઇન્દ્રાદિકથી પણ મહિતાઃ એટલે પૂજાયેલા છે. તથા સિદ્ધિસ્થિતાઃ એટલે સિદ્ધ સ્થાનરૂપ મોક્ષમાં જ અનંત સુખાનંદમાં બિરાજમાન એવા સિદ્ધ ભગવાન, ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ જિનશાસનની ઉન્નતિ કરનાર એવા પૂજ્યશ્રી આચાર્ય ભગવાન, તથા શ્રી સિદ્ધાંતસુપાઠકા એટલે સિદ્ધાંતના પઠન પાઠનમાં તત્પર એવા પૂજ્યશ્રી ઉપાધ્યાય ભગવાન, જે પોતે ભણે અને અન્ય મુનિઓને પણ ભણાવે તેમજ સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયને આરાધનારા મુનિવરો, એવા હે પંચે એટલે પાંચેય પરમેષ્ઠિ ભગવંતો! પ્રતિદિનં કુર્વંતુ વો મંગલમ્ એટલે પ્રતિદિન અમારું મંગલ કરો, અર્થાત્ અમારા પાપને ગાળી નાખી, અમને નિરાકુળ સુખ આપી અમારું કલ્યાણ કરો. ।।૮।। * ભક્તામરપ્રણતમૌલિમણિપ્રભાણાદલિતપાપતમોવિતાનમ્ મુદ્યોતક સમ્યક્પણમ્ય જિનપાદયુગં યુગાદા વાલંબનં ભવજલે પતતાં જનાનામૂ. ૯ આ ગાથામાં મહાન શ્રી ઋષભજિનેશ્વરના ચરણકમળમાં પ્રણામ કરે છેઃ શબ્દાર્થઃ—ભક્તામર—ભક્ત એવા અમરો એટલે દેવોના, પ્રણત મૌલિમણિપ્રભાણામ્—નમેલા મુગટોમાં રહેલી મણિઓની કાંતિને, ઉદ્યોતકં—તેજસ્વી કરનાર, દલિત પાપતમો વિતાનમ્—પાપરૂપી અંધકારના સમૂહને નાશ કરનાર, સમ્યક્—સારી રીતે, પ્રણમ્ય—નમસ્કાર કરીને, જિનપાદ-યુગં—જિનેશ્વરના બે ચરણને, યુગાઢૌયુગની આદિમાં, આલંબનં– આધારભૂત, ભવજલે—સંસાર સમુદ્રમાં, પતતાં—પડતા, જનાનામ્—ભવ્ય પ્રાણીઓને. અર્થ—ભક્ત દેવોના (પ્રભુના ચરણમાં નમેલા) મુગટોમાં રહેલા મણિઓની કાંતિને તેજસ્વી કરનાર, પાપરૂપી અંધકારના સમૂહને નાશ કરનાર તથા યુગની આદિમાં (ત્રીજા આરાના અંતમાં અને ચોથા આરાની શરૂઆતમાં) સંસાર સમુદ્રમાં પડતા ભવ્ય પ્રાણીઓને આધારભૂત એવા શ્રી ઋષભ જિનેશ્વરના બે ચરણકમળમાં મન વચન કાયાએ કરી રૂડી રીતે પ્રણામ કરું છું. ।।૯।। યઃ સંસ્તુતઃ સકલવામયતત્ત્વબોધાદુદ્ભુતબુદ્ધિપરુભિઃ સુરલોકનાથેઃ સ્તોત્રંર્જગત્ ત્રિતયચિત્તહરેરુદારે: સ્તોલ્યે કિલાહમપિ તં પ્રથમં જિનેન્દ્રમ્. ૧૦ હવે શ્રી ઋષભ જિનેશ્વરની, ઇન્દ્રોની જેમ ભાવપૂર્વક સ્તુતિ કરવાનો સ્વયં Page #5 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ પ્રભુદર્શનર્સે પામીએ, સકલ મનોરથ-સિદ્ધિ. ૧૩. અર્થ-પ્રભુના દર્શન કરવાથી સુખ સંપત્તિ પ્રાપ્ત થાય છે. પ્રભુના દર્શન એ જ નવનિધાન છે, કારણ કે ભગવાનના દર્શન વડે સકલ એટલે સર્વ પ્રકારના મનોરથ-સિદ્ધિ એટલે સાંસારિક અથવા આત્મિક મનોરથ સિદ્ધ થાય છે. (૧૩) જીવડા જિનવર પૂજીએ, પૂજાનાં ફળ હોય; રાજ નમે પ્રજા નમે, આણ ન લોપે કોય. પ્રાતઃકાળની સ્તુતિ નિશ્ચય કરે છે - અર્થ-ય-જે, સંસ્તુતઃ-સારી રીતે સ્તુતિ કરાયા છે. સકલ-વાડ્મયતત્ત્વ-બોધાતુ-સમગ્ર શાસ્ત્રોના તત્વના જ્ઞાનથી, ઉદ્ભૂત બુદ્ધિ પટુભિઃ—ઉત્પન્ન થયેલી બુદ્ધિની કુશળતાવાળા, સુરલોકનાથેઃ–દેવલોકના સ્વામી-ઇન્દ્રોએ, સ્તોત્ર-સ્તોત્રો વડે, જગત્રિતયચિત્તહરે -ત્રણ જગતના મનને હરનાર, ઉદારે મહાનુ, સ્તોથે-સ્તવીશ, કિલ-નિરો, અહં–હું, અપિ-પણ, તં–તે, પ્રથમ–પહેલા, જિનેન્દ્રમ્—જિનેશ્વરને. અર્થ- સમગ્ર શાસ્ત્રોના તત્ત્વના જ્ઞાનથી ઉત્પન્ન થયેલી બુદ્ધિની કુશળતાવાળા, દેવલોકના સ્વામી ઇન્દ્રોએ ત્રણ જગતના મનને હરનાર એવા મહાન સ્તોત્રો-વડે જેમને સ્તવ્યા છે તે પ્રથમ જિનેશ્વર (શ્રી ઋષભદેવ)ને હું પણ નિશ્ચ સ્તવીશ. ll૧૦ના દર્શન દેવદેવસ્ય, દર્શન પાપનાશનમ્; દર્શનં સ્વર્ગસોપાનં, દર્શનં મોક્ષસાધનમ્. ૧૧ હવે ત્રણ ગાથાઓ વડે ભગવાનના દર્શનનું માહાસ્ય દર્શાવે છેઃ અર્થ–કોનું દર્શન કરવા યોગ્ય છે? તોકે દેવદેવસ્ય એટલે દેવોના પણ દેવ એવા શ્રી અરિહંત વીતરાગ પરમાત્માનું દર્શન કરવા યોગ્ય છે. કે જેના દર્શન કરવાથી ભાવોમાં શુભ ભાવનો સંચાર થાય છે અને પાપભાવનો નાશ થાય છે, અઢાર દૂષણ રહિત એવા અરિહંત દ્વારા પ્રકાશેલ સધર્મની શ્રદ્ધા કરવારૂપ દર્શન, તે તો સ્વર્ગમાં જવાને માટે સોપાન અર્થાત્ પગથીયા સમાન છે. તથા ભગવાનના દર્શનથી પ્રગટેલ સમ્યગ્દર્શન તે તો જીવને સાક્ષાત્ મોક્ષનું સાધન થાય છે. ૧૧ | દર્શનાર્દૂ દુરિતધ્વસિ, વંદનાદું વાંચ્છિતપ્રદર પૂજનાત્ પૂરકઃ શ્રીણાં, જિનઃ સાક્ષાત્ સુરક્મઃ ૧૨ અર્થ–સમ્યગ્દર્શન તે દુરિતધ્વસિ એટલે સર્વ પ્રકારના ઉપદ્રવનો ધ્વસ એટલે નાશ કરનાર છે. ભગવાનને વંદન કરવાથી વાંચ્છિતપ્રદઃ એટલે ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. તથા ભગવાનની ભાવથી પૂજા કરવાથી શ્રીણાં એટલે આત્મલક્ષ્મી અર્થાતુ આત્મગુણોની, પૂરકઃ એટલે પૂર્તિ થાય છે અર્થાતુ પ્રાપ્તિ થાય છે. માટે જિનેશ્વર ભગવાન તે સાક્ષાત્ સુરદ્યુમઃ એટલે કલ્પવૃક્ષ સમાન છે. ll૧૨ા પ્રભુદર્શન સુખસંપદા, પ્રભુદર્શન નવનિધિ; હવે ભગવાનની પૂજાનું માહાસ્ય દર્શાવે છેઃ અર્થ– હે જીવો! જિનેશ્વર ભગવંતની પૂજા કરો. પૂજા કરવાથી સ્વર્ગ અને ક્રમે કરી મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. વળી પૂજાના પુણ્ય વડે અહીં ચક્રવર્તી આદિની પદવી અથવા આચાર્ય, ઉપાધ્યાય આદિની પદવી પ્રાપ્ત થશે, જેથી રાજા કે પ્રજા સર્વ નમશે; તથા તમારી આજ્ઞાનો કોઈ પણ લોપ કરશે નહીં. l/૧૪ કુંભે બાંધ્યું જળ રહે, જળ વિણ કુંભ ન હોય; (ત્યમ) જ્ઞાને બાંધ્યું મન રહે,(સ૬)ગુરુ વિણ જ્ઞાન ન હોય.૧૫ હવે ચાર ગાથાઓ વડે સદ્ગુરુ ભગવંતનું માહાસ્ય જણાવે છે: અર્થ-જળ જેમ કુંભ એટલે ઘડાના આધારે રહે છે. પણ જળ વગર તે ઘડો બનતો નથી. તેમ જ્ઞાનવડે એટલે સાચી સમજણ વડે મન વશ થાય છે, પણ સદ્ગુરુ વિના તે સાચી સમજણ આવતી નથી. II૧૫ના ગુરુ દીવો, ગુરુ દેવતા, ગુરુ વિણ ઘોર અંધાર; જે ગુરુ વાણી વેગળા, ૨ડવડીઆ સંસાર, ૧૬ અર્થ સદ્દગુરુ ભગવંત અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરવા માટે દીપક સમાન છે. સદ્દગુરુ છે તે દેવ સમાન છે અથવા કર્મમળને બાળવા માટે દેવતા જેવાં છે. સદ્ગ વિના જગતમાં અજ્ઞાનરૂપ ઘોર અંધકાર વ્યાપ્ત છે. જે સગુરુની વાણીથી વેગળા છે અર્થાત્ પુણ્યના અભાવે જે સદ્ગુરુની વાણી સાંભળીને તેમની આજ્ઞા પ્રમાણે ચાલતા નથી તે જીવો ચારગતિરૂપ સંસારના દુઃખોને વારંવાર ભોગવતાં તેમાં જ રઝળ્યા કરે છે. ll૧૬. તનકર મનકર વચનકર, દેત ન કાહુ દુઃખ; કર્મ રોગ પાતિક ઝરે, નિરખત સદ્ગુરુમુખ. ૧૭ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃકાળની સ્તુતિ અર્થ-જે તનથી, મનથી કે વચનથી પણ કોઈને દુ:ખ આપતા નથી એવા સદ્ગુરુ ભગવંતના પવિત્ર મુખારવિંદના દર્શન કરવા માત્રથી પણ કર્મરોગથી ઉત્પન્ન થતા પાપો ઝરી જાય છે અર્થાતુ નાશ પામે છે. I૧ળા. દરખતમેં ફલ ગિર પડ્યા,બૂઝી ન મનકી પ્યાસ; ગુરુ મેલી ગોવિંદ ભજે, મિટે ન ગર્ભાવાસ. ૧૮ અર્થ-કોઈ તળાવના કિનારે રહેલ વૃક્ષના ફળને તરસ લાગી. તેથી પાણી પીવા તે વૃક્ષથી છૂટું પડીને સીધું તળાવમાં પડ્યું. પણ તેમ કરવાથી તેની તરસ તો ન છિપી પણ તે કોહવાઈને નાશ પામ્યું. કારણકે વૃક્ષના ફળને પાણી તો વૃક્ષના મૂળ દ્વારા મળે છે. તેમ સદ્ગુરુ દ્વારા પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. પણ જે જીવો સશુરુના અવલંબનને મૂકી દઈ સીધા ગોવિન્દ એટલે પરમાત્માને ભજવા જાય, તો તેને પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને તે થયા વિના ગર્ભાવાસ એટલે વારંવાર ગર્ભમાં જન્મ લઈ મરણાદિ દુઃખ પામવાનું પણ મેટતું નથી. II૧૮. ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન. ૧૯ આ ગાથામાં ભાવ સહિત ક્રિયાનું માહાસ્ય દર્શાવે છેઃ અર્થ-હે ભવ્યો! હૃદયના સાચા ભાવ સહિત જિનવર કે સગુરુની પૂજા ભક્તિ આદિ કરીએ. કોઈને દાન આપીએ તો પણ ભાવથી આપીએ. તથા સહજાત્મસ્વરૂપની કે આત્માની ભાવના ભાવીએ તે પણ ખરા ભાવોલ્લાસથી ભાવીએ, કે જે ભાવના ભાવતાં જીવ કેવળજ્ઞાનને પામી જાય. આખા જૈનધર્મનો આધાર ભાવ ઉપર છે. ભાવ વગરની ગમે તેટલી ધર્મક્રિયા પણ મોક્ષફળને આપનાર થતી નથી. //૧૯ો ભાવે ભરતેશ્વર તર્યો, ભાવે તર્યો ભુજંગ; ભાવે લંકાપતિ તર્યો, ભાવે કર્યો કુરંગ.” હવે બે ગાથાઓ વડે સર્વ પ્રકારે હિત કરનાર એવા પરમાત્માનું માહાત્મ દર્શાવે છે – – માતા – પિતા જૈવ, – ગુરુવં બાંધવઃ ત્વમેકઃ શરણં સ્વામિનું, જીવિત જીવિતેશ્વરઃ ૨૦ અર્થ-હે પરમકૃપાળુ પરમાત્મા, તમે જ મારી માતા છો, તમે જ મારા ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ પિતા છો, તમે જ મારા સાચા સદગુરુ છો, તમે જ મારા ખરા બાંધવ છો. તમારું જ મને એક અનન્ય શરણ છે. હે સ્વામિન્! તમે જ મારા જીવનપ્રાણ છો. તથા તમે જ મારા જીવનદાતા ઈશ્વર છો. ૨૦ણા. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ ભ્રાતા ચ સખા ત્વમેવ; ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવદેવ. ૨૧ અર્થ–હે પ્રભુ! તમે જ મારી માતા તથા તમે જ મારા પિતા છો. તમે જ ભ્રાતા તથા મોક્ષનો માર્ગ બતાવનાર હોવાથી તમે જ મારા ખરા મિત્ર છો. તમે જ સતુવિદ્યા આપનાર છો તથા તમે જ દ્રવિણં એટલે સાચું આત્મધન આપનાર છો. તેથી હે દેવોના પણ દેવ! તમે જ મારું સર્વ પ્રકારે હિત કરનાર છો. ર૧ યસ્વર્ગાવતરોત્સવે પદભવજન્માભિષેકોત્સવ યદ્દીક્ષાગ્રહણોત્સવે યદખિલજ્ઞાનપ્રકાશોત્સવ યન્નિર્વાણગમોત્સવે જિનપતેઃ પૂજાભુત તભવૈઃ સંગીતસ્તુતિમંગલેઃ પ્રસરતાં મે સુપ્રભાતોત્સવઃ ૨૨ આ ગાથામાં ભગવાનના પંચકલ્યાણક કરી ઇન્દ્રો અને દેવો જે આનંદથી ભક્તિ સ્તુતિ કરે છે તેવું હું પણ ભાવથી પ્રતિદિન કરું એવી ભાવના દર્શાવે છેઃ અર્થ–ભગવાન, યસ્વર્ગાવતરોત્સવે-જ્યારે સ્વર્ગમાંથી અવતરી માતાના ગર્ભમાં આવે છે ત્યારે ઇન્દ્રાદિ દેવો તેમના ગર્ભકલ્યાણકનો અથવા અવન કલ્યાણકનો ઉત્સવ કરે છે. તેવી જ રીતે ભગવાન પદભવજન્માભિષેકોત્સવે જ્યારે જન્મ લે છે ત્યારે ઇન્દ્રાદિ દેવો ભગવાનને મેરુ પર્વત ઉપર લઈ જઈ ત્યાં પાંડુક શિલા ઉપર અભિષેક કરી ઉત્સવ કરે છે. તેમજ યદ્દીક્ષાગ્રહણોત્સવે-જ્યારે દીક્ષા ગ્રહણ કરે છે, ત્યારે ભગવાનના દીક્ષા કલ્યાણકનો ઉત્સવ, પછી યદખિલજ્ઞાનપ્રકાશોત્સવે-જ્યારે અખિલ જ્ઞાનપ્રકાશ એટલે કેવળજ્ઞાન પ્રકાશિત થાય છે ત્યારે તેનો ઉત્સવ, તથા યુનિર્વાણગમોત્સવે-જ્યારે ભગવાન નિર્વાણ એટલે મોક્ષગમન કરે છે ત્યારે ફરી ઉત્સવ કરે છે. આમ ગર્ભ, જન્મ, દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ એવા પંચ કલ્યાણકના ઉત્સવ કરી જિનપતેઃ પૂજાદ્ભુતં તદ્ ભવઃ-જિનપતિ ભગવાનની અદ્ભુત પૂજા રચે છે, સંગીતસ્તુતિમંગલેઃસંગીત-સહ સ્તુતિ મંગલ વડે ઇન્દ્રો અને દેવો જે આનંદ કરે છે; તેવો આનંદ ભક્તિ સત્સંગ વડે મારા જીવનમાં પણ પ્રસરતાં એટલે પ્રસરીને, Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃકાળની સ્તુતિ મેસુપ્રભાતોત્સવઃ- મારો પ્રભાતકાળ પણ પ્રતિદિન સારી રીતે ઉત્સવવાળો થાઓ. એવી આપ પ્રભુ પ્રત્યે મારી પ્રાર્થના છે. ૨૨ાા ચૈત્યવંદન સૂત્રો (વિધિ સહિત) શ્રી નવકાર મંત્ર નમો અરિહંતાણં ૧. નમો સિદ્ધાણં ૨. નમો આયરિયાણં ૩. નમો ઉવજઝાયાણં ૪. નમો લોએ સવ્વસાહૂણં ૫. એસો પંચ નમુક્કારો ૬. સવ્ય પાવપણાસણો ૭, મંગલાણં ચ સવ્વસિં ૮. પઢમં હવઈ મંગલં ૯, શબ્દાર્થ :નમો અરિહંતાણં-અરિહંત ભગવાનને નમસ્કાર હો. નમો સિદ્ધાણંસિદ્ધ ભગવંતને નમસ્કાર હો. નમો આયરિયાણં–આચાર્ય ભગવંતને નમસ્કાર હો. નમો ઉવન્ઝાયાણં–ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર હો. નમો લોએ સવ્વસાહૂણં–લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતને મારા નમસ્કાર હો. લોએ લોકમાં. એ શબ્દ અંતદીપક છે, તેથી પાંચેયને લાગુ પડે; એટલે કે લોકમાં જ્યાં જ્યાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ભગવંત રહેલા હોય તે સર્વને મારા નમસ્કાર હો. એસો પંચ નમુક્કારો-આ પાંચને કરેલો નમસ્કાર, સવ પાવપણાસણો-સર્વ પાપોનો વિનાશ કરનાર છે. મંગલાણં–મંગલોનું. ચઅને. સલૅસિં-સર્વેનું. પઢમં–પહેલું. હવઈ–છે. મંગલ-મંગલ. સર્વમાં આ પહેલું માંગલિક છે. શ્રી પ્રણિપાત અર્થાતુ ખમાસમણ સૂત્ર ઇચ્છામિ ખમાસમણો!વંદિઉં જાવણિજાએ નિસીહિઆએ મત્યએણ વંદામિ | શબ્દાર્થ:- ઇચ્છામિ-ઇચ્છું છું, ખમાસમણો-હે ક્ષમાશ્રમણ તપસ્વી, વંદિઉં– વાંદવાને, જાવણિજ્જાએ-યથાશક્તિ, નિસિહિઆએ-પાપવ્યાપારોનો ત્યાગ કરીને, મયૂએણ-મસ્તક વડે, વંદામિ–વાંદું છું. અર્થસંકલના :હે ક્ષમાશ્રમણ તપસ્વી! આપને વાંદવાને ઇચ્છું છું. યથાશક્તિ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ પાપવ્યાપારોનો ત્યાગ કરીને, મસ્તક નમાવીને આપને વંદન કરું છું. શ્રી ઇરિયાવહીય સૂત્રો ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઇરિયાવહિયં પડિક્કમામિ | ઇચ્છે II ઇચ્છામિ પડિક્કમિઉં ૧પ ઇરિયાવદિયાએ વિરાહણાએ ારા ગમણાગમણે 3 પાણક્કમણે, બીય%મણે, હરિયક્રમશે. ઓસા ઉનિંગ પણગ-દગમટ્ટી-મક્કડા સંતાણા અંકમણે તાજા જે મે જીવા વિરાહિયા, પપા એગિંદિયા, બેઇંદિયા, તેઇંદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા પાકા અભિહયા, વરિયા, લેસિયા, સંઘાઇયા, સંઘક્રિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણ સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છા મિ દુક્કડંIકા શબ્દાર્થ - ઇચ્છાકારેણ-સ્વેચ્છાથી, સંદિસહ આજ્ઞા આપો. ભગવનુ-હે ભગવન્! ઇરિયાવહિયં પડિક્કમામિ-હું ઐર્યાપથિકી ક્રિયાનું પ્રતિક્રમણ કરું છું. ઇર્યાપથને લગતી ક્રિયા તે ઐર્યાપથિકી. ઈર્યાપથ-જવા આવવાનો રસ્તો. પ્રતિક્રમણ-પાછા ફરવાની ક્રિયા. પ્રતિ-પાછું. ક્રમણ-ફરવું તે. ઇચ્છ–ઇચ્છું છું. ઇચ્છામિ-ઇચ્છું છું. પડિક્કમિઉં-પ્રતિક્રમણ કરવાને, ઇરિયાવહિયાએ વિરાહણાએ- ઐર્યાપથિકી ક્રિયા અંગે લાગેલા અતિચારથી. વિરાધના-વિકૃત થયેલ આરાધના દોષ. ગમણામગણે-કાર્ય પ્રયોજને જવામાં અને ત્યાંથી પાછા વળવામાં. પાણ-ક્કમણ-પ્રાણીઓને ચાંપતાં બીય-ક્કમણે-બીજને ચાંપતાં. હરિય ક્રમશે- લીલોતરીને ચાંપતાં.ઓસા-ઉસિંગ-પગ-દગ-મટ્ટી--મક્કડાસંતાણા-સંક્રમણ-ઝાકળ, કીડિયારું, લીલ-ફૂગ, કાદવ અને કરોળિયાની જાળને ચાંપતાં. ઓસા-ઝાકળ, ઉસિંગ-કીડિયારું. પણગ-લીલફુગ. દગમટ્ટી-કાદવ. મકડા-સંતાણા-કરોળિયાની જાળ. જે જીવા-જે પ્રાણીઓ. મે વિરાહિમા-મારાથી દુઃખ પામ્યા હોય. એબિંદિયા-એક ઇન્દ્રિયવાળા જીવો. બેઇંદિયા-બે ઇન્દ્રિયવાળા જીવો. તેઇંદિયા-ત્રણ ઇન્દ્રિયવાળા જીવો. ચઉ” રદિયા-ચાર ઇન્દ્રિયવાળા જીવો. પંચિંદિયા-પાંચ ઇન્દ્રિયવાળા જીવો. અભિયા–લાતે મરાયા હોય. વરિયા- ધૂળવડે ઢંકાયા હોય. લેસિયા-ભોંય સાથે ઘસાયા હોય. સંઘાઈયા-અરસપરસ શરીરો દ્વારા અફળાયા હોય. સંઘઢિયા-થોડો સ્પર્શ કરાયા હોય. પરિયાવિયા- દુ:ખ ઉપજાવાયું હોય. Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃકાળની સ્તુતિ ૧૧ કિલામિયા-ખેદ પમાડાયા હોય. ઉવિયા-બીવરાવાયા હોય. ઠાણાઓઠાણું—એક સ્થાનેથી બીજે સ્થાને. સંકામિયા–ફેરવાયા હોય. જીવિયાઓ વવરોવિયા-જીવનથી છૂટા કરાયા હોય. તસ્સ-તે સર્વ અતિચારનું. મિચ્છા–મિથ્યા. મિ–મારું. દુક્કડં-દુષ્કૃત. અર્થ- સંકલના હે ભગવંત! સ્વેચ્છાથી ઇર્યાપથિકી-પ્રતિક્રમણ કરવાની મને આજ્ઞા આપો. ગુરુ તેને પ્રત્યુત્તરમાં-‘પડિક્કમેહ’-‘પ્રતિક્રમણ કરો' એમ કહે એટલે શિષ્ય કહે કે—હું ઇચ્છું છું. આપની એ આજ્ઞા સ્વીકારું છું. હવે હું રસ્તે ચાલતાં થએલી જીવ-વિરાધનાનું પ્રતિક્રમણ અન્તઃકરણની ભાવનાપૂર્વક શરુ કરું છું. જતાં આવતાં મારા વડે ત્રસજીવ, બિયાં, લીલોતરી, ઝાકળનું પાણી, કીડીનાં દર, સેવાળ, કાચું પાણી, માટી કે કરોળિયાની જાળ વગે૨ે ચંપાયા હોય; જતાં-આવતાં મારાવડે જે કોઈ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચતુરિન્દ્રિય કે પંચેન્દ્રિય જીવોની વિરાધના થઈ હોય; જતાં-આવતાં મારાવડે જીવો ઠોકરે મરાયા હોય, ધૂળે કરીને ઢંકાયા હોય, ભોંય સાથે ઘસાયા હોય, અરસપરસ શરીરો વડે અફળાવાયા હોય, થોડા સ્પર્શાયા હોય, દુઃખ ઉપજાવાયા હોય, ખેદ પમાડાયા હોય, બીવરાવાયા (ત્રાસ પમાડાયા) હોય, એક સ્થાનેથી બીજે સ્થાને ફેરવાયા હોય કે પ્રાણથી છૂટા કરાયા હોય, અને તેથી જે કાંઈ વિરાધના થઈ હોય, તે સંબંધી મારું સઘળું દુષ્કૃત મિથ્યા થાઓ. શ્રી તસ્સ ઉત્તરી સૂત્ર તસ્સ ઉત્ત૨ીક૨ણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસોહીકરણેણં, વિસલ્લીકરણેણં, પાવાણું કમ્માણં નિગ્ધાયણઠ્ઠાએ, ઠામિ કાઉસ્સગ્યું. ૧ શબ્દાર્થ તસ્સ—તેનું જે જીવવિરાધનાનું પ્રતિક્રમણ કર્યું તેનું અનુસંધાન કરીને આ સૂત્ર કહેવાય છે. ઉત્તરી-રણેણં—વિશેષ આલોચના અને નિંદા કરવા વડે. પાયચ્છિત્ત-કરણેણં–પ્રાયશ્ચિત્તઃ કરવા વડે. વિસોહી-કરણેણ–વિશેષ ચિત્તશુદ્ધિ કરવા વડે. વિસલ્લી-ક૨ણેણ—ચિત્તને શલ્યરહિત કરવા વડે. પાવાગં કમ્માણપાપકર્મોનો. નિગ્ધાયણઢ્ઢાએ—સંપૂર્ણ નાશ કરવા માટે. ઠામિ કાઉસ્સગ્ગ– કાયોત્સર્ગ કરું છું. અર્થ-સંકલના– ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ જીવ વિરાધનાનું મેં જે પ્રતિક્રમણ કર્યું તેનું અનુસંધાન કરીને આ સૂત્ર કહું છું. વિશેષ આલોચના અને નિન્દા કરવા વડે, પ્રાયશ્ચિત્ત કરવા વડે, ચિત્તની વિશેષ શુદ્ધિ કરવા વડે તથા ચિત્તને શલ્ય રહિત કરવા વડે, પાપકર્મોનો સંપૂર્ણ નાશ કરવા માટે હું કાયોત્સર્ગ કરુ છું. શ્રી અન્નત્ય ઊસસિએણં સૂત્ર ૧૨ અન્નત્ય ઊસસિએણં નીસસિએર્ણ ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧ સુહુમેહિં અંગસંચાલેહિં, સુદુમેહિં ખેલસંચાલેહિં, સુહુમેહિં દિનાિસંચાલેહિં; ૨ એવમાઇએહિં આગારેહિં, અભગ્ગો અવિાહિઓ, હુ મે કાઉસ્સગ્ગો; ૩ જાવ અરિહંતાણં, ભગવંતાણં, નમુક્કારેણં ન પા૨ેમિ ૪ તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં વોસિરામિ, ૫ શબ્દાર્થ અન્નત્થ—નીચેના અપવાદપૂર્વક. ઊસસિએર્ણ —શ્વાસ લેવાથી, નીસિએણં -શ્વાસ મૂકવાથી. ખાસિએણં-ઉધરસ આવવાથી. છીએણં – છીંક આવવાથી. જંભાઈએણં—બગાસું આવવાથી. ઉડ્ડએણં–ઓડકાર આવવાથી. વાયનિસગેણં-વા-છૂટ થવાથી. ભમલીએ–ચક્કર આવવાથી. પિત્તમુચ્છાએ—પિત્ત ચડવાને લીધે બેભાન થવાથી. સુહુમહિં અંગ-સંચાલે િં—રૂંવાડાં ચડી આવવા આદિ ક્રિયાથી. સુહુમેહિં ખેલ-સંચાલે િં–સૂક્ષ્મ રીતે શરીરની અંદર કફ તથા વાયુનો સંચાર થવાથી. સુહુમેહિં દિઠ્ઠિ સંચાલેહિં –સૂક્ષ્મ રીતે દૃષ્ટિ ફરકી જવાથી. એવમાઈએહિં આગારેહિં—ઇત્યાદિ (અપવાદના) પ્રકારો વડે. અભગ્ગો– ભાંગેલો નહિ તેવો. અવિરાહિઓ–ખંડિત નહિ થયેલો તેવો. હુજ્જ–હોજો. મે–મારો. કાઉસ્સગ્ગો—કાયોત્સર્ગ જાવ–ત્યાં સુધી. અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં—અરિહંત ભગવાનના નમસ્કાર વડે, અર્થાત્ ‘નમો અરિહંતાણં’ પદ વડે. ન પારેમિ—પૂર્ણ કરું નહિ. તાવ–ત્યાં સુધી. કાર્ય—શરીરને. ઠાણેણં-સ્થાન વડે. મોણેણં-વાણી-વ્યાપાર સદંતર બંધ કરીને. ઝાણેણં—ધ્યાન વડે. અપ્પાણં—મારી. (કાયાને) વોસિરામિ—તદ્દન તજી દઉં છું. અર્થ-સંકલના– Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧3 પ્રાતઃકાળની સ્તુતિ શ્વાસ લેવાથી, શ્વાસ મૂકવાથી, ઉધરસ આવવાથી, છીંક આવવાથી, બગાસું આવવાથી, ઓડકાર આવવાથી, વા છૂટ થવાથી, ચક્કર આવવાથી, પિત્તને લીધે મૂર્છા આવવથી, શરીરનું સૂક્ષ્મ રીતે ફુરણ થવાથી, શરીરમાં કફ વગેરેનો સૂક્ષ્મ રીતે સંચાર થવાથી, સ્થિર રાખેલી દ્રષ્ટિ સૂક્ષ્મ રીતે ફરકી જવાથી તથા અગ્નિસ્પર્શ, શરીરછેદન અથવા સન્મુખ થતો પંચેન્દ્રિય-વધ, ચોર કે રાજાની દખલગીરી અને સર્પદંશ એ કારણો ઉપસ્થિત થવાથી જે કાયવ્યાપાર થાય, તેનાથી મારો કાયોત્સર્ગ ભાંગે નહિ કે વિરાધિત થાય નહિ, એવી સમજ સાથે હું ઊભો રહીને મૌન ધારણ કરું છું તથા ચિત્તને ધ્યાનમાં જોડું છું અને જ્યાં સુધી “નમો અરિહંતાણં’ એ પદ બોલીને કાયોત્સર્ગ પારું નહિ, ત્યાં સુધી મારી કાયાનો સંપૂર્ણ ત્યાગ કરું છું. (એક લોગસ્સ અથવા ચાર નવકારનો કાઉસગ્ગ કરવો, પછી “નમો અરિહંતાણં'' કહી કાઉસગ્ગ પારી પ્રગટ લોગસ્સ નીચે પ્રમાણે કહેવો.) શ્રી લોગસ્સ સૂત્રો લોગસ્સ ઉજ્જઅગરે, ધમ્મતિથયરે જિશે. અરિહંતે કિgઇટ્સ, ચઉવીસંપિ કેવલી. ૧ ઉસભામજિસં ચ વંદે, સંભવમભિગંદણં ચ સુમઈ ચ; પઉમખહં સુપાસ, જિર્ણ ચ ચંદખણં વંદે.૨ સુવિહિં ચ મુફદંત, સીઅલ-સિર્જસ-વાસુપૂરું ચ; વિમલમહંતં ચ જિ, ધર્મ સંર્તિ ચ વંદામિ. ૩ કુંથું અરં ચ મલ્લિ, વંદે મુણિસુવયં નમિજિર્ણ ચ; વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪ શબ્દાર્થ– લોગસ્સ-લોકનો. ઉજ્જો અગરે–પ્રકાશ કરનારાઓને. ધમ્મતિવૈયરેધર્મરૂપી તીર્થની સ્થાપના કરનારાઓને. જિણે-જિનોને. અરિહંતેઅહંતોને. કિન્નઈમ્સ–દું સ્તવું છું. ચઉવસં–ચોવીશને. પિ-પણ. કેવલી-કેવળજ્ઞાન મેળવનારાઓને. ઉસભં–શ્રી ઋષભદેવ નામના પ્રથમ તીર્થકરને. અજિઅં–શ્રી અજિતનાથ નામના બીજા તીર્થકરને. ચ–અને. વંદે–વંદુ છું. સંભવં–શ્રી સંભવનાથ નામના ત્રીજા તીર્થંકરને. અભિગંદણં–શ્રી અભિનંદન નામના ચોથા તીર્થકરને. સુમંઇ–શ્રી સુમતિનાથ નામના પાંચમા તીર્થંકરને. પઉમપહં– ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ શ્રી પડાપ્રભ નામના છઠ્ઠા તીર્થંકરને. સુપાસ–શ્રી સુપાર્શ્વનાથ નામના સાતમા તીર્થકરને, ચંદuહં–શ્રી ચંદ્રપ્રભ નામના આઠમા તીર્થકરને. સુવિહિં–શ્રી સુવિધિનાથ નામના નવમાં તીર્થકરને. ચ-અથવા. પુફદંતં- પુષ્પદંતને. શ્રી સુવિધિનાથનું આ બીજાં નામ છે. સીઅલ- સિક્વંસ-વાસુપૂજ઼– શ્રી શીતલનાથ નામના દસમા તીર્થકરને, શ્રી શ્રેયાંસનાથ નામના અગિયારમા તીર્થકરને તથા શ્રી વાસુપૂજ્ય નામના બારમા તીર્થંકરને. વિમલ–શ્રી વિમલનાથ નામના તેરમાં તીર્થકરને અણતં–શ્રી અનંતનાથ નામના ચૌદમા તીર્થકરને. ધર્મા–શ્રી ધર્મનાથ નામના પંદરમા તીર્થંકરને. સંતિ–શ્રી શાન્તિનાથ નામના સોળમા તીર્થંકરને. વંદામિ–વંદુ છું. કુંથું–શ્રી કુંથુનાથ નામના સત્તરમા તીર્થંકરને. અરં–શ્રી અરનાથ નામના અઢારમા તીર્થકરને. મલ્લિં–શ્રી મલ્લિનાથ નામના ઓગણીસમા તીર્થકરને. મુણિસુન્વયં–શ્રી મુનિસુવ્રતસ્વામી નામના વીસમા તીર્થકરને. વંદેવાંદું છુ. નમિજિર્ણ-શ્રી નમિનાથ નામના એકવીસમા તીર્થંકરને. રિટ્ટનેમિંશ્રી અરિષ્ટનેમિ અથવા નેમિનાથ નામના બાવીશમાં તીર્થકરને. પાસ–શ્રી પાર્શ્વનાથ નામના ત્રેવીસમા તીર્થંકરને. વંદામિ–વાંદું છું. તહ–તથા વદ્ધમાણુંશ્રી વર્ધમાનસ્વામી અથવા મહાવીરસ્વામી નામના ચોવીસમા તીર્થકરને. અર્થ-સંકલના ચૌદ રાજ લોકમાં રહેલી સર્વ વસ્તુઓનું સ્વરૂપ યથાર્થ રીતે પ્રકાશનારા, ધર્મરૂપી તીર્થને પ્રવર્તાવનારા, રાગ-દ્વેષના વિજેતા અને ત્રિલોક પૂજ્ય એવા ચોવીશ કેવલી ભગવંતોની હું સ્તુતિ કરું છું. ૧ શ્રી ઋષભદેવ, શ્રી અજિતનાથ, શ્રી સંભવનાથ, શ્રી અભિનંદન સ્વામી, શ્રી સુમતિનાથ, શ્રી પદ્મપ્રભ, શ્રી સુપાર્શ્વનાથ અને શ્રી ચન્દ્રપ્રભ જિનને હું વંદન શ્રી સુવિધિનાથ કે પુષ્પદન્ત, શ્રી શીતલનાથ, શ્રી શ્રેયાંસનાથ, શ્રી વાસુપૂજ્ય, શ્રી વિમલનાથ, શ્રી અનન્તનાથ, શ્રી ધર્મનાથ તથા શ્રી શાન્તિનાથ જિનને હું વંદન કરું છું. ૩ શ્રી કુંથુનાથ, શ્રી અરનાથ, શ્રી મલ્લિનાથ, શ્રી મુનિસુવ્રતસ્વામી, શ્રી નમિનાથ, શ્રી અરિષ્ટનેમિ, શ્રી પાર્શ્વનાથ તથા શ્રી વર્ધમાન જિન (શ્રી મહાવીર સ્વામી) ને હું વંદન કરું છું. ૪ એવં મએ અભિથુઆ, વિહુયરયમલા પહીણજ૨મરણા; ચઉવસંપિ જિણવરા, તિસ્થયરા મે પસીયંતુ. ૫ Page #10 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ શબ્દાર્થ ઇચ્છાકારેણ-આપની ઇચ્છાએ કરી. સંદિસહ-આજ્ઞા આપો. ભગવનું - પૂજ્ય! ચૈત્યવંદન કરું?-હું ચૈત્યવંદન કરું? ઇચ્છે–આપની આજ્ઞા મને માન્ય છે. ચૈત્યવંદનો પ્રાતઃકાળની સ્તુતિ કિરિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુગ્ન-બોરિલાભ, સમાણિવરમુત્તમ દિંતુ. ૬ ચંદેસુ નિમલયરા, આઇએસ અહિય પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭ શબ્દાર્થ એવં—એ પ્રકારે. મએ-મારા વડે. અભિથુઆ-નામપૂર્વક સ્તવાયા. વિહુયરય-મલા–રજ અને મલરૂપી કર્મને દૂર કરનારા. વિહુય-દૂર કરાયેલા. રય-બંધાતા કર્મ. મલ-પૂર્વે બંધાયેલા કર્મ. પહીણ-જર-મરણા-જરા અને મરણથી મુક્ત થયેલા. નાશ પામેલા. જરા-બુઢાપો. મરણ-મૃત્યુ. ચકવીસ પિચોવીસે પણ જિણવરા-જિનવરો. તિસ્થયરા- તીર્થકરો. મે—મારા ઉપર, પસીયંતુ- પ્રસન્ન થાઓ. જે એ-જે, એ લોગસ્સ-લોકને વિષે. ઉત્તમ-ઉત્તમ. સિદ્ધા-સિદ્ધ (કૃતકૃત્ય) થયેલા. આરુગોહિ-લાભ-કર્મ ક્ષય તથા જિન ધર્મની પ્રાપ્તિને. આરુગ્ગ-રોગ ન હોય તેવી સ્થિતિ એટલે કર્મક્ષય. બોહિ-લાભ-જિનધર્મની પ્રાપ્તિ. સમાણિવરં–ભાવસમાધિ ઉત્તમ-શ્રેષ્ઠ. હિંદુ-આપો. ચંદેસુ-ચંદ્રોથી નિમલપરા-વધારે નિર્મલ-સ્વચ્છ, આઈચ્છેસુ-સૂર્યોથી. અહિયં–વધારે. પયાસયરા-પ્રકાશ (અજવાળું) કરનારા સાગર-વર-ગંભીરા શ્રેષ્ઠ સાગરવર એટલે સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં પણ વધારે ગંભીર, સિદ્ધા-સિદ્ધાવસ્થાને પ્રાપ્ત થયેલા. સિદ્ધિ-સિદ્ધિ, મમ-મને. દિસનુ-આપો. અર્થ-સંકલના એવી રીતે મારા વડે સ્તવાયેલા, કર્મરૂપી કચરાથી મુક્ત અને (જન્મ) તથા મરણનો ક્ષય કરી ચૂકેલા ચોવીશે પણ જિનવરો—તીર્થકરો મારા પર પ્રસન્ન થાઓ. ૫. જેઓ લોકોત્તમ છે, સિદ્ધ છે, મન-વચન-કાયાથી સ્તવાયેલા છે, તેઓ મારા કર્મનો ક્ષય કરો, મને જિન ધર્મની પ્રાપ્તિ કરાવો તથા ઉત્તમ ભાવ સમાધિ આપો. ૬ ચન્દ્રો કરતાં વધારે નિર્મલ, સૂર્યો કરતાં વધારે પ્રકાશ કરનારા, સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં વધારે ગંભીર એવા સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપો. ૭ (પછી ત્રણ ખમાસમણ દઈ બેસી ડાબો ઢીંચણ ઊભો રાખી જમણો હીંચણ નીચે રાખીને બેસવું અને નીચે પ્રમાણે કહેવું) ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ચૈત્યવંદન કરું? Iઇચ્છે ! સકલકુશલવલી પુષ્પરાવર્તમેળો દુરિતતિમિરભાનુઃ કલ્પવૃક્ષોપમાનઃ ભવજલનિધિપોતઃ સર્વસંપત્તિ હેતુઃ સ ભવતુ સતત વઃ શ્રેયસે શાંતિનાથઃ શ્રેયસે પાર્શ્વનાથ અર્થ_શ્રી શાંતિનાથ પ્રભુ કે શ્રી પાર્શ્વનાથ પ્રભુ આદિ સર્વ, સકલકુશલ એટલે સર્વ પ્રકારે કુશળ એટલે આત્માનું કલ્યાણ કરવા માટે વલી એટલે વેલ સમાન છે. વેલ જેમ આશ્રય પામી ઉપર ચઢે તેમ સગુરુનો આશ્રય પામી જીવ મનુષ્ય દેવાદિ ભવોમાં આરાધના કરતો ઠેઠ મોક્ષ સુધી પહોંચી જાય છે. પુષ્કરાવર્ત મેઘ જેમ ધોધમાર વરસાદ વરસાવી પરમ શીતળતા આપનાર છે તેમ પ્રભુની ભક્તિ અથવા વચનામૃત, વિષયકષાયની બળતરાને શમાવી પરમ શીતળતા આપનાર છે. દુરિતતિમિર એટલે ભયંકર અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા માટે પ્રભુનો બોધ ભાનુઃ એટલે સૂર્ય સમાન છે. ભગવાન કલ્પવૃક્ષોપમાનઃ એટલે કલ્પવૃક્ષની ઉપમાને યોગ્ય છે. કેમકે તેમની ભક્તિના બળે પુણ્યબંધ થઈ ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. ભવજલનિધિ એટલે સંસારરૂપી સમુદ્ર તરવા માટે ભગવાન સ્વયં તરી, બીજાને પણ તારનાર હોવાથી પોતઃ એટલે જહાજ સમાન છે. સર્વ સંપત્તિ એટલે સર્વ પ્રકારની ભૌતિક તેમજ આત્મિક સંપત્તિ પ્રાપ્ત કરવાના હેતુ એટલે કારણરૂપ પ્રભુ છે. એવા શ્રી શાંતિનાથ અને શ્રી પાર્શ્વનાથ આદિ પરમાત્માઓ સતત એટલે હમેશાં મારા શ્રેયસે એટલે કલ્યાણના કરનાર ભવતુ એટલે થાઓ; એવી આપ પ્રભુ પ્રત્યે મારી ભક્તિભરી પ્રાર્થના છે. (૨) પરમ કૃપાળુ દેવ પ્રતિ, વિનય વિનંતિ એહ; Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પ્રાતઃકાળની સ્તુતિ ત્રય તત્ત્વ ત્રણ રત્ન મુજ, આપો અવિચલ સ્નેહ. ૧ અર્થ–પરમકૃપાળુદેવ પ્રત્યે મારી વિનયપૂર્વક વિનંતિ છે કે મને ત્રણ તત્ત્વ તે સતુદેવ, સત્વગુરુ અને સધર્મ, અને ત્રણ રત્ન-તે સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક્ષ્યારિત્ર છે તે આપો. તથા એમના પ્રત્યે મને અવિચલ એટલે કદી ચલાયમાન ન થાય એવી દ્રઢ શ્રદ્ધા તે સ્નેહ એટલે પ્રીતિપૂર્વક કરાવો. I/૧ તત્ત્વોપદેખા તુમ તણા, માર્ગ તણે અનુસાર; લક્ષ લક્ષણ રહો સદા, ખરેખરો એક તાર, ૨ અર્થ-હે પરમકૃપાળુ પ્રભુ ! આપે જે તત્ત્વોનો ઉપદેશ કર્યો છે, તે મોક્ષમાર્ગ અનુસાર ચાલવાનો મારો સદા લક્ષ રહો. તથા લક્ષણ એટલે મારું વર્તન પણ ખરેખર એકતાર એટલે તલ્લીન બનીને તે પ્રમાણે ચાલવાનું જ સદા રહો. રા મિથ્યા તમને ફેડવા, ચંદ્ર સૂર્ય તુમ જ્ઞાન; દર્શનની સુવિશુદ્ધિથી, ભાવ ચરણ મલ હાન. ૩ અર્થ-અનાદિકાળના મિથ્યાત્વરૂપી તમ એટલે અંધકારને ફેડી નાખવા માટે આપના દ્વારા આપેલું સમ્યકજ્ઞાન તે ચંદ્ર અને સૂર્યની જેમ પ્રકાશ કરનાર છે. તે વડે સમ્યક્દર્શનની સારી રીતે વિશુદ્ધિ થાય છે. જેથી ભાવ ચરણ એટલે અંતરંગ ચારિત્રદશા અર્થાત્ સ્વરૂપાચરણરૂપ ચારિત્રદશા પ્રગટે છે. અને તેથી અનંતાનુબંધી કષાયરૂપ મલની હાનિ થાય છે. ilal ઇચ્છા વ અંતરે, નિશ્ચય દ્રઢ સંકલ્પ; મરણ સમાધિ સંપજો, ન રહો કાંઈ કવિકલ્પ. ૪ અર્થ-હે પ્રભુ! મારા અંતરમાં એક ઇચ્છા વર્તે છે અને તેનો જ મને દ્રઢ નિશ્ચય તથા સંકલ્પ છે કે મને સમાધિમરણની પ્રાપ્તિ હોજો. તે વખતે મને કોઈપણ પ્રકારના કુવિકલ્પ રહે નહીં. એવી મારી ઇચ્છા, તે આપની કૃપાએ સફળ થાઓ. llઝા. કામિતદાયક પદ શરણ, મન સ્થિર કર પ્રભુ ધ્યાન; નામ સ્મરણ ગુરુ રાજનું, પ્રગટ કલ્યાણ-નિદાન. ૫ અર્થ-જો સમાધિમરણની ઇચ્છાને પૂર્ણ કરવી હોય તો કાતિદાયક એટલે ઇચ્છિત પ્રમાણે દેવાવાળા એવા પરમકૃપાળુ પરમાત્માના પદ એટલે ચરણનું શરણ ગ્રહણ કરવું. તથા મનને સ્થિર કરીને પ્રભુના સ્વરૂપનું ધ્યાન કરવું, કે એમના વચનોનું વિચારરૂપ ધ્યાન કરવું, તેમજ ગુરુરાજનું નામ સહજાત્મસ્વરૂપ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ છે માટે તે ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રનું સ્મરણ કરવું; એ આત્મકલ્યાણને પ્રગટ કરવા માટેનું પરમ નિદાન એટલે કારણ છે. //// ભુવન જન હિતકર સદા, કૃપાળુ કૃપાનિધાન; પાવન કરતા પતિતને, સ્થિર ગુણનું દઈ દાન. ૬ અર્થ-ભુવન જન એટલે ત્રણ ભુવન અર્થાત્ ત્રણેય લોકમાં રહેલા લોકોને હિતકર્તા એવો જેનો સદા ઉપદેશ છે, એવા કૃપાળુ પ્રભુ તો સદા કૃપાના જ નિધાન એટલે ભંડાર છે. તે, પાપથી સંસારમાં પતિત એટલે પડેલા જીવોને આત્મસ્થિરતા ગુણનું દાન આપી અર્થાત્ પોતાના આત્મસ્વભાવમાં લાવીને તેને પાવન એટલે પવિત્ર કરનાર છે. જો સર્વજ્ઞ સદ્ગુરુ પ્રતિ, ફરી ફરી અરજ એ નેક; લક્ષ રહો પ્રભુ સ્વરૂપમાં, હો રત્નત્રય એક. ૭ અર્થ–સર્વજ્ઞ એવા અરિહંત પ્રભુ તથા સદ્ગુરુ એવા પરમકૃપાળુદેવ પ્રત્યે, મારી ફરી ફરી એ જ નેક એટલે દ્રઢતાપૂર્વક અરજ છે કે મારો લક્ષ હે પ્રભુ! આપના સ્વરૂપમાં જ સદા રહો અને રત્નત્રયરૂપ સમ્યક્દર્શનશાનચારિત્રની મને એકતા કરી આપો જેથી હું પણ જન્મજરામરણથી મુક્ત થઈ શાશ્વત સુખરૂપ મોક્ષને પામું. (૩) પંચપરમેષ્ઠીગુણ ચૈત્યવંદના બાર ગુણ અરિહંત દેવ, પ્રણમીજે ભાવે; સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુઃખે દોહગ જાવે. ૧ આચારજ ગુણ છત્રીસ, પંચવીશ ઉવઝાય; સત્તાવીશ ગુણ સાધુના, જપતાં શિવસુખ થાય. ૨ અષ્ટોત્તર સય ગુણ મલી, ઇમ સમરો નવકાર; ધીર વિમલ પંડિત તણો, નય પ્રણમે નિત સાર.૩ આ ગાથામાં પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણો બતાવી તેની સ્તુતિ કરે છેઃ અર્થ– શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંત એ પંચ પરમેષ્ઠી છે. પંચ પરમેષ્ઠી એટલે એ સર્વ પોતાના પરમપદમાં એટલે સર્વોત્તમપદમાં અર્થાતુ પોતાના સહજાત્મસ્વરૂપમય શુદ્ધ આત્મ પદમાં ‘ષ્ઠિતુ’ એટલે Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃકાળની સ્તુતિ ૧૯ સ્થિત છે અર્થાત્ રહેલા છે, તે પંચ પરમેષ્ઠી કહેવાય છે અથવા પાંચ પરમગુરુઓ પણ કહેવાય છે. એ પાંચેય પવિત્ર આત્માઓનું સ્વરૂપ સહજાત્મસ્વરૂપ છે. એમને શુદ્ધાત્મસ્વરૂપનો અનુભવ થોડો ઘણો પણ સરખો છે. હવે “બાર ગુણ અરિહંતદેવ, પ્રણમી જે ભાવે” શ્રી અરિહંત ભગવંતના પ્રથમ ૧૨ ગુણ જણાવે છે. અરિ એટલે કર્મરૂપી શત્રુઓને જેણે હંત એટલે હણ્યા છે તે અરિહંત. આત્માના ગુણોને ધાતનાર એવા ચારેય ઘાતીયા કર્મને જેણે ક્ષય કર્યા છે. દિગંબરમાં ‘અહંતુ’ શબ્દ વપરાય છે, જેનો અર્થ ‘પૂજવા યોગ્ય’ થાય છે. જેઓ ત્રણેય લોકના ઇન્દ્રો, મનુષ્યો દ્વારા પૂજાય છે. તેમનામાં અનંતગુણો હોવા છતાં મુખ્યત્વે બાર ગુણો નીચે પ્રમાણે છે :- તેથી એમનું ઓળખાણ થાય છે. - (૧) જ્યાં અરિહંત ભગવાનનું સમવસરણ રચાય છે, ત્યાં દેવતાઓ તેમનાં શરીરના માપથી બારગણું ઊંચું અશોકવૃક્ષ રચે છે. (૨) પુષ્પોની વૃષ્ટિ કરે છે, (૩) દિવ્યધ્વનિથી તેમની દેશનામાં સૂર પૂરે છે, (૪) ચામરો વીંઝે છે,(૫) પ્રભુના બેસવાને માટે રત્નજડિત સુવર્ણનું સિંહાસન રચે છે, પણ પ્રભુ તો તેના ઉપર અદ્ધર બિરાજમાન થાય છે. (૬) પ્રભુના મસ્તક પાછળ તેમના તેજને સંવરી લેનારું ભામંડળ રચે છે. તે ન હોય તો મુખના અત્યંત તેજને કારણે ભગવાનનું મુખ જોઈ શકાય નહીં. (૭) દુંદુભિ વગાડે છે. અને (૮) પ્રભુના મસ્તક ઉપર ત્રણ મનોહર છત્રોની રચના કરે છે. આ આઠ ગુણોને આઠ પ્રાતિહાર્ય કહેવામાં આવે છે. કારણકે તે પ્રતિહારી એટલે રાજસેવકની જેમ પ્રભુની સાથે રહે છે. એ આઠેય ગુણ દેવકૃત છે. હવે બાકીના ચાર તે પ્રભુના જ અતિશય એટલે પ્રભાવથી થાય છે. (૯) અપાય-અપગમઅતિશય એટલે જ્યાં જ્યાં પ્રભુ વિચરે છે, ત્યાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ એટલે દુકાળ, રોગ, મરકી વગેરે અપાયોનો એટલે અનિષ્ટોનો નાશ થાય છે. (૧૦) જ્ઞાનાતિશય એટલે પ્રભુ પોતાના કેવળજ્ઞાનના બળે સમસ્ત વિશ્વનું સંપૂર્ણ સ્વરૂપ જાણે છે. (૧૧) પૂજાતિશયના કારણે ત્રણેય લોકમાં રહેલા ઇન્દ્રો, દેવો, ચક્રવર્તીઓ, વાસુદેવ, રાજા મહારાજાઓ વગેરે સર્વ એમની પૂજા કરે છે. (૧૨) વચનાતિશયના બળથી તેમના કહેલા અર્થને દેવ, મનુષ્ય તથા પશુ પણ સમજી શકે છે. એવા અરિહંત પ્રભુના મુખ્યત્વે ૧૨ ગુણોને સ્મૃતિમાં લાવી જે બહમાનસહિત ભાવપૂર્વક તેમને પ્રણામ કરે છે તે ભવ્યાત્મા મોક્ષસુખના અનંત આનંદને પામે છે. હવે ‘સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુઃખ દોહગ જાવે’ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સિદ્ધ ભગવાનમાં પણ અનંતગુણ હોવા છતાં તેમના મુખ્ય આઠ ગુણો વડે તેમની ઓળખાણ થાય છે. તે ગુણોનું સ્મરણ કરતાં આત્માર્થીજનના દુઃખ અને દોહગ એટલે સર્વ પ્રકારની સાંસારિક ઇચ્છાઓ નાશ પામે છે. સિદ્ધ ભગવંતના સર્વ કર્મો ક્ષય થવાથી અનંત ગુણો પ્રગટ થયા છે. પણ સર્વે કર્મોને મુખ્ય જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોમાં સમાવી લેવાથી, તે આઠ મુખ્ય કર્મોના ક્ષયથી જે આઠ મુખ્ય ગુણ પ્રગટ થયા તે નીચે પ્રમાણે છે – (૧) અનંતજ્ઞાન ગુણ આત્માની જ્ઞાન સંબંધીની અનંત શકિતને આવરણ કરનાર જ્ઞાનાવરણીયાદિ કર્મના સંપૂર્ણ ક્ષયથી પ્રગટેલ અનંતજ્ઞાન ગુણ. (૨) અનંતદર્શન ગુણ–આત્માની અનંત દર્શનશક્તિને આવરણ કરનાર દર્શનાવરણીય કર્મનો સર્વથા અંત આવવાથી પ્રગટેલ અનંતદર્શન ગુણ. (૩) અનંત અવ્યાબાધ સુખ ગુણ–વેદનીયકર્મ એટલે દેહના નિમિત્તે શાતા અશાતારૂપ બે પ્રકારના વેદનીય કર્મથી રોકાયેલ આત્માની અનંત અવ્યાબાધ સુખશક્તિ, તે વેદનીયકર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી પ્રગટેલ અનંત અવ્યાબાધ સુખ ગુણ. (૪) અનંત ચારિત્ર ગુણ-મોહનીયકર્મના કારણે આત્માનું વિપરીત શ્રદ્ધાન હોવાથી પરપદાર્થોમાં થતી રમણતાથી રોકાયેલ આત્માની અનંત ચારિત્ર શક્તિ, તે મોહનીયકર્મનો સર્વથા ક્ષય થવાથી આત્મામાં જ સંપૂર્ણપણે રમણતા થવાથી પ્રગટેલ અનંત ચારિત્ર ગુણ. (૫) અક્ષય સ્થિતિ ગુણ-આયુષ્યકમેના કારણે રોકાયેલ આત્માનો અક્ષય સ્થિતિ ગુણ; તે આયુષ્યકર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી પ્રગટેલ આત્માનો અક્ષય સ્થિતિ ગુણ. (૬) અમૂર્તિક ગુણ અર્થાતુ અરૂપીપણાનો ગુણનામકર્મના કારણે આત્માની અમૂર્તિક દિવ્યશક્તિ રોકાઈ રહેલ, તે આ કર્મનો સંપૂર્ણ નાશ થવાથી પ્રગટેલ અમૂર્તિક ગુણ અથવા અરૂપીપણું. (૭) અગુરુલઘુત્વ ગુણ-ગોત્રકર્મના પ્રભાવે રોકાયેલ આત્માનો અગુરુલઘુત્વ ગુણ અથવા આત્માની અટલ અવગાહનરૂપ શક્તિ. હવે આ કર્મનો પણ સંપૂર્ણ ક્ષય થવાથી પ્રગટેલ અગુરુલઘુત્વ ગુણ. (૮) અનંતવીર્ય ગુણ-અંતરાયકર્મના કારણે રોકાઈ રહેલ આત્માની અનંત દાન, લાભ, વીર્ય, ભોગ, ઉપભોગ શક્તિ. હવે આ કર્મનો પણ સર્વથા ક્ષય થવાથી પ્રગટેલ આત્માનો અનંતવીર્ય ગુણ. ઉપરોક્ત ગુણો પ્રગટ થવાથી સિદ્ધદશાને પામી સિદ્ધાલયમાં બિરાજમાન સિદ્ધ ભગવાનની સ્મૃતિ કરવાથી, આત્માને પોતાની આવી અદ્દભુત સિદ્ધદશાનું ભાન થઈ જન્મમરણાદિ દુ:ખોનો ક્ષય કરવા માટે, માત્ર મોક્ષ અભિલાષ ઉત્પન્ન થાય છે. આચારજ ગુણ છત્તીસ” એટલે આચાર્ય ભગવંતના ૩૬ ગુણ મુખ્યત્વે Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃકાળની સ્તુતિ ૨૧ છે. જે આત્મજ્ઞાન પામેલા હોય, શાસ્ત્રના જ્ઞાતા હોય, તેમજ સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘના ઉપરી હોય તે આચાર્ય કહેવાય છે. તેમના ૩૬ ગુણ આ પ્રમાણે છેઃ પાંચ ઇન્દ્રિયોના વિષયોને જિતનારા, નવ બ્રહ્મચર્યની વાડોનું પાલન કરનારા, ચાર પ્રકારના કષાયોને રોકનારા, પાંચ મહાવ્રતનું પાલન કરનારા, પંચ આચાર—જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યનું પાલન કરનારા અને બીજાને પણ પાળવાનો ઉપદેશ આપી પળાવનારા તથા ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિને ધારણ કરનારા હોય છે. આમ છત્રીસ ગુણો વડે તે ઓળખાય છે. “પંચવીસ ઉવજ્ઝાય” એટલે ૨૫ ગુણ ઉપાધ્યાયના છે. જે આત્મજ્ઞાન પામેલા હોય, પોતે આગમના અગ્યાર અંગો અને બાર ઉપાંગ શાસ્ત્રોને ભણે અને બીજાને પણ ભણાવે, તેમજ પોતે ચારિત્ર તથા ક્રિયામાં કુશળ થઈને અન્ય સાધુઓને પણ કુશળ કરે તે ઉપાધ્યાય કહેવાય છે. તેમના ૨૫ ગુણો આ પ્રમાણે છેઃ અગ્યાર અંગ–૧. આચારાંગ, ૨. સૂયગડાંગ, ૩. ઠાણાંગ, ૪. સમવાયાંગ, ૫. ભગવતી (વ્યાખ્યા પ્રજ્ઞતિ), ૬. જ્ઞાતા-ધર્મકથા, ૭. ઉપાસક દશાંગ, ૮. અંતગડ, ૯. અનુત્તરોવવાઈ, ૧૦. પ્રશ્નવ્યાકરણ અને ૧૧. વિપાક. એ અગિયાર અંગ જે ભણે ભણાવે, તથા બાર ઉપાંગ તે– ૧.ઉવવાઈ, ૨. રાયપસેણી, ૩. જીવાભિગમ, ૪. પન્નવણા, ૫. જંબુદ્વીપ-પન્નતિ, ૬. ચંદપન્નતિ, ૭. સૂરપતિ, ૮.કમ્પિયા, ૯. કપ્પવડંસિયા, ૧૦. પુલ્ફિયા, ૧૧. પુચૂલિયા અને ૧૨. વહ્લિદશાંગ- એ બાર ઉપાંગ. હવે ૧૧ અંગ અને ૧૨ ઉપાંગ મળીને અંગોપાંગના જ્ઞાનરૂપ ૨૩ ગુણ થયા; તથા ૨૪. ચરણસિત્તેરી, અને ૨૫. કરણસિત્તેરીરૂપ સદાચાર જે પાળે અને પળાવે તે ઉપાધ્યાય કહેવાય. ચરણસિત્તેરીઃ–પાંચ મહાવ્રત, દશયતિધર્મ, સત્તર પ્રકારે સંયમ (૫ મહાવ્રત, ૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૪ કષાયનો નિગ્રહ) દશ પ્રકારે વૈયાવૃત, નવ પ્રકારે બ્રહ્મચર્યની ગુપ્તિઓ, ત્રણ રત્નત્રય, બાર પ્રકારના તપ, અને ચારેય કષાય ઉપર વિજય. આ પ્રમાણે ચરણસિત્તેરીના સિત્તેર પ્રકાર છે. કરણસિત્તેરીઃ–ચરણસિત્તેરીને પુષ્ઠિ આપવાવાળા ગુણોને કરણ કહે છે. તે પણ સિત્તેર છે. તે ઉત્તર ગુણો છે. તે આ પ્રમાણે—ચાર પિન્ડવિશુદ્ધિ, પાંચ સમિતિઓ, બાર ભાવના, બાર પડિમા, પાંચ ઇન્દ્રિય નિરોધ, પચ્ચીસ પ્રતિલેખના, ત્રણ ગુપ્તિઓ અને ચાર અભિગ્રહ આ બધા મળી કરણસિત્તેરીના સિત્તેર પ્રકાર થાય છે. ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ “સત્તાવીસ ગુણ સાધુના'' સાધુપુરુષોના ૨૭ ગુણ છે. જે આત્મજ્ઞાનયુક્ત હોય અથવા જે આત્મજ્ઞાન પામવા માટે અથવા મોક્ષમાર્ગ સાધવા માટે જે જ્ઞાનીપુરુષની આજ્ઞા ઉઠાવવા પ્રયત્ન કરતા હોય તે સાચા સાધુ અથવા ખરા સાધક કહેવાય છે. તેમના ૨૭ ગુણો આ પ્રમાણે છે—જે પાંચ મહાવ્રત પાળે, જે રાત્રિભોજનના ત્યાગી હોય, છ કાયના જીવોની રક્ષા કરતા હોય, તથા પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરનાર હોય, એ બધા મળી ૧૭ ગુણ થયા. હવે ૧૮. લોભનો ત્યાગ, ૧૯. ક્ષમા ધારણ કરનાર, ૨૦. ચિત્તની નિર્મળતા, ૨૧. વિશુદ્ધ રીતે વસ્ત્રની પ્રતિલેખના, ૨૨. સંયમયોગમાં પ્રવૃત્તિ (તેમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને ધારણ કરે અને નિદ્રા-વિકથા-અવિવેકનો ત્યાગ કરે) ૨૩. અકુશળ મનનો રોધ કરે, ૨૪. અકુશળ વચનનો રોધ કરે, ૨૫. અકુશળ કાયાનો રોધ કરે. ૨૬. શીત એટલે ઠંડી આદિ પરિષહ સહન કરે, અને ૨૭. મરણાદિ ઉપસર્ગ સહન કરે, એમ એકંદરે સત્તાવીશ ગુણ સાધુના કહેવાય છે. ૨૨ ‘જપતા શિવસુખ થાય’ ઉપરોક્ત પ્રકારે અરિહંતના ૧૨ ગુણ, સિદ્ધના ૮ ગુણ, આચાર્યના ૩૬ ગુણ, ઉપાધ્યાયના ૨૫ ગુણ અને સાધુના ૨૭ ગુણ મળીને કુલ ૧૦૮ મુખ્ય ગુણયુક્ત પંચ પરમેષ્ઠી ભગવંત જાણવા. એ પંચ પરમેષ્ઠી અથવા પંચ પરમગુરુ ભગવંતનું વાસ્તવિક સ્વરૂપ તે ‘સહજાત્મસ્વરૂપ છે’ તેથી ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રને ગુરુ આજ્ઞાએ ગ્રહણ કરી સદૈવ તેનો જાપ કરનાર આત્મા શિવસુખને પામે છે, અર્થાત્ મોક્ષના બાધા પીડા રહિત એવા અવ્યાબાધ સુખને સર્વકાળને માટે પામે છે. શ્રી જગચિંતામણિ ચૈત્યવંદન જગચિંતામણિ ! જગનાહ! જગગુરુ ! જ ગ ૨ 专 ખ ણ ! જગબંધવ ! જગસત્થવાહ ! જગભાવવિઅક્ખણ ! અઠ્ઠાવય - સંકવિય - રૂવ! કમ્મટ્ઠવિણાસણ ! ચવીસંપિ જિણવરા ! જયંતુ અપ્પડિહય-સાસણ !૧ પઢમસંઘયણિ, કમ્મભૂમિહિં કમ્મભૂમિહિં, ઉક્કોસય સત્તરિસય, જિણવરાણ વિહરંત લગ્ભઇ, નવકોડિહિં કેવલીણ, કોડિસહસ્સનવ સાહુ ગમ્મઇ, Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃકાળની સ્તુતિ સંપઇ જિણવર વીસ મુણિ, બિઠું કોડિહિં વરનાણિ, સમગ્રહ કોડિસહસ્સેદુઅ, થુણિજ્જઇ નિચ્ચ વિહાણિ, ૨ જયઉ સામિય! જયઉ સામિય! રિસહ ! સત્તુંજિ, ઉર્જિતે પહુ નેમિજિણ ! જયઉ વીર ! સચ્ચઉરિમંડણ ! ભરુઅચ્છહિં મુળિસુવ્વય ! મહરિ પાસ! દુહરિઅખંડણ; અવર વિદેહિં તિત્યયરા, ચિહ્ન દિસિ વિદિસિ હિં કે વિ; તીઆણાગયસંપઇ., વંદું જિણ સવ્વુ વિ. ૩ ૨૩ શબ્દાર્થ જગચિંતામણિ !—જગતમાં ચિંતામણિ-રત્ન સમાન ! જગ નાહ !– જગતના નાથ ! જગ-ગુરુ !—સમસ્ત જગતના ગુરુઓ ! જગ-રક્ષણ !– જગતનું રક્ષણ કરનારાઓ! જગ-બંધવ !– જગતના બંધુઓ! જગ-સત્યવાહ−! જગતને ઇષ્ટ સ્થળે (મોક્ષ) પહોંચાડનારાઓ ! જગ-ભાવ-વિઅક્ષણ !—જગતના સર્વ ભાવોને જાણવામાં તથા પ્રકાશવામાં નિપુણ! અદ્ભાવય-સંઠવિઅરૂવ !—અષ્ટાપદ પર્વત ઉપર જેમની પ્રતિમાઓ સ્થાપન થયેલી છે તેવા ! કમ્મટ્ઠવિણાસણ !– આઠેય કર્મનો નાશ કરનારા! ચવીસ–ચોવીસ. પિ—પણ. જિણવર!–હે જિનવરો! જયંતુ—જય પામો. અપ્પડિહય-સાસણ-અખંડિત શાસનવાળા! કમ્મભૂમિöિ-કર્મભૂમિઓમાં. પઢમસંઘયણિ-પ્રથમ સંઘયણવાળા. સંઘયણ-હાડકાંની વિશિષ્ટ રચના. ઉક્કોસય–વધારેમાં વધારે. સત્તરિસય– એકસો ને સિત્તેર, જિણવરાણ– જિનેશ્વરોની. વિહરંત–વિચરતા. લબ્મઈ– પમાય છે. નવકોડિöિ–નવ કોટિ (ક્રોડ), કેવલીણ–કેવલીઓની. કોડિસહસ્સ— હજાર ક્રોડ (દસ અબજ). નવ-નવ. સાહુ–સાધુઓ. ગમ્મઈ—જણાય છે. સંપઈ– વર્તમાનકાળમાં. જિષ્ણવર—જિનેશ્વરો. વીસવીસ. મુણિ—સાધુઓ. બિઠું—(હિં) બે. કોડિöિ–ક્રોડ. વરનાણિ—કેવળજ્ઞાનીઓ. સમણહ–શ્રમણોની. કોડિસહસ્સ-દુઈ-બે હજાર ક્રોડ (વીસ અબજ) થુણિજ્જઈ—સ્તવના કરાય છે. નિચ્ચ-નિત્ય. વિહાણિ-પ્રાતઃકાળમાં, જયઉ–જય પામો. સામિય!–હે સ્વામી! રિસહ !—શ્રી ઋષભદેવ! સત્તેજિ–શત્રુંજયગિરિ ઉપર. ઉજ્જૈતિ–ગિરનાર ઉપર. પન્નુ-નેમિજિણ!–હે પ્રભુ નેમિજન! જયઉ—આપ જયવંતા વર્તો. વીર !—હે વીર પ્રભુ! હે મહાવીર સ્વામી! સચ્ચઉર-મંડણ–સત્યપુર (સાચોર)ના શણગાર રૂપ! ભરુઅચ્છહિં ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ મુણિસુવ્વય !—ભરુચમાં રહેલા મુનિસુવ્રત સ્વામી! મરિ પાસ! –મથુરામાં વિરાજતા હે પાર્શ્વનાથ ! દુહ-દુરિય-ખંડણ !—દુઃખ અને પાપનો નાશ કરનાર. અવ૨-બીજા (તીર્થંકરો). વિદેહિં-વિદેહમાં-મહાવિદેહ ક્ષેત્રમાં. તિત્યયરા–તીર્થંકરો. ચિહ્ન—ચારે. દિસિ વિદિસિ–દિશાઓમાં અને વિદિશાઓમાં. જિ–જે. કે વિ−કોઈ પણ. તીઆણાગય-સંપઈય—અતીત, અનાગત અને સાંપ્રતિક એટલે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળમાં થયેલા. વંદુ—હું વાદું છું. જિણ—જિનોને. સવ્વ વિ–સર્વેને પણ. અર્થ-સંકલના– ૨૪ જગતમાં ચિંતામણિ રત્ન સમાન ! જગતના સ્વામી! જગતના ગુરુ! જગતના રક્ષક! જગતના નિષ્કારણ બંધુ! જગતના ઉત્તમ સાર્થવાહ! જગતના સર્વભાવોને જાણવામાં તથા પ્રકાશવામાં નિપુણ! અષ્ટાપદ પર્વત પર (ભરત ચક્રવર્તી દ્વારા) સ્થપાયેલી પ્રતિમા-વાળા ! આઠેય કર્મોનો નાશ કરનારા, તથા અબાધિત ઉપદેશ દેનારા! હે ઋષભાદિ ચોવીસે તીર્થંકરો ! આપ જયવન્ત વર્તો. ૧ કર્મભૂમિઓમાં ઉત્કૃષ્ટકાળે અજિતનાથ પ્રભુના વખતમાં ૧૭૦ તીર્થંકરો વિચરતા હતા. વજ્ર-ઋષભનારાચ-સંઘયણવાળા જિનોની સંખ્યા વધારેમાં વધારે ૧૭૦ની હોય છે, સામાન્ય કેવલીઓની સંખ્યા વધારેમાં વધારે નવ ક્રોડ, સાધુઓની વધારેમાં વધારે સંખ્યા નવ હજાર ક્રોડ એટલે ૯૦ અબજની હોય છે. વર્તમાનકાળમાં તીર્થંકરો ૨૦ છે. કેવલજ્ઞાની મુનિઓ ૨ ક્રોડ છે. અને શ્રમણો ૨૦૦૦ ક્રોડ એટલે ૨૦ અબજ છે કે જેમનું નિત્ય પ્રાતઃકાળમાં સ્તવન કરાય છે. ૨ હે સ્વામી જય પામો! જય પામો! શત્રુંજય પર રહેલા ઋષભદેવ! ઉજ્જયંત (ગિરનાર) પર વિરાજમાન હે પ્રભુ નેમિજિન ! સાચોરના શણગારરૂપ હે વીર! ભરુચમાં વિરાજતા હે મુનિસુવ્રત! મથુરામાં વિરાજમાન દુઃખ અને પાપનો નાશ કરનાર હે પાર્શ્વ ! આપ જયવંત વર્તો; તથા મહાવિદેહ અને ઐરાવત આદિ ક્ષેત્રોમાં તથા ચાર દિશાઓ અને ચાર વિદિશાઓમાં જે કોઈ તીર્થંકરો ભૂતકાળમાં થઈ ગયા હોય; વર્તમાનકાળમાં વિચરતા હોય અને ભવિષ્યમાં હવે પછી થનારા હોય, તે સર્વને પણ હું વંદું છું. ૩ સત્તાણવઈ સહસ્સા, લક્જા છપ્પન્ન અદ્ભુકોડીઓ; બત્તીસય બાસિઆઇ, તિઅલોએ ચેઇએ વંદે, ૪ Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃકાળની સ્તુતિ પન્ન૨સ કોડિસયાઇ, કોડિ બાયાલ લક્ખ અડવશા; છત્તીસ સહસ અસીઇં, સાસયબિંબાઇં પણમામિ, ૫ ૨૫ શબ્દાર્થ સત્તાણવઈ–સહસ્સા—સત્તાણું હજાર (૯૭૦૦૦) લા છપ્પન —છપ્પન લાખ (૫૬૦૦૦૦૦) અકોડીઓ-આઠ ક્રોડ (૮૦૦૦૦૦૦૦) વંદે—હું વંદુ છું. બત્તીસ-સય—બત્રીસ સો (૩૨૦૦) બાસીયાંઈ–બ્યાશી (૮૨) તિઅલોએ— ત્રણે લોક (સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ) માં. ચેઈએ—જિન પ્રાસાદોને. વંદે—હું વંદું છું. પન્ન૨સ-કોડિસયાઇ—પંદરસો ક્રોડ કોડી બાયાલ–બેતાળીસ ક્રોડ (૪૨૦૦૦૦૦૦૦) લક્ષ અડવશા—અઠ્ઠાવન લાખ (૫૮૦૦૦૦૦) છત્તીસ-સહસ–છત્રીસ હજાર (૩૬૦૦૦) અસીğ–એંશી (૮૦) સાસયલિંબાઇં—શાશ્વત પ્રતિમાઓને. પણમામિ—હું પ્રણામ કરું છું. અર્થ-સંકલના— ત્રણ લોકમાં રહેલા આઠ ક્રોડ, સત્તાવન લાખ, ત્રણ હજાર બસોને બ્યાસી (૮,૫૭,૦૩,૨૮૨) શાશ્વત ચૈત્યોને હું વંદન કરું છું. ૪ ત્રણ લોકમાં રહેલા પંદર અબજ, બેંતાલીસ ક્રોડ, અઠ્ઠાવન લાખ, છત્રીસ હજા૨ને એંશી–(૧૫,૪૨,૫૮,૩૬૦૮૦) શાશ્વત બિંબોને હું પ્રણામ કરું છું. પ જં કિંચિ સૂત્ર જું કિંચિ નામ તિર્થં, સન્ગે પાયાલિ માણુસે લોએ; જાă જિણબિંબાÛ, તાğ સવ્વાŠ વંદામિ. ૧ શબ્દાર્થ રું—જે, કિંચિ—કોઈ, નામ—આ પદ વાક્યનો અલંકાર છે. તિર્થં—તીર્થ. સગ્ને—દેવલોકમાં. પાયાલિ–પાતાલમાં. માણુસે લોએ–મનુષ્ય લોકમાં, જાઈ– જેટલાં. જિણબિંબાઈ—જિન બિંબો. તાઇ–તે. સવ્વાĞ–સર્વેને વંદામિ—હું વંદન કરું છું. અર્થ-સંકલના— સ્વર્ગ, પાતાલ અને મનુષ્યલોકમાં જે કોઈ તીર્થ હોય અને જે જિન બિંબો હોય તે સર્વેને હું વંદન કરું છું. ૨૬ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ શ્રી નમુત્યુર્ણ વા શક્રસ્તવ સૂત્ર નમુન્થુણં અરિહંતાણં ભગવંતાણં; આઇગરાણં, તિસ્થય૨ાણં, સયંસંબુદ્ધાણં; પુરિસુત્તમાણં, પુરિસ-સીહાણં, પુરિસવરપુંડરીઆણં પુરિસવરગંધહસ્થીણું; લોગુત્તમાણં, લોગનાહાણ, લોગહિઆણં, લોગપઇવાણું, લોગપન્નેઅગરાણં; અભયદયાણં, ચક્ઝુદયાણં, મગદયાણં, સરણદયાણં, જીવદયાણં, બોહિદયાણં; ધમ્મદયાણં, ધમ્મદેસયાણં, ધમ્મનાયગાણું, ધમ્મસારહીણં, ધમ્મવરચાઉરંતચક્કવટ્ટીણં, દીવો તાણં સ૨ણ ગઇ પછઠ્ઠા; અપ્પડિયવરનાણદંસણધરાણ, વિયટ્ટછઉમાણં; જિણાણં જાવયાણું, તિન્નાણં તારયાણં, બુદ્ધાણં બોહ્રયાણં, મુત્તાણં મોઅગાણું; સવ્વભ્રૂણં સવ્વદરિસીણં, સિવમયલમરુતમણૅતમયમવ્યાબાહમપુણરાવિત્તિ સિદ્ધિગઇનામધેણં, ઠાણું સંપત્તાણું, નમો જિણાણં, જિઅ-ભયાર્ણ; શબ્દાર્થ ર 3 * ૫ G ૭ ૯ નમોત્થ-નમસ્કાર હો. ગં-વાક્યાલંકાર તરીકે વપરાતો શબ્દ. અરિહંતાણં—અરિહંતોને. ભગવંતાણં–ભગવંતોને. આઈગરાણં—આદિકરોને, ધર્મની આદિ કરનારાઓને. તિત્થય૨ાણતીર્થંકરોને. સયં-સંબુદ્ધાણં—સ્વયં સંબુદ્ધોને. પુરિસત્તમાણ-પુરુસોત્તમોને. પુરિસ-સીહાણં–જેઓ પુરુષોમાં નિર્ભયતા વગેરે ગુણોવડે સિંહ સમાન છે, તેઓને. પુરિસ-વ૨કુંડ૨ીઆણં—જેઓ પુરુષોમાં નિર્લેપતા વગેરે ગુણો વડે શ્રેષ્ઠ શ્વેત કમલ સમાન છે, તેઓને. પુરિસવરગંધહથી –જેઓ પુરુષોમાં સાત પ્રકારની ઇતિઓ દૂર કરવા વડે ગન્ધહસ્તી સમાન છે, તેઓને. લોગુત્તમાણ—જેઓ લોકમાં ઉત્તમ છે, તેઓને. લોગનાહાણં–લોકના નાથોને. લોગ-હિઆણં–લોકનું હિત કરનારાઓને. લોગપઈવાણં—જેઓ લોકમાં દીપક સમાન છે, તેઓને. લોગ-પજ્જોઅગરાણ—લોકમાં પ્રકાશ કરનારાઓને. અભય-દયાર્ણ—સર્વ જીવોને અભય આપનારાઓને. Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃકાળની સ્તુતિ ચકખ-દયાણં–નેત્રો આપનારાઓને. મગ્ન-દયાણં–માર્ગ દેખાડનારાઓને. સરણ-દયાણં–શરણ આપનારાઓને. જીવ-દયાણઆત્મા બતાવનારાઓને. બોહિ-દયાણંબોધિબીજ આપનારાઓને - જિન-પ્રણીત ધર્મની પ્રાપ્તિને બોધિ કહેવામાં આવે છે. ધમ્મ-દયાણં–ધર્મ સમજાવનારાઓને. ધમ્મુ-દેસાણં -ધર્મની દેશના આપનારાઓને, ધમ-નાયગાણં-ધર્મના સ્વામીઓને. ધમ્મુસારહીÍ–ધર્મના સાથીઓને, ધમ્મ-વચાઉરંત-ચક્કવટ્ટીર્ણ-ધર્મરૂપી શ્રેષ્ઠચતુરંગ ચક્ર ધારણ કરનારાઓને. વર–શ્રેષ્ઠ. ચાઉરંત-ચક્કવટ્ટી-ચાર ગતિનો નાશ કરનારા, ધર્મચક્રનું પ્રવર્તન કરનારા. દીવો તાણે સરણ ગઈ પટ્ટાદિવો–સંસાર સમુદ્રમાં બુડતા જીવને બેટ સમાન. તાણં-દુ:ખનું નિવારણ કરનાર. સરણગઈપઈઠા- ચાર ગતિમાં પડતા જીવને આધારભૂત. અપડિહય-વરનાણ-દંસણ-ધરાણ- જેઓ હણાય નહિ એવા કેવલજ્ઞાન અને કેવલદર્શનને ધારણ કરનારા છે, તેઓને. અપ્પડિહય—હણાય નહિ એવું. વિયટ્ટ છઉમાશંજેમનું છદ્મસ્થપણું ચાલ્યું ગયું છે, તેઓને. જિણાણું-જાવયાણં–જિતનારાઓને તથા જિતાવ- નારાઓને. તિજ્ઞાણ તારયાણં–જેઓ સ્વયં સંસાર-સમુદ્રનો પાર પામી ગયા છે તેઓને તથા જેઓ અન્યને સંસાર સમુદ્રથી પાર પમાડનારા છે, તેઓને. બુદ્ધાણં બોહવાણં–બુદ્ધોને તથા બોધ પમાડનારાઓને મુત્તાણં– મોઅગાણું–મુક્તોને તથા મુક્તિ અપાવનારાઓને સદ્ગુનૂર્ણ સવદરિસીણંસર્વજ્ઞોને, સર્વદર્શીઓને. સિવમયલમયમÍતમખ-યમવાબાહમપુણરાવિત્તિશિવ, અચલ, અરજ, અનંત, અક્ષય, અવ્યાબાધ અને અપુનરાવૃત્તિવાળું. શિવઉપદ્રવોથી રહિત. અચલ- સ્થિર, અજ-વ્યાધિ અને વેદનાથી રહિત. અનંતઅંતથી રહિત. અક્ષય-ક્ષયથી રહિત. અવ્યાબાધ-કર્મજન્ય પીડાઓથી રહિત. અપુનરાવૃત્તિ-જ્યાં ગયા પછી પાછા ફરવાનું હોતું નથી તેવું. સિદ્ધિગઈનામધેયં-સિદ્ધિ-ગતિ-નામવાળા. ઠાણં–સ્થાનને. સંપત્તાણું-પ્રાપ્ત થયેલાઓને. નમો-નમસ્કાર હો. જિણાણં– જિનોને. જિઅ ભયાણં–ભય જિતનારાઓને. (ગાથા) જે અ અઇઆ સિદ્ધા, જે અ ભવિસ્તૃતિ ણાગએ કાલે, સંપઇ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ અ–અને. વટ્ટમાણા-વર્તમાન. સવ્વ–સર્વેને. તિવિહેણ-મન, વચન અને કાયાવડે. વંદામિ-હું વંદું છું. અર્થ-સંકલના નમસ્કાર હો અરિહંત ભગવંતોને. ૧ જેઓ શ્રુતધર્મની આદિ કરનારા છે, ચતુર્વિધ શ્રમણ સંઘરૂપી તીર્થની સ્થાપના કરનારા છે, અને પોતાની મેળે બોધ પામેલા છે. ૨ જેઓ પુરુષોમાં જ્ઞાનાદિ ગુણોવડે ઉત્તમ છે, સિંહ સમાન નિર્ભય છે, ઉત્તમ શ્વેત-કમલ-સમાન-નિર્લેપ છે, અને સાત પ્રકારની ઇતિઓને દૂર કરવામાં ગંધહસ્તી-સમાન પ્રભાવશાળી છે. ૪ જેઓ લોકમાં ઉત્તમ છે, લોકના નાથ છે, લોકના હિતકારી છે, લોકના પ્રદીપ છે અને લોકમાં પ્રકાશ કરનારા છે. ૪ જેઓ અભયને આપનારા છે, શ્રદ્ધારૂપી નેત્રોનું દાન કરનારા છે, માર્ગને દેખાડનારા છે, શરણને દેનારા છે, આત્માને ઓળખનારા છે અને બોધિ-બીજનો લાભ આપનારા છે. ૫ જેઓ ધર્મને સમજાવનારા છે, ધર્મની દેશના આપનારા છે, ધર્મના સાચા સ્વામી છે, ધર્મરૂપી રથને ચલાવવામાં નિષ્ણાત સારથિ છે અને ચાર ગતિનો નાશ કરનારાં, ધમેચક્રનું પ્રવર્તન કરનારા ચક્રવતી છે. ૬ જેઓ હણાય નહિ એવા કેવલજ્ઞાન અને કેવલ દર્શનને ધારણ કરનારા છે તથા છદ્મસ્થપણાથી રહિત છે. ૭. જેઓ સ્વયં જિન બનેલા છે, તથા બીજાઓને પણ જિન બનાવનારા છે; જેઓ સંસાર-સમુદ્રનો પાર પામી ગયેલા છે અને બીજાઓને પણ તેનો પાર પમાડનારા છે, જેઓ પોતે બુદ્ધ છે એટલે જ્ઞાની અને બીજાઓને બોધ પમાડનારા છે; જેઓ મુક્ત થયેલા છે તથા બીજાઓને મુક્તિ અપાવનારા છે. ૮ જેઓ સર્વજ્ઞ અને સર્વદર્શી છે, તથા શિવ, સ્થિર, વ્યાધિ અને વેદનાથી રહિત, અનન્ત, અક્ષય, અવ્યાબાધ, અને અપુનરાવૃત્તિ એટલે જ્યાં ગયા પછી સંસારમાં પાછું આવવાનું રહેતું નથી, એવા સિદ્ધિ ગતિ નામનાં સ્થાનને પ્રાપ્ત થયેલા છે, તે જિનોને-ભય જિતનારાઓને નમસ્કાર હો. ૯ જેઓ ભૂતકાળમાં સિદ્ધ થયા છે, જેઓ ભવિષ્યકાળમાં સિદ્ધ થનારા છે, અને જેઓ વર્તમાનકાળમાં અરિહંત રૂપે વિદ્યમાન છે, તે સર્વને મન,વચન અને કાયાવડે હું વંદું છું. ૧૦ શબ્દાર્થ– જે–જે. અ-વળી. અઈઆ સિદ્ધા–ભૂતકાળમાં સિદ્ધ થયા છે. ભવિસ્તૃતિ–થશે. (અ) ણાગએ કાલે–ભવિષ્યકાળમાં. સંપઈ– વર્તમાનકાળમાં Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પ્રાતઃકાળની સ્તુતિ જાવંતિ ચેઇથાઇ સુત્રા જાવંતિ ચેઇયાઈ, ઉદ્દે અહે અ તિરિઅલોએ અ; સવાઈ તારું વંદે, ઇહ સંતો તત્થ સંતાઈં. ૧ શબ્દાર્થ જાવંતિ–જેટલાં. ચેઈયાઈ–ચૈત્યો, જિનપ્રતિમાઓ. ઉન્હેં–ઊર્ધ્વ લોકમાં, દેવલોકમાં. અ–અને. અહે–અધોલોકમાં, ભવનપતિના આવાસોમાં. અ-અને. તિરિઅલોએ-તિય લોકમાં, મનુષ્યલોકમાં. અ–પણ. સવ્વાઇતા–તે સર્વેને. વંદે-હું વંદન કરું છું. અહ-અહીં. સંતો-રહ્યો છતો. તત્થ-ત્યાં. સંતાઈ–રહેલાને. અર્થ-સંકલના ઊર્ધ્વલોક, અધોલોક અને મનુષ્યલોકમાં જેટલાં પણ ચૈત્યો-જિનબિંબો હોય, તે સર્વેને અહીં રહ્યો છતો, ત્યાં રહેલાંને હું વંદન કરું છું. જાવંત કે વિ સાહુ સૂત્ર જાવંત કે વિ સાહૂ, ભરફેરવય મહાવિદેહે અ; સલૅસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડ વિરયાણું. ૧ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા સર્વ સાધુઓને. અર્થ-સંકલના શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુઓને નમસ્કાર હો. શ્રી ઉવસગ્ગહર (ઉપસહર સ્તોત્ર) સત્ર ઉવસગ્ગહરં પાર્સ, પાસે વંદામિ કમાણમુક્યું; વિસહ૨ વિસનિન્નાસ, મંગલકલ્યાણઆવાસં. ૧ શબ્દાર્થ ઉવસગ્ગહરં–ઉપદ્રવોને દૂર કરનાર. પાસ–સમીપ. પાસ-ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનને. વંદામિ-હું વંદું છું. કમ્મદણમુક્ક-કર્મના સમૂહથી રહિત. કર્મ–આત્માઓની શક્તિઓને આવરનારી એક પ્રકારની પુગલની વર્ગીણા. ઘન-સમૂહ. મુક્ત-મૂકાયેલ, રહિત. વિસહર-વિસ-નિમ્નાસસાપના ઝેરનો નાશ કરનાર, મિથ્યાત્વ આદિ દોષોને દૂર કરનાર. મંગલકલ્યાણ-આવાસ–મંગલ અને કલ્યાણના ઘરરૂપ. અર્થ-સંકલના જેઓ સઘળા ઉપદ્રવોને દૂર કરનાર છે, ભક્તજનોને સમીપ છે, કર્મસમૂહથી મુક્ત થએલા છે, જેનું નામ સ્મરણ સાપના ઝેરનો નાશ કરે છે, તથા મિથ્યાત્વ આદિ દોષોને દૂર કરે છે અને જેઓ મંગલ તથા કલ્યાણનાં ઘરરૂપ છે, તેવા શ્રી પાર્શ્વનાથને હું વંદન કરું છું. ૧ વિસહર ફુલિંગમંત, કંઠે ધારે જો સયા મણુઓ; તસ્સ ગહરોગમારી, દુટ્ટજરા જંતિ ઉવસામ. ૨ શબ્દાર્થ વિસહર-ફુલિંગ-માં-વિસહર ફુલિંગ નામના મંત્રને. કંઠે ધારેઈ–કંઠને વિષે ધારણ કરે છે, સ્મરણ કરે છે. જો–જે. સયા-નિત્ય. મણુઓ-મનુષ્ય. તસ્સ- તેમનાં. ગહ-રોગ-મારી-દુઢજરા-ગ્રહચાર, મહારોગો, મારણ પ્રયોગો કે મરકી આદિ ઉત્પાતો તથા વિષમજ્વરો. ગ્રહચાર-ગ્રહોની માઠી અસર, મારીઅભિચાર કે મારણ પ્રયોગવડે ફાટી નીકળેલો રોગ કે મરકી, દુજરા-દુષ્ટ જ્વર, કફજ્વર, વિષમજ્વર, સન્નિપાત આદિ. જંતિ-જાય છે, પામે છે. શબ્દાર્થ જાવંત-જેટલા કે વિ–કોઈ પણ. સાહૂ-સાધુઓ. ભરહે–ભરતક્ષેત્રને વિષે. (એ)રવય-ઐરાવતક્ષેત્રને વિષે. મહાવિદેહે મહાવિદેહક્ષેત્રને વિષે. અ-અને. સવૅસિં-સર્વ સાધુઓ. તેસિં–તેમને. પણઓ-નમ્યો છું. તિવિહેણ-ત્રણ કરણે કરી. તિદંડ વિરયાણં–ત્રણ દંડથી વિરામ પામેલા. અર્થ-સંકલના ભરત-ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા જે કોઈ પણ સાધુઓ મન, વચન અને કાયાથી પાપ પ્રવૃત્તિ કરતા નથી, કરાવતા નથી, તેમજ કરતાને અનુમોદતા નથી, તેમને હું નમેલો છું-નમું છું. પંચપરમેષ્ઠી - નમસ્કાર સૂત્ર નમોડર્યસિદ્ધાચાયપાધ્યાયસર્વસાધુભ્યઃ ૧ શબ્દાર્થ– નમો-નમસ્કાર હો. અહંતુસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ અરિહંત, Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃકાળની સ્તુતિ વિસામ–ઉપશમનને. અર્થ-સંકલના [શ્રી પાર્શ્વનાથ પ્રભુના નામથી યુક્ત] વિસહર-ફુલિંગ નામનો મંત્ર જે મનુષ્ય કંઠને વિષે ધારણ કરે છે, તેમના દુષ્ટ ગ્રહો, મહારોગો, મારણ-પ્રયોગો કે મરકી વગેરે ઉત્પાતો અને દુષ્ટવરો શાન્ત થઈ જાય છે. ૨ ચિટ્ટક દૂરે મંતો, તુઝ પણામો વિ બહુફલો હોઇ; નરતિરિએસુ વિ જીવા, પાવંતિ ન દુખદોગચં. ૩ શબ્દાર્થ ચિટ્ટઉ–રહો. દુરે-છેટે. મંતો-(એ) મંત્ર. તુજઝ-તમને કરેલો. પણામો–પ્રણામ-નમસ્કાર વિ–પણ. બહુફલો–બહુ ફળ આપનારો હોઈ–થાય છે. નર-તિરિએસ-મનુષ્ય ગતિ) અને તિર્યંચ ગતિમાં. વિ–પણ. જીવાઆત્માઓ. પાવંતિ પામે છે. ન–નહિ. દુઃખ-દોગચં-દુ:ખ તથા દુર્દશાને. અર્થ-સંકલના એ મંત્ર તો બાજુએ રહો. હે પાર્શ્વનાથ! તમને કરેલો પ્રણામ પણ બહુ ફળ આપનારો થાય છે. તેનાથી મનુષ્ય અને તિર્યંચ-ગતિમાં રહેલા જીવો કોઈ પણ પ્રકારનું દુઃખ કે દુર્દશા અનુભવતા નથી. ૩ તુહ સમ્મત્તે લદ્ધ, ચિંતામણિ કણ્ડપાયવભૂહિએ; પાવંતિ અવિષેણ, જીવા અયરામર ઠાણ. ૪ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ તા દેવ! દિ% બોહિં, ભવે ભવે પાસજિણચંદ! ૫ શબ્દાર્થ ઇઅ-આ પ્રમાણે. સંયુઓ-સ્તવાયેલા. મહાયસ!–હે મહાયશસ્વી હે મહાકીર્તિવાળા ! પુરિસાદાણી. ભત્તિ-ભરનિભરેણ-ભક્તિથી ભરપૂર. ભરસમૂહ. નિર્ભર-ભરેલું હિઅએણ-હૃદયવડે, અંતઃકરણથી. તા-તેથી. દેવ-હે દેવ ! દિ%-આપો. બોટિં–બોધિ, સમ્યક્ત્વ. ભવે ભવે–ભવોભવને વિષે, પ્રત્યેક ભવમાં. પાસ-જિણચંદ!–હે પાર્શ્વજિનચંદ્ર ! જિનેશ્વરોમાં ચન્દ્રસમાન છે પાર્શ્વનાથ! અર્થ-સંકલના મેં આ પ્રમાણે ભક્તિથી ભરપૂર હૈયાવડે તમને સ્તવ્યા છે, તેથી હે દેવી!હે મહાયશ! હે પાર્શ્વજિનચંદ્ર ! મને ભવોભવમાં તમારું બોધિ-સમ્યકત્વ આપો. ૫ (પછી અગાસ આશ્રમમાં રોજ એક ભક્તિનો છંદ તથા તીર્થંકર ભગવાનના ચાર-ચાર સ્તવનો અનુક્રમે બોલાય છે.) શ્રી જયવીયરાય સૂત્ર જય વપરાય! જગગુરુ! હોઉ મમં તુહ પભાવઓ ભયવં; ભવનિઘેઓ મગ્ગા-છુસારિઆ ઇટ્ટફલસિદ્ધિ. ૧ લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઓ પરત્થકરણં ચ; સુહગુરુજોગો તવયણ-સેવણા આભવમખંડા. ૨ શબ્દાર્થ– જય–તમે જયવંત વર્તો. વીયરાય!–હે વીતરાગ પ્રભુ! જગ-ગુરુ!–હે જગદ્ગુરુ! હોઉ–હો. મમ-મને. તુહ-તમારા. પભાવ-પ્રભાવથી, સામર્થ્યથી. ભયવં!–હે ભગવનું ભવ-નિવ્વઓ-સંસારથી પરથી વૈરાગ્ય. મગાણુ-સારિઆ –મોક્ષ માર્ગમાં ચાલવાની શક્તિ. ઇટ્ટફલ-સિદ્ધિ-ઇષ્ટફળની સિદ્ધિ. મનોવાંછિત ફળની પ્રાપ્તિ. લોગ-વિરુદ્ધ-ચ્ચાઓ–લોકો નિંદા કરે તેવી પ્રવૃત્તિનો ત્યાગ. ગુરુજણ-પૂઆ-ધર્માચાર્ય તથા માતા-પિતાદિ વડીલો પ્રત્યે પૂરેપૂરો આદરભાવ. પરWકરણં–પરોપકાર, બીજાનું ભલું કરવું તે. સુહગુરુજોગો- સદ્ગુરુનો યોગ. તવણ-સેવણા-તેમનાં વચન પ્રમાણે ચાલવું તે. આભનં- જ્યાં સુધી સંસારમાં પરિભ્રમણ કરવું પડે ત્યાં સુધી. શબ્દાર્થ તુહ-તમારું. સમ્મત્તે લદ્ધસમ્યગ્દર્શન પ્રાપ્ત થવાથી. ચિંતામણિકખપાયવ-ભૂહિએ-ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક. પાવંતિ–પામે છે. અવિઘૃણં-સરલતાથી. જીવા–પ્રાણીઓ. અયરામર ઠાણેઅજરામર સ્થાનને, મોક્ષને. અર્થ-સંકલના ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક શક્તિ ધરાવનારું તમારું સમ્યકત્વ પામવાથી જીવો સહેલાઈથી મુક્તિપદને પામે છે. ૪ ઇએ સંયુઓ મહાયસ! ભક્તિભરનિભરેણ હિયએણ; Page #19 -------------------------------------------------------------------------- ________________ ૩૩ પ્રાતઃકાળની સ્તુતિ અખંડા-અખંડ રીતે. અર્થ-સંકલના હે વીતરાગ પ્રભુ! હે જગદ્ગુરુ! તમે જયવંત વર્તો. હે ભગવન્! તમારા સામર્થ્યથી મને સંસાર પ્રત્યે વૈરાગ્ય પ્રગટો, મોક્ષમાર્ગે ચાલવાની શક્તિ પ્રાપ્ત થાઓ અને ઇષ્ટ ફળની સિદ્ધિ થાઓ (જેથી હું ધર્મનું આરાધન સરળતાથી કરી શકું.) ૧ હે પ્રભુ (મને એવું સામર્થ્ય પ્રાપ્ત થાઓ કે જેથી) મારું મન લોક-નિન્દા થાય એવું કોઈ પણ કાર્ય કરવા માટે પ્રેરાય નહિ, ધર્માચાર્ય તથા માતા પિતાદિ વડીલો પ્રત્યે પૂરેપૂરો આદરભાવ અનુભવે અને બીજાનું ભલું કરવા માટે ઉજમાળ બને. વળી હે પ્રભો ! મને સદ્ગુરુનો યોગ સાંપડજો, તથા તેમનાં વચનો પ્રમાણે ચાલવાની શક્તિ પ્રાપ્ત થજો. આ બધું જ્યાં સુધી મારે સંસારમાં પરિભ્રમણ કરવું પડે ત્યાં સુધી અખંડ રીતે પ્રાપ્ત થજો. ૨ વારિઇ જઇ વિ નિયાણબંધણં વીયરાય! તુહ સમયે; તહ વિ મમ હુજ સેવા, ભવે ભવે તુમ્હ ચલણાë. ૩ દુખ-ખઓ કમ-ખઓ,સમાહિમરણં ચ બોહિલાભો અ; સંપwઉ મહ એએ, તુહ નાહ પણામ કરણેણં. ૪ શબ્દાર્થ વારિજ્જઈ–વાર્યું છે. જઈ વિ—જો કે, નિયાણ-અંધણં–નિયાણું બાંધવું તે. સમય–શાસ્ત્રમાં. તહ વિ–તો પણ. મમ મને. હુક્સ-હોજો. સેવા-ભક્તિ, ઉપાસના. ભવે ભવે-જન્મ જન્માંતરને વિષે. તુમ્હતમારાં. ચલણાશંચરણોની, પગોની. દુખ-ખ-દુઃખનો નાશ. કમ્મ-ખમો-કર્મનો નાશ. સમાહિ-મરણં—સમાધિ-મરણ, શાન્તિપૂર્વકનું મૃત્યુ. ચ-અને બોહિ-લાભોબોધિ-લાભ, સમ્યકત્વની પ્રાપ્તિ. અ-અને. સંપજઉ–પ્રાપ્ત થજો. મહમને એએ-એ. તુહતમને. નાહ !–હે નાથ ! પણામ કરણેણં–પ્રણામ કરવાથી. અર્થ-સંકલના હે વીતરાગ! તમારાં પ્રવચનમાં જો કે નિયાણું બાંધવાનું વાર્યું છે, તેમ છતાં હું એવી ઇચ્છા કરું છું કે દરેક ભવમાં તમારા ચરણોની ઉપાસના કરવાનો યોગ મને પ્રાપ્ત થજો. ૩ હે નાથ !તમને પ્રણામ કરવાથી દુ:ખનો નાશ થાય, કર્મનો નાશ થાય, સમ્યકત્વ સાંપડે અને શાંતિપૂર્વક મૃત્યુ થાય, એવી પરિસ્થિતિ ઉત્પન્ન થજો. ૪ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સર્વ મંગલમાંગલ્ય, સર્વકલ્યાણકારણં; - પ્રધાન સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસનં. ૫ શબ્દાર્થ | સર્વ-મંગલ-માંગલ્ય સર્વ મંગલોનાં મંગલરૂપ સર્વ-કલ્યાણ-કારણમ્ - સર્વ કલ્યાણોના કારણરૂપ. પ્રધાનમુ-શ્રેષ્ઠ, સર્વ-ધર્માણામ-સર્વ ધર્મોમાં. જૈન-જૈન. જયતિ-જય પામે છે, જયવંત વર્તે છે. શાસન-શાસન. અર્થ-સંકલના સર્વ મંગલોનાં મંગલરૂપ, સર્વ કલ્યાણોનાં કારણરૂપ અને સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ એવું જૈન શાસન જયવંત વર્તે છે. ૫ શ્રી અરિહંત ચેઇયાણં સૂત્ર અરિહંત ચેઇયાણ, કરેમિ કાઉસ્સગ્ગ. ૧ વંદણવત્તિયાએ, પૂઅણવત્તિયાએ, સક્કારવત્તિયાએ, સમ્માણવત્તિયાએ, બોહિલાભવત્તિયાએ, નિવસગવત્તિયાએ, ૨ સદ્ધાએ, મેહાએ, દિઇએ, ધારણાએ, અણુપેહાએ, વઠ્ઠમાણીએ, કામિ કાઉસ્સગ્ન. ૩ શબ્દાર્થ અરિહંત-ચેઈયાણં–અહંતુ-ચૈત્યો. ચૈત્યો-બિંબ, મૂર્તિ કે પ્રતિમા. કરેમિ-કરું છું, કરવાને ઇચ્છું છું. કાઉસ્સગ્ગ-કાયોત્સર્ગ. વંદણવત્તિયાએ-વંદનનાં નિમિત્તે. વંદનનું નિમિત્ત લઈને. પૂઅણ-વત્તિયાએ-પૂજનનાં નિમિત્તે, પૂજનનું નિમિત્ત લઈને. સકાર-વત્તિયાએ સત્કારના નિમિત્તે, સત્કારનું નિમિત્ત લઈને. સમ્માણ-વત્તિયાએ-સન્માનનાં નિમિત્તે, સન્માનનું નિમિત્ત લઈને. બોટિલાભ-વત્તિયાએ–બોધિલાભનાં નિમિત્તે, બોધિલાભનું નિમિત્ત લઈને, નિરુવસગ્ન-વત્તિયાએ-મોક્ષના નિમિત્તે, મોક્ષનું નિમિત્ત લઈને. સદ્ધાએ શ્રદ્ધા વડે, પોતાની ઇચ્છા વડે. મેહાએ મેધાવડે, સમજણ વડે. પિઈએ-વૃતિ વડે, ચિત્તની સ્વસ્થતા વડે. ધારણાએ–ધારણા વડે. ધ્યેયને યાદ રાખવા વડે, અણુપેહાએ-અનુપ્રેક્ષા વડે, વારંવાર ચિંતન કરવા વડે, વડું ઢમાણીએ-વૃદ્ધિ પામતી, વધતી જતી. હામિ કાઉસ્સગ્ગ–કાયોત્સર્ગ કરું છું. અર્થ-સંકલના અહંતુ પ્રતિમાઓના આલંબન વડે કાયોત્સર્ગ કરવા ઇચ્છું છું. વંદનનું Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃકાળની સ્તુતિ ૩૫ નિમિત્ત લઈને, પૂજનનું નિમિત્ત લઈને, સત્કારનું નિમિત્ત લઈને, સન્માનનું નિમિત્ત લઈને, બોધિના લાભનું નિમિત્ત લઈને, તથા મોક્ષનું નિમિત્ત લઈને વધતી જતી ઇચ્છા વડે, વધતી જતી સમજણ વડે, વધતી ચિત્તની સ્વસ્થતા વડે, વધતી જતી ધારણા વડે અને વધતી જતી અનુપ્રેક્ષા વડે હું કાયોત્સર્ગ કરું છું. શ્રી અન્નત્ય ઊસસિએણે સૂત્ર અન્નત્ય ઊસસિએણે નીસસિએણે ખાસિએ, છીએણં, જંભાઈએણં, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧ સુહમેહિં અંગસંચાલેહિં, સુહમેહિં ખેલસંચાલેહિં, સુહમેહિ દિલ્ફિસંચાલેહિં. ૨. એવમાઇએહિં આગારેહિં, અભગો અવિરાહિઓ, હુજ મે કાઉસ્સગો. ૩ જાવ અરિહંતાણં, ભગવંતાણે, નમુક્કારેણં ન પારેમિ ૪ તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અખાણ વોસિરામિ. ૫ (પછી એક નવકારનો કાઉસગ્ગ કરી “નમોડર્યસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય' કહી સ્તુતિ બોલવી.) જીલ્લામતિ કલ્યાણકંદં પઢમં જિર્ણિદં, સંર્તિ તઓ નેમિજિલ્શ મુર્ણિદં; પાસે પયાસં સુગુણિwઠાણ, ભત્તિ વંદે સિરિષદ્ધમાણે. ૧ શબ્દાર્થ કલ્યાણ-કંદ-કલ્યાણરૂપી વૃક્ષનાં મૂળને, કલ્યાણનાં કારણને. પઢમંપહેલા, આદિ, જિર્દિ–જિનેન્દ્રને. સંતિ–શ્રી શાન્તિનાથને, તઓ-ત્યાર પછી. નેમિજિગં–નેમિજનને, શ્રી નેમિનાથને. મુણિદં–મુનિઓમાં શ્રેષ્ઠ, પાસ–શ્રી પાર્શ્વનાથને. પયાસં—પ્રકાશ સ્વરૂપ. સુગુણિક-ઠાણ-સદ્ગુણનાં એક સ્થાનરૂપ, બધા સગુણો જ્યાં એકત્ર થયા છે તેવા. ભત્તિઈ–ભક્તિથી. વંદે–વંદુ છું. સિરિવદ્ધમાણં શ્રી વર્ધમાનને, શ્રી મહાવીર સ્વામીને.. અર્થ-સંકલના કલ્યાણનાં કારણરૂપ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવને, શ્રી શાન્તિનાથને, ત્યારપછી મુનિઓમાં શ્રેષ્ઠ એવા શ્રી નેમિનાથને, પ્રકાશ સ્વરૂપ તથા સર્વ સદ્ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ગુણોનાં સ્થાનરૂપ શ્રી પાર્શ્વનાથને તથા શ્રી મહાવીર સ્વામીને હું ભક્તિપૂર્વક વંદન કરું છું. ૧ -પ્રતિક્રમણ સૂત્ર વંદન તથા પ્રણિપાતસ્તુતિ “અહો! અહો! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો!અહો !ઉપકાર. શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ, હું દાસ છું, આપ પ્રભુનો દીન. ટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યોઆપ; મ્યાન થકી તરવારવતું, એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સશુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.” હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ ધર્મ (માર્ગ) આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યંત અખંડ જાગૃત રહો એટલું માગું છું તે સફળ થાઓ.” ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ભકિતના છંદો (૧) સહજાત્મસ્વરૂપ, ટાળો ભવકુપ, અખિલ અનુપમ બહુનામી, Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃકાળની સ્તુતિ 39 પ્રભુ નિષ્કામી, અંતરજામી, અવિચળધામી હે સ્વામી! જય જય જિનેંદ્ર, અખિલ અજેન્દ્ર, જય જિનચંદ્ર દેવા; હું શરણ તમારે, આવ્યો દ્વારે, ચઢજો વ્હારે કરું સેવા; સુખશાંતિદાતા, પ્રભુ પ્રખ્યાતા, દિલના દાતા હૈ સ્વામી, સ૦ ૧ અર્થ—હે સહજાત્મસ્વરૂપમાં સર્વકાળને માટે રમણતા કરનારા પ્રભુ! મને ભવકૂપ એટલે ચારગતિરૂપ સંસારના કૂવામાંથી ટાળો એટલે બહાર કાઢો અને સ્વરૂપરમણતાનું સુખ આપો. કેમકે આપ અખિલ એટલે સમસ્ત વિશ્વમાં અનુપમ છો, આપના જેવું શાશ્વત સુખ આપનાર જગતમાં કોઈ નથી. તેથી આપ બહુનામી એટલે આપના એક હજારને આઠ નામ છે. આપ પ્રભુ તો સંપૂર્ણ નિષ્કામી એટલે નિસ્પૃહ છો, મારા અંતરના ભાવ જાણવાથી અંતર્યામી છો, વળી અવિચળધામી એટલે જ્યાંથી ફરી કદી ચલાયમાન થવાય નહીં એવા મોક્ષધામમાં વસનારા છો. માટે હે સ્વામી ! તમે ખરેખર અમારા નાથ થવાને યોગ્ય છો. તમે સમ્યવૃષ્ટિ એવા જિનોમાં ઇન્દ્ર જેવા હોવાથી જિનેન્દ્ર છો. માટે તમારું શાસન ત્રિકાળ જયવંત વર્તે, જયવંત વર્તો. વળી આપને અખિલ એટલે સમસ્ત વિશ્વમાં કોઈ જીતી શકે નહીં માટે અજેન્દ્ર છો. સર્વ જિનોમાં ચંદ્ર જેવા હોવાથી આપ જિનચંદ્ર દેવ છો અર્થાત્ અઢાર દૂષણ રહિત આપ જિનેશ્વર દેવ છો. હું આપ જેવા પરમપુરુષ પરમાત્માનું શરણ લેવા આપને દ્વારે આવ્યો છું. હું સદા આપની સેવા કરનારો સેવક છું માટે જન્મમરણથી મુક્ત કરવા મારી વ્હારે ચઢજો અર્થાત્ મને મદદ કરવા દોડી આવજો. આપ તો સુખશાંતિના જ દાતા હોવાથી હે પ્રભુ! જગતમાં સર્વત્ર પ્રખ્યાત છો. હે સ્વામી ! આપ દિલના દાતા એટલે આપનું હૃદય સદા દિલદાર હોવાથી મને સ્વરૂપસુખ આપી કૃતાર્થ કરો એજ મારી આપ પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે. ।।૧।। જય મંગળકારી, બહુ ઉપકારી, આશ તમારી દિલ ધરીએ; અભયપદ ચહું છું, કરગરી કહું છું, શરણે રહું છું સ્તુતિ કરીએ; આ લક્ષ ચોરાસી ખાણ જ ખાસી, જઉં છું ત્રાસી હે સ્વામી. સન્ ૨ અર્થ—હે પ્રભુ! આપનો સદા જય હો. આપ પાપનો નાશ કરી સદા કલ્યાણ કરનાર હોવાથી મંગળકારી છો. માટે અમે પણ શાશ્વતસુખ મેળવવાની અંતરમાં આશા આપની પાસેથી રાખીએ છીએ. મરણાદિ સર્વ પ્રકારના ભયથી નિવર્તી નિરભયપદ મેળવવા ઇચ્છું છું. આપને આ બધું કરગરીને એટલે અત્યંત ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ દીનતાપૂર્વક આજીજી કરીને અથવા કાલાવાલા કરીને કહું છું. આપના જ શરણમાં રહું છું. આપની જ સ્તુતિ એટલે ગુણોની પ્રશંસા કરીએ છીએ. કેમકે આ ચોરાશી લાખ જીવાયોનિની ખાણ ખાસી એટલે ઘણી જ ઊંડી છે. તેમાં રઝળતો હવે હું ત્રાસ પામી ગયો છું. માટે હે સ્વામી! હવે મને મારું આત્મસ્વરૂપ પ્રાપ્ત કરાવી આ દુઃખની ખાણમાંથી બહાર કાઢો. ।।૨।। નવ જોશો કદાપિ, દોષો તથાપિ, કુમતિ કાપી હે ભ્રાતા; મુક્તિપદ દાતા, પ્રમુખ મનાતા, સન્મતિ દાતા હે ત્રાતા; કૃતિઓ નવ જોશો અતિશય દોષો, સઘળા ખોશો હે સ્વામી. સ૦ ૩ અર્થ—હે પ્રભુ ! અમારામાં અનંત દોષો ભરેલા છે; તથાપિ એટલે તો પણ તેને કદાપિ એટલે કદી પણ જોશો નહીં. પણ અમારી નવા નવા દોષો કરવાની કુમતિને આપ કાપી નાખો; જેથી ફરી નવા દોષો થાય જ નહીં.તમે જ મારા ખરા ભ્રાતા એટલે ભાઈ છો. મુક્તિપદ દેવામાં આપ જગતમાં પ્રમુખ એટલે સર્વોપરી મનાઓ છો, તથા સર્વ પ્રકારના દુઃખોથી બચાવનાર એવા ત્રાતા પણ આપ જ છો. અમારી કૃતિઓ એટલે કાર્યોને તમે જોશો નહીં કેમકે તે તો અતિશય દોષોથી ભરેલાં છે. પણ હે સ્વામી ! હવે અમને સન્માર્ગ બતાવી એ સઘળા પાપ કાર્યને તમે જ ખોઈ શકશો. બીજો કોઈ ઉપાય નથી. માટે હે સહજાત્મસ્વરૂપી સ્વામી ! કૃપા કરી અમારો ઉદ્ધાર કરો. II3II ૩૮ હું પામર પ્રાણીનું દુઃખ જાણી, અંતર આણીને તારો; ઘર ધંધાપાણી શિર લઈ તાણી, ભટક્યો ખાણી ભવ ખારો; મને રસ્તે ચડાવો, કદી ન ડગાવો, ચિત્ત રખાવો દુઃખવામી. સ૦ ૪ અર્થ—‘હું પામર શું કરી શકું' એવો પામર પ્રાણી છું. માટે મારા દુઃખને જાણી, આપના અંતરમાં મારી વાત આણીને મને જરૂર તારો, દુઃખથી પાર ઉતારો. હું તો ઘર કુટુંબની મોહમમતા કે તેના માટે ધંધાનો બોજ શિર ઉપર લોભવશ તાણી ખેંચીને રાખી, તેના ફળમાં ચોરાશી લાખ જીવયોનિની ખાણમાં અનાદિકાળથી ખૂબ ભટક્યો; તેથી આ ભવ એટલે સંસાર હવે મને ખારો ઝેર જેવો લાગે છે. માટે હવે મને તેવા દુઃખોથી છૂટવા અર્થે આત્મકલ્યાણના માર્ગે ચઢાવો, તે માર્ગમાંથી ફરી પાછો હું કદી ડગુ નહીં એવી મારી ચિત્તમાં દૃઢતા રખાવો; કેમકે આપ જ એક દુઃખવામી છો અર્થાત્ દુઃખનું સર્વકાળને માટે નિકંદન કાઢનાર એક આપ જ છો. માટે મારા ઉપર દયા લાવી મને ભવસમુદ્રથી Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃકાળની સ્તુતિ પાર ઉતારો. II૪॥ ૩૯ ઉત્તમ ગતિ આપો, સદ્ધર્મ સ્થાપો, કિક્વિષ કાપો હાથ ગ્રહી; પ્રકાશે પ્રતાપો, અખિલ અમાપો, ભવદુઃખ કાપો નાથ સહી; અવનીમાં તમારો સૌથી સારો જે શુભ ધારો સુખધામી. સ૦ ૫ અર્થ—હે પ્રભુ ! હવે મને ઉત્તમ ગતિરૂપ મોક્ષ આપો. તે મેળવવા અર્થે સદ્ ધર્મ તે આત્મધર્મ છે, તેની આરાધનામાં મારા મનને સ્થાપિત કરો. અને મારો હાથ ગ્રહી, તે દ્વારા થતા કિક્વિષ એટલે પાપો, અપરાધો કે દોષોને હવે કાપી નાખો. આપનો પ્રતાપ એટલે પ્રભાવ જગતમાં સર્વત્ર પ્રકાશિત છે. તે અખિલ એટલે સમસ્ત વિશ્વમાં અમાપ એટલે અનંત છે. માટે હે નાથ ! સહી એટલે નક્કી મારા ભવદુઃખને આપ કાપી જ નાખો. આ અવની એટલે પૃથ્વી ઉપર આપનો સૌથી સારો શુભ ધારો છે એટલે સર્વશ્રેષ્ઠ આપના સિદ્ધાંતો પ્રવર્તમાન છે. તે પ્રમાણે વર્તવાથી હે સુખધામી એટલે હે સુખના ઘરરૂપ પ્રભુ! અમે આપના શુદ્ધ સહજાત્મસ્વરૂપને જરૂર પામી શકીશું એમ અમને પૂર્ણ ખાત્રી છે. પા (૨) જય જગતત્રાતા, જગતભ્રાતા, જન્મ હરજગદીશ્વરા, સુખ સર્વ કારણ, ધર્મધારણ, ધીર વીર મહેશ્વરા; અતિ કર્મ કંદન, ચિત્ત ચંદન, ચરણ કમળે ચિત્ત ધરું; સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. ૧ અર્થ–પરમકૃપાળુદેવનો સદા જય જયકાર હો. કેમકે આપ તો જગત જીવોને આધિ વ્યાધિ ઉપાધિરૂપ ત્રિવિધ તાપાગ્નિથી બચાવનાર એવા જગતત્રાતા છો. સર્વ જીવોનું હિત ઇચ્છનાર હોવાથી જગતભ્રાતા એટલે જગત જીવોના બાંધવ છો. જન્મજરામરણને હરણ કરનાર હોવાથી જગતવાસી જીવોના ઈશ્વર છો. ભૌતિક કે આત્મિક સર્વ પ્રકારના સુખનું કારણ હોવાથી સત્પુરુષ છો. જીવોને ધર્મમાં ધારી રાખનાર હોવાથી ધર્મ ધારણ છો. સુખદુઃખમાં ધૈર્યવાન હોવાથી ધીર અને શુરવીર છો. આત્માનું મહાન ઐશ્વર્ય પ્રાપ્ત કરેલ હોવાથી મહેશ્વર છો. અતિ દુઃખ આપનાર એવા કર્મોનું કંદન એટલે નિકંદન અર્થાત્ જડમૂળથી તેમને નષ્ટ કરનાર છો. ચિત્તને વિકલ્પોથી શાંત કરી શીતળતા ઉપજાવનાર હોવાથી ચંદન સમાન છો. એવા આપ પ્રભુના ચરણકમળમાં મારા ૪૦ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ચિત્તને ધારણ કરી રાખું છું. તથા સહજાત્મસ્વરૂપમાં રમણતા કરનાર સદૈવ સેવવા યોગ્ય એવા સદ્ગુરુ પરમકૃપાળુ પરમાત્માને હું વિધિપૂર્વક વંદન કરું છું. ॥૧॥ આનંદસાગર-ચંદ્ર, નાગર-વૃંદ શ્રી સુખકંદ છો; ભવ ફંદ હારક, છંદ ધારક, સર્વ સદ્ગુણ ચંદ્ર છો; સુખકાર છો ભવપાર નહિ કંઈ સાર ચિત્તમાં હું ધરું. સ૦ ૨ અર્થ—પૂર્ણિમાના ચંદ્રને નીરખી સાગર એટલે સમુદ્રમાં ભરતી આવવાથી તે પણ તરંગોને ઉછાળી આનંદ માણે છે, તેમ રાજચંદ્ર પ્રભુને નીરખી ભવ્યાત્માનું મન આનંદની તરંગોથી ઊછળી ઊઠે છે; તેથી આપ આનંદસાગર—ચંદ્ર છો. નાગર–વૃંદ એટલે નગર લોકોના સમૂહમાં આપ શ્રી એટલે આત્મલક્ષ્મીથી યુક્ત હોવાથી સુખકંદ એટલે સુખના મૂળ છો. ભવ એટલે ચારગતિરૂપ સંસારના ફંદ એટલે જાળને તોડી અમને બહાર કાઢનાર છો. છંદ એટલે અક્ષરની માત્રાના મેળથી, નિયમાનુસાર બનાવેલી કવિતાઓના અનેક પ્રકારના છંદ, તેના ધરનાર છો. સર્વ પ્રકારના સદ્ગુણો આપનામાં ખીલી ઉઠવાથી આપ ચંદ્ર જેવી શીતળતાના આપનાર છો. અમને ભવ એટલે સંસારથી પાર ઉતારી શાશ્વત સુખના કર્તા હોવાથી સુખકાર છો. સંસારના ક્ષણિક ભોગોમાં કંઈ પણ સારભૂતતા નથી એવા આપના નિર્મળ ઉપદેશને હું ચિત્તમાં ધારણ કરું છું. તથા સહજાત્મસ્વરૂપી એવા પરમગુરુની આજ્ઞા જ ઉઠાવવા યોગ્ય છે એમ માની આપને વારંવાર પ્રણામ કરું છું. ॥૨॥ વિકરાળ આ કળિકાળ કેરી, ફાળથી ભય પામતો; ગુરુ ચરણ કેરા શરણ આવ્યો, ચિત્તમાં વિશ્રામતો; ગુરુ પૂરણ પ્રેમી કર ધરે શિર એમ આશા આચરું. સ૦ ૩ અર્થ—વિકરાળ એટલે ભયંકર આ હુંડાઅવસર્પિણી કળિકાળમાં જીવોનું મોહમયી, મિથ્યાત્વી અને અનાર્ય જીવોની સમાન વર્તન સાંભળીને મારા હૃદયમાં ફાળ એટલે ધ્રાસકો પડ્યો. જેથી ભય પામીને હું પરમકૃપાળુ સદ્ગુરુ ભગવંતના ચરણકમળના શરણમાં આવ્યો છું, તેથી મારા ચિત્તમાં વિશ્રાંતિ ઊપજી છે. હવે સર્વ જીવોના પૂરણ પ્રેમી એવા સદ્ગુરુ ભગવંત મારા માથા ઉપર કર એટલે પોતાનો હાથ ધરીને મને સ્વીકારી, પોતાના શરણમાં લે એવી હું આશા રાખી તેમના ઉપદેશ અનુસાર આચરણ કરવા પ્રયત્ન કરું છું. તથા સહજાત્મસ્વરૂપી એવા પરમકૃપાળુ પરમાત્માને હું શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પ્રણામ કરું છું. ।।૩।। Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃકાળની સ્તુતિ કરી કોપ ચાર કષાય બાંધે, બંધ આશા પાશનો; અતિ માર મારે માર તેમાં, કામની અભિલાષનો; છો નિર્વિકારી પાસ રાખો, ભક્તિ હું દિલમાં ધરું. સ૦ ૪ અર્થ–કોપ એટલે ક્રોધ તથા માન, માયા, લોભ આદિ કષાય ભાવોને કરી કરી કર્મોના બંધ પાડ્યા, તથા બીજી અનેક પ્રકારની આશા એટલે સાંસારિક સુખની ઇચ્છાઓના પાશ એટલે જાળમાં હું બંધાયેલો છું અર્થાત્ ફસાયેલો છું. કર્મો પણ આધિ વ્યાધિ ઉપાધિરૂપે ઉદયમાં આવી અનેક પ્રકારે મને અત્યંત માર મારવા છતાં, ફરી કામવાસનાનો જ અભિલાષ રાખું છું. પણ આપ સદા નિર્વિકારી છો તેથી મને આપની પાસે રાખો, જેથી હું પણ વિકારી ભાવોને ભુલી જઈ, આપની ભક્તિ દિલમાં ધારણ કરીને, મનને પવિત્ર કરું. ll નિજ ધામ ચંચળ, વિત્ત ચંચળ, ચિત્ત ચંચળ સર્વથી; હિત મિત્ર ને સુકલત્ર ચંચળ, જાય શું મુખથી કથી; સ્થિર એક સદ્ગુરુ દેવ છો, એ ટેક અંતર આદરું. સ. ૫ અર્થ-નિજધામ એટલે પોતાના માનેલ ઘર દુકાન આદિ બધા, પુલ પરમાણુના સંયોગથી બનેલા હોવાથી ચંચળ એટલે અસ્થિર છે. વિત્ત એટલે ધન અલંકાર આદિ પણ ચંચળ છે. પુણય પરવાર્યે જતાં રહે છે. અથવા હું આ બધી ઉપાધિને છોડી તેના ફળ ભોગવવા બીજા ભવમાં ચાલ્યો જઈશ. આ સર્વ કરતાં ચિત્ત એટલે મન તો અત્યંત ચંચળ છે. ઘડીવાર પણ સ્થિરતાને પામતું નથી. તેથી આત્મશાંતિના સ્વાદને પણ જાણતું નથી. હિતકારી મિત્ર હો કે સુકલત્ર એટલે સારા સ્વભાવવાળી પોતાની સ્ત્રી હો, તે પણ ચાલી જાય છે, અથવા પોતે બધાને મૂકી પરભવમાં ચાલ્યો જાય છે. આ વિષયમાં વિશેષ હું મુખથી શું કહ્યું; કેમકે આ બધું તો જગજાહેર છે. પણ હે સદ્ગુરુદેવ પરમકૃપાળુ પરમાત્મા! આપ પોતાના સહજ આત્મસ્વરૂપમય સ્વભાવને પામેલા હોવાથી, તથા સર્વકાળ તે સ્વરૂપમાં જ રહેવાના હોવાથી સ્થિર છો. નિશ્ચયનયે મારા આત્માનું પણ એવું જ સ્થિર, સુખમય સ્વરૂપ છે તો તે પ્રાપ્ત કરવાની જ હવે ટેક અંતરમાં રાખી, તેને પ્રગટાવવાનો પુરુષાર્થ આદરું. તેના માટે સહજાત્મસ્વરૂપી પરમકૃપાળુ પ્રભુના ચરણકમળમાં વારંવાર ભાવપૂર્વક વંદન કર્યા કરીશ. //પા. ભવ મંડપે કરી પ્રીત માયાસેજ સુંદર પાથરી; ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ત્યાં નિત્ય સૂતો ગાઢ નિદ્રા, મોહની અતિ આચરી, જાગ્રત કરી ગુરુ રાજચંદ્ર, બોધદાન કર્યું શરૂ. સ. ૬ અર્થ–આ ભવ એટલે સંસારરૂપી મંડપમાં પ્રીતિ કરીને, ત્યાં મોહમાયારૂપી સેજ એટલે પથારીને સુંદર રીતે પાથરી, સ્ત્રી, પુત્ર, ધન, વૈભવ આદિમાં અત્યંત મોહનું આચરણ કરી, ગાઢ મોહ નિદ્રામાં હમેશાં સૂતો હતો. પણ ગુરુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુએ આ જગતમાં આવી અને મોહનિદ્રામાંથી જાગ્રત કરીને, સંસારના જન્મજરામરણાદિ ભયંકર દુઃખોથી મુક્ત કરવા માટે બોધનું દાન આપવાનું શરૂ કર્યું. જેથી મારા આત્માને ઘણી જ શાંતિનો અનુભવ થયો, અને પરમપદરૂપ મોક્ષ પ્રાપ્તિની અભિલાષા જાગ્રત થઈ. હવે એવા સહજાત્મસ્વરૂપી પરમગુરુના ચરણકમળમાં સદા વંદન કરી તેમની જ આજ્ઞારૂપે સેવા ઉઠાવ્યા કરીશ. કા જયકાર શ્રી ગુરુદેવનો, જન જગતમાંહીગજાવજો; શુભ ભક્તના જે ધર્મ, તે અતિ પ્રેમ સાથ બજાવજો; ગુરુ ધર્મધારક, કર્મવારક, ધ્યાનમાં નિત્યે ધરું. સ. ૭ અર્થ–હે ભવ્યો! પરમકૃપાના કરનાર એવા શ્રી સદ્ગુરુદેવની મહિમાનો જયકાર, તમારા ઉત્તમ આચરણ વડે જગતમાં ગજાવજો. ભક્તના જે શુભ ધર્મ એટલે ઉત્તમ આચાર જે ભગવંતે વર્ણવેલા છે, તે પ્રભુ પ્રત્યેની અત્યંત ભક્તિ કરતાં સાથે બજાવજો અર્થાત્ તે તે આચારવિચારોનું પૂર્ણપણે પાલન કરજો; તો જ પરમકૃપાળુ પરમાત્માનો મહિમા જગતમાં પ્રસરશે. શ્રી સદગુરુ ભગવંત સદૈવ આત્મધર્મના ધારક છે, કર્મના વારક એટલે નિવારનાર છે, એવા સહજાત્મસ્વરૂપી પ્રભુને હું નિત્યે મારા ધ્યાનમાં ધારણ કરું; જેથી નિશ્ચયનયે મારું પણ તેવું જ સ્વરૂપ હોવાથી તે પ્રગટ થાય, અને હું પણ અનંતસુખસ્વરૂપ એવા શુદ્ધ આત્મપદને પામી મોક્ષમાં બિરાજમાન થાઉં. તે અર્થે સહજાત્મસ્વરૂપી પરમકૃપાળુ પ્રભુના સેવવા યોગ્ય ચરણકમળનો સદા દાસ રહી, વિધિપૂર્વક તેમની જ આજ્ઞાનું આરાધન કર્યા કરીશ, એવી મારી હાર્દિક પૂર્ણ અભિલાષા છે. કા. (આ કાવ્ય શ્રી અંબાલાલભાઈ લાલચંદ ખંભાતવાળાએ પરમકૃપાળુદેવની ભક્તિથી રચેલ છે.) () દયાળુ દીનાનાથ અજ્ઞાનહારી, ખરા ચિત્તથી ધ્યાનમાંહી વિહારી; ઘણા શિષ્યના આપ સંતાપહારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃકાળની સ્તુતિ ૪૩ અર્થ—હે પ્રભુ! આપ સર્વ જીવો ઉપર નિષ્કારણ કરુણા કરનાર હોવાથી ખરા દયાળુ છો. અને પરમાર્થે દીન, આત્મલક્ષ્મીથી હીન અને જગતમાં જન્મમરણથી અમને કોઈ બચાવનાર નહીં હોવાથી સાવ અનાથ, એવા જીવોને પણ આપ આત્મા અમર છે એવો બોધ આપી, સ્વભાવભણી વાળી સુખી કરનાર હોવાથી આપ દયાળુ દીનાનાથ છો. દેહ તે જ હું છું અને સ્ત્રી પુત્રાદિ મારા છે એવા અનાદિકાળના અજ્ઞાનને દૂર કરી હું આત્મા છું એવું ભાન કરાવનાર હોવાથી આપ અજ્ઞાનહારી છો. ખરા ચિત્તથી હમેશાં આત્માના ધ્યાનમાં જ વિહાર કરનાર હોવાથી સ્વરૂપવિહારી છો. આપના ઘણા શિષ્ય, આપના દ્વારા ઉપદિષ્ઠ આત્મલક્ષ્મીરૂપ બોધને અવગાહવાથી આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ સંતાપથી પરમશાંતિ મેળવે છે; તેથી આપ સંતાપહારી છો. માટે હે શ્રી ગુરુ રાજચંદ્ર પ્રભુ! ભવસાગરમાં ડૂબતા એવા આપના આ શિષ્યની બાંહ્ય ગ્રહી મને પાર ઉતારો. ।।૧।। કર્યો ક્રોધ તો ક્રોધને મારવાને, ધર્યો લોભ તો ધ્યાનને ધારવાને; મહા મોહહારી નિજાનંદ ધારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૨ અર્થ—હે પ્રભુ! આપે ક્રોધ કર્યો તો ક્રોધરૂપી ભયંકર કાળને મારવા માટે કર્યો. આપે લોભ કર્યો તો આત્મધ્યાનમાં સ્થિર થવા માટે કર્યો. સર્વે કર્મોમાં બળવાન એવા મહા મોહને હરાવવાથી આપ મોહહારી છો. નિજ એટલે પોતાના આત્મામાં જ રહેલા અનંત આનંદને ધારણ કરનાર હોવાથી નિજાનંદધારી છો. એવા હે ગુરુરાજ પ્રભુ! મારા ઉપર કૃપા કરી આ સંસારરૂપી કૂવામાંથી મને બહાર કાઢો. ॥૨॥ સદા નિર્વિકારી મહા બ્રહ્મચારી, ન પહોંચે સ્તુતિમાં મતિ કાંઈ મારી; નિરાધાર આ બાલ માટે વિચારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૩ અર્થ—આપનું અંતરથી અલિસ, માત્ર ઉદયાધીન વર્તન હોવાથી સદા નિર્વિકારી છો. બ્રહ્મ એટલે આત્માને કદી ભુલ્યા વગર તેમાં જ ચર્યા હોવાથી આપ મહા બ્રહ્મચારી છો. આપના આવા અદ્ભુત અંતરાત્મ ગુણોની સ્તુતિ એટલે પ્રશંસા કરવામાં મારી મતિની કાંઈ પહોંચ નથી, અર્થાત્ જે જે કહું તે સર્વ ન્યૂન ઠરશે. આ જગતમાં મને આધાર આપી મારો કોઈ ઉદ્ધાર કરે એવું નહીં હોવાથી હું નિરાધાર છું . માટે આ અજ્ઞાની બાલ માટેનો વિચાર કરી, બાંહ્ય ૪૪ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ગ્રહીને આધાર આપી હવે મારું કલ્યાણ કરો. II3II કદી નાથ સામું ન જોશો અમારા, તથાપિ અમે છીએ સદાયે તમારા; હવે આપ ઓ બાપ ! તારો વિચારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૪ અર્થ—હે નાથ ! આપ મારી અયોગ્યતાને જોઈ કદી મારા સામું જોશો નહીં તથાપિ એટલે તોપણ અમે તો સદાયે તમારા જ છીએ. કેમકે આપના સિવાય અમે બીજા કોઈનું શરણ લીધું નથી. તેથી હવે ઓ બાપ ! હું તમારી જ સંતાન છું એમ વિચારીને, હે ગુરુરાજ પ્રભુ! મારો હાથ ગ્રહીને મને અવશ્ય મોક્ષમાર્ગમાં સ્થાપિત કરો. ॥૪॥ ક્ષમા, ધૈર્ય, ઔદાર્યના જન્મસિંધુ ! સદા લોકથી દીનના આપ બંધુ; ન શક્તિ કશા કામમાંહી અમારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૫ અર્થ-શુદ્ધ આત્માના ઉત્તમ ક્ષમા, ધૈર્ય એટલે ધીરતા અને ઔદાર્ય એટલે ઉદારતા આદિ સ્વાભાવિક ગુણો આપનામાં જન્મ પામ્યા છે, તેની વિશાળતા સિંધુ એટલે સમુદ્ર જેવી અપાર છે. તેથી આપ સદૈવ લોકમાં રહેલા દીન એટલે ગરીબ અનાથોના બંધુ એટલે ભાઈ સમાન છો. કેમકે આપને જે નિષ્કામ ભાવથી ભજે, તે સહજે પુણ્યનો અધિકારી થાય છે; અને તેના ફળમાં ભૌતિક સંપત્તિને તે વગર ઇચ્ચે પામે છે. હે પ્રભુ! અમારી શક્તિ તો કોઈ કામમાં બરકત લાવે એવી નથી. માટે હે ગુરુરાજ પ્રભુ! અમને માર્ગદર્શન આપી આ મળેલા અમારા માનવદેહને સફળ કરો. ।।૫।। ગુણી જ્ઞાનવંતા વિવેકી વિચારો, મને આશરો એક ભાવે તમારો; દયાળુ હવે પ્રાર્થના લ્યો અમારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૬ અર્થ—હે સર્વગુણના ધારક જ્ઞાનવંતા પ્રભુ ! આપ તો વિવેકી હોવાથી મારું શામાં કલ્યાણ છે તે સર્વ જાણો છો. માટે હવે મારા ઉદ્ધાર સંબંધી વિચાર કરો. કેમકે મને એક ભાવે એટલે એક માત્ર આપનો જ આશરો એટલે આધાર છે. તેથી હે અનંતી દયાના ધારક દયાળુ પ્રભુ ! અમારી ઉપરોક્ત પ્રાર્થનાને ધ્યાનમાં લઈ, પરમકૃપાળુ પરમાત્મા ગુરુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ મારી બાંહ્ય ગ્રહીને મને ભવસાગરમાં બૂડતા અવશ્ય બચાવો; એવી ભાવભક્તિ સહિત આપને મારી નમ્ર અરજ છે. ||૬|| (આ કાવ્ય પણ શ્રી અંબાલાલભાઈ લાલચંદ ખંભાતવાળાએ પરમકૃપાળુદેવની ભક્તિથી રચેલ છે.) Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃકાળની સ્તુતિ (૪) ( જડબુદ્ધિ જીવ ! સંત વિના શુદ્ધ મારગ કોણ બતાવે ? એ દેશી ) અહો! રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રહેજો રટણ તમારું. તુમે પતિતપાવન છો સ્વામી, હું તો લોભી લંપટ ને કામી, તે તો જાણો છો અંતરજામી. અહો! રાજ૦૧ અર્થ-અહો! આશ્ચર્યકારક છે ‘સહજાત્મસ્વરૂપ’ જેનું એવા પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ‘સહજાત્મસ્વરૂપ” નું મને રાત દિવસ રટણ રહેજો. આપ ‘સહજાત્મસ્વરૂપ’ ને પામેલા હોવાથી મારા પરમગુરુ એટલે ઉત્કૃષ્ટ ગુરુ ભગવંત છો. જેમ પંચપરમેષ્ઠી ભગવંત પોતાના સહજાત્મસ્વરૂપને પામેલા છે તેમ આપ પણ છો. માટે સર્વગુણ સંપન્ન એવા ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ મંત્રનું ગુરુઆરાએ મને સદા સર્વકાળ રટણ રહેજો એવી મારી હાર્દિક અભિલાષા છે. આપ મારા જેવા વિષયકષાયમાં પતિત એટલે પડેલા જીવોને પણ પાવન એટલે પવિત્ર કરનાર હોવાથી સર્વના સ્વામી છો. જ્યારે હું તો સર્વ પદાર્થ મેળવવાની ઇચ્છાવાળો હોવાથી લોભી, પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં લપટાઈ ગયેલો હોવાથી લંપટી, તથા કામવાસનાથી યુક્ત હોવાથી કામી છું. મારી આવી અવદશાને છે અંતરયામી પ્રભુ ! આપ સર્વ જાણો છો. તે દૂર થવા, મને આપના ‘સહજાત્મસ્વરૂપ’મય નામનું નિરંતર સ્મરણ રહેજો. ||૧|| નથી જપ તપ સાધન કાંઈ કર્યું, નથી ચરણકમળમાં ચિત્ત ધર્યું, મન રેંટ તણી પેરે જાય ફર્યું. અહો ! રાજ૦૨ અર્થ–મેં ગુરુઆજ્ઞાએ નથી કોઈ સ્વરૂપનો જાપ કર્યો, કે ઇચ્છાઓને રોકવારૂપ નથી કોઈ તપ કર્યું, કે નથી કોઈ સર્વ કર્મોથી મુક્ત થવા અર્થે આત્મસાધન કર્યું. નથી આપના પવિત્ર ચરણકમળમાં એટલે આપની આજ્ઞા ઉઠાવવામાં ચિત્તને લગાવ્યું. મારું મન તો રેંટ એટલે કૂવાની રેટ સમાન ચગડોળે ચઢેલું હોવાથી સદા ફરતું જ રહે છે, સ્થિર થતું નથી. માટે આપના બોધેલા મંત્રમાં તેને સદા રોકી સ્થિર કરું એવી મારી અભિલાષા છે. તે પાર પડે એવી ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ કૃપા કરજો. રા મને મોહકટક લાગ્યું પૂંઠે, નિત્ય ઘેરીને મુજને લુંટે, તમે છોડાવો પ્રભુ તો છૂટે. અહો! રાજ૦૩ અર્થ–મોહકટક એટલે મોહનીય કર્મની જે અઠયાવીસ પ્રકૃતિઓ છે, તે કટક એટલે સેનાની જેમ મારી પૂંઠે લાગેલ છે. તે દર્શનમોહનીય કર્મની ત્રણમિથ્યાત્વ, મિશ્ર અને સમકિત મોહનીય અને ચારિત્ર મોહનીય કર્મની પચ્ચીસ પ્રકૃત્તિ તે ૧૬ કષાય અને ૯ નોકષાયરૂપે છે. તે મને મોહભાવો કરાવી ઘેરીને લૂંટે છે. છતાં હે પ્રભુ! આપ જો બોધબળે મને એ મોહભાવોથી છોડાવો તો તે જરૂર છૂટે. તે અર્થે પણ મને આપના સ્વરૂપનું રટણ સદા રહેજો એવી આપ પ્રભુ પ્રત્યે મારી યાચના છે. રૂા. અહો! ભાનુ સમાન પ્રગટ મણિ, મારા અનંત દોષ કાઢો ધણી, ક્ષણ દ્રષ્ટિ કરો મુજ રંક ભણી. અહો! રાજ૦૪ અર્થ—અહો! આશ્ચર્યમય આપનું ભાનું એટલે સૂર્ય સમાન પ્રગટ શુદ્ધાત્મ સ્વરૂપ, તે મણિ સમાન ઉજવલ છે. તે વડે હે નાથ! મારા અંધકારમય અનંતદોષોને કાઢી મને શુદ્ધ કરો. મારા જેવા રંક એટલે આત્માર્થે અનાથ ઉપર ક્ષણ દ્રષ્ટિ કરો, જેથી હું આપના સ્વરૂપનું સદા રટણ કરી શકું. જા. પ્રભુ કરુણાસાગર આપ અહો! મુજ પામરની પ્રભુ બાંહ્ય ગ્રહો, તુમ સેવા મુને સદાય રહો. અહો! રાજ૦૫ અર્થ-હે પ્રભુ! આપ ભવ્યાત્માઓને સાચી સમજ આપી, દુર્ગતિથી છોડાવી ઉત્તમ ગતિમાં ધારણ કરનાર હોવાથી આશ્ચર્યકારક કરુણાના સાગર છો. તેથી મારા જેવા પામરની પણ હવે બાંહ્ય ગ્રહો અને આપની સેવા અને સદાય રહો; જેથી હું સદા આપના સહજ આત્મસ્વરૂપનું ધ્યાન કરી શાશ્વત સુખને પામું. //પા જ્ઞાન દર્શન ચરણ ક્ષાયક જાણી, પ્રભુ સહજ સ્વભાવ પ્રગટ મણિ, આપો મને દેવ હો રંક ગણી. અહો! રાજ૦૬ Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃકાળની સ્તુતિ અર્થ—આત્માનું નિશ્ચયનયે જ્ઞાન, દર્શન અને ચરણ એટલે ચારિત્રમય સ્વરૂપ તે ક્ષાયકભાવે છે, તેનો કદી નાશ નથી. એમ આપના દ્વારા જાણી, તથા આપ પ્રભુને તો તે શુદ્ધ આત્મસ્વભાવમય સ્વરૂપ ક્ષાયકભાવે રત્નમણિની જેમ પ્રગટ છે. માટે હે નાથ ! તે શુદ્ધ આત્મસ્વરૂપ મને પણ રંક ગણીને આપો. અને તે મેળવવા માટે સદા આપના સહજાત્મસ્વરૂપનું હું ધ્યાન કર્યા કરું એવી શક્તિ આપો. ।।૬।। દિવ્ય જ્ઞાનકળા પ્રભુ અકળ અહો ! મુજ પામથી ન કળાય અહો! તુમ મુદ્રા દેખી પ્રતીત ભયો. અહો! રાજ૭ ૪૭ અર્થ-અહો ! આશ્ચર્યકારક એવી દિવ્ય એટલે દૈવિક આત્મજ્ઞાનની અકળ કળા હે પ્રભુ! આપની પાસે છે. તે મારા જેવા પામરથી કળાય એવી નથી. આપની એવી દૈવિક અદ્ભુત અંતર આત્મદશાને હું ઓળખી શકું એમ નથી. છતાં આપની વીતરાગમય પરમશાંતમુદ્રા એટલે મૂર્તિ કે ચિત્રપટના આકારને જોઈ મને પ્રતીતિ એટલે શ્રદ્ધા આવી કે ખરેખર પ્રભુ દિવ્ય આત્મજ્ઞાનની અદ્ભુતદશાને પામેલા પુરુષ છે. માટે આપના એવા પરમ પવિત્ર સ્વરૂપનું જ મને સદા રટણ રહો. IIના તુમે મોક્ષમાર્ગ ઉજ્જ્વળ કિયો, કુળ મતાગ્રહાદિ છેદ દિયો, અહો ! ભવ્યને કારણ દેહ લિયો. અહો ! રાજ૮ અર્થ—આપે વર્તમાનકાળમાં મોક્ષમાર્ગમાં પડેલા મતમતાંતરાદિ કાંટાઓને દૂર કરી તેને ઉજ્જવલ—સ્વચ્છ કર્યો. જે કુળમાં જન્મ્યા તે કુળ જે ધર્મને માને તે જ મોક્ષમાર્ગ, અથવા અનેક મત એટલે માન્યતાઓના આગ્રહોનો છેદ કરાવી મોક્ષમાર્ગને શુદ્ધ કર્યો. દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી આદિ સર્વ ગચ્છમતની માન્યતાઓ છોડાવી એક ‘આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ આરાધવો યોગ્ય છે' એમ જણાવ્યું. અહો ! ભવ્ય જીવોને મુક્તિ અપાવા માટે જ જાણે આપે દેહ ધર્યો ન હોય એમ લાગવાથી હું સદા આપના સ્વરૂપનું રટણ કર્યા કરું એવી કૃપા કરો. ।।૮।। અહો! વિષયકષાય અભાવ કિયો, પ્રભુ સહજ સ્વભાવે ધર્મ લિયો, નિરઉપાધિપદ સહજ ગ્રહ્યો. અહો! રાજ૦૯ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ અર્થ—અહો! મહાદુર્ધર એવા વિષયકષાયનો આપે અભાવ કર્યો, તથા પોતાના સહજ સ્વભાવમય એવા આત્મધર્મને અંગીકાર કર્યો; જે સદૈવ નિરઉપાધિમય પદ છે. જ્યાં આધિ, વ્યાધિ કે ઉપાધિ કંઈ જ નથી, એવા શુદ્ધ આત્મપદને પ્રભુએ અનેક ભવની આરાધનાના કારણે સહજમાં પ્રાપ્ત કરી લીધું. માટે આપના સહજાત્મસ્વરૂપમય નામનું મને સદા રટણ રહેજો, ।।૯।। ૫૨મ શીતળ અનંત દયા તુમમેં, પ્રભુ સ્યાદ્વાદશૈલી તુમ ઘટમેં, તુજ ચરણકમળ સેવા દ્યો મુજને. અહો ! રાજ૦૧૦ ૪૮ અર્થ—હે પ્રભુ! આપના હૃદયમાં પરમ શીતળમય અનંતી દયાનો વાસ હોવાથી આપનો ઉપદેશ અમારા અંતરમાં પણ પરમ શીતળતા ઉપજાવે છે. વળી આપના ઘટ એટલે હૃદયમાં જૈનધર્મની સ્યાદ્વાદશૈલી પ્રગટ છે. એ સ્યાદ્ વાદ એટલે અપેક્ષાવાદ કે અનેકાંતવાદ વડે કોઈ પણ ધર્મની માન્યતાવાળાને દુઃખ થતું નથી પણ આપના બોધેલા આત્મધર્મને અંગીકાર કરવાની ભાવના ઉત્પન્ન થાય છે. માટે આપના ચરણકમળની મને સેવા આપી મારા આત્મધર્મનો પ્રકાશ કરો. તથા તે પ્રાપ્તિ અર્થે હું સદા આપના સહજાત્મસ્વરૂપનું રટણ કર્યા કરું એવી કૃપા કરો. ।।૧૦। તુમ જ્ઞાનકળા અખંડ પ્રગટી, હું પામર ગુણ શું કહ્યું કથી? જૈન શૈલી પામું હું તુમ થકી. અહો ! રાજ૰૧૧ અર્થ−હે પ્રભુ! આપના આત્માની જ્ઞાનકળા અખંડપણે પ્રગટ થવાથી આપ ક્ષાયિક સમકિતના ધણી થયા. તે અદ્ભુત આત્મગુણોનું કથન હું પામર શું કરી શકું? પણ હવે જૈનદર્શનની મૂળભૂત જે વીતરાગ આત્મલક્ષી શૈલી તે હું આપના થકી સમજું, એવી મારી પૂર્ણ કામના છે. આપના પ્રત્યે મારી સાચી ભક્તિ પ્રગટ થાય તે અર્થે આપના સહજાત્મસ્વરૂપને હું સદા ભજ્યા કરું એવી કૃપા કરજો. ૧૧ પ્રભુ ચાર ગતિમાં હું ભટક્યો, હવે સ્વામી તુજ ચરણે આવ્યો, Page #27 -------------------------------------------------------------------------- ________________ (૧) શ્રી સીમંધર જિન સ્તવન મુનદાસ ગુલામ છે તુમ જાય. અહો ! રાજ૦૧૨ અર્થ–હે પ્રભુ! આજ સુધી તો હું અજ્ઞાનવશ, મોહવશ દુઃખમય એવી ચાર ગતિમાં જ ભટક્યો. હવે ‘બહુ પુણ્ય કેરા પુંજથી’ હે સ્વામી ! હું આપના ચરણકમળ પાસે આવ્યો છું અથવા આપના શરણે આવ્યો છું. હું મુનદાસ આપનો ગુલામ એટલે સેવક છું. આપના દ્વારા મને જન્મમરણથી છૂટવાની, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની સાચી સમજ મળવાથી આ જન્મમાં મારો નવો અવતાર થયો. માટે હે નાથ! તુમ જાયો એટલે તમે જ મને નવો જન્મ આપ્યો એમ હું શ્રદ્ધાપૂર્વક માનું છું. હવે આપના જેવું ક્ષાયિક સમ્યક્દર્શન મને પણ પ્રાપ્ત થાય, તે અર્થે ‘અહો ! રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો રટણ તમારું', એવી આપ પ્રભુ પ્રત્યે મારી પ્રેમસહ પ્રાર્થના છે, તે સ્વીકારી કૃતાર્થ કરજો. ./૧રા ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સંક્ષેપાર્થ:- કર્મ રહિત શુદ્ધ સ્વભાવમય આત્મધર્મ જેવો તમારો છે તેવો અમારો પણ છે. પણ તે આત્મધર્મની શ્રદ્ધા, ઓળખાણ તથા રમણતાના વિયોગે અમને વિભાવરૂપ અધર્મનું વળગણ થયું છે. રા વસ્તુ સ્વભાવ સ્વજાતિ તેહનો, મૂલ અભાવ ન થાય; પરવિભાવ અનુગત પરિણતિથી, કર્મે તે અવરાય રે સ્વામી, વી૩ સંક્ષેપાર્થ:- વસ્તુનો સ્વભાવ એ જ સ્વજાતિ છે. તેનો મૂળથી અભાવ કદી ન થાય. આત્મા પર એવા વિભાવને અનુગત એટલે અનુસરવારૂપ પરિણતિથી એટલે ભાવ કરવાથી તે કર્મોથી અવરાય છે. આવા જે વિભાવ તે પણ નૈમિત્તિક, સંતતિભાવ અનાદિ, પરનિમિત્ત તે વિષય સંગાદિક, તે સંયોગે સાદી રે સ્વામી, વી૦૪ સંક્ષેપાર્થ :- જે વિભાવ ભાવ છે તે પણ નૈમિત્તિક એટલે નિમિત્તથી ઉત્પન્ન થતાં આત્માના વિકારી ભાવ છે. આ કર્મના નિમિત્તથી ઉત્પન્ન થતા આત્માના વિભાવ ભાવની સંતતિ, પ્રવાહની અપેક્ષાએ તો અનાદિ છે. તે પરભાવના નિમિત્ત કારણરૂપ પાંચ ઇન્દ્રિયોના વિષય કષાયાદિનો સંગ છે. પણ તે આત્મામાં પર નિમિત્તથી થયેલાં વિભાવભાવ હોવાથી તેની સાદિ પણ છે, અર્થાતુ કોઈ કર્મ અનાદિ નથી. જુના ખરે છે અને નવા બંધાય છે. તે સંયોગની અપેક્ષાએ સાદિ પણ છે. //૪ અશુદ્ધ નિમિત્તે એ સંસરતા, અત્તા કત્તા પરનો; શુદ્ધ નિમિત્ત રમે જબ ચિદ્ધન, કર્તા ભોક્તા ઘરનો રે સ્વામી, વીપ સંક્ષેપાર્થ:- રાગદ્વેષરૂપ અશુદ્ધ નિમિત્તને આધીન બની પ્રવર્તતો આ અત્તા એટલે આત્મા, પરભાવનો કત્તા એટલે કર્તા બને છે. અને જ્યારે આત્મા અરિહંતાદિ વીતરાગ પુરુષોનું શુદ્ધ નિમિત્ત લઈ સ્વભાવમાં રમે ત્યારે તે પોતાના સ્વભાવનો જ કર્તા તથા પોતાના અનંત ગુણનો જ ભોક્તા બને છે. આપણા જેના ધર્મ અનંતા પ્રગટયા, જે નિજપરિણતિ વરિયો; પરમાતમ જિનદેવ અમોહી, જ્ઞાનાદિક ગુણ દરિયો રે સ્વામી, વી-૬ સંક્ષેપાર્થ:- જે આત્માના અનંત ગુણધર્મો પ્રગટ્યા તથા જે પોતાની શુદ્ધ આત્મપરિણતિને વર્યા એવા પરમાત્મા શ્રી જિનદેવ મોહ રહિત છે. જ્ઞાન દર્શનાદિના ગુણોના દરિયા કહેતા સમુદ્ર છે અર્થાત્ અનંત ગુણો જેને પ્રગટ (૧) શ્રી સીમંઘર જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત વિહરમાન વીશી (ષિત થઇ ૫૮ હો...... ted) શ્રી સીમંધર જિનવર સ્વામી, વિનતડી અવધારો; શુદ્ધ ધર્મ પ્રગટ્યો જે તુમચો, પ્રગટો તેહ અમારો રે સ્વામી, વીનવીએ મન રંગે. ૧ સંક્ષેપાર્થ:- હે આત્મલક્ષ્મીએ યુક્ત એવા શ્રી સીમંધર પ્રભુ! આપ રાગદ્વેષાદિ શત્રુઓને જિતનાર એવા ગણધર પુરુષોના પણ સ્વામી છો; માટે અમારી વિનંતિને પણ લક્ષમાં લ્યો. આપને જે આત્માનો શુદ્ધધર્મ પ્રગટ્યો છે. તેવો જ અમારો પણ સત્તામાં રહેલો આત્માનો શુદ્ધ ધર્મ પ્રગટ થાઓ. એવી હે સ્વામી ! આપને અમારી ભાવભીની વિનંતિ છે. [૧] જે પરિણામિક ધર્મ તુમારો, તેહવો અમચો ધર્મ; શ્રદ્ધાભાસન રમણ વિયોગે, વળગ્યો વિભાવ અધર્મ રે સ્વામી, વી-૨ Page #28 -------------------------------------------------------------------------- ________________ (૧) શ્રી સીમંધર જિન સ્તવન થયેલાં છે. કા. અવલંબન ઉપદેશક રીતે, શ્રી સીમંધર દેવ; ભજીએ શુદ્ધ નિમિત્ત અનોપમ, તજીએ ભવભય ટેવ રે સ્વામી, વી૭ સંક્ષેપાર્થ :- શ્રી સીમંધર પ્રભુ ઉપદેશ આપી સંસાર સમુદ્રથી પાર ઉતારનાર હોવાથી પરમ અવલંબનરૂપ છે. માટે એવા અનુપમ શુદ્ધ નિમિત્તને ભજીએ; અને તે વડે ચાર ગતિરૂપ સંસારના ભયથી સર્વકાળને માટે મુક્ત થઈએ. IITી શુદ્ધ દેવ અવલંબન કરતાં, પરહરિયે પરભાવ; આતમ ધર્મ ૨મણ અનુભવતાં, પ્રગટે આતમ ભાવ રે સ્વામી, વી૦૮ સંક્ષેપાર્થ:- અઢાર દૂષણરહિત શુદ્ધ દેવનું અવલંબન લઈને આત્માથી પર એવા રાગદ્વેષરૂપ પરભાવને પરિહરિએ અર્થાતુ દૂર કરીએ, તે પરભાવ જવાથી આત્મસ્વભાવમાં રમણતાનો અનુભવ થતાં સર્વકાળ તેમાં જ રહેવાનો આત્મભાવ પ્રગટ થાય છે. ||ઢા આતમ ગુણ નિર્મળ નીપજતાં, ધ્યાન સમાધિ સ્વભાવે; પૂર્ણાનંદ સિદ્ધતા સાધી, દેવચંદ્ર પદ પાવે રે સ્વામી, વીલ સંક્ષેપાર્થ :- આત્માનો સમ્યક્દર્શન ગુણ નિર્મળપણે પ્રગટ થતાં, તે આત્માના સ્વભાવનું ધ્યાન કરીને કે આત્માના જ સ્વભાવની સમાધિ કહેતા સ્વસ્થતા પામીને, આત્માની પૂર્ણ આનંદસ્વરૂપ સિદ્ધતાને સાધી, દેવોમાં ચંદ્રમાં સમાન પરમાત્મપદને તે સ્વયં પામે છે. III ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ વિજયમાં પુંડરિગિણી નામની સારરૂપ સુંદર નગરી છે. તેમાં શ્રી સીમંધર સાહિબ વર્તમાનમાં જયવંત વર્તે છે, અર્થાત્ વિચરી રહ્યાં છે. તે ત્યાંના શ્રી શ્રેયાંસરાજાના કુમાર એટલે પુત્ર છે. પણ હે જિનોમાં રાજા સમાન શ્રી નિણંદરાય પ્રભુ સીમંધર સ્વામી, આપ અમારા પ્રત્યે ધર્મસ્નેહ રાખજો, અર્થાતુ અમે પણ સ્વસ્વભાવરૂપ આત્મધર્મને પામીએ તેવો ઉપાય સૂઝાડજો. I/૧ મોટા નાહના અંતરો રે, ગિરુઆ નવિ દાખંત; શશી દરિશણ સાયર વધે રે, કેરવવન વિકસંત. જિ૦૨ સંક્ષેપાર્થ:- અમે મોટા અને તમે નાના એવો આંતરો ગિરુઆ એટલે મોટાપુરુષો કદી દાખવતા નથી અર્થાતુ બતાવતા નથી. જેમકે શશિ એટલે ચંદ્રમાના દર્શનથી મોટો એવો સમુદ્ર પણ વૃદ્ધિ પામે છે અને કૈરવવન એટલે સફેદ કમળોનું વન પણ ચંદ્રમાના પ્રકાશથી વિકસિત થાય છે અર્થાતુ ખીલે છે. માટે હે જિર્ણોદરાય! અમારા જેવા પામર જીવો પ્રત્યે પણ આપ ધર્મસ્નેહ દર્શાવજો જેથી અમારા પણ આત્મગુણો ખીલી ઊઠે. રા. ઠામ કુઠામ નવિ લેખવે રે, જગ વરસંત જલધાર; કર દોય કુસુમે વાસીએ રે, છાયા સવિ આધાર. જિ૦૩ સંક્ષેપાર્થ :- જગતમાં વરસતી જલધાર એટલે વરસાદ તે ઠામ એટલે સારું સ્થાન કે ખરાબ સ્થાનને જોતો નથી. તે તો સર્વત્ર સરખાભાવે જ વરસે છે. તથા કુસુમ એટલે ફૂલ તેને ગરીબ હો કે ધનવાન હો જે સ્પર્શ કરે તેના હાથને તે સુવાસિત કરે છે. તેમજ વૃક્ષની છાયા તે પણ ગરીબ કે તવંગર સર્વને માટે સરખી રીતે આધાર આપનારી થાય છે. માટે હે જિર્ણોદરાય ! મારા જેવા પાપીને પણ આપ આધાર આપી જરૂર ધર્મસ્નેહ રાખજો જેથી મારા આત્માનું કલ્યાણ થાય. ૩. રાય રંક સરિખા ગણે રે, ઉદ્યોતે શશી સૂર; ગંગાજલ તે બિહુતણો રે, તાપ કરે સવિ દૂર. જિ૦૪ સંક્ષેપાર્થ :- ચંદ્રમા અને સૂરજ, ઉદ્યોતે એટલે પ્રકાશ સમયે, રાજા અને રંક એટલે ગરીબને પણ સરખા જ ગણે છે અર્થાત્ બેયને સરખો જ પ્રકાશ આપે છે; તેમાં કંઈ ભેદ રાખતા નથી. તેવી જ રીતે ગંગાજલ પણ રાજા કે રંક તે બેઉમાંથી જે કોઈ પણ તેમાં સ્નાન કરે તેના શરીરનો તાપ શીતળ જળવડે દૂર (૧) શ્રી સીમંધર જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વિહરમાન વીશી (ઈડર આંબા આંબલીએ-એ દેશી) પુષ્કલાવઈ વિજયે જયો રે, નયરી પુંડરિગિણી સાર; શ્રી સીમંધર સાહિબા રે, રાય શ્રેયાંસ કુમાર, જિગંદરાય, ધરજો ધર્મસનેહ. ૧ સંક્ષેપાર્થ :- જંબુદ્વીપના પૂર્વ મહાવિદેહમાં આવેલ પુષ્પકલાવતી Page #29 -------------------------------------------------------------------------- ________________ ૫૩ (૧) શ્રી કષભ જિન સ્તવન કરે છે. માટે હે જિર્ણોદરાય! આપ પણ મારા જેવા પરમાર્થે સાવ રંક એવા જીવ સાથે ધર્મસ્નેહ રાખી, આત્મશીતળતા પ્રગટાવવાની કૃપા કરજો. જો સરિખા સહુને તારવારે, તિમ તુમે છો મહારાજ; મુજશું અંતર કિમ કરો રે, બાંહ્ય ગ્રહ્યાની લાજ, જિ૫ સંક્ષેપાર્થ:- પુણ્યાત્માઓને કે પાપીઓને સરખી રીતે ઉદ્ધાર કરવાને સમદ્રષ્ટિવાળા એવા હે સીમંધર મહારાજ ! આપ સર્વથા સમર્થ છો તો મારી સાથે આપ કેમ અંતર એટલે ભેદ રાખો છો. મેં તો આપનું શરણ સ્વીકાર્યું છે. તમારી બાંહ્ય ગ્રહી છે. હવે મને નહીં તારશો તો તેમાં તમારી જ લાજ જશે. તે લાજ રાખવા માટે પણ મને તમારે તારવો પડશે. માટે હે જિર્ણોદરાય ! મારી સાથે જરૂર ધર્મસ્નેહ રાખજો. //પા મુખ દેખી ટીલું કરે રે, તે નવિ હોય પરમાણ; મુજરો માને સવિ તણો રે, સાહિબ તેહ સુજાણ. જિ.૬ સંક્ષેપાર્થ:- ભક્ત જોઈને તેનો ઉદ્ધાર કરે અર્થાત્ તેના કપાળે સમક્તિનો ચાંદ ચોઢે અને પાપીઓની સામું પણ ન જાએ, તે આપના જેવા માટે પ્રમાણભૂત નથી. પણ રાય કે રંક સર્વના ગુજરાને માન આપે અર્થાત્ સર્વની વાત સાંભળે તે જ સુજાણ એટલે વિચક્ષણ છે અને તેજ ખરેખરા સાહિબ પદને યોગ્ય ગણાય. ફા! વૃષભ લંછન માતા સત્યકી રે, નંદન મિણી તંત; વાચક યશ એમ વીનવ્યો રે, ભયભંજન ભગવંત. જિ૦૭ સંક્ષેપાર્થ :- વૃષભ એટલે બળદ છે લાંછન જેમનું એવા સત્યકી માતાના નંદન, તેમજ મિણીના છે કંત એટલે સ્વામી, એવા શ્રી સીમંધર પ્રભુને વાચક શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે મેં ઉપરોક્ત પ્રકારે અમારા ઉદ્ધાર માટે વિનંતિ કરી છે; કેમકે એ ભગવંત સર્વ પ્રકારના ભયને ભાંગવા સમર્થ છે, માટે હે જિર્ણોદરાય ! આપ જરૂર અમારા જેવા ચારગતિરૂપ સંસારમાં રઝળતા પ્રાણીઓના ઉદ્ધાર માટે ધર્મસ્નેહ રાખજો, જેથી અમારું કલ્યાણ થાય અને આપનું તારણતરણ એવું બિરૂદ પણ સચવાય. llણા ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ શ્રી યશોવિજયાત વર્તમાન બીજી યૌવીશી (પૈરો પ્રભુ નીકો મેરો પ્રભુ નીકોએ દેશી) ત્રકષભ જિનંદા, ઋષભ જિનંદા, તું સાહિબ હું છું તુજ બંદા; તુજશું પ્રીતિ બની મુજ સાચી, મુજ મન તુજ ગુણશું રહ્યું માચી. ૪૦૧ સંક્ષેપાર્થ:- હે ઋષભ જિનંદા! હે જિનોમાં ઇન્દ્ર જેવા પ્રભુ ! તમે તો મારા સાહિબ છો અને હું તમારો બંદા કહેતા બંદગી કરવાવાળો સેવક છું. તમારી સાથે મારી સાચી પ્રીત બની છે; જેથી મારું મન તે તમારા ગુણોમાં જ રાચી માચીને તલ્લીન રહે છે. |૧|| દીઠા દેવ ચે ન અનેરા, તુજ પાખલિ ચિત્તડું દીએ ફેરા; સ્વામી શું કામણડું કીધું, ચિત્તડું અમારું ચોરી લીધું. ૦૨ સંક્ષેપાર્થ :- તેથી અનેરા કહેતા બીજા હરિહરાદિક દેવ દેવીઓ દીઠા પણ ગમતા નથી. તેમાં મારું મન કિંચિત્ પણ આકર્ષણ પામતું નથી. પણ તુજ પાખલિ કહેતા તારી ચોફેર જ મારું ચિત્ત સદા ફર્યા કરે છે. હે સ્વામી આપે અમારા પ્રત્યે એવું શું કામણ કર્યું કે જેથી અમારું ચિત્ત તમે ચોરી લીધું, તેથી સંસારમાં તમારા સિવાય બીજું કંઈ સારભૂત અમને જણાતું નથી. રા. પ્રેમ બંધાણો તે તો જાણો, નિર્વહેશ્યો તો હોશે પ્રમાણો; વાચક યશ વીનવે જિનરાજ, બાંહ્ય ગ્રહ્યાની તુજને લાજ. ઋ૩ સંક્ષેપાર્થ :- આપની સાથે પ્રેમ બંધાણો, તે તો તમે જાણો છો પણ હવે તે પ્રેમનો નિર્વાહ આપ જો કરો તો તે પ્રેમ પ્રમાણભૂત માની શકાય. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ શ્રી જિનરાજને વીનવે છે કે મારી બાંહ્ય આપે ગ્રહી છે તો હવે મને સંસાર સમુદ્રમાં ડૂબતાં ખેંચી લેવો તે આપની ફરજ છે, હવે જો મને નહીં ઉગારશો તો લાજ તમારી જશે, કેમકે હું તો તમારે શરણે આવેલો પામર સેવક છું. ૩ ૧. શ્રી ઋષભ જિન સ્તવન (૧) શ્રી કેવલજ્ઞાની જિન સ્તવન Page #30 -------------------------------------------------------------------------- ________________ (૧) શ્રી કેવલજ્ઞાની જિન સ્તવન શ્રી દેવચંદ્રજીત ગત ચોવીશી નામે ગાજે પરમ આહલાદ, પ્રગટે અનુભવરસ આસ્વાદ; તેથી થાયે મતિ સુપ્રસાદ, સુણતાં ભાંજેરે કાંઈ વિષયવિષાદરે; - જિગંદા તાહરા નામથી મન ભીનો. ૧ સંક્ષેપાર્થ :- હે કેવલજ્ઞાની પ્રભુ! આપના નામ માત્રના શ્રવણથી મારા અંતરમાં પરમ આસ્લાદ એટલે પરમ આનંદનો શ્રોત ગાજી ઊઠે છે, અર્થાત્ આનંદના ઊભરા આવે છે. તેના ફળસ્વરૂપ આત્માના અનુભવરસનો આસ્વાદ એટલે વેદન પ્રગટે છે. તે અનુભવરસના વેદન વડે મતિ એટલે બુદ્ધિ સુપ્રસાદ કહેતા સમ્યકરીતે પ્રશાંતરસવાળી બને છે. તથા આપના વચનામૃત સાંભળતા તો પાંચ ઇન્દ્રિયોના વિષયોથી ઉત્પન્ન થતો એવો વિષાદ એટલે ખેદ તે તો પલાયન થઈ જાય છે. હે જિગંદા એટલે જિનોમાં ઇન્દ્ર સમાન કેવળજ્ઞાની પ્રભુ! આપના નામથી જ મારું મન તો પ્રેમરસથી ભીંજાઈ ગયું છે. //પા. ક્ષેત્ર અસંખ્ય પ્રદેશ, અનંત પર્યાય નિવેશ; જાણંગ શક્તિ અશેષ, તેહથી જાણે રે કાંઈ સકળ વિશેષ રે.જિ-૨ સંક્ષેપાર્થ :- પોતાના આત્માનું સ્વક્ષેત્ર અસંખ્યાત પ્રદેશ છે. તઆત્માના એક એક પ્રદેશે જ્ઞાન,દર્શન, આદિ ગુણોના અનંતાનંત પર્યાયો તનિવેશ એટલે પ્રવેશ કરીને રહેલા છે. માટે આપનામાં સર્વ પદાર્થોને જાણંગએટલે જાણવાની શક્તિ અશેષ એટલે અનંતપણે રહેલી છે. તેથી આપ જગતના સકળ જડ ચેતન અનંત પદાર્થોના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી વિશેષપણે એટલે સંપૂર્ણપણે જ્ઞાતા છો; કોઈપણ પદાર્થ આપના જાણપણાથી બહાર નથી. આવી આપનામાં અભુત શક્તિ જોઈને હે જિનોમાં ઇન્દ્ર જેવા પ્રભુ ! આપના નામ માત્રથી મારું મન ભીનું થયું છે. રા સર્વ પ્રમેય પ્રમાણ, જસ કેવળ નાણ પહાણ; તિણે કેવળનાણી અભિહાણ, જસ ધ્યાવે રે કાંઈ મુનિવર ઝાણ રે. જિ૩ - સંક્ષેપાર્થ:- સર્વ દ્રવ્યો, તેના ગુણો અને પર્યાયો પોતપોતાની મર્યાદાને ઉલ્લંઘે નહીં; પણ પોતપોતાના પ્રમાણ એટલે માપમાં જ રહે તેને પ્રમેય ગુણધર્મ કહેવાય છે, જસ એટલે તે, દ્રવ્યગુણપર્યાયનું પ્રમાણ કરનાર સર્વ જ્ઞાનોમાં પહાણ પફ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ એટલે પ્રધાન એવું પ્રભુનું કેવળજ્ઞાન છે. તેથી કેવળજ્ઞાની એવું પ્રભુનું અભિહાણ કહેતા અભિધાન અર્થાત્ તેમનું નામ તે સાર્થક છે. આપ કેવળજ્ઞાની હોવાથી મુનિવર એટલે મુનિઓમાં શ્રેષ્ઠ એવા ગણધરો આદિ પણ ત્રણ યોગ સ્થિર કરી આપને ઝાણ કહેતા ધ્યાનમાં ધ્યાવે છે; અર્થાત્ ધ્યાનમાં આપના શુદ્ધગુણોને સ્મરી કર્મોને બાળી ભસ્મીભૂત કરે છે, એવા આપના શુદ્ધગુણોને સ્મરવાથી મારું મન પણ આપના કેવળજ્ઞાની એવા નામ પ્રત્યે આકર્ષિત થયું છે. રૂા. ધ્રુવપરિણતિ છતિ જાસ, પરિણતિ પરિણામે ત્રિક રાશ; કર્તાપદ પ્રવૃત્તિ પ્રકાશ, અસ્તિનાસ્તિરે કાંઈ સર્વનો ભાસરે, જિ-૪ સંક્ષેપાર્થ:- જાસ એટલે કે પ્રભુની પરિણતિ અર્થાત્ આત્મસ્વભાવ છે તે ધ્રુવ સ્વરૂપે છે, છતાં તે સ્વભાવનું પરિણમન, ત્રિકાશ કહેતાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એમ ત્રણ રાશિપણે સદા થયા કરે છે. ઉત્પાદ, વ્યય, ધ્રુવતા સર્વ દ્રવ્યમાં સર્વ સમયે છે. તેમ પ્રભુજી પણ પોતાના શુદ્ધસ્વભાવની શુદ્ધસ્વરૂપે પ્રવૃત્તિના સમયે સમયે પ્રકાશ એટલે પ્રગટ કરનાર હોવાથી તેના કર્તા છે. પ્રત્યેક પદાર્થનું અસ્તિત્વ પોતાના જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં સર્વદા રહેલું છે. અને સર્વ પદાર્થ અથવા દ્રવ્ય પોતાનું અસ્તિત્વ મૂકીને કદી પણ પદ્રવ્ય સ્વરૂપે થાય નહીં; એ જ દ્રવ્યનો નાસ્તિત્વ સ્વભાવ છે. એવી રીતે અસ્તિ કે નાસ્તિ આદિ વસ્તુના અનંત સ્વભાવ છે. તે સર્વ હે પ્રભુજી ! આપનામાં પ્રગટેલ અનંતજ્ઞાન ગુણમાં, સર્વ સમયે એક સાથે જ ભાસી રહ્યાં છે, અર્થાત્ જણાઈ રહ્યાં છે. //૪ સામાન્ય સ્વભાવનો બોધ, કેવળ દર્શન શોધ; સહકાર અભાવે રોધ, સમયંતર રે કાંઈ બોધ પ્રબોધ રે.જિ૦૫ સંક્ષેપાર્થ:- વસ્તુના સ્વભાવનો સામાન્યપણે બોધ એટલે જ્ઞાન થવું તેને દર્શન કહે છે. તે દર્શન તો આપને કેવળદર્શનરૂપે શોધ એટલે શુદ્ધ થયેલું છે. વસ્તુને જાણવામાં સામાન્યપણે ઇન્દ્રિયો કે સૂર્ય ચંદ્રાદિના સહાયની જરૂર પડે પણ પ્રભુને તો કેવળદર્શન, કેવળજ્ઞાન પ્રગટ હોવાથી પ્રત્યેક દ્રવ્યને જોવા જાણવામાં આવા સહકારના સાધનોનો અભાવ હોય તો પણ કોઈ રોધ એટલે કોઈ બાધ આવતો નથી. ભગવાનનું કેવળદર્શન સર્વરૂપી કે અરૂપી પદાર્થને સર્વ પ્રકારે સ્પષ્ટ રીતે જોઈ શકે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ જે ભવિ પ્રભુને તન્મયપણે, જગતને ભૂલીને ધ્યાને અર્થાત્ રાગદ્વેષાદિ ભાવોને છોડી સહજાત્મસ્વરૂપને ધ્યાવે; તે આત્મા સહી એટલે જરૂર દેવોમાં ચંદ્રમા સમાન એવા પ્રભુના ઉત્તમ પદને પામે, એમ નિઃસંદેહપણે માનવું. Iટા (૨) શ્રી યુગમંધર જિન સ્તવન પ૭ પ્રભુને કેવળદર્શન અને કેવળજ્ઞાન ગુણ સંપૂર્ણપણે પ્રગટ છે. તેમાં પદાર્થનો સામાન્ય બોધ થવો તેને કેવળદર્શન કહીએ છીએ અને પ્રબોધ એટલે વિશેષ પ્રકારે બોધ થવો તેને કેવળજ્ઞાન કહીએ છીએ. સામાન્યપણે સર્વમાં તે સમયંતર એટલે એક સમયના આંતરે થાય છે; પણ પ્રભુમાં તો અખંડપણે સર્વ સમયે કેવળદર્શન અને કેવળજ્ઞાનનો ઉપયોગ એક સાથે જ હોય છે. પા. કારક ચક્ર સમગ્સ, તે જ્ઞાયક ભાવ વિલગ્ન; પરમભાવ સંસગ્ગ, એક રીતે જે કાંઈ થયો ગુણવ... રે. જિ૦૬ સંક્ષેપાર્થ :- છ કારક ચક્ર તે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ છે. તે સમગ્ગ એટલે સમગ્ર રીતે સર્વ કારક ચક્રો તે જ્ઞાયકભાવને સંબંધે વિલગ્ન એટલે વળગેલા છે; અર્થાત્ પ્રભુનું જ્ઞાન ફરે તેમ તે પણ સર્વ કારક ચક્રો ફરે છે. એમ પ્રભુના પરમભાવ એટલે શુદ્ધ ભાવના સંસર્ગી એટલે સંબંધે સર્વે ગુણો પ્રવર્તે છે, અર્થાત્ પ્રભુના અનંત ગુણોના અનંત કારક ચક્રો જ્ઞાનને આધીન સમકાલે પ્રવર્તે છે. તેથી એક રીતે જોતાં અનંત ગુણોનો વચ્ચ એટલે વર્ગ પ્રભુમાં સમકાલે પ્રવર્તે છે એમ જાણવું. IIકા ઇમ સાલંબન જિન ધ્યાન, ભવિ સાધે તત્ત્વ વિધાન; લહે પૂર્ણાનંદ અમાન, તેહથી થાયે રે કાંઈ શિવ ઇશાન રે. જિ૦૭ સંક્ષેપાર્થ :- એમ પ્રભુના અવલંબને જે ભવ્યાત્મા શુદ્ધાત્મસ્વરૂપી એવા જિનનું ધ્યાન કરે અર્થાતુ પોતે પણ પ્રભુની જેમ સર્વ કારક ચક્રોને પોતાની આત્મશુદ્ધિ કરવા માટે પ્રવર્તાવે, તે ભવિ જીવ તત્ત્વ વિધાન એટલે આત્મસિદ્ધિરૂપ તત્ત્વ પ્રાપ્ત કરવાના વિધિ વિધાનને સાધે છે. તે ભાગ્યવાન જીવ પૂર્ણ આત્માનંદને અમાન એટલે અમાપપણે પામે છે. અને તે આત્માનંદ વડે સર્વ કર્મનો ક્ષય કરી શિવ ઇશાન એટલે મોક્ષપદવીનો તે સ્વામી થાય છે. liા. દાસ વિભાવ અપાય, નાસે પ્રભુ સુપસાય; જે તન્મયતાએ ધ્યાય, સહી તેહને રે દેવચંદ્ર પદ થાય રેજિ૦૮ સંક્ષેપાર્થ:- આ દાસનું વિભાવના કારણે જે અપાય એટલે દુઃખ છે તે પણ પ્રભુનું જો શરણ સ્વીકારે, તેમની આજ્ઞામાં વર્તે તો તેના બધા દુઃખ પ્રભુના સુપસાથે અર્થાત્ પ્રભુની કૃપાએ નાશ પામે. (૨) શ્રી યુગમંદર જિન સ્તવન શ્રી દેવચંદ્રજીત વિહરમાન વીશી (દેશી નારાયણાની) શ્રી યુગમંધર વિનવું રે, વિનતડી અવધાર રે, દયાલરાય; એ પરપરિણતિ રંગથી રે, મુજને નાથ ઉગાર રે. દશ્રી ૧ સંક્ષેપાર્થ – હે યુગમંધર પ્રભુ! હું આપને સમર્થ જાણી એક વિનંતિ કરું . તેને હે દયાલરાય ! આપ લક્ષમાં લેજો. હું અનાદિથી શરીરાદિમાં જ અહંપણું માની રાગદ્વેષરૂપ પર વિભાવે પરિણતિમાં જ રંગાયેલો છું. માટે હે પ્રભુ ! એવી દુષ્ટ પરિણતિથી મારો આપ ઉદ્ધાર કરો. હે દયાળુ પ્રભુ ! આપ વિના મારે બીજો કોઈ આધાર નથી. /૧૫ કારક ગ્રાહક ભોગ્યતા રે, મેં કીધી મહારાય રે; પણ તુજ સરિખો પ્રભુ લહી રે, સાચી વાત કહાય રે. દશ્રી૦૨ સંક્ષેપાર્થ:- હે મહારાય એટલે હે મહારાજા એવા પ્રભુ! અનાદિકાળથી હું તો પરભાવનો કારક એટલે કર્તા થયો છું અને પરપદાર્થોનો જ ગ્રાહક એટલે મૂછભાવે તેને ગ્રહણ કરનારો થયો છું. તેથી તે પરભાવના જ સુખદુઃખાદિફળનો ભોક્તા બન્યો છું. પણ આપના જેવા નિસ્પૃહી નિરાગી પ્રભુનો યોગ પામી મારી સાચી વાત ઓપને જણાવું છું. રા. યદ્યપિ મૂલ સ્વભાવમેં રે, પરકતૃત્ત્વ વિભાવ રે; દેવ અસ્તિધરમ જે માહરો રે, એહનો તથ્ય અભાવ ૨. દશ્રી૩ સંક્ષેપાર્થ :- નિશ્ચયનયે જોતાં આત્મા પોતાના સિદ્ધસ્વરૂપમય સ્વભાવમાં જ છે. સ્વભાવથી દૂર ગયો નથી. પણ પરપદાર્થમાં કર્તુત્વ બુદ્ધિ કરવાથી હું વિભાવમય બની ગયો છું. તેથી મારો જે જ્ઞાન દર્શન ચારિત્રમય મૂળ Page #32 -------------------------------------------------------------------------- ________________ (૨) શ્રી યુગમંધર જિન સ્તવન આત્મધર્મ છે, તેનો તથ્ય એટલે યથાતથ્ય જેવો જોઈએ તેવો મૂળ સ્વભાવ પ્રગટ થતો નથી. તેનો જાણે અભાવ થઈ ગયો હોય એમ ભાસે છે. આવા પરપરિણામિકતા દશા રે, લહી પહકારણ યોગ રે; ૬૦ ચેતનતા પરગત થઈ રે, રાગી પુગલ ભોગ ૨. દશ્રી ૪. સંક્ષેપાર્થ:- આત્માની જે પરપદાર્થમાં પરિણમવારૂપ દશા થઈ છે તે પર એવા પુદગલ કર્મના યોગથી એટલે નિમિત્તથી છે. તથા પાંચ ઇન્દ્રિયરૂપ ભોગોમાં રાચી મારીને આત્માની જ્ઞાન ચેતના પણ પરગત એટલે પર એવા પુદ્ગલને જ અનુસરનારી થઈ છે. આત્માને પોતાના સ્વભાવસુખનું તો ભાન જ નથી. |૪|| અશુદ્ધ નિમિત્ત તો જડ અછે રે, વીર્યશક્તિ વિહીન રે; દા તું તો વીરજ જ્ઞાનથી રે, સુખ અનંતે લીન રે. દશ્રી ૫ સંક્ષેપાર્થ:- આત્માને અશુદ્ધ નિમિત્તનું કારણ એવા પુદ્ગલો તો જડ છે. તે જડ પુગલો આત્માને કોઈ પ્રેરણા કરવાની વીર્યશક્તિ ધરાવતા નથી. જ્યારે તમે તો હે પ્રભુ ! અનંતજ્ઞાન શક્તિના વીરત્વને લઈને આત્માના અનંત સુખમાં સર્વ કાળને માટે લીન બન્યા છો; માટે મારી અનંતજ્ઞાન તથા અનંતસુખાદિ શક્તિઓને પ્રગટાવવા માટે આપ જ પ્રબળ નિમિત્તરૂપ છો. આપા તિણ કારણ નિશ્ચ કર્યો રે, મુજ નિજ પરિણતિ ભોગ રે; દે૦ તુજ સેવાથી નીપજે રે, ભાંજે ભવ ભય સોગ રે. દલ્હી-૬ સંક્ષેપાર્થ:- તે કારણથી જ મેં મારા મનમાં એવો નિશ્ચય કર્યો છે કે જો મારા નિજ આત્મસ્વભાવની શુદ્ધ પરિણતિનો ઉપભોગ કરવો હોય તો તે આપની સેવાથી જ પ્રાપ્ત થઈ શકે. અને તેથી સર્વ ભવનો ભય કે શોક પણ ભાગી શકે એમ છે. અન્ય કોઈ ઉપાય આ જગતમાં વિદ્યમાન નથી. કા શુદ્ધ ૨મણ આનંદતા રે, ધ્રુવ નિસંગ સ્વભાવ રે; દે સકલ પ્રદેશ અમૂર્તતા રે, ધ્યાતા સિદ્ધ ઉપાય રે. દ%ી ૭ સંક્ષેપાર્થ:- હવે સિદ્ધત્વ પ્રાપ્ત કરવાનો ઉપાય કહે છે : આત્માના શુદ્ધ સ્વરૂપમાં રમણતા કરવારૂપ આનંદની પ્રાપ્તિ કરવી અને આત્માનો સર્વથા ધ્રુવ એવો શાશ્વત અસંગ સ્વભાવ પ્રગટ કરવો તથા આત્મામાં સર્વ પ્રદેશ રહેલ અનંત અમૂર્ત ગુણોની પ્રાપ્તિ કરવી; એ જ ધ્યાતા ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ એટલે સ્વરૂપનું ધ્યાન કરનાર એવા આત્માને પોતાની સંપૂર્ણ સિદ્ધદશા પ્રાપ્ત કરવાનો સાચો ઉપાય છે. શા સમ્યતત્ત્વ જે ઉપદિશ્યો રે, સુણતાં તત્ત્વ જણાય રે; દેવ શ્રદ્ધાજ્ઞાને જે ગ્રહો રે, તેહિ જ કાર્ય કરાય રે. દશ્રી ૮ સંક્ષેપાર્થ :- ભગવંતે જે સમ્યતત્ત્વ એટલે સાત તત્ત્વ, છ દ્રવ્ય વગેરેનો ઉપદેશ કર્યો છે, તેને શ્રી ગુરુમુખથી સાંભળતા યથાર્થ તત્ત્વનું જાણપણું થાય છે. તે ગુરુમુખથી જાણી શ્રદ્ધીને જે ગ્રહણ કરશે તે જ સ્વઆત્મસિદ્ધિને પામશે. મોક્ષ પ્રાપ્તિ માટે એ જ ઉપાય કર્તવ્ય છે. દા. કાર્ય રુચિ કર્તા થયે રે, કારક સવિ પલટાય રે; દેવ આતમગતે આતમ રમે રે, નિજ ઘર મંગલ થાય ૨. દશ્રી ૯ સંક્ષેપાર્થ:- મોક્ષરૂપી કાર્ય કરવાની રુચિ કર્તાને પ્રગટ થાય છે, ત્યારે તેના કારણે જે પહેલા સંસારની રુચિવાળા હતા, તે સર્વ પલટાઈને આત્મિક રુચિવાળા બને છે. તેના ફળસ્વરૂપ આત્મા, આત્મામાં જ ૨મતા કેરનારો થાય છે, અને પોતાના આત્મારૂપી ઘરમાં પરમ મંગલ થાય છે; અર્થાત્ આત્મામાં અપૂર્વ પરમ શાંતિનો અનુભવ થઈ તે શાશ્વત સુખને પામે છે. II ત્રાણ શરણ આધાર છો રે, પ્રભુજી ભવ્ય સહાય રે; ૬૦ દેવચંદ્ર પદ નીપજે રે, જિનપદકજ સુપસાય ૨. દશ્રી ૧૦ સંક્ષેપાર્થ:- હે પરમકૃપાળુ પ્રભુ ! આપ જ અમારા ત્રાણ છો અર્થાત્ સંસાર ભયથી બચાવનાર છો. અશરણ એવા સંસારમાં આપ જ એક શરણરૂપ છો. અમને એક આપનો જ આધાર છે. જન્મ જરા મરણથી કે ત્રિવિધ તાપથી છોડાવવામાં આપ જ એક ભવ્ય એટલે મહાન સહાય કરનાર છો. શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે એવા જિનેશ્વરના ચરણકમળની સેવા કરવાથી અક્ષય પરમાત્મપદની પ્રાપ્તિ સુલભ થાય છે. ll૧૦ના ૨. શ્રી યુગમંદર જિન સ્તવન શ્રી યશોવિજયજીત વિહરમાન વીશી (૧ના હોલાનો દેed) Page #33 -------------------------------------------------------------------------- ________________ (૨) શ્રી યુગમંધર જિન સ્તવન શ્રી યુગમંધર સાહિબા રે, તુમશું અવિહડ રંગ; મનના માન્યા; ચોલમજીઠ તણી પરે રે, તે તો અચલ અભંગ; ગુણના ગેહા. ૧ સંક્ષેપાર્થ:- હે શ્રી વર્તમાન વિહરમાન યુગમંધર સાહિબા! આપની સાથે મને અવિહડ એટલે અપ્રતિહત અર્થાત્ કદી નાશ ન પામે એવો રંગ લાગ્યો છે; તેથી આપ મારા મનને માન્ય થયા છો અર્થાતુ ગમી ગયા છો. તે આપની સાથેનો મારો ભક્તિનો રંગ કેવો છે? તો કે ચોલમજીઠ એટલે લાલચોળ મજીઠ જેવો પાકો રંગ છે, અર્થાતુ આપની સાથેનો મારો પ્રેમ ચોલ- મજીઠની જેમ પાકો છે. જેમ કાપડ ફાટી જાય પણ ચોલમજીઠનો રંગ ફીટ નહીં; તેમ આપની સાથે બંધાયેલ પ્રીત તે અચલ અને અભંગ છે. તે કદી નાશ પામે એવી નથી. કેમકે આપ ગુણસમુદાયના નેહરૂપ એટલે ઘરરૂપ છો માટે. ||૧| ભવિજનમન તાંબુ કરે રે, વેધક કંચનવાન; મ0 ફરી તાંબુ તે નવિ હુએ રે, તિમ તુમ નેહ પ્રમાણ. ગુ૨ સંક્ષેપાર્થ :- કંચનવાન એટલે સોનુ બનાવનાર સુવર્ણરસ જે રસથી વેધક એટલે વિધાઈને, તાંબુ સોના સાથે ભળી જઈ સોનારૂપે બની જાય છે, તે ફરી તાંબારૂપે થતું નથી. તેમ આપની સાથે કરેલ સાચો સ્નેહ, જે ભવ્યાત્માઓના મનરૂપી તાંબાને આપના જેવા ગુણના ઘરરૂપ સુવર્ણમય બનાવી દે છે. તેજ સ્નેહ પ્રમાણભૂત છે અર્થાત્ તે જ ભક્તિ સાચી છે કે જેથી પોતે સ્વયં ભગવાન સ્વરૂપ બની જાય છે. રા. એક ઉદક લવ જિમ ભળ્યો રે, અક્ષય જલધિમાં સોય; મને તિમ તુજશું ગુણ નેહલો રે, તુજ સમ જગ નહિ કોય. ગુ૦૩ સંક્ષેપાર્થ:- એક લવ માત્ર ઉદક એટલે પાણીનું બિંદુ સમુદ્રના જળમાં ભળી જઈ અક્ષય બની જાય છે, તેમ આપના ગુણ સાથે કરેલ સ્નેહનું આજ ફળ આવે છે કે જે અમને સર્વકાળને માટે અક્ષયપદની પ્રાપ્તિ કરાવે છે. માટે હે ગુણના ઘરરૂપ પ્રભુ! આપ સમાન આ જગતમાં બીજાં કોઈ નથી. આપની સાથે મારે મનમેળ થઈ ગયો છે. ૩ તુજશું મુજ મન નેહલો રે, ચંદન ગંધ સમાન; મક મેળ હુઓ એ મૂળગો રે, સહજ સ્વભાવ નિદાન. ગુ૦૪ સંક્ષેપાર્થ:- આપની સાથેનો મારો નેહલો કહેતાં સ્નેહ કેવો છે? તો ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ કે જેમ ચંદન સાથે તેની સુગંધનો છે તેમ; એકમેકપણાને પામેલ છે. આપ આત્માના મૂળ સ્વભાવના કર્તા છો, એવા આપ સાથે મારે મેળ થયો છે. માટે તે જરૂર મારા સહજ આત્મસ્વભાવને કે સ્વરૂપને પ્રગટ કરવાનું નિદાન એટલે કારણ બનશે એવી મને પૂર્ણ ખાત્રી છે. જો વપ્રવિજય વિજયાપુરી રે, માત સુતારા નંદ; મ . ગજ લંછન વિપ્રમંગલા રે, રાણી મન આનંદ. ગુ૦૫ સંક્ષેપાર્થ :- વપ્રવિજયના વિજયાપુરીમાં શ્રી સુતારા માતાના નંદ એટલે પુત્ર એવા શ્રી યુગમંધર ભગવાન છો. જેમનું ગજ એટલે હાથીનું લંછન છે. તથા વિપ્રમંગલા નામની રાણીના મનને આનંદ આપનારા છો એવા હે ગુણના ઘરરૂપ પ્રભુ! મને પણ આત્માના આનંદના આપનારા થાઓ, એવી આપ પ્રભુ પ્રત્યે મારી પ્રાર્થના છે. //પા સુદ્રઢરાય કુળ દિનમણિ રે, જય જય તું જિનરાજ મત શ્રીનય વિજય વિબુધ તણા રે, શિષ્યને ઘો શિવરાજ. ગુ૦૬ સંક્ષેપાર્થ :- શ્રી સુદ્રઢરાજાના કુળમાં દિનમણિ એટલે સૂર્ય સમાન એવા મહાવિદેહક્ષેત્રે વિચરતા શ્રી યુગમંધર જિનરાજ પ્રભુ ! આપનો સદા જગતમાં જય જયકાર હો. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે વિબુધ એટલે પંડિત શ્રી નયવિજયજીના શિષ્ય એવા મને, હે પ્રભુ ! શિવ એટલે મોક્ષનું રાજ્ય આપો કે જેથી હું પણ સર્વકાળને માટે સુખી થઈ જાઉં, એવી આપ મારા ઉપર કૃપાદ્રષ્ટિ કરો. IIકા (૨) શ્રી અજિત જિન સ્તવન શ્રી યશોવિજયજીત વર્તમાન બીજી ચોવીશી (કપૂર હોઈ અતિ ઉજવું –એ દેશી) વિજયાનંદન ગુણનીલોજી, જીવન જગદાધાર; તેહશું મુજ મન ગોઠડીજી, છાજે વારોવાર. સોભાગી જિન, તુજ ગુણનો નહિ પાર; Page #34 -------------------------------------------------------------------------- ________________ ૬૩ (૨) શ્રી નિર્વાણીપ્રભુ જિન સ્તવન તું તો દોલતનો દાતાર. સો-૧ સંક્ષેપાર્થ :- જે વિજયમાતાના નંદન છે, ગુણના ભંડાર છે, જગત જીવોના જીવન આધાર છે. એવા શ્રી અજિતનાથ પ્રભુ સાથે મારે ગોષ્ઠી કહેતા મિત્રતા થઈ છે; તેથી મારી પણ જગતમાં વારોવાર કહેતા વારંવાર છાજે કહેતા શોભા થવા પામી છે; અર્થાત્ આપનો સેવક થવાથી મારા પણ જગતમાં વખાણ થવા લાગ્યા છે. એવા હે સોભાગી એટલે સર્વોત્કૃષ્ટ ભાગ્ય છે જેના એવા શ્રી જિનેશ્વર પ્રભુ! તારા ગુણનો કોઈ પાર નથી. તું તો અનંત ગુણોનો ધણી છું. તથા ભવ્ય પ્રાણીઓને દોલત એટલે ધન, વૈભવ આદિ ભૌતિક કે સર્વ આત્મિક રિદ્ધિનો દાતાર પણ તું જ છો. એક અંશ શાતાથી કરીને ઠેઠ મોક્ષ સુધીના સર્વ સુખના ઉપાયને બતાવનાર પણ તમે જ છો. ||૧|| જેહવી કૂઆ છાંહડીજી, જેહવું વનનું ફૂલ; તુજશું જે મન નવિ મિન્વેજી, તેહવું તેહનું ફુલ. સો૨ સંક્ષેપાર્થ :- કુઆના અંદર પડતી છાયા કે જંગલમાં ઊગેલ ગમે તેટલું સુંદર ફૂલ પણ કોઈ કામનું નથી. તેમ ગમે તેટલી ભૌતિક સામગ્રી પ્રાપ્ત થઈ હોય પણ જો તેનું મન તમારી સાથે મળ્યું ન હોય અર્થાત્ તમારી સાથે પ્રેમ પ્રગટ્યો ન હોય તો તે સર્વ સામગ્રી શ્લરૂપ છે અર્થાત્ તે સામગ્રી જીવને મોહ કરાવી માત્ર દુઃખ જ ઉપજાવનાર છે. રા. માહરું તો મન પુરિ થકીજી, હળિયું તુજ ગુણ સંગ; વાચક યશ કહે રાખજોજી, દિન દિન ચડતો રંગ. સો-૩ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! મારું તો મન પુરિ થકી એટલે પહેલાથ જ આપના ગુણો સાથે હળિઉં કહેતા પ્રેમપૂર્વક સંલગ્ન થયું છે. શ્રી યશોવિજય મહારાજે પાંચ વર્ષની ઉંમરમાં દીક્ષા લીધેલ; માટે હવે તો દિનદિન પ્રતિ ચઢતા રંગ રાખશો અર્થાતુ દિવસે દિવસે ભક્તિના બળે મારા આત્માની દશા વૃદ્ધિ પામે એમ કરજો. એ જ મારી આપને ભક્તિસહિત વિનંતિ છે. રૂા. ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ શ્રી દેવચંદ્રજીત ગત ચોવીશી (વીરજી ઠારા હો વીરજી ારા.....એ દેશી) પ્રણમું ચરણ પરમ ગુરુજિનના, હંસ તે મુનિજન મનના; વાસી અનુભવ નંદન વનના, ભોગી આનંદઘનના, મોરા સ્વામી હો, તોરો ધ્યાન ધરીજે; ધ્યાન ધરીજે હો સિદ્ધિ વરીએ, અનુભવ અમૃત પીજે. મો-૧ સંક્ષેપાર્થ:- પરમગુરુ એવા નિર્વાણી જિન પરમાત્માના ચરણકમળમાં ભાવભક્તિપૂર્વક પ્રણામ કરું છું કે જેણે આત્માના ગુણોને ઘાતે એવા ચારેય ઘાતીયા કર્મનો નાશ કર્યો છે. જેથી પ્રભુ મુનિજનોના મનરૂપી માનસરોવરમાં હંસરૂપે રમે છે, હંસ જેમ દૂધથી પાણીને ભિન્ન કરીને પીએ છે તેમ મુનિ મહાત્મા પણ પાણી જેવા દેહનો ભાવ ત્યાગી, દૂધ જેવા આત્માને પોતાના હૃદયમાં ધારણ કરે છે. પ્રભુ તો આત્મઅનુભવરૂપ નંદનવનમાં વસનારા છે. અને તેથી ઉત્પન્ન તાં આત્માના અનંત આનંદના ભોગી છે. એવા હે પ્રભુ! હે મારા સ્વામી ! અમે તો આપનું જ ધ્યાન ધરીએ; સંસારની પુદ્ગલાદિક વસ્તુઓનું ધ્યાન ધરતાં તો મારો આત્મા અનંત ક્લેશ પરિણામને પામે છે, માટે આપનું જ ધ્યાન ધરીએ કે જેથી શાશ્વત સુખશાંતિ સ્વરૂપ એવી આત્મસિદ્ધિને પામીએ. તથા આત્મઅનુભવથી ઉત્પન્ન થતાં અમૃતનું પાન અમે પણ કરીએ. | હે મારા સ્વામી ! ઉપરોક્ત કારણોને લીધે અમે પણ આપનું જ નિશદિન ધ્યાન ધરીને આનંદ મગ્ન રહીએ. ૧|| સકલ પ્રદેશ સમાગુણ ધારી, નિજ નિજ કારજ કારી; નિરાકાર અવગાહ ઉદારી, શક્તિ સર્વ વિસ્તારી. મો૨ સંક્ષેપાર્થ :- પ્રભુના સકલ એટલે અસંખ્યાત પ્રદેશોમાં રહેલા અનંત જ્ઞાનાદિ ગુણો, તે સમાગુણધારી એટલે સમાન ગુણધર્મવાળા છે, અર્થાત્ એક પણ પ્રદેશે એક પણ ગુણ અંશમાત્ર ઓછો અધિકો નથી; જેમ સોનાના સર્વ દેશે તેનું ભારેપણું, પીળાશ કે ચિકાશાદિ સરખા છે તેમ. પ્રત્યેક પ્રદેશે સર્વ ગુણો પોતપોતાનું કાર્ય સર્વ સમયે કર્યા કરે છે. કોઈપણ ગુણની પ્રવૃત્તિ કદી રોકાતી નથી. તેમજ જ્ઞાનગુણ કદી દર્શનગુણ આદિનું કાર્ય કરતો નથી. સર્વ ગુણો પોતપોતાના ગુણોમાં સમયે સમયે પ્રવર્તે છે. એવો વસ્તુનો પારિણામિક ધર્મ (૨) શ્રી નિર્વાહનીપ્રભુ જિન સ્તવન Page #35 -------------------------------------------------------------------------- ________________ ૬૫ (૨) શ્રી નિર્વાણીપ્રભુ જિન સ્તવન સમજવો. ઉદાર સ્વભાવવાળા પ્રભુ તો હવે સિદ્ધ બનેલા હોવાથી નિરાકારી અવગાહનાને ધારણ કરીને રહેલ છે. પુદગલોની પેઠે રૂ૫ રસ ગંધાદિ સ્વરૂપે આકાશ પ્રદેશોને રોકીને રહેલ નથી. નિશ્ચયનયથી તો પ્રભુ સ્વક્ષેત્ર અવગાહી છે, પરક્ષેત્રી નથી. તથા પ્રભુના શુદ્ધ આત્માથી પ્રગટેલ અનંત શક્તિઓ પ્રભુએ સર્વ પ્રકારે વિસ્તારી છે; અર્થાત્ તે સર્વ શક્તિઓને કર્મોની પરાધીનતામાંથી સર્વ પ્રકારે મુક્ત કરી છે; જ્યારે સંસારી જીવોની સર્વ શક્તિઓ પરભાવમાં રોકાઈને રહેલી છે. માટે હે પરમાત્મા ! હું પણ આપના શુદ્ધ સહજાત્મસ્વરૂપનું ધ્યાન ધરું કે જેથી મારો આત્મા પણ તે સ્વરૂપને પામી અનુભવ અમૃતનું આસ્વાદન કરે. રા. ગુણગુણ પ્રતિ પર્યાય અનંતા, તે અભિલાય સ્વતંતા; અનંત ગુણાનભિલાપી સંતા, કાર્ય વ્યાપાર કરંતા. મો-૩ સંક્ષેપાર્થ :- પ્રભુમાં તો અનંત ગુણો રહેલા છે. તે ગુણગુણ પ્રતિ પર્યાય અનંતા અર્થાતુ પ્રત્યેક ગુણના વળી અનંતા પર્યાય છે. તેમાંના અનંતા પર્યાયો અભિલાષ્ટ્ર ધર્મવાળા છે એટલે કે જે આલાપમાં એટલે વચનમાં આવી શકે એમ છે તેને અભિલાષ્ટ્ર કહ્યાં છે. તેમજ જે વાણી ગોચર નથી એવા અનંતા ગુણ પર્યાયોને સંતપુરુષો અનભિલાપ્ય ધર્મવાળા કહે છે. તે અભિલાણ કે અનભિલાપ્ય ગુણધર્મો સર્વ પોતપોતાનું કાર્ય અથવા વ્યાપાર સ્વતંતા એટલે સ્વતંત્રપણે પ્રતિ સમયે કરી રહ્યાં છે, એ જ પ્રમાણે પંચાસ્તિકાય દ્રવ્યના અભિલાણ કે અનભિલા ધર્મ અનંત ગુણા જાણવા. /all છતિ અવિભાગી પર્યાયવ્યક્ત, કારજ શક્તિ પ્રવર્તે; તે વિશેષ સામર્થ્ય પ્રશક્ત, ગુણ પરિણામ અભિવ્યક્ત. મો૦૪ સંક્ષેપાર્થ :- દ્રવ્યમાં જે પર્યાયોની છતિ એટલે હોવાપણું છે તે અવિભાગીપણે છે; અર્થાત્ તેના કોઈ પ્રકારે વિભાગ થઈ શકે નહીં. પણ તે પર્યાયો વ્યક્તપણે એટલે પ્રગટપણે થાય ત્યારે દ્રવ્યમાં કાર્ય કરવાની શક્તિ પ્રગટે છે. તેને વિશેષ સ્વભાવ કહીએ છીએ. તે વિશેષ ગુણોનું સામર્થ્ય પણ ભિન્ન ભિન્ન શક્તિવાળું છે, જેમ કે જ્ઞાનગુણનું કે દર્શનગુણ વગેરેનું. એવા ગુણોના પ્રકાર પણ અનંતા છે. તેથી જે ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ જે પર્યાયોનું જે જે ગુણોમાં પરિણમન થાય છે તે પ્રમાણે તેની અભિવ્યક્તિ એટલે ગુણોના સામર્થ્યનું પ્રગટવાપણું થાય છે. //૪ નિરવાણી પ્રભુ શુદ્ધ સ્વભાવી, અભય નિરાયુ અપાવી; સ્યાદ્વાદી યમનીગતરાવી, પૂરણ શક્તિ પ્રભાવી. મોપ સંક્ષેપાર્થ:- નિર્વાણી એવા પ્રભુ તો શુદ્ધ સ્વભાવી છે. માટે અભય અર્થાત્ નિર્ભય છે, જ્યારે સંસારી જીવો ચારે ગતિમાં થતા જન્મ જરા મરણ કે આધિ વ્યાધિ ઉપાધિ એવા ત્રિવિધ તાપના ભયથી ગ્રસિત છે. વળી પ્રભુ તો નિરાયુ છે, અર્થાત્ તેમને કોઈ ગતિના આયુષ્યનો સ્થિતિબંધ પડતો નથી. તેઓ સર્વ કર્મમળ રહિત હોવાથી સદા સર્વદા સિદ્ધક્ષેત્રમાં સાદિ અનંત સ્થિતિએ વિરાજમાન છે. પ્રભુ તો સ્યાદ્વાદી એટલે સ્યાદ્વાદમય એવી આત્મસત્તાના ભોગી છે. યમનીગતરાવી એટલે પોતાની અનંત શુદ્ધ પર્યાય પ્રવૃત્તિ કરતાં રાવી એટલે રાજી છે, તથા જેની પૂરણ એટલે સર્વ શક્તિઓ નિરાવરણતાને પામી છે. માટે પ્રભુ અનંત પ્રભાવવાળા છે. પા. અચલ અખંડ સ્વગુણ આરામી, અનંતાનંદ વિશરામી; સકલ જીવ ખેદજ્ઞ સુસ્વામી, નિરામગંધી અકામી. મો૬ સંક્ષેપાર્થ- પ્રભુના ગુણો અચલ છે તેમજ અખંડ છે. સર્વકર્મના ક્ષયે અક્ષયપણે તેમનું ભાવવીર્ય પ્રગટ થયું છે, તેથી અખંડ પ્રવાહપણે તે ગુણો કે પર્યાયો સર્વ સમયે વહ્યા કરે છે. પ્રભુ તો સ્વ આત્મગુણોમાં સદા આરામ કરે છે અર્થાતુ તેને જ ભોગવે છે, હવે સર્વકાળને માટે પ્રભુ, અનંત અનંત આનંદમાં જ વિશ્રામ કરનારા રહેશે. જ્યારે સકલ સંસારી જીવો ત્રિવિધ તાપગ્નિ કે રોગ, શોક, કષાય તથા અજ્ઞાનથી ક્લેશિત છે તેને પણ સુખનો માર્ગ બતાવનાર હોવાથી પ્રભુ ખેદજ્ઞ અર્થાતુ ખેદનો નાશ કરનારા છે. પોતાની આજ્ઞાના પાલક એવા સેવકોને રત્નત્રયના દાતા હોવાથી સુસ્વામી પણ છે. નિરામગંધી એટલે અશુચિમય પુદ્ગલના ગંધની ઇચ્છાથી રહિત તથા અકામી એટલે સર્વ પ્રકારની ભૌતિક કામનાઓથી રહિત એવા પ્રભુ શુદ્ધ સ્વભાવી છે. કા નિસંગી સેવનથી પ્રગટે, પૂર્ણાનંદી ઈહા; સાધન શક્ત ગુણ એકત્વે, સીઝે સાધ્ય સમીહા. મો-૭ Page #36 -------------------------------------------------------------------------- ________________ (૩) શ્રી બાહુ જિન સ્તવન સંક્ષેપાર્થ:- નિઃસંગી એટલે સકલ પરદ્રવ્યના સંગથી રહિત એવા પ્રભુની સેવા એટલે આજ્ઞા ઉઠાવવાથી ભવ્યાત્માને પૂર્ણ આત્માનંદ પ્રાપ્ત કરવાની ઈહા એટલે ઇચ્છા પ્રગટ થાય છે. આત્માનંદ પ્રાપ્ત કરવાના સાધનની શક્તિ વડે ગુણની એકતા થતાં, સાધ્ય સ્વરૂપ એવા આત્માની સમીહા એટલે ઇચ્છા, તે સીઝે અર્થાતુ સિદ્ધ થાય; એટલે કે તે સાધન વડે આત્મા પરપરિણતિને ત્યાગી પૂર્ણ આત્મસિદ્ધિને પ્રાપ્ત કરી સર્વ કાળને માટે તે આત્મસુખને અનુભવે છે. શા પુષ્ટ નિમિત્તાલંબન ધ્યાને, સ્વાલંબન લયઠાને; દેવચંદ્ર ગુણને એક તાને, પહોંચે પૂરણ થાને. મો૦૮ સંક્ષેપાર્થ:- પુષ્ટ એવા પ્રભુના નિમિત્તનું આલંબન લઈને જે પોતાના આત્માને ભૌતિક એવા કહેવાતા સુખોથી પરાગમુખ કરી, સ્વાવલંબી બની, સહજાત્મસ્વરૂપમય આત્મકાર્યના ધ્યાનમાં, ચિંતનમાં પોતાની લય લગાડશે, તથા દેવોમાં ચંદ્રમા સમાન નિર્વાણી પ્રભુના ગુણમાં જગતને ભૂલીને એકતાન થશે; તે મુમુક્ષુ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને પામી પૂર્ણ આત્માનંદના સ્થાનક એવા મોક્ષપદને પામશે; એમાં કોઈ સંદેહને સ્થાન નથી. દા. ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ વાયુ, વનસ્પતિ તથા ત્રસકાયના જીવોને લગાર માત્ર પણ હણે નહીં. જેના અંતરમાં ભાવદયાની પરાકાષ્ઠા વર્તે છે, તેને દ્રવ્ય દયાનું પાલન તો સહજ હોય જ છે. રા. રૂપ અનુત્તર દેવથી, અનંત ગુણ અભિરામ. પ્રવ જોતાં પણ જગીજંતુને, ન વધે વિષય વિરામ. પ્ર. બા-૩ સંક્ષેપાર્થ :- પાંચ અનુત્તર વિમાનમાં રહેનાર દેવોથી પણ જેનું રૂપ અનંતગણું અભિરામ એટલે સુંદર છે. છતાં જગતના જંતુ એટલે જીવોને પ્રભુનું એવું નિરૂપમ રૂપ જોઈને વિષય વિકારભાવની વૃદ્ધિ થતી નથી, પણ તેથી ઊલટા તે વિષયો વિરામ પામી જાય છે. સા. કર્મ ઉદય જિનરાજનો, ભવિજન ધર્મ સહાય. પ્ર. નામાદિ સંભારતાં, મિથ્યા દોષ વિલાય. પ્ર. બા૦૪ સંક્ષેપાર્થ :- શ્રી જિનેશ્વર પ્રભુની તીર્થંકર પુણ્યપ્રકૃત્તિ તથા ઉપદેશાદિનો ઉદય તે ભવ્ય જીવોને ધર્મમાં પરમ સહાયકારી છે. તેમના નામ અને મૂર્તિ વગેરેની સ્થાપના વડે તેમનું સ્મરણ કરતાં આત્માના મિથ્યાત્વાદિ અનેક દોષો વિલય પામે છે, તથા સ્વરૂપ શ્રદ્ધાન દ્રઢ થતું જાય છે. જો આતમ ગુણ અવિરાધના, ભાવ દયા ભંડાર. પ્ર. ક્ષાયિક ગુણ પર્યાયમેં, નવિ પર ધર્મ પ્રચાર, પ્ર. બાપ સંક્ષેપાર્થ:- હે પ્રભુ! આપના આત્માના ગુણોની રાગદ્વેષાદિ વિભાવભાવો વડે વિરાધના થતી નથી. તથા જગતના જીવોને તારવા માટે આપ નિષ્કારણ ઉપદેશ આપવાથી ભાવદયાના ભંડાર છો. વળી આપના સર્વ કર્મો ક્ષય થઈ જવાથી આપના ગુણો અને પર્યાયોમાં પર એવો વિભાવ ધર્મ પ્રચાર પામતો નથી, અર્થાત્ આપના શુદ્ધ સ્વભાવમાં તે પ્રવેશી શકતો નથી. //પા. ગુણ ગુણ પરિણતિ પરિણમે, બાધક ભાવ વિહીન. પ્રવ દ્રવ્ય અસંગી અન્યનો, શુદ્ધ અહિંસક પીન. પ્ર. બા૦૬ સંક્ષેપાર્થ – હે પ્રભુ! આપના અનંત ગુણોની પરિણતિ સ્વમાંજ હોય છે, અર્થાત્ દર્શનગુણ દર્શનમાં અને જ્ઞાનગુણ જ્ઞાનમાં જ પરિણમે છે. એક ગુણ બીજા ગુણના પરિણમનમાં બાધા ઉપજાવતા નથી; તેથી તે બાધક ભાવે વિહીન છે. આપ અન્ય દ્રવ્યથી અસંગ છો. તથા સંપૂર્ણ શુદ્ધતાને પામેલા હોવાથી પરમ (૩) શ્રી બાહુ જિન સ્તવન શ્રી દેવચંદ્રજીત વિહરમાન વીશી (સંભવ જિન અવષારિયે.....એ દેશી) બાહજિણંદ દયામયી, વર્તમાન ભગવાન પ્રભુજી, મહાવિદેહે વિચરતા, કેવલ જ્ઞાન નિધાન. પ્રભુજી બા૦૧ સંક્ષેપાર્થ :- શ્રી બાહુ જિન પ્રભુ દયાની જ મૂર્તિ છે. વર્તમાનમાં આ ભગવાન મહાવિદેહ ક્ષેત્રમાં આજે પણ વિચરે છે. તે પ્રભુ કેવલજ્ઞાનના નિધાન એટલે ભંડાર છે. પા. દ્રવ્યથકી છ કાયને, ન હણે જેહ લગાર, પ્ર. ભાવદયા પરિણામનો, અહીજ છે વ્યવહાર, પ્રલ બાર સંક્ષેપાર્થ – દ્રવ્ય દયા પાળનાર એવા પ્રભુ! પૃથ્વી, પાણી, અગ્નિ, Page #37 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ જહાજ સમાન છે. ૧૦ના પરમાતમ પરમેસરુ, ભાવદયા દાતાર, પ્રહ સેવો થાવો એહને, દેવચંદ્ર સુખકાર. પ્રબા૧૧ સંક્ષેપાર્થ:- હે પ્રભુ! આપ જ પરમાત્મા છો અને આપ જ પરમેશ્વર અર્થાત્ સર્વ આત્મઐશ્વર્યથી યુક્ત છો. આપના ભાવમાં અનંત દયા ભરેલી હોવાથી તેના દાતાર છો. માટે શ્રી દેવચંદ્રજી મહારાજ જણાવે છે કે તમે એવા પ્રભુને જ સેવા અર્થાત્ એમની આજ્ઞા ઉપાસો તથા એમનું જ ધ્યાન ધરો કે જેથી સુખકાર એટલે સુખને કરવાવાળા એવા પ્રભુ તમને આત્મસમૃદ્ધિ આપે. I/૧૧ના (૩) શ્રી બાહુ જિન સ્તવન અહિંસક છો. એ દ્રવ્ય અપેક્ષાએ અહિંસકતા છે. કા ક્ષેત્રે સર્વ પ્રદેશમેં, નહીં પરભાવ પ્રસંગ. પ્ર. અતનુ અયોગી ભાવથી, અવગાહના અભંગ. પ્ર. બા-૭, સંક્ષેપાર્થ :- હે પ્રભુ ! આત્માના અસંખ્યાત પ્રદેશ એ જ આપનું ક્ષેત્ર છે. તે ક્ષેત્ર સંપૂર્ણ કર્મકલંકથી રહિત થવાથી ત્યાં હવે રાગાદિ પરભાવનો પ્રસંગ નથી. આપને તન એટલે શરીર હોવા છતાં પણ આપ અતનુ અર્થાત્ દેહ હોવા છતાં દેહાતીત છો. મન વચન કાયાના યોગ હોવા છતાં પણ શુદ્ધ સ્વભાવમાં રહેવાથી અયોગી છો. તથા આપના આત્માના પ્રદેશોની અવગાહના અભંગ છે. અર્થાતુ તેમાં કદી પણ ભંગ એટલે વિભાગ પડનાર નથી. આ ક્ષેત્ર અપેક્ષાએ આપની અહિંસકતા છે. શા. ઉત્પાદ વ્યય ધ્રુવપણે, સહેજે પરિણતિ થાય, પ્રવ છેદન યોજનતા નહીં, વસ્તુ સ્વભાવ સમાય. . બા૦૮ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! આપનું સહજ શુદ્ધપણે, ઉત્પાદ, વ્યય, ધ્રુવ સ્વરૂપે પરિણમન થયા કરે છે; જ્યારે સંસારી જીવને અશુદ્ધપણે ઉત્પાદ વ્યય ધ્રુવ પરિણમે છે. આપની સ્વભાવ પરિણતિનો કદી છેદ થવાનો નથી. અને વિભાવભાવનું કદી યોજન એટલે જોડાણ થવાનું નથી. પણ શુદ્ધ આત્મવસ્તુ સર્વકાળ સ્વભાવમાં જ સમાઈને રહેશે. તે કાળ અપેક્ષાએ અહિંસકતા છે. દા. ગુણ પર્યાય અનંતતા, કારક પરિણતિ તેમ, પ્રવ નિજ નિજ પરિણતિ પરિણમે, ભાવ અહિંસક એમ. પ્ર બાહુ સંક્ષેપાર્થ:- આપના હે પ્રભુ! અનંત ગુણ અને પર્યાય, સર્વ પોતપોતાની શુદ્ધ પરિણતિમાં જ પરિણમે છે. તથા કર્તા, કર્મ કરણાદિ કારકનું ચક્ર પણ શુદ્ધપણે સદા પ્રવર્તે છે, તે આત્મધર્મને કોઈ વિરોધરૂપ થતા નથી. માટે આપ સદા ભાવ અપેક્ષાએ અહિંસક જ છો. ૯ll એમ અહિંસકતામયી, દીઠો તું જિનરાજ, પ્ર. રક્ષક નિજપરજીવનો, તારણતરણ જિહાજ, પ્ર. બા-૧૦. સંક્ષેપાર્થ :- એમ સર્વ પ્રકારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી પરમ અહિંસકતાવાળા એવા જિનરાજને મેં દીઠા. જે નિજ કે પરજીવોની સંસારના દુ:ખોથી રક્ષા કરનાર છે. તે પોતે તરે અને બીજાને પણ તારે એવા તરણતારણ (૩) શ્રી બાહુ જિન સ્તવન શ્રી યશોવિજયજીત વિહરમાન વીશી | (દેeી નાઇલની) સાહિબ બાહુ જિણેસર વીનવું, વિનતડી અવધાર હો; ભવભયથી હું ઉભગ્યો, હવે ભવ પાર ઉતાર હો. સા૦૧ સંક્ષેપાર્થ:- હે શ્રી બાહુ જિન સાહિબા ! હું આપને એક વિનંતિ કરું છું. તે મારી વિનંતિને આપ જરૂર ધ્યાનમાં લેજો. તે શું છે ? તો કે હું ભવભયથી એટલે ચારગતિરૂપ સંસારના દુઃખોથી ઉભગ્યો છું, અર્થાત્ ઉદ્વેગ પામ્યો છું, વૈરાગ્ય પામ્યો છું. માટે હે ભગવંત તે અપાર ભવસાગરના દુઃખોથી મને આપ જરૂર પાર ઉતારો. હે શ્રી બાહુ જિનેશ્વર ! એ જ મારી આપને વિનંતિ છે. તેના તુમ સરિખા મુજ શિર છd, કરમ કરે કિમ જોર હો; ભુજંગતણો ભય તિહાં નહીં, જિહાં વનમાં વિચરે મોર હો. સા.૨ સંક્ષેપાર્થ:- હે પ્રભુ! આપના જેવા સમર્થ પુરુષ મારા માથા ઉપર હોવાથી અર્થાત્ આપનું મને શરણ હોવાથી ક્રૂર એવા કર્મો કેવી રીતે જોર કરી શકે. જેમકે જે વનમાં મોર વિચરતા હોય ત્યાં ભુજંગ એટલે સર્પોનો ભય હોઈ શકે નહીં, તેમ. રા. જિહાં રવિ તેજે ઝળહળે, તિહાં કિમ રહે અંધકાર હો; કેસરી જિહાં કીડા કરે, તિહાં નહિ ગજ પરિચાર હો. સા૩ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧ (૩) શ્રી સંભવનાથ જિન સ્તવન સંક્ષેપાર્થ :- જ્યાં રવિ એટલે સૂર્ય પોતાના તેજ એટલે પ્રકાશથી જ્વાજલ્યમાન હોય ત્યાં અંધકાર કેવી રીતે રહી શકે ? તેમજ જ્યાં જંગલમાં કેસરી સિંહ ક્રીડા કરતો હોય ત્યાં ગજ એટલે હાથીનો પરિચાર અર્થાત્ ફરવાપણું હોય નહીં. ૩. તિમ જો અમે મુજ મન રમો, તો નાસે દુરિત સંસાર હો, વચ્છવિજય સુસીમાપુરી, રાય સુગ્રીવ મલ્હાર હો. સા૦૪ સંક્ષેપાર્થ :- તેમ આપ જો મારા મનરૂપી મંદિરમાં રમતા રહો તો દુરિત એટલે દુષ્ટ ભયંકર એવો સંસાર મારાથી દૂર નાસી જાય, પાસે જ ન આવે. જંબુદ્વીપમાં આવેલ પૂર્વ મહાવિદેહના વચ્છવિજયમાં સુસીમાપુરી નામની નગરી છે. ત્યાં આપના પિતાશ્રી રાજા સુગ્રીવ છે. તેમના મનને મલ્હાર એટલે આનંદ પમાડનાર આપ છો, એવા હે પ્રભુ! મને પણ આપ આનંદના આપનાર થાઓ. //૪ હરિણ લંછન એમ મેં સ્તવ્યો, મોહના રાણીનો કંત હો; વિજયાનંદન મુજ દીઓ, યશ કહે સુખ અનંત હો. સાપ સંક્ષેપાર્થ :- હરણ છે લંછન જેમનું, તથા મોહના રાણીના જે કંત છે તથા વિજયમાતાના પ્યારા નંદન એટલે પુત્ર છે એવા પ્રભુની, શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે મેં ભાવભક્તિપૂર્વક સ્તવના કરી છે. હે પ્રભુ! હવે મને આત્માના શાશ્વત, અનંત, અવ્યાબાધ સુખની પ્રાપ્તિ કરાવો. જેથી હું જન્મ જરા મરણના અનંતદુ:ખથી સર્વકાળને માટે મુક્ત થઈ જાઉં. એ જ મારી આપને ભક્તિપૂર્વક વિનંતિ છે. આપા ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ પરીક્ષા કરીને જાચો રે કહેતા તપાસ કરીને તે હીરાને મારી પ્રીતિરૂપી મુદ્રિકા એટલે વીંટીમાં જોડી દીધો છે. તેથી જાણે મેં તો કોટિ એટલે કરોડો કંચન એટલે સુવર્ણની મ્હોરો મેળવી લીધી હોય તેવો આનંદ ઊપજે છે. [૧] જેણે ચતુરશું ગોઠી ન બાંધી રે, તિણે તો જાણયું ફોકટ વાધીરે; સુગુણ મેલાવે જેહ ઉચ્છાહોરે, મણુએ જન્મનો તેહ જ લાહો રે. ૨ સંક્ષેપાર્થ:- તેથી અનુભવવડે કહું છું કે જેણે ચતુર એવા જ્ઞાની પુરુષ સાથે ગોષ્ઠી કહેતા મિત્રતા બાંધી નહીં, તેણે જગતમાં ફોગટ જ ઉમર વાધી કહેતા વધારીને જીવન નિરર્થક કર્યું છે. પણ સમ્યગુણોથી યુક્ત એવા પ્રભુ સાથે મળીને જીવનમાં કલ્યાણ કરવા માટેનો ઉચ્છાહો કહેતા ઉત્સાહ જેણે વધાર્યો, તેણે જ મનુષ્ય જન્મ પ્રાપ્તિનો લાહો કહેતા લાભ લીધો અર્થાત્ તેણે જ મનુષ્યજન્મ સફળ કરવાની કલા જાણી જીવન ધન્ય કર્યું. સુરા સુગુણ શિરોમણિ સંભવસ્વામી રે, નેહ નિવાહ ધુરંધર પામી રે; વાચક યશ કહે મુજ દિન વળિયો રે, મનહ મનોરથ સઘળો ફળિયો રે.૩ સંક્ષેપાર્થ:- તે સુગુણમાં શિરોમણિ કોણ છે ? તો કે શ્રી સંભવનાથ સ્વામી. તેમની સાથે નેહ કહેતા સ્નેહનો ધુરંધર કહેતા ઉત્તમ રીતે નિર્વાહ કરીને અર્થાત્ ભક્તિપૂર્વક તેમની આજ્ઞાને ઉપાસી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે મારો દિન વળિયો અર્થાતુ સફળ થઈ ગયો અને મનના સઘળા મનોરથ ફળીભૂત થઈ ગયા. મોક્ષના બીજસ્વરૂપ સમ્યગ્દર્શન પામી જીવન ધન્ય બની ગયું. lla (૩) શ્રી સંભવનાથ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી સેનાનંદન સાહિબ સાચો રે, પરિપરિ પરખ્યો હીરો જાચો રે; પ્રીતિ મુદ્રિકા તેહશું જોડી રે, જાણું મેં લહી કંચન કોડી રે. ૧ સંક્ષેપાર્થ:- સેનાદેવીમાતાના નંદન શ્રી સંભવનાથ સાહિબ તે સાચા બહુમૂલ્ય કિંમતી હીરા જેવા છે. તેને મેં પરિપરિ કહેતા વારંવાર પરખ્યો કહેતા (૩) શ્રી સાગરપ્રભુ જિન સ્તવન શ્રી દેવચંદ્રજીત ગત ચોવીશી (eીતજિન શહેજાની- દેશી) ગુણઆગર સાગર સ્વામી, મુનિ ભાવ જીવન નિઃકામી; ગુણકરણે કર્ણ પ્રયોગી, પ્રાભાવી સત્તા ભોગી, સુહંકર ભવ્ય એ જિન ગાવો, જિમ પૂરણ પદવી પાવો. સુ૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ (૩) શ્રી સાગરપ્રભુ જિન સ્તવન ૩૩ સંક્ષેપાર્થ ઃ— હે અનંત ગુણના સાગર કહેતાં ઘરરૂપ શ્રી સાગર સ્વામી ! આપ તો મુનિ ભગવંતોનું મુનિપણું ટકાવવા માટે ભાવ જીવન સ્વરૂપ છો. તથા સર્વ પરદ્રવ્યોની કામનાથી રહિત હોવાથી નિષ્કામી છો. હે પ્રભુ! ગુણકરણે કહેતાં આપના જ્ઞાનદર્શનાદિ અનંતગુણો તે ક પ્રયોગી અર્થાત્ વિના પ્રયત્ને, પ્રતિ સમયે તે સ્વસ્વકાર્યપણે પ્રવૃત્તિ રહ્યાં છે. તે ગુણોની પ્રાભાવી એટલે પ્રગટ થયેલી સત્તા કહેતા શક્તિના જ આપ ભોગી છો. માટે હે ભવ્ય જીવો! સુહંકર એટલે સુખના કરવાવાળા એવા પરમ આત્મસમાધિ પ્રગટાવનાર શ્રી જિનેશ્વર પ્રભુના તમે ગુણ ગાઓ. જેથી તમે પણ આનંદથી પરિપૂર્ણ એવી મોક્ષપદવીને પામો. ।।૧।। સામાન્ય સ્વભાવ સ્વપરના, દ્રવ્યાદિ ચતુષ્ટય ઘ૨ના; દેખે દર્શન રચનાયે, નિજ વીર્ય અનંત સહાય. સુ૨ સંક્ષેપાર્થ :— હવે પ્રભુના દર્શન ગુણનું માહાત્મ્ય કહે છે : સ્વ કે પરદ્રવ્યના સામાન્ય સ્વભાવ તો અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, પ્રદેશત્વ અને અગુરુલઘુત્વ છે. પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચતુષ્ટય તે સ્વદ્રવ્યમાં જ પરિણમે છે માટે તે ઘરરૂપ છે. તેને આપ, અનંત દર્શન ગુણ પ્રગટ થવાથી, સર્વ રચનાને પ્રગટપણે સર્વ સમયે પરિપૂર્ણ જોઈ રહ્યાં છો. અને તે જોવામાં આપનો પ્રગટેલ અનંત વીર્યગુણ પણ સહાયરૂપ છે. એવા સુખના કરનાર પ્રભુની હે ભવ્યો ! તમે ભાવભક્તિસહિત સ્તવના કરો, જેથી તમે પણ તેમના જેવી ઉત્તમ શાશ્વત સુખમય પદવીને પામો. ।।૨।। તેહને તે જાણે નાણ, એ ધર્મ વિશેષ પઠાણ; સાવયવી કારજ શક્ત, અવિભાગી પર્યાય વ્યક્ત. સુ૩ સંક્ષેપાર્થ :— હવે પ્રભુના અનંત જ્ઞાનગુણનું માહાત્મ્ય દર્શાવે છે ઃસર્વ સ્વ કે પરદ્રવ્યના સામાન્ય કે વિશેષ સ્વભાવ જાણવા માટે પહાણ એટલે પ્રધાન એવો આપનો કેવળજ્ઞાનરૂપ ધર્મ એટલે સ્વભાવ પ્રગટ થયેલ છે, તેથી આપ સર્વ જાણો છો. સાવયવી એટલે આત્મામાં જ રહેલી એવી અનંતજ્ઞાનશક્તિ પ્રગટ થવાથી અવિભાગી એટલે જેનો વિભાગ ન થઈ શકે એવા સમયે સમયે પરિવર્તન પામતા અનંત પર્યાયોને પણ આપ વ્યક્તપણે એટલે પ્રગટપણે સંપૂર્ણરીતે જાણો 9.11311 ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ જે કારણ કારજ ભાવે, વરતે પર્યાય પ્રભાવે; પ્રતિસમયે વ્યય ઉત્પાદિ, જ્ઞેયાદિક અનુગતે સાદિ. સુ૪ સંક્ષેપાર્થ :– હવે પર્યાયોના પ્રવર્તન વિષે જણાવે છે ઃ— જે કારણ છે તેજ કાર્યભાવે પરિણમે છે. તે પરિણમન, સમયે સમયે પરિવર્તન પામતાં પર્યાયોના જ પ્રભાવે છે અર્થાત્ આધારે છે. તે પર્યાયોમાં પ્રતિસમયે વ્યય અને ઉત્પાદ થયા કરે છે. તેમાં કારણરૂપે પૂર્વ પર્યાયનો વ્યય અને કાર્યરૂપે નવીન પર્યાયનો જન્મ થાય છે. અને પદાર્થ સદૈવ ધ્રુવપણે જ રહે છે. પ્રતિસમયે નવીન પર્યાયનો જન્મ થવાથી, નવા જ્ઞેયપર્યાયની અપેક્ષાએ તે પર્યાયની સાદિ એટલે આદિ સહિત પણ કહેવાય છે. II૪।। ૭૪ અવિભાગી પર્યાય જેહ, સમવાયી કાર્યના ગેહ; જે નિત્ય ત્રિકાળી અનંત, તસુ જ્ઞાયક જ્ઞાન મહંત. સુપ સંક્ષેપાર્થ ઃ— ફરી પર્યાય સંબંધી વિશેષ જણાવે છે ઃઆત્માના પ્રતિ પ્રદેશે જે અવિભાગી પર્યાય રહેલા છે તે આત્માથી સમવાય સંબંધે છે અર્થાત્ સંયોગ સંબંધે છે. તેમજ અનાદિથી તે પર્યાયો થયા કરે છે, માટે તે પર્યાયોનો સંયોગ, કાર્ય કરવાના ગેહ એટલે ઘરરૂપ છે. અર્થાત્ તે પર્યાયોને લઈને સમયે સમયે પરિવર્તનરૂપ કાર્ય થયા કરે છે. તે અવિભાગી પર્યાયો નિત્ય છે, ત્રિકાળી એટલે ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણે કાલમાં થયા કરે છે, અને અનંત છે અર્થાત્ ત્રણે કાળમાં તેનો કદી નાશ નથી. તેમાંથી એક પણ પર્યાય કોઈ કાળે વધે કે ઘટે નહીં તેથી અક્ષય છે. તે સર્વ પર્યાયોને કેવળજ્ઞાનમાં જાણવાનો જ્ઞાયક ભાવ મહંત એટલે મહાન શક્તિરૂપે રહેલો છે. તે કેવળજ્ઞાનમય શક્તિ મારા પ્રભુજીને સંપૂર્ણપણે પ્રગટ છે. તેથી હે ભવ્યો ! એવા પ્રભુજીના ગુણોને તમે ભાવભક્તિ સહિત ગાવો કે જેથી તમે પણ સુખશાંતિસ્વરૂપ એવા આત્મપદને જરૂર પામો. ।।૫।। જે નિત્ય અનિત્ય સ્વભાવ, તે દેખે દર્શન ભાવ; સામાન્ય વિશેષના પિંડ, દ્રવ્યાર્થિક વસ્તુ પ્રચંડ. સુ૦૬ સંક્ષેપાર્થ :– પ્રત્યેક વસ્તુમાં નિત્ય અનિત્ય સ્વભાવ રહેલા છે. તે સ્યાદ્વાદથી જણાય છે. તેને પ્રભુ પોતાના અનંત દર્શન ગુણે કરી સર્વ પ્રકારે દેખે છે. પ્રત્યેક દ્રવ્ય સામાન્ય અને વિશેષ ગુણના પિંડ સ્વરૂપે છે. તથા પ્રત્યેક Page #40 -------------------------------------------------------------------------- ________________ " શ દલામ - (૩) શ્રી સાગરપ્રભુ જિન સ્તવન વસ્તુ એટલે દ્રવ્ય તે પ્રચંડ શક્તિથી યુક્ત છે, અર્થાત્ આત્માદિ સર્વ દ્રવ્યો અનંતશક્તિના ધારક છે. કા. ઇમ કેવળ દર્શન નાણ, સામાન્ય વિશેષનો ભાણ; | દ્વિગુણ આતમ શ્રદ્ધાએ, ચરણાદિક તસુ વ્યવસાયે. સુ૭ સંક્ષેપાર્થ :- આમ કેવળદર્શન અને કેવળજ્ઞાન જે પ્રભુને સંપૂર્ણપણે પ્રગટ છે, તે દ્રવ્યના કે વસ્તુના સામાન્ય અને વિશેષ ગુણોને જાણવા માટે ભાણ એટલે સૂર્ય સમાન છે. આત્માના મુખ્ય દ્વિગુણ એટલે બે ગુણ તે જ્ઞાન અને દર્શન છે. તે બેય ગુણને આત્માની શ્રદ્ધા સહિત પામી અર્થાત્ સમ્યકજ્ઞાન દર્શનને પામી રાગદ્વેષાદિ વિભાવનો નાશ કરવારૂપ વ્યાપાર કરી વીતરાગભાવને પ્રાપ્ત કરી, શુદ્ધ આત્મભાવમાં સ્થિરતા કરવી, તેને ચરણ એટલે ચારિત્ર ગુણ કહીએ છીએ. એમ સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રવડે આત્માની શક્તિને જેણે પ્રગટ કરી છે એવા પ્રભુને હે ભવ્યો ! તમે ભાવભક્તિસહિત થાવો તો તમે પણ તે પદવીને પામો; એ નિઃસંદેહ વાર્તા છે. શા. દ્રવ્ય જેહ વિશેષ પરિણામી, તે કહિયે પજવ નામી; છતિ સામર્થ્ય દુભેદે, પર્યાય વિશેષ નિવેદે. સુ૦૮ સંક્ષેપાર્થ - પ્રત્યેક દ્રવ્યમાં સામાન્ય ગુણરૂપે પરિણમન હોવા છતાં તે વિશેષ ગુણે કરીને પણ પરિણમે છે, તેથી તે વિશેષ પરિણામી પણ છે તથા પ્રત્યેક દ્રવ્યમાં અનંત સ્વપર્યાય છે, અને તે અનંત સ્વપર્યાયમાં એક દ્રવ્યપણું રહેલું છે. તેથી તે દ્રવ્યને પર્યાયનામી પણ કહીએ છીએ. કારણ કે અનંત પર્યાયથી યુક્ત જ દ્રવ્ય છે. “ગુણપર્યયવત્ દ્રવ્યમ્'. તે પર્યાયો છતિ અને સામર્થ્ય એમ બે ભેદે છે. છતિ એટલે જે પર્યાયો સર્વ પ્રદેશમાં અનંતાનંત પણે રહેલા છે તે. અને સામર્થ્ય એટલે જે પર્યાયનો સ્વકાલ આવ્યે પોતપોતાના સામર્થ્યપણે જે પરિણમે અર્થાત કાર્ય કરે છે તે. એ સર્વ સામાન્ય કે વિશેષ ગુણના પર્યાયને જે નિવેદે અર્થાત પોતાના જ્ઞાનમાં સારી રીતે જાણે છે એવા સુખકર પ્રભુને તમે ધ્યાવો. જેથી તમો પણ પરમાનન્દ પદવીને પામી સર્વકાળ સુખી થાઓ. ૮. તસુ રમણે ભોગનો વૃદ, અપયાસી પૂર્ણાનંદ; પ્રગટી જસ શક્તિ અનંતી, નિજ કારજવૃત્તિ સ્વતંત્રી. સુ૦૯ ૭૬ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સંક્ષેપાર્થ :- પ્રભુ તો સ્વશુદ્ધ પર્યાયમાં જ સદા રમણ કરે છે. ત્યાં દરેક સમયે અનંત આનંદના ભોગનો છંદ એટલે સમૂહ વિદ્યમાન છે. તે પ્રભુનો પૂર્ણાનંદ, સ્વભાવથી જ ઉત્પન્ન થતો હોવાથી અપયાસી છે, અર્થાત્ વિના પ્રયત્ન તે પ્રગટ થાય છે. એવી જેને અનંત આત્મશક્તિ પ્રગટ થઈ છે, તથા પોતાના શુદ્ધ આત્માના સકલ ગુણોની સર્વ પ્રવૃત્તિ સહજ સ્વભાવે, સ્વતંત્રપણે થયા કરે છે. એવા પ્રભુના ગુણોને હે ભવ્યો! તમે ધ્યાવો જેથી તમો પણ તે ગુણોને પામો. કારણ કે જેને ધ્યાવે તે તેજ પદને પામે, એમાં સંદેહ નથી. II૯ll ગુણ દ્રવ્ય સામાન્ય સ્વભાવી, તીરથપતિ ત્યક્ત વિભાવી; પ્રભુ આણા ભક્ત લીન, તિણે દેવચંદ્ર પદ કીન. સુ૧૦ સંક્ષેપાર્થ :- પ્રત્યેક દ્રવ્ય સામાન્ય ગુણ સ્વભાવવાળા છે. તે દ્રવ્યના સર્વ સ્વભાવમય ગુણોને પામી, ચતુર્વિધ સંઘના તરવાને માટે તીર્થની સ્થાપના કરીને, જે તીર્થપતિ પદને પામ્યા એવા શ્રી સાગર પ્રભુ તો સર્વ વિભાવના વ્યક્ત એટલે ત્યાગી થયા છે; છતાં તીર્થંકર નામકર્મના ઉદયે ભવ્ય જીવોને દેશના આપીને તારે છે. એવા પ્રભુની આજ્ઞા ઉઠાવવામાં જે ભવ્યજીવ ભક્તિભાવે લીન થશે; તેને પ્રભુ જરૂર દેવોમાં ચંદ્રમા સમાન સિદ્ધપદને આપી કૃતાર્થ કરશે. માટે હે ભવ્યો! એવા શુદ્ધ સ્વરૂપી પરમાત્માની ભક્તિ કરવામાં કંઈ પણ ખામી રાખવી નહીં, પણ ત્રિકરણ યોગે તેમાં જોડાઈ જવું; જેથી મોક્ષપદની પ્રાપ્તિ સુલભ થાય. II૧૦ણા. (૪) શ્રી સુબાહુ જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત વિહરમાન વીશી (માહો વહાલો બ્રહ્માચારી......એ દેશી) શ્રી સુબાહુ જિન અંતરજામી, મુજ મનનો વિશરામી રે, પ્રભુ અંતરજામી; આતમ ધર્મ તણો આરામી, પપરિણતિ નિષ્કામી ૨. પ્ર૦૧ સંક્ષેપાર્થ - હે શ્રી સુબાહુ જિનેશ્વર ! આપ અંતર્યામી હોવાથી મારા Page #41 -------------------------------------------------------------------------- ________________ (૪) શ્રી સુબાહુ જિન સ્તવન ૩૭ હૃદયની બધી વાત જાણનાર છો. ત્રિવિધ તાપથી સદેવ સંતપ્ત એવા મારા મનને વિશ્રાન્તિનું કારણ આપનું પરમ શાંત વીતરાગ સ્વરૂપ છે. આપ તો આત્માના ધર્મ, જ્ઞાન, દર્શન, ચારિત્રમય અનંત સુખમાં સદૈવ આરામ કરનાર છો. કારણ કે રાગદ્વેષાદિ પર પરિણતિમાં તો આપની સર્વથા નિષ્કામ વૃત્તિ છે. ૧૫ કેવલ જ્ઞાન અનંત પ્રકાશી, ભવિજન કમળ વિકાસી રે; પ્રક ચિદાનંદ ઘન તત્ત્વવિલાસી, શુદ્ધ સ્વરૂપ નિવાસી રે. પ્ર-૨ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! આપ કેવળજ્ઞાનરૂપી સૂર્ય વડે અનંત જ્ઞાનરૂપ તેજના પ્રકાશક છો. જેથી ભવ્યજીવરૂપ કમળો આપના જ્ઞાનરૂપ પ્રકાશ વડે આત્મદશાનો વિકાસ પામે છે. આપ ચિદાનંદ એટલે આત્માના જ્ઞાનાનંદ ઘનમય શુદ્ધ તત્ત્વમાં સદૈવ વિલાસ કરનારા છો, અને શુદ્ધસ્વરૂપમય સહજાત્મસ્વરૂપમાં જ નિરંતર નિવાસ કરો છો. //રા યદ્યપિ હું મોહાદિકે છળિયો, પરપરિણતિશું ભળિયો રે; પ્રક હવે તુજ સમ મુજ સાહિબ મલિયો, તિણે સવિ ભવભય ટલિયો રે.. ૭૮ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ એકત્ર કરી, સહજ સ્વાભાવિક આત્માનું જ્યારે સાધક ધ્યાન કરે છે ત્યારે ધ્યાતા એવો જીવ, ધ્યેય એવા પ્રભુ તથા આત્માની સ્વસ્થતારૂપ સમાધિ, એ ત્રણેયને અભેદરૂપે પામી, પ૨ વિભાવરૂપ પરિણતિનો વિચ્છેદ કરે છે. આ પ્રકારે ધ્યાતા એવો સાધક, અંતે સાધકભાવરૂપ ક્રિયાનો પણ ઉચ્છેદ કરીને, ધ્યેય સ્વરૂપ એવી પોતાની સિદ્ધ દશાને પામી તેનું વેદન કરે છે. II૪-પા દ્રવ્યક્રિયા સાધન વિધિ યાચી, જે જિન આગમ વાચી રે; પ્રવ પરિણતિ વૃત્તિ વિભાવે રાચી, તિણે નવિ થાયે સાચી રે. પ્ર૬ સંક્ષેપાર્થ :- જે દ્રવ્ય ક્રિયાઓ કર્યા કરે છે, યમનિયમાદિ સાધનો પણ સેવે છે, વિધિસહિત પૂજા વગેરે પણ કરે છે, તથા જે જિન આગમોનું વાંચન પણ કરે છે; પણ પરિણતિ એટલે ભાવોની વૃત્તિ જો રાગ દ્વેષાદિ વિભાવ ભાવોમાં જ રાચેલી છે, તો તેની સર્વ સાધના સાચી થતી નથી, અર્થાત્ તેનો કરેલો સર્વ પુરુષાર્થ સંસારનો ઉચ્છેદ કરી શકે નહીં. IIકા પણ નવિ ભય જિનરાજ પસાથે, તત્ત્વરસાયણ પાયે રે; પ્રા. પ્રભુ ભક્ત નિજ ચિત્ત વસાવે, ભાવરોગ મિટ જાયે રે. બ૦૭ સંક્ષેપાર્થ :- પણ હવે શ્રી જિનરાજના પસાયે એટલે એમની કૃપાએ કોઈ સંસારનો ભય રહ્યો નથી; કારણ કે તેઓશ્રી મને આત્માદિતત્ત્વોની શ્રદ્ધારૂપ તત્તરસાયણનું પાન કરાવે છે. જેથી પ્રભુભક્તિમાં મારું ચિત્ત સ્થિર થવાથી મારો રાગદ્વેષરૂપ ભાવરોગ જરૂર મટી જશે. એવી મને ખાત્રી થઈ છે. શા જિનવર વચન અમૃત અનુસરિયે, તવ રમણ આદરિયે રે; પ્રક દ્રવ્ય ભાવ આસ્રવ પરિહરિયે, દેવચંદ્ર પદ વરિયે રે. પ્ર૦૮ સંક્ષેપાર્થ :- શ્રી જિનેશ્વર પ્રભુના વચનામૃત અનુસાર વર્તન કરીએ તથા સાત તત્ત્વોમાં મુખ્ય એવો આત્મા, તેના સ્વરૂપમાં રમણતા કરવાનો પુરુષાર્થ આદરિયે તેમજ દ્રવ્ય અને ભાવરૂપ એવા કર્મોના આમ્રવનો પરિહાર કરીએ; તો દેવોમાં ચંદ્રમા સમાન પરમાત્મપદને આપણે પણ વરીએ અથવા નિઃસંદેહ આપણે પણ તે જ સ્વરૂપને પામીએ. દા. મ સંક્ષેપાર્થ:- હે પ્રભુ! જો કે હું રાગદ્વેષ અજ્ઞાનાદિ મોહરૂપ શત્રુઓથી ઠગાયો છું. અને મારો શુદ્ધ આત્મસ્વભાવ મૂકીને અશુદ્ધ એવી વિભાવ પરિણતિમાં ભળી ગયો છું. છતાં હવે તમારા જેવા પરમ સામર્થ્યવાન સાહેબ મળ્યા છે તો આપની આજ્ઞા આરાધવાથી ચારગતિરૂપ સંસારનો જરૂર ઉચ્છેદ થશે એવી ખાત્રી થઈ છે. માટે હવે સર્વ ભવ એટલે સંસારનો ભય ટળી ગયો છે. [૩] ધ્યેય સ્વભાવે પ્રભુ અવધારી, દુર્ગાતા પરિણતિ વારી રે; પ્ર. ભાસન વીર્ય એકતાકારી, ધ્યાન સહજ સંભારી રે. પ્ર૦૪ ધ્યાતા ધ્યેય સમાધિ અભેદે, પર પરિણતિ વિચ્છેદે રે; પ્રવ ધ્યાતા સાધક ભાવ ઉચ્છેદે, ધ્યેય સિદ્ધતા વેદે રે. પ્ર૫ સંક્ષેપાર્થ:- હૃદયમાં ધ્યેય સ્વભાવે એટલે ધ્યેય સ્વરૂપે પ્રભુના શુદ્ધ સહજ આત્મસ્વરૂપને અવધારી એટલે ધારણ કરીને, દુર્ગાતા એટલે આર્ત રૌદ્રધ્યાનરૂપ દુષ્ટ પરિણતિને નિવારીને, ભાસન એટલે સમ્યજ્ઞાન તથા વીર્યને (૪) શ્રી સુબાહુ જિન સ્તવન Page #42 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ તેણે જઈ વાત સવે કહી, પ્રભુ મળ્યા તે ધ્યાનને ટાણે રે; શ્રીનયવિજય વિબુધતણો, ઈમ સેવક સુયશ વખાણે રે. સ્વા૦૫ સંક્ષેપાર્થઃ- ભક્તિરૂપી દૂતીકાએ જઈને સર્વ વાત ઉપર મુજબ ભક્તને જણાવી ત્યારે ભક્ત પણ જગતને ભૂલી પ્રભુના શુદ્ધ સ્વરૂપમાં તન્મય થવા માટે ધ્યાનવડે અભ્યાસ કરવા લાગ્યો. એ અભ્યાસ પરિપક્વ થતાં ધ્યાનને ટાણે પ્રભુ મળ્યા અર્થાત્ પ્રભુનું જેવું શુદ્ધ સ્વરૂપ છે તેનો અંશે પોતાને જ અનુભવ થયો. વિબુધ એટલે વિદ્વાન એવા શ્રી નવિજયજીના શિષ્ય શ્રી યશોવિજયજી મહારાજ, ઉપર પ્રમાણે આત્મ અનુભવ થવાથી પ્રભુ શ્રી સુબાહુ જિનના ભાવપૂર્વક વખાણ કરે છે કે મને ભક્તિરૂપી દૂતીવડે આપે આત્મ અનુભવનો માર્ગ દર્શાવ્યો માટે પ્રભુની પ્રથમ સાચા મને ભક્તિ જ કર્તવ્ય છે. પણ (૪) શ્રી અભિનંદન જિન સ્તવન શ્રી યશોવિજયજીત વિહરમાન વીશી (ચતુર ચનેહી મોહનાએ–દેશી) સ્વામી સુબાહુ સુહંક, ભુનંદાનંદન પ્યારો રે; નિસઢનરેસર કુલતિલો, જિંપુરુષા ભરતારો રે. સ્વા-૧ સંક્ષેપાર્થ:- હે સુહંકરુ એટલે સુખના કરવાવાળા શ્રી સુબાહુ સ્વામી! આપ ભૂનંદા માતાના પ્યારા નંદન છો. તથા શ્રી નિસઢ રાજાના કુળમાં ઉત્પન્ન થયેલ તિલક સમાન પુત્ર છો. તેમજ ડિંપુરુષા રાણીના ભરતાર છો. એવા હે સ્વામી ! મને પણ આપ સુખના કર્તા થાઓ. /૧ કપિ લંછન નલિનાવતી, વપ્રવિજય અયોધ્યાનાહો રે; રંગે મિલિયે તેહશું, એહ મણુઅ જન્મનો લાહો રે. સ્વા૨ સંક્ષેપાર્થ :- જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહમાં નલિનાવતી વિજયમાં અયોધ્યાનગરીના આપ નાહો કહેતાં નાથ છો. એવા પ્રભુ સાથે રંગે મિલિયે એટલે સાચો ભક્તિરંગ જો જામે તો આ મનુષ્યજન્મ સફળ થયો ગણાય, અથવા આ મનુષ્યજન્મ પામ્યાનો સાચો લહાવો લીધો એમ કહી શકાય. //રા તે દિન સવિ એળે ગયા, જિહાં પ્રભુશું ગોઠી ન બાંધી રે; ભક્તિ દુતિકાએ મન હર્યું, પણ વાત કહી છે આધી રે. સ્વા૩ સંક્ષેપાર્થ :- જેણે આ મનુષ્યભવ પામીને પ્રભુ સાથે ગોઠી એટલે મિત્રતા ન બાંધી તેના સર્વ દિવસો નિષ્ફળ ગયા. એમ જાણીને પ્રભુની ભક્તિ કરી તો ભક્તિરૂપી દૂતીકાએ મારું મન હરણ કરી લીધું, અર્થાત્ પ્રભુ પ્રત્યે મને પ્રેમ લાગ્યો. પણ પ્રભુનું આત્મિક સુખ કેવું છે તેનું મને હજી ભાન ન થયું તેથી વાત અધુરી જ રહી ગઈ એમ શ્રી યશોવિજયજી મહારાજ કહે છે. lલા અનુભવ મિત્ત જો મોકલું, તો તે સઘળી વાત જણાવે રે; પણ તેહ વિણ મુજ નવિ સરે, કહો તો પુત્રવિચાર તે આવે રે. સ્વા૦૪ સંક્ષેપાર્થ :- ત્યારે પ્રભુએ કહ્યું કે અનુભવરૂપી મિત્ત એટલે મિત્રને જો મોકલું તો તે સઘળી વાત તમને જણાવી દે. પણ તે અનુભવ વિના હું એકક્ષણ પણ ન રહી શકું. તો કહો કે પુત્રનો અર્થાત્ શિષ્યનો વિચાર કેમ આવે? અર્થાત્ અનુભવ એક એવી વસ્તુ છે કે જે બીજાને ન આપી શકાય. એ તો માત્ર પોતે જ વેદી શકે. કા. (૪) શ્રી અભિનંદન જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી (ગોડી ગાજે ૨-એ દેશી) શેઠ સેવો રે અભિનંદન દેવ, જેહની સાથે રે સુર કિન્નર સેવ; એહવો સાહિબ સેવે તેહ હજૂર, જેહનાં પ્રગટે રે કીધાં પુ પંડૂર.શે-૧ સંક્ષેપાર્થ :- જે આત્મિક ગુણોના ઇચ્છુક હોવાથી ખરેખરા શેઠ છે એવા ભવ્યાત્માઓને સંબોધીને કહે છે કે હે શેઠ! તમે અભિનંદન જિનદેવની ભાવપૂર્વક સેવા કરો. જે પ્રભુની સેવા સુર એટલે દેવતાઓ તેમજ કિન્નર એટલે કુબેર પણ સારે છે અર્થાતુ ઊઠાવે છે. એવા પરમ મહાસ્યવાન સાહિબની સેવા જે કરે છે તે જ હાર કહેતા બહુમાન કરવા યોગ્ય છે. કેમકે પૂર્વમાં કરેલ પંડૂર કહેતા મોટા પુણ્યનો ઉદય જેને થયો હોય તે જ પ્રભુની સેવા એટલે આજ્ઞા ઉઠાવી શકે છે, બીજો નહીં. માટે હે શેઠ! પ્રભુને ભજી જીવન ધન્ય કરો. //પા જેહ સુગુણ સનેહી સાહિબ હેજ, હૃગલીલાથી લહિયે સુખસેજ; તૃણ સરખું લાગે સઘળે સાચ, તે આગળ આવ્યું ધરણીરાજ. શે૨ Page #43 -------------------------------------------------------------------------- ________________ (૪) શ્રી મહાજશ જિન સ્તવન સંક્ષેપાર્થ:- જે સુગુણ સનેહી કહેતા સગુણ પ્રત્યે સ્નેહ ધરાવનાર છે. એવા સાહિબ પ્રત્યે જે હેજ કહેતા પ્રેમ લાવે, તે પ્રભુની દ્રગલીલાથી એટલે દ્રષ્ટિમાત્રથી સુખસેજ અર્થાત્ સુખશધ્યાને પામે છે. શાસ્ત્રોમાં ચાર સુખશા વર્ણવેલ છે. ૧. સ્વાનુભવ, ૨. સંતોષ, ૩. સંયમ અને ૪. ધીરજ. તેને તે ભક્ત પામે છે. તે ભક્તાત્માને સાચ કહેતા ખરેખર સઘળું વિશ્વ તૃણ સમાન ભાસે છે. અને તે આગળ વધતાં ધરણીરાજ કહેતા આખી પૃથ્વીનો રાજા અર્થાત્ ત્રણ લોકનો નાથ થાય છે. માટે હે શેઠ! એવા અભિનંદન પ્રભુની તમે જરૂર ભજના કરો. રા અલવે મેં પામ્યો તેહવો નાથ, તેથી હું નિશ્ચય હુઓ રે સનાથ; વાચક યશ કહે પામી રંગરેલ, માનું ફળિય આંગણડે સુરતવેલ.શ૩ સંક્ષેપાર્થ :- અલવે એટલે લીલામાત્રમાં પૂર્વ પુણ્યના ઉદયે હું તેવા સમર્થ નાથને પામ્યો. તેથી હું નિશ્ચય એટલે નક્કી સનાથ થઈ ગયો. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે પ્રભુ પ્રત્યે રંગરેલ એટલે પ્રેમરૂપી પાણીની રેલ કહેતા પુર આવવાથી મારા મનરૂપી આંગણામાં સુરતરુ અર્થાતુ કલ્પવૃક્ષની વેલ ફૂટી નીકળી; જેથી મારી સર્વ ઇચ્છાઓ ફળીભૂત થઈ. માટે હે શેઠ! તમે પણ પ્રભુની પ્રેમપૂર્વક સેવા કરી વાંછિત સુખ પામો. સા. ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ અનુપમ રંગ સ્થલ છે. તેમાં સાચો આનંદ ક્યારે પ્રગટે? તો કે મિથ્થા સાંસારિક વાસનાનો અભાવ થઈ સમ્યગ્દર્શન પ્રગટ થાય તો જ તેમાં રંગ આવે, અર્થાત્ સાચા આત્માનંદની પ્રાપ્તિ થાય. હે નિજ સુખ કે સપૈયા અર્થાત્ હે શાશ્વત આત્મસુખના સાધક, તમે તો નિજ આત્મગુણરૂપ વસંતમાં જ હમેશાં ખેલ કરો, કારણ કે તે જ સુખનો ભંડાર છે, નાશવંત એવા પુદ્ગલ ભોગોમાં કદી સુખ હોઈ શકે નહીં. કેમકે સુખ ગુણ છે તે જીવનો છે, પુદ્ગલનો નથી. પર પરિણતિ સ્વરૂપ એવા પુદ્ગલોને સુખ માટે મેળવવાની ચિંતાને છોડી દઈ રાગદ્વેષ અજ્ઞાનને જેણે જિત્યા છે એવા જિનેશ્વર વીતરાગ પ્રભુ દ્વારા મળેલ જ્ઞાન સખા કે સંગ કહેતાં સાચી સમજણરૂપ મિત્રની સાથે હમેશાં ખેલો અર્થાતુ પ્રભુના આપેલા જ્ઞાનને આધારે સદા પ્રવર્તી કે જેથી નિજ આત્મસુખની ખરેખર સિદ્ધિ થાય. ||૧| વાસ બરાસ સુરુચિ કેસરઘન, છાંટો પરમ પ્રમોદ રે; નિ. આતમ ૨મણ ગુલાલકી લાલી, સાધક શક્તિ વિનોદ રે. નિ૨ સંક્ષેપાર્થ :- ભગવાનના શુદ્ધ સ્વરૂપમાં વાસ કરવારૂપ બરાસની શીતલ સુવાસ લઈને અર્થાત્ પ્રભુની વાર્તા સાંભળીને, તે શુદ્ધ સ્વરૂપ પામવાની સુરુચિરૂપ કેસરનો ઘન એટલે સમૂહ, પરમ પ્રમોદ સાથે પોતાના આત્મામાં પ્રથમ છાંટો અર્થાતુ તે સ્વરૂપ પામવાની પ્રથમ રુચિ ઉત્પન્ન કરો. પછી આત્મામાં રમણતા કરવારૂપ ગુલાલની લાલીને છાંટો અર્થાત્ તે પ્રમાણે પુરુષાર્થ કરો, જેથી સાધકની આત્મશક્તિ પ્રગટે, અને પરિણામે સાધકને પરમ વિનોદ એટલે પરમ આનંદની પ્રાપ્તિ થાય. રા. ધ્યાન સુધારસ પાન મગનતા, ભોજન સહજ સ્વભોગ રે; નિક રીઝ એકત્વના તાનમેં વાજે, વાજિંત્ર સન્મુખ યોગ રે. નિ૩ સંક્ષેપાર્થ :- આત્માને પર પરિણતિથી વારી, આત્માના ઉપયોગને સ્થિર અકંપ કરવો તે ધ્યાન છે. એવા ધ્યાનરૂપ સુધારસના પાનમાં મગ્નતા એટલે લીનતા કરવી તે સહજ સ્વભાવના ભોગરૂપ ભોજન જાણવું. પછી પ્રભુના શુદ્ધ સ્વરૂપમાં એકત્વતાની તાનરૂપ રીઝ એટલે આનંદ ક્યારે પ્રગટે ? તો કે જ્યારે મન વચન કાયાના યોગ પરપરિણતિથી પાછા હઠી આત્મગુણ પ્રાપ્તિ કરવા અર્થે સંયમ સન્મુખ થાય ત્યારે તે રૂપ વાજિંત્ર વાગ્યા જાણવા. // (૪) શ્રી મહાજશ જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત ગત ચોવીશી (શક હાથ). આત્મ પ્રદેશ રંગ થલ અનોપમ, સમ્યગદર્શન રંગ રે, નિજ સુખકે સપૈયા; તું તો નિજગુણ ખેલ વસંત રે; નિજ પર પરિણતિ ચિંતા તજી જિનમેં, જ્ઞાન સખા કે સંગ રે. નિ૧ સંક્ષેપાર્થ :- અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યાદિ ગુણોથી યુક્ત એવા આત્માના અસંખ્યાત પ્રદેશ છે. તે જ સાચો આત્માનંદ મેળવવા માટે Page #44 -------------------------------------------------------------------------- ________________ (૪) શ્રી મહાજશ જિન સ્તવન શુક્લધ્યાન હોરીકી જ્વાલા, જાલે કર્મ કઠોર રે; નિક શેષ પ્રકૃતિદલ ાિરણ નિર્જરા, ભસ્મ ખેલ અતિ જોર ૨. નિજ સંક્ષેપાર્થ:- ઉપરોક્ત ગાથામાં જણાવેલ ધ્યાનના પ્રકાર મુજબ વર્ચે શુક્લધ્યાનરૂપ હોરીની ભીષણ જવાલા પ્રગટ થાય છે. તે કઠોર એવા સર્વ કમને બાળીને ભસ્મીભૂત કરી દે છે. - શેષ રહેલ કર્મોની પ્રકૃતિઓના દિલની ક્ષિરણ નિર્જરા એટલે તેને ખેરવવારૂપ નિર્જરા કરવા ચૌદમાં ગુણસ્થાનના અંતે કર્મોને ભસ્મીભૂત કરવા માટેનો ભસ્મ ખેલ અત્યંત જોરમાં હોય છે. તે વડે સર્વ કમને બાળી આત્મા પરમશુદ્ધ સ્વભાવને પામી મોક્ષપદમાં સર્વકાળને માટે નિવાસ કરે છે. એ શુક્લધ્યાનના ચાર ભેદ છે. તે નીચે પ્રમાણે છે : (૧) પ્રથકત્વ વિતર્ક વીચાર :- જે ધ્યાનમાં પૃથક પૃથકરૂપથી વિતર્ક એટલે શ્રુતજ્ઞાનના આધારે અલગ અલગ વિચાર કરવો તે. આ ધ્યાનની શરૂઆત આઠમા ગુણસ્થાનકથી થાય છે. આ ધ્યાનવડે વસ્તુના સ્વરૂપનો અલગ અલગ રીતે વિચાર કરવાથી મોહનીય કર્મનો ક્ષય અથવા ઉપશમ થાય છે. (૨) એકત્વ વિતર્ક અવીચાર :- પહેલા શુક્લધ્યાનના ભેદવડે જ્યારે કષાયમળથી આત્મા રહિત થાય ત્યારે આ ધ્યાનનું પરાક્રમ પ્રગટ થાય છે, અને આત્મા આ બીજા એકત્વ વિતર્ક અવીચાર ધ્યાનને યોગ્ય બને છે. આ ધ્યાનમાં એક દ્રવ્ય કે એક પર્યાયનું એક યોગથી ચિંતવન કરે છે, તેને એકત્વ વિતર્ક અવીચાર નામનું ધ્યાન કહે છે. આ ધ્યાન વડે બાકી રહેલા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણેય ઘાતીયા કર્મનો જડમૂળથી નાશ કરીને કેવળજ્ઞાન પ્રગટાવે છે. ઉપરોક્ત બે ધ્યાન કેવળજ્ઞાન પ્રગટ થતાં પહેલા હોય છે. (૩) સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી:- કેવળી ભગવાનને જ્યારે અંતર્મુહૂર્ત પ્રમાણ આયુષ્ય બાકી રહે ત્યારે આ પ્લાનને યોગ્ય તે બને છે. આ ધ્યાનમાં વચનયોગ અને મનોયોગમાં સ્થિતિ કરીને બાદર એટલે સ્થૂલ કાયયોગને સૂક્ષ્મ કરે છે. ત્યાર પછી સૂક્ષ્મકાય યોગમાં સ્થિતિ કરીને ક્ષણમાત્રમાં તે જ સમયે વચનયોગ અને મનોયોગ એ બન્નેનો નિગ્રહ કરે છે. એ સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી નામનું ધ્યાન છે. (૪) સુપરત ક્રિયા નિવૃત્તિ :- આ શુક્લધ્યાન ચૌદમા અયોગી ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ગુણસ્થાનના અંત સમયમાં હોય છે. ત્યાં બાકી રહેલી સર્વ કર્મ પ્રવૃતિઓમાંની તેર પ્રવૃત્તિઓ (૧ વેદનીય, ૧ આયુ, ૧ ગોત્ર, અને ૧૦ નામકર્મની) જે ખપાવવાની બાકી હતી તે સર્વ અહીં નષ્ટ થઈ જાય છે. આ શુક્લધ્યાનના ચોથા ભેદમાં કાયાની ક્રિયા પણ સર્વથા નાશ પામી જાય છે. અને અ, આ, ઈ, ઉ, લુ, એ પાંચ હ્રસ્વ સ્વર બોલીએ તેટલા સમય સુધી આત્મા આ ગુણસ્થાનમાં રહી પશ્ચાત્ ઉર્ધ્વગમન કરી લોકોને જઈ સિદ્ધાલયમાં બિરાજે છે. માટે હૈ સુખ કે સપૈયા! અર્થાત્ હે આત્મ સુખના સાધનાર! ઉપર પ્રમાણે સાચા સુખની પ્રાપ્તિનો ઉપાય જાણવો. જા. દેવ મહાજસ ગુણ અવલંબન, નિર્ભય પરિણતિ વ્યક્તિ રે; નિક જ્ઞાને ધ્યાને અતિ બહુમાને, સાધે મુનિ નિજ શક્તિ રે. નિ૫ સંક્ષેપાર્થ :- ઉપરોક્ત રીતે શ્રી મહાજશ પ્રભુના ગુણનું અવલંબન લઈ, ભવ્યાત્માઓ પોતાના આત્માની નિર્ભય એવી સ્વાભાવિક ગુણ પરિણતિની વ્યક્તિ કરે છે અર્થાત્ તે નિર્ભયપણાને પ્રગટાવે છે. મુનિ ભગવંતો પણ પ્રભુના બોધેલા જ્ઞાન વડે, કે તેમના શુદ્ધ સ્વરૂપના ધ્યાનવડે કે એ પ્રભુના ગુણોના અત્યંત બહુમાન વડે, પોતાના આત્માની અનંત શક્તિને સાધે છે અર્થાત્ પ્રગટ કરે છે. પા. સકલ અજોગ અલેશ અસંગત, નાહીં હોવે સિદ્ધ રે; નિક દેવચંદ્ર આણામેં ખેલે, ઉત્તમ યુહિં પ્રસિદ્ધ ૨. નિ.૬ સંક્ષેપાર્થ :- એમ સર્વ મન વચન કાયાના યોગથી રહિત અયોગ થઈ, કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ અને છેલ્લી શુક્લ લેશ્યાઓથી પણ રહિત અલેશી થઈ, તથા સર્વ પરસંગથી નિવર્તી એટલે અસંગ થઈ, નાંહિ એટલે પર પરિણતિને નાહી ધોઈને એટલે સર્વથા નિવર્તાવી સર્વકાળને માટે સાધક સિદ્ધદશાને પામે છે. શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે જે પ્રભુની આજ્ઞામાં ખેલશે અર્થાત્ રહેશે તે જ સિદ્ધિ સુખને પામશે. સિદ્ધભગવાનના સુખને પામવાનો ઉત્તમ અને પ્રસિદ્ધ ઉપાય તે પ્રભુની આજ્ઞા જ છે. IIકા Page #45 -------------------------------------------------------------------------- ________________ (૫) શ્રી સુજાત જિન સ્તવન (૫) શ્રી સુજાત જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત વિહરમાન વીશી (ડેલું ડેટ નણંદ હઠીલી....... દેશી) સ્વામી સુજાત સુહાયા, દીઠા આણંદ ઉપાયા રે; મનમોહના જિનરાયા; જિણે પૂરણ તત્ત્વ નિપાયા, દ્રવ્યાસ્તિક નય ઠહરાયા રે. મ૦૧ સંક્ષેપાર્થ :— હે સ્વામી સુજાત પ્રભુ! આપ અમારે મન ગમી ગયા છો. આપને દીઠા એટલે અમને એમ થયું કે હવે સાચા આત્મિક આનંદનો ઉપાય જડી ગયો. કારણ કે આપ સંપૂર્ણ તત્ત્વજ્ઞાનથી નિષ્પન્ન છો. તથા દ્રવ્યાર્થિક નયથી આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે તે આપે પ્રાપ્ત કરી, તેમાં જ સર્વકાળને માટે ઠહરાયા એટલે સ્થિતિ પામ્યા છો. ।।૧।। પર્યાયાસ્તિક નયરાયા, તે મૂલ સ્વભાવ સમાયા રે; મ જ્ઞાનાદિક સ્વપર્યાયા, નિજ કાર્ય કરણ વરતાયા રે. મ૨ ૧ સંક્ષેપાર્થ :– હે પ્રભુ! પર્યાયાર્થિક નયથી જોતાં પણ આપ મૂલ સ્વભાવસ્વરૂપ એવો સિદ્ધ પર્યાય તેને પામી, તેમાં જ સમાઈને રહ્યા છો. તથા જ્ઞાનદર્શનાદિ ગુણોના જે સર્વ શુદ્ધ પર્યાયો તેને પણ આપે પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને ભોગવવામાં પ્રવર્તાવ્યા છે. IIII અંશનય માર્ગ કહાયા, તે વિકલ્પ ભાવ સુખ઼ાયા રે; મ નય ચાર તે દ્રવ્ય થપાયા, શબ્દાદિક ભાવ કહાયા રે, મ૩ સંક્ષેપાર્થ :– નયનો માર્ગ તે વસ્તુના સ્વરૂપને અંશે બતાવનાર છે. અને તે નયમાર્ગ વિકલ્પરૂપ છે એમ પ્રભુના ઉપદેશથી સાંભળ્યું છે. કુલ સાત નય છે. તેમાં પ્રથમના ચાર નય નૈગમ, સંગ્રહ, વ્યવહાર તથા ઋજુસુત્ર નય તે દ્રવ્યાર્થિક નય છે તથા બાકીના શબ્દ, સમભિરૂઢ તથા એવંભૂત નય તે ભાવનય અથવા પર્યાયાસ્તિક નય ગણાય છે. IIII દુર્નય તે સુનય ચલાયા, એકત્વ અભેદે ધ્યાયા રે; મ તે સવિ ૫૨માર્થ સમાયા, તસુ વર્તન ભેદ ગમાયા રે. મજ સંક્ષેપાર્થ :– એકાન્તે વસ્તુને અંશે ગ્રહણ કરનાર નય તે દુર્નય છે. ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ૮૬ તેને પણ આપે સ્યાદ્વાદથી સમ્યક્ કરી બતાવ્યા. વળી તે સર્વ નયો વસ્તુમાં એકમેકપણે રહેલા હોવાથી અભેદ છે. તે સર્વને આપે પરમાર્થ સમજવામાં લગાવ્યા, જેથી તેનું એકાન્તિક વર્તન નાશ પામ્યું. II૪ સ્યાદ્વાદી વસ્તુ કહીજે, તસુ ધર્મ અનંત લહીજે રે; મ સામાન્ય વિશેષનું ધામ, તે દ્રવ્યાસ્તિક પરિણામ રે, મન્ય સંક્ષેપાર્થ :- જીવાદિ સર્વ દ્રવ્યો અથવા વસ્તુઓના ગુણધર્મો સ્યાદ્વાદથી સ્પષ્ટ જણાય છે. દરેક વસ્તુના ગુણધર્મો અનંત છે. તે દ્રવ્યો અથવા વસ્તુઓ સામાન્ય અને વિશેષ ગુણોનું ધામ છે. સામાન્ય ગુણો અસ્તિત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ અને પ્રદેશત્વ છે. અને વિશેષ ગુણો તે ચેતનતા, અચેતનતા વગેરે છે. તે જીવ અજીવાદિ સર્વ દ્રવ્યમાં સમકાલે પરિણમે છે. પા જિનરૂપ અનંત ગણીજે, તે દિવ્ય જ્ઞાન જાણીજે રે; મ શ્રુતજ્ઞાને નય પથ લીજે, અનુભવ આસ્વાદન કીજે રે. મ૬ સંક્ષેપાર્થ :– ભગવાનનું જ્ઞાન જ્ઞેયાકારે થવાથી જિનના રૂપ અનંત કહી શકાય. એવા પ્રભુના અનંત રૂપને દિવ્યજ્ઞાન અથવા કેવળજ્ઞાન કહેવાય. શ્રુતજ્ઞાન વડે નયના માર્ગને જાણી, યથાર્થ રીતે પ્રવર્તીએ તો જરૂર આત્માના અનુભવનું આસ્વાદન પામીએ એ સુનિશ્ચિત વાત છે. ।।૬।। પ્રભુશક્તિ વ્યક્તિ એક ભાવે, ગુણ સર્વ રહ્યા સમભાવે રે; મ માહરે સત્તા પ્રભુ સરખી, જિનવચન પસાયે પરખી રે, મ૭ સંક્ષેપાર્થ :– પ્રભુની સર્વ જ્ઞાન દર્શન સુખ વીર્યાદિ શક્તિઓ, સર્વ એક ભાવે એટલે એક સાથે જ વ્યક્ત થઈ છે, અર્થાત્ નિરાવરણતાને પામી છે. તેથી સર્વ ગુણો પણ સમભાવનો આશ્રય પામી એક સ્થાને રહેલા છે. સત્તામાં રહેલી મારા આત્માની દશા પણ આપના જેવી જ છે. એમ જિનેશ્વર ભગવાનના વચનોના આધારે જાણી શક્યા છીએ. ॥૭॥ તું તો નિજ સંપત્તિ ભોગી, હું તો પરપરિણતિનો યોગી રે; મ તિણ તુમ્હ પ્રભુ માહરા સ્વામી, હું સેવક તુજ ગુણગ્રામી રે. મ૮ સંક્ષેપાર્થ :– હે પ્રભુ! તમે તો પોતાની આત્મસંપત્તિને ભોગવનારા છો, જ્યારે હું તો રાગદ્વેષમય વિભાવ ભાવવાળી પરપરિણતિના જ યોગવાળો છું. તેથી હે પ્રભુ! તમે મારા સ્વામી છો અને હું તો નિશદિન તમારા ગુણગાન કરવાવાળો સેવક છું. વા Page #46 -------------------------------------------------------------------------- ________________ (૫) શ્રી સુજાત જિન સ્તવન એ સંબંધ ચિત્ત સમવાય, મુજ સિદ્ધનું કારણ થાય રે; મા જિનરાજની સેવના કરવી, ધ્યેય ધ્યાન ધારણા ધરવી રે. મ૯ સંક્ષેપાર્થ - હે પ્રભુ! આપની સાથે મારો સ્વામી સેવકભાવનો સંબંધ ચિત્તમાં સમવાય એટલે અભેદપણું ધારણ કરે તો મને તે સિદ્ધ દશાનું કારણ થાય. માટે મારે તો જિનરાજની સેવા જ કરવી છે. તથા તેમના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો ધ્યેય હૃદયમાં રાખી તે પ્રાપ્તિ અર્થે જ ધ્યાન કરવું છે. તથા તેમનું શુદ્ધ સ્વરૂપ કદી ભુલાય નહીં એ જ ધારણા હૃદયમાં ધરી રાખવી છે. સા. તું પૂરણ બ્રહ્મા અરૂપી, તું જ્ઞાનાનંદ સ્વરૂપી રે; મe ઇમ તત્ત્વાલંબન કરીયે, તો દેવચંદ્ર પદ વરિયે રે. મ૦૧૦ સંક્ષેપાર્થ – હે પ્રભુ! તમે તો પૂર્ણ અરૂપી એવા બ્રહ્મ એટલે શુદ્ધ આત્મા છો. તથા તે આત્માના જ્ઞાનાનંદ સ્વરૂપમાં મગ્ન છો. એવા આપના શુદ્ધ આતમતત્ત્વનું જો અવલંબન લહીએ તો અમે પણ દેવોમાં ચંદ્રમા સમાન પરમાત્મપદને પામી જરૂર સુખી થઈ જઈએ. /૧૦ગા. ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ એવા ભાનુ એટલે સૂર્યના લંછનથી સુશોભિત છે. રા જયસેનાનો કંત, તેહશું પ્રેમ ધયરી; અવર ન આવે દાય, તેણે વશિ ચિત્ત કરી. ૩ સંક્ષેપાર્થ :- શ્રી સુજાત જિન જયસેનાના કંત છે. એવા પ્રભુની સાથે મેં પ્રેમ ધર્યો છે. તેથી મને અવર એટલે બીજા કોઈ દેવ ન આવે દાય અર્થાત્ ગમતા નથી. મારું ચિત્ત તો તેમને વશ થઈ ગયું છે. ૩. તુમે મતિ જાણો દૂર, જઈ પરદેશ રહ્યારી; છો મુજ ચિત્ત હજૂર, ગુણ સંકેત ગ્રધ્ધારી. ૪ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! તમે એમ જાણશો નહીં કે અમે દૂર પરદેશ એટલે મહાવિદેહક્ષેત્રમાં રહેલા છીએ. આપ તો સદા મારા ચિત્તમાં હાજરાહજૂર છો. કારણ કે આપના ગુણોના સંકેત વડે અર્થાતુ આપના ગુણોની સ્મૃતિ વડે આપ સદા મારા હૃદયમાં વસેલા છો. ૪. ઊગે ભાનુ આકાશ, સરવર કમલ હસેરી; દેખી ચંદ્ર ચકોર, પીવા અમીએ ધસેરી. ૫ સંક્ષેપાર્થ :- જેમ આકાશમાં ભાનુ એટલે સૂર્યનો ઉદય થાય ત્યારે સરોવરમાં રહેલા કમળો ખીલી ઊઠે છે, તેમ ચંદ્રને દેખી ચકોર પક્ષી પણ ચાંદનીરૂપ અમીઅ એટલે અમૃતને પીવા ધસે છે અર્થાત્ તત્પર થાય છે. પા. દૂર થકી પણ તેમ, પ્રભુશું ચિત્ત મિર્ક્યુરી; શ્રીનવિજય સુશિષ્ય, કહે ગુણ હેજે હિન્દુરી. ૬ સંક્ષેપાર્થ – તેમ શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે હે પ્રભુ! આપ દૂર રહેલા હોવા છતાં પણ અમારું ચિત્ત તો પ્રેમને વશ થવાથી આપની સાથે મળી ગયેલું છે. અથવા આપના ઉત્કૃષ્ટ ગુણો જોઈને મારું મન હેજે હિલ્યુરી અર્થાત્ પ્રેમને વશ અતિ ઉલ્લાસ પામી નાચી રહ્યું છે. તેવા ગુણો મને પણ પ્રાપ્ત થાય, તેનો ઉપાય સુઝાડવા હે પ્રભુ! આપ કૃપા કરજો; એવી આપ પ્રભુ પ્રત્યે મારી ભાવભીની પ્રાર્થના છે. Iકા. (૫) શ્રી સુરત જિન સ્તવન શ્રી યશોવિજયજીત વિહરમાન વીશી (રાગત બાગ બો બોરી હો રી- દેશી) સાચો સ્વામી સુજાત, પૂરવ અરધ જયોરી; ધાતકી ખંડ મઝાર, પુષ્કલાવઈ વિજયોરી. ૧ સંક્ષેપાર્થ - શ્રી સુજાત સ્વામી તે સાચા દેવ છે. તે ધાતકી ખંડના પૂર્વ અર્ધ્વ ભાગમાં આવેલ પુષ્કલાવતી વિજયમાં જય પામે છે અર્થાતુ ત્યાં વિચરી રહ્યા છે. ૧૫ નયરી પુંડરિગિણી નાથ, દેવસેન વંશ તિલોરી; દેવસેનાનો પુત્ર, લંછન ભાનુ ભલોરી. ૨ સંક્ષેપાર્થઃ- પુંડરિગિણી નગરીના નાથ કહેતા રાજા દેવસેનના વંશમાં શ્રી સુજાત જિન તિલક સમાન છે. જે માતા દેવસેનાના પુત્ર છે તથા જે ભલા (૫) શ્રી સુમતિનાથ જિન સ્તવન Page #47 -------------------------------------------------------------------------- ________________ (૫) શ્રી વિમલ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી (ઘુઘરીઆળો ઘાટએ દેશી) સુમતિનાથ દાતાર, કીજે ઓળગ તુમ તણી રે; દીજે શિવસુખ સાર, જાણી ઓળગ જગધણી રે. ૧ સંક્ષેપાર્થ :— જગતમાં શ્રી સુમતિનાથ પ્રભુ સર્વ સુખના દાતાર છે. તેથી એમની ઓળગ કહેતા સેવા ચાકરી કરવા યોગ્ય છે, એમ જાણી મેં તમારી સેવા કરી છે માટે મને શિવસુખ આપો. કેમકે વિશ્વમાં એ જ સારરૂપ છે. જગધણી એટલે જગતના નાથની સેવા મેં કરી છે માટે તમારા બિરૂદને શોભે એવું મોક્ષસુખનું દાન મને આપો. ।।૧।। ce અક્ષય ખજાનો તુજ, દેતાં ખોટ લાગે નહીં રે; કિસિ વિમાસણ ગુજ્જુ, જાચક થાકે ઊભા રહી રે. ૨ સંક્ષેપાર્થ ઃ— આપનો અનંતગુણોરૂપી ખજાનો અક્ષય છે. તેમાંથી થોડુંક આપી દેશો તો પણ તેમાં કોઈ ખોટ પડે એમ નથી. માટે ગુજ્જ એટલે ગુપ્ત રીતે કિસિ વિમાસણ એટલે કયા ઊંડા વિચારમાં તમે પડી ગયા છો કે મોક્ષસુખના યાચકો તો ઊભા ઊભા થાકી ગયા છે. શું તેમનો પુરુષાર્થ વિપરીત છે? કે જેથી તમે મોક્ષસુખ આપવા માટે વિચારમાં પડ્યા છો. II૨।। રયણ કોડ તેં દીધ, ઉરણ વિશ્વ તદા ક્રીઓ રે; વાચક્ર યશ સુપ્રસિદ્ધ, માગે તીન રતન દીઓ રે. ૩ સંક્ષેપાર્થ :– વરસીદાનના અવસરે આપ ક્રોડો રયણ એટલે રત્નો આપીને જગતના જીવોને ઊરણ કહેતાં ઋણ વગરનાં કરી દીધા. માટે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે પ્રભુ ! હું પણ આપની પાસે જગતમાં પ્રસિદ્ધ એવા સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રરૂપ ત્રણ રત્નોની જ માંગણી કરું છું કે જેથી હું પણ સર્વ કર્મોના ઋણથી મુક્ત થઈ જાઉં. ।।૩।। (૫) શ્રી વિમલ જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત ગત ચોવીશી (કઠખાની દેશી) ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ધન્ય તું ધન્ય તું ધન્ય જિનરાજ તું, ધન્ય તુજ શક્તિ વ્યક્તિ સનૂરી; કાર્ય કારણ દશા સહજ ઉપગારતા, શુદ્ધ કર્તૃત્વ પરિણામ પૂરી. ધ૦૧ સંક્ષેપાર્થ :– હે વિમલ જિન પ્રભુ! આપને ધન્ય છે ધન્ય છે, હે જિનરાજ! આપ વારંવાર ધન્યવાદને પાત્ર છો, કે આપનામાં રહેલી અનંત સનૂરી એટલે તેજસ્વી શક્તિની વ્યક્તિ અર્થાત્ પ્રગટતા કરીને આપે મહામોહ નામના મહાન શત્રુને જીતી લીધો. તેને જીતવાથી બીજા પણ સર્વ કર્મો આપોઆપ જીતાઈ ગયા. Co વળી આપ પ્રભુ અમારા આત્માની સિદ્ધિરૂપ કાર્ય કરવાની કારણરૂપ દશા પ્રગટાવવા માટે સહજ રીતે નિષ્કારણરૂપે આપ અમારા પર ઉપકાર કરવા, શુદ્ધ કર્તૃત્વ એટલે કરવા યોગ્ય એવા પરિણામની એટલે ભાવોની પૂર્તિ કરો છો અર્થાત્ અમારી ભાવશુદ્ધિ કેમ થાય તેવા પ્રયત્ન કરો છો. માટે આપને ધન્ય છે, ધન્ય છે. ૧ આત્મ પ્રભાવ પ્રતિભાસ કારજદશા, જ્ઞાન અવિભાગ પર્યાય પ્રવૃત્ત; એમ ગુણ સર્વે નિજ કાર્ય સાથે પ્રગટ, જ્ઞેયદૃશ્યાદિ કારણ નિમિત્તે. ધ૨ સંક્ષેપાર્થ ઃ– આત્માના પ્રભાવનો પ્રતિભાસ થવાથી, કાર્યદશા પ્રગટે છે; અર્થાત્ આત્માનો અનુભવ થયે આત્મકાર્ય સંપૂર્ણ સિદ્ધ કરવાની દશા પ્રગટે છે. ત્યારે જ્ઞાનના અવિભાગી પર્યાયો પણ તેમાં જ પ્રવર્તે છે. એમ આત્માના સર્વ ગુણો પોતપોતાના કાર્ય સાધવામાં પ્રગટપણે લાગી જાય છે. તેમાં દેહથી આત્મા ભિન્ન છે વગેરે જ્ઞેય પદાર્થનું જાણવું, કે વીતરાગમુદ્રાના દર્શન કરવા વગેરે તો નિમિત્તમાત્ર છે. પણ ઉપાદાનરૂપ પોતાનો આત્મા જ સ્વ આત્મકાર્યમાં પ્રવર્તવાથી કાર્યની સિદ્ધિ થાય છે. એમ આપે સંપૂર્ણ આત્મસિદ્ધિને પ્રાપ્ત કરી છે, માટે આપને ધન્ય છે, ધન્ય છે. રા દાસ બહુમાન ભાસન રમણ એકતા, પ્રભુ ગુણાલંબની શુદ્ધ થાયે; બંધના હેતુ રાગાદિ તુજ ગુણ રસી, તેહ સાધક અવસ્થા ઉપાયે. ધ૩ સંક્ષેપાર્થ :– આપના આ દાસને વિષયાદિક પર પુદ્ગલિક પદાર્થો પ્રત્યે બહુમાન છે, તેમાં જ સુખ ભાસે છે; માટે તેમાં જ રમણતા કરે છે અને તેમાં જ એકતા એટલે એકમેક થઈને રહે છે. તે વિપરીત બુદ્ધિ પ્રભુગુણોના આલંબને જો શુદ્ધ થાય, તો બંધના હેતુ જે રાગદ્વેષાદિ પરિણામ છે તે મટી આપમાં રહેલ ગુણના રસિક બને. તે જ પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરવાની સાધક Page #48 -------------------------------------------------------------------------- ________________ દુર (૫) શ્રી વિમલ જિન સ્તવન અવસ્થા પ્રગટાવવાનો સાચો ઉપાય છે. પણ આપે તો હે પ્રભુ ! એ સર્વ સિદ્ધિઓને પ્રાપ્ત કરી છે. માટે આપને તો ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. કર્મ જંજાલ યુજનકરણ યોગ જે, સ્વામીભક્તિ રમ્યા થિર સમાધિ; દાન તપ શીલ વ્રત નાથઆણા વિના, થઈ બાપક કરે ભવ ઉપાધિ. ૧૦૪ સંક્ષેપાર્થ:- મન, વચન, કાયાના યોગ તથા પાંચ ઇન્દ્રિયો, પરદ્રવ્યમાં આસક્ત બની કર્મની જંજાળ ઊભી કરે છે. અને તેમાં મુંજનકરણ એટલે કર્મ સાથે જોડાઈને અથવા કર્મની જાળ ગુંથીને તેમાં જ ફસાઈને રહે છે. પણ જ્યારે પ્રભુના વચને ઇન્દ્રિયોનું સ્વરૂપ દુ:ખકર છે એમ જાણે છે ત્યારે પ્રભુની પરમ ભક્તિમાં સ્થિરપણે પોતાના આત્માને સ્વરૂપ સમાધિમાં રમાવે છે. દાન, તપ કે શીલવ્રત પણ નાથની આજ્ઞા વગર કરવાથી, મોક્ષમાર્ગમાં બાધકરૂપ થઈ માત્ર ભવની ઉપાધિ જ વધારે છે; અર્થાત્ સદ્ગુરુ આજ્ઞાએ આત્માર્થના લક્ષ વગર અને આ લોકમાં માનાર્થે કે આહારાર્થે કે પરલોકના દેવાદિ સુખોને અર્થે કરાતી ક્રિયા, ભાવધર્મ વિના હોવાથી કર્મબંધના કારણરૂપ થઈ માત્ર ભવઉપાધિને જ વધારનારી થાય છે. જો સકળ પ્રદેશ સમકાળ સવિ કાર્યતા, કરણ સહકાર કર્તુત્વ ભાવો; દ્રવ્ય પ્રદેશ પર્યાય આગમપણે, અચલ અસહાય અક્રિય દાવો. ધ૦૫ સંક્ષેપાર્થ :- પ્રભુના શુદ્ધ આત્માના સકલ પ્રદેશ સમકાળે, પ્રતિ સમયે, કરણ એટલે ગુણકરણે કરી આત્માના સર્વ જ્ઞાન, દર્શનાદિ ગુણો પોતપોતાનું કાર્ય કરી રહ્યાં છે. તેમાં સહકાર કરનાર તેના કર્તુત્વભાવો એટલે તે તે ગુણોના ભાવો છે અર્થાત્ તેના અવિભાગી પર્યાયો છે. પણ મૂળ શુદ્ધ આત્મદ્રવ્યના પ્રદેશ આગમમાં કહ્યા પ્રમાણે, તો અચલ અસહાય અને અક્રિયપણે છે; એટલે કે આત્મદ્રવ્યના અસંખ્યાત પ્રદેશ કંઈ કાર્ય કરતા નથી, પણ પ્રદેશને આધારે રહેલ છતિ અવિભાગી પર્યાયો જ કાર્ય કરવાના કારણપણે પ્રવર્તે છે. જ્યારે શુદ્ધ આત્મદ્રવ્ય તો ધ્રુવપણે રહે છે. આપણા ઉત્પત્તિ નાશ ધ્રુવ સર્વદા સર્વની, પગુણી હાનિ વૃદ્ધિ અન્યૂનો; અસ્તિ નાસ્તિત્વ સત્તા અનાદિથકો, પરિણમન ભાવથી નહિ અજાનો. ધ૬ - સંક્ષેપાર્થ:- સર્વ દ્રવ્યોના પર્યાયોની હમેશાં પ્રતિ સમયે ઉત્પત્તિ, અને પૂર્વ પર્યાયનો વ્યય અર્થાત્ નાશ થાય છે, જ્યારે મૂળ દ્રવ્ય ધ્રુવ રહે છે. એવો ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ વસ્તુનો સ્વભાવ છે. તેમાં ષગુણી હાનિ વૃદ્ધિ પર્યાયોમાં અન્યૂનપણે અર્થાત્ ખામી રાખ્યા વગર પ્રતિ સમયે થયા કરે છે. તેમજ દ્રવ્યમાં અસ્તિધર્મ કે નાસ્તિધર્મની સત્તા અનાદિકાળથી છે. તે તે જ પ્રમાણે છે. તેમાં કંઈ ભાવથી અજૂનો એટલે કોઈ નવીન ધર્મ પરિણમતો નથી. Iકા ઇણીપરે વિમલ જિનરાજની વિમલતા, ધ્યાન મનમંદિરે જેધ્યાવે; ધ્યાન પૃથત્વ સવિકલ્પતા રંગથી, ધ્યાન એકત્વ અવિકલ્પ આવે. ૧૦૭ સંક્ષેપાર્થ:- ઉપરોક્ત પ્રમાણે શ્રી વિમલ જિનરાજની વિમલતા એટલે પવિત્રતાને જે ભવ્યાત્મા પોતાના ધ્યાનરૂપી મનમંદિરમાં ધ્યાવશે, તે ભવ્યાત્મા પ્રથમ સવિકલ્પરૂપ ધ્યાનના બળે કરી, દેહ અને આત્માને પૃથત્વ એટલે ભિન્ન ભાવી, તેના પરિણામે અવિકલ્પસ્વરૂપ ધ્યાનને પામી, શુદ્ધ આત્મસ્વરૂપમાં એકત્વપણું પામશે. પ્રભુ તો શુક્લ ધ્યાનના બળે કરી આવું સ્વસ્વરૂપમાં એકત્વપણું સંપૂર્ણપણે પામેલા છે. માટે આપને ધન્ય છે, ધન્ય છે, તેની વીતરાગી અસંગી અનંગી પ્રભુ, નાણ અપ્રયાસ અવિનાશ ધારી; દેવચંદ્ર શુદ્ધ સત્તારસી સેવતાં; સંપદા આત્મશોભા વધારી. ધ૦૮ સંક્ષેપાર્થ:- પ્રભુનો રાગ સર્વથા નાશ પામવાથી તેઓ વીતરાગી છે. સર્વ પ્રકારે પરદ્રવ્યોના સંગથી રહિત હોવાથી અસંગી છે, તેમજ પ્રભુ તો હવે અશરીરી એવી સિદ્ધ અવસ્થાને પામેલા હોવાથી અનંગી એટલે અંગ વગરના પણ છે. કેવળજ્ઞાનાદિ અવિનાશી ગુણોના ધારક છે. જેના ગુણો અપ્રયાસે એટલે વગર પ્રયત્ન સહજ રીતે સ્વતંત્રપણે સર્વ સમયે પોતપોતાનું કાર્ય કર્યા કરે છે. એવા દેવામાં ચંદ્રમા સમાન શુદ્ધ આત્મસત્તાના ધારક પ્રભુને, તે શુદ્ધ આત્મસત્તાના રસિક થઈને જે સેવશે તે ભવ્ય જીવ પણ પોતાની આત્મસંપદાની શોભાને વધારશે અર્થાતુ પોતાની શુદ્ધ આત્મસંપદાને પામી કૃતકૃત્ય થઈ જશે. મારા પ્રભુ તો સંપૂર્ણપણે શુદ્ધ આત્મસત્તાના ધારક હોવાથી કૃતકૃત્ય થયેલા છે; માટે તેમને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. Iટા (૬) શ્રી સ્વયંપ્રભ જિન સ્તવન શ્રી દેવચંદ્રજીત વિહરમાન વીશી Page #49 -------------------------------------------------------------------------- ________________ (૬) શ્રી સ્વયંપ્રભ જિન સ્તવન (મોબનઠો હેઠાલો શિક્ષી ઠાશ થઇ ....એ દેશ0) સ્વામી સ્વયંપ્રભને હો જાઉં ભામણે, હરખે વાર હજાર; વસ્તુ ધર્મ હો પૂરણ જસુ નીપનો, ભાવકૃપા કિરતાર, સ્વા૦૧ સંક્ષેપાર્થ :- શ્રી સ્વયંપ્રભ સ્વામીને હું ભામણે જાઉં અર્થાત્ તે પ્રભુ ઉપર મારા ભક્તિભર હૃદયે ન્યોછાવર થાઉં છું. પ્રભુની વીતરાગ મુદ્રાના દર્શન કરીને મારું મન હજારો વાર એટલે વારંવાર હર્ષ પામે છે. પ્રભુને આત્મવસ્તુનો ધર્મ એટલે સ્વભાવ પૂર્ણપણે પ્રગટ થયો છે. સર્વ જીવોને મોક્ષે પહોંચાડવાના આપના ભાવ હોવાથી આપ ભાવકૃપાના કરનાર છો. //૧ દ્રવ્યધર્મ તે હો જોગ સમારવા, વિષયાદિક પરિહાર; આતમશક્તિ હો સ્વભાવ સુધર્મનો, સાધન હેતુ ઉદાર, સ્વા૨ સંક્ષેપાર્થ :- પાંચ ઇન્દ્રિયના વિષયોનો પરિહાર કરીને મન વચન કાયાના યોગને ભક્તિ સ્વાધ્યાયમાં જોડવા તે દ્રવ્યધર્મ છે, અને કેવળજ્ઞાનમય આત્માની શક્તિ એ સ્વભાવ છે; અને એ જ આત્માનો સુધર્મ એટલે ભાવધર્મ છે. તે ભાવધર્મ પ્રગટ કરવા માટે ઉદાર સાધનસ્વરૂપ તે દ્રવ્યધર્મનું વર્તન છે. //રા/ ઉપશમભાવ હો મિશ્ર ક્ષાયિકપણે, જે નિજ ગુણ પ્રાગુભાવ; પૂર્ણાવસ્થાને હો નિપજાવતો, સાધનધર્મ સ્વભાવ. સ્વા૩ સંક્ષેપાર્થ – હવે અશુભયોગની નિવૃત્તિ અને શુભમાં પ્રવૃત્તિ કરતાં, આત્માના શુદ્ધભાવસ્વરૂપ ઉપશમભાવ, મિશ્ર એટલે ક્ષયોપશમભાવ અથવા ક્ષાયિક સમ્યક્દર્શન, જે શુદ્ધ નિજગુણ છે તેનો પ્રભાવ થાય છે, અર્થાત્ પ્રગટે છે. તે સમ્યક્દર્શન ગુણ પ્રગટ થયે કેમે કરી તે પૂર્ણ અવસ્થા એટલે કેવળજ્ઞાનને પ્રગટાવે છે. કારણ કે સાધનસ્વરૂપ પ્રથમ આત્મધર્મનો સ્વભાવ સમ્યગ્દર્શન પ્રગટ થયું છે માટે. Ila સમકિત ગુણથી હો શૈલેશી લગે, આતમ અનુગત ભાવ; સંવર નિર્જરા હો ઉપાદાન હેતુતા, સાધ્યાલંબન દાવ. સ્વા૦૪ સંક્ષેપાર્થ :- સમકિત એટલે સમ્યદર્શન ગુણથી માંડીને ઠેઠ શૈલેશીકરણ પર્યત એટલે ચૌદમાં ગુણસ્થાનક સુધી આત્માને અનુસરતો શુદ્ધ ભાવ હોય છે. ઉપાદાન એટલે આત્માની શુદ્ધતાના હેતુ - કારણો તે સંવર અને નિર્જરા છે. કર્મને રોકવારૂપ સંવર અને બંધાયેલા કર્મને છોડાવવારૂપ નિર્જરા ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ છે. આપણું સાધ્ય તે પરમાત્મસ્વરૂપ છે. તેને પામવા માટે આલંબનરૂપ એવા સંવર અને નિર્જરાને સમ્યગ્દર્શનવડે આરાધી, આવેલ દાવ એટલે અવસરનો લાભ લઈ લેવો, એ જ મનુષ્યભવની સાર્થકતા છે. ૪. સકલ પ્રદેશ હો કર્મ અભાવતા, પૂર્ણાનંદ સ્વરૂપ; આતમ ગુણની હો જે સંપૂર્ણતા, સિદ્ધ સ્વભાવ અનુપ. સ્વા૦૫ અચળ અબાધિત હો જે નિસંગતા, પરમાતમ ચિદ્રપ; આતમ ભોગી હો રમતા નિજ પદે, સિદ્ધ રમણ એ રૂ૫. સ્વા૦૬ સંક્ષેપાર્થ:- આત્માના સર્વ પ્રદેશ કમનો અભાવ થતાં આત્માનું પૂર્ણ આનંદસ્વરૂપ પ્રગટે છે. આત્માના સર્વ ગુણોની સંપૂર્ણ પ્રાપ્તિ થવી તે જ સિદ્ધ સ્વભાવ છે. તે અનુપમ છે, અર્થાત્ જેની ઉપમા કોઈપણ પદાર્થ સાથે આપી શકાય એમ નથી. /પા તે સિદ્ધ અવસ્થા અચળ એટલે સ્થિર છે. અબાધિત છે અર્થાત્ તેમાં કોઈ કર્મની બાધા પીડા આવતી નથી. તથા તે નિઃસંગ છે અર્થાતુ તેમાં દ્રવ્યકર્મ, ભાવકર્મ કે નૌકર્મનો સંગ ન હોવાથી તે અસંગ સ્વરૂપ છે. પરમાત્માનું તેજ ચિદુરૂપ એટલે કેવળજ્ઞાન સ્વરૂપ છે. એવા પરમાત્મા પોતાના શુદ્ધ આત્મગુણોના જ સદા ભોગી છે, તેમાં જ રમણતા કરનારા છે. એ સિદ્ધ પરમાત્માના શુદ્ધસ્વભાવની રમણતાનું સ્વરૂપ વર્ણવ્યું. liફા. એહવો ધર્મ હો પ્રભુને નીપજો, ભાખ્યો તેહવો ધર્મ જે આદરતાં હો ભવિયણ શુચિ હવે, ત્રિવિધ વિદારી કર્મ. સ્વા૦૭ સંક્ષેપાર્થ – એવો આત્માનો શુદ્ધ ધર્મ પ્રભુને પ્રગટ થયો છે. અને તે જ ધર્મ પ્રભુએ જગતના જીવોના કલ્યાણ માટે ભાખ્યો છે અર્થાત્ ઉપદિશ્યો છે. તે શુદ્ધ આત્મધર્મને આદરતા એટલે જીવનમાં ઉતારતાં, ભવિયણ એટલે ભવ્ય જીવ કર્મમળ રહિત થઈ શુચિ એટલે પવિત્ર બને છે. તે કર્મમળ ત્રિવિધ એટલે ત્રણ પ્રકારના છે. તે જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ, રાગદ્વેષાદિ ભાવકર્મ તથા કર્મના ફળસ્વરૂપ શરીરાદિ નૌકર્મરૂપે છે. તેનું વિદારણ કરીને ભવ્યાત્મા પોતાની આત્મશુદ્ધિને પામે છે. શા. નામ ધર્મ હો ઠવણ ધર્મ તથા, દ્રવ્ય ક્ષેત્ર તિમ કાળ; ભાવ ધર્મના હો હેતુપણે ભલા, ભાવ વિના સહુ આળ. સ્વા૦૮ સંક્ષેપાર્થ :- ધર્મ છે નામ જેનું તે નામ ધર્મ. કોઈ પદાર્થમાં ધર્મની Page #50 -------------------------------------------------------------------------- ________________ ૬) શ્રી સ્વયંપ્રભ જિન સ્તવન સ્થાપના કરવી તે ઠવણ એટલે સ્થાપના ધર્મ. તથા જે દ્રવ્યવડે ધર્મની સાધના થાય તે દ્રવ્ય ધર્મ. જે ક્ષેત્રમાં રહી ધર્મ સધાય તે ક્ષેત્ર ધર્મ. તથા જે કાળે ધર્મ આરાધીએ તે કાળ ધર્મ છે. આ બધા ઉપરોક્ત કારણો આત્માનો ભાવધર્મ એટલે શુદ્ધ સ્વભાવ પ્રગટવા માટે ભલા હેતુ એટલે કારણો છે. પણ જો એ સાધનો વડે આત્માની ભાવશુદ્ધિ ન થઈ તો એ સર્વ આળપંપાળ જેવા છે, અર્થાત્ સર્વ નિરર્થક છે. ll૮. શ્રદ્ધા ભાસન હો તત્ત્વ રમણપણે, કરતાં તન્મય ભાવ; દેવચંદ્ર હો જિનવર પદ સેવતાં, પ્રગટે વસ્તુ સ્વભાવ. સ્વા૦૯ સંક્ષેપાર્થ :- આત્માના શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા, તેનું ભાસન કહેતાં જ્ઞાન તથા તે આત્મતત્ત્વમાં રમણતારૂપ ચારિત્ર છે. તે ત્રણેયનું ઐક્ય કરી તેમાં તન્મયભાવ પ્રગટાવતાં તથા દેવોમાં ચંદ્રમાં સમાન એવા જિનવર પ્રભુના ચરણ કમળને સેવતાં, વસ્તુનો સ્વભાવ એટલે આત્માના જ્ઞાનદર્શનાદિ સર્વ ગુણો પ્રગટ થાય છે. . ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ પ્રિયસેના પિયુ પુન્યથી રે, તુમ સેવા મેં લદ્ધ ૨. મન-૨ સંક્ષેપાર્થ :- ધાતકી ખંડના પૂર્વના અદ્ધભાગમાં વપ્રવિજયના વિજયાપુરીમાં ગુણના રસિક એવા આપ વિચરી રહ્યા છો. પ્રિયસેનાના આપ પતિ છો. અમારા મહાન પુણ્યથી આપની સેવા એટલે આજ્ઞા અમને લદ્ધ કહેતાં પ્રાપ્ત થઈ છે. જેથી આપ મારા મનમાં વસેલા છો. રા. ચખવી સમકિત સુખડી રે, હેળવીઓ હું બાલ રે; ગુણ કેવળરત્ન લહ્યા વિના રે, ન તજજું ચરણ ત્રિકાળ રે. મન૩ સંક્ષેપાર્થ :- હે ગુણરસીયા! મને સમકિતરૂપી સુખડીનો આસ્વાદ ચખાડીને આપે મુજ બાળકને હેળવ્યો તો હે મનવસીયા ! હવે કેવળજ્ઞાનરૂપ રત્ન લીધા વિના હું ત્રિકાળમાં પણ આપના ચરણના શરણને છોડીશ નહીં. સા. એકને લલચાવી રહો રે, એકને આપો રાજ રે; ગુણ એ તુમ કરવો કિમ ઘટે રે, પંક્તિ ભેદ જિનરાજ રે. મન૦૪ સંક્ષેપાર્થ :- હે સ્વયંપ્રભ સ્વામી ! આપ એકને તો મુક્તિપુરીનું રાજ્ય આપી દો છો અને એકને લલચાવીને કહો છો કે યોગ્યતા લાવો, યોગ્યતા લાવો તો મોક્ષ મળશે. પણ હું મનમાં વસેલ સર્વશક્તિમાન પ્રભુ ! એક જ પંક્તિમાં બેઠેલા મોક્ષના ઇચ્છુક એવા ભવ્ય જીવોમાં ભેદ રાખવો તે આપને કેમ યોગ્ય ગણાય? ||૪ કેડ ન છોડું તાહરી રે, આપ્યા વિણ શિવસુખ રે; ગુણ ભોજન વિણ ભાંજે નહીં રે, ભામણડે જિમ ભૂખ રે. મન૦૫ સંક્ષેપાર્થ:- હે ગુણના રસિક પ્રભુ! આપ પંક્તિભેદ રાખશો તો પણ આપની પાસેથી હું શિવસુખ લીધા વિના આપની કેડ એટલે શરણ છોડવાનો નથી. કેમકે ભામણડે એટલે ભાણા ઉપર બેસવા માત્રથી કંઈ ભોજનની ભૂખ ભાંજે નહીં અર્થાત્ ભાંગતી નથી. માટે હે મનવસીયા પ્રભુ! કેવળજ્ઞાન લીધા વિના હું આપનું શરણ છોડવાનો નથી. //પા. આસંગાયત જે હશે રે, તે કહેશે સો વાર રે; ગુણ ભોળી ભગતે રીઝશે રે, સાહિબ પણ નિરધાર રે. મન૬ સંક્ષેપાર્થ :- હે ગુણ રસિક પ્રભુ! જે આપના આસંગાયત એટલે શરણાગત હશે તે તો સો વાર પણ ભક્તિવશ આપને ઠપકો આપશે તેમજ મારા (૬) શ્રી સ્વયંપ્રભ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વિહરમાના વીશી (દેશી પાયાની). સ્વામી સ્વયંપ્રભ સુંદર રે, મિત્રનૃપતિ કુળ હંસ રે ગુણરસી; માતા સુમંગળા જનમિયો રે, શશી લંછન સુપ્રશંસ રે મનવસીઆ. ૧ - સંક્ષેપાર્થ:- હે સ્વયંપ્રભ જિન સ્વામી ! આપની કાયા જગતમાં રહેલ શુભ પરમાણુઓથી ઘડાયેલ હોવાથી અત્યંત સુંદર છે, તેમજ આપ અંતરથી પણ સર્વશ્રેષ્ઠ આત્મિક ગુણો વડે ત્રણેયલોકમાં દેદીપ્યમાન છો. આપ આત્મિક ગુણોના રસિક હોવાથી મિત્ર નામના નૃપતિના કુળમાં હંસ સમાન છો. માતા સુમંગળાની કુક્ષીથી આપ જન્મ પામેલા છો. શશી એટલે ચંદ્રમા એ આપનું લંછન છે. આપ જગતમાં સર્વોત્કૃષ્ટ ગુણોને લઈને ખરેખર યથાર્થ રીતે પ્રશંસા પામી રહ્યા છો; અને અમારા મનમાં પણ આપ વસી ગયેલા છો. //પા. વપ્ર વિજય વિજયાપુરી રે, ધાતકી પૂરવ અદ્ધ રે; ગુણ Page #51 -------------------------------------------------------------------------- ________________ ઈ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ પદ આપો; એ જ મારી અભિલાષા છે. રા. ગજગ્રાસન ગલિત સંચી કરી, જીવે કીડીના વંશ હો; વાચક યશ કહે એમ ચિત્ત ધરી, દીજે નિજસુખ એક અંશ હો. (૬) શ્રી સર્વાનુભૂતિ જિન સ્તવન મનમાં વસેલ સાહેબ પણ ભક્તના ભોળાભાવ એટલે નિર્દોષભાવ જોઈને જરૂર પ્રસન્ન થશે, એવી મને પૂર્ણ ખાત્રી છે. કા. સવિ જાણે થોડું કહે રે, પ્રભુ તું ચતુર સુજાણ રે; ગુણ વાચક યશ કહે દીજીએ રે, વાંછિત સુખ નિર્વાણ રે. મન૦૭ સંક્ષેપાર્થ:- હે પ્રભુ! આપ સર્વજ્ઞ છો માટે સર્વ દ્રવ્ય ગુણ પર્યાયને સ્પષ્ટ રીતે જાણો છો છતાં હે ગુણ રસિક પ્રભુ! આપ ચતુર અને સુજાણ હોવાથી જીવોની યોગ્યતાનુસાર જેને જે ઘટિત હોય તેટલું જ માત્ર થોડું કહો છો. વાચક એટલે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે હે મનમાં વસેલ પ્રભુ! મને મારું વાંછિત નિર્વાણ સુખ એટલે મોક્ષસુખ આપીને કૃતાર્થ કરો, એ જ મારી એક માત્ર અભિલાષા છે. IIણા. સંક્ષેપાર્થ:- ગજગ્રાસન કહેતા હાથીનો કોળિયો, ગલિત કહેતા પૃથ્વી પર પડતા, તેનો સંચય કરીને કીડીઓના કેટલા વંશ જીવે છે. તેમ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે હે પ્રભુ! ઉપરોક્ત હાથીના ગ્રાસનું દ્રષ્ટાંત લક્ષમાં રાખી અમને પણ આત્માના અનંત સુખનો એક અંશ પણ લાયકભાવે આપો અર્થાતુ હવે ક્ષાયિક સમકિત આપો. જેથી અમે કેવળજ્ઞાનના શીધ્ર અધિકારી બનીએ. ઉપરોક્ત મારી વિનંતિને આપ જરૂર ધ્યાનમાં લેશો. ૩ () પuપ્રભ જિન સ્તવન શ્રી ચશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી (આજ અજિ ભાવે કરી દેed) પાપ્રભ જિન સાંભળો, કરે સેવક એ અરદાસ હો; પાંતિ બેસારીઓ જો તુચ્છે, તો સફળ કરો આશ હો. ૫૦૧ સંક્ષેપાર્થ :- હે પહાપ્રભ જિનેશ્વર! આપનો સેવક એવો હું એક અરદાસ કહેતા વિનંતિ કરું છું તે આપ સાંભળો. આપે મને જિનશાસનના તત્ત્વોની શ્રદ્ધા કરાવી વ્યવહાર સમકિતરૂપ પાંતિ કહેતા પંક્તિમાં બેસાર્યો, તો હવે આત્મ અનુભવરૂપ સમકિત આપીને મારી આશ પુરી કરો. I/૧૫ જિનશાસન પાંતિ તેં ઠવી, મુજ આપ્યું સમકિત થાળ હો; હવે ભાણા ખડખડ કુણ ખમે, શિવમોદક પીરસે રસાળ હો. પ૦૨ સંક્ષેપાર્થ:- મારા હૃદયમાં જિનશાસનની શ્રદ્ધારૂપ પંક્તિની સ્થાપના કરીને આપે આત્મ અનુભવરૂપ સમકિતનો થાળ મને આપ્યો, તો હવે ભાણા ઉપર બેઠા બેઠા ભુખના દુ:ખરૂપ સંસારના ત્રિવિધ તાપોના દુઃખો કેમ ખમી શકાય અર્થાત્ કેમ સહન થઈ શકે. માટે હવે રસાળ એવો શિવમોદક કહેતા મોક્ષસુખરૂપ લાડુ મારા સમકિતરૂપી થાળમાં પીરસી, આત્માનું અજર અમર (૬) શ્રી સર્વાનુભૂતિ જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત ગત ચોવીશી જગતારક પ્રભુ વિનવું, વિનતડી અવધાર રે; તુજ દરિશણ વિણ હું ભમ્યો, કાળ અનંત અપાર રે. જ૦૧ સંક્ષેપાર્થ:- હે અનંત કરુણા કરીને જગતના જીવોને તારનાર એવા જગતારક સર્વાનુભૂતિ પ્રભુ! હું આપની આગળ વિનંતિ કરું છું. તે વિનંતિને આપ અવધારો અર્થાત્ લક્ષમાં લ્યો. આપના સ્વરૂપના દર્શન વગર અથવા સમ્યગ્દર્શન વગર હું દેહાદિમાં અહંભાવ મમત્વભાવ કરી જ્ઞાનાવરણાદિ આઠે કમોં બાંધી, તેના ફળમાં અનંત અપાર કાળ સુધી હું ચારગતિરૂપ સંસારમાં રઝળ્યો અને અનંત દુઃખ પામ્યો છું. માટે હે જગતારક વિભો! આપ સમક્ષ આ સર્વ દુઃખથી મુક્ત થવા અર્થે વિનંતિ કરું છું. [૧] સુહમ નિગોદ ભવે વસ્યો, પુગલ પરિઅટ્ટ અનંત રે; અવ્યવહારપણે ભમ્યો, ક્ષુલ્લક ભવ અત્યંત રે. ૪૦૨ સંક્ષેપાર્થ :- કઈ કઈ ગતિઓમાં કેવા પ્રકારના ભવ ધારણ કર્યાં તેનું વર્ણન નીચેની ગાથાઓથી હવે કરે છે : Page #52 -------------------------------------------------------------------------- ________________ (૬) શ્રી સર્વાનુભૂતિ જિન સ્તવન ૯૯ સુહમ એટલે સૂક્ષ્મ નિગોદમાં ભવ કરતો હું ત્યાં વસ્યો. કેટલા કાલ સુધી ત્યાં વાસ કર્યો? તો કે અનંત પુદ્ગલ પરિઅટ્ટ એટલે અનંત પુદ્ગલ પરાવર્તન કાલ સુધી ત્યાં જ વાસ કર્યો. સૂક્ષ્મ નિગોદમાંથી એકવાર પણ જીવ બહાર ન નીકળે ત્યાં સુધી તે જીવ અવ્યવહાર રાશિમાં કહેવાય છે. તે અવ્યવહાર રાશિ એટલે નિત્ય નિગોદમાં અનંતકાળ વ્યતીત થઈ ગયો. ત્યાં રહી ક્ષુલ્લક ભવ એટલે હલકા ભવ અત્યંતપણે કર્યાં અર્થાત્ એક શ્વાસોશ્વાસમાં સાડા સત્તર વખત જન્મ મરણ કર્યાં. એમ ઉપરા ઉપરી જન્મમરણની વેદના એક ધારાપણે મારા આત્માએ સહન કરી. ।।૨।। વ્યવહારે પણ તિરિય ગતે, ઇગ વણખંડ અસન્ન રે; અસંખ્ય પરાવર્તન થયાં, ભમિયો જીવ અપન્ન રે. જ૩ સંક્ષેપાર્થ :- અવ્યવહાર રાશિમાંથી વ્યવહારરાશિમાં આવ્યો. ત્યાં પણ તિરિય ગતે એટલે તિર્યંચ ગતિમાં ઇંગ્ વણખંડ એટલે એક વનસ્પતિના ભાગમાં જ અસન્ન એટલે અસંજ્ઞીપણે (મન વગર) અસંખ્ય પુદ્ગલ પરાવર્તન થયા છે. એમ મારા જીવે સમ્યક્ જ્ઞાન, દર્શનસ્વરૂપ, પોતાના આત્મધન વિના અધન્નપણે ભ્રમણ કર્યું છે. 11311 સૂક્ષમ સ્થાવર ચારમેં, કાલહ ચક્ર અસંખ્ય રે; જન્મ મરણ બહુલાં કર્યાં, પુદ્ગલ ભોગને કંખ રે. જ૪ સંક્ષેપાર્થ :— તથા સૂક્ષ્મ સ્થાવર એવા પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ એ ચાર કાયમાં અસંખ્ય કાલચક્ર સુધી (એક કાલચક્ર વીસ કોડાકોડી સાગરોપમનું) મારા આત્માએ જન્મમરણ બહુ જ કર્યાં. તે શા માટે કરવા પડ્યાં ? તો કે પુદ્ગલ ભોગની કંખ એટલે કાંક્ષાએ અર્થાત્ ભોગોને ભોગવવાની ઇચ્છાથી, તેના ફળમાં કરવા પડ્યાં. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહની સંજ્ઞાવશ સર્વ યોનિઓમાં મેં અનંત દુઃખ સહન કર્યાં. ॥૪॥ ઓથે બાદર ભાવમેં, બાદર તરુ પણ એમ રે; પુદ્ગલ અઢી લાગઢ વસ્યો, નામ નિગોદે પ્રેમ રે. જન્મ સંક્ષેપાર્થ ઃ— ઓધે એટલે સામાન્યપણે બાદર ભાવમેં અર્થાત્ કંદમૂળાદિ બાદર એટલે જે દેખાય છે તેવી નિગોદમાં અથવા બાદર તરુ એટલે સાધારણ અનંતકાય વનસ્પતિ (ગોટલી ન થાય ત્યાં સુધીની કેરી અથવા સેવાલ વગેરે) ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ૧૦૦ માં પણ હું લાગલગાટ એકસાથે અઢી પુદ્ગલ પરાવર્તન સુધી વાસ કર્યો. જાણે નિગોદ સાથે પ્રેમ કર્યો હોય તેમ થયું. ।।૫।। સ્થાવર સ્થૂળ પરિતમેં, સીત્તર કાડાકોડિ રે; આય૨ ભમ્યો પ્રભુ નવિ મિલ્યા, મિથ્યા અવિરતિ જોડિ રે. જ૬ સંક્ષેપાર્થ :– બાદર પ્રત્યેક પાંચે સ્થાવર એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ તથા વનસ્પતિકાયમાં ઉત્કૃષ્ટ સિત્તેર કોડાકોડી આયર એટલે સાગરોપમ સુધી ભ્રમણ કર્યું. પણ આપ સમાન પ્રભુનો મને ભેટો નહીં થયો, તેથી મિથ્યાત્વ અને અવિરતિની જ વૃદ્ધિ કરી. ॥૬॥ વિગલપણે લાગટ વસ્યો, સંખિજવાસ હજાર રે; બાદર ૫જ્જવ વણસ્સઇ, ભૂ જલ વાયુ મઝાર રે. જ૦૭ અનલ વિગલ પજ્જતમેં, તસભવ આયુ પ્રમાણ રે; શુદ્ધ તત્ત્વ પ્રાપ્તિ વિના, ભટક્યો નવ નવ ઠાણ રે. ૪૦૮ સંક્ષેપાર્થ :– વિગલપણે એટલે વિકલેન્દ્રિયપણે લાગલગાટ સંખ્યાતા હજાર વર્ષ પર્યંત બે ઇંદ્રિય, ત્રિઇંદ્રિય અને ચતુરેન્દ્રિયમાં વાસ કર્યો. તથા બાદર ૫જ્જવ વણસ્સઈ એટલે બાદર પ્રત્યેક વનસ્પતિકાયમાં અને ભૂ એટલે પૃથ્વી, પાણી અને વાયુકાયમાં, તેમજ અનલ એટલે અગ્નિકાયમાં, વિગલ એટલે વિકલેન્દ્રિય, પજ્જતમેં એટલે પર્યાયમાં, તે તે ભવના આયુષ્યના પ્રમાણમાં, શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ તત્ત્વની પ્રાપ્તિ વિના નવા નવા સ્થાનકોમાં મેં ખૂબ ભ્રમણ કર્યું. ૧૭-૮॥ સાધિક સાગર સહસ દો, ભોગવીઓ તસ ભાવે રે; = એક સહસ સાધિક દધિ, પંચેન્દ્રી પદ દાવે રે, જ૯ સંક્ષેપાર્થ :— સાધિક એટલે સ અધિક અર્થાત્ બે હજાર સાગરોપમથી કાંઈક અધિક કાલ સુધી તસ એટલે ત્રસકાયમાં (બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી ત્રસ જીવોમાં) ઉપરોક્ત દુઃખો મેં ભોગવ્યા. તેમાં એક સહસ દધિ એટલે એક હજાર સાગરોપમથી કંઈક અધિક પંચેન્દ્રિયપણામાં ભ્રમણ કર્યું. તે પંચેન્દ્રિયપણામાં માત્ર અડતાલીસ જ ભવ મનુષ્યના પ્રાપ્ત થયા; અને બાકીના બધા તિર્યંચ પંચેન્દ્રિયમાં કે નારકી અથવા દેવ કે યુગલીયાના ભવ થયા. તે સિવાયનો બીજો બધો કાળ એકેન્દ્રિય પર્યાયોમાં ઉત્કૃષ્ટ અસંખ્યાત પુદ્ગલપરાવર્તન કરતાં ગયો. ।।૯।। પર પરિણતિ રાગીપણે, ૫૨ રસ રંગે રક્ત રે; Page #53 -------------------------------------------------------------------------- ________________ (૭) શ્રી ઋષભાનન જિન સ્તવન ૧૦૧ પર ગ્રાહક રક્ષકપણે, પરભોગે આસક્ત રે. જ૦૧૦ સંક્ષેપાર્થ:- હવે ઉપરોક્ત ભ્રમણ શા માટે થયું તેના કારણો દર્શાવે ૧૦ર ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ માહરા આતમ સિદ્ધિના, નિમિત્ત હેતુ પ્રભુ સાદિ ૨. જ૦૧૪ સંક્ષેપાર્થ :- કારણ વડે કાર્યની સિદ્ધિ થાય છે. એ અનાદિની રીત છે, માટે મારા આત્મસિદ્ધિના નિમિત્ત કારણ આજથી પ્રભુ આપ છો, એમ હું માનું છું. ./૧૪ અવિસંવાદન હેતની, દ્રઢ સેવા અભ્યાસ રે; દેવચંદ્ર પદ નીપજે, પૂર્ણાનંદ વિલાસ રે. જ૦૧૫ સંક્ષેપાર્થ:- હે પ્રભુ! સંસારથી તારનાર એક માત્ર હેતુ એટલે કારણ આપ છો. એમાં કોઈ વિસંવાદ નથી અર્થાત્ એમાં કોઈ બે મત નથી. માટે આપની સેવા એટલે આજ્ઞા ઉઠાવવાનો જે દ્રઢ અભ્યાસ કરશે; તે ભવ્યાત્મા દેવોમાં ચંદ્રમા સમાન ઉત્તમ મોક્ષપદને પામશે; કે જે પૂર્ણ આનંદ અને વિકાસના સ્થાનરૂપ છે. ૧પના પર પુદ્ગલ પદાર્થમાં રાગસહિત પરિણતિ એટલે ભાવ કરવાથી, પર એવા પુદ્ગલમાં આનંદ માની તેના રંગે રક્ત એટલે તન્મય થવાથી, તથા પર પુદુ ગલના ગ્રાહક એટલે તેને જ ગ્રહણ કરવાની ઇચ્છાથી તથા તેના જ રક્ષણ કરવામાં ઉપયોગ રહેવાથી તેમજ પર એવા વિષયભોગોમાં આસક્ત થવાથી શુદ્ધ આત્મતત્ત્વનું મને દર્શન ન થયું અને માત્ર સંસાર ભ્રમણ જ ચાલું રહ્યું. [૧] શુદ્ધ સ્વજાતિ તત્ત્વને, બહુ માને તલ્લીન રે; તે વિજાતિ રસતા તજી, સ્વસ્વરૂપ રસ પીન રે. જ૦૧૧ સંક્ષેપાર્થ :- શુદ્ધ સ્વજાતિમય એવા આત્મતત્ત્વને જે બહુમાનપૂર્વક તલ્લીનતાએ ભજશે એટલે કે જે પોતાના ‘સહજાત્મસ્વરૂપનું ધ્યાન ધરશે, તે ભવ્યાત્મા આત્માથી વિજાતીય એવા પુદ્ગલથી ઉત્પન્ન થતાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શની રસતા એટલે આસ્વાદને તજી, સ્વસ્વરૂપમય એવા શુદ્ધાત્મરસના અમૃતને સર્વકાળને માટે પીન એટલે પીતા થઈ જશે. /૧૧ાા. શ્રી સર્વાનુભૂતિ જિનેશ્વરુ, તારક લાયક દેવ રે; તુજ ચરણ શરણ રહ્યો, ટળે અનાદિ કુટેવ રે. જ૦૧૨ સંક્ષેપાર્થ :- શ્રી સર્વાનુભૂતિ જિનેશ્વર પ્રભુ ભવ્ય જીવોના સાચા તારક છે. કારણ કે વીતરાગ પરમાત્મા હોવાથી તે સાચા દેવપણાને લાયક છે. માટે હું તો આપના ચરણકમળના શરણમાં રહ્યો છું કે જેથી કર્મબંધ કરવાની અનાદિ કાળની મારી કુટેવ ટળી જાય. //૧૨ સબલા સાહિબ ઓલગે, આતમ સબલો થાય રે; બાધક પરિણતિ સવિ ટળે, સાધક સિદ્ધિ કહાય રે. જ૦૧૩ સંક્ષેપાર્થ :- સબલ એવા સાહિબ પરમાત્માની ઓલગ એટલે સેવા કરવાથી આત્મા પણ બળવાન થાય છે. જેથી અનંતકાળથી આત્માને બાધક એવા કર્મબંધ કરવાની પરિણતિ એટલે ભાવ તે સર્વ ટળે છે; અને સર્વ કર્મને ટાળવા એ જ સાધક પુરુષની સિદ્ધિ કહેવાય છે. ll૧૩ કારણથી કારજ હુવે, એ પરતીત અનાદિ રે; (૭) શ્રી ઋષભાનન જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત વિહરમાન વીશી (વારી હું ગોડી પારસને ....એ દેશી) શ્રી ઝષભાનન વંદિયે, અચલ અનંત ગુણવાસ, જિનવર; ક્ષાયિક ચારિત્ર ભોગથી, જ્ઞાનાનંદ વિલાસ. જિનવર શ્રી ૧ સંક્ષેપાર્થ - શ્રી ઋષભાનન પ્રભુને ભાવભક્તિ સહિત વંદન કરીએ. જે હમેશાં અચલ, અનંત આત્માના ગુણોમાં વાસ કરીને રહ્યા છે. મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી જેમને ક્ષાયિક ચારિત્ર ગુણ પ્રગટ્યો છે. તેના ભોગથી સ્વરૂપમાં સ્થિરતા થતાં ઘાતીયા કર્મરૂપ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાયકર્મનો પણ ક્ષય થઈ જવાથી આત્માના અનંત જ્ઞાન અને અનંત આનંદના વિલાસમાં પ્રભુ સદા મગ્ન રહે છે. તેના જે પ્રસન્ન પ્રભુ મુખ ગ્રહે, તેહિજ નયન પ્રધાન; જિ. જિનચરણે જે નામીએ, મસ્તક તેહ પ્રમાણ. જિ. શ્રીર સંક્ષેપાર્થ :- જે પ્રસન્ન ચિત્તે પ્રભુની વીતરાગ મુખ મુદ્રાના દર્શન કરે છે. તે જ નયન પ્રધાન એટલે શ્રેષ્ઠ છે. ધન્ય છે તથા એવા જિનેશ્વરના ચરણ Page #54 -------------------------------------------------------------------------- ________________ (૭) શ્રી કષભાનન જિન સ્તવન ૧૦૩ કમળમાં જેનું મસ્તક નમે છે તે જ મસ્તક પ્રમાણભૂત છે. અર્થાત્ સાર્થક છે. કારણ કે તેની આજ્ઞા મસ્તકે ધારણ કરનાર જીવ જ મોક્ષનો અધિકારી થાય છે. રા અરિહાપદકજ અરચીએ, સ લહિજે તે હથ; જિ પ્રભુગુણ ચિંતનમેં રમે, તેહજ મન સુકથ્થ. જિશ્રી૩ સંક્ષેપાર્થ :- જે અરિહંત પરમાત્માના ચરણકમળની પૂજા કરે તે જ હાથને સાર્થક ગણું છું. તથા જે પ્રભુના પવિત્ર ગુણ સમૂહના ચિંતનમાં સમય વ્યતીત કરે છે તે જ મન સુકૃતાર્થ છે અર્થાત્ તેને જ સ્વઅર્થની સિદ્ધિ કરનાર માનું છું. ૩મા જાણો છો સહુ જીવની, સાધક બાધક ભાત; જિ. પણ શ્રીમુખથી સાંભળી, મન પામે નિરાંત. જિશ્રી૦૪ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! આપ તો સર્વ જીવના કર્મનો છેદ કેમ થાય એવી સાધક રીતને તથા કયા કારણથી કર્મનો બંધ થાય એવી બાધક રીતને પણ જાણો છો. પણ શ્રીમુખથી એટલે આપના મુખે કર્મબંધનથી છૂટવાનો સાધક માર્ગ સાંભળવાથી મારું મન જરૂર નિરાંત પામશે અર્થાત્ શાંતિ પામશે. માટે હે પ્રભુ! મને મોક્ષનો ઉપાય સમજાવો. //૪ તીન કાલ જાણંગ ભણી, શું કહીયે વારંવાર; જિ. પૂર્ણાનંદી પ્રભુતણું, ધ્યાન તે પરમ આધાર. જિ. શ્રી૫ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! આપ તો ત્રણે કાળનું પરિણમન હસ્તામલકવતુ જાણવાવાળા છો, તો આપને વારંવાર મારે શું કહેવું જોઈએ. પૂર્ણ આત્માના આનંદમાં મગ્ન એવા પ્રભુના શુદ્ધ સહજાત્મસ્વરૂપનું ધ્યાન ધરવું એ જ મારે માટે તો પરમ આધારરૂપ છે. //પો કારણથી કારજ હવે, એ શ્રી જિન મુખ વાણ; જિ. પુષ્ટહેતુ મુજ સિદ્ધિના, જાણી કીધ પ્રમાણ. જિશ્રી ૬ સંક્ષેપાર્થ :- કારણથી કાર્યની સિદ્ધિ થાય છે એ શ્રી જિનેશ્વરપ્રભુના મુખની વાણી છે, અર્થાત્ એ પ્રભુનો જ ઉપદેશ છે. મારી આત્મસિદ્ધિના પુષ્ટ હેતુ આપ છો. એમ જાણીને આ વાતને મેં પ્રમાણભૂત કરી છે; કારણ કે આપ તે આત્મસિદ્ધિને સંપૂર્ણ વરેલા છો માટે. IIકા શુદ્ધ તત્ત્વ નિજ સંપદા, જ્યાં લગે પૂર્ણ ન થાય; જિ. ૧૦૪ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ત્યાં લગે જગગુરુ દેવના, એવું ચરણ સદાય. જિ. શ્રી ૭ સંક્ષેપાર્થ:- શુદ્ધ આત્મતત્ત્વરૂપ જે મારી સાચી સંપત્તિ છે તેની પ્રાપ્તિ જ્યાં સુધી પૂર્ણપણે ન થાય, ત્યાં સુધી હે જગતુગુરુ વીતરાગ દેવ! હું આપના ચરણકમળને સદા સેવતો રહીશ. એવી મારી અંતરંગ અભિલાષા છે. પાશા. કારજ પૂર્ણ કર્યા વિના, કારણ કેમ મુકાય; જિ. કારજરુચિ કારણતણા, સેવે શુદ્ધ ઉપાય. જિ૦ શ્રી ૮ સંક્ષેપાર્થ:- સંપૂર્ણ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવારૂપ કાર્ય કર્યા વિના, તેના કારણરૂપ આપની ચરણસેવા કેમ મૂકી દેવાય? કાર્યનો રુચિવંત જીવ તો કારણના જે જે શુદ્ધ ઉપાય હોય તેને જ સેવે છે. દા જ્ઞાન ચરણ સંપૂર્ણતા, અવ્યાબાધ અમાય; જિ. દેવચંદ્ર પદ પામીએ, શ્રી જિનરાજ પસાય. જિશ્રી ૯ સંક્ષેપાર્થ :- જ્યાં જ્ઞાન ચારિત્રની સંપૂર્ણતા છે, ત્યાં અવ્યાબાધ એટલે બાધાપીડારહિત સુખ અમાય એટલે અમાપ છે. એવા દેવોમાં ચંદ્રમાં સમાન ઉત્તમ પરમાત્મપદને પામીએ. કેવી રીતે? તો કે શ્રી જિનરાજના પસાયે અર્થાતુ એમની કૃપાવડે, “મોક્ષ મૂર્ણ ગુરુકૃપા.'' ||ી (૭) શ્રી ઋષભાનન જિન સ્તવન શ્રી યશોવિજયજાત વિહરમાન વીશી (બન્યો કુંઅરજીનો ચેહરો-એ દેશી) શ્રી ઋષભાનન ગુણનીલો, સોહે મૃગપતિ લંછન પાય હો; જિગંદા; મોહે મન તું સવિતણાં, ભલી વીરસેના તુજ માય હો. જિગંદા. શ્રી ૧ સંક્ષેપાર્થ:- શ્રી ઋષભાનન પ્રભુ ગુણથી ભરપુર છે. જેમના પગમાં મૃગપતિ એટલે સિંહનું લંછન શોભે છે. હે ભગવંત! તું સર્વના મનને મોહ પમાડનાર છે. ભલી એવી વીરસેના તમારી માતા છે. [૧] વચ્છવિજય સુસીમાપુરી, ખંડ ધાતકી પૂરવ ભાગ હો; જિ. રાણી જયાવતી નાહલો, કીરતિનૃપસુત વડભાગ હો જિ. શ્રીર સંક્ષેપાર્થ:- ધાતકીખંડના પૂર્વભાગના વચ્છવિજયમાં આવેલ સુસીમા Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ નથી. તે મુક્તિ પ્રાપ્ત થવાનો સાચો ઉપાય તો હે પ્રભુ! તમે જ છો. માટે ભક્ત આપને મોક્ષના દાયક એટલે દેવાવાળા તથા નાયક એટલે ચતુર્વિધ સંઘના નાથની ઉપમાઓ આપી છે તે સાવ સાચી કહેવાય છે. કા. જપ તપ કિરિયા ફળ દીએ, તે તુમ ગુણ ધ્યાન નિમિત્ત હો; જિ. શ્રીનયવિજય વિબુધ તણા, સેવકને પરમ તું મિત્ત હો. જિ. શ્રી ૭ સંક્ષેપાર્થ:- જપ તપ વગેરે ક્રિયાઓ તે આપના ગુણના ધ્યાન નિમિત્તે મોક્ષરૂપ ફળની આપનારી થાય છે, અન્યથા થતી નથી. માટે હે જિર્ણોદા! પંડિત એવા શ્રી નયવિજયજીના શિષ્યને આપ તો પરમ મિત્ત એટલે મિત્રરૂપ છો. કારણ કે મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી.'—એમ શ્રીમદ્ રાજચંદ્ર પણ કહ્યું છે. માટે હે જિર્ણોદા! કૃપા કરી અમને પણ મોક્ષફળના આપનાર થાઓ. શા (૭) શ્રી સુપાર્શ્વ જિન સ્તવન ૧૦૫ પુરીમાં આપ વિચરી રહ્યા છો. આપ રાણી જયાવતીના નાહલો કહેતા નાથ છો તથા કીતિરાજાના મહાભાગ્યશાળી એવા પુત્ર છો. ||રા હું પૂછું કહો તુમે કેણીપરે, દીઓ ભગતને મુગતિસંકેત હો; જિ. રુસો નહિ નિંદા કારણે, તુષો નહિ પૂજા હેત હો. જિ. શ્રી.૩ સંક્ષેપાર્થ:- હે ભગવંત! આપની કોઈ નિંદા કરે તો તેના ઉપર રોષ એટલે દ્વેષ કરતા નથી તથા કોઈ આપની પૂજા કરે તો તેના પ્રત્યે આપ તોષ એટલે રાગ કરતા નથી. તો હું આપને પૂછું છું કે આપ કઈ રીતે ભક્તને મુક્તિનો સંકેત અર્થાત્ મુક્તિનો માર્ગ બતાવતા હશો? પૂર્વે ત્રીજા ભવે ‘સવિ જીવ કરું શાસન રસી” એવી ઉત્કૃષ્ટ ભાવના ભાવેલ, તેના ફળસ્વરૂપ ઉદયાધીન આપની વાણી ખરે છે. અને તે ઉપદેશવડે ભવ્ય જીવોને મુક્તિનો માર્ગ મળે છે. આપ તો સદા રાગદ્વેષથી રહિત સંપૂર્ણ વીતરાગ જ છો. ilal વિણ સમકિત ફળ કો નવિ લહે, એહ ગ્રંથે છે અવદાત હો; જિ. તો એ શાબાસી તુમને ચઢે, તુમ કહેવાઓ જગતાત હો જિશ્રી ૪ સંક્ષેપાર્થઃ- સમકિત વગર કોઈપણ ભવ્ય જીવ મોક્ષરૂપ ફળને પામી શકતા નથી. એમ શાસ્ત્રોમાં અવદાત એટલે કથન છે. ભવ્ય જીવોને સમકિત પ્રાપ્ત થવામાં આપ નિમિત્ત કારણ છો. માટે સમકિત પ્રાપ્ત કરાવવાની શાબાસી પણ આપને જ ઘટે છે. વળી આપ ત્રણેય લોકના શિષ્યને મુક્તિપુરીનું રાજ્ય આપનાર હોવાથી ત્રણેય લોકના તાત એટલે પિતા પણ કહેવાઓ છો. જા હવે જાણ્યું મનવાંછિત દીએ, ચિંતામણિ ને સુરકુંભ હો; જિ. અગ્નિ મિટાવે શીતને, જે સેવે થઈ થિરથંભ હો. જિ. શ્રીપ સંક્ષેપાર્થ :- હે ભગવંત! હવે જાણ્યું કે ચિંતામણિ રત્ન અને સુરકુંભ મનવાંછિત વસ્તુને આપે છે. તથા જે થિરથંભ એટલે થાંભલાની જેમ સ્થિર થઈને અગ્નિની પાસે જે બેસે તેની શીત એટલે ટાઢનો પણ તે નાશ કરે છે. પા. જિમ એ ગુણ વસ્તુસ્વભાવથી, તિમ તુમથી મુગતિ ઉપાય હો; જિ. દાયક નાયક ઉપમા, ભક્ત એમ સાચ કહેવાય હો. જિ. શ્રી ૬ સંક્ષેપાર્થ:- જેમ ઉપરોક્ત ચિંતામણિ રત્ન કે સુરકુંભ નામની વસ્તુના સ્વભાવવડે ભૌતિક વસ્તુની પ્રાપ્તિ થઈ શકે છે પણ તે વડે મુક્તિ મળી શકતી (૭) શ્રી સુપાઈ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી (એ ગુરુ વાહો રે–એ દેશી) શ્રી સુપાર્શ્વ જિનરાજનો રે, મુખ દીઠે સુખ હોઈ રે; માનું સકળ પદ મેં લહ્યાં રે, જો તું નેહનજર ભરી જોઈ; એ પ્રભુ પ્યારો રે, મારા ચિત્તનો ઠારણહાર મોહનગારો રે. ૧ સંક્ષેપાર્થ :- શ્રી સુપાર્શ્વનાથ પ્રભુની વીતરાગ મુખમુદ્રાના દર્શન કરવાથી મારા મનને ઘણો આનંદ ઊપજે છે. પણ હે નાથ ! સ્નેહભરી મીઠી નજરથી આપ મારી સમક્ષ જાઓ તો હું સકળ પદ કહેતાં સર્વ પ્રકારની ઉત્તમ પદવીને પામી ગયો એમ માનીશ. આ પ્રભુ મને ઘણા પ્યારા છે કેમકે વિષયકષાયથી બળતા મારા ચિત્તને શીતળતા આપનાર હોવાથી મોહનગારા છે અર્થાત્ મારા મનના મોહક છે. ||૧|| સિંચે વિશ્વ સુધારસે રે, ચંદ્ર રહ્યો પણ દૂર રે; તિમ પ્રભુ કરુણાવૃષ્ટિથી રે, લહિયે સુખ મહમૂર. એ૨ સંક્ષેપાર્થ :- ચંદ્ર આકાશમાં દૂર રહ્યો છતાં પણ આખા વિશ્વને Page #56 -------------------------------------------------------------------------- ________________ (૭) શ્રી શ્રીધર જિન સ્તવન ૧૭ અમૃતમય ચાંદની વરસાવીને સુખી કરે છે. તેમ પ્રભુ પણ દૂર રહ્યા છતાં તેમની કરુણામય અમૃતવૃષ્ટિથી મહમૂર કહેતા મહાન એવા આત્મિક સુખને પામીએ છીએ. માટે જ એ પ્રભુ મને બહુ પ્યારા છે. કેમકે મારા ચિત્તની ત્રિવિધ તાપાગ્નિને બોધવડે ઠારનારા છે. //રા. વાચક યશ કહે તિમ કરો રે, રહિયે જેમ હજૂર રે; પીજે વાણી મીઠડી રે, જેહવો સરસ ખજૂર. એ૩ સંક્ષેપાર્થ – ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે પ્રભુ! એવી ગોઠવણ કરી આપો કે જેથી ભાવવડે અમે જાણે આપની સેવામાં જ હાજરાહજૂર છીએ, અને સરસ એવા ખાર જેવી આપની મીઠી વાણીનું જ સદા આસ્વાદન કર્યા કરીએ છીએ એમ લાગે. એ પ્રભુ મને ઘણા જ પ્યારા છે કેમકે જન્મ જરા મરણના દુઃખોને સર્વકાળને માટે હણી, શાશ્વત સુખ આપી મારા ચિત્તને ઠારનારા છે. સંસા ૧૦૮ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સંક્ષેપાર્થ :- જો મને આપની ભેટ થઈ હોત તો પ્રથમ આપને આ સંસારમાં રહેલા અનંત જીવોમાં હું ભવ્ય છું કે અભવ્ય છું, પરિત્ત એટલે અલ્પ સંસારી છું કે હજુ અનંતકાળ સુધી મારે સંસારમાં રહેવું પડશે એવો દીર્ઘ સંસારી છું. હું કૃષ્ણ પક્ષી છું કે શુક્લ પક્ષને ધારણ કરેલો છું. (જેને સંસારમાં છેલ્લું પુદ્ગલ પરાવર્તન વર્તી રહ્યું છે તેને શુક્લપક્ષી જાણવા અને જેને તેથી વિશેષકાળ સંસારમાં રહેવું થશે તેને કૃષ્ણપક્ષી જાણવા.) એક પુદ્ગલ પરાવર્તન એટલે એક અંતઃ કોટાકોટી સાગરોપમ. વળી હે પ્રભુ! આરાધક થવાની શી રીત છે ? અને વિરાધક આપે કોને કહ્યાં, તે પણ આપને પૂછીને નિર્ધાર કરત; પણ મને આપનો પ્રત્યક્ષ ભેટો જ ન થયો, એ જ ખેદની વાત છે. જે પ્રભુની આજ્ઞામાં વર્તે તેને આરાધક જાણવા. અને જે આજ્ઞાથી બહાર વર્તે તેને વિરાધક જાણવા. //રા કિણ કાળે કારણ કે હવે મળે, થાશે મુજને હો સિદ્ધ; જિ. આતમતત્ત્વ રુચિ નિજ રિદ્ધિની, લહીશું સર્વ સમૃદ્ધિ, જિ. સે૩ સંક્ષેપાર્થ:- હે જિણંદજી ! કયા કાળમાં મારા આત્માના કલ્યાણ માટે કેવા કારણો મળશે કે જેથી મારા આત્માની સિદ્ધિ થશે. તથા આત્મતત્ત્વ પામવાની રુચિ ઉત્પન્ન થઈને મારા આત્માની અનંત રિદ્ધિને પામવા હું ક્યારે પુરુષાર્થવંત થઈશ. જે આત્મરિદ્ધિમાં સર્વ પ્રકારની સમૃદ્ધિ સમાયેલી છે એવા આત્મતત્ત્વને હું ક્યારે પામીશ. ૩. એક વચન જિન આગમનો લહી, નિપાવ્યાં નિજ કામ; જિ. એટલે આગમ કારણ સંપજે, ઢીલ થઈ કિમ આમ જિ. સે૦૪ સંક્ષેપાર્થ - જિનેશ્વર ભગવંતના બોધેલા આગમનું એક વચન લઈને પણ આરાધકોએ પોતાના આત્માની સિદ્ધિરૂપ કાર્ય નિપજાવ્યું છે. જ્યારે મારા જેવાને આટલા બધા આગમ, કારણરૂપે વિદ્યમાન હોવા છતાં તે કેમ બૂઝતો નથી ? હે પ્રભુજી ! આ પ્રમાણે ઢીલ થવાનું કારણ શું? તે હું આપને પૂછત. પણ મને આપનો પ્રત્યક્ષ સમાગમ જ મળ્યો નહીં. એ જ મારા ભાગ્યની ખામી છે. જો શ્રીધરજિન નામે બહુ નિસ્તર્યા, અલ્પ પ્રયાસે હો જેહ, જિ. મુજ સરિખો એટલે કારણ લહે, ન તરે કહો કિમ તેહ, જિ. સે.૫ (૭) શ્રી શ્રીઘર જિન સ્તવન શ્રી દેવચંદ્રજીત ગત ચોવીશી | (રક્રિયાની દેed) સમુખ મુખ પ્રભુને ન મળી શક્યો, તો શી વાત કહાય, જિણંદજી; નિજ પર વીતક વાત હો સહુ, પણ મને કિમ પતિત આય. જિ. સે૦૧ સંક્ષેપાર્થ:- હે શ્રીધર જિનેશ્વર પ્રભુ! આપને સમુખ એટલે આપની સન્મુખ મારા મુખે પ્રત્યક્ષ વાતચીત કરી શકું એવો અવસર જ મને પ્રાપ્ત ન થયો તો હે જિણંદજી! આપની સાથે હું કેવી રીતે વાત કરી શકું? જો કે મારામાં અને પરમાં વીતેલી સર્વ વાતોને આપ જાણો છો. એમ કહેવાય છે, છતાં તે નિણંદજી! આપને પૂછ્યા વિના મને તે વિષે કેવી રીતે પ્રતીત આવે. [૧ ભવ્ય અભવ્ય પરિત્ત અનંત તો, કૃષ્ણ શુક્લ પક્ષ ધાર; જિ. આરાધક વિરાધક રીતનો, પૂછી કરત નિરધાર, જિ. સે-૨ Page #57 -------------------------------------------------------------------------- ________________ (૮) શ્રી અનંતવીર્ય જિન સ્તવન ૧૦૯ સંક્ષેપાર્થ :— શ્રીધર જિન પરમાત્માનું નામ લેવાથી; અર્થાત્ આપના સ્વરૂપનું ધ્યાન કરવાથી પૂર્વે અલ્પ પ્રયત્ને ઘણા જીવો સંસારને પાર પામી ગયા. જેમકે શ્રી અષાઢાભૂતિ નટડીને ઘેર કર્મ ઉદયે રહ્યા છતાં પણ શ્રદ્ધાના બળે સંસારનો પાર પામી ગયા અથવા શ્રી ભરતેશ્વર આદિ જીવો પણ ઘરમાં રહી કેવળજ્ઞાનને પામ્યા. જ્યારે મારા જેવો આટલા બધા તરવાના સાધનો સન્દેવગુરુધર્મ આદિ મળવા છતાં પણ તે કેમ તરતો નથી. હે જિણંદજી ! આપ મને સન્મુખ થયા હોત તો હું આપને આ પૂછી તેના ઉપાયો જાણત. ।।૫।। કારણ જોગે સાધે તત્ત્વને, નવિ સમર્યો ઉપાદાન; જિ શ્રી જિનરાજ પ્રકાશો મુજ પ્રતે, તેહનો કોણ નિદાન. જિ સેન્દ્ સંક્ષેપાર્થ :— કારણના યોગથી કાર્યની સિદ્ધિ થાય. સત્પુરુષની વીતરાગ મુદ્રા તથા તેમના વચનામૃત નિમિત્તરૂપે મને પ્રાપ્ત થયા છતાં ઉપાદાન કારણ સ્વરૂપ મારો આત્મા મને કેમ ન સમર્યો અર્થાત્ મારો આત્મા કેમ જાગૃત ન થયો! હે શ્રી જિનરાજ ! તેનું નિદાન એટલે કારણ શું છે ? તે આપ કૃપા કરીને પ્રકાશો. પણ હે નાથ ! આપની મને ભેટ જ ન થઈ તો હું આપના દ્વારા તેનું શું કારણ છે તે કેવી રીતે જાણી શકું ? જેમ ઘડો બનાવવા માટે ચાક ફેરવ્યા કરે, તથા દંડ વગે૨ે નિમિત્તકારણ પણ મેળવે, પણ ઉપાદાન સ્વરૂપ માટીને ચાક ઉપર ચઢાવી તેના ઘાટ ઘડે નહીં; તો કદી પણ ઘડો થાય નહીં. તેમ નિમિત્તસ્વરૂપ સદેવગુરધર્મની પ્રાપ્તિ હોવા છતાં તેમના ઉપદેશથી પોતાના મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગની ચપળતાને રોકે નહીં તો હજી અનંતકાળ વ્યતીત થઈ જાય તો પણ આ જીવનું કલ્યાણ થાય નહીં. આમ આપણા જીવને અનંતકાળના પરિભ્રમણમાં અનેકવાર આવા યોગ મળ્યા છતાં પોતાના દોષો જોઈ કાઢ્યાં નહીં, તેથી આપણા આત્માનું કલ્યાણ થયું નહીં; અર્થાત્ અનાદિકાળનો ભાવરોગ મટ્યો નહીં એમ શ્રી જ્ઞાનીપુરુષોનું કથન છે. કા ભાવરોગના વૈદ્ય જિનેશ્વરુ, ભાવૌષધ તુજ ભક્તિ; જિ દેવચંદ્રને શ્રી અરિહંતનો, છે આધાર એ વ્યક્તિ. જિ સેન્ક ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સંક્ષેપાર્થ :– એ અનાદિકાળના ભાવરોગને નષ્ટ કરવાના સાચા નિષ્ણાત વૈદ્ય શ્રી જિનેશ્વર પ્રભુ છે. અને તેમની આજ્ઞાએ પ્રવર્તવારૂપ પ્રભુની ભક્તિ તે જ આ ભાવરોગને નષ્ટ કરવાનો સાચો ઉપાય છે. એમ આપના આગમ વચનોથી આ વાત જાણી છે. ૧૧૦ માટે શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે મારે તો આ શ્રી અરિહંત પ્રભુનો જ આધાર છે કે જે વડે અનાદિકાળના આ ભાવરોગને નષ્ટ કરી મારા આત્માની સિદ્ધિને પામું. IIII (૮) શ્રી અનંતવીર્ય જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત વિહરમાન વીશી (ચણાતી ચાકુંઢા ી માટે.....એ દેશી) અનંતવીરજ જિનરાજનો, શુચિ વીરજ પરમ અનંત રે, નિજ આતમ ભાવે પરિણમ્યો, ગુણવૃત્તિ વર્તનાવંત રે; મન મોહ્યું અમારું પ્રભુગુણે. ૧ સંક્ષેપાર્થ :– શ્રી અનંતવીર્ય જિનરાજને અંતરાય કર્મના સંપૂર્ણ ક્ષયથી પ્રગટેલ અનંતવીર્ય તે પરમ પવિત્ર છે. તે અનંતવીર્ય પોતાના આત્મભાવમાં પરિણમ્યું છે, અને આત્માના જ અનંત ગુણોની વર્તનામાં તે વીર્ય સહાયરૂપ છે. હે પ્રભુ ! અમારું મન પણ આપના ગુણોમાં મોહ પામ્યું છે. ૧ યદ્યપિ જીવ સહુ સદા, વીર્યગુણ સત્તાવંત રે; પણ કર્મે આવૃત ચલ તથા, બાળ બાધક ભાવ લહંત રે, મ૨ સંક્ષેપાર્થ :– નિશ્ચયનયે જોતાં, સર્વ જીવોમાં સત્તાપણે અનંતવીર્ય ગુણ વિદ્યમાન છે. છતાં તે અનંતવીર્ય કર્મોથી આવૃત એટલે ઢંકાયેલું છે, તથા ચલ એટલે ચંચળ છે. તેથી તે બાળવીર્ય આત્મગુણ પ્રગટવામાં બાધકભાવે પરિણમે છે. રા અલ્પવીર્ય ક્ષયોપશમ અછે, અવિભાગ વર્ગણા રૂપ રે; ષગુણ એમ અસંખ્યથી, થાયે યોગસ્થાન સરૂપ રે, મ૩ સંક્ષેપાર્થ :– છદ્મસ્થ જીવને આત્મવીર્ય ક્ષયોપશમભાવે અલ્પ પણ હોય છે. તે અવિભાગી વર્ગણારૂપે છે. તેમાં ષદ્ગુણી હાનિ વૃદ્ધિ અસંખ્ય વાર Page #58 -------------------------------------------------------------------------- ________________ (૮) શ્રી અનંતવીર્ય જિન સ્તવન થાય, તેને યોગસ્થાન કહેવામાં આવે છે. [૩] સુહમ નિગોદી જીવથી, જાવસન્નીવર પર્જત રે; યોગનાં ઠાણ અસંખ્ય છે, તરતમ મોહે પરાયા રે. મ૦૪ સંક્ષેપાર્થ :- સુહમ એટલે સૂક્ષ્મ નિગોદના જીવથી લગાવીને જાયસન્નીવર એટલે યાવતુ સંજ્ઞી પંચેન્દ્રિય,પર્જત એટલે પર્યામિ પર્યત, તે યોગના સ્થાન અસંખ્ય છે. તે મોહની તરતમતા એટલે ઓછાવત્તા પ્રમાણે જીવને પરાયત્ત એટલે પરાધીન કરે છે. I૪ના સંયમને યોગે વીર્ય તે, તુહેં કીધો પંડિત દક્ષ રે; સાધ્ય રસી સાધકપણે, અભિસંધિ રમ્યો નિજ લક્ષ રે. મ૦૫ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! આપે સંયમના યોગથી આપના આત્મવીર્યને પંડિત વીર્ય બનાવી લીધું. કેવી રીતે? તો કે સાપ્ય એવો શુદ્ધ આત્મા તેના રસિક બની, તેને સાધકપણે સાધી, અભિસંધિ એટલે આત્માની પ્રેરણાથી તે આત્મવીર્યને પોતાના શુદ્ધ આત્માને સાધવામાં રમાવ્યું, અર્થાત્ જોડી દીધું. આપા અભિસંધિ અબંધક નીપને, અનભિસંધિ અબંધક થાય રે; સ્થિર એક તત્ત્વતા વર્તતો, તે ક્ષાયિક શક્તિ સમાય રે. મ૦૬ સંક્ષેપાર્થ:- “આત્માની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય તે અભિસંધિ વીર્ય.” (વ.પૃ.૭૮૨) તે જો શુદ્ધ ભાવમાં પ્રવર્તી અબંધક થાય તો વચન અને કાયામાં જે “કષાયથી વીર્યનું પ્રવર્તન થાય તે અનભિસંધિ વીર્ય.” (વ.પૂ.૭૮૨). પણ અબંધક થાય. પછી તે વીર્ય આત્મતત્ત્વમાં સ્થિર થઈને વર્તે. અને એમ થતાં આત્માની ક્ષાયિક શક્તિ એટલે અનંત વીર્યશક્તિને પ્રગટાવી પછી તેમાં જ સમાઈને રહે છે. કા. ચક્રભ્રમણ ન્યાય સયોગતા, તજી કીધ અયોગી ધામ રે; અકરણ વીર્ય અનંતતા, નિજગુણ સહકાર અકામ રે, મ૦૭ સંક્ષેપાર્થ :- કુંભારના ચક્રને એકવાર ફેરવવાથી તે ફર્યા કરે છે. તે ન્યાયે પૂર્વે પ્રભુએ જે શુભ કર્મ બાંધ્યા હતા તે ખપાવવા માટે સંયોગ મળ્યા, જીવોને તાર્યા. હવે તે ઉદય પણ પૂરો થવાથી અયોગી ધામરૂપ ચૌદમું ગુણસ્થાનક પામે છે, પછી સિદ્ધ થાય છે. તે સિદ્ધનું અનંતવીર્ય તે અકરણ વીર્ય કહેવાય છે. અને તે વીર્ય પોતાના જ આત્મગુણોને અકામ એટલે નિષ્કામભાવે ૧૧૨ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સહકાર આપે છે. શા. શુદ્ધ અચલ નિજવીર્યની, નિરુપાધિક શક્તિ અનંત રે; તે પ્રગટી મેં જાણી સહી, તિણે તુમહીજ દેવ મહંત રે. મ૦૮ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! આપની શુદ્ધ અચલ નિજ આત્મવીર્યની નિરઉપાધિમય અનંત શક્તિ પ્રગટ થઈ છે. તે મેં નક્કી જાણ્યું છે. તેથી મારે મન તો તમે જ મહાન દેવ સ્થાને છો. Iટા તુજ જ્ઞાને ચેતના અનુગામી, મુજ વીર્ય સ્વરૂપ સમાય રે; પંડિત ક્ષાયિકતા પામશે, એ પૂરણસિદ્ધિ ઉપાય રે. મ૦૯ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! આપના જ્ઞાનને, મારી ચેતના એટલે મારો આત્મા, અનુગમી એટલે તેનું અનુસરણ કરીને, તે મારા આત્મવીર્યમાં સમાઈ રહેશે અર્થાત્ સમ્યગ્દર્શન પામશે. પછી પંડિતવીર્ય પ્રગટાવી, આત્માના જ્ઞાન, દર્શન, સુખાદિ ક્ષાયિક ગુણોને પણ મારો આત્મા પામશે. એ જ પૂર્ણ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. લા. નાયક તારક તું ધણી, સેવનથી આતમ સિદ્ધિ રે; દેવચંદ્ર પદ સંપજે, વર પરમાનંદ સમૃદ્ધિ ૨. મ૦૧0 સંક્ષેપાર્થ – હે પ્રભુ તમે મારા નાયક છો, તમે જ મને તારનારા છો અને તમે જ મારા નાથ છો. આપની સેવા કરવાથી જ મારા આત્માની સિદ્ધિ થશે, અને દેવોમાં ચંદ્રમા સમાન એવા પરમાત્મપદને પામીશું. આપનું પરમાત્મપદ એ પરમાનંદમય શ્રેષ્ઠ સમૃદ્ધિથી ભરપૂર છે. l/૧૦ળા. (૮) શ્રી અનંતવીર્ય જિન સ્તવન શ્રી યશોવિજયજીત વિહરમાન વીશી (નારાયણની–દેશી) જિમ મધુકર મન માલતી રે, જિમ કુમુદને ચિત્ત ચંદ રે; જિણંદરાય; જિમ ગજ મન રેવા નદી રે, કમળા મન ગોવિંદ રે, જિર્ણોદરાય. Page #59 -------------------------------------------------------------------------- ________________ (૮) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન ૧૧૩ યું મેરે મન તું વસ્યો જી. ૧ સંક્ષેપાર્થ :— હે અનંતવીર્ય પ્રભુ! જેમ મધુકર એટલે ભ્રમરાનું મન માલતી પુષ્પમાં મોહ પામેલ છે, જેમ કુમુદ એટલે સફેદ કમળના ચિત્તમાં ચંદ્રમાનો વાસ છે, જેમ ગજ કહેતા હાથીને મન રેવા નદી એટલે નર્મદા નદી પ્રિય છે, કમળા કહેતા લક્ષ્મીનું મન ગોવિંદ એટલે વિષ્ણુમાં આસક્ત છે. તેમ હે જિણંદરાય ! મારા મનમાં પણ તું જ વસેલ છે. IIII ચાતક ચિત્ત જિમ મેહુલો રે, જિમ પંથી મન ગેહ રે;જિ હંસા મન માનસરોવરુ રે, તિમ મુજ તુજશું નેહ રે. જિ યુ૨ સંક્ષેપાર્થ :– ચાતક પક્ષીના ચિત્તમાં મેહુલો કહેતા મેઘની હમેશાં ઇચ્છા રહે છે. કારણ કે એના ગળામાં સ્વાભાવિક એવું છિદ્ર હોવાથી તે વરસાદનું પાણી જે ઉપરથી વરસે છે તે સિવાય બીજું પાણી તે પી શકતું નથી. તથા જેમ પંથી એટલે મુસાફરના મનમાં ઘેર જવાની ઇચ્છા રહ્યા કરે છે, જેમ હંસ પક્ષીના મનમાં માન સરોવર પ્રિય છે; તેમ હે જિણંદરાય! મને આપના પ્રત્યે સ્નેહ હોવાથી મારું મન પણ હમેશાં આપનામાં રમે છે. III જિમ નંદનવન ઇન્દ્રને રે, સીતાને વહાલો રામ રે; જિ ધરમીને મન સંવરુ રે, વ્યાપારી મન દામ રે. જિ યુ૩ સંક્ષેપાર્થ :– જેમ ઇન્દ્રને નંદનવન પ્રિય છે. સીતાને મન વહાલા શ્રીરામ છે, તેમ ધર્માત્મા એવા મુનિ કે શ્રાવકના મનમાં હમેશાં સંવર પ્રિય છે અર્થાત્ આવતા કર્મોને રોકવાની ઇચ્છા પ્રિય છે. તથા વ્યાપારીના મનમાં હમેશાં પૈસા કમાવવાની ભાવના રહે છે; તેમ હે જિણંદરાય ! મારા મનમાં હમેશાં તારો જ વાસ હો. II3II અનંતવીર્ય ગુણ સાગરુ રે, ધાતકી ખંડ મોઝાર રે; જિ પૂરવ અરધ નલિનાવતી રે, વિજય અયોધ્યા ધાર રે. જિ યુજ સંક્ષેપાર્થ ઃ— શ્રી અનંતવીર્ય પ્રભુ ગુણના સાગર છે. તે ધાતકી ખંડના પૂર્વ અર્ધ ભાગમાં નલિનાવતી વિજયમાં આવેલ અયોધ્યા નગરીમાં જન્મેલા છે. છતાં હૈ જિણંદરાય ! તમે સદા મારા હૃદયમાં રહેલા છો. ॥૪॥ મેઘરાય મંગળાવતી રે, સુત, વિજયાવતી કંત રે; જિ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ગજ લંછન યોગીસરુ રે, હું સમરું મહામંત રે. જિ યુ૫ સંક્ષેપાર્થ :- હે જિણંદરાય! આપ રાજા મેઘરથ તથા માતા મંગળાવતીના પુત્ર છો તથા વિજયાવતીના કંથ છો. હાથી આપનું લંછન છે તથા આપ યોગીશ્વર છો. એવા આપ મહામંત કહેતા ચતુર્વિધ સંઘના નાથ હોવાથી હે જિણંદરાય ! હું આપનું સદા સ્મરણ કરું છું. ।।૫।। ૧૧૪ ચાહે ચતુર ચૂડામણિ રે, કવિતા અમૃતની કેળ રે; જિ વાચકયશ કહે સુખ દીઓ રે, મુજ તુજ ગુણ રંગરેલ રે. જિ યુ૬ સંક્ષેપાર્થ :– ચતુર પુરુષો બહુમૂલ્ય ચૂડામણિ રત્નને ઇચ્છે છે. કવિઓને મન કવિતા કરવી તે અમૃતની કેળ એટલે અમૃતમય કેળાના ઝાડ સમાન ભાસે છે. તેમ વાચક એટલે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે મને આત્માનું અવ્યાબાધ સુખ બહુ પ્રિય છે. તે પ્રાપ્ત કરવા આપના ગુણોના રંગમાં સદા રંગાઈને તન્મય રહું એવી મારી અભિલાષા છે, તે પૂર્ણ થાઓ, પૂર્ણ થાઓ. માટે હે જિનોમાં રાજા સમાન પ્રભુ! આપ ગુણોના જ પિંડ હોવાથી સદા મારા મનમાં વાસ કરીને રહેલા છો. ૬ (૮) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી (ભોળાશંભુએ દેશી) મોરા સ્વામી ચંદ્રપ્રભ જિનરાય, વિનતડી અવધારિયે જીરેજી; મોરા સ્વામી તુમ્હે છો દીનદયાળ, ભવજલથી મુજ તારીએ. જી૧ સંક્ષેપાર્થ :- શ્રી ચંદ્રપ્રભ જિનરાજ અમારા સ્વામી છે, અમારા નાથ છે. માટે અમારી વિનંતિને અવધારો અર્થાત્ માન્ય કરો. હે પ્રભુ! આપ તો દીનદયાળ હોવાથી, મારા આત્મિક ગુણો પ્રગટાવી રાંક જેવા મને સંસારસમુદ્રથી તારો, જરૂર પાર ઉતારો. ।।૧।। મોરા સ્વામી હું આવ્યો તુજ પાસ, તારક જાણી ગહગહી; જી Page #60 -------------------------------------------------------------------------- ________________ (૮) શ્રી દત્તપ્રભુ જિન સ્તવન ૧૧૫ મોરા સ્વામી જોતાં જગમાં દીઠ, તારક કો બીજો નહીં. જી-૨ સંક્ષેપાર્થઃ- હે પ્રભુ! હું આપની પાસે આવ્યો છું. આપના જેવા તારક પ્રભુના ગુણો જાણી મારું મન ગહગહી ગયું છે અર્થાતુ મારું મન ઘણું જ આનંદમાં ગરકાવ થયું છે. કેમકે મારા સ્વામી જેવો બીજો કોઈ તારક આ જગતમાં જોતાં જવ્યો નથી. રાાં મોરા સ્વામી અરજ કરંતાં આજ, લાજ વધે કહો કેણિપરે; જીમોરા સ્વામી યશ કહે ગોપય તુલ્ય, ભવજળથી કરુણા ધરે. જી-૩ સંક્ષેપાર્થ:- હે નાથ ! આજ આપને મને તારવા માટેની અરજ કરતાં કોની લાજ વધશે? માટે અરજ વિના જ આપે મને તારી લેવો જોઈએ, જેથી ભક્તની લાજ રહે અને તમારા પણ તારક એવા બિરૂદને આંચ ન આવે. - શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે અમારા સ્વામી તો કરુણા કરીને સંસાર સમુદ્રના જળને ગોપય કહેતા ગાયના પગ જેવડો ટૂંકો કરી દે છે. માટે છે ભવ્યો ! એવા પ્રભુનું તમે જરૂર શરણ અંગીકાર કરો. ilal ૧૧૬ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ફળસ્વરૂપ સદ્ગોધ કહેતા સમ્યક્દર્શનરૂપ દિવસની વદીત એટલે વૃદ્ધિ થાય છે, અર્થાત્ દિવસ મોટો થતો જાય છે. કહેવાનું તાત્પર્ય એમ છે કે આત્માની શ્રદ્ધારૂપ વસંતઋતુ આવવાથી મિથ્યાત્વરૂપ ઠંડી જતી રહે છે અને દુષ્ટ બુદ્ધિરૂપ રાત્રિ પણ નાની થઈને સમ્યજ્ઞાનરૂપ દિવસ વધવા માંડે છે. આ બધા ગુણો જિનેશ્વર પ્રભુની આજ્ઞા ઉઠાવવાથી પ્રાપ્ત થાય છે. I/૧ સાધ્યરુચિ સુસખા મિલી હો, નિજ ગુણ ચરચા ખેલ; લવ બાધક ભાવકી નંદના હો, બુધ મુખગારિકો મેલ. ૧૦ જિર સંક્ષેપાર્થ :- શુદ્ધ આત્મસ્વરૂપ એ જ સાધ્ય છે. તેને પ્રાપ્ત કરવાની રુચિ ઉત્પન્ન થતાં ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાયની ઉપશાંતતા થાય છે, અને ક્ષમા, લઘુતા, સરળતા અને નિસ્પૃહતારૂપ સુસખા એટલે મિત્રોનો મેલાપ થાય છે. તે વડે નિજ આત્મગુણ પ્રગટાવવા માટે નવતત્ત્વોની ચર્ચારૂપ ખેલ કરતાં શમ, સંવેગ, નિર્વેદ, આસ્તા, અનુકંપા આદિ સમ્યગ્દર્શન પ્રાપ્તિના ગુણોની પ્રાપ્તિ થાય છે. એ ગુણો પ્રાપ્ત થતાં આત્મહિતમાં જે જે બાધક ભાવ એટલે મિથ્યાત્વ અવિરતિ આદિના ભાવ પ્રત્યે નિંદના એટલે અણગમો પ્રગટે છે. તથા બુધ એટલે જ્ઞાની પુરુષના મુખગારિકો એટલે પ્રશાંતરસયુક્ત મુખ સાથે મેળ આવતો જાય છે. અર્થાત્ તેમના જેવા વૈરાગ્ય ઉપશમ પ્રગટતા જાય છે. જિનેશ્વર પ્રભુની સેવાથી ઉપરોક્ત ગુણોની આપણે પ્રાપ્તિ કરીએ. રા પ્રભુગુણ ગાન સુચ્છેદ શું હો, વાજિંત્ર અતિશય તાન; લ૦ શુદ્ધ તત્ત્વ બહુ માનતા હો, ખેલત પ્રભુગુણ ધ્યાન. લ૦ જિ૩ સંક્ષેપાર્થ :- ઉપરોક્ત વૈરાગ્યઉપશમની યોગ્યતા આવતાં પ્રભુના ગુણગાન સારા છંદોમાં એટલે રાગોમાં ભાવપૂર્વક થાય છે. તથા પ્રભુના જ્ઞાન, દર્શન, સુખ, વીર્યાદિ ગુણો પ્રગટાવવારૂપ વાજિંત્રમાં અતિશયતાન એટલે તન્મયતા આવતી જાય છે. પશ્ચાત્ શુદ્ધ આત્મતત્ત્વમાં વિશેષ બહુમાન વધતાં, પ્રભુગુણના ધ્યાનમાં એટલે ચિંતનમાં તે ખેલવા લાગે છે અર્થાતુ ઉપયોગ બહાર જતો રોકાઈને શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિમાં લાગે છે. આવી આત્માની ચઢતી દશા શ્રી જિનસેવનથી આપણે પામીએ. સાા ગુણ બહુ માન ગુલાલશું હો, લાલ ભયે ભવિ જીવ; લ૦ (૮) શ્રી દત્તપ્રભુ જિન સ્તવન શ્રી દેવચંદ્રજીત ગત ચોવીશી (રાગ ધમાય). જિન સેવનર્થે પાઈએ હો, શુદ્ધાતમ મકરંદ, લલના; તત્ત્વપ્રતીત વસંતઋતુ પ્રગટી, ગઈ શિશિર કુપ્રતીત લલના; દુરમતિ રજની લધુ ભઈ હો, સદ્ધોધ દિવસ વદીત. લ૦ જિ૧ સંક્ષેપાર્થ:- શ્રી જિનેશ્વર દત્ત પ્રભુના સેવનથી એટલે એમની આજ્ઞા ઉપાસવાથી આપણે શુદ્ધ આત્માનો મકરંદ પામીએ અર્થાત્ શુદ્ધ આત્માનો ઉત્તમ સુવાસિત રસાસ્વાદ પામીએ. હે લલના! જ્યારે આત્મતત્ત્વની પ્રતીતિરૂપ વસંતઋતુનો એટલે ફાગણ ચૈત્ર માસનો ઉદય થાય ત્યારે કુપ્રતીત એટલે અશ્રદ્ધાનરૂપ શિશિર અર્થાત્ શીતકાળનો સમય દૂર થાય છે; તથા દુરમતિ એટલે મિથ્યાત્વીની અંધકારવાળી રજની એટલે રાત્રિઓ પણ લઘુ ભઈ અર્થાત્ રાત્રિઓ નાની થાય છે, અને તેના Page #61 -------------------------------------------------------------------------- ________________ (૮) શ્રી દત્તપ્રભુ જિન સ્તવન ૧૧૭ રાગ પ્રશસ્તકી પૂમમેં હો, વિભાવ વિવારે અતીવ. લ૦ જિ-૪ સંક્ષેપાર્થ :- પ્રભુના ગુણો પ્રત્યે બહુમાનરૂપ ગુલાલથી ભવ્ય એવો આત્મા જ્યારે લાલ થઈ જાય છે અર્થાત્ તે ગુણોમાં જ્યારે રંગાઈ જાય છે, ત્યારે પ્રશસ્ત રાગની ધૂનમાં રમતો થકો તે વિભાવભાવને અતીવ એટલે અત્યંતપણે વિડારવા લાગે છે અર્થાતુ છેદવા લાગે છે. હે લલના! જિન સેવનથી આવી દશા પામવા યોગ્ય છે. જો જિનગુણ ખેલમેં ખેલત હો, પ્રગટયો નિજગુણ ખેલ; લ૦ આતમ ઘર આતમ રમે હો, સમતા સુમતિકે મેલ. ૧૦ જિલ્પ સંક્ષેપાર્થ – ઉપર પ્રમાણે રાગ, દ્વેષ અને અજ્ઞાન જેણે જીતી લીધા છે. એવા જિનગુણમાં ખેલ કરતાં કરતાં સાધકને નિજ આત્મગુણનો અનુભવરૂપ ખેલ પ્રગટે છે. જેથી પોતાનો આત્મા દેહાદિમાં મમતા કરવારૂપ પર ઘર છોડી પોતાના આત્મસ્વરૂપમાં જ રહેનારી એવી સમતા અને સુમતિ રૂપી સ્ત્રીઓ સાથે સારો મેળ થવાથી તેની સાથે જ રહે છે. હે લલના ! જિન સેવનથી પોતાના આત્મસ્વરૂપને જરૂર પામીએ. //પાનું તત્ત્વ પ્રતીત પ્યાલે ભરે હો, જિનવાણી રસપાન; લ૦ નિર્મલ ભક્તિ લાલી જગી હો, રીઝે એકત્વતા તાન. લ૦ જિ૦૬ સંક્ષેપાર્થ :- હવે સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં તત્ત્વ પ્રતીતરૂપ પ્યાલામાં જિનવાણીરૂપ અમૃત ભરીને તેનું પાન કરતાં પ્રભુ પ્રત્યે નિર્મળ ભક્તિરૂપી લાલી અર્થાત્ પરમોલ્લાસ આત્મામાં પ્રગટ થાય છે. એમ પ્રભુના ગુણોમાં રીઝ કહેતાં આનંદ ઊપજતાં તેમાં એકતારૂપ તન્મયપણું પ્રગટે છે. હે લલના! આવી દશા જિનસેવનથી પામવા યોગ્ય છે. આવા ભવ વૈરાગ અબીરશું હો, ચરણ રમણ સુમહંત; લ૦ સુમતિ ગુપતિ વનિતા રમે હો, ખેલે હો શુદ્ધ વસંત. લ૦ જિ૭. સંક્ષેપાર્થ :- હવે ભવ એટલે સંસાર પ્રત્યે વૈરાગ્યરૂપ અબીર એટલે એક સુગંધીદાર ધોળી ભૂકી ઉડવાથી આત્મા મહાન એવા સમ્યક્ઝારિત્રરૂપ સુગંધમાં પાંચ સમિતિ અને ત્રણ ગુતિરૂપ વનિતાઓ સાથે શુદ્ધ આત્મસ્વભાવરૂપ વસંતમાં રમવા લાગે છે. શા. ૧૧૮ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ચાચરગુણ રસિયા લિયે હો, નિજ સાધક પરિણામ; લવ કર્મપ્રકૃતિ અરતિ ગઈ હો, ઉલસિત અમૃત ઉદ્દામ. લ૦ જિ૦૮ સંક્ષેપાર્થ – ચાચરગુણ રસિયા એટલે મંડપની બહાર ખુલ્લા ચોકમાં સ્ત્રીઓ ગીતગાનમાં તલ્લીન થઈને ગાય છે. તેમ ચારિત્રગુણના રસિક બનેલા મહાત્માઓ નિજ શુદ્ધ આત્મગુણનાં સાધક પરિણામને તન્મય થઈને ભજે છે. જેથી મિથ્યાત્વ, કષાયાદિ કર્મ પ્રકૃતિના ભાવો પ્રત્યે અરતિ એટલે અણગમો થયો હતો, તે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યાદિ અમૃતમય ગુણો પ્રત્યે ઉદ્દામ એટલે અત્યંત ઉલ્લાસભાવ પ્રગટ થતાં તે કષાયાદિભાવો પ્રત્યે પણ અરતિભાવ નષ્ટ થાય છે. હે લલના! જિન આજ્ઞાવડે આવી ચારિત્રદશાને પામીએ. દા થિર ઉપયોગ સાધન મુખે હો, પિચકારીકી ધાર; લવ ઉપશમ રસભરી છાંટતા હો, ગઈ તતાઈ અપાર. લ. જિ૦૯ સંક્ષેપાર્થ :- આત્મઉપયોગમાં મુખ્ય સ્થિરતા રહેવારૂપ સાધન તે પિચકારીની ધાર સમજવી. અને તે પિચકારીની ધારમાંથી કષાયો શમી જવારૂપ ઉપશમ રસ છાંટવાથી, પૂર્વે જે કષાયોની અપાર તતાઈ એટલે અસહ્ય તાપાગ્નિ હતો તે શમી જાય છે; અને સમભાવની શીતલ શાંતિસ્વરૂપ સમાધિ પ્રગટ થાય છે. હે લલના! જિન આજ્ઞા વડે આવી સ્વરૂપ સમાધિ પામીએ. લા. ગુણ પર્યાય વિચારતાં હો, શક્તિ વ્યક્તિ અનુભૂતિ; લ૦ દ્રવ્યાસ્તિક અવલંબતાં હો, ધ્યાન એકત્વ પ્રસૂતિ. લ૦ જિ.૧૦ સંક્ષેપાર્થ :- સ્વ પર દ્રવ્યના ગુણ અને પર્યાયને વિચારતાં, પોતાના આત્માની શક્તિઓની વ્યક્તિ એટલે પ્રગટતા થઈને તે આત્માની અનુભૂતિ થાય છે. સર્વ દ્રવ્યો પોતપોતાના ગુણ પર્યાયમાં છે. કોઈ દ્રવ્યનો ગુણ કે પર્યાય, કોઈપણ અન્ય દ્રવ્યને હાનિ કે દોષ કરી શકતો નથી, એમ જાણવાથી શ્રેષાંશ પણ નાશ પામે છે. એમ સ્વપર દ્રવ્યના કે જડ ચેતનના ગુણ પર્યાયને ભિન્ન વિચારતાં પોતામાં જ રહેલી સર્વ શક્તિઓની વ્યક્તતા થાય છે; અને અનુભવનો આનંદ પ્રગટે છે. એમ દ્રવ્યોનું અવલંબન લેતાં, પરદ્રવ્યોનું મારે કાંઈ કામ નથી, મારામાં જ સર્વ શક્તિનો સ્રોત ભરેલો છે, એમ જણાઈ આવતાં, તેનો અનુભવ થતાં તેમાં જ એકત્વતા એટલે તન્મયતારૂપ ધ્યાનની પ્રસૂતિ એટલે જન્મ થાય છે Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ૧૨૦ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ શ્રી દેવચંદ્રજી મહારાજ જણાવે છે કે દેવોમાં ચંદ્રમા સમાન એવા ઉત્તમ મોક્ષપદને આપણે પામીએ; પણ ક્યારે ? તો કે કરત નિજ ભાવ સંભાળ અર્થાત્ પોતાના ભાવોને વિષયકષાયમાં ન જવા દેતાં પ્રભુના વચનાનુસાર શુભભાવમાં રોકી, શુદ્ધભાવના લક્ષે તે ભાવોની સંભાળ રાખીએ તો. - હે લલના! આ પ્રમાણે જિનઆજ્ઞા અનુસાર ભાવોની સંભાળ રાખી પોતાના શુદ્ધ સ્વરૂપને આપણે પણ પામીએ. /૧૩ના (૯) શ્રી સુરપ્રભ જિન સ્તવન અર્થાત્ શુદ્ધ ઉપયોગમાં આત્મા સ્થિર થાય છે. હે લલના! આવા આત્મધ્યાનને જિનઆજ્ઞાવડે પામીએ. (૧૦ રાગ પ્રશસ્ત પ્રભાવના હો, નિમિત્ત કરણ ઉપભેદ; લ૦ નિર્વિકલ્પ સુસમાધિમેં હો, ભયે હે ત્રિગુણ અભેદ. લ૦ જિ.૧૧ સંક્ષેપાર્થ :- પ્રભુના ગુણો પ્રત્યે પ્રશસ્ત રાગભાવ હોવાથી, બીજા જીવો પણ પ્રભુની આજ્ઞા ઉપાસવાના રુચિવાળા થાય, એવો માર્ગપ્રભાવનાનો ભાવ ઊપજવો, તે કલ્યાણ પ્રાપ્ત થવાના નિમિત્તકારણનો જ એક ભેદ છે. દશમાં ગુણસ્થાનકના અંત સુધી સંજ્વલન કષાય છે, ત્યાં સુધી પ્રવચનભક્તિથી પ્રેરાઈને પરજીવને જિનશાસનના રસિક બનાવવા અર્થે ઊંડે ઊંડે અવ્યક્ત પરિણામનો સદ્ભાવ હોય છે. - ત્યારબાદ બારમાં ગુણસ્થાનકે મોહનીયકર્મ નાશ પામેલું હોવાથી પ્રશસ્ત રાગ પણ મટી જાય છે. અને તે ગુણસ્થાનકના અંતમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાયકર્મનો સર્વથા ક્ષય થવાથી આત્મા નિર્વિકલ્પ સુસમાધિને પામે છે; તેથી સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રમય આત્મસ્વભાવમાં સર્વકાળને માટે તે આત્મા અભેદસ્વરૂપે સ્થિત થાય છે. હે લલના ! આવી નિર્વિકલ્પ સમાધિને પ્રભુ કૃપાએ પામીએ. ll૧૧ાા ઇમ શ્રીદત્તપ્રભુ ગુણે હો, ફાગ રમે મતિવંત; લ૦ પર પરિણતિરજ ધોયકે હો, નિરમળ સિદ્ધિ વરંત. લ. જિ૦૧૨ સંક્ષેપાર્થ:- ઉપરની ગાથાઓમાં જણાવ્યા પ્રમાણે જે મતિમાન પુરુષ શ્રી દત્તપ્રભુના શુદ્ધ આત્મગુણોરૂપ વસંતમાં ચિત્ત રમાડવારૂપ ફાગ રમશે, તે અનાદિકાળની લાગેલ પર પરિણતિરૂપ કર્મરજને ધોઈને શુદ્ધ સ્વરૂપમય નિર્મળ સિદ્ધ અવસ્થાને વરી, શિવપુરીમાં જઈ સર્વકાળને માટે અનંત સુખમાં વાસ કરશે. હે લલના ! આવી સર્વસુખમય સિદ્ધિને પ્રભુ આજ્ઞાએ જરૂર પામીએ. l/૧૨ા કારણર્થે કારજ સધે હો, એહ અનાદિકી ચાલ; લ૦ દેવચંદ્રપદ પાઈએ હો, કરત નિજ ભાવ સંભાળ. લ૦ જિ૦૧૩ સંક્ષેપાર્થ – જે કાર્યનું યથાર્થ કારણ હોય, તે આદર્ભે જ કાર્યની સિદ્ધિ થાય. એ જ અનાદિકાળની ચાલ છે અર્થાત્ રીત છે. (૯) શ્રી સુરપ્રભ જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત વિહરમાન વીશી (કડખાની દેશી) સૂર જગદીશની તીણ અતિ શુરતા, તેણે ચિરકાલનો મોહ જીત્યો; ભાવ સ્યાદ્વાદતા શુદ્ધ પરગાશ કરી, નીપનો પરમ પદ જગ વદીતો. સૂ૦૧ સંક્ષેપાર્થ:- શ્રી સૂરપ્રભ જગદીશ્વરની શુરવીરતા અતિ તીક્ષ્ણ છે. તે તીક્ષ્ણતા વડે તેણે ચિરકાલનો એટલે અનાદિકાળનો મોહ જીતી લીધો. મોહને હણવાથી કેવળજ્ઞાન પ્રગટ્યું. જેથી વસ્તુનું સ્યાદ્વાદપણું શુદ્ધ રીતે પરગાશ એટલે પ્રકાશ્ય. આમ પોતાના અનંત ગુણાત્મક પરમપદ એટલે પરમાત્મસ્વરૂપને પ્રગટાવી પ્રભુએ જગવંદ્ય પદવીને પ્રાપ્ત કરી. /૧ પ્રથમ મિથ્યાત્વ હણી શુદ્ધ દંસણ નિપુણ, પ્રગટ કરી જેણે અવિરતિ પણાસી; શુદ્ધ ચારિત્ર ગત વીર્ય એકત્વથી, પરિણતિ કલુષતા સવિ વિણાશી. સૂર સંક્ષેપાર્થ:- સર્વ પ્રથમ પ્રભુએ મોહનીય કર્મનો પ્રથમ ભેદ મિથ્યાત્વ તેને હણીને આત્માનું શુદ્ધ દંસણ એટલે સમ્યક્દર્શન, તેને નિપુણ એટલે પરિપૂર્ણ અર્થાત્ ક્ષાયિકપણે પ્રગટ કર્યું. પછી મોહનીય કર્મનો બીજો ભેદ ચારિત્ર મોહના કારણે રહેલ અવિરતિ એટલે અસંયમ તેને પણાશી એટલે તેનો પણ નાશ કર્યો. પછી શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ સ્વગુણમાં રહેલ વીર્યની એકતા કરીને ભાવોમાં રહેલી સર્વ કષાયની કલુષતાનો સર્વથા અંત આણ્યો. //રા વારી પરભાવની કર્તુતા મૂલથી, આત્મ પરિણામ કર્તુત્વ ધારી; શ્રેણી આરોહતાં વેદ હાસ્યાદિની, સંગમી ચેતના પ્રભુ નિવારી. સૂ૦૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સંક્ષેપાર્થ:- હે પ્રભુ! આપની અદ્ભુત શૂરવીરતા, ધૈર્યતા અને કર્મો પ્રત્યેની તીક્ષ્ણતાને જોઈને આ સેવકનું પણ મન આપના પ્રત્યે રુચિવાળું થયું છે. તથા આપના પ્રત્યે સારો એવો પ્રશસ્ત રાગ પ્રગટવાથી અને આપના ગુણો પ્રત્યે આશ્ચર્ય ઊપજવાથી; ગુણી એવા આપ પ્રભુ પ્રત્યે અભુતપણે મારો જીવ માચ્યો છે અર્થાત્ તલ્લીન થયો છે. આવા આત્મગુણ રુચિ થયે તત્ત્વ સાધન રસી, તત્ત્વ નિષ્પતિ નિર્વાણ થાવે; દેવચંદ્ર શુદ્ધ પરમાત્મ સેવન થકી, પરમ આત્મિક આનંદ પાવે. સૂ૦૮ સંક્ષેપાર્થ :- આત્માના સ્વાભાવિક અનંત એવા જ્ઞાન, દર્શન, સુખ, વીર્યાદિ ગુણોમાં રુચિ ઉત્પન્ન થયે, આત્મતત્ત્વ પ્રાપ્ત કરવાના સાધનમાં જીવ રસિક બને છે. પછી તે આત્મતત્ત્વની નિષ્પતિ એટલે પ્રાપ્તિ થવાથી ક્રમે કરીને જીવ નિર્વાણ એટલે મોક્ષપદને પામે છે. માટે શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે શુદ્ધ પરમાત્માની સેવા કરતાં જીવ જરૂર પોતાના પરમ આત્મિક આનંદને પામશે. ૮. (૯) શ્રી સુરપ્રભ જિન સ્તવન ૧૨૧ - સંક્ષેપાર્થ – અનાદિથી ચાલ્યું આવતું પરભાવનું કર્તાપણું તેને મૂલથી છેદીને શુદ્ધ આત્મસ્વભાવના કર્તા બની, ક્ષપક શ્રેણી ઉપર આરોહતા એટલે આરોહણ કરીને અર્થાતુ ચઢીને પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુસંક વેદ તથા હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા એ સર્વનો કષાય સાથે સંગમ હતો તે સર્વ અશુદ્ધ ચેતનાનું પ્રભુએ સર્વથા નિવારણ કર્યું. lal ભેદ જ્ઞાને યથા વસ્તુતા ઓળખી, દ્રવ્ય પર્યાયમેં થઈ અભેદી; ભાવ સવિકલ્પતા છેદી કેવલ સકલ, જ્ઞાન અનંતતા સ્વામી વેદી. સૂ૦૪ સંક્ષેપાર્થ:- ભેદજ્ઞાનવડે વસ્તુના યથાર્થ સ્વરૂપને ઓળખી, પોતાના આત્મદ્રવ્ય અને પર્યાયમાં અભેદી થઈ અર્થાત્ સ્વસ્વરૂપમાં સ્થિરતા કરી, સર્વ વિકલ્પ ભાવને શુક્લધ્યાનના બળે છેદીને આત્માના અનંતજ્ઞાનનું વેદન કર્યું, અર્થાત્ કેવલજ્ઞાનસ્વરૂપ પોતાની જલહલ જ્યોતિને પ્રગટ કરી. //૪|| વીર્યક્ષાયિક બલે ચાલતા યોગની, રોધી ચેતન કર્યો શુચિ અલેશી; ભાવ શૈલેશીમેં પરમ અક્રિય થઈ, ક્ષય કરી ચાર તનુ કર્મશેષી. સૂપ સંક્ષેપાર્થ:- હવે શ્રી સૂરપ્રભ જિનેશ્વર તેરમા ગુણસ્થાનકમાં આત્માના ક્ષાયિકવીર્ય બળે મન, વચન, કાયાના ત્રણેય યોગની ચપળતાનો રોલ કરીને પોતાના ચેતનને શુચિ એટલે પવિત્ર, અલેશી એટલે એ લેશ્યાઓથી મુક્ત કર્યો. પછી ચૌદમાં ગુણસ્થાનકમાં શૈલેશી એટલે પર્વત જેવી અડોલ સ્થિતિ કરીને પરમ અક્રિય થઈ, બાકી રહેલા વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય એ ચારે અઘાતીયા કર્મનો પણ ક્ષય કરી લીધો. //પા. વર્ણ રસ ગંધ વિનુ ફરસ સંસ્થાન વિનુ, યોગતનુ સંગ વિનુ જિન અરૂપી; પરમ આનંદ અત્યંત સુખ અનુભવી, તત્ત્વતન્મય સદા ચિસ્વરૂપી. સૂ૦૬ સંક્ષેપાર્થ :- હવે સિદ્ધ અવસ્થામાં પ્રભુ, શરીર રહિત હોવાથી પુદ્ગલના વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, સંસ્થાન એટલે આકાર, વિનુ એટલે વગરના છે. તથા મન વચન કાયારૂપ યોગના સંગથી સર્વથા રહિત છે. તથા રાગદ્વેષને સર્વથા જિતનાર એવા જિન હવે અરૂપી છે. તેમજ પરમાનંદમય આત્માના અત્યંત સુખનો નિરંતર અનુભવ કરતાં થકાં આત્મતત્ત્વમાં તલ્લીન છે. અને ચિસ્વરૂપી અર્થાત્ સદા જ્ઞાનસ્વરૂપી છે. Iકા તાહરી શુરતા ધીરતા તીક્ષ્ણતા, દેખી સેવક તણો ચિત્ત રાચ્યો; રાગ સુપ્રશસ્તથી ગુણી આશ્ચર્યતા, ગુણી અભુતપણે જીવ માગ્યો. સૂ૦૭ (૯) શ્રી સુરપ્રભ જિન સ્તવન શ્રી યશોવિજયજીત વિહરમાન વીશી (રામપુરા બજારમાં- દેશી) સૂર પ્રભ જિનવર ધાતકી, પશ્ચિમ અર્થે જયકાર; મેરે લાલ, પુષ્કલાવઈ વિજયે સોહામણો, પુરી પુંડરિગિણી શણગાર; મેરે લાલ, ચતુર શિરોમણિ સાહિબો. ૧ સંક્ષેપાર્થ :- ધાતકી ખંડના મહાવિદેહમાં, પશ્ચિમ અર્ધ્વ ભાગમાં આવેલ પુષ્કલાવતી વિજયમાં પુંડરિગિણી નામની સુંદર નગરી છે. તેના શણગારરૂપ એવા શ્રી સૂરપ્રભ જિનેશ્વરનો જય જયકાર થઈ રહ્યો છે. કેમકે મારા લાલ એટલે મનમોહકનાથ તે સર્વ ચતુર પુરુષોમાં શિરોમણિરૂપે ત્યાં શોભી રહ્યા છે. [૧] નંદસેનાનો નાહલો, હય લંછન વિજય મલ્હાર; મેરે વિજયાવતી કૂખે ઊપજો, ત્રિભુવનનો આધાર. મેરે ચ૦૨ સંક્ષેપાર્થ :- જે નંદસેનાનો નાહલો કહેતા નાથ છે, જેમનું હય એટલે Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ (૯) શ્રી સુવિધિ જિન સ્તવન અશ્વ લંછન છે, જે વિજયરાજાના મલ્હાર એટલે લાડલા છે, વિજયાવતી માતાની કુક્ષીથી ઉત્પન્ન થયેલા છે, તથા જે ઉદ્ધ, અધો અને તિર્યંગ એવા ત્રણેય લોકના જીવોના સુખના આપનાર હોવાથી સર્વના આધારરૂપ છે. એવા મારા રંગીલા સાહિબ તે સર્વ ચતુર પુરુષોમાં શિરોમણિ છે. રા. અલવે જસ સાહમું જાએ, કરુણાભર નયન વિલાસ; મે૦ તે પામે પ્રભુતા જગતણી, એહવો છે પ્રભુ સુખવાસ. મે ૨૩ સંક્ષેપાર્થ:- પ્રભુ, અલવે એટલે લીલા માત્રથી જેની સામે જુએ તે ભવ્યાત્મા પ્રભુના કરુણાભર નયનથી આત્મવિલાસને પામે છે અર્થાત્ તે ત્રણેય જગતની પ્રભુતા કહેતા આત્મ ઐશ્વર્યને પામે છે. શ્રી સુરપ્રભજિનેશ્વર સાથેનો સમાગમ આવી રીતે શાશ્વત સુખને આપનારો થાય છે. એવા મારા મનને આનંદ પમાડનાર સાહિબ તે ચતુર પુરુષોમાં શિરોમણિ અર્થાત્ સર્વોપરી છે. સા. મુખમટકે જગજન વશ કરે, લોયણ લટકે હરે ચિત્ત; મે. ચારિત્ર ચટકે પાતિક હરે, અટકે નહિ કરતો હિત. મે ચ૦૪ સંક્ષેપાર્થ:- પ્રભુના મુખકમળથી નીકળતી વાણી વડે જગતના જીવો વશ થઈ જાય છે. તેમના લોયણ એટલે લોચનની નજર માત્ર પડવાથી લોકોના ચિત્ત આકર્ષણ પામે છે. તેમજ તેમના ઉત્તમ ચારિત્રનો ચટકો લાગવાથી એટલે તેમના જેવું ચારિત્ર પાળવાની ભાવના થવાથી ભવ્ય જીવોના પાતિક કહેતાં સર્વ પાપોનો નાશ થાય છે, એવા મારા નાથ ભવ્ય જીવોનું હિત કરવામાં કદી અટકતા નથી; તે ચતુર પુરુષોમાં સદા શિરોમણિરૂપ છે. જો ઉપકારી શિર સેહરો, ગુણનો નહિ આવે પાર; મે શ્રી નવિજય સુશિષ્યને, હોજો નિત્ય મંગળમાળ. મે ચ૦૫ સંક્ષેપાર્થ:- જે સર્વ જીવોના ઉપકારી છે તથા સેહરો કહેતાં શિરછત્ર છે. એવા પ્રભુના ગુણોનો કદી પાર આવે એમ નથી. શ્રી નવિજયજીના સુશિષ્ય એવા શ્રી યશોવિજયજીને આપ સદા મંગળમાળરૂપ હજો અર્થાત્ સદૈવ આત્મકલ્યાણમાં સહાયરૂપ થજો. એવા મારા મનરંજન નાથ, તે ચતુર પુરુષોમાં સદા શિરોમણિરૂપે શોભા પામી રહ્યા છે. //પા ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ (૯) શ્રી સુવિધિ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી જિમ પ્રીતિ ચંદ્ર ચકોરને, જિમ મોરને મન મેહ રે; અમને તે તુમશું ઉલ્લસે, તિમ નાહ નવલો નેહ. સુવિધિ જિનેસરુ, સાંભળો ચતુર સુજાણ અતિ અલવેસરુ. ૧ સંક્ષેપાર્થ :- જેમ ચકોર પક્ષીને ચંદ્ર સાથે પ્રીતિ છે, જેમ મોરના મનમાં મેહ એટલે વરસાદ વસેલ છે. તેમ હે સુવિધિ જિનેશ્વર!તમારા જેવા નાહ કહેતા નાથ સાથે નવલો કહેતા નવો નવો સ્નેહ ઉલ્લસે છે, ઉભરાય છે. માટે અતિ અવસરુ એટલે અત્યંત આત્મસ્વરૂપમાં લહેર કરનાર એવા ચતુર અને સારી રીતે સર્વને જાણનાર એવા હે પ્રભુ! આપ મારી એક વાત સાંભળો. |૧| અણદીઠે અલજો ઘણો, દીઠે તે તૃપ્તિ ન હોઈ રે; મન તોહિ સુખ માની લિયે, વાહલા તણું મુખ જોઈ. સુ૨ સંક્ષેપાર્થ :- આપના દર્શન ન થાય ત્યાં સુધી અલજો ઘણો કહેતા મળવાની ઘણી ઉત્કંઠા રહે છે. અને દર્શન થયા પછી પણ તૃપ્તિ થતી નથી, જાણે જોયા જ કરીએ. છતાં મારા વહાલા પ્રભુના મુખનાં દર્શન કરીને મન સુખ માની લે છે, અર્થાત્ સંતોષ માની લે છે; કેમકે બીજો કોઈ ઉપાય નથી. રા જિમ વિરહ કહિયે નવિ હુયે, કીજિયે તેહવો સંચ રે; કર જોડી વાચક યશ કહે, ભાંજો તે ભેદ પ્રપંચ. સુ૦૩ સંક્ષેપાર્થ :- તમારો અમને વિરહ કદી નહીં થાય એવો કોઈ સંચ એટલે ગુપ્ત ઉપાય જે હોય તે કરો. એમ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પ્રભુને કર એટલે હાથ જોડીને કહે છે કે હે સુવિધિનાથ પ્રભુ ! હવે સંસારના માયામપંચને લઈને તમારે અને અમારી વચ્ચે પડેલ ભેદને સર્વથા ભાંગી નાખો. હે આત્મસ્વરૂપમાં રમણતા કરનાર ચતુર અને સુજાણ પ્રભુ મારી આ વિનંતિને લક્ષમાં લ્યો. lal (૯) શ્રી દામોદર જિન સ્તવન શ્રી દેવચંદ્રત ગત પોવીશી Page #65 -------------------------------------------------------------------------- ________________ (૯) શ્રી દામોદર જિન સ્તવન | (જોરા પ્રાહિબ હો શ્રી શીતલનાથ - દેશી) સુપ્રતીતે હો કરી થિર ઉપયોગકે, દામોદર જિન વંદીએ, અનાદિની હો જે મિથ્યા ભ્રાંતિ કે, તેહ સર્વથા ઠંડીએ; અવિરતિ હો જે પરિણતિ દુષ્ટ કે, ટાળી થિરતા સાધીએ, કષાયની હો કશ્મલતા કાપી કે, વર સમતા આરાધીએ. ૧ સંક્ષેપાર્થ:- શ્રી દામોદર પ્રભુ દ્વારા બોધિત મોક્ષમાર્ગને જાણી, તેમાં સુપ્રતીત કરી અર્થાત્ સારી રીતે તેમાં શ્રદ્ધા કરી, પછી આત્મઉપયોગને તેમાં સ્થિર કરીને ભાવભક્તિ સહિત પ્રભુને વંદન કરીએ. - તથા અનાદિકાળની જીવને જે મિથ્યાભ્રાંતિ છે તેને હવે સર્વથા ઠંડીએ અર્થાતુ સંપૂર્ણપણે તેનો ત્યાગ કરીએ. અનાદિની ભ્રાંતિ શું છે? તો કે દેહમાં આત્મબુદ્ધિ અને આત્મામાં દેહબુદ્ધિ, કુદેવ કુગુરુકુધર્મમાં, સુદેવ સુગુરુ સુધર્મબુદ્ધિ વગેરે જીવને મિથ્યા ભ્રાંતિ થઈ ગઈ છે, તેને હવે જડમૂળથી ઉચ્છેદીએ. મન, વચન, કાયાના યોગો સદા પાંચ ઇન્દ્રિયના વિષયમાં કે હિંસાદિ પાંચ અવ્રતમાં પ્રવર્તે છે, તે દુષ્ટ એવી અવિરતિની પરિણતિને હવે ટાળી શુદ્ધ આત્મભાવમાં સ્થિરતા પામીએ. ક્રોધાદિ ચાર કષાય અને કષાયના કારણરૂપ હાસ્ય, રતિ આદિ નવ ની કષાયના મેલથી ઉત્પન્ન થતી એવી કમલતા એટલે ગંદકીને કાપી વર એટલે ગુણોમાં પ્રધાન એવી સમતાને આરાધીએ કે જેથી આત્માને પરમ સુખશાંતિનો અનુભવ થાય. જંબુને હો ભરતે જિનરાજ કે, નવમા અતીત ચોવીશીએ, જસ નામે હો પ્રગટે ગુણરાશિકે, ધ્યાને શિવસુખ વિલસીએ; અપરાધી હો જે તુજથી દૂર કે, ભૂરિ ભ્રમણ દુઃખના ધણી, તે માટે હો તુજ સેવા રંગ કે, હોજો એ ઇચ્છા ઘણી. ૨ સંક્ષેપાર્થ :- આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં અતીત એટલે ગત ચોવીશીમાં થયેલ આ નવમાં શ્રી દામોદર જિનેશ્વર છે. જેનું નામ સાંભળતાં જ જ્ઞાનાદિક અનેક ગુણની રાશિ પ્રગટે છે અને તેમનું ધ્યાન કરતાં તો શાશ્વત સહજાનંદસ્વરૂપ મોક્ષસુખના વિલાસને પમાય છે. જે આપની આજ્ઞા પ્રમાણે વર્તતા નથી તે જીવો દોષ વડે અપરાધી હોવાથી તારાથી વેગળા રહી ભૂરિ એટલે બહુ ભારે ભવભ્રમણ દુઃખના ધણી ૧૨૬ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ થશે અર્થાત્ ઘોર દુઃખોને પામશે. તે માટે મને તો હે પ્રભુ! આપની સેવાનો જ રંગ રહેજો, અર્થાતુ આપની આજ્ઞા ઉઠાવવામાં જ મારી તન્મયતા હજો; એ જ મારી પ્રબળ ઇચ્છા છે. //રા મરુધરમેં હો જિમ સુરતરુ લુંબ કે, સાગરમેં પ્રવહણ સમો, ભવ ભમતાં હો ભવિજન-આધાર કે, પ્રભુદરિશણ સુખ અનુપમો; આતમની હો જે શક્તિ અનંત કે, તેહ સ્વરૂપ પદે ધર્યા, પરિણામિક હો જ્ઞાનાદિક ધર્મ કે, સ્વસ્વકાર્યપણે વર્યા. ૩ સંક્ષેપાર્થ :- મરુધર એટલે મારવાડમાં આમ્રવૃક્ષના ઝુમખા પ્રાપ્ત થવા તે કલ્પવૃક્ષ સમાન છે. અથવા ભરસમુદ્રમાં ઝોલા ખાતાં પ્રાણીને પ્રવહણ એટલે જહાજની પ્રાપ્તિ થવી તે તેને તરવા બરાબર છે. તેમ સંસારરૂપી સમુદ્રમાં અનાદિથી ભમતા એવા પ્રાણીને પ્રભુના દર્શન થવા અથવા સમ્યગ્દર્શનનું અનુપમ સુખ પ્રાપ્ત થવું તે તેને ભવસમુદ્રથી તરવા માટે પરમ આધારરૂપ છે. આપે તો હે પ્રભુ! આત્માની જે અનંત શક્તિ છે તેને પોતાના શુદ્ધ સ્વરૂપના ઉપભોગમાં લગાડી દીધી. જેથી આત્માના જ્ઞાનદર્શનાદિ જે પારિણામિક એટલે સ્વાભાવિક ધર્મો છે તે પણ બધા સ્વતંત્રપણે પોતપોતાના કાર્યમાં લાગી ગયા. ૩ અવિનાશી હો જે આત્માનંદ કે, પૂર્ણ અખંડ સ્વભાવનો, નિજ ગુણનો હો જે વર્તન ધર્મ કે, સહજ વિલાસી દાવનો; તસ ભોગી હો તું જિનવર દેવ કે, ત્યાગી સર્વ વિભાવનો, શ્રુતજ્ઞાની હો ન કહી શકે સર્વ કે, મહિમા તુજ પ્રભાવનો. ૪ સંક્ષેપાર્થ :- હે પ્રભુજી ! આપને અવિનાશી એવા શુદ્ધ આત્માનો જે આનંદ પ્રગટેલ છે તે પૂર્ણપણે અખંડિત સ્વભાવવાળો છે. તેનો હવે ત્રિકાળમાં નાશ નથી. તેમજ આપના ગુણોની જે વર્તના એટલે સમયે સમયે પરિવર્તન થવારૂપ ધર્મ છે તે પણ નિશ્ચયનયે સહજાત્મસ્વરૂપમાં જ વિલાસ કરનારો છે. તે આનંદના જ આપ જિનવરદેવ ભોગી છો, કેમકે આપ સર્વ વિભાવના ત્યાગી છો. હે પ્રભુ! જે શ્રુતજ્ઞાની છે તે પણ આપના ગુણોના પ્રભાવનો સર્વ મહિમા વર્ણવવા સમર્થ નથી. જો નિકામી હો નિકષાઈ નાથ કે, સાથ હોજો નિત તુમ્હ તણો, તુમ આણા હો આરાધન શુદ્ધ કે, સાધુ હું સાધકપણો; Page #66 -------------------------------------------------------------------------- ________________ (૧૦) શ્રી વિશાલ જિન સ્તવન વીતરાગથી હો જે રાગ વિશુદ્ધ કે, તેહી જ ભવભય વાણો, જિનચંદ્રની હો જે ભક્તિ એકત્વ કે, દેવચંદ્ર પદ કારણો. ૫ ૧૨૭ સંક્ષેપાર્થ ઃ- હે પર પુદ્ગલની ઇચ્છાથી રહિત નિષ્કામી તથા કષાયરહિત પરિણતિવાળા નાથ ! આપનો જ મને તો હમેશાં સાથ હોજો. આપ સિદ્ધ ક્ષેત્રમાં બિરાજો છો માટે મને પણ ત્યાં લઈ જઈ આપની સાથે રાખો. સિદ્ધક્ષેત્રમાં આપની પાસે આવવા માટે આપની આજ્ઞાનું હું શુદ્ધપણે સાધકભાવે પાલન કરું એવી શક્તિ આપો. કેમકે વીતરાગ પ્રભુથી કરેલો વિશુદ્ધ રાગભાવ એટલે આલોક કે પરલોકાદિ સુખની ઇચ્છાથી રહિત પ્રશસ્ત રાગભાવ તે જ સંસારના ભયથી જીવને વારનાર છે. શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે શ્રી જિનચંદ્રની અર્થાત્ શ્રી તીર્થંકર દેવની ભક્તિમાં જગતને ભૂલીને એકત્વપણું સાધવું એ જ શ્રી કેવળી જિનોમાં ચંદ્રમા સમાન દેવચંદ્ર પદ પ્રાપ્તિનું પ્રસિદ્ધ કારણ છે. ।।૫।। (૧૦) શ્રી વિશાલ જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત વિહરમાન વીશી (પ્રાણી વાણી જિનતણી—એ દેશી) દેવ વિશાલ જિણંદની, તમે ધ્યાવો તત્ત્વ સમાધિ રે, ચિદાનંદ રસ અનુભવી, સહજ અમૃત નિરુપાધિ રે, સહજ અકૃત નિરુપાધિ રે, અરિહંતપદ વંદિયે ગુણવંત રે; ગુણવંત અનંત મહંત સ્તવો, ભવતારણો ભગવંત રે. ૧ સંક્ષેપાર્થ :– હે ભવ્યાત્માઓ! તમે વિશાલ જિનેશ્વરદેવની તત્ત્વ સમાધિ એટલે આત્મતત્ત્વની સ્વસ્થતાનું ધ્યાન કરો. એ તત્ત્વસમાધિ કેવી છે ? તો કે આત્માનંદનો અમૃત રસ અનુભવ કરીને મેળવેલ સહજ અકૃત્રિમ નિરુપાધિક આત્મસમાધિ છે. એવા અનંત આત્મિક ગુણોથી યુક્ત શ્રી અરિહંત પ્રભુના ચરણકમળમાં વંદન કરીએ. મહંત એટલે મહાન એવા પ્રભુની સ્તવના કરો કે જે ભગવાન ભવસમુદ્રથી આપણને તારનારા છે. ૧ ભવ ઉપાધિ ગદ ટાલવા, પ્રભુજી છો વૈદ્ય અમોઘ રે; રત્નત્રયી ઔષધ કરી, તમે તાર્યા ભવિજન ઓથ રે. ત॰ અ૨ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સંક્ષેપાર્થ :– સંસારના ભયંકર ઉપાધિરૂપ ગદ એટલે રોગને ટાળવા માટે હે પ્રભુજી! આપ અમોઘ એટલે અચૂક, રામબાણ ઇલાજ કરનાર વૈદ્ય સમાન છો. આપે સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રરૂપ રત્નત્રયી વડે ઔષધ કરીને અનેક ભવ્યજનોના ઓઘ એટલે સમૂહને તાર્યા છે. ।।૨।। ૧૨૮ ભવ સમુદ્ર જલ તારવા, નિયંમક સમ જિનરાજ રે, ચરણ જહાજે પામિયે, અક્ષય શિવનગરનું રાજ રે. અ અ૩ સંક્ષેપાર્થ :— હે પ્રભુ ! સંસારરૂપી સમુદ્રમાંથી પાર ઉતારવા માટે આપ નિર્યામક એટલે કમાન સમાન છો. આપના ચરણકમળની સેવા કરવારૂપ જહાજથી પામીએ; શું પામીએ ? તો કે અક્ષય એવા મોક્ષનગરનું રાજ્ય પામીએ. ॥૩॥ ભવ અટવી અતિ ગહનથી, પારંગ પ્રભુજી સત્થવાહ રે; શુદ્ધ માર્ગદર્શક પણે, યોગ ક્ષેમંકર નાહ ૨ે. યો અજ સંક્ષેપાર્થ :- આ સંસારરૂપી અટવી એટલે જંગલ અતિ ગહન છે. તેને પાર કરવા માટે હે પ્રભુજી ! તમે સાચા સાર્થવાહ છો. શુદ્ધ મોક્ષમાર્ગના દર્શક છો. તથા મોક્ષની સાથે જોડે એવા યોગ સાધન કરાવનાર છો. તેમજ ક્ષેમંકર એટલે પ્રાપ્ત ગુણોની રક્ષા કરનાર એવા નાહ એટલે નાથ છો. ૪ રક્ષક જિન છકાયના, વળી મોહનિવારક સ્વામી રે; શ્રમણ સંઘ રક્ષક સદા, તેણે ગોપ ઈશ અભિરામ રે. તે અન્ય સંક્ષેપાર્થ :– હે સ્વામી ! આપ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાયના રક્ષક છો. વળી આપ સર્વ દુઃખનું મૂળ એવા મોહના નિવા૨ક છો. રાગદ્વેષ અજ્ઞાન એ મોહ છે અને એ જ મુખ્ય કર્મની ગાંઠ છે. તેનો આપ નાશ કરનાર છો. તથા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘને સાચું માર્ગદર્શન આપી, ત્રિવિધ તાપના દુઃખોથી સદા બચાવનાર છો. તેથી આપ જ સાચા ગોવાલ તથા અભિરામ એટલે આનંદદાયક ઈશ્વર છો. ।।૫।। ભાવ અહિંસક પૂર્ણતા, માહણતા ઉપદેશ રે; ધર્મ અહિંસક નીપનો, માહણ જગદીશ વિશેષ રે. મા અબ્દુ સંક્ષેપાર્થ ઃ— હે પ્રભુ ! આપના ભાવોમાં સંપૂર્ણ અહિંસકતા ભરેલી છે. વળી આપનો ઉપદેશ પણ માહણતા એટલે કોઈપણ પ્રાણીને હણવો નહીં એવો દયામય છે. આપને પરમ અહિંસક ધર્મ પ્રગટ થયેલ છે. તેથી આપ જગતમાં Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ (૧૦) શ્રી વિશાલ જિન સ્તવન વિશેષપણે એટલે સંપૂર્ણપણે ‘માહણો માહણો’ એવા બિરૂદને ધરાવનાર જગદીશ્વર છો. III પુષ્ટ કારણ અરિહંતજી, તારક જ્ઞાયક મુનિચંદ રે; મોચક સર્વ વિભાવથી, ઝપાવે મોહ અરીંદ રે. ઝીં અન્ય સંક્ષેપાર્થ :– હે અરિહંત પ્રભુ! આપ મુક્તિ મેળવવામાં પુષ્ટ કારણ છો. ભવસમુદ્રથી પાર ઉતારનારા હોવાથી સાચા તારક છો. સંપૂર્ણ તત્ત્વના જ્ઞાયક છો. તથા સર્વ મુનિઓમાં ચંદ્રમા સમાન છો. સર્વ વિભાવ ભાવોથી મોચક એટલે અમને છોડાવનાર છો. તથા મોહરૂપી અરીંદ એટલે મહા શત્રુને ઝીંપાવનાર અર્થાત્ હરાવનાર પણ આપ જ છો. III કામકુંભ સુરમણિ પરે, સહેજે ઉપકારી થાય રે; દેવચંદ્ર સુખકર પ્રભુ, ગુણગેહ અમોહ અમાય રે. ગુ અ૮ સંક્ષેપાર્થ ઃ— વળી પ્રભુ, ઇચ્છિત પદાર્થને આપનાર કામકુંભ જેવા તથા સુરમણિ એટલે રત્ન ચિંતામણિ જેવા હોવાથી સહેજે સર્વને ઉપકારક થાય છે. એવા દેવોમાં ચંદ્રમા સમાન સુખને દેવાવાળા પ્રભુ, ગુણોના ઘ૨રૂપ છે, અમોહ એટલે નિર્મોહી છે તથા અમાય એટલે માયા પ્રપંચથી સર્વથા રહિત છે. દા (૧૦) શ્રી વિશાલ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વિહરમાન વીશી (લુહારીની—દેશી) ધાતકી ખંડે હો કે પશ્ચિમ અરધ ભલો, વિજયા નય૨ી હો કે વપ્ર તે વિજયતિલો; તિહાં જિન વિચરે હો કે સ્વામી વિશાળ સદા, નિત નિત વંદું હો કે વિમળા અંત મુદ્દા. ૧ સંક્ષેપાર્થ :– ધાતકી ખંડના પશ્ચિમ મહાવિદેહના અર્ધભાગમાં આવેલ તિલક સમાન વપ્રવિજયમાં સુંદર એવી વિજયાનગરી છે. ત્યાં સ્વામી શ્રી વિશાલ જિન વર્તમાનમાં વિચરી રહ્યાં છે. તે શ્રી વિમલાદેવીના કંત છે. તે મારા મનને ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ૧૩૦ આનંદ પમાડનાર હોવાથી તેમને હું પ્રતિદિન ભક્તિભાવથી વંદન કરું છું. ||૧|| નાગ નરેસર હો કે વંશ ઉદ્યોતકરું, ભદ્રાએ જાયા હો કે પ્રત્યક્ષ દેવતરુ; ભાનુ લંછન હો કે મિલવા મન તલસે, તસ ગુણ સુણિયા હો કે શ્રવણે અમી વ૨સે. ૨ સંક્ષેપાર્થ :- શ્રી નાગરાજાના વંશને જે ઉદ્ભવલ કરનાર છે. તથા પ્રત્યક્ષ દેવતરુ એટલે કલ્પવૃક્ષ સમાન તે પ્રભુને જન્મ આપનાર શ્રી ભદ્રા માતા છે. જેમનું ભાન એટલે સૂર્યનું લંછન છે. એવા પ્રભુને મળવા માટે મારું મન તલસી રહ્યું છે; કેમકે તેમના ગુણો વિષે સાંભળ્યું છે કે તેમના મુખકમળથી જે વાણી નીકળે છે તે જો સાંભળવામાં આવે તો જાણે અમૃતનો જ વરસાદ વરસી રહ્યો છે એમ લાગે. ।।૨। આંખડી દીધી હો કે જો હોયે મુજ મનને, પાંખડી દીધી હો કે અથવા જો તનને; મનના મનોરથ હો કે તો સવિ તુરત ફળે, તુજ મુખ દેખવા હો કે હરખિત હેજ મળે. ૩ સંક્ષેપાર્થ :– પ્રભુએ મારા મનને જો દિવ્ય ચક્ષુ આપ્યા હોત તો હું હમેશાં તેમનાં દર્શન કરી આનંદ પામત. અથવા જો મારા શરીરને પાંખો આપી હોત તો હું ઊડીને જરૂર તેમની પાસે ચાલ્યો જાત. તો મારા મનના મનોરથ શીઘ્ર ફળવાન થાત, અને આપના દર્શનમાત્રથી જ મારું મન ઘણું જ હરખિત એટલે હર્ષિત થઈને હેજ એટલે સ્નેહવડે ઊભરાત. IIગા આડા ડુંગર હો કે દરિયા નદિય ઘણી, પણ શક્તિ ન તેહવી હો કે આવું તુજ ભણી; તુજ પાય સેવા હો કે સુરવર કોડિ કરે, જો એક આવે હો કે તો મુજ દુઃખ હરે.૪ સંક્ષેપાર્થ ઃ— હે પ્રભુ! આપની પાસે આવવામાં આડા ડુંગરો, સમુદ્રો તથા નદીયો ઘણી છે. તે પાર કરવા માટે મારી શક્તિ નથી કે જેથી હું તેમને ઓલંગીને આપના ભણી આવી શકું. પણ હે પ્રભુ ! આપના ચરણકમળની સેવા દેવોમાં શ્રેષ્ઠ એવા કરોડો દેવો તથા ઇન્દ્રો કરે છે, તેમાંથી જો એક દેવ પણ અહીં આવીને મને આપની પાસે લઈ જાય તો મારા જન્મ મરણના સર્વ દુઃખોનો અંત Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ (૧૦) શ્રી સુતેજ જિન સ્તવન આવી જાય. ||૪|| અતિ ઘણી રાતી હો કે અગ્નિ મજીઠ સહે, ઘણશું હણીએ હો કે દેશ વિયોગ લહે; પણ ગિરુઆ પ્રભુશું હો કે રાગ તે દુરિત હરે, વાચક યશ કહે હો કે ધરીએ ચિત્ત ખરે. ૫ સંક્ષેપાર્થ :- મજીઠ, અગ્નિના સહવાસથી ઘણી રાતી એટલે પાકા લાલ રંગવાળી બને છે. મજીઠના લાલરંગને રાગ પણ કહેવામાં આવે છે. પણ તે મજીઠને જો ઘણવડે હણવામાં આવે અર્થાત્ તેના ઉપર ઘણ મારવામાં આવે તો મજીઠના પ્રદેશ પ્રદેશનો વિયોગ થઈ જઈ અર્થાત્ તે છૂટા પડી જઈ મજીઠના રાગનો નાશ થાય છે; તેમ ગિરુઆ એટલે મહાન એવા પ્રભુ સાથે શુભરાગ કરવામાં આવે તો તે દુરિત એવા અશુભ રાગને નષ્ટ કરનાર થાય છે. માટે વાચક કહેતા ઉપાધ્યાય એવા શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે પ્રભુ સાથે તમે ખરા ચિત્તથી રાગ જોડો અર્થાત્ પ્રીતિ કરો, જેથી તમારા સર્વ દુષ્ટ કર્મોનો નાશ થઈ જઈ આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય. //પા. ૧૩૨ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ હિયડે જૂઠી રે મુખ અતિ મીઠડી, જેહવી ધૂરત વેષ,અં૨ સંક્ષેપાર્થ:- મારી મોહમાયા તે ભેદી એટલે જાસૂસ જેવી છે. તે મારો બધો ભેદ એટલે કમજોરી જાણીને, બાહ્ય રીતે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં સુખ દેખાડી, મને ભોળવી નાખે છે. તે હયડામાં કહેતા હૃદયમાં સાવ જૂઠી છે. પણ મુખથી ધૂર્તની જેમ વેષ બનાવી અતિ મીઠી વાણી વડે મને ભોળવી દે છે. માટે હે અંતરયામી! તેનો કોઈ ઉપાય સૂઝાડો. //રા. એહને સ્વામી રે મુજથી વેગળી, કીજે દીનદયાળ; વાચકયશ કહે જિમ તુમશું મિલી, લહિયે સુખ સુવિશાળ. અં૦૩ સંક્ષેપાર્થ :- આ મોહમાયાને હે દીનદયાળ સ્વામી ! મુજથી વેગળી એટલે દૂર કરો. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે જો અમારો અનાદિનો મોહ મંદ થાય તો આપના ગુણો સાથે મળી આત્માનું સુવિશાળ એવું સમાધિસુખ અમે પણ પામીએ. હે અંતર્યામી પ્રભુ! તમે જ મારા સ્વામી છો. માટે આ મારી વિનંતિને સાંભળી અનાદિના મારા દર્શનમોહ અને ચારિત્રમોહનો નાશ કરો. Iકા (૧૦) શ્રી શીતલનાથ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી (ભોડા હંસા રે- દેશી). શીતલજિન તુજ મુજ વિચિ આંતરું, નિશ્ચયથી નહિ કોય, દંસણ નાણ ચરણ ગુણ જીવને, સહુને પૂરણ હોય; અંતરયામી રે સ્વામી સાંભળો. ૧ સંક્ષેપાર્થ :- હે શીતલનાથ પ્રભુ! કર્મની ઉપાધિવડે વ્યવહારનયથી જોતાં તારા અને મારા વચ્ચે ઘણું અંતર પડી ગયું છે. છતાં નિશ્ચયનય એટલે મૂળસ્વરૂપે જોતાં તે અંતર કાંઈ જ નથી. કેમકે આત્માના દર્શન, જ્ઞાન અને ચારિત્ર ગુણ તો સર્વ જીવને પૂર્ણ જ હોય છે. છતાં હે અંતરયામી સ્વામી! મારી એક વાત સાંભળો. |૧|| પણ મુજ માયા રે ભેદી ભોળવે, બાહ્ય દેખાડી રે વેષ; (૧૦) શ્રી સુતેજ જિન સ્તવન શ્રી દેવચંદ્રજીત ગત ચોવીશી અતિ રૂડી રે અતિ રૂડી, જિનજીની થિરતા અતિ રૂડી; સકલ પ્રદેશ અનંતી, ગુણ પર્યાય શક્તિ મહંતી લાલ, અo તસુ ૨મણે અનુભવવંતી, પરરમણે જે ન રમતી લાલ. અ૦૧ સંક્ષેપાર્થ :- શ્રી સુતેજ જિન પ્રભુની આત્મસ્થિરતા અતિ રૂડી, અતિ રૂડી છે, રૂડી એટલે મનને ઘણી સોહામણી છે. તે પરમ સ્થિરતા નિરાકુળ છે, અકંપ છે, અડોલ છે. પ્રભુના સર્વ આત્મપ્રદેશે, સર્વ ગુણોની તથા સર્વ પર્યાયની અનંત મહાન શક્તિ સ્વસ્વકાર્યપણે પ્રવર્તતાં છતાં પણ પ્રભુની સ્થિરતા અક્ષોભ છે.. પોતાના જ્ઞાનાદિક સ્વગુણોના અનંત પર્યાયમાં જ પ્રભુજીનું રમણ સદૈવ Page #69 -------------------------------------------------------------------------- ________________ (૧૦) શ્રી સુતેજ જિન સ્તવન ૧૩૩ હોવાથી તે સર્વ શક્તિ સર્વ સમયે અનુભવયુક્ત છે. પણ પરપુગલાદિકના પરગુણમાં તે શક્તિ રમતી નથી. માટે પ્રભુમાં સ્વગુણભોગ અસ્તિપણે છે અને પરગુણનો ભોગ નાસ્તિપણે છે. સ્વઆત્મગુણોમાં જ રમનારી એવી પ્રભુની સ્થિરતા અતિ રૂડી છે, અતિ રૂડી છે. [૧] ઉત્પાદ વ્યયે પલટૅતી, ધ્રુવ શક્તિ ત્રિપદીસતી લાલ; અને ઉત્પાદે ઉતમતમતી, પૂરવ પરિણતિ વ્યયવંતી લાલ. અ૦૨ સંક્ષેપાર્થ :- પ્રભુની જ્ઞાનદર્શનાદિ અનંતશક્તિ તે ઉત્પાદ વ્યયપણે પલટાય છે. છતાં પણ તેનું ધ્રુવ સ્વરૂપે રહેવાપણું છે. પ્રભુની શક્તિ અથવા સત્તા; ઉત્પાદ, વ્યય, ધ્રુવ એમ ત્રિપદી સહિત હોય છે. માટે જ ગ્રંથોમાં કહ્યું છે કે ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય યુક્ત સલક્ષણે દ્રવ્ય” એટલે ઉત્પાદ, વ્યય અને ધ્રુવ તે જ દ્રવ્યનું સતુ લક્ષણ છે. સતુ લક્ષણ વિના દ્રવ્યની સત્તા હોઈ શકે નહીં. જેમકે સોનાની સત્તા વડે તેમાંથી ગળાનો હાર બનાવવારૂપ પર્યાયનો ઉત્પાદ થાય છે. અને તે પહેલાં સોનું કડારૂપે હતું તો પૂર્વ પર્યાયનો વ્યય થાય છે. એમ ગળાનો હાર કે કંડારૂપ પર્યાયની સત્તા સુવર્ણ દ્રવ્યમાં ધ્રુવપણે સદા રહે છે. એમ દ્રવ્યનું ઉત્પાદ વ્યય ધ્રુવપણું જાણવું. જો એમ ન હોય તો દ્રવ્યનું દ્રવ્યપણું રહે નહીં. ઉત્પાદ એટલે દ્રવ્યમાં રહેલી અનંત છતી પર્યાય ઉત્પાદ ધર્મે સમયે સમયે ઉતમતમતી એટલે ઉત્પન્ન થાય છે અને પૂર્વ પરિણતિ એટલે પર્યાયનો વ્યય થાય છે. એમ પંતી એટલે એક પછી એક પંક્તિબદ્ધ થયા જ કરે છે. એવી દ્રવ્યની પરિણતિ છે અર્થાત્ દ્રવ્યનો પરિણમનશીલ એવો સ્વભાવ છે. એમ ત્રિપદી લક્ષણયુક્ત પ્રભુની સ્થિરતા અતિરૂડી છે, અતિરૂડી છે. રા. નવનવ ઉપયોગે નવલી, ગુણછતિથી તે નિત અચલી લાલ; અo પદ્રવ્ય જે નવિ ગમણી, ક્ષેત્રમંતરમાંહિ ન રમણી લાલ. અ૩ સંક્ષેપાર્થ :- પ્રભુની સ્થિરતા પણ પૂર્વ પરિણતિરૂપથી એટલે પૂર્વ પર્યાયથી પલટી નવી પરિણતિરૂપ ઊપજે છે. તેથી નવા સમયે નવા નવા ઉપયોગ નવલી એટલે નવીન ભાસે, છતાં પણ પ્રભુની સ્થિરતા ગુણછતિથી એટલે સત્તામાં રહેલા ગુણો વડે જોતાં તો નિત્ય અને અચળ જ છે. પ્રભુની એ સ્થિર સત્તા પોતાનું આત્મક્ષેત્ર છોડી પરક્ષેત્રે કદી ગમન કરે નહીં. અને ક્ષેત્રમંતર એટલે પોતાનું સ્વક્ષેત્ર અસંખ્યાત પ્રદેશ છે તે મૂકીને પરગુણ ૧૩૪ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ પર્યાયમાં કદી રમણતા કરે નહીં. એવી પ્રભુની આશ્ચર્યકારી સ્થિરતા તે અતિ રૂડી છે, અતિ રૂડી છે. II3II અતિશય યોગે નવિ દીપે, પરભાવ ભણી નવિ છીપે લાલ; અડ નિજ તત્ત્વ રસે જે લીની, બીજે કિણહી નવિ કીની લાલ. અ૦૪ સંક્ષેપાર્થ:- હે સુતેજ પ્રભુ! આપની શુદ્ધ અને સ્થિર સત્તા તે આપના પ્રભાવે દેદીપ્યમાન છે. તે કંઈ પર પુદગલાદિકના અતિશય યોગથી દીપતી નથી. તેમજ પરભાવ એટલે પરપદાર્થોના સ્વભાવે પણ તે સ્થિરસત્તા કંઈ છૂપી રહેતી નથી. જેમ શાકમાં ઘણી જાતના મસાલા નાખીએ તો પણ મીઠાની ખારાશ પરયોગે પણ છાની રહેતી નથી તેમ પ્રભુની સ્થિરતા પરયોગ એટલે સમવસરણાદિ યોગે પણ છૂપી રહેતી નથી. પ્રભુની સ્થિરતા તો હમેશાં નિજ શુદ્ધ આત્મતત્ત્વમાં લયલીન છે; તે શુદ્ધ આત્મતત્ત્વથી અભેદ છે, કદી જુદી પડતી નથી. તે સ્થિરતાને કોઈ બીજા બ્રહ્માદિએ કરી નથી, કે શંકરાદિ તેનો વિનાશ કરી શકે એમ નથી કે વિષ્ણુ આદિ કોઈ તે સ્થિરતાને રાખી શકે એમ નથી. પણ આપની સ્થિરસત્તાના તો આપ જ રક્ષક, ગ્રાહક, વ્યાપક કે કર્તા, ભોક્તા આદિ છો. તેમ સર્વ દ્રવ્ય પણ પોતપોતાની જ સત્તાના રક્ષક, ગ્રાહક, વ્યાપક કે કર્તા, ભોક્તા આદિ છે; પર દ્રવ્યના નથી. એમ નિજ આત્મદ્રવ્યમાં તલ્લીન એવી પ્રભુની સ્થિરતા તે રૂડી છે, રૂડી છે. [૪] સંગ્રહનયથી જે અનાદિ, પણ એવંભૂતે સાદિ લાલ; અ૦ જેહને બહુ માને પ્રાણી, પામે નિજ ગુણ સહનાણી લાલ. અ૦૫ સંક્ષેપાર્થ – સંગ્રહનય વસ્તુના મૂળગુણને લક્ષમાં લે છે. તે અપેક્ષાએ જોતાં પ્રભુમાં શક્તિરૂપે રહેલી સત્તા અનાદિથી શુદ્ધ અને સ્થિર છે. પણ જ્યારે તે શુદ્ધ સત્તા સ્થિરતારૂપે પ્રગટ થાય ત્યારે જ તેની એવંભૂત નયની અપેક્ષાએ સાદિ કહેવાય. એવંભૂત નય શબ્દ પ્રમાણે વાસ્તવિક ક્રિયા કરનારને જ લક્ષમાં લે છે. એ સ્થિર શુદ્ધ આત્મસત્તાનું જે ભવ્યાત્મા ભાવભક્તિથી બહુમાન કરશે અર્થાત્ તે મેળવવા પુરુષાર્થ કરશે, તે પણ પોતાના આત્મગુણોને પામશે તથા સહનાણી એટલે સાથે કેવળજ્ઞાનને પણ પામશે. પ્રભુની એવી પ્રગટ શુદ્ધ આત્મસત્તા તે અતિ રૂડી છે, અતિ રૂડી છે. આપણા થિરતાથી થિરતા વાધે, સાધક નિજ પ્રભુતા સાથે લાલ; Page #70 -------------------------------------------------------------------------- ________________ (૧૧) શ્રી વજંધર જિન સ્તવન ૧૫ પ્રભુગુણને રંગે રમતા, તે પામે અવિચલ સમતા લાલ. અ૬ સંક્ષેપાર્થ :- પ્રભુની શુદ્ધ આત્મસત્તામાં આપણા ઉપયોગને સ્થિર કરવાથી વિશેષ સ્થિરતાનો અભ્યાસ થાય છે. જેમકે ઘઉંના બીજથી ઘઉંની વૃદ્ધિ થાય. અગ્નિના અંશથી મહાઅગ્નિ પ્રગટ થાય, રાગરૂપબીજથી રાગની વૃદ્ધિ થાય, જ્ઞાનના અંશથી જ્ઞાનની વૃદ્ધિ થાય તેમ સ્થિરતાના અંશથી પરમ શાશ્વત સ્થિરતાની પ્રાપ્તિ થાય. એમ કરતાં કરતાં સાધક જીવ પોતાની આત્મપ્રભુતાને સાધે છે. મોક્ષાભિલાષી જીવ પ્રભુના શુદ્ધ આત્મગુણોમાં પોતાની આત્મશક્તિ વડે અશુદ્ધતાના અંશનો નાશ કરતો થકો અવિચલ એટલે સ્થિર ગુણવાળી એવી સમતાને પામી શાશ્વત સુખસ્વરૂપ એવા મોક્ષને મેળવી લે છે. સર્વકાળમાં સુખસ્વરૂપ એવી પ્રભુની સ્થિરતા તે અતિ રૂડી છે, અતિ રૂડી છે. કા. નિજ તેજે જેહ સુતેજા, જે સેવે ધરી બહુ હેજા લાલ; અ૦ શુદ્ધાલંબન જે પ્રભુ ધ્યાવે, તે દેવચંદ્ર પદ પાવે લાલ.અ૦૭ સંક્ષેપાર્થ:- પ્રભુ શ્રી સુતેજ જિન તો પોતાના અનંત આત્મતેજ વડે સુતેજવંત છે, અર્થાત્ શોભા પામી રહ્યા છે. એવા પ્રભુની જે જિજ્ઞાસુ ભવ્ય જીવ બહુ હેજા એટલે પરમ ભાવભક્તિથી આજ્ઞા ઉઠાવશે તથા ભક્તિ અને સ્વાધ્યાયરૂપ શુદ્ધ આલંબન વડે એ પ્રભુના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરશે તે ભવ્યાત્મા દેવોમાં ચંદ્રમા સમાન પરમાત્મપદને અવશ્ય પામશે. એવા મોક્ષદાયક પ્રભુની આત્મસ્થિરતા તે અતિ રૂડી છે, અતિ રૂડી છે. તેના ૧૩૬ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સંક્ષેપાર્થ :- હે મહાવિદેહ ક્ષેત્રે વિચરતા વજંધર પ્રભુ! એક મારી વિનંતિને આપ સાંભળો. આપ જગત જીવોના તારક, જગતના નાથ તથા ત્રણ ભુવનના પતિ છો, આપ લોક અલોક સર્વના ભાસક એટલે જાણનાર હોવાથી સર્વ જાણો છો. તો પણ મારામાં વીતેલી વાતને મારું હૃદય ખાલી કરવા, આપની સમક્ષ ભક્તિથી રજૂ કરું છું. /૧૫ હું સ્વરૂપ નિજ છોડી, રમ્યો પર પુદ્ગલે, ઝીલ્યો ઊલટ આણી, વિષય તૃષ્ણાજલે; આસ્રવ બંધ વિભાવ, કરું રુચિ આપણી, ભૂલ્યો મિથ્યાવાસ, દોષ દઉં પરભણી. ૨ સંક્ષેપાર્થ:- હે પ્રભુ! મારા આત્મસ્વરૂપને અનાદિથી ભૂલીને મેં પર એવા દેહાદિ પુદ્ગલિક વિભાવોમાં જ રમણતા કરી છે. તથા ખૂબ ઊલટભાવ આણી પાંચ ઇન્દ્રિયોના વિષયોને મેળવવા માટે મૃગતૃષ્ણાના જળની જેમ ખૂબ દોટ મૂકી છતાં મારી વિષયતૃષ્ણા શમી નહીં; પણ મારો તે શ્રમ વ્યર્થ કર્મ બંધાવનાર જ થયો, છતાં હજુ કર્મના આસ્રવ કરીને બંધ કરવારૂપ વિભાવ ભાવોમાં જ રુચિ ધરાવું છું. આમ હું પોતે મિથ્યાત્વમાં વાસ કરીને પોતાને ભૂલી ગયો છું. પોતાના દોષોને જોતો નથી અને પરને જ મારા દોષના કારણરૂપ ઠરાવું છું. હે પ્રભુ! મારી એવી મિથ્યા મતિનો હવે નાશ કરો. //રા અવગુણ ઢાંકણ કાજ, કરું જિનમત ક્રિયા, ન તજું અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયા; દ્રષ્ટિરાગનો પોષ, તેહ સમકિત ગણું, સ્યાદ્વાદની રીત, ન દેખું નિજપણું. ૩ સંક્ષેપાર્થ:- લોકોને મારા અવગુણો એટલે દોષોની ખબર ન પડે, તે ઢંકાયેલા રહે અને ઉપરથી મને ધર્માત્મા કહે તેના માટે જૈન મત પ્રરૂપિત સામાયિક, પ્રતિક્રમણ, પૂજા આદિ ક્રિયાઓ કરું છું. પણ અનાદિની વિષયકષાયવાળી અવગુણ ભરેલી ચાલનો મોહ છોડવા તૈયાર નથી. મારી બુદ્ધિ પ્રમાણે દેવગુરુને માની તેમાં જ દ્રષ્ટિરાગ રાખીને તેને જ પોષણ આપું છું. અને વળી ઉપરથી તેને સમકિત ગણું છું. પણ સ્યાદ્વાદની રીતે દેહથી ભિન્ન એવું નિજપણું એટલે પોતાના આત્માનું સ્વરૂપ જે ભગવંતે જણાવ્યું છે તેને તો હું દેખતો નથી અર્થાત્ (૧૧) શ્રી વજેઘર જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત વિહરમાન વીશી (ની યમુના ને તી......એ દેed) વિહરમાન ભગવાન, સુણો મુજ વિનતિ, જગતારક જગનાથ, અછો ત્રિભુવનપતિ; ભાસકે લોકાલોક તિણે જાણો છતિ, તો પણ વીતક વાત, કહું છું તુજ પ્રતિ. ૧ Page #71 -------------------------------------------------------------------------- ________________ (૧૧) શ્રી વજંધર જિન સ્તવન લક્ષમાં જ લેતો નથી. Iકા મન તનુ ચપલ સ્વભાવ, વચન એકાંતતા, વસ્તુ અનંત સ્વભાવ, ન ભાસે છતાં; જે લોકોત્તર દેવ, નમું લૌકિકથી, દુર્લભ સિદ્ધ સ્વભાવ, પ્રભો તહકીકથી. ૪ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! મારા મન અને તનું એટલે શરીરનો સ્વભાવ ચપલ અર્થાત્ ચંચળ છે તથા વાણીનો ધર્મ એકાંત એટલે વસ્તુના એક જ ધર્મને બતાવનાર છે. જ્યારે વસ્તુ તો અનંત સ્વભાવ એટલે ધર્મોવાળી છે. પણ મારામાં સ્યાદ્વાદપૂર્વક તત્ત્વનું જ્ઞાન ન હોવાથી મને તે આત્મતત્ત્વ આદિ વસ્તુઓનો સ્વભાવ જેમ છે તેમ ભાસતો નથી. લોકોત્તર એવા સર્વોત્કૃષ્ટ વીતરાગ દેવને પણ હું લૌકિક એટલે સાંસારિક ભાવનાએ નમું છું. માટે હે પ્રભો ! દુર્લભ એવો તારો શુદ્ધ સિદ્ધ સ્વભાવ મને પ્રાપ્ત થવો, તે તહકીકથી એટલે ચોક્કસ, નક્કી મુશ્કેલ જણાય છે. //૪ મહાવિદેહ મઝાર કે તારક જિનવરુ; શ્રી વજેપર અરિહંત, અનંત ગુણાકરું; તે નિર્ધામક શ્રેષ્ઠ, સહી મુજ વારશે, મહાવૈદ્ય ગુણયોગ, રોગ ભવ તારશે. ૧૩૮ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સાંભળવામાં આવે તો મારો આ ચેતન એવો આત્મા, પરમ પ્રમોદ એટલે આનંદને પામે. હું ભવ્ય છું એવી ખાત્રી થતાં મને પણ શિવપદ એટલે મોક્ષપદની આશા બંધાય. એ મોક્ષપદ કેવું છે? તો કે અનંતસુખ સમૂહની રાશિ એટલે ઢગલા સમાન છે. તથા જે સહજ એટલે સ્વાભાવિક, સ્વતંત્ર એટલે સ્વાધીન એવું આત્મસ્વરૂપનું સુખ, તે અનંત આનંદની ખાણરૂપ છે. IIકા વળગ્યા જે પ્રભુનામ, ધામ તે ગુણતણા, ધારો ચેતનરામ, એહ થિર વાસના; દેવચંદ્ર જિનચંદ્ર, હૃદય સ્થિર થાપજો, જિન આણાયુત ભક્તિ શક્તિ મુજ આપજો. ૭ સંક્ષેપાર્થ :- જે પ્રભુના નામવડે, તેમના ગુણ ચિંતનમાં વળગ્યા રહે છે, તે ભક્તો પણ ગુણના ધામરૂપ છે. કારણ કે તે પણ ઉત્તમ પદને પામશે. માટે હે ભવ્યો ! ચેતનમાં રમણતા કરનાર એવા ચેતનરામ પ્રભુમાં જ ચિત્તને સ્થિર કરવાની વાસના એટલે દ્રઢ ઇચ્છાને મનમાં ધારણ કરો. તથા શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે જિનોમાં ચંદ્રમા સમાન એવા પ્રભુને હૃદયમાં સ્થિરપણે સ્થાપન કરજો. તથા વીતરાગ પ્રભુની આજ્ઞા સહિત હું ભક્તિ કરું એવી શક્તિ પ્રદાન કરવાની હે પ્રભુ! મારા ઉપર કૃપા કરજો. IITી. સંક્ષેપાર્થ:- મહાવિદેહ ક્ષેત્રમાં વર્તમાનકાળમાં વિચરતાં મુમુક્ષુ જીવોના તારણહાર એવા આ શ્રી વજંધર અરિહંત પ્રભુ છે. જે અનંત ગુણોના ભંડાર છે. તે શ્રેષ્ઠ નિર્ધામક એટલે જહાજના પરમ નિષ્ણાત કમાન સમાન છે. તે મને જરૂર આ ભવસાગરના દુઃખજળથી તારશે, પાર ઉતારશે. એવા મહાવૈદ્યસ્વરૂપ પ્રભુ મને આત્મગુણોનો યોગ કરાવી મારો ભવરોગ જરૂર નષ્ટ કરશે, એવો મને પૂર્ણ વિશ્વાસ છે. આપણા પ્રભુ મુખ ભવ્ય સ્વભાવ, સુણે જો માહરો, તો પામે પ્રમોદ, એહ ચેતન ખરો; થાયે શિવપદ આશ, રાશિ સુખવૃંદની, સહજ સ્વતંત્ર સ્વરૂપ, ખાણ આનંદની. ૬ સંક્ષેપાર્થ:- પ્રભુના મુખકમળથી, હું ભવ્ય સ્વભાવવાળો છું એવું જો (૧૧) શ્રી વઘર જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વિહરમાન વીશી (માહરા સગુણ સનેહા પ્રભુજીએ દેશી) શંખ લંછન વજંધર સ્વામી, માતા સરસ્વતી સુત શિવગામી હો; ભાવે ભવિ વંદો. નરનાથ પધરથ જાયો, વિજયાવતી ચિત્ત સુહાયો હો. ભા૦૧ સંક્ષેપાર્થ:- શંખ લંછનને ધારણ કરનાર એવા શ્રી વઘંધર સ્વામી માતા સરસ્વતીદેવીના પુત્ર છે. તે શિવગામી એટલે મોક્ષ સ્થાને ગમન કરનાર હોવાથી હે ભવ્ય પ્રાણીઓ! તેમની ભાવભક્તિ સહિત વંદના કરો. જે નરોના નાથ એવા પધરથ રાજાના જાયા એટલે પુત્ર છે. તથા Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ચરણકમળની સેવા કરતાં મને આ દેવલોકના સુખ કે ઇન્દ્રની સમૃદ્ધિ પણ તુચ્છા ભાસે છે. માટે હે ભવ્યો! એવા પ્રભુનું ભાવભક્તિપૂર્વક કીર્તન કરો. //પા. પ્રભુ દૂર થકી પણ ભેટ્યા, તેણે પ્રેમે દુઃખ સવિ મેટ્યા હો; ભા. ગુરુ શ્રી નયવિજય સુશિષ્ય, પ્રભુ ધ્યાન રમે નિશદિશ હો. ભા૦૬. સંક્ષેપાર્થ :- પરમશાંતિને આપનાર પ્રભુને દૂર રહ્યા છતાં પણ ભાવભક્તિથી જેણે ભેટ્યા તેણે તો સાચા પ્રેમ વડે સંસારના આધિ, વ્યાધિ, ઉપાધિના સર્વ દુઃખોને મેટી દીધા. ગુરુ શ્રી નવિજયજીના શિષ્ય શ્રી યશોવિજયજી મહારાજ હમેશાં રાતદિવસ પ્રભુના ધ્યાનમાં રમે છે, અને કહે છે કે હે ભવ્ય પ્રાણીઓ! તમે પણ એવા પ્રભુના શુદ્ધસ્વરૂપની ભક્તિમાં તન્મય રહો. કા. (૧૧) શ્રી શ્રેયાંસ જિન સ્તવન ૧૩૯ વિજયાવતી રાણીના ચિત્તને આનંદ પમાડનાર તેમના સ્વામી છે. એવા સુખકર વજંધર પ્રભુની હે ભવ્યો! તમે ભાવપૂર્વક વંદના કરો. ||૧|| ખંડ ધાતકી પશ્ચિમ ભાગે, પ્રભુ ધર્મ ધુરંધર જાગે હો; ભાવ વચ્છવિજયમાં નયરી સુસીમા, તિહાં થાપે ધરમની સીમા હો. ભા૨ સંક્ષેપાર્થ :- ધાતકી ખંડના પશ્ચિમ ભાગમાં વચ્છવિજયમાં આવેલ સુસીમા નગરીમાં ધર્મ ધુરંધર એવા શ્રી વજંધર પ્રભુ જાગે છે, અર્થાત્ વર્તમાનમાં વિચરી રહ્યા છે. ત્યાં પ્રભુએ ચતુર્વિધ સંઘની સીમા એટલે મર્યાદા સ્થાપી સત્ય ધર્મનો પ્રકાશ કર્યો છે, માટે હે ભવ્યાત્માઓ! ભાવપૂર્વક તેમને વંદન કરો. રા/ પ્રભુ મનમાં અમે વસવું જેહ, સ્વપ્ન પણ દુર્લભ તેહ હો;ભાવ પણ અમ મન પ્રભુ જો વસશે, તો ધરમની વેલ ઉલસશે હો.ભા.૩ સંક્ષેપાર્થ :- નિર્વિકાર પ્રભુના મનમાં અમારો વાસ થવો તે તો સ્વપ્નમાં પણ દુર્લભ છે. પણ અમારા હૃદયમાં પ્રભુ જો આવીને વસશે તો આત્મસ્વભાવરૂપ ધર્મની વેલ ઉલ્લાસ પામશે અર્થાત્ વૃદ્ધિ પામશે. જે વધતાં વધતાં ઠેઠ કેવળજ્ઞાનનું કારણ બનશે. માટે હે નિકટ મોક્ષગામી ભવ્યો! તમે પ્રભુની તનમનધનથી સેવા કરો. ડાા સ્વપને પ્રભુમુખ નિરખતાં, અમે પામું સુખ હરખંતાં હો; ભાવ જેહ સ્વખરહિત કહિયા દેવા, તેથી અમે અધિક કહેવા હો. ભા૦૪ સંક્ષેપાર્થ:- હે પ્રભુ! સ્વપ્નમાં પણ આપના મુખકમળના દર્શન થતાં અમે હર્ષિત થઈ સુખ પામીએ છીએ. તેથી જેને સ્વપ્ન કદી આવતા નથી એવા સ્વખરહિત દેવો કરતાં અમે વધારે ભાગ્યશાળી છીએ. એવો અવસર પ્રાપ્ત થયો છે માટે હે ભવ્યો! પ્રભુની ભાવપૂર્વક ભક્તિ કરીને જીવન સફળ કરો. //૪ મણિ માણિક કનકની કોડી, રાણીમ ઋદ્ધિ રમણી જોડી હો; ભાવ પ્રભુ દરિશણના સુખ આગે, કહો અધિકેરું કુણ માગે હો. ભા૦૫ સંક્ષેપાર્થ :- મણિ, માણિક્ય અને સુવર્ણ ભલે ક્રોડો ગમે હો, તથા રાજ્ય, વૈભવ તેમજ અનેક રમણીયો સાથે નિવાસ હો, એમ અનેક પ્રકારની ઋદ્ધિ ભલે જોડી હોય છતાં પ્રભુદર્શનના સુખ આગળ તો તે બધું તુચ્છ ભાસે છે. માટે તેથી અધિક સુખ શું છે ? કે જેની પ્રભુ પાસે માગણી કરી શકાય, અર્થાતુ એથી વિશેષ જગતમાં કંઈ નથી. ઇન્દ્ર જેવા પણ પ્રભુની સ્તુતિ કરતાં કહે છે કે હે ભગવાન! આપના (૧૧) શ્રી શ્રેયાંસ જિન સ્તવન શ્રી યશોવિજયજીત વર્તમાન બીજી ચોવીશી (મુખ બકઠે- દેશ) શ્રેયાંસ જિનેશ્વર દાતાજી, સાહિબ સાંભળો; તુમે જગમાં અતિ વિખ્યાતાજી સાટ માંગ્યું દેતાં તે કિશું વિમાસોજી, સારુ મુજ મનમાં એક તમાસોજી. સા૦૧ સંક્ષેપાર્થ :- હે શ્રેયાંસ જિનેશ્વર ! આપ સર્વ પ્રકારના સુખના દાતાર છો, જગતમાં અતિવિશેષ ખ્યાતિને પામેલા છો. તેથી હે સાહેબ! મારી પણ વિનંતિને આપ ધ્યાનપૂર્વક સાંભળો. મેં જે આપની પાસે માગ્યું છે તે દેવામાં કેમ વિમાસો કહેતા વિચારમાં પડી ગયા; તે જોઈ મારા મનમાં એ તમાસા જેવું આશ્ચર્યરૂપ લાગે છે. માટે મારી માંગણીને આપ જરૂર પૂરી કરો. II૧. તુમ દેતાં સવિ દેવાયેજી, સાવ તો અજર કર્યું શું થાયેજી; સાવ યશ પૂરણ કેમ લહીજેજી, સા. Page #73 -------------------------------------------------------------------------- ________________ (૧૧) શ્રી સ્વામીપ્રભ જિન સ્તવન ૧૪૧ જો અરજ કરીને દીજી. સા૨ સંક્ષેપાર્થ:- તમે જો આપવા ધારો તો સર્વ આપી શકો છો. તો મને અજર અમર કરતાં આપનું શું જવાનું છે, કંઈ જ નહીં. આપ જેમ છો તેમ જ રહેવાના છો. હે પ્રભુ!પૂર્ણ યશ કેવી રીતે પામી શકશો, જો મારી પાસે અરજ કરાવી પછી અજર અમર પદ આપશો તો. આપે તો વગર અરજીએ જ મને અજર અમર પદ આપી દેવું જોઈએ, એમાં જ આપની શોભા છે. હે સાહેબ ! આ મારી અરજીને જરૂર ધ્યાનમાં લેશો. //રા જો અધિકું ઘો તો દેજોજી, સાવ સેવક કરી ચિત્ત ધરેજોજી; સાવ યશ કહે તુમ પદ સેવાજી, સારુ તે મુજ સુરતરુફળ મેવાજી. સા૩ સંક્ષેપાર્થ:- હે પ્રભુ!કૃપા કરી મને જો આપવા ઇચ્છતા હો તો સર્વથી અધિકું એવું મોક્ષપદ જ આપશો. કેમકે હું આપનો ઘણા કાળનો સેવક છું. આ વાત આપ ચિત્તમાં ધારણ કરી પછી આપશો. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે તમારા ચરણકમળની સેવા છે એ જ મારા મનને તો દેવતાઈ કલ્પવૃક્ષના મેવા જેવા મીઠા ફળને આપનાર છે એમ હું દ્રઢ કરીને માનું . માટે હે સાહિબા ! ઉપરોક્ત મારી અરજ સ્વીકારી જરૂર મને અજર અમર પદ આપશો. //all ૧ર ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ શુદ્ધાત્મ ગુણોના સ્વામી છો તથા જિણંદ કહેતા જિનોમાં ઇન્દ્ર સમાન તથા સર્વ ભવ્યોના નાથ છો. | વિશ્વમાં રહેલા અનંત શેય પદાર્થને આપ તેના સર્વ ગુણો તથા પર્યાયો સહિત સંપૂર્ણપણે જાણો છો; કેમકે આપ પ્રભુજી અનંતજ્ઞાનદર્શનરૂપ દિણંદ કહેતા સૂર્ય સમાન છો. માટે મારી વર્તમાન પતિત દશાને આપ સમક્ષ, માર્ગદર્શન મેળવવા અર્થે નીચેની ગાથાઓ વડે જણાવું છું. l/૧ વર્તમાન એ જીવની, એહવી પરિણતિ કેમ; નાક, જાણું હેય વિભાવને, પિણ નવિ છૂટે પ્રેમ. ના ન૦૨ સંક્ષેપાર્થ :- હે નાથ! વર્તમાનકાળમાં મારા જેવા જીવોની એવી પરિણતિ એટલે ભાવ કેમ છે કે- જે વિભાવભાવ મહા દુઃખકારક છે, પરતંત્રતા વધારનાર છે, તેને ભવભ્રમણનું કારણ જાણી તથા આત્માના જ્ઞાન દર્શનાદિ ગુણોને ઢાંકનાર જાણી તજવા ઇચ્છું છું; છતાં તેના ઉપર રહેલો મારો પ્રેમભાવ કેમ છૂટતો નથી; તેનું શું કારણ હશે? તે હે નાથ ! આપ જણાવો. રા પરપરિણતિરસ રંગતા, પર ગ્રાહકતા ભાવ; ના પર કરતા પ૨ ભોગતા, શ્યો થયો એહ સ્વભાવ. ના ન૦૩ સંક્ષેપાર્થ :- આત્માથી પર એવા નિંદવાલાયક, ચપળતા કરાવનાર, અસ્થિર અને અનેકવાર ભોગવેલ એંઠવાડા સમાન એવા પુદ્ગલોમાં મારા આત્માની પરિણતિને રસ આવે છે, તેમાંજ તે રંગતા એટલે રંજાયમાન થાય છે; તથા તે પરપુગલોને ગ્રહણ કરવાના જ ભાવ સદા રહ્યા કરે છે. તેમજ મારો આત્મા સ્વભાવ પરિણતિનો કર્તા મટી જઈ પરભાવનો કર્તા અને તેના ફળમાં પર પદાર્થનો જ ભોક્તા બનીને સદા ચાર ગતિમાં જ રઝળ્યા કરે છે. હે પ્રભુ! આવો મારો સ્વભાવ કેમ થઈ ગયો ? તેનું શું કારણ હશે? તે દર્શાવો. ilal વિષય કષાય અશુદ્ધતા, ન ઘટે એ નિરધાર; નાક તો પણ વંછું તેહને, કિમ તરીએ સંસાર. ના ન૦૪ સંક્ષેપાર્થ :- જે વિષય કષાયો આત્માના ગુણોને અશુદ્ધ કરવાવાળા છે. તે માટે આદરવા ન જોઈએ, છતાં તે ઘટતા નથી, એ નિરધાર એટલે ચોક્કસ વાત છે. ત્યાગવા યોગ્ય વિષયકષાયને ઘટાડવાને બદલે તેને વંડ્યા જ કરું (૧૧) શ્રી સ્વામી પ્રભ જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત ગત ચોવીશી (૨ો હો હો હો વાલહા- દેશી) નમિ નમિ નમિ નમિ વીનવું, સુગુણ સ્વામી જિણંદ નાથ રે; જોય સકલ જાણંગ તુમે, પ્રભુજી જ્ઞાનદિગંદ નાથ રે. -૧ સંક્ષેપાર્થ :- હે સ્વામીપ્રભ જિન! આપને હું વારંવાર વિનયપૂર્વક નમિ નમિને નીચે મુજબ મારી દશાને વિનવું છું. કેમ કે આપ પ્રભુ તો અનંત Page #74 -------------------------------------------------------------------------- ________________ (૧૧) શ્રી સ્વામીપ્રભ જિન સ્તવન ૧૪૩ અર્થાત્ ઇચ્છયા જ કરું તો હું કેવી રીતે આ સંસાર સમુદ્રને તરી શકું ? એનો હે નાથ ! કોઈ ઉપાય સુઝાડો. ।।૪।। મિથ્યા અવિરતિ પ્રમુખને, નિયમા જાણું દોષ; ના નિંદુ ગરઢું વળી વળી, પણ તે પામે સંતોષ. ના નપ સંક્ષેપાર્થ :– હે નાથ! આપના જણાવવાથી મિથ્યાત્વ, અવિરતિ, જેમાં પ્રમુખસ્થાને છે એવા પ્રમાદ, કષાય અને યોગને નિયમા એટલે નિયમથી અર્થાત્ સિદ્ધાંતથી દોષ જાણું છું, તે દોષોની નિંદા પણ કરું છું, તથા ગુરુ સમક્ષ તેની વારંવાર ગહ્ન એટલે વિશેષ પ્રકારે નિંદા કરું છું. છતાં જીવને એવા મિથ્યાત્વ, અવિરતિ આદિના દુઃખદાયી પરિણામ કરવામાં જ સંતોષ રહે છે અર્થાત્ આનંદ આવે છે, એવો અનાદિનો મારો અભ્યાસ પડી ગયો છે. પ અંતરંગ પરરમણતા, ટલશે કિશ્યૂ ઉપાય; ના આણા આરાધન વિના, ક્રિમ ગુણસિદ્ધિ થાય. ના ન૬ સંક્ષેપાર્થ :– આવી મારા આત્માની અંતરંગ પરભાવમાં રમવાની પરિણતિ છે તે હે નાથ ! કયા ઉપાયે કરીને ટળશે? તે અંતરંગ પરરમણતા ટળ્યા વિના આપની આજ્ઞાનું આરાધન કેવી રીતે થશે? તેમજ આજ્ઞા આરાધ્યા વિના એટલે આપના કહ્યા પ્રમાણે વર્ત્યા વિના આત્માના અનંતગુણોની સિદ્ધિ એટલે પ્રાપ્તિ પણ કેવી રીતે થશે ? માટે હે નાથ ! હવે કંઈ ઉપાય સૂઝાડો. II9I હવે જિન વચન પ્રસંગથી, જાણી સાધક નીતિ; ના શુદ્ધ સાધ્ય રુચિપણે, કરીએ સાધન રીતિ. ના ન૦૭ સંક્ષેપાર્થ :– હવે શ્રી જિનેશ્વર ભગવાનના વચનામૃતનો પ્રસંગ પડવાથી અર્થાત્ તે વચનોને વાંચવા, વિચારવાથી ખરેખર આત્મસાધનની સાચી સાધક નીતિ કે રીતિ કઈ છે, તે જાણવામાં આવી. તે સાધક નીતિમાં પ્રથમ તત્ત્વ જાણીને શુદ્ધસ્વભાવનું સાધ્ય નિશ્ચિત કરવું અર્થાત્ શુદ્ધ આત્મા પ્રાપ્ત કરવાનો જ ધ્યેય રાખવો. પછી તે શુદ્ધ આત્માને પ્રાપ્ત કરવાને માટે સાચી અંતઃકરણની શ્રદ્ધારૂપ રુચિ ઉત્પન્ન કરીને, તેના સાચા સાધનની રીતિ એટલે આત્માર્થીના લક્ષણ પ્રગટાવવા મંડી પડવું તો જરૂર ક્રમે કરીને સાધ્યની પ્રાપ્તિ થશે, અર્થાત્ આત્માના ગુણોની સિદ્ધિ થશે. ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ એ જ સમ્યજ્ઞાન તે સમ્યક્દર્શનચારિત્રરૂપ મોક્ષમાર્ગ મેળવવાનો સાચો ઉપાય છે. ।।૭।। ૧૪૪ ભાવ ને ૨મણ પ્રભુગુણે, યોગ ગુણી આધીન; ના રાગ તે જિનગુણરંગમેં, પ્રભુ દીઠાં રતિ પીન. ના ન૮ સંક્ષેપાર્થ :– શુદ્ધ આત્માની પ્રાપ્તિ અર્થે આત્માના ભાવ અને રમણતા પણ પ્રભુના ગુણોમાં કરીએ. મન વચન કાયાના યોગ, ગુણી એવા પ્રભુને આધીન કરીને અર્થાત્ પ્રભુજીએ ત્રણે યોગને સંયમાદિ કાર્યમાં પ્રવર્તાવવા કહ્યાં છે માટે તેમાં જ વાપરીએ. રાગ પણ પર પુદ્ગલનો છોડી જિનગુણોમાં રંગાઈ જવાનો કરીએ. તથા પ્રભુના વીતરાયમય દર્શન કરી તે વીતરાગતા પ્રગટાવવામાં જ રતિ એટલે ગમવાપણાનો ભાવ, પીન એટલે પુષ્ટ કરીએ; કે જેથી આત્મગુણોની સિદ્ધિ થાય અર્થાત્ આત્મગુણોની પ્રાપ્તિ થાય. ।।૮।। હેતુ પલટાવી સર્વે, જોડયા ગુણી ગુણ ભક્તિ; ના॰ તેહ પ્રશસ્તપણે રમ્યા, સાપે આતમશક્તિ. ના ન૯ સંક્ષેપાર્થ :– ઇન્દ્રિયો અને મન જે સંસારના હેતુએ પ્રવર્તતાં હતા તે સર્વેને પલટાવી ગુણી એવા પ્રભુના ગુણગાનરૂપ ભક્તિમાં શુદ્ધ આત્માના લક્ષે જેણે જોડ્યાં; તેના સર્વ અંગ પ્રશસ્તપણે રમ્યા અર્થાત્ શુભ થઈ જવાથી તે ભવ્યાત્મા પોતાના આત્માને હિતકારી એવી આત્મશક્તિનો સાધનાર થાય છે અર્થાત્ આત્મશક્તિને પ્રગટાવનાર થાય છે. લ્હા ધન તન મન વચના સવે, જોડ્યા સ્વામી પાય; ના બાધક કારણ વારતાં, સાધન કારણ થાય. ના ન૰૧૦ સંક્ષેપાર્થ ઃ— જેને ધન, તન, મન, વચન, બુદ્ધિ આદિ સર્વ શક્તિને પ્રભુના ચરણકમળમાં જોડી દીધી અર્થાત્ તેમની આજ્ઞા ઉઠાવવામાં લગાવી દીધી, તે ભવ્યાત્મા આત્મકલ્યાણમાં બાધક એવા રાગ, દ્વેષ, કામ, ક્રોધાદિ ભાવોને વારતો થકો આત્માના સાધક કારણોને પામે છે અર્થાત્ આત્મજ્ઞાન અને વીતરાગતાને કાળે કરીને પામે છે. ૫૧૦૦ આતમતા પલટાવતાં, પ્રગટે સંવર રૂપ; ના સ્વસ્વરૂપ ૨સી કરે, પૂર્ણાનંદ અનુપ. ના ન૦૧૧ સંક્ષેપાર્થ ઃ— પર પુદ્ગલમય એવા દેહાદિમાં આત્માપણું માન્યું હતું, Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ (૧૨) શ્રી ચંદ્રાનન જિન સ્તવન ૧૫ તે પલટાવી ભેદજ્ઞાનના બળે સ્વ આત્મદ્રવ્યમાં જ આત્માપણું માનવાથી કર્મને આવતાં રોકવારૂપ સંવરતત્ત્વ પ્રગટે છે. તથા તે ભેદજ્ઞાન તેને સ્વસ્વરૂપનો રસિક બનાવે છે. તે સ્વસ્વરૂપ કેવું છે ? તો કે અનુપમ પૂર્ણાનંદ સ્વરૂપ છે. [૧૧]. વિષય કષાય જહર ટળી, અમૃત થાય એમ; ના જે પરસિદ્ધ રુચિ હવે, તો પ્રભુ સેવા ધરી પ્રેમ. ના ન૦૧૨ સંક્ષેપાર્થ :- એમ ઉપરની ગાથાઓમાં જણાવ્યા પ્રમાણે વર્તવાથી વિષયકષાયનું જહર ટળી જઈ આત્મા અમૃત સ્વરૂપ બને છે. જેને પ્રસિદ્ધ એવી શુદ્ધ આત્મસિદ્ધિ પ્રગટાવવાની રુચિ ઉત્પન્ન થઈ હોય, તેને પ્રભુની સાચા અંતઃકરણે સેવા કરવી અર્થાત્ તેમની આજ્ઞા ઉપાસવામાં જ પુરુષાર્થ કરવો યોગ્ય છે. ૧રા. કારણ રંગી કાર્યને, સાધે અવસર પામી; ના દેવચંદ્ર જિનરાજની, સેવા શિવસુખ ધામી. ના ન૦૧૩ સંક્ષેપાર્થ :- આત્મસિદ્ધિમાં કારણરૂપ પ્રભુના વચનામૃત છે. તેમાં જેને રંગ લાગ્યો તે ભવ્યાત્મા અવસર પામે અવશ્ય આત્મસિદ્ધિરૂપ કાર્યને સાધશે. શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે શ્રી જિનરાજ પ્રભુની સેવા એટલે એમની આજ્ઞાનું સેવન કરવું એ જ શિવસુખ ધામી અર્થાતુ મોક્ષસુખના ધામમાં લઈ જનાર સાચો ઉપાય છે. ૧૩ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ જિન પૂરવધર વિરહથી રે, દુલહો સાધન ચાલો રે. ચં-૨ સંક્ષેપાર્થ :- આ ભરતક્ષેત્રમાં હું મનુષ્યપણાને પામ્યો છું. પણ મારા કમનસીબે હે પ્રભુ! આ તો દુષમકાળ લાધ્યો, કે જેમાં ધર્મની પ્રાપ્તિ પરમ વિકટ છે. આ કાળમાં કેવળી જિન અથવા જ્ઞાની પૂર્વધારીઓનો વિરહ છે. જેથી મોક્ષમાર્ગમાં કેમ ચાલવું તેનાં સાચા સાધન મળવા દુર્લભ થઈ પડ્યાં છે. રા દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે, ભાવ ધર્મ ચિહીન; ઉપદેશક પણ તેહવા રે, શું કરે જીવ નવીન રે. ચં૩ સંક્ષેપાર્થ:- આ કાળના જીવો પ્રાયે બાહ્ય દ્રવ્યક્રિયામાં રુચિ ધરાવનારા છે તેથી આત્માના ભાવની શુદ્ધિ કરવારૂપ સાચા ભાવધર્મ પ્રત્યે તેમની રુચિ દેખાતી નથી. કલિયુગમાં ઉપદેશક એવા આચાર્યો કે મુનિઓ પણ પ્રાય આત્મઉપયોગશુન્ય દ્રવ્યક્રિયામાં રુચિ ધરાવનારા છે, તો શ્રોતા એવા શ્રાવકો, તેથી વિશેષ નવીન કે જે જ્ઞાનસહિત ક્રિયા કરવી જોઈએ, તે ક્યાંથી જાણે. [૩] તત્ત્વાગમ જાણંગ તજી રે, બહુજન સંમત જેહ; મૂઢ હઠી જન આદર્યા રે, સુગુરુ કહાવે તેહ રે. ચં૦૪ સંક્ષેપાર્થ :- તત્ત્વ અને આગમ શાસ્ત્રોના રહસ્યને જાણનાર એવા સાચા આત્મજ્ઞાની સદ્ગુરુને મૂકી દઈ જે ઘણા લોકોને સમ્મત છે પણ પરમાર્થે મૂઢ છે તથા હઠાગ્રહ, મતાગ્રહથી ગ્રસિત છે એવા કહેવાતા આચાયોને પોતાના ગુરુ માને છે. અને તે પણ પોતાને સદ્ગુરુ પદે સ્થાપિત કહેવરાવે છે. //૪ના આણા સાધ્ય વિના ક્રિયા રે, લોકે માન્યો રે ધર્મ, દંસણ નાણ ચારિત્રનો રે, મૂળ ન જાણ્યો મર્મ રે. ચં૫ સંક્ષેપાર્થ :- મોક્ષ પ્રાપ્તિ અર્થે સત્પરુષની આજ્ઞા અને સાપ્ય એવા આત્મસ્વરૂપના લક્ષ વગર માત્ર જડ ક્રિયા કરવી, તેને અજ્ઞાની લોકોએ ધર્મ માન્યો છે. પણ સાચો ધર્મ જે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રમય છે. તે મૂળભૂત ધર્મનું રહસ્ય પણ તેમના જાણવામાં આવતું નથી. પા. ગચ્છ કદાગ્રહ સાચવે રે, માને ધર્મ પ્રસિદ્ધ; આતમગુણ અકષાયતા રે, ધર્મ ન જાણે શુદ્ધ ૨. ચંદ્ર સંક્ષેપાર્થ -પોતાના મત, ગચ્છ, પંથ તથા તેના કદાગ્રહને સાચવવાનો ઉપદેશ આપે છે. અને તેને જ જગત પ્રસિદ્ધ ધર્મ માને છે. પણ રાગદ્વેષરહિતપણું (૧૨) શ્રી ચંદ્રાનન જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત વિહરમાન વીશી (વીશ થાંદલાએ દેશી). ચંદ્રાનન જિન, ચંદ્રાનન જિન, સાંભળીએ અરદાસ રે; મુજ સેવક ભણી, છે પ્રભુનો વિશ્વાસ રે. ચંદ્રાનન ૦૧ સંક્ષેપાર્થ:- હે ચંદ્રાનન પ્રભુ! આપ મારી એક અરદાસ એટલે વિનંતિને સાંભળો. કેમકે હું આપનો સેવક છું. તથા આપનો મને પૂર્ણ વિશ્વાસ છે કે આપ મને જે પ્રત્યુત્તરમાં જણાવશો તે મારા આત્મહિતને માટે જ હશે. [૧] ભરતક્ષેત્ર માનવપણો રે, લાધો દુઃષમ કાલ; Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ પ્રભુ સમરણથી પામિયે રે, દેવચંદ્ર પદ સાર રે. ચં૧૧ સંક્ષેપાર્થ:- તે અવિરાધક ભવ્ય જીવને પણ હે પ્રભુ! આપની ભક્તિ જ આધારરૂપ છે. માટે અમે પણ આપ પ્રભુનું ભક્તિસહ સ્મરણ કરતાં કરતાં દેવોમાં ચંદ્રમા સમાન એવા સર્વોત્કૃષ્ટ પ્રભુના શુદ્ધ આત્મપદને પામીએ. ll૧૧ાા (૧૨) શ્રી ચંદ્રાનન જિન સ્તવન ૧૪૭ એ આત્માનો ગુણધર્મ છે. અથવા અકષાયપણું એ આત્માનો મૂળ ધર્મ અથવા શુદ્ધ સ્વભાવ છે; એવા શુદ્ધ ધર્મને તો તે જાણતા પણ નથી. IIકા તત્ત્વરસિક જન થોડલા રે, બહલો જનસંવાદ; જાણો છો જિનરાજજી રે, સઘલો એહ વિષાદ ૨. ચં-૭ સંક્ષેપાર્થ :- આ કાળમાં આત્મતત્ત્વના રસિક જીવો થોડા છે. અને બહુલો એટલે મોટો જન સમુદાય તો પોતાના મતને જ સત્ય ઠરાવવાના વાદવિવાદમાં પડ્યો છે. પણ આ બધો પ્રપંચ મૂકી રાગદ્વેષ ઘટાડવારૂપ મોક્ષમાર્ગને સાધતા નથી. હે જિનરાજ પ્રભુ! આપ તો આ સઘળો વિષાદ એટલે ખેદની વાતને સર્વ પ્રકારે જાણો છો. હું વિશેષ શું કહ્યું. IIળા નાથ ચરણ વંદનતણો રે, મનમાં ઘણો ઉમંગ; પુણ્ય વિના કિમ પામીએ રે, પ્રભુ સેવનનો રંગ રે. ચં૦૮ સંક્ષેપાર્થ:- ઉપરોક્ત પ્રકારની વર્તમાન સ્થિતિ જોઈને આપ નાથના ચરણકમળમાં પ્રત્યક્ષ વંદન કરવાનો મને ઘણો ઉમંગ અર્થાત્ ઘણી ઉત્કંઠા છે. પણ હે નાથ ! અમારા પુણ્યના અભાવે સાક્ષાત્ મહાવિદેહમાં વિચરતા એવા આપ પ્રભુની સેવાનો રંગ એટલે લાભ, અમે કેવી રીતે પામી શકીએ. દા. જગતારકે પ્રભુ વંદીએ રે, મહાવિદેહ મોઝાર; વસ્તુ ધર્મ સ્યાદ્વાદતા રે, સુણી કરિયે નિર્ધાર રે, ચંદ્ર સંક્ષેપાર્થ :- મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા એવા જગતારક પ્રભુને ભાવભક્તિ સહિત વંદન કરીએ. પ્રભુ, પ્રત્યેક વસ્તુમાં જે અનંત ગુણધર્મો રહેલા છે તેનું સ્યાદ્વાદપૂર્વક વિવેચન કરનારા છે. તે ઉપદેશને પુણ્યયોગે સાંભળી, આપણે પણ આત્મસ્વરૂપનો નિર્ધાર કરીએ કે હું પણ નિશ્ચયનયે આપના જેવો જ શુદ્ધ આત્મા છું. Iell તુજ કરુણા સહુ ઉપરે રે, સરખી છે મહારાય; પણ અવિરાધક જીવને રે, કારણ સસલું થાય રે. ચં૧૦. સંક્ષેપાર્થ:- હે પ્રભુ! આપની અનંત કરુણા તો સર્વ પ્રાણી ઉપર એક સરખી છે. પણ જે અવિરાધક જીવ છે તેને જ આપની કક્શા સફળતાને આપનારી થાય છે. ll૧૦ના એહવા પણ ભવિ જીવને રે, દેવ ભક્તિ આધાર; (૧૨) શ્રી ચંદ્રાનન જિન સ્તવન શ્રી યશોવિજયજીત વિહરમાન વીશી (જાહથી ક્ષતિ કમાણીએ દેશી) નલિનાવતી વિજય જયકારી, ચંદ્રાનન ઉપગારી રે; સુણ વિનતિ મોરી, પશ્ચિમ અરધે ધાતકી ખંડે, નયરી અયોધ્યા મંડે રે. સુ૧. સંક્ષેપાર્થ :- ભવ્ય પ્રાણીઓને બોધ આપી સંસાર સમુદ્રથી પાર ઉતારનાર એવા હે પરમ ઉપકારી પ્રભુ! આપ અમારી વિનંતિ સાંભળો. આપ ધાતકી ખંડના અદ્ધ પશ્ચિમ ભાગમાં આવેલ નલિનાવતી વિજયમાં અયોધ્યાનગરીના મંડનરૂપ છો, એમ શાસ્ત્ર દ્વારા જાણવા મળ્યું છે. [૧] રાણી લીલાવતી ચિત્ત સહાયો, પદ્માવતીનો જાયો રે; સુર નૃપ વાલ્મીક કુળે તું દીવો, વૃષભ લંછન ચિરંજીવો રે. સુ૨ સંક્ષેપાર્થઃ- આપ રાણી લીલાવતીના ચિત્તને ગમી ગયા છો. પદ્માવતી આપની માતા છે. વાલ્મીક રાજાના કુળમાં આપ દીપક સમાન છો. તથા વૃષભ એટલે બળદ આપનું લંછન છે એવા હે પ્રભુ! આપ ચિરકાળ જયવંત વર્તા, જયવંત વર્તો. રા. કેવળ જ્ઞાન અનંત ખજાનો, નહીં તુજ જગમાંહે છાનો રે; સુવ. તેહનો લવ દેતાં શું ખાશે, મનમાંહે કાંઈ વિમાસે રે. સુ૩. સંક્ષેપાર્થ :- આપની પાસે કેવળ જ્ઞાનરૂપ અનંત ખજાનો છે. તે આપની આત્મિક રિદ્ધિ જગતમાં છાની નથી, પરમ પ્રસિદ્ધ છે. તે આત્મિક રિદ્ધિનો લવ માત્ર એટલે કિંચિત્ ભાગ આપતાં આપનું શું નાસી જાય છે અર્થાત્ શું ઘટી જાય છે. તેના માટે આપ આટલા શું વિમાસણ કહેતાં વિચારમાં પડ્યા છો. કૃપા કરીને હવે મારી વિનંતિને લક્ષમાં લ્યો. આવા Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ તેજવડે દેદીપ્યમાન થઈ જાઉં. માટે વાચક એવા શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે હે પ્રભુ! મારા પ્રત્યેના ધર્મસ્નેહનો નિર્વાહ કરીને મને પણ વાંછિત એવું આત્મસુખ આપો. એ જ મારી અભિલાષા છે. એવી મારી ભાવભરી વિનંતિને આપે જરૂર લક્ષમાં લેવી જોઈએ. આવા (૧૨) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન ૧૪૯ રયણ એક દિયે રયણે ભરિયો, જો ગાજેતો દરિયો રે; સુક તો તેહને કાંઈ હાણ ન આવે, લોક તે સંપત્તિ પાવે રે. સુ૦૪ સંક્ષેપાર્થ:- જેમકે ગર્ભાયમાન થતો એવો દરિયો જે રયણે ભરીયો કહેતાં અનેક રત્નોથી ભરેલો છે, તેમાંથી એક રત્ન આપે તો તેને કંઈ હાણ એટલે હાનિ આવવાની નથી. પણ તેના ફળમાં લોકો અનેક પ્રકારની સંપત્તિને પામે છે. તેમ મને પણ આત્મરત્ન આપો, એવી મારી વિનંતિને આપ ધ્યાનમાં લ્યો. ||૪|| અલિ માચે પરિમલ લવ પામી, પંકજ વન નહિ ખામી રે; સુઇ અંબ લુંબ કોટિ નવિ છીએ, એક પિક સુખ દીજે રે. સુપ સંક્ષેપાર્થ :- જેમ અલિ એટલે ભમરો કમળોની લવ માત્ર પરિમલ કહેતા સુગંધ પામીને આનંદમાં માચે અર્થાત્ મગ્ન થાય છે, તેથી કંઈ પંકજવન કહેતા કમળના વનને કાંઈ સુગંધની ખામી આવતી નથી. અથવા અંબ લુંબ કોટિ કહેતા આંબાના ઝાડ ઉપર આવેલ ફળના લુમખાઓ ઉપર કરોડોની તાદાભ્યમાં માંજર થાય છે. તેમાંથી એક પિક એટલે એક કોકિલ માંજર ખાઈને પેટ ભરી સુખ ઉપજાવે તેથી કાંઈ માંજર છીછરી થઈ જતી નથી. તેમ હે પ્રભુ! અમને આત્મિક સુખનો અંશ આપવાથી આપના અનંતસુખમાં કાંઈ ફરક પડવાનો નથી. એવી અમારી વિનંતિ ઉપર જરૂર લક્ષ આપો. //પા. ચંદ્રકિરણ વિસ્તારે છોછું, નવિ હોયે અમીયમાં ઓછું રે; સુક આશા તારક હે બહુત નિહોરા, તે હોવે સુખિત ચકોરા રે. સુ૦૬ સંક્ષેપાર્થ :- ચંદ્રમાં પોતાના કિરણોનો ઘણો વિસ્તાર કરવા છતાં, તેની અમીય એટલે અમૃતમય ચાંદનીના પ્રકાશમાં કાંઈ ઊણપ આવતી નથી. આશા રાખીને ચકોર પક્ષી પણ ચંદ્રમા તરફ ઘણુ નિહોરા એટલે નિહાળીને જોયા કરે છે, તો તેની પણ આશાનો તારક એવો ચંદ્રમા તે પૂરી કરે છે. અને તે ચકોર પક્ષી તેનાથી સુખ પામે છે. Iકા તિમ જો ગુણ લવ દીઓ તુમ હેજે, તો અમે દીપું તેજે રે; સુર વાચક યશ કહે વાંછિત દેશો, ધર્મનેહ નિરવહેશો રે. સુક૭ સંક્ષેપાર્થ:- તેમ આપ પણ જો ગુણનો લવ એટલે અંશ મને આપો અર્થાત્ સર્વ ગુણાંશ એવું સમ્યગ્દર્શન આપો તો હું પણ આત્મ અનુભવરૂપી (૧૨) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન શ્રી યશોવિજયજીત વર્તમાન બીજી ચોવીશી (વિષય ન ગંજીએ-એ દેશી) વાસુપૂજય જિન વાલહા રે, સંભારો નિજ દાસ; સાહિબશું હઠ નવિ હોયે રે, પણ કીજે અરદાસ રે. ચતુર વિચારિયે. ૧ સંક્ષેપાર્થ :- હે મારા વાલા વાસુપૂજ્ય સ્વામી ! આ આપના દાસની સંભાળ લ્યો. આપ જેવા સાહિબ પ્રત્યે કલ્યાણ કરાવા અર્થે હઠ કરી શકાય નહીં, પણ અરદાસ કહેતા વિનંતિ કરી શકાય. માટે હે ચતુર સાહિબા! આ મારી વિનંતી પર આપ જરૂર વિચાર કરજો. ||૧|. શ્વાસ પહિલા સાંભરે રે, મુખ દીઠે સુખ હોય; વિસાર્યા નવિ વીસરે રે, તેહશું હઠ કિમ હોય રે. ચ૦૨ સંક્ષેપાર્થ:- શ્વાસ પહિલા આપ સાંભરો છો. આપની યાદ ભુલાતી નથી. આપના મુખ દર્શનથી ઘણું સુખ ઊપજે છે. આપને વિસારવા એટલે ભૂલવા હોય તો પણ ભૂલી શકાય એમ નથી. એવા પરમપુરુષ સાથે કલ્યાણ કરવા માટેની હઠ કેવી રીતે કરી શકાય. માટે હે ચતુર સાહિબા ! મારા બાબત વિચાર કરો. રા આમણ દુમણ નવિ ટળે રે, પણ વિણ પૂરે રે આશ; સેવક યશ કહે દીજીએ રે, નિજ પદકમળનો વાસ રે. ૨૩ સંક્ષેપાર્થ :- આમણ દુમણ કહેતા મનનું હતાશપડ્યું. આ સંસારની આધિ, વ્યાધિ, ઉપાધિથી હું હતાશ થઈ ગયો છું. તે મારું હતાશપણું ટળતું નથી. પણ કહેતાં ખણ્યા વિના જેમ ખંજવાળની આશ મટતી નથી તેમ ઉપાય Page #78 -------------------------------------------------------------------------- ________________ (૧૩) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન ૧૫૧ કર્યા વિના મારા મનનું હતાશપણું કેમ દૂર થાય. માટે પ્રભુના સેવક શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે હે નાથ! આપના ચરણકમળમાં મને વાસ આપો. જેથી હું આપની પાસે હતાશપણાનો ઉપાય જાણી આદરી આત્મસ્વસ્થતા મેળવી મારી આશાને પૂરી કરું. ચતુર સાહિબા! કષ્ણા કરી આપ મારી સ્થિતિનો વિચાર કરી જરૂર ઘટિત કરશો એવી મને પૂર્ણ ખાત્રી છે, માટે આપને આ વિનંતિ કરું છું. Ila (૧૨) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત ગત ચોવીશી (નમણી ખમણી નેમ ન થકી દેed) દીઠો દરિશણ શ્રી પ્રભુજીનો, સાચે રાગે મનશું ભીનો; જસુ રાગે નીરાગી થાય, તેહની ભક્તિ કોને ન સુહાયે. ૧ સંક્ષેપાર્થ:- બારમા તીર્થંકર પ્રભુ શ્રી મુનિસુવ્રત ભગવાને કેવળજ્ઞાન વડે નવ તત્ત્વોનું કે છ દ્રવ્યોનું સ્વરૂપ જેમ છે તેમ જાણીને જૈનદર્શનમાં પ્રગટ કર્યું તે જાણવાથી તેના પ્રત્યે રુચિ ઉત્પન્ન થઈ અને આત્મા આદિ પદાર્થોનું દર્શન થયું અર્થાત્ શ્રદ્ધા થઈ. તેથી વીતરાગ પ્રભુના ગુણોમાં સાચા રાગે મન ભીનું થયું અર્થાત્ સાચા ભક્તિભાવે તે ગુણો પ્રાપ્ત કરવાની ઇચ્છા ઉત્પન્ન થઈ. જેના પ્રત્યે રાગ કરવાથી પોતે પણ વીતરાગપદને પામે એવી પ્રભુની આજ્ઞાભક્તિ કોને ન ગમે ? અર્થાતુ વિચારવાન પુરુષોને તો ગમે જ, પણ પ્રભુ આજ્ઞાથી જે વિમુખ છે, અજાણ છે, તે તો બિચારા અજ્ઞાનીજીવો સંસારમાં જ રઝળ્યા કરે છે. આવા પુદ્ગલ આશારાગી અનેરા, તસુ પાસે કુણ ખાયે ફેરા; જસુ ભક્ત નિરપદભય લહિયે, તેહની સેવામાં થિર રહીએ. ૨ સંક્ષેપાર્થ :- આ જગતમાં કહેવાતા સાધુ થઈને બેઠા છતાં પણ જે પૌલિક સુખના ભિખારી છે એવા પર પુદ્ગલની આશાવાળા રાગી પુરુષો અનેક ફરે છે, તેની પાસે કયુ સુખ છે કે કયો ગુણ છે, જે લેવા માટે તેની પાછળ આટા ફેરા કરીએ. પણ જેની ભક્તિ વડે નિર્ભય એવું નિરાકુલ, સ્વતંત્ર મોક્ષપદ પામીએ, ૧૫ર ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ તેવા વીતરાગી સાચા સયુરુષોની સેવામાં અર્થાત્ તેમની આજ્ઞા ઉઠાવવામાં જ મનને સ્થિર કરીએ કે જેથી બહિરાત્મભાવમાં મારો આત્મા પ્રવેશ ન કરે. રા રાગી સેવકથી જે રાચે, બાહ્ય ભક્તિ દેખીને માચે; જસુ ગુણ દાઝે તૃષ્ણા આંચે, તેહનો સુજસ ચતુર કિમ વાંચે. ૩ સંક્ષેપાર્થ:- કહેવાતાં એવા દેવ કે ગુરુ જે પોતા પ્રત્યે રાગ રાખનાર એવા સેવકથી રાચે છે અર્થાત્ તેમની સાથે પ્રેમ ધરાવે છે, તથા પોતાના પ્રત્યેનો ઉપર ઉપરનો ભક્તિભાવ જોઈ તેમની સાથે માચે છે અર્થાત્ મગ્ન થાય છે, ખુશી થાય છે. એવા નામધારી દેવો કે ગુરુઓના ગુણો તો ભોગની તૃષ્ણાના આંચે એટલે જ્વાલાઓવડે દાઝી રહ્યા છે; તેવા કુદેવ કુગુરુઓનો સુજસ, ચતુર પુરુષો કેમ વાંચે અર્થાતુ કેમ બોલે ? ન જ બોલે. કારણ કે તે પોતે જ આત્મધનહીન છે તો બીજા ભવ્ય પુરુષોને આત્મધન ક્યાંથી આપી શકે ? માટે મારે તો હે પ્રભુ! આત્મધનના દાતાર આપ જ યથાર્થ છો. ૩ પૂરણ બ્રા ને પૂર્ણાનંદી; દર્શન જ્ઞાન ચરણ રસ કંદી; સકળ વિભાવ પ્રસંગ અહંદી, તેહ દેવ સમરસ મકરંદી. ૪ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! આપ તો અષ્ટકર્મદળને ચૂરી નાખવાથી સંપૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપ એવા પૂર્ણ બ્રહ્મસ્વરૂપને પામેલા છો. તેથી સ્વતંત્રપણે પરિપૂર્ણ આત્માનંદના ભોગી છો. કેવળદર્શન, કેવળજ્ઞાન, અને મોહનીયકર્મનો સર્વથા ક્ષય થવાથી યથાખ્યાત ચારિત્રને પામેલા છો. જેથી આપ રત્નત્રયરસના કંદ એટલે મૂળ છો. સ્વસ્વભાવમાં સર્વથા બિરાજમાન હોવાથી જગતના સર્વ વિભાવ પ્રસંગોના ફંદાથી રહિત છો. માટે આપને જન્મ જરા મરણ નથી કે ત્રિવિધતાપાગ્નિ નથી. સર્વથી અલિપ્ત એવા આપ ખરેખર સાચા દેવ છો અને સમતારસના ભોગવનારા છો; જેમ મકરંદ એટલે ભમરો ફૂલોના રસને ભોગવે છે તેમ. તેહની ભક્તિ ભવભય ભાંજે, નિર્ગુણ પિણ ગુણશક્તિ ગાજે; દાસભાવ પ્રભુતાને આપે, અંતરંગ કળિયળ સવિ કાપે. ૫ સંક્ષેપાર્થ:- એવા સાચા વીતરાગી પ્રભુની ભક્તિ ખરેખર ચારગતિરૂપ સંસારના ભયને ભાંગનાર છે. અનંતદોષથી યુક્ત પ્રાણી પણ પ્રભુની આજ્ઞા ઉઠાવવાથી સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણોને પ્રાપ્ત કરી જગતમાં પંકાય છે. પ્રભુ પ્રત્યેનો દાસભાવ તે આત્મપ્રભુતાને આપનાર છે અને અંતરમાં Page #79 -------------------------------------------------------------------------- ________________ (૧૩) શ્રી ચંદ્રબાહુ જિન સ્તવન ૧૫૩ રહેલા મિથ્યાત્વ, કષાયાદિ કલિમલ એટલે પાપમળને સર્વથા નષ્ટ કરનાર છે. માટે પ્રભુભક્તિ જ સર્વથા કર્તવ્ય છે. //પા. અધ્યાતમ સુખકારણ પૂરો, સ્વસ્વભાવ અનુભૂતિ સનુરો; તસુ ગુણ વળગી ચેતના કીજે, પરમ મહોદય શુદ્ધ લહીજે. ૬ સંક્ષેપાર્થ:- શ્રી મુનિસુવ્રત સ્વામી, અધ્યાત્મ સુખ એટલે આત્માથી પ્રગટ થતું સુખ તેના પુષ્ટ કારણ છે. તથા સ્વઆત્મસ્વભાવની સજૂરી એટલે શ્રેષ્ઠ એવી અનુભૂતિના જ તે સ્વયં ભોક્તા છે. એવા પ્રભુના ગુણમાં જ વળગી રહે એવી આપણી આત્મચેતનાને કરી દઈએ, તો પરમ મહોદય એવું કેવળજ્ઞાનથી યુક્ત મોક્ષપદ જરૂર પામીએ. ૬ાાં મુનિસુવ્રતપ્રભુ પ્રભુતા લીના, આતમ સંપત્તિ ભાસન પીના; આણારંગે ચિત્ત ધરીને, દેવચંદ્રપદ શીધ્ર વરીએ. ૭ સંક્ષેપાર્થ:- શ્રી મુનિસુવ્રત પ્રભુની અનંતજ્ઞાન, દર્શન, સુખ, વીર્યમય, પ્રભુતાને જાણીને, જે જીવનું ચિત્ત તે પ્રાપ્ત કરવા માટે લીન થાય છે, તેને નિજ શુદ્ધ આત્મસંપત્તિનું ભાસન એટલે અનુભવ થાય છે; અને તે પણ પીન એટલે પુષ્ટ રીતે થાય છે. માટે એવા શ્રી વીતરાગ પ્રભુની આજ્ઞા ઉઠાવવામાં સ્થિરપણે જો ચિત્તને રમાવીએ તો દેવોમાં ચંદ્રમા સમાન એવા ઉત્તમ શુદ્ધાત્મપદને આપણે શીધ્રપણે પામીએ. શા. ૧૫૪ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સમ્યગ્દર્શન વાસના, ભાસન ચરણ સમેતુ. ચં-૨ સંક્ષેપાર્થ :- વળી ભગવાનની સેવા, તે પુદ્ગલભાવની આશંસના એટલે ઇચ્છાઓને ઉદ્ઘાસન એટલે ગળી જવા માટે ધૂમકેતુ જેવી છે. તથા સમ્યકુ દર્શનની વાસના એટલે ઇચ્છાને ઉત્પન્ન કરાવનારી છે. તેમજ સમ્યકજ્ઞાનનું શાસન એટલે સમજ કરાવી, ચરણ એટલે સમ્યક્ઝારિત્રને પણ આપનારી છે. રા. ત્રિકરણ યોગ પ્રશંસના, ગુણસ્તવના રંગ; વંદન પૂજન ભાવના, નિજ પાવના અંગ. ચં-૩ સંક્ષેપાર્થ:- ત્રિકરણ યોગ એટલે મન વચન કાયાના યોગવડે પ્રભુની પ્રશંસા કરવી, તેમના પવિત્ર આત્મગુણોનું ભાવભક્તિસહિત સ્તવન કરવું, વંદન કરવું, પૂજન કરવું તથા તે ગુણો પ્રાપ્ત કરવાની ભાવના કરવી; એ સર્વ પોતાના આત્માને પાવન એટલે પવિત્ર બનાવવાના અંગો છે. ૩ પરમાતમ પદ કામના, કામનાશન એહ; સત્તાધર્મ પ્રકાશના, કરવા ગુણ ગેહ. ચં૦૪ સંક્ષેપાર્થ – પરમાત્મપદ પ્રાપ્ત કરવાની સાચી કામના એટલે ઇચ્છા છે તે પાંચ ઇન્દ્રિયોના વિષયરૂપ કામને નાશ કરનારી છે. અને તેનો નાશ થયે, આત્માની સત્તામાં જ રહેલ અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્યાદિ અનંતગુણો પ્રકાશ પામી આત્મા ગુણના ઘરરૂપ બની જાય છે. //૪ પરમેશ્વર આલંબના, રાચ્યા જેહ જીવ; નિર્મળ સાધ્યની સાધના, સાથે તેહ સદીવ. ચં૫ સંક્ષેપાર્થ:- પરમેશ્વરનું અવલંબન લઈને જે જીવો ભક્તિપૂર્વક પ્રભુગુણમાં રાચી રહ્યાં છે, તે જીવો નિર્મળ એવા સાધ્ય એટલે સાધવા યોગ્ય શુદ્ધ પરમાત્મસ્વરૂપ પ્રાપ્તિના સાધનને જ સદૈવ સાધી રહ્યા છે, એમ જાણવું. ||પા પરમાનંદ ઉપાસવા, પ્રભુ પુષ્ટ ઉપાય; તુજ સમ તારક સેવતાં, પરસેવ ન થાય. ચંદુ સંક્ષેપાર્થ :- આત્માનંદ એ જ પરમાનંદ છે. તે પ્રાપ્ત કરવાની જેને ઉપાસના કરવી હોય, તેને માટે વીતરાગ પ્રભુ પુષ્ટ ઉપાયરૂપ છે. કારણ કે પ્રભુ તે પરમાનંદ સ્વરૂપને પામેલા છે. માટે આપના જેવા તારનાર દેવની સેવા કરતાં પર દેવોની સેવા મારાથી થઈ શકે નહીં. કા. (૧૩) શ્રી ચંદ્રબાહુ જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત વિહરમાન વીશી (શ્રી અરનાથ ઉપાસના.......એ દેશી) ચંદ્રબાહુજિન સેવના, ભવનાશિની તેહ; પર પરિણતિના પાસને, નિષ્કાસન રેહ. ચં.૧ સંક્ષેપાર્થ:- શ્રી ચંદ્રબાહુ ભગવાનની સેવા, તે ચારગતિરૂપ સંસારને નાશ કરનારી છે. તથા આત્માની પર પદાર્થમાં રમતી વિભાવ પરિણતિના પાસને એટલે જાળને નિષ્કાસન એટલે નિર્મૂળ કરવાને માટે તે રેહ એટલે તીક્ષ્ણ શસ્ત્ર સમાન છે. ||૧|| પુદ્ગલ ભાવ આશંસના, ઉદ્ઘાસન કેતુ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧પપ (૧૩) શ્રી ચંદ્રબાહુ જિન સ્તવન શુદ્ધાતમ સંપત્તિતણા, તુઓં કારણ સાર; દેવચંદ્ર અરિહંતની, સેવા સુખકાર. ચં૭ સંક્ષેપાર્થ :- નિશ્ચયનયે સત્તામાં રહેલી મારી શુદ્ધ આત્મસ્વરૂપમય સંપત્તિને પ્રાપ્ત કરવા માટે હે પ્રભુ ! આપ જ સારભૂત કારણ છો. માટે શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે શ્રી અરિહંત પ્રભુની સેવા જ ખરેખર શાશ્વત સુખને આપનારી છે. ના (૧૩) શ્રી ચંદ્રબાહુ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વિહરમાન વીશી (ચરવર પાણી હું ગઈ, મા મોરીરે-એ દેશી) દેવાનંદ નરીંદનો રે, જનરંજનો રે લોલ; નંદન ચંદન વાણી રે, દુ:ખભંજનો રે લાલ. રાણી સુગંધા વાલહો રે, જન કમલલંછન સુખખાણ રે. દુઃ૦૧ સંક્ષેપાર્થ:- શ્રી ચંદ્રબાહુ ભગવાન, નરીંદ એટલે નરોમાં ઇન્દ્ર સમાન એવા શ્રી દેવાનંદ રાજાના નંદન એટલે પુત્ર છે. જે ત્રણ જગતના લોકોના મનને રંજન કરનાર છે. જેમની વાણી ચંદનની જેમ શીતળતા ઉપજાવનાર હોવાથી પ્રાણીઓના ત્રિવિધ તાપના દુઃખનું ભંજન કરવા સમર્થ છે. જે સુગંધા રાણીના મનને વહાલા છે, કમલ જેમનું લંછન છે. તથા જે સ્વયં પોતે આત્મિક સુખની ખાણ હોવાથી જન્મ જરા મરણના દુઃખને ભાંગવાને સંપૂર્ણ યોગ્ય છે. [૧] પુષ્કરદીવ પુષ્કલાવઈરે જ વિજય વિજય સુખકાર રે; દુઃ૦ ચંદ્રબાહુ પુંડરિગિણી રે, ૪૦ નગરીએ કરે વિહાર રે. દુઃ૦૨ સંક્ષેપાર્થઃ- જે પુષ્કર દ્વીપના પુષ્કલાવતી વિજયમાં આવેલ પુંડરિગિણી નગરીમાં વિહાર કરતા એવા શ્રી ચંદ્રબાહુ જિનેશ્વર ! સર્વ જીવોને સુખના કારણ બની સદા જય પામી રહ્યા છે. રા. તસ ગુણગણ ગંગાજલે રે જ મુજ મન પાવન કીધ રે; દુઃ૦ ફિરિ તે મેલું કિમ હુવે રે, ૪૦ અકરણ નિયમ પ્રસિદ્ધ રે. દુઃ૦૩ સંક્ષેપાર્થ :- તસ એટલે તેના ગુણગણ કહેતા ગુણોના સમૂહરૂપી ૧૫૬ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ગંગાજલમાં સ્નાન કરવાથી મારું મન પવિત્ર બન્યું છે, તો તે ફરી મેલું કેવી રીતે હોઈ શકે કેમકે અકરણ એવો નિયમ પ્રસિદ્ધ છે. કરણ એટલે ઇન્દ્રિય અને અકરણ એટલે ઇન્દ્રિયાતીત એવો આત્માનો આનંદ એકવાર પ્રાપ્ત થયા પછી સંસારના સુખ તેને તુચ્છ ભાસે છે એવો નિયમ પ્રસિદ્ધ છે. માટે દુઃખભંજક એવા પ્રભુના ગુણોમાં રમી હે ભવ્યો!તમે પણ એવો આત્મિક આનંદ પ્રગટાવવાનો પુરુષાર્થ કરો. વા. અંતરંગ ગુણ ગોઠડી રે, ૪૦ નિશ્ચય સમકિત તેહ રે; દુઃ વિરલા કોઈક જાણશે રે, જ. તે તો અગમ અછેહ રે. દુઃ૦૪ સંક્ષેપાર્થ:- અંતરંગ ગુણ ગોઠડી એટલે પ્રભુના અંતરંગ આત્મગુણો સાથે મેળાપ કરવો તે નિશ્ચય સમકિત છે અર્થાત્ તે જ આત્માનો સાક્ષાત્ અનુભવ છે. તે આત્મ અનુભવને કોઈ વિરલા પુરુષ જ જાણી શકે. કારણ કે તે અગમ છે અર્થાતુ ઇન્દ્રિયોથી તે અગમ્ય છે, ઇન્દ્રિયાતીત છે અને અછહ કહેતાં જેનો કોઈ છેડો નથી અર્થાત્ આત્માના આનંદનો કોઈ અંત નથી, તે અનંત છે. એવા અનંત આત્માનંદને પ્રગટાવવા દુઃખભંજક પ્રભુની સેવા કરો. //જા. નાગર જનની ચાતુરી રે, જ૦ પામર જાણે કેમ રે; દુઃ૦ તિમ કુણ જાણે સાંઈશું રે, ૪૦ અમ નિશ્ચયનય પ્રેમ રે. દુઃ૦૫ સંક્ષેપાર્થ :- નાગર એટલે નગરમાં રહેનાર લોકોની ચાતુરી કહેતા હોશિયારીને પામર એવા ગામડીયા લોકો કેમ જાણી શકે. તેમ સાંઈ કહેતા દુઃખભંજક એવા પ્રભુ સાથેનો મારો નિશ્ચયનય પ્રેમ અર્થાત્ મૂળ આત્મસ્વરૂપ સાથેની મારી અંતરંગ પ્રીતિને પ્રભુ સિવાય બીજો કોણ જાણી શકે ? માટે સર્વ દુઃખોનું ભંજન કરનાર પ્રભુની હે ભવ્યો! તમે ભાવપૂર્વક સેવા કરો. /પા. સ્વાદ સુધાનો જાણતો રે, જ૦ લાલિત હોય કદન્ન રે; દુઃ૦ પણ અવસર જો તે લહે રે, ૪૦ તે દિન માને ધશ રે. દુઃ૦૬ સંક્ષેપાર્થ:- જે સુધા એટલે અમૃતના સ્વાદને જાણે છે તે પણ ભૂખનો માર્યો કદન્ન જેવા બીજા અન્ન પ્રત્યે લાલિત થાય અર્થાતુ લલચાય. પણ ફરી તે સુધાના સ્વાદનો અવસર પામે તો તે દિવસને જ ધન્ય માને છે. તેમ સુધારૂપ આત્માના આસ્વાદને જેણે એકવાર અનુભવ્યો તે કદ જેવા ઇન્દ્રિયના ભોગોમાં લલચાય નહીં. માટે આત્માના આસ્વાદને પામવા દુ:ખભંજક એવા પ્રભુની આજ્ઞા ઉપાસવા પ્રયત્ન કરો. IIકા. Page #81 -------------------------------------------------------------------------- ________________ (૧૩) શ્રી સુમતિનાથ જિન સ્તવન ૫૭ શ્રી નયવિજય વિબુધતણો રે, જ સેવક કહે સુણો દેવ રે; દુરુ ચંદ્રબાહુ મુજ દીજીએ રે, જ, નિજ પય પંકજ સેવ રે. દુઃ૦૭ સંક્ષેપાર્થ:- પંડિત એવા શ્રી નયવિજયજીના સેવક શ્રી યશોવિજયજી મહારાજ પ્રભુને કહે છે કે આપ મારી એક વાત ધ્યાનથી સાંભળો કે હે ચંદ્રબાહુ ભગવાન ! મને તો આપના પય કહેતા પગ-ચરણ અને પંકજ કહેતાં કમળ અર્થાત્ આપના ચરણકમળની સદા સેવા હોજો. એ સિવાય બીજાં મારે કાંઈ જોઈતું નથી. દુઃખભંજક એવા પ્રભુ પ્રત્યે મારી એ જ ભાવભરી વિનંતિ છે. શા ૧૫૮ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ખીલેલું એવું માલતી મુખ્ય પ્રિય છે. કમલિનિ કહેતા સૂર્યમુખી કમળના ચિત્તમાં સૂર્યના દર્શન પ્રિય છે, તેમ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજને મન શ્રી વિમળનાથ જિનેશ્વર ઘણા જ વાલહા છે અર્થાત્ ઘણા જ પ્રિય છે. ૩ (૧૩) શ્રી વિમલનાથ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી (લયનાની ઢાલ) વિમળનાથ મુજ મન વસે, જિમ સીતા મન રામ; લલના; પિક વંછે સહકારને, પંથી મન જિમ ધામ. લલના.વિ.૧ સંક્ષેપાર્થ :- શ્રી વિમલનાથ પ્રભુ સદા મારા મનમાં વસે છે. જેમ સીતાને મન રામ વસે છે. પિક એટલે કોકિલનું મન સહકાર કહેતા આંબાને | ઇચ્છે છે. પંથી એટલે મુસાફરને મન જેમ ઘરવાસ પ્રિય છે. તેમ શ્રી વિમલનાથ પ્રભુ મારા મનને અતિ પ્રિય હોવાથી મારા મનમાં જ વસે છે. લા. કુંજર ચિત્ત રેવા વસે, કમળા મન ગોવિંદ; લ૦ ગૌરી મન શંકર વસે, કુમુદિની મન જિમ ચંદ, લ૦ વિ૦૨ સંક્ષેપાર્થ :- કુંજર એટલે હાથીના ચિત્તમાં જેમ રેવા એટલે નર્મદા નદીનો વાસ છે, કમળા કહેતા લક્ષ્મીના મનમાં ગોવિંદ એટલે વિષ્ણુનો નિવાસ છે, ગૌરી એટલે પાર્વતીના મનમાં શંકર વસે છે, કુમુદિની એટલે કુમુદના ફૂલની વેલને જેમ ચંદ્રમાં ગમે છે તેમ શ્રી વિમલનાથ પ્રભુ મારા મનમાં રમે છે. રામ અલિ મન વિકસિત માલતી, કમલિનિ ચિત્ત દિગંદ; લ૦ વાચક યશને વાલહો, તેમ શ્રી વિમળ જિણંદ, લ૦ ૩ સંક્ષેપાર્થ :- અલિ એટલે ભમરાના મનને વિકસિત થયેલું એટલે (૧૩) શ્રી સુમતિનાથ જિન સ્તવન શ્રી દેવચંદ્રત ગત ચોવીશી | (દયાલાલ-એ દેed) પ્રભુશું ઇચ્છું વીનવું રે લોલ, મુજ વિભાવ દુઃખ રીત રે; સાહિબા લાલ; તીન કાળના શેયની રે લાલ, જાણો છો સહુ નીતિ ૨. સા. પ્ર.૧ સંક્ષેપાર્થ :- હે શ્રી સુમતિ જિન પ્રભુ ! આપની સમક્ષ ઇછ્યું એટલે આ પ્રમાણે વિનવું છું. શું વિનવું છું ? તો કે મારા વિભાવના દુઃખની રીતિનું વર્ણન કરું છું. મિથ્યાત્વ અને કષાયરૂપ વિભાવવશે પર પુદ્ગલોમાં પોતાપણું માનીને હું પરાધીન બની ગયો છું, અને તેથી હું બહુ દુઃખ ભોગવું છું. પણ હે સાહેબ આપ તો ત્રણે કાળના સકળ જોય પદાથોને સર્વ પ્રકારે જાણો છો અર્થાત્ પંચાસ્તિકાય અને કાળદ્રવ્ય કેવી રીતે પરિણમે છે, તે સર્વ શેય પદાર્થની રીતિની નીતિને આપ સંપૂર્ણપણે જાણો છો. છતાં ભક્તિવશ આપની સમક્ષ પુનરાવર્તન કરું છું. /૧ શેય જ્ઞાનશું નવિ મિલે રે લાલ, જ્ઞાન ન જાયે તત્થ રે; સારુ પ્રાપ્તઅપ્રાપ્ત અમેયને રે લાલ, જાણો જે જિમ જથ્થ રે. સારા પ્રક૨ સંક્ષેપાર્થ - વિશ્વમાં રહેલા સર્વ જ્ઞેય એટલે જાણવા યોગ્ય પદાર્થો તે જીવદ્રવ્ય, અજીવદ્રવ્ય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલ અને કાળદ્રવ્ય છે. આ છએ જોયદ્રવ્યો, આત્માના જ્ઞાન સાથે કદી મળે નહીં અર્થાતું એકમેક થઈ શકે નહીં. તેવી જ રીતે જ્ઞાન પણ પોતાનું ક્ષેત્ર છોડી જોય સાથે કદી એકમેક થાય નહીં. જેમકે દર્પણમાં જે પદાર્થો પ્રતિબિંબિત થાય છે તે દર્પણ સાથે કંઈ એકમેક થતાં નથી, જુદા જ રહે છે. તેમ જ્ઞાન જ્ઞાનરૂપે અને શેયપદાર્થો તે માત્ર શેયરૂપે જ રહે છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ (૧૩) શ્રી સુમતિનાથ જિન સ્તવન ૧૫૯ તેમ છતાં કેવળજ્ઞાનના બળે આપ વર્તમાન આકાશક્ષેત્રે વસ્તુના પ્રાપ્ત પર્યાયને તથા ભૂતકાળમાં થઈ ગયેલ વસ્તુના પર્યાયને કે અપ્રાપ્ય એવા ભવિષ્યમાં થનાર સર્વ અમેય એટલે અમાપ અનંત પર્યાયોને આપ જિમ જથ્થ એટલે જે પ્રમાણે તે થવાના છે તે સર્વેને કેવળજ્ઞાનની શક્તિવડે સમકાળે અશેષપણે એટલે સંપૂર્ણપણે આપ જાણો છો અર્થાત્ ત્રણેય કાળના કોઈપણ શેય પદાર્થ આપના જ્ઞાનથી બહાર નથી. રાા છતિપર્યાય જે જ્ઞાનના રે લાલ, તે તો નવિ પલટાય રે; સાવ શેયની નવ નવ વર્તના રે લાલ, સવિ જાણે અસહાય રે. સા બ૦૩. સંક્ષેપાર્થ :- જ્ઞાનના અવિભાગી છતિ પર્યાય એટલે શક્તિપણે રહેલા પર્યાય જે સત્તામાં છે તેની કોઈ કાળે જાતિ પલટાય નહી કે નાશ થાય નહીં. તે જ સત્તામાં રહેલ છતિ પર્યાયો એના કાળે જ્યારે સામર્થ્યપણે પ્રગટ થાય છે ત્યારે એની શક્તિ બતાવે છે; પણ અછતિપણે કદી થાય નહીં, અર્થાતુ વર્તમાન પર્યાય એક સમય પછી ભૂત પર્યાયરૂપે જણાય અને ભવિષ્યમાં થનારા પર્યાય તે એક સમય પછી વર્તમાન પર્યાયરૂપે જણાય; પણ તેનો કદી નાશ થાય નહીં. કેવળજ્ઞાનમાં તો તે ભૂત, વર્તમાન કે ભવિષ્ય પર્યાય ત્રણેય સાથે એક સમયમાં જણાય છે. માત્ર તીરોભાવે રહેલા પર્યાય આવિર્ભાવ થાય અને આવિર્ભાવે રહેલા પર્યાય તીરોભાવે થાય. શેય પદાર્થોની નવા નવા સમયે જે નવી નવી વર્તના થાય તે કેવળજ્ઞાન વડે પ્રભુ વિના પ્રયાસે સર્વ જાણે છે. તેમાં કોઈ બીજા સહાયની ભગવંતને જરૂર હોતી નથી. કેવળજ્ઞાન પોતે જ અનંત શક્તિથી યુક્ત છે. ૩ ધર્માદિક સહુ દ્રવ્યનો રે લાલ, પ્રામભણી સહકાર રે; સાવ રસનાદિક ગુણવર્તતા રે લાલ, નિજ ક્ષેત્રે તે પાર રે. સા. પ્ર૪ સંક્ષેપાર્થ :- ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય દ્રવ્યનો તેના સંબંધમાં આવનાર પદાર્થો પ્રત્યે ઉદાસીન સહકાર હોય છે. જેમકે ગમન કરનાર જીવ કે અજીવ પુદ્ગલ, ધર્માસ્તિકાયની સહાય ઇચ્છે તો તેને ચાલવામાં સહકાર કરનાર થાય, તેમ અધર્માસ્તિકાયની સ્થિર રહેવામાં સહાય ઇચ્છે તો તેને તે ઉદાસીનપણે સહાયકર્તા થાય. ઉદાસીનપણે એટલે પોતે ચલાવે કે સ્થિર રાખે નહીં પણ જીવ કે પુદ્ગલને ચાલવું અથવા સ્થિર રહેવું હોય તો તેમાં તે મદદરૂપ થાય. જેમ માછલીને પાણીમાં ચાલવું હોય તો પાણી તેને ચાલવામાં સહાય કરે, પણ ન ચાલવું હોય તો જબરજસ્તી પાણી તેને ચલાવે નહીં; માટે તેને ઉદાસીન સહાયક ૧૬૦ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ કહ્યાં છે. તેમ રસના એટલે જિહા ઇન્દ્રિય આદિ પણ પોત પોતાના ગુણમાં ક્યારે વર્તે છે? તો કે જ્યારે તે તે ઇન્દ્રિયોના વિષયો તે તે ઇન્દ્રિયોના ક્ષેત્રને સ્પર્શે છે ત્યારે. જેમકે સ્વાદવાળી વસ્તુ જીભ પ્રદેશને અડકે ત્યારે, સ્પર્શવાળી વસ્તુ ત્વચાને સ્પર્શે ત્યારે, ગંધના પુદ્ગલો નાસિકાની અંદર ધ્રાણેન્દ્રિય સુધી પહોંચે ત્યારે, તથા શબ્દના પુદ્ગલો કર્મેન્દ્રિયના પડદાને સ્પર્શે ત્યારે તે તે પદાર્થોનો બોધ થાય છે; તેમજ ચક્ષુ ઇન્દ્રિય માટે પ્રકાશવડે પદાર્થનું પ્રતિબિંબ આંખમાં પડે ત્યારે બોધ થાય છે. તે વિના બોધ થતો નથી. પણ પ્રભુના કેવળજ્ઞાનમાં તો દૂર કે નિકટના, ગમે તે ક્ષેત્રના, ગમે તે ભૂત, વર્તમાન કે ભવિષ્યના રૂપી કે અરૂપી સર્વે પદાર્થોનો સમકાળે બોધ થાય છે, સા. જાણંગ અભિલાષી નહિ રે લાલ, નવિ પ્રતિબિંબે જોય રે; સાવ કારક શક્ત જાણવું રે લાલ, ભાવ અનંત અમેય ૨. સાવ પ્રા૦૫ સંક્ષેપાર્થ:- પ્રભુને જગતના કોઈપણ પદાર્થને જાણવાનો અભિલાષ નથી. અથવા યપદાર્થ અમારા જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય એવી પણ કોઈ ઇચ્છા નથી. કારણ કે પ્રભુને મોહનીય કર્મ નષ્ટ થવાથી ઇચ્છા માત્રનો સર્વથા અભાવ થયો છે. પ્રભુને અનંતગુણો પ્રગટ્યા છે. તેના છએ કારકચક્રો- કર્તા, કાર્ય, કરણ, સંપ્રદાન, અપાદાન, આધાર વડે સહજ રીતે તેમને જાણવું થાય છે. જેમકે જ્ઞાનકારકચક્રમાં સમયે સમયે નવી નવી શૈય પ્રવૃત્તિરૂપ સંપ્રદાન અને પૂર્વ પર્યાયનું સમયે સમયે વ્યયરૂપ અપાદાન સહજ સ્વભાવ વિના પ્રયાસ થયા કરે છે અને અનંત પદાર્થોના ભાવો અમેય એટલે અમાપપણે તેમના જ્ઞાનમાં જણાયા કરે છે. પણ પ્રભુ તો સ્વસ્વભાવાનંદમાં ધ્રુવપણે, શુદ્ધપણે સર્વથા સ્થિત રહે છે. //પા! તેહ જ્ઞાન સત્તા થકે રે લાલ, ન જણાયે નિજ તત્વ રે; સાવ રુચિ પણ તેહવી નવિ વધે રે લાલ, એ અમ મોહમહત્વ છે. સાવ પ્ર૬ સંક્ષેપાર્થ -પ્રભુને જે કેવળજ્ઞાન પ્રગટ છે તેવું જ જ્ઞાન સત્તા અપેક્ષાએ મારામાં હોવા છતાં હે નાથ ! તે અમારું શુદ્ધ આત્મસ્વરૂપ અમને જણાતું નથી. તેમજ તે પ્રગટ કરવાની ચિ પણ વર્લેમાન થતી નથી. હે પ્રભુ! એ જ અમારા મોહનું મહત્વ એટલે મોટાપણું છે અર્થાત્ અમારો મોહ બહુ બળવાન હોવાથી આત્માની અનંતશક્તિઓ પ્રગટાવવાની રુચિ સરખી પણ ઉદ્દભવતી નથી. કાા Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧ર (૧૪) શ્રી ભુજંગસ્વામી જિન સ્તવન ૧૬૧ મુજ જ્ઞાયકતા પ૨૨સી રે લાલ, પ૨તૃષ્ણાયે તપ્ત રે; સાવ તે સમતારસ અનુભવે રે લાલ, સુમતિસેવન વ્યાસ રે. સાવ પ્ર૭ સંક્ષેપાર્થ:- હે પ્રભુ! અનાદિકાળથી પર પદાર્થની જ જ્ઞાયકતા એટલે તેને જ જાણવાની મારામાં રુચિ રહેલી છે માટે તેમાં જ મને રસ આવે છે. તે જ મેળવવાની તૃષ્ણાએ સદા મારો આત્મા તસ એટલે તમાયમાન રહે છે; કારણ કે તેમાં જ એણે સુખ કલ્પેલું છે. તે જો આપની કૃપાએ સત્ય સુખનો માર્ગ જાણી સ્વસ્વરૂપનો બોધ પામી, તેમાં જ સંતોષ અને વૃદ્ધિ પામે તો તે આત્માના સાચા સમતારસના સુખને અનુભવે, તથા આપ શ્રી સુમતિ જિનની સેવા એટલે આજ્ઞા ઉઠાવવામાં તેનું મન વ્યાપ્ત થાય અર્થાત્ લાગી જાય. IIણા બાધકતા પલટાવવા રે લાલ, નાથભક્તિ આધાર રે; સારુ પ્રભુગુણરંગી ચેતના રે લાલ, એહિજ જીવન સાર રે. સા. પ્ર...૮ સંક્ષેપાર્થ :- આત્મકલ્યાણમાં બાધક એવી વિષયકષાયની પ્રવૃત્તિને પલટાવવા માટે આપ પ્રભુની સાચા ભાવે ભક્તિ કરવી એ એક અમારે મન પુષ્ટ આધાર છે. પ્રભુના ગુણમાં આત્મચેતનાને રંગી એટલે રંગવાળી બનાવવી એ આ દુર્લભ મળેલ મનુષ્યજીવનના સારરૂપ છે, બાકી જગતમાં સર્વ અસાર છે. દા અમૃત-અનુષ્ઠાને રહ્યો રે લોલ, અમૃતક્રિયાને ઉપાય રે; સાવ દેવચંદ્ર રંગે રમે રે લાલ, તે સુમતિદેવ પસાય રે. સા. પ્ર...૯ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! જો મારો આત્મા અમૃતક્રિયાના ઉપાયે અમૃત અનુષ્ઠાન કરવામાં લાગી જાય તો તેનું કેવું ઉત્તમ પરિણામ પામે. તે વિષે શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે તે કેવી રીતે બને ? તો કે દેવોમાં ચંદ્રમા સમાન એવા શ્રી સુમતિદેવના પસાથે એમની ભક્તિના રંગે રંગાઈ તેમાં જ સદૈવ રહેવાનો પુરુષાર્થ કરે તો જરૂર આત્મા અમૃત જેવો થઈ શાશ્વત સિદ્ધિને પામે એમ નિશંક માનવું. લા. ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ (સુખરની). પુષ્કલાવઈ વિજયે હો કે વિચરે તીર્થપતિ, પ્રભુચરણને સેવે હો, કે સુર નર અસુરપતિ; જસુ ગુણ પ્રગટયા હો, કે સર્વ પ્રદેશમાં, આતમગુણની હો, કે વિકસી અનંત રમા. ૧ સંક્ષેપાર્થ:- મહાવિદેહ ક્ષેત્રના પુષ્કલાવઈ વિજયમાં શ્રી સાધુ સાધ્વી આદિ ચતુર્વિધ સંઘરૂપ તીર્થના પતિ શ્રી ભુજંગસ્વામી વિચરી રહ્યા છે. તે પ્રભુના ચરણકમળને, દેવતાઓ, ઇન્દ્રો, મનુષ્યો કે અસુરપતિઓ પણ સેવી રહ્યાં છે. પ્રભુના સર્વ કર્મ નાશ પામવાથી, જેમના સર્વ આત્મપ્રદેશમાં અનંત ગુણો પ્રગટ થયા છે. તે આત્મગુણોની અનંત રમા એટલે અનંત સૌંદર્યતા સર્વત્ર પ્રસરી રહી છે. જ્ઞાનગુણે કરી પ્રભુ સર્વત્ર વ્યાપ્ત છે. ||૧|| સામાન્ય સ્વભાવની હો કે પરિણતિ અસહાઈ, ધર્મ વિશેષની હો, કે ગુણને અનુજાઈ; ગુણ સકલ પ્રદેશ હો, કે નિજ નિજ કાર્ય કરે, સમુદાય પ્રવર્તે હો, કે કર્તા ભાવ ધરે. ૨ સંક્ષેપાર્થ -પ્રત્યેક દ્રવ્યના અસ્તિત્વ, વસ્તૃત્વ, નિયત્વ વગેરે સામાન્ય સ્વભાવ છે. તેની પરિણતિ એટલે પરિણમન અસહાયપણે એટલે કોઈની પણ મદદ વિના સ્વતંત્રપણે થઈ રહ્યું છે. તથા દ્રવ્યના વિશેષ ગુણો જેમકે જીવ દ્રવ્યના જ્ઞાન, દર્શન, સુખ આદિ ગુણો તે બીજા દ્રવ્યમાં નથી. એ વિશેષ ગુણનું પરિણમન એકબીજા ગુણના સંબંધને અનુજાઈ કહેતા અનુસરીને થઈ રહ્યું છે. સામાન્ય વિશેષ આદિ સર્વ ગુણો સર્વ પ્રદેશ છે. તથા સર્વ પ્રદેશે સર્વ ગુણો પોતાપોતાને યોગ્ય કાર્ય કરે છે, તેમજ સર્વ પ્રદેશે તે ગુણોની સમુદાયરૂપે એટલે એક સાથે પ્રવૃત્તિ થાય છે; તેથી તે જીવ, દ્રવ્યનો કર્તા ભાવ ધરે છે અર્થાત્ તેનો કર્તા કહેવાય છે. રાા જડ દ્રવ્ય ચતુષ્ક હો, કે કતભાવનહીં; સર્વ પ્રદેશ હો, કે વૃત્તિ વિભિન્ન કહી; ચેતન દ્રવ્યને હો, કે સકલ પ્રદેશ મિલે, ગુણવર્તના વર્તે હો, કે વસ્તુને સહજ બલે. ૩ સંક્ષેપાર્થ:- જડ એવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય (૧૪) શ્રી ભુજંગસ્વામી સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત વિહરમાન વીશી Page #84 -------------------------------------------------------------------------- ________________ (૧૪) શ્રી ભુજંગસ્વામી જિન સ્તવન ૧૬૩ અને કાલદ્રવ્યમાં એ કર્તાભાવ નથી. કારણ એ કે દ્રવ્યોના સર્વ પ્રદેશોની વર્તના જુદી જુદી છે. તેથી તેને કર્તા ભાવ નથી એમ કહ્યું. એ દ્રવ્યો ઉદાસીનપણે ક્રમશઃ ગતિમાં સહાયક કે સ્થિતિમાં સહાયક કે અવકાશ આપવો કે પરિવર્તનમાં સહાયક બને છે. સર્વ પ્રદેશો પોતપોતાનું અલગ કામ કરે છે. પણ બધા ગુણો સાથે મળીને કર્તા નથી માટે તેમની વૃત્તિ વિભિન્ન છે એમ કહ્યું. જ્યારે ચેતન એવા આત્મદ્રવ્યને તો સર્વ પ્રદેશે જે જે ગુણની વર્તના છે તે સર્વ સાથે મળીને પ્રવર્તે છે. એવો વસ્તુનો સહજ સ્વભાવ છે. તેના બળે એવી રીતે પ્રવર્તન થાય છે. III શંકર સહકારી હો, કે સહજ ગુણ વરતે, દ્રવ્યાદિક પરિણતિ હો, કે ભાવે અનુસરતે; દાનાદિક લબ્ધિ હો, કે ન હુવે સહાય વિના, સહકાર અકંપે હો, કે ગુણની વૃત્તિ ઘના. ૪ સંક્ષેપાર્થ :- ગુણોમાં શંકર સહકારીપણું એટલે પરસ્પર મળીને એકબીજાને સહકાર આપવો તે ગુણોનો સહજ સ્વભાવ, કર્તાપણાનો છે. તથા દ્રવ્યો આદિમાં પરિણમન થાય છે તે ભાવને કે ગુણને અનુસરીને થાય છે. અંતરાય કર્મના ક્ષયથી પ્રગટેલ દાનાદિક પાંચ લબ્ધિઓ છે. તે એકબીજા ગુણની સહાયતા વિના હોતી નથી. તે સહાયતા અથવા સહકાર પણ પોતામાં અકંપપણે એટલે અસ્થિરતા વગર ઉદાસીનપણે થાય છે. એમ ગુણોની વૃત્તિ એટલે વર્તના ઘના એટલે સમુદાયરૂપે પરસ્પર સહકાર કરતાં પ્રવર્તે છે. ।।૪।। પર્યાય અનંતા હો કે જે એક કાર્યપણે, વરતે તેહને હો, કે જિનવર ગુણ પભણે; જ્ઞાનાદિક ગુણની હો, કે વર્તના જીવ પ્રતે, ધર્માદિક દ્રવ્યને હો, કે સહકાર કરતે. ૫ સંક્ષેપાર્થ :– વસ્તુના અનંત પર્યાય, એક કાર્ય કરતા થાય છે, જેના એ પર્યાય થાય તેને શ્રી જિનવર ગુણ પભણે એટલે ગુણ કહે છે. જ્ઞાન દર્શનાદિક ગુણની જે અનંત પર્યાયરૂપે વર્તના છે તે જીવ દ્રવ્યને વિષે છે. અને ધર્મ અધર્માદિક દ્રવ્યોની વર્તના તે ઉદાસીનપણે ૫૨દ્રવ્યના હલનચલન કે સ્થિરતામાં સહકાર આપવાની છે. ।।૫।। ગ્રાહક વ્યાપકતા હો, કે પ્રભુ તુમ ધર્મ રમી, ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ આતમ અનુભવથી હો, કે પરિણતિ અન્ય વમી; તુજ શક્તિ અનંતી હો, કે ગાતાં ને ધ્યાતાં, મુજ શક્તિ વિકાસન હો, કે થાયે ગુણ રમતાં. ૬ સંક્ષેપાર્થ ઃ— હે પ્રભુ ! આપનું તો ગ્રાહકપણું કે વ્યાપકપણું સર્વ આપના અનંત જ્ઞાનાદિ ધર્મમાં જ સમાયેલું છે. કેમકે આપે સંપૂર્ણ આત્મઅનુભવસ્વરૂપ કેવળજ્ઞાન પ્રગટ કરીને અન્ય વિભાવિક પરિણતિને તો સર્વથા વમી દીધી છે. જેથી આપની પ્રગટેલ અનંત જ્ઞાન, દર્શનાદિ શક્તિઓનું ગાન કરતાં, સ્તુતિ કરતાં કે તેનું ધ્યાન કરતાં અથવા આપના પ્રગટેલ શુદ્ધ આત્મગુણોમાં રમણતા કરતાં; મારા આત્માની શક્તિઓ પણ વિકાસ પામવા લાગે છે. ।।૬।। ૧૬૪ ઇમ નિજ ગુણ ભોગી હો, કે સ્વામી ભુજંગ મુદ્દા, જે નિત્ય વંદે હો, કે તે નર ધન્ય સદા; દેવચંદ્ર પ્રભુની હો, કે પુણ્યે ભક્તિ સધે, આતમ-અનુભવની હો કે નિત્ય નિત્ય શક્તિ વધે. ૭ સંક્ષેપાર્થ ઃ— આ પ્રમાણે પોતાના જ ગુણોના ભોગી એવા શ્રી ભુજંગ સ્વામીને મુદ્દા એટલે પ્રસન્ન ચિત્તે જે હમેશાં વંદન કરે છે, તે નરનું જીવન સદા ધન્ય છે, સાર્થક છે. કારણ કે દેવોમાં ચંદ્રમા સમાન એવા પ્રભુની ભક્તિ તો મહાપુણ્યના ઉદયે જ પ્રાપ્ત થાય છે. જે ભક્તિ વડે પોતાના આત્માનો અનુભવ કરવાની શક્તિ દિન પ્રતિદિન વર્ધમાનપણાને પામતી જાય છે. ।।૭।। (૧૪) શ્રી ભુજંગસ્વામી સ્તવન શ્રી ચશોવિજયજીકૃત વિહરમાન જિન સ્તવન (મહાવિદેહોત્ર : સોહમણો રેઃ –એ દેશી) ભુજંગદેવ ભાવે ભજો, રાય મહાબળ નંદ લાલ રે; મહિમા કૂખે હંસલો, કમળ લંછન સુખકંદ લાલ રે, ભુ॰૧ સંક્ષેપાર્થ ઃ— હે ભવ્યાત્માઓ ! તમે ભુજંગદેવને ભાવપૂર્વક ભજો. તે મહાબળ રાજાના લાડીલા નંદ એટલે પુત્ર છે. માતા મહિમાના કૂક્ષીથી ઉત્પન્ન Page #85 -------------------------------------------------------------------------- ________________ (૧૪) શ્રી અનંત જિન સ્તવન ૧૬૫ થયેલા રાજહંસ જેવા છે, કમળ જેમનું લંછન છે અને સુખના કંદ કહેતા મૂળ છે અર્થાત્ સુખના જ કારણ છે. એવા શ્રી ભુજંગદેવને તમે ભાવભક્તિપૂર્વક ભજો કે જેથી તમારા આત્માનું કલ્યાણ થાય. //ના. વપ્ર વિજય વિજયાપુરી, કરે વિહાર ઉછાહ લાલ રે; પૂરવ અરધે પુખરે, ગંધસેનાનો નાહ લાલ રે. ભુજ સંક્ષેપાર્થ :- વપ્ર વિજયમાં આવેલ વિજયાપુરીમાં આ શ્રી ભુજંગદેવ પૂર્વે ભાવેલી ભાવનાના કારણે ઉછાહ એટલે ઉત્સાહપૂર્વક ઉમંગથી જીવોને તારવા માટે વિહાર કરી રહ્યા છે. તે વિજયાપુરી, પૂરવ અરધે પુખ્ખરે એટલે પુષ્કરાદ્ધના પૂર્વભાગમાં આવેલી છે. ત્યાં ગંધસેનાનો નાહ કહેતા નાથ એવા ભુજંગદેવ વિરાજમાન છે, તેમની તમે સાચા ભાવથી ભક્તિ કરો. //રા કાગળ લિખવો કારમો, આવે જો દુર્જન હાથ લાલ રે; અણમિલવું દૂરંત રે, ચિત્ત ફિરે તુમ સાથ લાલ રે. ભ૦૩ સંક્ષેપાર્થ :- મહાવિદેહક્ષેત્રમાં રહેલ પ્રભુને કાગળ લખવો તે પણ કારમો અર્થાત્ અતિ મુશ્કેલ છે. અથવા તે કાગળ કોઈ દુર્જનના હાથમાં આવી જાય તો મારો કહેવાનો ભાવ તે સમજી શકે નહીં અને કેવળ આશાતના કરી કર્મ બાંધે માટે તે પણ યોગ્ય નથી. તેમજ અણમિલવું કહેતાં પ્રભુને જો નહિ મળીએ તો દુરંત એવા આ સંસારનો અંત આણવો તે ઘણો દુષ્કર થઈ પડે. માટે આ સંસારનો શીધ્ર અંત આણવા બીજો કોઈ ઉપાય નહીં હોવાથી હે લાલ કહેતા લાડીલા પ્રભુ! મારું મન તો હમેશાં તમારી સાથે જ ફર્યા કરે છે. માટે તારક એવા પ્રભુને હે ભવ્યો! તમે ભાવપૂર્વક ભજો જેથી તમારા પણ સર્વ દુઃખનો સર્વકાળને માટે અંત આવી જાય. |૩ કિસી ઇમારત કીજીએ, તમે જાણો છો જગભાવ લાલ રે; સાહિબ જાણ અજાણને, સામું કરે પ્રસ્તાવ લાલ રે, ભ૦૪ સંક્ષેપાર્થ – હે પ્રભુ! હવે મને કિસી એટલે કોઈપણ પ્રકારની ઇમારત એટલે ઈશારો કરી મુક્તિનો માર્ગ દર્શાવો. કેમકે તમે તો જગભાવ કહેતા જગતના સર્વ ભાવોને જાણો છો અર્થાત્ સર્વ દ્રવ્યો, તેના ગુણો તથા તેના ભૂત, ભવિષ્ય અને વર્તમાન સર્વ પર્યાયોને પણ જાણો છો. વળી, આપ સાહેબ તો મોક્ષમાર્ગના જાણકાર એવા ગણધરો આદિ સમક્ષ તેમજ અજાણ એવા ૧૬૬ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ભવ્યાત્માઓ સમક્ષ પણ આત્મકલ્યાણના પુરુષાર્થને વધારવા માટે પ્રસ્તાવ એટલે દરખાસ્ત મૂકો છો. તે વડે અનેક ભવ્યો આપના દુઃખભંજક એવા બોધને પામી પોતાના આત્માનું કલ્યાણ સાધી રહ્યા છે. જા. ખિજમતમાં ખામી નહીં, મેલ ને મનમાં કોય લાલ રે; કરુણાપૂરણ લોયણે, સામું કાંઈ ન જોય લાલ રે. ભુ૫ સંક્ષેપાર્થ – હે પ્રભુ! હું પણ આપનો જ સેવક છું. આપની ખિજમત કહેતાં સેવા ચાકરીમાં કોઈ ખામી રાખતો નથી. તેમજ મારા મનમાં કોઈ મેલ કહેતા પાપ નથી અર્થાત્ આપની ભક્તિ કરીને મનમાં કોઈ સંસારની કામના નથી. તો હે કરુણાના સાગર મારા લાલ! કરુણાપૂર્ણ લોયણ એટલે લોચનવડે આપ મારી સામેં કેમ જોતા નથી, મારી સંભાળ કેમ લેતા નથી. હે દુ:ખભંજક નાથ! હું આપની ભક્તિને ત્રિકાળમાં પણ છોડવાનો નથી. /પા. આસંગો મોટા તણો, કુંજર ગ્રહો કાન લાલ રે; વાચક યશ કહે વિનતિ, ભક્તિવશે મુજ માન લાલ રે. ભ૦૬ સંક્ષેપાર્થ:- મોટા પુરુષનો આનંગ કહેતા આસક્તિપૂર્વક સંગ કરવો અર્થાતુ તેમનો ભક્તિપૂર્વક સમાગમ કરવો તે તો કુંજર એટલે હાથીના કાન પકડવા બરાબર છે. હાથીના કાન પકડીને તેને ચલાવવો તે જેમ દુર્લભ છે તેમ મોટા પુરુષનો ભક્તિપૂર્વક સમાગમ કરી તેમની આજ્ઞાને ભાવપૂર્વક ઉઠાવવી તે પણ તેટલી જ દુર્લભ છે. માટે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે હે ભગવંત!મારી પણ આપને આજ વિનંતિ છે કે આપની આજ્ઞાને ભાવપૂર્વક કેમ ઉપાસવી, તેનો કોઈ ઈશારો કરી તરવાનો માર્ગ દર્શાવો, એવી મારી ભક્તિવશ આપને પ્રાર્થના છે. તે સ્વીકારી મારા આત્માનું કલ્યાણ કરો. IIકા (૧૪) શ્રી અનંત જિન સ્તવન શ્રી યશોવિજયજીત વર્તમાન બીજી ચોવીશી (ઢાળ બયાની) Page #86 -------------------------------------------------------------------------- ________________ (૧૪) શ્રી શિવગતિ જિન સ્તવન શ્રી અનંતજિન સેવિયે ૨ે લાલ, મોહનવલ્લીકંદ મનમોહના; જે સેવ્યો શિવસુખ દિયે રે લાલ, ટાળે ભવભય ફંદ. મનમોહના શ્રી૰૧ સંક્ષેપાર્થ :- શ્રી અનંત જિનેશ્વરની હે ભવ્યો! તમે સેવા કરો. તે મનને મોહ પમાડે એવા મનમોહન છે, અર્થાત્ મોહ પમાડે એવી વલ્લી કહેતા વેલના કંદ એટલે મૂળ છે. ૧૬૭ જે તેની સેવા કરે તેને શિવસુખ આપે છે અને સંસારભયના ફંદને ટાળે છે. એવા શ્રી અનંત જિનેશ્વર મુમુક્ષુ પુરુષોને જરૂર ઉપાસવા યોગ્ય છે. ।।૧।। મુખ મટકે જગ મોહિયો રે લાલ, રૂપ રંગ અતિચંગ; મ લોચન અતિ અણિયાલડાં રે લાલ, વાણી ગંગતરંગ. મ શ્રી૨ સંક્ષેપાર્થ ઃ— જેણે માત્ર નિર્વિકારી મુખના મટકાથી જગતના જીવોને મોહ પમાડ્યો છે. જેના સર્વોત્કૃષ્ટ પુણ્યબળે, રૂપ અને રંગ અતિ ચંગ કહેતા સુંદર છે. જેના લોચન કહેતા નેત્ર અણિયાલડા એટલે અણીદાર ધારસહિત શોભે છે. તથા એ પરમ પુરુષની વાણી તો ગંગામાં ઊઠતા તરંગની જેમ આનંદની લહેરીઓ આપનાર છે. એવા શ્રી અનંત પ્રભુની હે ભવ્યો! તમે સેવા કરો. રા ગુણ સઘળા અંગે વસ્યા રે લાલ, દોષ ગયા સવિ દૂર; મ વાચક યશ કહે સુખ લહું રે લાલ, દેખી પ્રભુ મુખનુર, મ॰ શ્રી૩ સંક્ષેપાર્થ :– સઘળા ગુણોએ આવીને જેના અંગમાં વાસ કર્યો છે, તેથી સર્વ દોષો દૂર ભાગી ગયા છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે એવા પ્રભુનું મુખનૂર કહેતા મુખનું તેજસ્વીપણું જોઈને હું સુખ પામું છું. માટે હે સાચા સુખના ઇચ્છુક ભવ્યો ! આ અનંત જિનેશ્વર પ્રભુની તમે ભાવભક્તિસહિત જરૂર સેવા કરો. IIII (૧૪) શ્રી શિવગતિ જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત ગત ચોવીશી ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ (થારા મોહલા ઉપર બેઠ, ઝબુકે વિજળી હો લાલ ઝ—એ દેશી) શિવગતિ જિનવ૨દેવ, સેવ આ દોહિલી, હો લાલ સે પરપરિણતિ પરિત્યાગ, કરે તસુ સોહિલી; હો લાલ કુ આસ્રવ સર્વ નિવારી, જેહ સંવર ધરે હો લાલ જે જે જિન આણા લીન, પીન સેવન કરે હો લાલ. પી ૧ સંક્ષેપાર્થ :– શ્રી શિવગતિ નામના જિનેશ્વર પ્રભુની સેવા પ્રાપ્ત થવી તે દોહિલી એટલે અતિ દુર્લભ છે. કારણ અનાદિથી મારો આત્મા રાગ, દ્વેષરૂપ કામ ક્રોધાદિ પરભાવોમાં જ ડૂબેલો છે. તે પરપરિણતિનો સારી રીતે પરિત્યાગ થાય તો કલ્યાણકારી એવા શિવમાર્ગે ચાલવામાં જે પ્રભુની સેવા છે તે સુગમ રીતે આરાધી શકાય. ૧૬૮ અકલ્યાણના માર્ગે લઈ જનાર એવા આસ્રવના મુખ્ય પાંચ દ્વાર છે. તે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ છે. તેને જે જીવ સત્પુરુષના બોધે કરી સંવરરૂપ કરી દે અર્થાત્ આવતા કર્મને રોકી દે, અને સત્પુરુષની આજ્ઞામાં મનને લીન કરે તે જીવ પ્રભુની પીન એટલે પુષ્ટ રીતે સેવાનો ઉપાસક થાય. વીતરાગ ગુણરાગ, ભક્તિ રુચિ નૈગમે, હો લાલ ભ યથા પ્રવૃત્તિ ભવ્યજીવ, નયસંગ્રહ રમે, હો લાલ ન અમૃતક્રિયા વિધિયુક્ત, વચન આચારથી, હો લાલ વ મોક્ષાર્થી જિનભક્તિ કરે વ્યવહારથી. હો લાલ. ૬ ૨ સંક્ષેપાર્થ :– મોક્ષાર્થી એવો જીવ સાત નયના પ્રકારે પ્રભુની ભક્તિ કરે છે. તે હવે બતાવવામાં આવે છે ઃ— શ્રી વીતરાગ પ્રભુ પ્રત્યેનો ગુણાનુરાગ કે તેમની આજ્ઞા ઉઠાવવાની રુચિ થવી કે તેમની ભક્તિ કરવી તે નૈગમનયે પ્રભુની સેવા છે. જેમાં સંકલ્પ કરવામાં આવે તે નૈગમનય છે. જેમકે આ મારા અરિહંત પ્રભુ છે. તેમની આજ્ઞા ઉપાસવાથી મારું કલ્યાણ છે. એમ સંકલ્પ કરી તેમની ભક્તિ કરવી તે નૈગમનયે ભક્તિ છે. સર્વ જીવનું ઉપયોગ લક્ષણ છે. પણ જ્યારે યથાયોગ્ય પ્રવૃત્તિ કરીને કોઈપણ ભવ્ય જીવ તે આત્મઉપયોગને પામે છે ત્યારે તે સંગ્રહનયે સ્વરૂપમાં રમ્યો ગણાય અથવા સ્વરૂપભક્તિ થઈ ગણાય. અમૃતક્રિયાની વિધિથી યુક્ત ભગવાને કહેલા વચનના આધારે શુદ્ધ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ (૧૪) શ્રી શિવગતિ જિન સ્તવન ૧૬૯ આચારના ભેદોને સેવી, મોક્ષાર્થી જે જિનભક્તિ કરે છે તે વ્યવહારનયે ભક્તિનો પ્રકાર છે. પદાર્થોમાં ભેદ પાડતા જવાય તે વ્યવહારનય છે. જેમકે વિષ, ગરલ અને અનન્ય અનુષ્ઠાન ત્યાગવા યોગ્ય છે. અને આત્માને હિતકારી એવા તહેતુ અનુષ્ઠાન અને અમૃત અનુષ્ઠાન આદરવા યોગ્ય છે, એમ વિચારી તેને આદરે તે વ્યવહારનયે ભક્તિ કરી ગણાય. (૧) વિષક્રિયા એટલે આ લોકમાં આહાર, માનની ઇચ્છાથી જે જ્ઞાન અને ક્રિયા કરવામાં આવે તે વિષક્રિયા છે. (૨) ગરલક્રિયા એટલે ધર્મક્રિયા કરીને પરલોકમાં ઇન્દ્ર વગેરેની ઋદ્ધિ આદિની ઇચ્છા કરવી અથવા આ લોકમાં ધન આદિની ઇચ્છા કરવી તે ગરલ ક્રિયા છે. (૩) અનો યિા અથવા સંમૂર્છાિમ ક્રિયા એટલે વિચાર વગર જે ક્રિયા કરવામાં આવે છે. અને (૪) તહેતુ ક્રિયા અર્થાત્ જેમાં ક્રિયાની વિધિ અશુદ્ધ છે, પણ ભાવ શુદ્ધ છે તે. અને (૫) અમૃતક્રિયા એટલે આગમમાં કહેલી શુદ્ધ વિધિ પ્રમાણે જે ક્રિયા કરવામાં આવે તે અમૃતક્રિયા જાણવી. ||રા ગુણ પ્રાભાવી કાર્ય, તણે કારણપણે, હો લાલ તત્વ રત્નત્રયી પરિણામ તે, જાસૂત્રે ભણે; હો લાલ ઋ૦ જે ગુણ પ્રગટ થયો, નિજ નિજ કાર્ય કરે, હો લાલ નિક સાધક ભાવે યુક્ત, શબ્દનયે તે ધરે. હો લાલ. શ૦ ૩ સંક્ષેપાર્થ :- જ્ઞાનાદિ અનંતગુણ આત્મામાં રહેલા છે; તે પ્રભાવ એટલે પ્રગટ કરવાનું કાર્ય કરવું છે. તે જ્ઞાનાદિ ગુણ પ્રગટ કરવાના કારણ તે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર છે. તે રત્નત્રયને મેળવવા માટે અથવા વર્તમાનમાં આત્માનો શુદ્ધ પર્યાય પ્રગટાવવા માટે જે પરિણામ એટલે ભાવ કરવા તે ઋજુસૂત્રનયે ભક્તિનો પ્રકાર છે. આત્માના જ્ઞાનાદિ ગુણો અંશે પ્રગટ થઈ પોતપોતાનું કાર્ય કર્યા કરે અને તે ગુણોને સંપૂર્ણ પામવા સાધકભાવે યુક્ત થઈ જે જીવ પ્રવર્તે તે શબ્દનયે ભક્તિનો પ્રકાર ગણાય અર્થાતુ કલ્યાણ સાધવાની યથાર્થ પ્રવૃત્તિ કરવી તે શબ્દનયે ભક્તિનો પ્રકાર છે. l૩મા પોતે ગુણપર્યાય, પ્રગટપણે કાર્યતા, હો લાલ પ્રવ ઊણે થાયે જાવ, તાવ સમભિરૂઢતા; હો લાલ તાસંપૂરણ નિજ ભાવ, સ્વકાર્ય કીજતે, હો લાલ સ્વશુદ્ધાતમ નિજરૂપ, તણે રસ લીજતે. હો લાલ. ત. ૪ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સંક્ષેપાર્થ :- આત્માના ઘાતીયા કર્મ નષ્ટ થવાથી કેવળજ્ઞાન, કેવળદર્શન, યથાખ્યાત ચારિત્ર અને પરમ અચલ વીર્ય ગુણો અને પર્યાયો પ્રગટપણે પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે. તથા બાકી ચાર અઘાતિયા કર્મ ક્ષય થઈ અવ્યાબાધ સ્વરૂપ, અક્ષય સ્થિતિ, અટલ અવગાહના તથા અગુરુ લઘુ એ ચાર ગુણ પ્રગટ થયા નથી ત્યાં સુધી સમભિરૂઢ નયે તે ભક્તિનો પ્રકાર ગણાય. જ્યારે સંપૂર્ણ નિજ આત્મભાવ અર્થાત્ આત્માના સર્વ ગુણોના સંપૂર્ણ અંશો ચૌદમા ગુણસ્થાનકના અંતે, શૈલેશીકરણના છેલ્લા સમયે પ્રગટ થાય છે. ત્યારે આત્માના સર્વ ગુણો પોતપોતાનું કાર્ય સંપૂર્ણપણે કરવા લાગે છે, તે એવંભૂતનયે પ્રભુની ભક્તિ થઈ જાણવી. તે સમયે આત્મા પોતાનું શુદ્ધાત્મસ્વરૂપ સંપૂર્ણ પ્રગટ થવાથી તેમાં જ રસ લેનારો થાય છે. અને પરભાવથી સર્વથા મુક્ત થાય છે. જો ઉત્સર્ગે એવંભૂત, તે ફળને નીપને, હો લાલ તે નિઃસંગી પરમાતમ, રંગથી તે બને; હો લાલ રં૦ સહજ અનંત અત્યંત, મહંત સુખે ભર્યા, હો લાલ મ૦ અવિનાશી અવિકાર, અપાર ગુણે વર્યા. હો. લાલ અ. ૫ સંક્ષેપાર્થ:- ઉત્સર્ગે એટલે રાજમાર્ગે અર્થાતુ ચૌદમા ગુણસ્થાનકના અંતે પ્રભુ એવંભૂતન વાસ્તવિક મોક્ષફળને પામ્યા છે, એવા નિઃસંગી પરમાત્માના રંગમાં રંગાવાથી તે પદની પ્રાપ્તિ થાય છે. પ્રભુ તો સહજ સ્વરૂપને પામ્યા છે, માટે જેનો કોઈ કાળે અંત નથી એવા અત્યંત અનંત મહાન સુખથી ભરપૂર છે. તથા અવિનાશી એવા શુદ્ધ પદને પામવાથી વિકારનો અનન્તાંશ પણ નથી એવા પ્રભુ અનંત ગુણોથી યુક્ત છે. આપણા જે પ્રવૃત્તિ ભવમૂળ, છેદ ઉપાય જે, હો લાલ છે પ્રભુગુણરાગે રક્ત, થાય શિવદાય તે; હો લાલ થાવ અંશ થકી સરવંશ વિશુદ્ધપણું ઠરે, હો લાલ વિ. શુક્લબીજશશિરેહ, તેહ પૂરણ હવે. હો લાલ તે ૬ સંક્ષેપાર્થ:- રાગ, દ્વેષ અને અજ્ઞાનરૂપ પ્રવૃત્તિ એ ભવ એટલે સંસારનું મૂળ છે; તેને છેદવાનો ઉપાય પ્રભુના ગુણોમાં રાગપૂર્વક એટલે ભક્તિપૂર્વક રક્ત એટલે લીન રહેવું તે જ મોક્ષ પ્રાપ્તિનો સાચો ઉપાય છે. પ્રભુ પ્રત્યેનો શુભરાગ શુદ્ધ ઉપયોગનું કારણ છે. અને શુદ્ધ ઉપયોગ એ મુક્તિનું કારણ છે. એક અંશ વિશુદ્ધતા પ્રગટે તો કાળે કરીને સર્વાશ વિશુદ્ધતા પ્રગટ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ (૧૫) શ્રી ઈશ્વરદેવ જિન સ્તવન ૧૭૧ થાય. જેમ શુક્લપક્ષના બીજનો શશી એટલે ચંદ્રમા દિને દિને વૃદ્ધિ પામતો પૂર્ણિમાના દિવસે તે સોળે કળાવાળો થાય છે. તેમ પ્રથમ પ્રભુની નૈગમન સેવા એટલે આજ્ઞા ઉઠાવવાની રુચિ ઉત્પન્ન થયે તે આગળ વધતાં વધતાં ચૌદમે ગુણસ્થાનકે એવંભૂતનયે પૂર્ણ આત્મશુદ્ધતાને પામે છે. IIકા. તિમ પ્રભુથી શુચિ રાગ, કરે વીતરાગતા, હો લાલ કઇ ગુણ એકત્વે થાય, સ્વગુણ પ્રાભાવતા; હો લાલ સ્વદેવચંદ્ર જિનચંદ્ર, સેવામાંહિ રહો, હો લાલ સેવ અવ્યાબાધ અગાધ, આત્મસુખ સંગ્રહો. હો લાલ આ૦ ૭ સંક્ષેપાર્થ :- તેમ પ્રભુ પ્રત્યેનો કરેલ શુચિ રાગ એટલે પ્રશસ્તરાગપવિત્ર પ્રેમ તે આખરે પૂર્ણ વીતરાગતાને પ્રગટાવે છે. એવા પ્રભુના નિર્મળ ગુણનું એકત્વપણે એટલે એકતાનપણે ધ્યાન કરતાં પોતાના સ્વગુણોની પ્રાભાવતા થાય છે અર્થાત્ પોતાના આત્મગુણો પ્રગટ થાય છે. માટે શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે જિનોમાં ચંદ્રમા સમાન એવા પ્રભુની સદા સેવામાં રહો અર્થાત્ તેમની આજ્ઞામાં રહો; તો તમે અનંત અવ્યાબાધ એટલે બાધાપીડારહિત આત્માના અગાધ એટલે અમાપ સુખને સર્વકાળને માટે પામશો. શા ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ એટલે પ્રગટપણે પ્રકાશમાન કરી છે. ||૧|| અસ્તિત્વાદિક ધર્મ, નિર્મળ ભાવે હો સહુને સર્વદા; નિત્યવાદિ સ્વભાવ, તે પરિણામી હો જડચેતન સદા. ૨ સંક્ષેપાર્થ :- આત્મા આદિ સર્વ દ્રવ્યોના અસ્તિત્વ, વસ્તુવાદિ જે સામાન્ય ધર્મો છે, તે ધર્મો સર્વ દ્રવ્યોમાં નિર્મળભાવે એટલે તેમનું સ્વરૂપ નષ્ટ થયા વિના જેમ છે તેમ જ રહેલ છે. તથા નિત્યસ્વાદિ સ્વભાવને છોડ્યા વિના સદા તે જડ ચેતન દ્રવ્યો પરિણમન કરી રહ્યા છે; કેમકે પરિણમનશીલ એવો પ્રત્યેક દ્રવ્યનો સ્વભાવ છે. /રા કર્તા ભોક્તા ભાવ, કારક ગ્રાહક હો જ્ઞાન ચારિત્રતા; ગુણપર્યાય અનંત, પામ્યા તુમચા હો પૂર્ણ પવિત્રતા. ૩ સંક્ષેપાર્થ – હે પ્રભુ! આપ તો શુદ્ધ સ્વભાવના કર્તા ભોક્તા છો. કર્તા કર્મ આદિ સર્વકારકો આપને સ્વભાવ સન્મુખ થયા છે. આપ શુદ્ધ સ્વભાવના ગ્રાહક છો. આપના સમ્યકજ્ઞાન અને સમ્યક્ઝારિત્ર પણ અનંત ગુણ પર્યાયયુક્ત છે. તેથી આપ પરમ પવિત્રતાને પામેલા છો. ૩ પૂર્ણાનંદ સ્વરૂપ, ભોગી અયોગી હો ઉપયોગી સદા; શક્તિ સકલ સ્વાધીન, વરતે પ્રભુની હો જે ન ચલે કદા. ૪ સંક્ષેપાર્થ:- આપ તો હે પ્રભુ!પૂર્ણાનંદ સ્વરૂપ છો, અનંત આત્મસુખના ભોગી છો, મન વચન કાયાના યોગથી રહિત હોવાથી અયોગી છો, તથા હમેશાં શુદ્ધ આત્મઉપયોગમયી છો. આપની સર્વ અનંત શક્તિઓ સ્વાધીનપણે વર્તે છે. જે કદી ચલાયમાન થવાની નથી, અર્થાત્ ફરીથી કર્મને આધીન થઈ તે પરાધીનતાને પામવાની નથી. ll દાસ વિભાવ અનંત, નાસે પ્રભુજી હો તુજ અવલંબને; જ્ઞાનાનંદ મહંત, તુજ સેવાથી હો સેવકને બને. ૫ સંક્ષેપાર્થ:- આપનો આ દાસ એટલે સેવક તો અનંત વિભાવ ભાવોથી યુક્ત છે. તે વિભાવ ભાવ આપના અવલંબને જરૂર નાશ પામશે. તથા આત્માનો જે મહંત એટલે મહાન જ્ઞાનાનંદ છે તે પણ આપની સેવા એટલે આજ્ઞા ઉઠાવવાથી મારા જેવા સેવકને જરૂર પ્રાપ્ત થશે; એવો મને પૂર્ણ વિશ્વાસ છે. //પા ધન્ય ધન્ય તે જીવ, પ્રભુપદ વંદી હો જે દેશના સુણે; (૧૫) શ્રી ઈશ્વરદેવ જિન સ્તવન શ્રી દેવચંદ્રજીત વિહરમાન વીશી (#હ અનતાનત.એ દેશી) સેવો ઈશ્વર દેવ, જિણે ઈશ્વરતા હો નિજ અદ્ભુત વરી; તિરોભાવની શક્તિ, આવિર્ભાવે હો સહુ પ્રગટ કરી. ૧ સંક્ષેપાર્થ:- આ સ્તવનમાં આત્મા છે, નિત્ય છે, તે કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય પણ છે; એ છ પદનો નિર્દેશ કરેલ છે. હે ભવ્યાત્માઓ! તમે ઈશ્વરદેવ જિનને સેવો. કારણ તેમણે પોતાની ઈશ્વરતા એટલે અદ્ભુત આત્મઐશ્વર્યને પ્રગટ કર્યું છે. આત્માની અનંત જ્ઞાન, દર્શનાદિ શક્તિઓ જે તિરોભાવે એટલે ઢંકાયેલી હતી, તે સર્વને આવિર્ભાવે Page #89 -------------------------------------------------------------------------- ________________ (૧૫) શ્રી ઈશ્વરદેવ જિન સ્તવન ૧૭૩ જ્ઞાન ક્રિયા કરે શુદ્ધ, અનુભવ યોગે હો નિજ સાધકપણે. ૬ સંક્ષેપાર્થ:- તે જીવો ધન્ય છે, ધન્ય છે કે જે જીવો પ્રભુના ચરણકમળની વંદના કરીને તેમની દેશનાને ભાવભક્તિથી સાંભળે છે તથા જે ધર્મક્રિયાને પ્રથમ સસુરુષના બોધે યથાર્થ સમજી, પછી તે શુદ્ધ ક્રિયાને કરે છે; તે જીવ શુદ્ધ આત્મઅનુભવને પામી પોતાની સાધનાનું ફળ મેળવે છે. કા. વારંવાર જિનરાજ, તુજ પદ સેવા હો હોજો નિર્મલી; તુજ શાસન અનુજાઈ, વાસન ભાસન હો તત્ત્વરમણ વળી. ૭ સંક્ષેપાર્થ :- હે જિનરાજ ! વારંવાર એટલે જ્યાં સુધી હું મુક્તિને ન પામું ત્યાં સુધી આપના ચરણકમળની સેવા અને નિર્મળી એટલે માત્ર મોક્ષના અર્થે જ હોજો. તથા આપના વીતરાગ શાસનનો જ અનુજાઈ એટલે અનુયાયી બની, વાસન એટલે સમ્યક્દર્શનની જ વાસના અર્થાત્ ઇચ્છાવાળો બનું તથા ભાસન એટલે સમ્યકજ્ઞાનનું જ મને જાણપણું થજો.. અને વળી આપના કહેલા તત્ત્વમાં જ મારી સમ્યક્ રીતે રમણતા હોજો. /ળી શુદ્ધાતમ નિજ ધર્મ, રુચિ અનુભવથી હો સાધન સત્યતા; દેવચંદ્ર જિનચંદ્ર, ભક્તિ પસાયે હો હોશે વ્યક્તતા. ૮ સંક્ષેપાર્થ :- શુદ્ધ આત્મસ્વરૂપમય મારા આત્માનો મૂળ ધર્મ છે. તેની રુચિ ઉત્પન્ન થતાં અને તેના અનુભવવડે મોક્ષસાધનની સત્યતા જણાઈ આવે છે. શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે જિનોમાં ચંદ્રમા સમાન એવા પ્રભુની ભક્તિ કરવાથી, તેની કુપા વડે સર્વ આત્મશક્તિની વ્યક્તતા એટલે પ્રગટતા થશે, એમાં કોઈ સંશય નથી. દા ૧૭૪ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સંક્ષેપાર્થ :- રાજા ગજસેન અને માતા જસોદાના નંદન એવા શ્રી ઈશ્વરદેવ છે. જેના ગુણો અવદાત એટલે નિર્મળ છે. એવા મારા સ્વામીની હે ભવ્યો! તમે પણ સેવના કરો. જે પુષ્કરાદ્ધના પૂર્વમાં આવેલ કચ્છ વિજયની અચ્છ એટલે સુંદર એવી સુસીમા નગરીમાં વર્તમાનકાળમાં વિરાજમાન છે. એવા સ્વામીની આજ્ઞા ઉઠાવવારૂપ સાચી સેવા કરવાનો હે ભવ્યો! તમે અભ્યાસ કરો. l/૧ શશિલંછન પ્રભુ કરે રે વિહાર, રાણી ભદ્રાવતીનો ભરથાર; સ્વાવ જે પામે પ્રભુનો દેદાર, ધન ધન તે નરનો અવતાર. સ્વાર સંક્ષેપાર્થ:- શશી એટલે ચંદ્રમા છે જેમનું લંછન એવા પ્રભુ પુષ્કરાદ્ધમાં વિહાર કરી રહ્યા છે. જે રાણી ભદ્રાવતીના ભર્તાર છે. એવા પ્રભુના દેદાર કહેતાં આત્મસ્વરૂપને જે પામે તે નરનો આ મનુષ્ય અવતાર ધન્ય છે, ધન્ય છે. એવા શુદ્ધ સ્વરૂપી સ્વામીની હે ભવ્યો ! તમે જરૂર ભજના કરો. રા. ધન તે તન જિન નમીએ પાય, ધન તે મન જે પ્રભુ ગુણ ધ્યાય; સ્વાવ ધન જે જીહા પ્રભુ ગુણ ગાય, ધન્ય તે વેળા વંદન થાય. સ્વા૦૩ સંક્ષેપાર્થ :- પ્રભુના પાય કહેતા ચરણમાં જે પુણ્યાત્માનું તન એટલે શરીર નમન કરે છે તેને ધન્ય છે, અને જે મન પ્રભુના ગુણનું ધ્યાન કરે છે તેને પણ ધન્ય છે. તેમજ જે વચન પ્રભુના ગુણ ગાવામાં સંલગ્ન છે તે પણ ધન્યવાદને પાત્ર છે. તથા જે સમયે પ્રભુને વંદન કરવામાં આવે છે તે કાળને પણ ધન્ય છે. એમ સર્વ પ્રકારે નમવા યોગ્ય એવા પ્રભુની હે ભવ્યો! તમે સેવા કરો. ૩. અણમિલવે ઉત્કંઠા જોર, મિલવે વિરહ તણો ભય સોર; સ્વાવ અંતરંગ મિલને જીઉ છાંહિ, શોક વિરહ જિમ દૂરે પલાય. સ્વા૦૪ સંક્ષેપાર્થ :- પ્રભુની સાથે મળવાનું થતું નથી ત્યાં સુધી અતિ ઉત્કંઠા એટલે ઇચ્છા રહે છે. અને પ્રભુ મળી ગયા પછી તેના વિરહનો ભય, સોર કહેતા સતાવે છે. માટે જો છાંહિ એટલે સાંઈ કહેતા પ્રભુના અંતરંગ આત્મસ્વરૂપ સાથે જો મેળાપ થઈ જાય તો પ્રભુને નહીં મળવાનો શોક અને મળ્યા પછીના વિરહનું દુઃખ સર્વથા દૂર ભાગી જાય. સર્વદા અંતરંગથી મળવા યોગ્ય એવા પ્રભુની સેવા અવશ્ય કરવી જોઈએ કે જેથી સર્વ પ્રકારના ભવદુઃખનો નાશ થઈ જાય. ll તું માતા નું બંધવ મુજ, તુંહી પિતા તુજશું મુજ ગુંજ; સ્વાવ (૧૫) શ્રી ઈશ્વરદેવ જિન સ્તવન શ્રી યશોવિજયાત વિહરમાન વીશી | (રાજ જે મિ-એ દેશી) નૃપ ગજસેન જસોદા માત, નંદન ઈશ્વર ગુણ અવદાત; સ્વામી સેવીએ. પુષ્કરવર પૂરવાર" કચ્છ, વિજય સુસીમા નયરી અચ્છ, સ્વા-૧ Page #90 -------------------------------------------------------------------------- ________________ (૧૫) શ્રી આસ્તાગ જિન સ્તવન ૧૫ શ્રી નયવિજય વિબુધનો શિષ્ય, વાચક યશ કહે પુરો જગીશ. સ્વા૦૫ સંક્ષેપાર્થ:- હે પ્રભુ!તું જ મોક્ષસુખને જન્મ આપનાર હોવાથી મારી ખરી માતા છો, તથા મોક્ષનો માર્ગ બતાવનાર હોવાથી તમે જ મારા ખરા બાંધવ એટલે ભાઈ છો. તેમજ મારા આત્માનું સર્વદા રક્ષણ કરનાર હોવાથી તમે જ મારા સાચા પિતા છો. તમારાથી મારી કઈ વાત ગુંજ એટલે છૂપી રહેલ છે? કંઈ જ નહીં. કેમકે આપ તો સર્વજ્ઞ છો. તેથી સર્વ જાણો છો. પંડિત શ્રી નવિજયના શિષ્ય ઉપાધ્યાય એવા શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે હે જગીશ! અર્થાતુ હે જગતમાં રહેલ ઈશ્વર તમે મારી ઉપરોક્ત જણાવેલ ઇચ્છાને પૂરી કરો. તે શું છે ? તો કે આપના શુદ્ધ સ્વરૂપ સાથે મારો પણ અંતરંગ મેળાપ થઈ જાય, જેથી સર્વકાળને માટે શોક અને વિરહ વગેરેના દુઃખોનો અંત આવી જાય. એવી મારી પ્રબળ અભિલાષા છે તે પૂર્ણ થાઓ, પૂર્ણ થાઓ. //પા. ૧૭૬ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ કામકુંભ ઘર આવે, દારિદ્ર કિમ ૨હે રે; કે દાવ વન વિચરે જો સિંહ તો, બીક ન ગજ તણી રે, કે બી. કર્મ કરે શું જોર, પ્રસન્ન જો જગધણી રે. કે પ્રલ ૨ સંક્ષેપાર્થ :- જેમકે ગયણાંગણ એટલે આકાશના આંગણામાં રવિ કહેતા સૂર્યનો ઉદય થતાં જ તિમિર અર્થાત્ અંધકાર રહી શકે નહીં. કામકુંભ તે દેવતાઈ કુંભ છે. જે ઇચ્છિતની પૂર્તિ કરે એવો ઘરમાં આવે તો દારિદ્રને ક્યાં સ્થાન રહે, ગરીબાઈ તો તુરંત નાશ પામે. વળી જે વનમાં સિંહ વિચરતો હોય ત્યાં હાથીની બીક હોય નહીં. તેમ જગધણી એવા ધર્મનાથ પ્રભુ જો મારા પર પ્રસન્ન છે તો કર્મ શું જોર કરી શકે ? અર્થાત્ કાંઈ જ કરી શકે નહીં. રા સુગુણ નિર્ગુણનો અંત૨, પ્રભુ નવિ ચિત્ત ધરે રે, કે પ્ર નિર્ગુણ પણ શરણાગત, જાણી હિત કરે રે; કે જાવ ચંદ્ર ત્યજે નવિ લંછન, મૃગ અતિ શામળો રે, કે મૃ યશ કહે હિમ તુમ જાણી, મુજ અરિબળ દળો રે. કે મુળ ૩ સંક્ષેપાર્થ :- સુગુણી હો કે નિર્ગુણી, તેનું અંતર પ્રભુના ચિત્તમાં હોતું નથી. તે તો નિર્ગુણીને પણ પોતાને શરણે આવેલો જાણી તેનું હિત કરે છે અર્થાત્ કલ્યાણ કરે છે. જેમ ચંદ્રમા પોતે સ્વચ્છ, ઉજવળ હોવા છતાં, પોતામાં રહેલ અતિ શ્યામ એવા મૃગના લંછનને છોડતો નથી તેમ શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે હે પ્રભુ! મને પણ કમની કાલિમાથી શ્યામ થયેલો જાણી છોડશો નહીં. પણ મારા કર્મરૂપી શત્રુઓના બળને દળી નાખી મને શુદ્ધ કરજો એવી મારી અભિલાષાને પૂર્ણ કરવા આપ પ્રભુ પ્રત્યે મારી ભાવભરી વિનંતિ છે. all (૧૫) શ્રી ઘર્મનાથ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી ધરમનાથ તુજ સરિખો, સાહિબ શિર થકે રે, કે સાવ ચોર જોર જે ફોરવે, મુજશું હક મને રે; કે મુળ ગજનિમિલિકા કરવી, તુજને નવિ ઘટે રે, કે તુ જે તુજ સન્મુખ જોતાં, અરિનું બળ મિટે ૨. કે અ- ૧ સંક્ષેપાર્થ - હે ધરમનાથ પ્રભુ! આપ જેવા મોટા સાહિબ મારે માથે હોવા છતાં કર્મરૂપી ચોર ઇક મને કહેતા બધા એક સાથે મળીને નિર્ભયપણે મારા ઉપર જોર ફોરવી રહ્યાં છે. એવા સમયે આપ જેવાને મારા માટે ગજનિમિલિકા એટલે આંખમિંચામણા કરવા તે ઘટિત નથી. આપ માત્ર કર્મોની સન્મુખ એક નજર કરો તો પણ તે કર્મરૂપી શત્રુઓનું બળ નષ્ટ થઈ જાય એમ છે. માટે જરૂર તેમ કરવા વિનંતિ છે. પા. રવિ ઊગે ગયણાંગણ, તિમિર તે નવિ રહે રે, કે તિ (૧૫) શ્રી આસ્તાગ જિન સ્તવન શ્રી દેવચંદ્રજીત ગત ચોવીશી (મન મોલું અમારું પ્રભુગુણે-એ દેશી) કરો સાચા રંગ જિનેશ્વરુ, સંસાર વિરંગ સહુ અન્ય રે; સુરપતિ નરપતિ સંપદા, તે તો દુરગંધી કદન્ન રે. ક૦૧ Page #91 -------------------------------------------------------------------------- ________________ (૧૬) શ્રી નમિપ્રભ જિન સ્તવન ૧૭૭ સંક્ષેપાર્થ :— શ્રી આસ્તાગ જિનેશ્વર પ્રભુ સાથે હે ભવ્યો ! તમે સાચો રંગ કરો અર્થાત્ સાચી પ્રીત જોડો. કેમકે સંસારના પાંચ ઇન્દ્રિયોના વિષયોનો, કે ધન, કુટુંબાદિકનો મોહ છે તે વિરંગ એટલે વિપરીત રંગ છે; સ્વસ્વરૂપથી અન્ય એવા પર પદાર્થોનો રંગ છે. તે સંસાર વધારનાર છે, પરતંત્રતા આપનાર છે અને ક્લેશ કરાવનાર છે. સંસારમાં સુરપતિ એવા દેવોના ઇન્દ્રની કે નરપતિ એવા ચક્રવર્તીની અશ્વ, ગજ, રત્નો કે સ્ત્રીઆદિની ભૌતિક સંપત્તિ, તે પણ દુર્ગંધમય તથા જ્ઞાનીપુરુષની દૃષ્ટિમાં કદન્ન એટલે હલકા પ્રકારના અનાજ જેવી છે. તે સંપત્તિ મોહ કરાવી, પાપ કરાવી, સંકલ્પ વિકલ્પ કરાવી આત્મપરિણામમાં અશાંતિ ઉપજાવનાર છે. મોહ મદિરાના છાકે અજ્ઞાની જનોને તે સુખરૂપ ભાસે છે પણ તે ખરેખર પરમાર્થે આત્માને બંધનકારક હોવાથી ત્યાગવા યોગ્ય છે. માટે હે ભવ્યો ! તમે જિનેશ્વર પ્રભુ સાથે સાચો આત્મરંગ જોડો. ।।૧।। જિન આસ્તાગ ગુણરસ ૨મી, ચલ વિષય વિકાર વિરૂપ રે; વિણ સમકિત મત અભિલષે, જિણે ચાખ્યો શુદ્ધસ્વરૂપ છે. ક૨ સંક્ષેપાર્થ :– શ્રી જિનેશ્વર આસ્તાગ પ્રભુના જ્ઞાનાદિક અનંત શુદ્ધ ગુણોમાં ૨મણતા કરીને, ચલાયમાન, અસ્થિર એવા વિષય વિકાર જે વિરૂપ એટલે આત્માનું મોહાધીન વિકૃતરૂપ છે, તેને સમ્યક્દર્શન વગર કદી ઇચ્છવા યોગ્ય નથી. પણ જેણે શુદ્ધ સ્વરૂપનું આસ્વાદન કરેલ છે એવા શ્રી આસ્તાગ જિનમાં વૃત્તિ લીન કરવા યોગ્ય છે, તે જ સુખરૂપ છે. જ્યારે વિષય વિકાર એ દુઃખરૂપ અને ક્લેશકારક છે. ।।૨। નિજ ગુણચિંતન જળ રમ્યા, તસુ ક્રોધ અનળનો તાપ રે; નવિ વ્યાપે કાપે ભવસ્થિતિ, જિમ શીતને અર્કપ્રતાપ રે. ક૩ સંક્ષેપાર્થ :– જે ભવ્યાત્માઓ જ્ઞાનીપુરુષના ઉપદેશથી પોતાના આત્મગુણોના ચિંતનરૂપ જળમાં રમે છે, તેને ક્રોધરૂપી અનલ એટલે અગ્નિનો તાપ વ્યાપે નહીં અર્થાત્ તેને પીડી શકે નહીં. પણ તેનું આત્મચિંતન તેની ભવસ્થિતિને કાપે છે; જેમ અર્ક એટલે સૂર્યનો પ્રતાપ શીત એટલે ઠંડીને દૂર કરે છે તેમ. માટે હે મોક્ષાભિલાષી ભવ્યો ! તમે શ્રી જિનેશ્વર પ્રભુ સાથે સાચો પ્રેમ જોડો. II3II જિન ગુણરંગી ચેતના, નવિ બાંધે અભિનવ કર્મ રે; ગુણરમણે નિજ ગુણ ઉલ્લસે, તે આસ્વાદે નિજ ધર્મ રે. ક૪ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સંક્ષેપાર્થ :– શ્રી જિનેશ્વર પ્રભુના શુદ્ધ આત્મામાં અનંતગુણો છે. તેમાં આપણી આત્મચેતના જો રંગી થઈ અર્થાત્ પ્રશસ્ત રાગવાળી થઈ તો તે અભિનવ એટલે નવા કર્મનો બંધ કરે નહીં. પણ પ્રભુના ગુણમાં રમણતા કરવાથી પોતાના ગુણ પણ ઉલ્લસિત થાય અર્થાત્ પ્રગટે અને પોતાના આત્મધર્મનો કહેતાં જ્ઞાનદર્શન ચારિત્રમય સ્વભાવનો આસ્વાદ પામે, અર્થાત્ અનુભવ આનંદને વેદે. માટે હે ભવ્યો ! શ્રી જિનેશ્વર પ્રભુના ગુણો મેળવવા માટે જરૂર સાચો રંગ એટલે પ્રેમ પ્રગટ કરો. ।।૪।। ૧૭૮ પરત્યાગી ગુણ એકતા, રમતા જ્ઞાનાદિક ભાવ રે; સ્વસ્વરૂપ ધ્યાતા થઈ, પામે શુચિ ક્ષાયક ભાવ રે. કપ સંક્ષેપાર્થ ઃ— જે પુરુષ આત્માથી પર એવા રાગદ્વેષ, અહં, મમત્વને ત્યાગીને પ્રભુના ગુણોમાં એકતા કરી, સભ્યજ્ઞાનદર્શન ચારિત્રાદિ ગુણોમાં ભાવથી રમણતા કરે, તે ભવ્યાત્મા સ્વઆત્મસ્વરૂપનો ધ્યાતા થઈ, શુચિ એટલે પવિત્ર અક્ષય એવા આત્માના ક્ષાયિકભાવને પામે છે. માટે હે ભવ્યો! શ્રી જિનેશ્વર પ્રભુના ગુણોમાં એકતાનપણું લાવો. ।।૫।। ગુણ ક૨ણે નવ ગુણ પ્રગટતા, સત્તાગત રસ થિતિ છેદ રે; સંક્રમણે ઉદય પ્રદેશથી, કરે નિર્જરા ટાળે ખેદ રે. ક૬ સંક્ષેપાર્થ :– પ્રભુભક્તિના બળે સમ્યજ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણ કરણે એટલે ભાવોવડે કરી આગળ વધતાં વધતાં જેમ જેમ નવીન ગુણો પ્રગટે તેમ તેમ સત્તામાં રહેલ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય આદિ કર્મોની રસ અને સ્થિતિ છેદાતી જાય છે, અને કર્મો પ્રદેશ ઉદયથી સંક્રમી નિર્જરવા લાગે છે. જેથી મિથ્યાત્વ, કષાય તથા જન્મમરણાદિના ભયને ટાળી તે પુરુષ નિષ્પદ બને છે. એવી સ્થિતિના મૂળભૂત કારણ શ્રી જિનેશ્વર પ્રભુ પ્રત્યે સાચો ભક્તિનો રંગ પ્રગટ કરો. IISના સહજસ્વરૂપ પ્રકાશથી, થાએ પૂર્ણાનંદ વિલાસ રે; દેવચંદ્ર જિનરાજની, કરજ્યો સેવા સુખવાસ રે. ક૦૭ સંક્ષેપાર્થ :– આત્મામાં રહેલા સહજ આત્મસ્વરૂપના સંપૂર્ણ પ્રકાશથી અનંત શાશ્વત પૂર્ણાનંદની પ્રાપ્તિ થઈ તેમાં જ સર્વકાળને માટે જીવ વિલાસ કરે છે. એવા શુદ્ધાત્મપદને પામવા માટે શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે શ્રી જિનરાજ પ્રભુની સેવા સદા કરજો અર્થાત્ તેમની આજ્ઞા ઉઠાવવાનો સદા પ્રયાસ Page #92 -------------------------------------------------------------------------- ________________ (૧૬) શ્રી નમિપ્રભ જિન સ્તવન ૧૭૯ કરજો. તો તમે જ્યાં સદા નિરઉપાધિમય ત્રિવિધતાપથી રહિત સંપૂર્ણ સુખ રહેલું છે એવા મોક્ષપદને પામી સર્વકાળને માટે ત્યાં જ નિવાસ કરશો. એવા શુદ્ધ સહજાત્મસ્વરૂપને પામવા અર્થે હે ભવ્યો! શ્રી જિનેશ્વર પ્રભુ સાથે સાચો ભક્તિનો રંગ જમાવો અને સર્વદુઃખથી સર્વથા મુક્તિ પામો. IIણા (૧૬) શ્રી નમિપ્રભ જિન સ્તવન શ્રી દેવચંદ્રજીત વિહરમાન વીશી (અરજ અરજ સુણોને રડા રાજી હોજી.....એ દેશી) નમિપ્રભ નમિપ્રભ પ્રભુજી વીનવું હોજી, પામી વર પ્રસ્તાવ; જાણો છો જાણો છો વિણ વીનવે હોજી, તો પણ દાસ સ્વભાવ. ન૦૧ સંક્ષેપાર્થ:- હે નમિપ્રભ પ્રભુજી ! હું આપને વર એટલે શ્રેષ્ઠ, પ્રસ્તાવ એટલે ભક્તિનો પ્રસંગ પામી, પ્રેમ સહ વિનંતિ કરું છું. જો કે આપ તો પ્રભુ વગર જણાવ્યું સર્વ જાણો છો. તો પણ આપના આ દાસને આપની સમક્ષ મન ખાલી કરવાનો સ્વભાવ હોવાથી સપ્રેમ વિનવું છું. I/૧ાા હું કરતા હું કરતા પરભાવનો હોજી, ભોક્તા પુદ્ગલરૂપ; ગ્રાહક ગ્રાહક વ્યાપક એહનો હોજી, રાચ્યો જડ ભવભૂપ. ૧૦૨ સંક્ષેપાર્થ:- હે પ્રભુ! હં અનાદિકાળથી પર એવા રાગદ્વેષાદિભાવોનો કર્તા છું. અને તેના ફળસ્વરૂપ પર પુદ્ગલમાં જ સુખદુઃખ માની તેનો ભોક્તા બનું છું. માટે હું પરપદાર્થનો જ ગ્રાહક છું. તેમજ પરપદાર્થમાં જ તન્મયપણે વ્યાપેલો છું. તેથી ભવભૂપ એટલે સંસારમાં રાજા જેવા મુખ્યપણે દ્રષ્ટિગોચર થતા એવા જડ પુદ્ગલ પરમાણુઓમાં જ હું સર્વદા રાચી રહ્યો છું, તેમાં જ મોહ પામી રહ્યો છું. /રા આતમ આતમ ધર્મ વિસારિયો હોજી, સેવ્યો મિથ્યા માગ; આસ્રવ આસ્રવ બંધપણું કર્યું હોજી, સંવર નિર્જરા ત્યાગ. ન૦૩ સંક્ષેપાર્થ :- ઉપરોક્ત પર પુદ્ગલમાં અત્યંત રાચવાપણાને લીધે, મારા આત્માનો જે શુદ્ધ જ્ઞાનદર્શનમય ધર્મ છે તેને તો હું ભૂલી જ ગયો છું. અને સંસારમાં રઝળાવનાર એવા મિથ્યામાર્ગને સેવી રહ્યો છું. તેથી હમેશાં કર્મોનો ૧૮૦ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ આસ્રવ કરી, આત્માને કમથી બાંધવાનું જ કાર્ય મેં કર્યું છે, પણ જે દ્વારા આવતા કર્મ રોકાય એવા સંવર તત્ત્વને તથા જે દ્વારા કર્મોનો ક્ષય થાય એવા નિર્જરા તત્ત્વનો તો મેં ત્યાગ જ કરી દીધો છે. Ill. જડચલ જડચલ કર્મ જે દેહને હોજી, જાયું આતમ તત્ત્વ; બહિરાતમ બહિરાતમતા મેં ગ્રહી હોજી, ચતુરંગે એકત્વ. ન૦૪ સંક્ષેપાર્થ:- જડ એટલે ચેતનતા રહિત અને ચલ એટલે ચલાયમાન સ્વભાવવાળા એવા કર્મના બનેલા આ દેહને મેં આત્મતત્વ જાણ્યું. તથા દેહમાં આત્મબુદ્ધિ કરવાથી હું બહિરાત્મપણાને ગ્રહણ કરીને રહેલો છે. તે કારણે હું પુદ્ગલના ચતુરંગી એવા વર્ણ, રસ, ગંધ અને સ્પર્શમાં એકમેકપણે રહીને પ્રવર્તી રહ્યો છું. l૪ll કેવલ કેવલ જ્ઞાનમહોદધિ હોજી, કેવલ દંશણ બુદ્ધ; વીરજ વીરજ અનંત સ્વભાવનો હોજી, ચારિત્ર ક્ષાયિક શુદ્ધ. ૦૫ સંક્ષેપાર્થ:- આપ તો હે પ્રભુ! કેવળજ્ઞાનરૂપ મહોદધિ એટલે મહાન સમુદ્ર સમાન છો. તથા કેવળ દર્શનથી પણ યુક્ત છો. અને બુદ્ધ એટલે બોધની જ મૂર્તિ છો. તેમજ સ્વભાવથી ઉત્પન્ન થતું અનંતવીર્ય પણ આપને પ્રગટ છે તથા શુદ્ધ એવું ક્ષાયિક ચારિત્ર પણ આપનામાં સંપૂર્ણપણે ઝળકી ઊર્યું છે. એમ અનંત ચતુર્યથી યુક્ત હોવાથી આપ ખરેખર પરમાત્મા છો. //પા. વિશ્રામ વિશ્રામી નિજભાવના હોજી, સ્યાદ્વાદી પ્રમાદ; પરમાતમ પરમાતમ પ્રભુ દેખતાં હોજી, ભાગી ભ્રાંતિ અનાદ. ૧૦૬ સંક્ષેપાર્થ – પોતાના શુદ્ધ અનંત જ્ઞાન, દર્શન, સુખાદિ ગુણોમાં જ હે પ્રભુ ! આપ સદા વિશ્રામ કરો છો. આપ સ્યાદ્વાદની રીતે તત્ત્વના બોધક છો. સ્વરૂપમાં સર્વકાળ રમો છો, માટે અપ્રમાદી છો. એવા આપ વીતરાગ પ્રભુના દર્શન થતાં મારી અનાદિની આત્મભ્રાંતિનો ભંગ થયો અને આત્મસ્વરૂપ વિષે શ્રદ્ધા ઉત્પન્ન થઈ. IIકા જિનસમ જિનસમ સત્તા ઓળખી હોજી, તસુ પ્રાગુભાવની ઈહ; અંતર અંતર આતમતા લહી હોજી, પ૨ પરિણતિ નિરીહ. ૧૦૭ સંક્ષેપાર્થ:- મારું સ્વરૂપ પણ જિનસમ એટલે આપ જિનેશ્વર સમાન જ સત્તા અપેક્ષાએ છે, તેની હે પ્રભુ ! આપના બોધવડે મને ઓળખાણ થઈ. Page #93 -------------------------------------------------------------------------- ________________ (૧૬) શ્રી નમિપ્રભ જિન સ્તવન ૧૮૧ અને તસુ એટલે તે સ્વરૂપને પ્રાગુભાવ એટલે પ્રગટ કરવાની ઈહ કહેતાં ઇચ્છા પણ ઉત્પન્ન થઈ. તેથી મારો બહિરાત્મા અંતરાત્મપણું પામી પર એવા પુદ્ ગલમાં પરિણમવારૂપ પરિણતિ એટલે ભાવનું નિરીહ કહેતા નિરઇચ્છાવાનપણું કરીને, સ્વસ્વરૂપનો રસિક બની ગયો. કા. પ્રતિછંદે પ્રતિછંદે જિનરાજને હોજી, કરતા સાધક ભાવ; દેવચંદ્ર દેવચંદ્ર પદ અનુભવે હોજી, શુદ્ધાતમ પ્રાગુભાવ. ન૦૮ સંક્ષેપાર્થ :- શ્રી જિનરાજના શુદ્ધ સ્વરૂપને હમેશાં પ્રતિછંદે એટલે પડછાયારૂપ પાસે રાખીને અર્થાત્ નિરંતર સ્મરણમાં રાખીને, જે સાધક તે સ્વરૂપની ભાવના કરશે, તેને માટે શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે તે દેવોમાં ચંદ્રમાં સમાન ઉત્તમ પરમાત્મપદનો અનુભવ કરશે. અને તેને જ શુદ્ધાત્મસ્વરૂપનો પ્રાગભાવ એટલે સંપૂર્ણ પ્રગટવાપણું પ્રાપ્ત થશે. I૮. (૧૬) શ્રી નમિપ્રભ જિન સ્તવન શ્રી ચશોવિજયજીકૃત વિહરમાન વીશી (વાઘેલા પથઈથી પાક નાશ છોગલાં ભાઇ-એ દેશી) પુષ્કરવર પૂરવ અરધ દિવાજે રે, સાહિબજી, નલિનાવતી વિજયે નયરી અજોધ્યા છાજે રે; સાવ પ્રભુ વીરનરેસર-વંશ-દિનેશર ધ્યાએ રે, સાવ સેનાસુત સાચો ગુણશું જાચો ગાઈએ રે. સા૧ સંક્ષેપાર્થ :- પુષ્કરાદ્ધ દ્વીપના પૂર્વ અરધ ભાગમાં નલિનાવતી વિજયમાં આવેલ અયોધ્યા નગરીમાં સાહેબ શ્રી નમિપ્રભ જિનેશ્વર, દિવાજે કહેતા દિવસની જેમ ઉજ્જવ કાંતિને પ્રસરાવતા થકા છાજે કહેતા શોભી રહ્યાં ૧૮૨ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ એટલે તપાસ કરતા તે ખરેખર સાચા પુરુષ સિદ્ધ થયા છે માટે તેમના ગુણોનું હે ભવ્યો! તમે સદા ગાન કરો. જેથી તમને પણ તમારા વાસ્તવિક સ્વરૂપનું ભાન થાય. ||૧|| મોહની મનવલ્લભ દરસન દુર્લભ જાસ રે, સાવ રવિચરણ ઉપાસી કિરણ વિલાસી ખાસ રે; સાવ ભવિજન મન રંજન ભાવઠ ભંજન ભગવંત રે, સાવ નમિપ્રભ વંદું પાપ નિકંદું તંત રે. સા૦૨ સંક્ષેપાર્થ :- જે મોહના રાણીના મનવલ્લભ છે. જાસ એટલે જેના દર્શન પ્રાપ્ત થવા પણ દુર્લભ છે એવા આ સાહિબ છે. - રવિ એટલે સૂર્યના ચરણની ઉપાસના કરીને જેમ કિરણો વિલાસ પામી રહી છે તેમ ખાસ એટલે મુખ્ય એવા શ્રી નમિપ્રભ સાહેબના ચરણકમળની ઉપાસના કરીને હે ભવ્યો! તમે પણ આત્માનંદના વિલાસને પામો. એ ભગવંત કેવા છે? તો કે ભવ્યજનોના મનને સદા રંજન કરનાર છે. તથા ભાવઠ એટલે સંસારની ઉપાધિને જે ભંજન કરનાર કહેતા ભાંગી નાખનાર છે. એવા શ્રી નમિપ્રભ સાહેબને ભાવપૂર્વક વંદના કરીને પાપની સંત કહેતા પરંપરાનું નિકંદન કાઢે, અર્થાત્ સર્વ પ્રકારના પાપનો મૂળસહિત છેદ કરું. //રા ઘર સુરતરુ ફળિયો સુરમણિ મિલિયો હાથ રે, સાવ કરી કરુણા પૂરી અઘ ચૂરી જગનાથ રે; સાવ અમિએ ઘન વૂઠા વળી તૂઠા સવિ દેવ રે, સાવ શિવગામી પામી જો મેં તુજ પદ સેવ રે. સા૦૩ સંક્ષેપાર્થ –પ્રભુનો ભેટો થવાથી ઘરે કલ્પવૃક્ષ ફળવાન થયું, સુરમણિ કહેતા કલ્પવૃક્ષ જેવી દેવતાઈ મણિ મને પ્રાપ્ત થઈ એમ હું માનું છું. કેમકે જગતના નાથ એવા સાહિબે પૂરેપુરી કરુણા કરીને મારા અઘ એટલે પાપોના સમૂહને ચૂરી નાખ્યા છે. પ્રભુના મળવાથી અમૃતના જાણે ઘન એટલે વાદળા તૂટ્યા એટલે વરસ્યા તથા તૂઠા કહેતા પ્રભુ તુષ્ટમાન થવાથી સર્વ દેવો પણ તુષ્ટમાન થયા એમ હું માનું છું. હવે શિવગામી અર્થાત્ મોક્ષમાં ગમન કરનાર એવા આપના ચરણકમળની સેવા જો હું સાચા ભાવે પામી જાઉં તો આ મારો ભવ સફળ થઈ તે પ્રભુ વીરસેન રાજાના વંશમાં દિનેસર કહેતા સૂર્યસમાન હોવાથી અજ્ઞાનરૂપ અંધકારને નિવારવા સમર્થ છે. માટે હે ભવ્યો! એવા સાહિબના સ્વરૂપનું ધ્યાન કરો. તથા જે સેનાદેવી માતાના પુત્ર છે. તેના ગુણોની જાંચ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૩ (૧૬) શ્રી નમિશ્વર જિન સ્તવન જાય; એમાં કોઈ શંકાને સ્થાન નથી. કા. ગંગાજળ નાહો હું ઉમાહો આજ રે, સાવ ગુરુ સંગત સારી હારી વધારી લાજ રે; સાવ મુહ માગ્યા જાગ્યા પૂરવ પુચ અંકૂર રે, સાવ મન લીનો કીનો તુજ ગુણ પ્રેમ પર રે. સા૦૪ સંક્ષેપાર્થ :- હું જાણે ગંગાજળમાં સ્નાન કરીને પવિત્ર થઈ ગયો છું એવો ઉમાહ્યો કહેતા ઉમળકો આજે મને આપના પ્રત્યે આવ્યો છે. શ્રી ગુરુની સારી સંગતિ મળવાથી મારી લાજ કહેતા આબરૂ પણ વધી ગઈ છે. હવે તો પ્રભુ ! મુહ માગ્યા પૂર્વના કરેલા પુણ્યના અંકુરો ફૂટી નીકળ્યા છે માટે મારા મનને જાણે બધું મળી ગયું હોય એમ જાણી મારા મને પણ આપના ગુણો પ્રત્યે પંડૂર કહેતા ઘણો પ્રેમ કર્યો છે. જો તું દોલતદાતા તું જગત્રાતા મહારાજ રે, સાવ ભવસાયર તારો સારો વાંછિત કાજ રે; સાત દુઃખચૂરણ પૂરણ કીજે, સયલ જગીશ રે, સાવ અરદાસ પ્રકાશે શ્રી નયવિજય સુશિષ્ય ૨. સાપ સંક્ષેપાર્થ :- તું દોલતદાતા એટલે સર્વ પ્રકારની ભૌતિક રિદ્ધિને આપનાર છો. તેમજ જગત્રાતા કહેતા જગતમાં ત્રાસ આપનાર એવા જન્મ જરા મરણ તથા ત્રિવિધ તાપથી બચાવનાર મહારાજ પણ તું જ છો. માટે હે સાહિબા ! ભવસાયર કહેતા ભવ સમુદ્રમાં ડૂબતા એવા મને તારો, પાર ઉતારો તથા મારા વાંછિત કાર્યને સારો કહેતા સિદ્ધ કરો. મારું વાંછિત કાર્ય તો મોક્ષ પ્રાપ્તિ છે, બસ એ જ મને આપો. બીજું મારે મન આપ મળવાથી સર્વ તુચ્છ ભાસે છે. હે જગદીશ્વર સાહિબા! હવે તો સયલ કહેતા સર્વ પ્રકારના દુઃખને ચૂર્ણ કરી, મારી આત્મિક સુખની ઇચ્છાને પૂર્ણ કરો. શ્રી નવિજયજીના સુશિષ્ય એવા શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે એ જ મારી એક માત્ર અરદાસ કહેતા વિનતિને આપની સમક્ષ પ્રકાશું છું. તે સાંભળી ઘટિત કરવા કૃપા કરો. //પા ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ શ્રી યશોવિજયજીત વર્તમાન બીજી ચોવીશી (સુણી પશુમાં વાણી - દેશી) જગજન મન રંજે રે, મનમથ બળ ભેજ રે; નવિ રાગ ન દોષ તું અંજે ચિત્તશું રે. ૧ સંક્ષેપાર્થ:- હે શાંતિનાથ પ્રભુ! આપ જગત જીવોના મનને રંજન કરનાર છો, નિર્વિકારી હોવાથી કામદેવના બળને પણ ભાંગનાર છો. તેથી રાગદ્વેષરૂપ કાજળને આપ કદી ચિત્તરૂપી આંખમાં આંજતા નથી. માટે આપ ખરેખરા વીતરાગી દેવ છો. પા. શિર છત્ર વિરાજે રે, દેવ દુંદુભિ વાજે રે; ઠકુરાઈ છમ છાજે, તોહિ અકિંચનો ૨. ૨ સંક્ષેપાર્થ:- આપના શિર ઉપર દેવકૃત ત્રણ છત્ર વિરાજે છે, આપની પ્રશંસામાં દેવો દુંદુભિનો નાદ કરે છે. એમ અષ્ટ પ્રાતિહાર્યવડે આપની ઠકુરાઈ કહેતા મોટાઈ સદા છાજે કહેતા શોભે છે. તો પણ તું સદા અકિંચન છો, અર્થાત્ નિષ્પરિગ્રહી છો; આપને કોઈ પદાર્થ પ્રત્યે કિંચિત્ માત્ર પણ મમતા નથી. રા. થિરતા ધૃતિ સારી રે, વરી સમતા નારી રે; બ્રહાચારી શિરોમણિ, તોપણ તું સુગ્યો રે.૩ સંક્ષેપાર્થ:- આપનામાં સ્થિરતા રાખવાની પ્રતિ એટલે ધીરજ સારી છે, વળી આપે સમતારૂપી નારી સાથે લગ્ન કર્યા છે. તો પણ તમે બ્રહ્મચારીઓમાં શિરોમણિ છો. એમ અમે સાંભળ્યું છે તે આશ્ચર્યકારી છે. કા. ન ધરે ભવરંગો રે, નવિ દોષા અંગો રે; મૃગ લંછન ચંગો, તો પણ તું સહી રે. ૪ સંક્ષેપાર્થ:- વળી આપનામાં ભવરંગ કહેતા સંસાર પ્રત્યે રાગ નથી, તેમજ કોઈપણ દોષ સાથે આપનો સંગ નથી. સુંદર એવા મૃગનું આપને લંછન છે. વળી ચંગો કહેતા કર્મમળ નાશ થવાથી આપ પવિત્ર છો. તો પણ તું સર્વનો સહિ કહેતા સહિયારી છો અર્થાત્ સાથીદાર છો, મિત્ર છો. Ifજા તુજ ગુણ કણ આખે રે, જગ કેવળી પાખે રે; સેવક યશ ભાખે, અચિરાસુત જયો રે. ૫ સંક્ષેપાર્થ:- આપના અનંતગુણોને કોણ આખે અર્થાત્ કહી શકે. પણ ૧૬. શ્રી શાંતિનાથ જિન સ્તવન Page #95 -------------------------------------------------------------------------- ________________ (૧૬) શ્રી નમિશ્વર જિન સ્તવન ૧૮૫ જગતમાં રહેલ કેવળી પોતાના જ્ઞાનબળે તે અનંતગુણોને પાખે કહેતા પારખી શકે, અનુભવી શકે છે. એમ શ્રી યશોવિજયજી મહારાજ ભાખે છે અર્થાત્ જણાવે છે કે ઉપરોક્ત ગુણો વડે શ્રી અચિરામાતાના પુત્ર શ્રી શાંતિનાથ ભગવાનનો સદા જય જયકાર વર્તે છે. પા (૧૬) શ્રી નમિશ્વર જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત ગત ચોવીશી (હો પીઉ પંખીડા—એ દેશી) જગત દિવાકર શ્રી નમિશ્વર સ્વામ જો, તુજ મુખ દીઠે નાઠી ભૂલ અનાદિની રે લો; જાગ્યો. સમ્યજ્ઞાન સુધારસ ધામ જો, છાંડિ દુર્રય મિથ્યા નીંદ પ્રમાદની રે લો॰૧ સંક્ષેપાર્થ ઃ— જગત એટલે સકલ વિશ્વને પ્રકાશિત કરવામાં દિવાકર એટલે જ્ઞાનરૂપ સૂર્ય જેવા હે શ્રી નમિશ્વર પ્રભુ ! આપના મુખકમળના દર્શન થયે તથા આપના વદન કમળમાંથી ઝરતી સ્યાદ્વાદમય દિવ્ય વાણીના શ્રવણ વડે અમારી અનાદિની ચાલી આવતી મિથ્યા અજ્ઞાનરૂપ આત્મસ્રાંતિની ભૂલ નાઠી અર્થાત્ નષ્ટ થઈ, અને સમ્યક્દાનરૂપ સુધારસનું સ્થાન પ્રાપ્ત થયું. જે સમ્યક્દાનરૂપ સુધારસના પાન વડે દુર્જય એટલે દુ:ખે કરીને જેનો ત્યાગ થઈ શકે એવી અનાદિની મિથ્યા એટલે જૂઠી એવી પ્રમાદના કારણરૂપ મોહનિદ્રા હતી; તેને છોડી જાગ્રત થયા. ॥૧॥ સહેજે પ્રગટ્યો નિજ પર ભાવ વિવેક જા ' અંતર આતમ ઠહર્યો સાધન સાધવે રે લો; સાવ્યાલંબી થઈ જ્ઞાયકતા છેક જો, નિજ પરિણતિ થિર નિજ ધર્મરસે હવે રે લો૨ સંક્ષેપાર્થ :— આપની સર્વ દ્રવ્યની શુદ્ધ રીતે પ્રરૂપણા ક૨ના૨ી વાણીવડે ૧૮૬ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ અમને નિજ શું ? અને પર શું ? બંધ માર્ગ શું ? અને મોક્ષમાર્ગ શું ? તેનો સહેજે વિવેક પ્રગટ થયો. તેના ફળસ્વરૂપ અમારો અંતરાત્મા બંધમાર્ગના કારણરૂપ રાગ, દ્વેષ, અજ્ઞાન, કામ, ક્રોધાદિભાવોને ત્યાગી, વિષયકષાયને ઉપશમાવવાના સાધનરૂપ ભક્તિ, સત્સંગ, ગુરુઆજ્ઞાના અવલંબનવડે આત્મકલ્યાણ સાધવામાં ઠહર્યો અર્થાત્ સ્થિત થયો. તેથી પરસ્વરૂપને જાણવામાં રુચિવંત એવી અમારી જ્ઞાયકતા હતી, તે પલટાઈને શુદ્ધ સ્વરૂપને સાધે એવા સત્પુરુષ આદિના આલંબનવાળી તે થઈ, અને તેમની આજ્ઞા ઉપાસવામાં છેક સુધી તે ટકી રહી. જેથી નિજ શુદ્ધ આત્મસ્વરૂપ પરિણતિમાં સ્થિર થઈને તે પોતાના જ ધર્મરસમાં એટલે સ્વસ્વભાવમય આનંદરસમાં મગ્ન બનીને મહાલવા લાગી. II૨ા ત્યાગીને સવિ પરપરિણતિરસરીઝ જો, જાગી છે નિજઆતમ અનુભવ ઇષ્ટતા રે લો; સહેજે છૂટી આસ્રવ ભાવની ચાલ જો, જાલમ એ પ્રગટી સંવર શિષ્ટતા રે લો૩ સંક્ષેપાર્થ :- પ૨પરિણતિરસ એટલે વિષયકષાયાદિ સર્વ પરભાવમાં જે રસ એટલે આનંદ આવતો હતો તે સર્વ ત્યાગવાથી હવે પોતાના આત્મગુણનો અનુભવ કરવામાં ઇષ્ટતા જાગી અર્થાત્ રુચિ ઉત્પન્ન થઈ. જેના ફળસ્વરૂપ અનાદિની જે કર્મ બાંધવારૂપ આસ્રવભાવની ચાલ એટલે ટેવ હતી તે છૂટી ગઈ અને જાલમ એટલે મહા જોરાવર એવી સંવરભાવની શિષ્ટ કહેતાં શ્રેષ્ઠ ચાલ શરૂ થઈ અર્થાત્ સંવરભાવ વડે કર્મ આવવાના દ્વાર બંધ થવા લાગ્યા. ॥૩॥ બંધના હેતુ જે છે પાપસ્થાન જો, તે તુજ ભગતે પામ્યા પુષ્ટ પ્રશસ્તતા રે લો; ધ્યેયગુણે વલગ્યો પૂરણ ઉપયોગ જો, તેહથી પામે ધ્યાતા ધ્યેય સમસ્તતા રે લો૪ સંક્ષેપાર્થ :- સંવરભાવ પ્રગટ થવાથી કર્મબંધના અઢાર પાપસ્થાનક આદિ જે કારણો હતા તે સર્વ પલટાઈ જઈ પ્રભુની ભક્તિવડે પુષ્ટ એટલે અત્યંત પ્રશસ્તપણાને પામી કલ્યાણના કારણરૂપ થયા. તે આ પ્રમાણે :– પહેલું પાપ પ્રાણાતિપાત ઃ– તે ટળી જઈ દ્રવ્ય દયા, ભાવદયા રૂપે પરિણામ થયો. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ (૧૬) શ્રી નમિશ્વર જિન સ્તવન ૧૮૭ બીજું પાપ મૃષાવાદ :- જૂઠ બોલવાનો ભાવ ટળી જઈ સત્ય બોલવાનો ભાવ થયો. ત્રીજું પાપ અદત્તાદાન :- ચોરી કરવાનો ભાવ ટળી જઈ શુદ્ધાત્મ તત્ત્વ ગ્રહણ કરવાનો ભાવ જન્મ્યો. ચોથું પાપ અબ્રહ્મ :- કામભાવ ટળી જઈ આત્માના સહજાનંદની સમાધિમાં રમવાનો ભાવ થયો. પાંચમું પરિગ્રહ પાપસ્થાનક :-પરવસ્તુના ગ્રહણનો ભાવ ટળી જઈ શુદ્ધ સ્વઆત્મગુણ ગ્રહણ કરવાનો ભાવ થયો. છઠ્ઠ ક્રોધ પામસ્થાનક :- ક્રોધના ભાવને બદલે ક્ષમા આદરવારૂપ ભાવ થયો. સાતમું માન પાપસ્થાનક :- માનને બદલે હૃદયમાં કોમળતા વ્યાપી મૃદુતા આવી હૃદય વિનયી થયું. આઠમું માયા પાપસ્થાનક :- માયા ભાવ પલટાઈને આર્જવભાવ એટલે સરળભાવ પ્રગટ થયો. નવમું લોભ પાપસ્થાનક:- લોભના પરિણામ ત્યાગી મને સંતોષવાળું થયું અથવા મુક્તિ પ્રાપ્ત કરવાનો લોભ જાગ્યો. દશમું રાગ પાપસ્થાનક :- રાગભાવ વીતરાગતા પ્રાપ્ત કરવામાં પ્રવર્યો. અગિયારમું દ્વેષ પાપસ્થાનક:- દ્વેષભાવ પલટાઈ જઈ અદ્વેષ પરિણામ થયા. બારમું કલહ પાપસ્થાનક :- ક્લેશ પરિણામ અક્લેશભાવરૂપ થયા. તેરમું અભ્યાખ્યાન પાપસ્થાનક :- કોઈના ઉપર આળ મૂકવાના પરિણામ મટી જઈ ગુણગ્રાહી થયો. ચૌદમું પૈશુન્ય પાપસ્થાનક :- પરની ચૂગલી ચાડી કરવાનો ભાવ મટી જઈ પોતાના દોષ જોવાનો ભાવ પ્રગટ્યો. પંદરમું પ૨પરિવાદ પાપસ્થાનક :- બીજાના અવગુણ, અવર્ણવાદ બોલવાનું મટી જઈ પરગુણ જોવાનો ભાવ થયો. સોળમું રતિ-અરતિ પાપસ્થાનક :- પરમાં રતિ-અરતિભાવ હતો તે ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ વિરતિભાવ એટલે વૈરાગ્યભાવે પરિણમી, પરથી નિવૃત્તવારૂપ ભાવ થયો. સત્તરમું માયા મૃષાવાદ પાપસ્થાનક :- માયા વડે જૂઠું બોલવાનો ભાવ મટી જઈ માયારહિતપણે સત્ય બોલવાનો ભાવ થયો. અઢારમું મિથ્યાત્વદર્શનશલ્ય પાપસ્થાનક :- મિથ્યાત્વ એટલે વિપરીત અને શલ્ય એટલે કાંટારૂપ જેવા કે દેહમાં આત્મબુદ્ધિ આદિ આત્માના વિપરીતભાવ મટી જઈ સમ્યક નિઃશલ્ય પરિણામ થયા. એમ અઢારે પાપના સ્થાનક પલટો પામી નિમ્રાપના કારણરૂપ થયા. જેથી આત્માનો અશુદ્ધ ઉપયોગ નિર્મળતાને પામી, પોતાના સહજાત્મસ્વરૂપમાં સર્વકાળને માટે સ્થિર થવારૂપ ધ્યેયમાં તે પૂર્ણપણે લાગી ગયો. તેથી સ્વરૂપનું ધ્યાન કરનાર એવો ધ્યાતા સમસ્ત ધ્યેય સ્વરૂપ એવા આત્મસમાધિને પામ્યો. શુદ્ધ આત્મસ્વભાવ એ જ અનંત સુખસ્વરૂપ છે. જો જે અતિ દુસ્તર જલધિ સમો સંસાર જો, તે ગોપદ સમ કીધો પ્રભુ અવલંબને રે લો; જિન આલંબની નિરાલંબતા પામે જો, તેણે હમ રમશું નિજ ગુણ શુદ્ધ નંદનવને રે લોપ સંક્ષેપાર્થ:- જે અતિ દુસ્તર એટલે અત્યંત દુઃખે કરી પાર ઊતરી શકાય એવા જલધિ એટલે સમુદ્ર સમાન આ સંસારને પ્રભુના બોધરૂપ અવલંબને કરી માત્ર ગોપદ સમ કરી દીધો. ગોપદ એટલે ગાયના પગની ખરીમાં પાણી ભરાયેલું હોય, તેને ઓલંઘવુ જેમ સહેલું છે તેમ ભવસમુદ્ર પણ પ્રભુના અવલંબનવડે તરવો અતિ સુગમ થઈ જાય છે. પ્રભુ ઉપદેશના આલંબને જે જીવ વર્તે તે ક્રમે કરી નિરાલંબતાને પામે છે, તેને કદી અન્ય પુરુષ કે પદાર્થના અવલંબનની આવશ્યકતા રહે નહીં. તેથી અમે પણ પ્રભુના બોધ બળે સંસારસમુદ્ર તરી જઈ નિજ શુદ્ધ આત્માના ગુણરૂપ નંદનવનમાં હમેશાં રમણતા કરીશું. /પા સ્યાદ્વાદી નિજ પ્રભુતાને એકત્વ જો, ક્ષાયક ભાવે થાયે નિજ રત્નત્રયી રે લો; પ્રત્યાહાર કરીને ધારે ધારણ શુદ્ધ જો, તત્ત્વાનંદી પૂર્ણ સમાધિલયમયી રે લો૦૯ Page #97 -------------------------------------------------------------------------- ________________ (૧૭) શ્રી વીરસેન જિન સ્તવન ૧૮૯ સંક્ષેપાર્થ :- જે સ્યાદ્વાદમયી એવી નિજ આત્મપ્રભુતામાં એટલે જ્ઞાનાદિ આત્મઐશ્વર્યમાં સ્થિર ઉપયોગ પ્રવર્તે, તેને જ કેવલજ્ઞાન, કેવળદર્શન અને કેવળ ચારિત્રરૂપ રત્નત્રયીમાં ક્ષાવિકભાવે રમણતા થાય. જે જીવ પ્રત્યાહાર કરીને એટલે પરભાવથી પોતાના પરિણામને પાછાવાળી શુદ્ધસ્વરૂપ પ્રાપ્તિના ધ્યેયમાં અખંડપણે સ્થિરતા ધારણ કરીને રહે; તે ભવ્યાત્મા તત્ત્વાનંદી એટલે આત્માનંદની પૂર્ણ સમાધિમાં લયલીન થઈ સ્વરૂપસુખને અવશ્ય પામે. /કા અવ્યાબાધ સ્વગુણની પૂરણ રીત જો, કરતા ભોક્તા ભાવે રમણપણે ધરે રે લો; સહજ અકૃત્રિમ નિર્મળ જ્ઞાનાનંદ જો, દેવચંદ્ર એકત્વે સેવનથી વરે રે લો૦૭ સંક્ષેપાર્થ:- અવ્યાબાધ એટલે બાધાપીડારહિત એવા સ્વઆત્મગુણને પ્રાપ્ત કરવાની પૂરણ રીત એ છે કે જીવ પોતાના સ્વભાવનો કર્તા અને તે સ્વભાવનો જ ભોક્તા બની, તે આત્મભાવમાં નિરંતર રમણતા ધારણ કરી રાખે અને પરભાવનો ત્યાગી થાય તો સહજ એટલે સ્વાભાવિક; અકૃત્રિમ એવો નિર્મળ જ્ઞાનાનંદ-આત્માનંદ પ્રગટ થાય. શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે એવો નિર્મળ આત્માનંદ તે શ્રી નમિશ્વર પ્રભુની એકતાનપણે સેવા એટલે આજ્ઞા ઉઠાવવાથી પ્રાપ્ત કરી શકાય છે. તા. ૧૯૦ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ પરમોત્કૃષ્ટ જગીશ કહેતા આત્મઐશ્વર્ય સર્વત્ર દીપી રહ્યું છે. તેમજ આપના આત્માનું અનંતવીર્ય ત્રણે ભુવનથી પણ અધિક જણાય છે. [૧ અણહારી અશરીર, અક્ષય અજય અતિ ધીર; આજ હો અવિનાશી, અલેશી ધ્રુવ પ્રભુતા બનીજી. ૨ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! આપ અણાહારી છો, પૌદ્ગલિક શરીરથી રહિત છો, અક્ષય સ્થિતિને પામ્યા છો. આપને જગતમાં કોઈ જીતી શકે એમ નથી, તેમજ આપ અતિ પૈર્યવાન છો. આજ એટલે વર્તમાનમાં આપનું પ્રગટેલ અલેશી એટલે છએ વેશ્યાઓથી રહિત એવું સંપૂર્ણ આત્મપ્રભુત્વ તે કદી નાશ પામે એમ નથી. રા. અતીન્દ્રિય ગત કોહ, વિગત માય મય લોહ; આજ હો સોહે રે, મોહે જગજનતા ભણીજી. ૩ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! આપનું સ્વરૂપ અતીન્દ્રિય છે. ગત કોહ એટલે જેનો ક્રોધ નાશ પામી ગયો છે એવા આપ છો. તથા વિગત એટલે વિશેષપણે ગયા છે માય એટલે માયા, મય કહેતાં મદ, અહંકાર તથા લોહ કહેતાં લોભ કષાય એવા આપ આજે જગતમાં શોભી રહ્યાં છો. આપનું એવું નિર્મળ સ્વરૂપ જગતની જનતાને મોહ પમાડે તેવું છે. તેવા અમર અખંડ અરૂપ, પૂર્ણાનંદ સ્વરૂપ; આજ હો ચિદ્રપે દીપે, થિર સમતા ધણીજી. ૪ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! આપને કદી મરણ છે નહીં માટે અમર છો. આપનું સ્વરૂપ કદી ખંડિત થવાનું નથી. માટે અખંડ છો. અરૂપી એવા આત્મસ્વભાવવાળા છો. આપનું સ્વરૂપ પૂર્ણ આનંદથી ભરપૂર છે. આજે આપ ચિતૂપે એટલે શુદ્ધ આત્મસ્વરૂપને લઈને દીપી રહ્યા છો. તેમજ સ્થિર એટલે સર્વકાળને માટે આપ સમતાના જ ધણી છો. Ifજા વેદરહિત અકષાય, શુદ્ધ સિદ્ધ અસહાય; આજ હો ધ્યાયકે નાયકને, ધ્યેયપદે ગ્રહોજી. ૫ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! આપ સ્ત્રીવેદ, પુરુષવેદ તથા નપુંસકવેદથી રહિત છો. ચારેય કષાયથી પણ રહિત છો. સંપૂર્ણ કર્મ કલંકથી મુક્ત છો માટે (૧૭) શ્રી વીરસેન જિન સ્તવન શ્રી દેવચંદ્રજીત વિહરમાન વીશી (atok જાત માહા-એ (en) વીરસેન જગદીશ, તાહરી પરમ જગીશ; આજ હો દીસે રે, વીર જતા ત્રિભુવનથી ઘણીજી. ૧ સંક્ષેપાર્થ :- હે વીરસેન જગદીશ્વર પ્રભુ! આપનું પરમ એટલે Page #98 -------------------------------------------------------------------------- ________________ (૧૭) શ્રી વીરસેન જિન સ્તવન ૧૯૧ શુદ્ધ છો, તેથી સંપૂર્ણ સિદ્ધિને પામેલા છો. આપને કોઈપણ સહાયની જરૂર નથી. આજે જગતમાં પ્લાયકે એટલે સાધક પુરુષે, આપ જેવા નાયકને ધ્યેયપદે ગ્રહણ કરેલા છે; અર્થાત્ આપના શુદ્ધ સ્વરૂપને પામવું એ જ તેમનો અંતિમ ધ્યેય છે. //પા. દાન લાભ નિજ ભોગ, શુદ્ધ સ્વગુણ ઉપભોગ; આજ હો અજોગી કરતા, ભોક્તા પ્રભુ લલ્હોજી. ૬ સંક્ષેપાર્થઃ- આપ હે પ્રભુ! અનંતદાન, લાભ તથા પોતાના સ્વરૂપનો ભોગ તેમજ શુદ્ધ આત્મગુણોનો જ ઉપભોગ કરનારા છો. આપ અજોગી એટલે મનવચનકાયાના યોગ વિના સ્વસ્વભાવના જ કર્તા, ભોક્તા છો. એવા આપ ત્રિલોકપૂજ્ય પ્રભુને મેં મહતું પુણ્યના ઉદયે આજે લહ્યા છે અર્થાત્ પામ્યો છું. IIકા. દરિશણ જ્ઞાન ચારિત્ર, સકલ પ્રદેશ પવિત્ર; આજ હો નિર્મળ નિસ્નેગી, અરિહા વંદિયેજી. ૭ સંક્ષેપાર્થ :- સર્વ કર્મોનો નાશ કરવાથી આપના સર્વ પ્રદેશે પવિત્ર એવા જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ સર્વ ગુણો પ્રગટ થયા છે. સર્વ કર્મમળથી રહિત નિર્મળ તેમજ અસંગી એવા અરિહંત પરમાત્માને આપણે ભાવપૂર્વક વંદન કરીએ. આશા દેવચંદ્ર જિનચંદ્ર પૂર્ણાનંદનો વૃંદ; આજ હો જિનવર સેવાથી, ચિર આનંદિયેજી. ૮ સંક્ષેપાર્થ:- દેવોમાં ચંદ્રમા સમાન એવા જિનચંદ્ર અરિહંત પ્રભુ, જે પૂર્ણ આનંદના સમૂહ છે; એવા જિનેશ્વરની સેવા એટલે આજ્ઞા ઉઠાવવાથી ચિરકાળ આત્માનંદને પામી મુક્તિ મેળવીએ. દા. ૧૯૨ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ પશ્ચિમ અરધ પુષ્કરવરે, વિજય પુષ્કલાવઈ દીપે રે; નયરી પુંડરિગિણી વિહરતા, પ્રભુ તેજે રવિ ઝીપે રે, શ્રી વીરસેન સુéકરુ. ૧ સંક્ષેપાર્થ :- પુષ્કરાદ્ધ દ્વીપના પશ્ચિમ ભાગમાં પુષ્કલાવતી વિજય શોભે છે. તેમાં પુંડરિગિણી નગરીમાં શ્રી વીરસેન પ્રભુ વર્તમાનમાં વિહાર કરી રહ્યા છે. તે પ્રભુના તેજ કહેતા પ્રતાપ આગળ રવિ એટલે સૂર્યનો પ્રતાપ પણ ઝીપે કહેતાં ઝાંખો પડે છે. એવા શ્રી વીરસેન પ્રભુ સુહંમરુ કહેતા સર્વ જીવોને સુખના કર્તા છે. ll૧. ભાનુસેન ભૂમિપાળનો, અંગજ ગજપતિ વંદો રે; રાજસેના મનવલ્લભો, વૃષભ લંછન જિનચંદો રે. શ્રીર સંક્ષેપાર્થ:- જે ભૂમિપાળ એટલે ભૂમિને પાલન કરનાર એવા રાજા ભાનુસેનના અંગજ કહેતા સુપુત્ર છે. જેની ચાલ ગજગતિ અર્થાત્ ગંધહસ્તિની ચાલ જેવી છે. એવા પ્રભુની હે ભવ્યો'તમે ભાવપૂર્વક વંદના કરો. જે રાજસેનાના મનને વલ્લભ કહેતા પ્રીતિ ઉપજાવનાર છે. જેમનું વૃષભ અર્થાત્ બળદનું લંછન છે, તથા જિનચંદ કહેતા જિનોમાં ચંદ્રમા સમાન જેની શોભા છે એવા શ્રી વીરસેન પ્રભુ સર્વને સુખના કારણરૂપ થાઓ. //રા મસિવિણ જે લિખ્યા તુજ ગુણ, અક્ષર પ્રેમના ચિત્ત રે; ધોઈએ તિમ તિમ ઊઘડે, ભગતિ જલે તેહ નિત રે. શ્રી૩ સંક્ષેપાર્થ :- હે નાથ! મસિવિણ એટલે સ્યાહી વિના જ, આપના ગુણો મારા ચિત્તરૂપી ભૂમિ ઉપર મેં લખ્યા છે. તે પ્રેમના અક્ષરો વડે લખ્યા છે. તે આત્મગુણોને ભક્તિરૂપી જળથી નિત કહેતા હમેશાં જેમ જેમ ધોઈએ છીએ તેમ તેમ અંતરનો કર્મમેલ ધોવાતો જાય છે અને આત્મા ઉજ્જવળ થતો જણાય છે. માટે ગુણના સમૂહરૂપ પ્રભુ વીરસેન સર્વને સુખના કર્તા છે. [૩] ચક્રવર્તી મન સુખ ધરે, ઋષભકૂટે લીખી નામો રે, અધિકા રે તુજ ગુણ તેહથી, પ્રગટ હુઆ ઠામઠામો રે. શ્રી૦૪ સંક્ષેપાર્થ :- ચક્રવર્તી છ ખંડ સાધી ઋષભકૂટ પર્વત ઉપર જઈ પોતાનું નામ લખે છે એવું વિધાન છે. માટે તેમ કરી આનંદ માને છે કે હું છ ખંડમાં નામાંકિત થયો. (૧૭) શ્રી વીરસેન જિન સ્તવન શ્રી યશોવિજયજીત વિહરમાન વીશી (શ્રી ઋષભનો વંશ રાણાથરૂ-એ દેશી) Page #99 -------------------------------------------------------------------------- ________________ (૧૭) શ્રી અનિલ જિન સ્તવન ૧૯૩ પણ હે પ્રભુ ! તારા ગુણો તો તેહથી કહેતા તે ચક્રવર્તીથી પણ અધિક છે કેમકે આપ તો ઠામોઠામ કહેતા સર્વ સ્થાનમાં, ત્રણે લોકમાં પ્રગટ થયા છો અર્થાત્ પ્રખ્યાત થયા છો. આપ પ્રભુ તો ત્રણે લોકના સર્વ જીવોને માત્ર સુખના જ કર્તા છો, કોઈને પણ દુઃખના કર્તા નથી. ।।૪।। નિજગુણ સૂંથિત તેં કરી, કીતિ મોતીની માળા રે; તે મુજ કંઠે આરોપાતાં, દીસે ઝાકઝમાળા રે. શ્રીપ સંક્ષેપાર્થ :– હે પ્રભુ! આપે પોતાના અનંત આત્મિક ગુણોને ગૂંથી અર્થાત્ પ્રગટ કરી જગતમાં કીર્તિરૂપી મોતીની માળા તૈયાર કરી છે. તે અનંતગુણના પિંડરૂપ મોતીની માળા મારા કંઠમાં જો આપ આરોપણ કરો તો હું પણ આપની જેમ જગતમાં ગુણોના પ્રકાશવડે દેદિપ્યમાન થઈ જાઉ. હે પ્રભુ ! આપ તો સર્વને સુહંકરું કહેતાં સુખના જ કર્તા છો. માટે જરૂર ઉપર મુજબ કરી આત્મિક ગુણો વડે મને ઝાકઝમાળો બનાવી દ્યો. ।।૫।। પ્રગટ હુએ જિમ જગતમાં, શોભા સેવક કેરી રે; વાચક યશ કહે તિમ કરો, સાહિબ પ્રીત ઘણેરી રે, શ્રી૦૬ સંક્ષેપાર્થ :- આપ પ્રભુ જગતમાં સર્વત્ર ગુણો વડે પ્રગટ પ્રસિદ્ધ છો. તેમ સેવકની પણ એવી શોભા થાય એમ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પ્રભુને કહે છે કે હે સાહિબ ! આપના પ્રત્યે મને ઘણો જ પ્રેમ વર્તે છે, માટે મને પણ આપના જેવો બનાવી દો. હે વીરસેન સુશંકર પ્રભુ ! આપના પ્રત્યે મારી આ વિનંતિ છે. ૬ (૧૭) શ્રી કુંથુનાથ જિન સ્તવન શ્રી યશોવિજયજીત વર્તમાન બીજી ચોવીશી (ઢાળ વિછિયાની) સુખદાયક સાહિબ સાંભળો, મુજને તુજશું અતિ રંગ રે; તુમે તો નીરાગી હુઈ રહ્યા, એ શો એકંગો ઢંગ રે. સુ૧ સંક્ષેપાર્થ :— હે સુખના દેવાવાળા સાહિબ મારી વાત સાંભળો. મને ૧૯૪ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ તમારી સાથે અત્યંત રંગ કહેતા પ્રેમ છે. પણ તમે તો નીરાગી થઈને બેસી ગયા. એ શો એકંગો એટલે એક તરફનો જ પ્રેમનો ઢંગ એટલે રીત આપે આચરી છે. હે સાહિબ ! એ સંબંધી આપે કંઈ વિચાર કરવો જોઈએ. ।।૧।। તુમ ચિત્તમાં વસવું મુજ ઘણું, તે તો ઉંબરફૂલ સમાન રે; મુજ ચિત્તમાં વસો જો તુમે, તો પામ્યા નવે નિધાન રે. સુ૨ સંક્ષેપાર્થ :– તમારા ચિત્તમાં મારો વાસ તો ઉંબરડા ઝાડના ફૂલ સમાન દુર્લભ જણાય છે. પણ મારા મનમાં જો તમે વાસ કરો તો હું નવે નિધાન પામ્યા એમ માનીશ. સુખદાયક સાહિબ ! આ વાતને આપ જરા લક્ષમાં લેજો. ।।૨।। શ્રી કુંથુનાથ ! અમે નિરવઠું, ઇમ એકંગો પણ નેહ રે; ઇણિ આકીને ફળ પામશું, વળી હોશે દુઃખનો છેહ રે. સુ૩ સંક્ષેપાર્થ :– હે શ્રી કુંથુનાથ પ્રભુ! અમે ઇમ એટલે આવો એકંગો એટલે એક પક્ષી સ્નેહનો પણ નિર્વાહ આપની સાથે કરીશું; ઇણિ એટલે આવી અમારી આકીન એટલે આપના પ્રત્યે શ્રદ્ધા છે. તેથી અમે જરૂર સમ્યક્દર્શનરૂપ ફળને પામીશું. તથા અમારા સર્વ જન્મ જરા મરણના દુઃખનો પણ છેહ કહેતા નાશ થશે, એવી અમને પૂર્ણ ખાત્રી છે. ।।૩।। આરાધ્યો કામિત પૂરવે, ચિંતામણિ પાષાણ રે; વાચક યશ કહે મુજ દીજિયે, ઇમ જાણી કોડિકલ્યાણ રે. સુજ સંક્ષેપાર્થ :- ચિંતામણિ પાષાણ કહેતા પત્થરની પણ વિધિપૂર્વક આરાધના કરવાથી તે પણ કામિત એટલે ઇચ્છિતને પૂરનાર થાય છે, તો ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે હે પ્રભુ! આપ પણ મારું ક્રોડો ગમે કલ્યાણ થાય અર્થાત્ અંતે કેવળજ્ઞાન પામી શાશ્વતસુખને પામું એવું કોઈ અપૂર્વ સાધન આપી મને કૃતાર્થ કરો. II૪ (૧૭) શ્રી અનિલ જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત ગત ચોવીશી (દેખો ગતિ દેવની રે—એ દેશી) Page #100 -------------------------------------------------------------------------- ________________ (૧૮) શ્રી મહાભદ્ર જિન સ્તવન ૧૯૫ સ્વારથ વિણ ઉપગારતા રે, અદ્ભુત અતિશય રિદ્ધિ; આત્મસ્વરૂપ પ્રકાશતા રે, પૂરણ સહજ સમૃદ્ધિ, અનિલ જિન સેવીએ રે. નાથ તુમ્હારી જોડી, ન કો ત્રિહુ લોકમેં રે, પ્રભુજી પરમ આધાર, અછો ભવિ થોકને રે. ૧ સંક્ષેપાર્થ - · હે અનિલ જિન પ્રભુ! આપ સર્વ સિદ્ધિને પ્રાપ્ત કરી કૃતકૃત્ય થયા છો. હવે આપને કોઈ પ્રત્યે કિંચિત્ માત્ર પણ સ્વાર્થ રહ્યો નથી. છતાં નિષ્કારણ કરુણાશીલતાથી નિસ્વાર્થભાવે જગતના સર્વ ભવ્ય પ્રાણીઓ ઉપર પરમોપકાર કરો છો. તેમને જગતના જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોથી છોડાવવાનો પ્રયાસ કરો છો. આપ અદ્ભુત અતિશયવંત અને રિદ્ધિવંત છો. આપના અપાય અપગમ અતિશય વડે અમારાં દુઃખ દૂર થાય છે. વળી આપના વચનાતિશય વડે આપે ઉપદેશેલો બોધ અમે અમારી ભાષામાં સમજી શકીએ છીએ. તથા આપના જ્ઞાનાતિશયવડે દેહથી ભિન્ન એવા શુદ્ધ આત્મસ્વરૂપનું જ્ઞાન પણ અમને થઈ શકે છે. તેમજ આપના પૂજાતિશય વડે અમે પણ અમારા પૂજ્ય પરમ શુદ્ધ સહજાત્મસ્વરૂપને પામી શકીએ છીએ. એવા આપના અદ્ભુત અતિશયો છે. તથા દેવકૃત અષ્ટ મહાપ્રાતિહાર્યાદિક બાહ્યરિદ્ધિ તથા અંતરંગ કેવળજ્ઞાનદર્શનાદિક ભાવરિદ્ધિ પણ આપની પાસે છે. આપ શુદ્ધ આત્મસ્વરૂપના પ્રકાશ કરવાવાળા છો. આત્માની સંપૂર્ણપણે સહજ એટલે સ્વાભાવિક શુદ્ધ આત્મસમૃદ્ધિને આપે પ્રાપ્ત કરી છે; જેનો હવે કોઈ કાળે નાશ થનાર નથી. માટે હે અનિલનાથ પ્રભુ! તે આત્મરિદ્ધિને પામવા અમે પણ આપની સેવા કરીએ અર્થાત્ આપની આજ્ઞા ઉઠાવીએ. અમારા જેવા અનાથોને શરણ આપી સંસારના સર્વ દુઃખોથી છોડાવનાર હોવાથી આપ જ અમારા ખરેખરા નાથ છો. આપના જેવો, ઉર્ધ્વ મધ્ય કે અધો ત્રણે લોકમાં બીજો કોઈ ઉપકારી નથી. માટે હે પ્રભુજી ! અમારા જેવા થોકબંધ ભવિજનોને આપ જ એક ૫૨મ આધારરૂપ છો. માટે અમે સદા આપ પ્રભુજીની જ સેવા કરીએ. ॥૧॥ પરકારજ કરતા નહીં રે, સેવ્યા પાર ન હેત; જે સેવે તન્મય થઈ રે, તે લહે શિવસંકેત. અ૨ સંક્ષેપાર્થ ઃ- આપ પર એવા ચેતન કે અચેતન દ્રવ્યના કર્તા નથી. પર - ૧૯૬ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ જીવ કે પર પુદ્ગલ કાર્યના આપ કર્તા થતા નથી. જે આપને સેવે તેને પણ આપ હેત એટલે પ્રેમપૂર્વક હાથ ઝાલીને કંઈ પાર ઉતારતા નથી. છતાં પણ આપને જે તન્મયપણે સેવે છે અર્થાત્ આપની આજ્ઞાને દૃઢપણે જે ઉપાસે છે, તે સહેજે શિવ એટલે મોક્ષના શાશ્વત સુખરૂપ ફળના ભોક્તા થાય છે. એ વાત સુનિશ્ચિત છે. માટે શ્રી અનિલ પ્રભુની સદા સેવા કરવા યોગ્ય છે. રા કરતા નિજ ગુણ વૃત્તિતા રે, ગુણ પરિણતિ ઉપભોગ; નિપ્રયાસગુણ વર્તતા ૨ે, નિત્ય સકલ ઉપયોગ. અ૩ સંક્ષેપાર્થ :— હે પ્રભુ ! આપ હમેશાં સર્વ સમયે નિજઆત્મગુણ વૃત્તિના કર્તા છો, તથા સ્વઆત્મગુણ પરિણતિના જ સદૈવ ભોક્તા છો. તેનો જ હમેશાં - ઉપભોગ કરો છો. નિષ્પ્રયાસગુણ એટલે વિના પ્રયત્ને સહેજે આપના ગુણોની વર્તના થયા કરે છે. તથા આપનો સકલ જ્ઞાનોપયોગ સદા નિત્યપણે અખંડ છે. એવા અનિલપ્રભુની સદા આજ્ઞા ઉઠાવવા યોગ્ય છે. IIII સેવ ભક્તિ ભોગી નહીં રે, ન કરે પરનો સહાય; તુજ ગુણરંગી ભક્તના રે, સહેજે કારજ થાય. અજ - સંક્ષેપાર્થ ઃ— જે ભવ્યાત્મા આપની સેવા કરે, આજ્ઞા ઉઠાવે, આપની ભક્તિ કરે; તે સેવા ભક્તિના આપ ભોગી નથી અર્થાત્ ભોક્તા નથી; તેમજ પર એવા ચેતન કે અચેતન દ્રવ્યના પણ આપ સહાય કરવાવાળા નથી. છતાં જે પ્રાણી આપના જ્ઞાનાદિક ગુણોમાં રંગાઈ આપની આજ્ઞા ઉઠાવે છે તે ભક્તાત્માના કાર્યો સહેજે સિદ્ધ થાય છે. માટે અનિલપ્રભની હે ભવ્યો! તમે જરૂર સેવા કરો. ॥૪॥ કિરિયા કારણ કાર્યતા રે, એક સમય સ્વાધીન; વરતે પ્રતિગુણ સર્વદા રે, તસુ અનુભવ લયલીન. અન્ય : સંક્ષેપાર્થ ઃ— હે પ્રભુ ! આપના પ્રત્યેક ગુણોના કાર્યની ક્રિયાનું કારણ અને કાર્યપણું પ્રતિસમયે હમેશાં આપને સ્વાધીન વર્તે છે; અને આપ તો આત્મગુણોના અનુભવ રસાસ્વાદમાં સદા લયલીન રહો છો. એવા અનિલપ્રભુની હે ભવ્યો ! તમે સદા સર્વદા સેવા કરો. IIII શાયક લોકાલોકના રે, અનિલપ્રભુ જિનરાય; નિત્યાનંદમયી સદા રે, દેવચંદ્ર સુખદાય. અબ્દુ Page #101 -------------------------------------------------------------------------- ________________ (૧૮) શ્રી મહાભદ્ર જિન સ્તવન ૧૯૭ સંક્ષેપાર્થ :- ચૌદ રજુ પ્રમાણ લોકના કે અનંત એવા અલોકના, સકલ રૂપી કે અરૂપી દ્રવ્ય ગુણ પર્યાયના સર્વ પ્રકારે જ્ઞાયક એટલે જાણનાર એવા શ્રી અનિલપ્રભુ જિનેશ્વર છે. તે હમેશાં અનંત આનંદમયી છે. તથા શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે તે જગતના સર્વ જીવોને પણ સુખના જ દેવાવાળા છે. માટે હે ભવ્યો! એવા અનિલ પ્રભુની તમે સર્વદા સેવા આદરો. Iકા (૧૮) શ્રી મહાભદ્ર જિન સ્તવન શ્રી દેવચંદ્રજીત વિહરમાન વીશી (તટ થયુનાનું ૨ અતિ રળિયામણું-એ દેશી) મહાભદ્ર જિનરાજ, રાજ રાજ વિરાજે હો આજ તુમારડોજી; ક્ષાયિકવીર્ય અનંત, ધર્મ અભંગે હો, તું સાહિબ વડોજી. હું બલિહારી રે શ્રી જિનવર તણી રે. ૧ સંક્ષેપાર્થ :- હે મહાભદ્ર જિનરાજ ! આપનું ધર્મરાજ્ય મહાવિદેહ ક્ષેત્રમાં આજે વર્તમાનમાં વિદ્યમાન છે. આપનામાં કદી ક્ષય ન થાય એવું ક્ષાયિક અનંતવીર્ય પ્રગટ થયેલું છે. આપનો બોધેલો ધર્મ અભંગપણે એટલે અસ્મલિતપણે અનાદિકાળથી પ્રવાહરૂપે ચાલી રહ્યો છે. માટે આ જગતમાં સર્વથી વડા સાહેબ આપ જ છો. હું પણ આપના આવા અખંડ વીતરાગ શાસનને જોઈ, આપના પર બલિહારી જાઉં છું, અર્થાત્ ન્યોછાવર થાઉં છું. I/૧ કર્તા ભોક્તા ભાવ, કારક કારણ હો નું સ્વામી છતોજી; જ્ઞાનાનંદ પ્રધાન, સર્વ વસ્તુનો હો ધર્મ પ્રકાશતોજી. હું સંક્ષેપાર્થ:- આપ તો પ્રભુ! સ્વભાવના જ કર્તા અને સ્વસ્વરૂપના જ ભોક્તા હોવાથી કર્તા કર્મ આદિ છએ કારક આપના સ્વસ્વરૂપમાં જ પરિણમ્યા છે અર્થાત્ તે સ્વસ્વરૂપાનંદના જ કારણ બન્યા છે. આપ તેના સ્વામી છો. આપનો પ્રધાન એવો જ્ઞાનાનંદ, તે જગતની સર્વ વસ્તુઓનો ધર્મ એટલે સ્વભાવ તે આપની સમક્ષ પ્રકાશે છે અર્થાત્ આપને જણાવે છે. //રા સમ્યગુદર્શન મિત્ત, સ્થિર નિધરે રે અવિસંવાદતાજી; અવ્યાબાધ સમાધિ, કોશ અનશ્વર રે નિજ આનંદતાજી. હું ૩ ૧૯૮ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! સમ્યગ્દર્શન તો આપનો મિત્ર છે. તે સર્વ પદાર્થનો સ્થિર એટલે જેમ છે તેમ અવિસંવાદપણે એટલે કોઈપણ પ્રકારના વાદવિવાદ વગર સ્પષ્ટ રીતે નિર્ધાર કરાવે છે. વળી આપની અવ્યાબાધ એટલે બાધાપીડા રહિત આત્મસ્વરૂપમાં સ્થિરતારૂપ સમાધિ, તે અનશ્વર એટલે કદી નાશ ન પામે એવો કોશ અર્થાતુ ખજાનો છે. જે આપને અનંત આનંદનું કારણ છે. [૩. દેશ અસંખ્ય પ્રદેશ, નિજ નિજ રીતે રે ગુણ સંપત્તિ ભર્યાજી; ચારિત્ર દુર્ગ અભંગ, આતમ શક્ત હો પ૨ જય સંચર્યાજી. હું ૪ સંક્ષેપાર્થ:- આપના શુદ્ધ આત્માનો અસંખ્ય પ્રદેશરૂપ દેશ, તે પોતપોતાના અનંતગુણરૂપી સંપત્તિથી ભરેલો છે. તે સર્વ ગુણોનું રક્ષણ કરવા માટે આપનો યથાખ્યાત ચારિત્રરૂપ દુર્ગ એટલે કિલ્લો છે, તે અભંગ છે અર્થાત જેનો કદી ભંગ થવાનો નથી. તે કિલ્લામાં આત્માની અનંતવીર્યરૂપ શક્તિ વડે પર એવા સર્વ કર્મ શત્રુઓનો જય કરીને, આપ વિચરો છો. //૪ ધર્મક્ષમાદિક સૈન્ય, પરિણતિ પ્રભુતા હો તુજ બલ આકરોજી; તત્ત્વ સકલ પ્રાગુભાવ, સાદિ અનંતી જે રીતે પ્રભુ ધર્યોજી. હું૦૫ સંક્ષેપાર્થ :- ઉત્તમ ક્ષમા આદિ ધર્મ તે આપની સેના છે. તથા આપની શુદ્ધ પરિણતિરૂપ આત્મપ્રભુતા, તેનું બળ તો ઘણું આકરું કહેતાં પ્રબળ છે. સકલ શુદ્ધ આત્મતત્ત્વનો એટલે કેવળજ્ઞાનનો આપને પ્રાગુભાવ કહેતા પ્રગટપણું છે. તે સર્વ આત્મગુણોને આપે સાદિ અનંત રીતે ગ્રહણ કર્યા છે, અર્થાત્ તે ગુણો પ્રગટ થયા તે સાદિ એટલે આદિ સહિત છે; પણ તે ગુણોનો હવે કદી અંત આવવાનો નથી માટે તે અનંત રીતે ગ્રહણ થયેલા છે. //પા. દ્રવ્યભાવ અરિલેશ, સકલ નિવારી રે સાહિબ અવતર્યોજી; સહજ સ્વભાવ વિલાસ, ભોગી ઉપભોગી રે જ્ઞાનગુણે ભર્યોજી. હું૦૬ સંક્ષેપાર્થ:- દ્રવ્ય એટલે બહારના કોઈ શત્રુઓ તથા રાગદ્વેષાદિભાવ, અરિ એટલે અંતરંગ શત્રુઓને આપે લેશમાત્ર પણ ન રાખતાં સંપૂર્ણપણે તેનું નિવારણ કરીને આપ સાહિબે પરમાત્મસ્વરૂપે અવતાર ધારણ કર્યો છે. આપ તો હવે સહજ આત્મસ્વરૂપમાં જ વિલાસ કરી રહ્યા છો. તે સ્વભાવથી ઉત્પન્ન થતાં સુખના જ ભોગી છો અથવા ઉપભોગી છો. આપનામાં કેવળજ્ઞાન પ્રગટ હોવાથી Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧ee (૧૮) શ્રી મહાભદ્ર જિન સ્તવન સંપૂર્ણ જ્ઞાન ગુણથી આપ ભરપૂર છો. inકા આચારિજ ઉવઝાય, સાધક મુનિવર હો દેશવિરતિધરુજી; આતમ સિદ્ધ અનંત, કારણ રૂપે રે યોગ ક્ષેમકરુજી. હું૦૭ સંક્ષેપાર્થ :- વિશ્વમાં આચાર્ય, ઉપાધ્યાય, કે સાધક એવા મુનિવરો તથા દેશવિરતિને ધારણ કરનાર એવા શ્રાવકને, આત્માની અનંત સિદ્ધિ પ્રાપ્ત કરાવવાના આપ કારણરૂપ છો અર્થાત્ નિમિત્તરૂપ છો. આપનો તેમને યોગ થવો તે ક્ષેમંકર એટલે તેમના આત્માનું કલ્યાણ કરનાર છે, અર્થાત્ તેમના આત્માને રત્નત્રયની પ્રાપ્તિ કરાવી સંસારના દુઃખોથી બચાવનાર છે. તેના સમ્યવૃષ્ટિ જીવ, આણારાગી હો સહુ જિનરાજનાજી; આતમ સાધન કાજ, સેવે પદકજ હો શ્રી મહાભદ્રનાંજી. હું ૮ સંક્ષેપાર્થ :- જે સમ્યક્દ્રષ્ટિ જીવો છે તે સર્વ શ્રી જિનરાજની આજ્ઞા ઉઠાવવાના રાગી છે અર્થાત્ પ્રેમી છે. તેમને વીતરાગ પ્રભુની આજ્ઞા ઉઠાવવામાં અર્થાતુ તેમણે કહ્યા પ્રમાણે વર્તવામાં આનંદ આવે છે. તેથી પોતાના આત્માની સંપૂર્ણ સિદ્ધિરૂપ કાર્ય સાધવા માટે શ્રી મહાભદ્ર જિનના ચરણકમળને તેઓ સર્વદા ભાવભક્તિપૂર્વક સેવે છે. દા. દેવચંદ્ર જિનચંદ્ર, ભક્ત રાચી હો ભવિ આતમ રુચિજી; અવ્યય અક્ષય શુદ્ધ, સંપત્તિ પ્રગટે હો સત્તાગત શુચિજી. હું૦૯ સંક્ષેપાર્થ:- હે ભવ્યાત્માઓ! તમે શ્રી જિનચંદ્રને કે જે દેવોમાં ચંદ્રમા સમાન છે એવા પ્રભુની ભક્તિમાં, આત્મપ્રાપ્તિ કરવાની રુચિપૂર્વક ભાવભક્તિ સહિત રાચો અર્થાત્ તન્મય બનો; કે જેથી અવ્યય અર્થાત્ જેનો કદી નાશ નહીં થાય એવી અક્ષય શુદ્ધ આત્મસંપત્તિ તમોને પ્રગટ થાય; જે અનાદિકાળથી સત્તાગતરૂપે પોતાના આત્મામાં જ રહેલી છે, અને જે શુચિ કહેતા પરમ પવિત્ર છે. લા. ૨૦૦ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ દેવરાયનો નંદ, માત ઉમા મનચંદ; આજ હો રાણી રે, સૂરિકાંતા કંત સોહામણોજી. ૧ સંક્ષેપાર્થ:- શ્રી મહાભદ્ર જિનરાજ, દેવસેન રાજાના નંદ કહેતા પુત્ર છે. ઉમાદેવી માતાના મનને ચંદ કહેતા ચંદ્રમા જેવી શીતળતા આપનાર છે. રાણી સૂર્યકાંતાના કંત છે. તેમજ આત્માર્થી સર્વ જીવોને મન સોહામણા કહેતા ગમે એવા છે. તે આજે મહાવિદેહ ક્ષેત્રમાં વિરાજમાન પ્રભુ સર્વ જીવોના કલ્યાણને માટે થાઓ. ૧. પુષ્કર પશ્ચિમ અદ્ધિ, વિજય તે વપ્ર સુબદ્ધ; આજ હો નયરી રે વિજયાએ વિહરે ગુણનીલોજી. ૨ સંક્ષેપાર્થ :- પશ્ચિમ પુષ્કરાર્ધ દ્વીપમાં સુબદ્ધ કહેતા સુંદર રીતે જેનું બંધારણ થયેલ છે એવી વપ્ર વિજયમાં આવેલ વિજયા નગરીમાં ગુણનીલો કહેતા ગુણના ઘરરૂપ એવા આ પ્રભુ આજે વિહાર કરી રહ્યા છે. તેને ભાવપૂર્વક હે ભવ્યો ! તમે ભજો, જેથી તમારા આત્માનું કલ્યાણ થાય. //રા મહાભદ્ર જિનરાય, ગજલંછન જસ પાય; આજ હો સોહે રે મોહે મન લટકાળે લોયણેજી. ૩ સંક્ષેપાર્થ :- શ્રી મહાભદ્ર જિનરાયના પાય કહેતા પગમાં ગજનું એટલે હાથીનું લંછન છે, આજે વર્તમાનમાં ત્યાં બાર અતિશયો વડે તેઓ સોહે કહેતા શોભી રહ્યા છે, તેમજ તેમના લોયણ કહેતાં લોચનના લટકાથી એટલે અમીયભરી દ્રષ્ટિ વડે તે ભવ્ય જીવોના મનને મોહ પમાડી રહ્યા છે, અર્થાત્ જગતના જીવો તેમના ગુણો વડે આકર્ષિત થઈ આનંદ પામી રહ્યાં છે. [૩] તેહશું મુજ અતિ પ્રેમ, પરસુર નમવા નેમ; આજ હો રંજે રે દુઃખ ભંજે, પ્રભુ મુજ તે ગુણેજી. ૪ સંક્ષેપાર્થ:- એવા પ્રભુ સાથે મને ઘણો જ પ્રેમ છે. જેથી વીતરાગદેવ સિવાય બીજા હરિ હરાદિક દેવોને નમવાનો મારો નેમ કહેતા નિયમ છે અર્થાત્ તેમના સિવાય હું કોઈપણ બીજા કુદેવોને નમીશ નહીં એવી મારી અચળ પ્રતિજ્ઞા છે. આજે પણ મારા મનને રંજન કરનાર એ છે. તેમજ મારા મનના દુઃખને ભંજન કરનાર કહેતા ભાંગનાર પણ તે પરમપુરુષના ઉત્તમ ગુણો પ્રત્યેનો મારો પ્રશસ્તરાગ જ છે. જા. ધર્મ યૌવન નવરંગ, સમકિત પામ્યો ચંગ; (૧૮) શ્રી મહાભદ્ર જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વિહરમાન વીશી (ખાજ હો છાજે એ દેed) Page #103 -------------------------------------------------------------------------- ________________ (૧૮) શ્રી યશોધર જિન સ્તવન ૨૦૧ આજ હો લાખીણી લાડી મુગતિ તે મેલશેજી. ૫ સંક્ષેપાર્થ :– ધર્મરૂપી યૌવન અવસ્થામાં નવરંગ કહેતા સર્વ પ્રકારે આનંદનો રંગ પુરનાર તે સમકિત છે. તે ચંગ કહેતા શુદ્ધ સમકિતને હું પામ્યો છું. માટે આજ-કાલમાં લાખીણી લાડી એવી મુક્તિરૂપી સ્ત્રીનો પ્રભુ મને મેળાપ કરાવશે. ।।૫।। ચરણ ધર્મ અવદાત, તે કન્યાનો તાત; આજ હો માહરા રે પ્રભુજીને, તે છે વશ સદાજી. ૬ સંક્ષેપાર્થ :– અવદાત એટલે નિર્મળ એવો ચરણ ધર્મ કહેતા ચારિત્ર ધર્મ તે મુક્તિરૂપી કન્યાનો પિતા છે. તે ચારિત્ર ધર્મ વડે મુક્તિરૂપી કન્યાનો જન્મ થયેલ છે. તે ચારિત્રધર્મરૂપ પિતા તો મારા પ્રભુજીને સદા વશમાં છે. માટે જરૂર મને મુક્તિરૂપી કન્યા સાથે મેળાપ કરાવશે. ।।૬।। શ્રી નયવિજય સુશિષ્ય, યશ કહે સુણો જગદીશ; આજ હો તારો રે હું સેવક, દેવ કરો દયાજી. ૭ સંક્ષેપાર્થ :– શ્રી નયવિજયજીના સુશિષ્ય એવા શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે હે જગદીશ્વર ! મારી આ વાત આપ ધ્યાનથી સાંભળો. કેમકે હું પણ આજે તમારો સેવક છું. તો હે દેવ ! દયા કરીને મને મુક્તિરૂપી લાખીણી લાડી સાથે જરૂર મેળાપ કરાવી દો. જેથી હું શાશ્વત સુખ શાંતિને પામી સર્વથા નિર્ભય થઈ જાઉં. IIના (૧૮) શ્રી અરનાથ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી (પ્રથમ ગોવાળ તણી—એ દેશી) અરરિજન દરિશન દીજિયેજી, ભવિકકમળ વનસૂર; મન તરસે મળવા ઘણુંજી, તુમે તો જઈ રહ્યા દૂર. સોભાગી, તુમશું મુજ મન નેહ. તુમશું મુજ મન નેહલોજી, જિમ બપઈયાં મેહ. સો૧ સંક્ષેપાર્થ :— હે અ૨નાથ પ્રભુ ! આપ મને પ્રત્યક્ષ દર્શન આપો. કેમકે ૨૦૨ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ભવિક જીવોરૂપી કમળવનને વિકસાવવા માટે આપ સૂર્ય સમાન છો. આપને મળવા માટે મારું મન ઘણું તળશી રહ્યું છે. તમે તો ઘણા દૂર મોક્ષમાં જઈને વિરાજ્યા છો. પણ હે સોભાગી જિન ! તમારા સાથે મારા મનને ઘણો સ્નેહ છે. તમારા સાથે મારો સ્નેહ કેવો છે? તો કે જેમ બપઈયા એટલે ચાતકપક્ષીને મેહ કહેતા ભરેલા વાદળા સાથે જેવો પ્રેમ છે તેવો છે. ।।૧।। આવાગમન પથિક તણુંજી, નહિ શિવનગર નિવેશ; કાગળ કુણ હાથે લિખુંજી, કોણ કહે સંદેશ, સોર સંક્ષેપાર્થ :- આપ જ્યાં વિરાજો છો તે શિવનગરમાં તો પથિક કહેતા મુસાફરના આવાગમનનો નિવેશ કહેતા પ્રવેશ પણ નથી. આપને કાગળ પણ કયા હાથે લખું કે જેથી મારો સંદેશ તમને પહોંચે. મારો સંદેશ આપને પહોંચાડનાર કોઈ જણાતું નથી. છતાં પણ હે સોભાગી જિન ! મારી પ્રીતિ આપની સાથે ઘણી જ છે. રા જો સેવક સંભારશોજી, અંતરયામી રે આપ; યશ કહે તો મુજ મન તણોજી, ટળશે સઘળો સંતાપ.સો૩ સંક્ષેપાર્થ ઃ— હે પ્રભુ ! આપ તો અંતરયામી છો માટે આ સેવકને ત્યાં રહ્યાં રહ્યાં પણ સંભારશો અર્થાત્ મારી સંભાળ લેશો તો શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે મારા મનનો સઘળો ત્રિવિધતાપરૂપ સંતાપ નાશ પામી જશે એમ મને પૂર્ણ ખાત્રી છે. માટે ત્યાં રહ્યાં રહ્યાં પણ દયા વરસાવીને આ પામરની સંભાળ લ્યો. III) (૧૮) શ્રી યશોઘર જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત ગત ચોવીશી (રાળ માણ—એ દેશી) વદન ૫૨ વા૨ી હો યશોધર, વદન ૫૨ વારી, મોહરહિત મોહન જયાકો, ઉપશમ રસ ક્યારી. હો. ય૧ સંક્ષેપાર્થ :– હે યશોધર પ્રભુ! હું આપના શરદપૂર્ણિમાના ચંદ્રમા સમાન વદન એટલે મુખકમળ ઉપર વારી જાઉં છું, બલિહારી જાઉં છું, ન્યોછાવર Page #104 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ પરિણતિમાં જ રુચિ, રમણતા અને ગ્રહણનો ભાવ ઊપજ્યો. માટે શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે જે ભવ્યાત્માઓએ પ્રભુની આજ્ઞા રૂપ સેવા ઉઠાવવામાં અખંડ ધ્યાન આપ્યું. તેણે પોતાની શુદ્ધ સ્વભાવમય અનંત સુખમય આત્મશક્તિને સમારી લીધી, અર્થાત્ તેની સંભાળ લઈ લીધી. માટે તે કાળે કરીને મુક્તિસુખને પામશે. હે પ્રભુ! હું પણ તે શાશ્વત સુખને પામવા આપના મુખકમળ ઉપર સદા વારી જાઉં , બલિહારી જાઉં છું, ન્યોછાવર થાઉં છું. ll૪ (૧૯) શ્રી દેવજશા જિન સ્તવન ૨૦૩ થાઉં છું. સર્વ કર્મોનો રાજા મોહ છે, તેને પણ આપે હણી નાખ્યો, તેથી આપ મોહથી રહિત એવા મનમોહન સ્વામી છો. તથા જયામાતાના મનના મોહન છો. તેમજ ભવ્ય પ્રાણીઓના હૃદયરૂપી કમળમાં ઉપશમરસ પ્રગટાવનારા હોવાથી ઉપશમરસ સિંચવામાં ક્યારા સમાન છો. માટે હે નાથ! હું આપના શાંતિ આપનાર મુખકમળ પર બલિહારી જાઉં છું. III મોહી જીવ લોહકો કંચન, કરવે પારસ ભારી; સમકિત સુરતરુ વન સિંચનકો, વર પુષ્કરજલ ધારી હો. યર સંક્ષેપાર્થ:- હે પ્રભુ! મારા જેવા લોહમય મોહી જીવને પણ આપ કંચન એટલે સુવર્ણમય બનાવવા માટે અમૂલ્ય પારસમણિ સમાન છો અર્થાત્ મારા અનાદિ અજ્ઞાનરૂપ મિથ્યાત્વ તથા કષાયરૂપ કાટને દૂર કરાવી આત્મશુદ્ધતારૂપ સુવર્ણ બનાવનારા છો. તથા સમકિતરૂપી કલ્પવૃક્ષના વનને સિંચવા માટે આપ વર એટલે શ્રેષ્ઠ, પ્રધાન એવા પુષ્પરાવર્ત મેઘની ધારા સમાન છો; અર્થાત્ આપના વદનકમળથી પુષ્કરાવર્ત મેઘની ધારા સમાન તત્ત્વરૂપ અમૃતની ધારા વરસે છે, જેથી અમારો આત્મા પરમ તૃપ્તિ અનુભવે છે, માટે હે કૃપાનાથ પ્રભુ! આપના મુખકમળ ઉપર હું વારી જાઉં છું, ન્યોછાવર થાઉં છું. રા. સર્વ પ્રદેશ પ્રગટ શમ ગુણથી, પ્રવૃત્તિ અનંત અપહારી; પરમગુણી સેવનર્થે સેવક, અપ્રશસ્તતા વારી હો. ય૩ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! આપના સકળ પ્રદેશે શુદ્ધાત્માના શમરૂપ અનંતગુણો પ્રગટ થયા; જેથી અનાદિકાળની વિભાવની અનંતી પ્રવૃત્તિ આપની નાશ પામી ગઈ છે. એવા પરમ એટલે ઉત્કૃષ્ટ ગુણોથી યુક્ત આપ પ્રભુની સેવા કરવાથી સેવકની પણ અપ્રશસ્તતા એટલે આત્માને બાધક એવી અશુભ ભાવનાની નિવૃત્તિ થાય છે. માટે આપ પ્રભુના વદનકમળ ઉપર હું સદા વારી જાઉં છું, બલિહારી જાઉં છું. ૩મા પરપરિણતિ રુચિ રમણ ગ્રહણતા, દોષ અનાદિ નિવારી; દેવચંદ્ર પ્રભુ સેવક ધ્યાને, આતમ શક્તિ સમારી લો. ય૦૪ સંક્ષેપાર્થઃ- હે પ્રભુ! આપની આજ્ઞા ઉઠાવવાથી અનાદિકાળની પરપુદ્ગલ પરિણતિમાં રાચવાની રુચિ, તેમાં જ રમવાનો ભાવ તથા તે પુદ્ગલને જ ગ્રહણ કરવાનો દોષરૂપ મલિનભાવ હતો તે મટી ગયો. અને શુદ્ધ આત્મ (૧૯) શ્રી દેવજશા જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત વિહરમાન વીશી (બહાવિદેહ ક્ષેત્ર ભૌહાણ..એ દેશી). દેવજશા દરિશણ કરો, વિઘટે મોહ વિભાવ લાલ રે, પ્રગટે શુદ્ધ સ્વભાવતા, આનંદ લહરી દાવ લાલ રે. દે૧ સંક્ષેપાર્થ :- હે ભવ્યાત્માઓ! તમે શ્રી દેવજશા જિનેશ્વરના ભાવભક્તિપૂર્વક દર્શન કરો. જેથી તમારો મહાદુઃખકર એવો આ મોહ, જે વિભાવ ભાવ છે તે વિઘટે અર્થાતુ વિશેષ પ્રકારે ઘટવા માંડે. અને મોહ ઘટવાથી તમારો શુદ્ધ આત્મસ્વભાવ પ્રગટે, તે શુદ્ધ આત્મસ્વભાવને પામવો, તે આનંદની લહરીઓ પામવાના દાવા સમાન છે. I/૧|| સ્વામી વસો પુષ્કરવરે, જંબુ ભરતે દાસ લાલ રે, ક્ષેત્ર વિભેદ ઘણો પડ્યો, કિમ પહોંચે ઉલ્લાસ લાલ રે. દે ૨ સંક્ષેપાર્થ :- હે સ્વામી ! આપ તો પુષ્કર દીપના મહાવિદેહમાં વસો છો. પણ આપનો આ દાસ તો જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વસે છે. એમ ક્ષેત્રનું વિભેદ એટલે અંતર ઘણું પડી ગયું છે. માટે આપના ઉપદેશથી પ્રગટતો ઉલ્લાસભાવ તે અમને કેવી રીતે આવી શકે. રા. હોવત જો તનુ પાંખડી, આવત નાથ હજૂર લાલ રે; જો હોતી ચિત્ત આંખડી, દેખત નિત્ય પ્રભુનૂર લાલ રે. દે૩ સંક્ષેપાર્થ:- જો મારા શરીરમાં પાંખ હોત તો હે નાથ હું આપની પાસે Page #105 -------------------------------------------------------------------------- ________________ (૧૯) શ્રી ચંદ્રયશા (દેવજશા) જિન સ્તવન ઊડીને આવી જાત. અથવા મારા ચિત્તને એટલે મનને જો અવધિજ્ઞાનરૂપ આંખો હોત તો હમેશાં આપનું નૂર કહેતાં સુંદરતાને જ જોયા કરત. ।।૩।। શાસનભક્ત જે સુરવરા, વીનવું શીશ નમાય લાલ રે; કૃપા કરો મુજ ઉપરે, તો જિનવંદન થાય લાલ રે, દેજ સંક્ષેપાર્થ :– હે શાસનભક્ત શ્રેષ્ઠ દેવતાઓ ! હું તમને શીશ એટલે મસ્તક નમાવીને વિનંતિ કરું છું કે જો તમે મારા પર કૃપાદૃષ્ટિ કરો તો મને શ્રી જિનેશ્વર પ્રભુના પ્રત્યક્ષ દર્શન થાય અને તેમની ભાવભક્તિ સહિત વંદના પણ મારાથી થાય. II૪] ૨૦૫ પૂછું પૂર્વ વિરાધના, શી કીધી ઇણ જીવ લાલ રે; અવિરતિ મોહ ટલે નહીં, દીઠે આગમ દીવ લાલ રે, દેપ સંક્ષેપાર્થ :– ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં જઈ પ્રભુને પ્રશ્ન પૂછું કે હે પ્રભુ! મારા જીવે પૂર્વ ભવોમાં એવી કઈ વિરાધના કરી છે કે જેથી મારો આ અવિરતિસ્વરૂપ એવો મોહ હજુ સુધી નાશ પામતો નથી. આગમરૂપી દીવો લઈને પણ જોતાં, આ અજ્ઞાનરૂપ મિથ્યાત્વમોહ કે અવિરતિરૂપ ચારિત્રમોહ કેમ નષ્ટ થતો નથી; તેનું શું કારણ છે તે મને જણાવો. ।।૫।। આતમ શુદ્ધ સ્વભાવને, બોધન શોધન કાજ લાલ રે; રત્નત્રયી પ્રાપ્તિ તણો, હેતુ કહો મહારાજ લાલ ૨ે. દેવુ સંક્ષેપાર્થ :– મારા આત્માના શુદ્ધ સ્વભાવનો બોધ થવા તથા તેનું શોધન એટલે શુદ્ધિ થવા માટે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રાપ્તિનું સાચું કારણ શું છે ? તે તે મોક્ષરૂપી નગરના મહારાજા એવા પ્રભુ ! મને તે સંપૂર્ણ રીતે સમજાવો. ॥૬॥ તુજ સરિખો સાહિબ મિલ્યો, ભાંજે ભવભ્રમ ટેવ લાલ રે; પુષ્ટાલંબન પ્રભુ લહી, કોણ કરે પરસેવ લાલ રે. દે૭ સંક્ષેપાર્થ ઃ— હે પ્રભુ! આપના જેવા સામર્થ્યવાન સાહિબ મને મળ્યા છે. જેથી મારી અનાદિની ચારગતિરૂપ સંસારમાં ભમવાની ટેવ હવે ભાંગી જશે, અર્થાત્ મટી જશે. એવી મને ખાત્રી છે. આપના જેવા પુષ્ટ આધારસ્વરૂપ પ્રભુને પ્રાપ્ત કરી, પર એવા હરિહરાદિક દેવોની સેવા પૂજા કોણ કરે; વિચારવાન તો ન જ કરે. ॥૭॥ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ દીનદયાળ કૃપાળુઓ, નાથ ભવિક આધાર લાલ રે; દેવચંદ્ર જિન સેવના, પરમામૃત સુખકાર લાલ રે. કેન્દ્ર સંક્ષેપાર્થ :– હે દીન ઉપર દયા કરનાર કૃપાળુ ભગવંત! આપ જ અમારા નાથ છો, તથા ભવ્ય જીવોને મોક્ષ પ્રાપ્તિના પરમ આધાર છો. માટે દેવોમાં ચંદ્રમા સમાન એવા આપ જિનેશ્વરની સેવના એટલે આજ્ઞા ઉઠાવવી એ મુમુક્ષુને મન પરમ અમૃત સ્વરૂપ છે અર્થાત્ સર્વકાળને માટે તેને અમર બનાવી મોક્ષસુખને આપનાર છે. III ૨૦૬ (૧૯) શ્રી ચંદ્રયશા (દેવજશા) જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વિહરમાન વીશી ચંદ્રયશા જિનરાજીઓ, મનમોહન મેરે, પુષ્કર દીવ મોઝાર રે; મનમોહન મેરે; પશ્ચિમ અરધ સોહામણો, મ વચ્છ વિજય સંભાર રે. મ૧ સંક્ષેપાર્થ :- શ્રી ચંદ્રયશા જિનરાજ તે અમારા મનના મોહક છે, અર્થાત્ અમારા મનને આનંદ પમાડનારા છે. જે પશ્ચિમ પુષ્કરાદ્ધ દ્વીપની મોઝાર એટલે અંદર સોહામણો કહેતાં સુંદર એવી વચ્છ વિજયમાં આજે વિરાજમાન છે. તેને ભક્તિપૂર્વક સંભારો અર્થાત્ યાદ કરો જેથી તમારા પણ આત્મિક ગુણો પ્રગટ થાય. ||૧|| નયરી સુસીમા વિચરતા, મ૰ સંવરભૂપ કુલચંદ રે; મ શશિ લંછન પદ્માવતી, મ॰ વલ્લભ ગંગાનંદ રે. મ૨ સંક્ષેપાર્થ ઃ— વચ્છ વિજયમાં આવેલ નયી કહેતા નગરી સુસીમાપુરીમાં પ્રભુ વર્તમાનમાં વિચરી રહ્યા છે. એ મારા મનમોહન પ્રભુ સંવરરાજાના કુલમાં ચંદ્રમા સમાન શોભે છે. શશિ કહેતા ચંદ્રમા જેમનું લંછન છે, પદ્માવતીના મનવલ્લભ છે તથા ગંગાદેવી માતાના નંદ કહેતા સુપુત્ર છે. ૨ કટિલીલાએ કેસરી, મ॰ તે હાર્યો ગયો રાન રે; મ હાર્યો હિમકર તુજ મુખે, મ॰ હજીય વળે નહિ વાન રે. મ૦૩ સંક્ષેપાર્થ :– કટિલીલાએ કહેતા પ્રભુની કમરને કેસરીસિંહ સાથે Page #106 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ચરણકમળની સેવા કરું છું, અર્થાત્ તમારી આજ્ઞા ઉપાસવા પ્રયત્ન કરું છું. બાકી હું કંઈ જાણતો નથી. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે મેં તો આટલું જાણ્યું છે કે જે બળવાન પુરુષનું શરણ ગ્રહણ કરે છે તે સાચા આત્મિક સુખને પામે છે. માટે હે મારા મનમોહન સ્વામી ! હું તો માત્ર આપના શરણને અંગીકાર કરી આપની ભક્તિમાં તન્મય થાઉં છું. મને તો એજ એક સુખપ્રદ માર્ગ ભાસે છે. શા (૧૯) શ્રી કૃતાર્થ જિન સ્તવન ૨૭ સરખાવતા તે સિંહ હારીને રાન એટલે જંગલમાં ચાલ્યો ગયો. એવા મારા મનમોહનના મુખને હિમકર કહેતા ચંદ્રમા સાથે સરખાવતા તે ચંદ્રમાનો પણ હજા વાન કહેતા વર્ણ સુધર્યો નથી, તે પ્રભુના મુખ આગળ સાવ ફીકો પડે છે. IIકા. તુજ લોચનથી લાજિયાં, મડ કમળ ગયાં જળમાંહી રે; મા અહિપતિ પાતાળે ગયો, મ જીત્યો લલિત તુજ બાંહી રે. મ૦૪ સંક્ષેપાર્થ :- પ્રભુ તારા લોચન કહેતા નેત્રકમલથી લજ્જા પામીને કમળનું ફુલ તો જળમાં જ પેસી ગયું. તથા મારા મનમોહક પ્રભુને જોઈ અહિપતિ કહેતા સાપોનો રાજા શેષનાગ તે પાતાળમાં પેસી ગયો. કેમકે તેણે પ્રભુની લલિત કહેતા સુંદર અને શક્તિશાળી એવી બેય ભુજાઓને જોઈ ને શરમાઈ ગયો કે અહો! આ ભુજ બાહુની શોભા અને શક્તિ આગળ તો હું કંઈ વિસાતમાં નથી. એમ મનથી હાર ખાઈ, તે પાતાળમાં ચાલ્યો ગયો. ૪. જીત્યો દિનકર તેજશું, મફિરતો રહે તે આકાશ રે; મ. નીંદ ન આવે તેહને, મવ જેહ મન ખેદ અભ્યાસ રે. મ૫ સંક્ષેપાર્થ :- આપે દિનકર એટલે સૂર્યને તો આપના તેજથી અર્થાત્ પ્રતાપથી એવો જીત્યો કે તે તો દૂર જઈ આકાશમાં જ ર્યા કરે છે, કેમકે જેના મનમાં ખેદ કરવાનો અભ્યાસ પડી ગયો હોય તેની નીંદ હરામ થઈ જાય છે તે સુખે સુઈ શકે નહીં. પણ એમ જીત્યો તમે જગતને, મો હરિ લીયો ચિત્તરતજ રે; મહ. બંધુ કહાવો જગતના, મ તે કિમ હોય ઉપમન્ન રે. મ૦૬ સંક્ષેપાર્થ :- એમ છે મારા મનમોહક પ્રભુ! આપે સર્વ જગતને જીતી લીધું છે, અમારા ચિત્તરૂપી રતનને હરી લીધું છે. આપ જગતના સર્વ જીવોના બાંધવ કહેવાઓ છો, તો હે મનને મોહ પમાડનાર સ્વામી ! મારાથી તમે કેમ ઉપમન્ન કહેતા અદ્ધર મનવાળા થઈને રહો છો અર્થાત્ મારામાં એવી શું ખામી છે કે આપ મારાથી ઉદાસીન થઈને રહો છો. IIકા ગતિ તુમે જાણો તુમતણી, મ હું એવું તુજ પાય રે; મ. શરણ કરે બળિયાતણું, મન યશ કહે તસ સુખ થાય ૨. મ૦૭ સંક્ષેપાર્થઃ- હે પ્રભુ! તમારી ગતિ તમે જ જાણી શકો. મારું કંઈ ગજા નથી કે હું આપના સ્વરૂપને ઓળખી શકું. હું તો માત્ર તમારા પાય કહેતા (૧૯) શ્રી મલ્લિનાથ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી (ઢાળ રક્રિયાની દેશ0). મલ્લિ જિણેસર મુજને તમે મિલ્યા, જેહ માંહી સુખકંદ વાઘેસર; તે કળિયુગ અમે ગિરુઓ લેખવું, નવિ બીજા યુગવંદ વાઘેંસર મ૦૧ સંક્ષેપાર્થ :- જેમાં સુખકંદ એટલે સુખનું જ મૂળ રહેલું છે એવા મારા વાલા શ્રી મલ્લિનાથ જિનેશ્વર મને મળી ગયા. જેથી આ કળિયુગને જ અમે તો ગિરુઓ કહેતા મોટો ગણીએ છીએ. બીજા યુગવૃંદ કહેતા અનેક યુગોના સમૂહો બીજી ગતિઓમાં વ્યતીત થઈ ગયા પણ મારા વહાલાના ખરા ભાવથી દર્શન થયા નહીં. તેથી હું તો આ કળિયુગને જ મારા મનથી મોટો ગણું છું. I/૧ આરો સારો રે મુજ પાંચમો, જિહાં તુમ દર્શન દીઠ; વાત મભૂમિ પણ સ્થિતિ સુરતરુ તણી, મેરુ થકી હુઈ ઈઠ. વા૦ મ૨ સંક્ષેપાર્થ :- મારા માટે તો આ પાંચમો આરો જ સારો છે કે જ્યાં આપના ભાવપૂર્વક દર્શન થયા. તેથી મભૂમિ કહેતા મારવાડની ભૂમિ પણ મારા માટે તો જાણે કલ્પવૃક્ષ જેવી બની ગઈ. અને તે મેરુ પર્વતથી પણ મને તો વિશેષ ઇષ્ટ જણાઈ. રા પંચમ આરે રે તુમ્હ મેલાવડે, રૂડો રાખ્યો રે રંગ; વાવ ચોથો આરો રે ફિરિ આવ્યો ગણું, વાચક યશ કહે ચંગ. વાહ મ૩. સંક્ષેપાર્થ:- આ પંચમકાળમાં તમારી સાથેના મેળાપ વડે આત્માનો રૂડો રંગ રહ્યો અર્થાત્ આત્મજ્ઞાન થયું. તેથી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ Page #107 -------------------------------------------------------------------------- ________________ (૨૦) શ્રી અજિતવીર્ય જિન સ્તવન ૨૦૯ કહે છે કે મારે મન તો ચંગ કહેતાં મજેદાર એવો ચોથો આરો ફરીથી આવી ગયો એમ માનું છું. કેમકે મારા વહાલા શ્રી મલ્લિનાથ પ્રભુ સાથે આ વખતે મારું ભાવપૂર્વક મિલન થઈ ગયું. IaI (૧૯) શ્રી કૃતાર્થ જિન સ્તવન શ્રી દેવચંદ્રજીત ગત ચોવીશી (અષિકા તારો હું તો અપરાધીએ દેશી) સેવા સારો જિનની મન સાચે, પણ મત માગો ભાઈ; સે મહિનતનો ફળ માગી લેતાં, દાસ ભાવ સવિ જાઈ. સે૧ સંક્ષેપાર્થ:- હે ભવ્ય પ્રાણીઓ ! શ્રી જિનરાજ પ્રભુની સાચા ભાવમને સેવા કરજો, તેમની આજ્ઞાનું પાલન કરજો. પણ હે ભાઈ, સેવા કરીને કદી પણ તેના ફળની માગણી કરશો મા. કોઈ કોઈની સેવા કરી મહેનતનું ફળ માંગી લે તો તે ખરેખર તેની સેવાનો કામી નથી, પણ દામરૂપ ફળનો કામી છે, અને જે દામરૂપ ફળનો કામી છે તે મોક્ષરૂપ ફળનો કામી નથી. તેથી તેનો દાસભાવ સર્વથા નાશ પામે છે; અર્થાત્ મોક્ષરૂપ ફળ તેને પ્રાપ્ત થતું નથી. માટે હે ભવ્યો ! સદા માત્ર મોક્ષની અભિલાષા રાખીને જ શ્રી જિનેશ્વર પ્રભુની સાચા મને સેવા કરજો. ભક્તિ નહીં તે તો ભાડાયત, જે સેવાળ જાશે; દાસ તિકે જે ઘન ભરિ નીરખી, કેકીની પરે નાચે. સે૨ સંક્ષેપાર્થ :- પ્રભુની ભક્તિ કરીને જે પ્રાણીઓ સેવાનું ફળ જાચે એટલે યાચે છે અર્થાતુ માગે છે; તેની સાચી ભક્તિ પ્રભુ પ્રત્યે નથી એ તેનું સૂચન છે. તે ભક્તિ માત્ર ભાડાયત છે, અર્થાત્ જેમ કોઈ ભાડું લઈ તેનું કામ કરી આપે, તેના જેવું છે. સાચો પ્રભુનો દાસ એટલે સેવક તો તેને કહીએ કે જે ઘન એટલે જળ ભરેલા વાદળાઓને નીરખી એટલે એકટકે જોઈને કેકીની એટલે મોરની જેમ નાચી ઊઠે અર્થાત્ પ્રભુના ઉત્તમ ગુણોને જાણી, જોઈ, સાચા ભક્તના હૃદયમાં આનંદના ઉભરા આવે, તેની ભક્તિમાં જ નિસ્પૃહભાવે તન્મય થવાનો ભાવ ઊપજે; તે જ સાચો સેવક જાણવો. માટે હે ભવ્યો ! સાચા આત્મભાવે ૨૧૦ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ શ્રી જિનેશ્વર પ્રભુની સેવા કરજો જેથી તમારા આત્માનું કલ્યાણ થાય. રા સારી વિધિ સેવા સારંતાં, આણ ન કાંઈ ભાંજે; હુકમ હાજ૨ ખિજમતિ કરતાં, સહેજે નાથ નિવાજે. સેન્સ સંક્ષેપાર્થ:-રૂડી રીતે અથવા યથા ઉપદેશિત વિધિએ પ્રભુની આજ્ઞાનું પાલન કરવાથી આજ્ઞાનો ભંગ થાય નહીં. જેમકે પ્રત્યેક કાર્યના પ્રારંભમાં પ્રભુનો હુકમ હાજર કરી અર્થાત્ તે તે કાર્યમાં પ્રભુની આજ્ઞા છે કે નહિ, તે સંભારી પછી કાર્ય કરવું એમ ખિજમતી એટલે પ્રભુની સેવા કરવાથી સહેજે નાથ એટલે સ્વામી નિવાજે અર્થાતુ પ્રસન્ન થાય. તેથી આપણા આત્માનું હિત થાય. માટે છે ભવ્ય પ્રાણીઓ ! શ્રી જિનેશ્વર પ્રભુની સેવા સાચા ભાવથી કરજો. સા. સાહિબ જાણો છો સહુ વાતો, શું કહિએ તુમ આગે; સાહિબ સનમુખ અમ માગણની, વાત કારમી લાગે. સે૦૪ સંક્ષેપાર્થ :- મુક્તિપુરીના સાહેબ! આપ તો કેવળજ્ઞાન વડે અમારી આ સઘળી વાતો જાણો છો કે કોણ સાચો ભક્ત છે અને કોણ બગભક્ત છે. માટે આપની સમક્ષ અમે શું કહીએ ? સાહિબની સન્મુખ કાંઈ પણ માંગવાની વાત કરવી તે કારમી લાગે અર્થાતુ અશોભનીય જણાય. જે ભવ્યાત્મા સાહિબની સાચા ભાવમનથી સેવા કરશે, તેમની અખંડ આજ્ઞા ઉઠાવશે તે જરૂર અચિંત્ય એવા મોક્ષફળને પામશે. એમાં કિંચિત્માત્ર સંશય નથી. II૪ો. સ્વામી કૃતાર્થ તો પણ તુમથી, આશ સહુકો રાખે; નાથ વિના સેવકની ચિંતા, કોણ કરે વિષ્ણુ દાખે. સે૦૫ સંક્ષેપાર્થ : - હે પ્રભુ! આપ તો અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્યના સ્વામી હોવાથી કૃતાર્થ છો. તથા પરમદયાળુ હોવાથી અમારા જેવા સર્વ આપથી આશા રાખે છે કે આપ અમને જરૂર મુક્તિસુખ આપશો. નાથ વિના સેવકની કોણ ચિંતા કરે ? માટે આજથી અમારા નાથ તરીકે આપને સ્થાપિત કરીએ છીએ, આપનું શરણ લઈએ છીએ, આપની આજ્ઞા ઉપાસીએ છીએ. જેથી વગર જણાવ્યું પણ અમારું મોક્ષફળરૂપ ચિંતિત સફળ થાય. //પા. તુજ સેવ્યાં ફળ માગ્યો દેતાં, દેવપણો થાયે કાચો; વિણ માગ્યાં વાંછિત ફળ આપે, તિણે દેવચંદ્ર પદ સાચો. સે-૬ Page #108 -------------------------------------------------------------------------- ________________ (૨૦) શ્રી અજિતવીર્ય જિન સ્તવન ૨૧૧ સંક્ષેપાર્થ:- જે આપની સેવા કરી ફળ માંગે અને તેને આપ ફળની પૂર્તિ કરો તો આપ સેવાના અર્થી રાગીદેવ કહેવાઓ. તેથી તમારું દેવપણું કાચું ઠરે અર્થાત્ રાગી કુદેવોમાં તમારી ગણતરી થાય. પણ માંગ્યા વિના જ આપ તો વાંછિત ફળ આપો છો માટે આપનું દેવોમાં ચંદ્રમા સમાન ઉત્કૃષ્ટ દેવપદ સાચું છે, એમાં સંદેહને સ્થાન નથી. માટે હે મોક્ષના ઇછુક ભવ્ય પ્રાણીઓ તમે સદૈવ આવા વીતરાગ પરમાત્માની સાચા અંતઃકરણે, નિઃસ્પૃહભાવે, ભાવભક્તિથી સેવા કરો. જેથી સર્વકાળને માટે જન્મ જરા મરણથી મુક્ત થઈ, શાશ્વત સુખશાંતિને પામો. કા. (૨૦) શ્રી અજિતવીય જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત વિહરમાન વીશી અજિતવીર્ય દિન વિચરતા રે, મનમોહના રે લોલ, પુષ્કરઅર્ધ વિદેહ રે, ભવિ બોહના રે લાલ. જંગમ સુરતરુ સારિખો રે, મનમોહના રે લોલ; સેવે ધન્ય ધન્ય તેહ રે, ભવિબોહના રે લાલ. ૧ સંક્ષેપાર્થ :- શ્રી અજિતવીર્ય પ્રભુ વર્તમાનમાં વિચારી રહ્યા છે. જે મનમોહન છે અર્થાતુ મુમુક્ષુઓના મનને મોહ પમાડનારા છે, આનંદ આપનારા છે. તે ક્યાં વિચરે છે? તો કે પુષ્કરાર્ધના મહાવિદેહ ક્ષેત્રમાં. જે ભવિ આત્માઓને બોહના કહેતા બોધના દાતાર છે. જે જંગમ એટલે હાલતા ચાલતા સુરતરુ કહેતા કલ્પવૃક્ષ સમાન છે. એવા પ્રભુની જે સેવા કરી રહ્યાં છે તે ભવ્યાત્માઓને ધન્ય છે, ધન્ય છે. કારણ કે તેઓ પણ તે જ સ્વરૂપને પામશે. I/૧૫ જિનગુણ અમૃતપાનથી રે મ અમૃત ક્રિયા સુપસાય રે ભ૦ અમૃત ક્રિયા અનુષ્ઠાનથી રે મ આતમ અમૃત થાય રે ભ૦૨ સંક્ષેપાર્થ :- શ્રી જિનેશ્વર ભગવાનના ગુણરૂપ અમૃતના પાનથી ઉલ્લાસિત થતો એવો આત્મા પ્રભુના પસાથે અમૃતક્રિયાને પામે છે. તે અમૃત અનુષ્ઠાનના પ્રતાપે આપણો આત્મા પણ અમૃત એટલે કદી મરે નહીં એવો ૨૧૨ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ અમર બની મોક્ષમાં જઈ વિરાજે છે. વિષ, ગરલ અનનુષ્ઠાન, તદહેતુ અને અમૃત એ પાંચ અનુષ્ઠાનમાં સર્વશ્રેષ્ઠ અમૃત અનુષ્ઠાન છે અથવા અમૃત ક્રિયા છે. રા. પ્રીતિ ભક્તિ અનુષ્ઠાનથી રે મ વચન અસંગી સેવ રે; ભ૦ કર્તા તન્મયતા લહે રે મ પ્રભુ ભક્તિ નિત્યમેવ રે. ભ૦૩ સંક્ષેપાર્થ :- પ્રીતિરૂપ ભક્તિ અનુષ્ઠાન વડે અસંગી એવા પ્રભુના વચન અનુસાર તેમની સેવા એટલે આજ્ઞા ઉઠાવતાં, કર્તા એવો પુરુષ હમેશાં પ્રભુની ભક્તિમાં જગતને ભૂલી જઈ પ્રભુના ગુણમાં તન્મય બને છે. ilal પરમેશ્વર અવલંબને રે, મ ધ્યાતા ધ્યેય અભેદ રે; ભ૦ ધ્યેય સમાપતિ હુવે રે, મ. સાધ્ય સિદ્ધિ અવિચ્છેદ રે ભ૦૪ સંક્ષેપાર્થ:- એમ શ્રી પરમેશ્વર પરમાત્માના શુદ્ધ સ્વરૂપનું અવલંબન લેવાથી ધ્યાતા એટલે ધ્યાન કરનાર એવો સાધક મુમુક્ષ, ધ્યેય એવા પ્રભુના શુદ્ધ સ્વરૂપ સાથે પ્રથમ અભેદ બને છે. પછી ધ્યેય એવા પોતાના શુદ્ધ સ્વરૂપની પણ સમાપત્તિ એટલે સંપૂર્ણ પ્રાપ્તિ થતાં, સાપ્ય એવી આત્મસિદ્ધિની અવિચ્છેદ એટલે કદી નાશ ન પામે એવી સિદ્ધદશાને પામે છે. જો જિનગુણ રાગપરાગથી રે મ વાસિત મુજ પરિણામ રે ભ૦ તજશે દુષ્ટ વિભાવતા રે મ સરશે આતમ કામ રે. ભ૦૫ સંક્ષેપાર્થ :- શ્રી જિનેશ્વર પ્રભુના ગુણોના રાગરૂપ પરાગવડે મારા પરિણામ એટલે ભાવ જ્યારે સુવાસિત થશે ત્યારે મારો આત્મા પણ દુષ્ટ એવી વિભાવ દશાને છોડશે. જેથી શુદ્ધ એવી આત્મદશાની પ્રાપ્તિ થઈ મારા આત્માના સર્વ કાર્ય સિદ્ધ થશે. //પા જિન ભક્તિરત ચિત્તને, મ વેધક રસ ગુણ પ્રેમ રે; ભ૦ સેવક જિનપદ પામશે રે, મ રસધિત અય જેમ રે. ભ૦૬ સંક્ષેપાર્થ:- શ્રી જિનેશ્વર પ્રભુની ભક્તિમાં જેનું ચિત્ત રત છે અર્થાત્ લીન છે તેનો પ્રભુ પ્રત્યેનો પ્રેમગુણ વેધક રસ જેવો છે. જેમ વેધક રસથી વંધિત થયેલું અય એટલે લોઢું, સોનુ બની જાય છે, તેમ પ્રભુભક્તિમાં તન્મય એવો સેવક પણ સુવર્ણ સમાન જિનપદને પામે છે. કા. Page #109 -------------------------------------------------------------------------- ________________ (૨૦) શ્રી અજિતવીર્ય જિન સ્તવન નાથ ભક્તિરસ ભાવથી રે, મ તૃણ જાણું પરદેવ રે; ભ ચિંતામણિ સુરતરુથકી રે મ॰ અધિકી અરિહંતસેવ રે. ભ૦૭ સંક્ષેપાર્થ :- શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે મારા નાથ પ્રભુની ભક્તિરસમાં ભાવોની તરબોળતા થતાં મને સર્વ પર દેવો તૃણ સમાન ભાસે છે. તેમજ ચિંતામણિ રત્ન કે કલ્પવૃક્ષ કરતાં પણ મને તો શ્રી અરિહંત પ્રભુની સેવા અધિકી કહેતાં વધારે શ્રેષ્ઠ જણાય છે; કારણ કે એ સેવા શાશ્વત સુખશાંતિસ્વરૂપ એવા મોક્ષપદને આપનારી છે. ।।૭।। ૨૧૩ પરમાતમ ગુણસ્મૃતિ થકી રે મ॰ ફરશ્યો આતમરામ રે ભ નિયમા કંચનતા લહે રે, મ॰ લોહ જ્યું પારસ પામ રે. ભ૮ સંક્ષેપાર્થ :- શ્રી પરમાત્મ પ્રભુના ગુણોની સ્મૃતિ કરનાર અર્થાત્ પ્રભુના શુદ્ધ સહજાત્મસ્વરૂપનું ધ્યાન કરનાર એવા આત્માનો જ્યારે આત્મારામી એવા પ્રભુના શુદ્ધ સ્વરૂપ સાથે સ્પર્શ થશે ત્યારે તેનો આત્મા પણ તે સ્વરૂપને પામશે. જેમકે પારસમણિના સ્પર્શથી લોઢું નિયમથી એટલે નિશ્ચિતપણે કંચન અર્થાત્ સોનુ બની જાય છે; તેમ પ્રભુને ભજતાં હું પણ મારા શુદ્ધ સ્વરૂપને અવશ્ય પામીશ. IIા નિર્મળ તત્ત્વરુચિ થઈ રે મ કરજો જિનપતિભક્તિ રે; ભ દેવચંદ્ર પદ પામશો રે, મ પરમ મહોદય યુક્તિ રે. ભ૯ સંક્ષેપાર્થ :– હે ભવ્યાત્માઓ! જો તમને નિર્મળ એવી આત્મતત્ત્વ પામવાની રુચિ ઉત્પન્ન થઈ હોય તો શ્રી જિનપતિ એવા જિનેશ્વર પ્રભુની ભક્તિ ભાવપૂર્વક કરજો. તો તમે પણ દેવોમાં ચંદ્રમા સમાન ઉત્તમ શાશ્વત સુખરૂપ એવા મોક્ષપદને પામશો. પ્રભુની ભક્તિ સાચા ભાવે કરવી એ જ પરમ મહોદય એવા મોક્ષપદને પામવાની સાચી યુક્તિ છે અર્થાત્ એ જ સાચો ઉપાય છે. ।।૯।। (૨૦) શ્રી અજિતવીર્ય જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વિતમાન વીશી (એ છીંડી કિહાં શાખી કુમતિએ દેશી) ૨૧૪ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ દીવ પુષ્કરવ૨ પશ્ચિમે અરધે, વિજય નલિનાવઈ સોહે; નય૨ી અયોધ્યા મંડન સ્વસ્તિક લૈંછન જિન જગ મોહેરે; ભવિયાં, અજિતવીર્ય જિન વંદો. ૧ સંક્ષેપાર્થ ઃ— પશ્ચિમ પુષ્કરાર્ધ દ્વીપમાં નલિનાવતી વિજય શોભે છે. તેમાં આવેલ અયોધ્યા નગરીના મંડન એટલે શણગારરૂપ તેમજ સ્વસ્તિક એટલે સાથિઓ છે જેમનું લંછન એવા શ્રી અજિતવીર્ય પ્રભુ જગતના જીવોને મોહ પમાડતા ત્યાં વિચરી રહ્યા છે. માટે હે ભવ્યો ! એવા અજિતવીર્ય જિનેશ્વરની તમે ભાવપૂર્વક વંદના કરો, જેથી તમે પણ શિવસુખને પામો. ।।૧।। રાજપાલ કુળ મુગટ નગીનો, માત કનિનિકા જાયો; રતનમાળા રાણીનો વલ્લભ, પ્રત્યક્ષ સુરમણિ પાયો રે. ભ૨ સંક્ષેપાર્થ :– પિતા રાજપાલ રાજાની કુળરૂપી મુગટમાં જે નગીન કહેતા બહુમૂલ્ય રત્ન સમાન દેદીપ્યમાન છે, જે માતા કનિનિકાથી જન્મ પામેલા છે, તથા રાણી રત્નમાળાના વલ્લભ છે, પણ મારે મન તો પ્રત્યક્ષ સુરમણિ કહેતા કલ્પવૃક્ષ જેવા દેવતાઈ મણિ છે; કે જે મને પ્રત્યક્ષ વાંછિત સુખ આપે છે. માટે હે ભવ્યો ! એવા શ્રી અજિતવીર્ય પ્રભુની તમે ભાવપૂર્વક વંદના કરો. ।।૨।। દુરિજનશું કરી જે હુઓ દૂષણ, હુયે તસ શોષણ ઇહાં; એહવા સાહિબના ગુણ ગાઈ, પવિત્ર કરું હું જીહા રે. ભ૩ સંક્ષેપાર્થ :– દુરિજન કહેતા પરમાર્થે અનાથ એવા નઠારા મિથ્યાત્વીઓના સંગથી જે દૂષણ કહેતા ખોટી ઇચ્છાઓ ઉત્પન્ન થઈ હોય, તે સર્વ ઇહાં કહેતા ઇચ્છાઓને આપ શોષણ કહેતા સુકવી નાખનાર અર્થાત્ નષ્ટ કરનાર હોવાથી આપ સાહિબના સદા ગુણ ગાઈને મારી જીહા એટલે જીભને પવિત્ર કરું છું. તમે પણ હે ભવ્યો! તેના ગુણગાન કરી જીવનને ધન્ય બનાવો. IIII પ્રભુ-ગુણ ગણ ગંગાજલે ન્હાઈ, કીયો કર્મમલ દૂર; સ્નાતકપદ જિન ભગતેં લહિયે, ચિદાનંદ ભરપૂર રે. ભજ સંક્ષેપાર્થ :– પ્રભુના ગુણગણ એટલે ગુણોના સમૂહરૂપ ગંગાજલમાં સ્નાન કરીને મેં કર્મરૂપી મેલને દૂર કર્યો. એવા પ્રભુની ભક્તિવડે સ્તાનકપદ એટલે સંપૂર્ણ આત્મસ્વરૂપને પામવારૂપ પદ પણ પામી શકાય એમ છે, કે જે ચિદાનંદ કહેતા આત્માના આનંદથી ભરપૂર છે. માટે હે ભવિઆ! તમે પણ અજિતવીર્ય પ્રભુની ભાવપૂર્વક સેવા, ઉપાસના કરો. ॥૪॥ Page #110 -------------------------------------------------------------------------- ________________ (૨૦) શ્રી ધર્મીશ્વર જિન સ્તવન જે સંસર્ગ અભેદારોપે, સમાપત્તિ મુનિ માને; તે જિનવર ગુણ થુણતાં લહિયે, જ્ઞાનય્યાન લયતાને રે. ભષ સંક્ષેપાર્થ :– પ્રભુનો સંસર્ગ એટલે સમાગમ અભેદારોપે કહેતા પ્રભુના શુદ્ધ સ્વરૂપ સાથે અભેદતામાં આરોપણ કરી દે એવો છે અર્થાત્ શુદ્ધ સ્વરૂપ સાથે અભેદ બનાવી દે એવો છે. અને તેને મુનિઓ સમાપત્તિ કહેતા સમાપ્તિ માને છે અર્થાત્ તેને જ કાર્યની પૂર્ણતા થઈ એમ માને છે. તે પૂર્ણ પદવીને, શ્રી વીતરાગ જિનેશ્વર પ્રભુના ગુણ થુણતાં કહેતા તેની સ્તુતિ કરતા તેમજ જ્ઞાન અને ધ્યાનમાં લય લગાડવાથી કે તન્મય થવાથી પામી શકાય છે. માટે હે ભવ્યાત્માઓ! અજિતવીર્ય પ્રભુના આપેલ સભ્યજ્ઞાનને સમજી તેના શુદ્ધ સ્વરૂપમાં લીનતા થવા માટે ધ્યાનનો અભ્યાસ કરો. ।।૫।। ૨૧૫ સ્પર્શ જ્ઞાન ઇણિપ૨ે અનુભવતાં, દેખીજે જિનરૂપ; સકળ જોગ જીવન તે પામી, નિસ્તરિયે ભવકૂપ રે. ભ૬ સંક્ષેપાર્થ :- ઉપરોક્ત વિધિ પ્રમાણે આત્મ સ્વરૂપના સ્પર્શને અનુભવતાં જિનરૂપના દર્શન થાય છે અથવા નિજ આત્મસ્વરૂપના દર્શન થાય છે. કેમકે જિનપદ અને નિજપદ મૂળસ્વરૂપે જોતાં એક જ છે; એમાં કોઈ ભેદ નથી. આ મનુષ્યભવના જીવનમાં સ્વરૂપને પ્રાપ્ત કરવાના સર્વ યોગો પુણ્યબળે પામવાથી હે ભવ્યો ! સંસારરૂપી અંધારા કૂવામાંથી હવે નિસ્તરિયે અર્થાત્ જરૂર બહાર નીકળીને આત્માનો ઉદ્ધાર કરીએ. માટે કલ્યાણના કારણરૂપ એવા શ્રી અજિતવીર્ય પ્રભુની તમે ભાવપૂર્વક સેવા કરો. ॥૬॥ શરણ-ત્રાણ-આલંબન જિનજી, કોઈ નહીં તસ તોલે; શ્રીનયવિજય વિબુધ પયસેવક, વાચક યશ એમ બોલે રે. ભ૭ સંક્ષેપાર્થ :– સંસાર સમુદ્રમાં ગળકા ખાતા એવા મને ત્રાણ એટલે બચાવનાર શ્રી જિનેશ્વરના શરણ સમાન બીજું કોઈ આલંબન આ જગતમાં નથી, કે જે તેની તુલનામાં આવી શકે. માટે વિબુધ એટલે પંડિત શ્રી નયવિજયજીના પાય સેવક એટલે ચરણકમળના ઉપાસક એવા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ જણાવે છે કે હે ભવ્યો ! વીતરાગ એવા શ્રી અજિતવીર્ય પ્રભુની તમે ભાવભક્તિ સહિત વંદના કરી તેમનું શરણ અંગીકાર કરો, અને તેમની જ આજ્ઞા ઉપાસી ભવસમુદ્રને પાર કરો. II૭।। ૨૧૬ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ (૨૦) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી (વીરમાતા પ્રીતિકારિણી-એ દેશી) આજ સફળ દિન મુજ તણો, મુનિસુવ્રત દીઠા; ભાગી તે ભાવટ ભવ તણી, દિવસ દુરિતના નીઠા. આ૧ સંક્ષેપાર્થ :– શ્રી મુનિસુવ્રતનાથ પ્રભુના સાચા અંતરના ભાવે દર્શન થવાથી આજનો મારો દિવસ સફળ થઈ ગયો. જે વડે સંસારની ભાવટ કહેતા ઉપાધિરૂપ જંજાળનો ભાવથી નાશ થયો અને દુરિત એટલે ખોટા પાપના દિવસો ચાલ્યા ગયા તથા ઉત્તમ આત્માર્થ માટેના શુભ દિવસોનો ઉદય થયો. ।।૧।। આંગણે કલ્પવેલી ફળી, ઘન અમિયના વુઠા; આપ માગ્યા પાસા ઢળ્યા, સુર સમકિતી તૂઠા. આ૨ સંક્ષેપાર્થ ઃ— મારા ઘર આંગણામાં કલ્પવૃક્ષની વેલ ફળી. ઘન એટલે વાદળાં, અમીય એટલે અમૃતના વરસ્યા. આપ માગ્યા એટલે મારી ઇચ્છાનુસાર પાસા પડ્યા અને સમકિતી દેવો પણ મારા પર તૂઠા એટલે તુષ્ટમાન થયા. એ બધો પ્રતાપ શ્રી મુનિસુવ્રતનાથ પ્રભુના દર્શનનો છે, જેથી મારો આજનો દિવસ સફળ થઈ ગયો. II૨ા નિયતિ હિત દાન સન્મુખ હુયે, સ્વપુણ્યોદય સાથે; યશ કહે સાહિબે મુક્તિનું, કરિઉં તિલક નિજ હાથે. આ૩ સંક્ષેપાર્થ :– નિયતિ એટલે નિશ્ચિતપણે, હિત દાન કહેતા કલ્યાણનું કારણ એવું ક્ષાયક સમકિતનું દાન આપવાવાળા આપ સન્મુખ થયા અર્થાત્ મારે અનુકુળ થયા. તથા સ્વપુણ્યનો ઉદય થવાથી શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે સાહિબે સ્વહસ્તે આજે મારા મસ્તકે મુક્તિ માટેનું તિલક કર્યું અર્થાત્ મને સમ્યક્ દર્શન આપ્યું. તેથી હવે મને અવશ્ય મુક્તિપુરીનું રાજ્ય મળશે. માટે આજનો દિવસ મારો અત્યંત સફળપણાને પામ્યો અર્થાત્ મોક્ષરૂપી ફળ આપનાર નિવડ્યો. III Page #111 -------------------------------------------------------------------------- ________________ ફ્લશ ૨૧૭ (૨૦) શ્રી ઘર્મીશ્વર જિન સ્તવન શ્રી દેવચંદ્રજીત ગત ચોવીશી (અખિયાં હરખન લાગી હમારી અબિયાં-એ દેશી) હું તો પ્રભુ વારી છું તુમ મુખની, હું તો જિન બલિહારી તુમ મુખની; સમતા અમૃતમય સુપ્રસન્નની, ત્રેય નહીં રાગરુખની. હું ૧ સંક્ષેપાર્થ:- હે પ્રભુ! હું તો આપના મુખકમળ ઉપર વારી જાઉં છું. હે જિનેશ્વર ! આપના મુખકમળથી જે અમૃતમય વાણી વરસે છે, તે સર્વ જીવોના પાપમળ ધોવાને માર્ગદર્શક હોવાથી હું તો આપના મુખકમળ ઉપર બલિહારી જાઉં છું. આપના મુખથી નીકળતી વાણી સમતારૂપ અમૃતરસથી ભરેલી છે. તથા સર્વના ચિત્તને સારી રીતે પ્રસન્નતા આપનારી છે. વળી આપનામાં રાગ અને રૂખ એટલે રોષ અથવા ઠેષભાવ તથા અજ્ઞાન, એ ત્રેય એટલે ત્રણેય આપનામાં નહીં હોવાથી હે પ્રભુ ! હું આપના મુખકમળ ઉપર વારી જાઉં છું, ન્યોછાવર થાઉં છું. ||૧|| ભ્રમર અધર શિષ ધનુહર કમલદલ, કીર હીર પૂનમશશીની; શોભા તુચ્છ થઈ પ્રભુ દેખત, કાયર હાથે જિમ અસિની. હું સંક્ષેપાર્થ :- પ્રભુના આંખના ભ્રમર એટલે ભોંપણ, અધર એટલે હોઠ અને શીષ એટલે સિરને; કેમલદલ, કીર એટલે પોપટ તેની લાલચાંચ સાથે, તથા પૂનમ શશી એટલે પૂર્ણિમાના ચંદ્રની હીર એટલે તેજ-કાંતિ સાથે ઉપમા આપવી તે સર્વ કાયર પુરુષને હાથે જેમ તરવાર શોભે નહીં, તેમ જાણવી; અર્થાત્ પ્રભુના રૂપની કોઈ સાથે ઉપમા છાજે નહીં. તે અનુપમેય રૂપને જોતાં ઉપરોક્ત સર્વ ઉપમાઓ તુચ્છ જણાય છે. માટે હે પ્રભુ ! આપના મુખકમળ ઉપર હું વારી જાઉં છું. //રા મનમોહન તુમ સનમુખ નીરખત, આંખ ન તૃમિ અમચી; મોહતિમિર રવિ હરષચંદ્રછબી, મૂરત એ ઉપશમચી. હું૦૩ સંક્ષેપાર્થ :- હે મનને મોહ પમાડનાર મનમોહન સ્વામી ! આપની સન્મુખ જોતાં અમચી એટલે અમારી આંખ તૃપ્તિ પામતી નથી. વારંવાર તેને જોયા જ કરીએ એવી ચાહના રહે છે. કારણ કે પ્રભુની છબી તે મોહતિમિર એટલે મોહરૂપી અંધકારને નષ્ટ કરવામાં રવિ એટલે સૂર્ય જેવી છે. તથા હરષ એટલે હર્ષ ૨૧૮ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ઉપજાવવામાં તે પૂનમના ચંદ્રમાં સમાન ઉપશમ શાંતરસથી ભરપૂર છે. આપની મૂર્તિ જાણે ઉપશમરસની ચાંદની વરસાવતી હોય તેમ આનંદને આપનારી છે. માટે હે પ્રભુ ! હું આપના વદનરૂપ ચંદ્રમા ઉપર વારી જાઉં છું. IIકા મનની ચિંતા મટી પ્રભુ ધ્યાવત, મુખ દેખતાં તુમ જિનની; ઈંદ્રી તૃષા ગઈ જિનેસર સેવતાં, ગુણ ગાતાં વચનની. હું ૪ સંક્ષેપાર્થ:- પ્રભુના શુદ્ધ સહજાત્મસ્વરૂપનું ધ્યાન કરતાં અને તેમના મુખથી ઉપદેશેલ શુદ્ધ સ્યાદ્વાદમય બોધને વિચારતાં અમારા મનની ચિંતા મટી ગઈ. તથા પ્રભુનું મુખ દેખતાં અર્થાત્ તેમનું વાસ્તવિક સ્વરૂપ વિચારતાં અમારું સ્વરૂપ પણ તેવું જ સિદ્ધ સમાન જાણી મનની ચિંતા દૂર થઈ. તથા તે જિનેશ્વર પ્રભુની સેવા કરતાં એટલે તેમની આજ્ઞા ઉપાસતાં અને તેમના વચનોનું ગુણગાન કરતાં ઇંદ્રિય વિષયોની તૃષા એટલે ઇંદ્રિયના ભોગોને ભોગવવાની જે તરસ હતી તે પણ શમી ગઈ. l/૪ મીન ચકોર મોર મતંગજ, જલ શશી ઘન નિજ વનથી; તિમ મુજ પ્રીતિ સાહિબ સુરતથી, ઔર ન ચાહું મનથી. હું૦૫ સંક્ષેપાર્થ:- મીન એટલે માછલાને જલ પ્રિય છે, જલ વિના તે રહી શકતું નથી. ચકોર પક્ષીને ચંદ્રમા દેખી આનંદ ઊપજે છે. મોરને મન ધન એટલે જળથી ભરપૂર વાદળા પ્રિય છે. મતગંજ એટલે હાથીને નિજવન એટલે પોતાના વનમાં સ્વતંત્ર રીતે વિચરણ કરવું વધારે પ્રિય છે. તેવી જ રીતે અમને પણ સાહિબ એવા પ્રભુની સુરત એટલે મુખકમળને નીરખી પરમ આહ્વાદ ઊપજે છે. તેથી પ્રભુની આત્મપ્રભુતા સિવાય, અન્ય કુદેવ, કુગુરુ કે કુધર્મ તથા વિષય કષાયાદિની મલિનતાને હું ઇચ્છતો નથી; પણ પ્રભુના ચંદ્રમા જેવા મુખ ઉપર હું સદા વારી જાઉં છું. //પા જ્ઞાનાનંદન જગ આનંદન, આશ દાસની ઇતની; દેવચંદ્ર સેવનમેં અહર્નિશ, ૨મજ્યો પરિણતિ ચિત્તની. હું૦૬ સંક્ષેપાર્થ:- હે જ્ઞાનાનંદમાં રમનાર પ્રભુ ! જગતના જીવોને નિર્દોષ આનંદ ઉપજાવનાર એવા આપના પ્રત્યે આ દાસ માત્ર એટલી જ આશા રાખે છે કે દેવોમાં ચંદ્રમા સમાન એવા પ્રભુની સેવામાં અહર્નિશ એટલે રાતદિવસ મારા ચિત્તની કહેતાં મનની પરિણતિ અર્થાત્ ભાવ રમ્યા કરજો. એ સિવાય મારે કશું Page #112 -------------------------------------------------------------------------- ________________ (૨૧) શ્રી નમિનાથ જિન સ્તવન ૨૧૯ જોઈતું નથી. એ માટે હું આપના સઉપદેશના નિમિત્તરૂપ એવા મુખકમળ ઉપર સદા વારી જાઉં , બલિહારી જાઉં , ન્યોછાવર થાઉં છું. IIકા કલશ શ્રી દેવચંદ્રજીત (રામ-ધન્યાશ્રી) વંદો વંદો રે જિનવર વિચરતા વંદો; કીર્તન સ્તવન નમન અનુસરતાં, પૂર્વ પાપ નિકંદો રે, જિનવર વિચરંતા વંદો ૧ સંક્ષેપાર્થ – હે ભવ્યાત્માઓ! તમે વંદન કરો, વંદન કરો. વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રે વિચરતા એવા જિનેશ્વરોને વંદન કરો. તે મહાપુરુષોના ગુણોનું કીર્તન કે સ્તવના કે ભાવભક્તિસહિત નમન કરતાં પૂર્વના પાપોનું નિકંદન થાય છે અર્થાતુ જડમૂળથી નાશ પામે છે. માટે તે વિચરતાં જિનવરોની ભાવોલ્લાસથી વંદના કરો. ||૧|| જંબુદ્વીપે ચાર જિનેશ્વર, ધાતકી આઠ આણંદો; પુષ્કર અર્થે આઠ મહામુનિ, સેવે ચોસઠ ઇંદો રે. જિ૨ સંક્ષેપાર્થ:- વર્તમાનમાં જંબુદ્વીપમાં ચાર જિનેશ્વર વિચરે છે, ધાતકી ખંડમાં આઠ જિનેશ્વર તથા પુષ્પાર્ધમાં આઠ મહામુનિ એટલે જિનેશ્વરો વિચરી રહ્યા છે, તેની સેવા સર્વ ચોસઠ ઇન્દ્રો પણ કરે છે માટે તમે પણ તે જિનેશ્વરોને ભાવથી વંદન કરી આત્મલાભ પ્રાપ્ત કરો. //રા કેવલી ગણધર સાધુ સાધવી, શ્રાવક શ્રાવિકા વૃદો; જિનમુખ ધર્મ અમૃત અનુભવતાં, પામે મન આણંદો રે. જિ૩ સંક્ષેપાર્થ:- કેવળજ્ઞાની મહાત્માઓ, ગણધરો, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ આદિનો વૃંદ એટલે સમૂહ, જિનેશ્વર પ્રભુના મુખકમળથી અમૃતમય ધર્મનું આસ્વાદન કરીને મનમાં અતિ આનંદ પામે છે. એવા પ્રભુની હે ભવ્યો! તમે પણ ભાવસહિત વંદના કરો. આવા સિદ્ધાચલ ચૌમાસ રહીને, ગાયો જિનગુણ છંદો; ૨૨૦ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ જિનપતિ ભક્તિ મુક્તિનો મારગ, અનુપમ શિવસુખકંદો રે. જિ૦૪ સંક્ષેપાર્થ :- શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે સિદ્ધાચલ એટલે પાલિતાણામાં ચૌમાસુ રહીને વીશ વિહરમાન જે મહાવિદેહમાં હાલ વિચરી રહ્યાં છે તે શ્રી જિનેશ્વર પ્રભુની ચોવીશીરૂપે છંદોની રચના કરી પ્રભુના ગુણગાન ગાયા કેમકે શ્રી જિનેશ્વર પ્રભુની ભક્તિ કરવી એ જ મુક્તિનો ઉત્તમ માર્ગ છે. તથા એ જ અનુપમ એવા શિવસુખ એટલે મોક્ષસુખ પ્રાપ્તિનું મૂળ છે. માટે હે આત્માર્થીઓ! તમે પણ એવા વિચરતા વીતરાગ પરમાત્માની ભાવથી વંદના કરો. //૪ ખરતર ગચ્છ જિનચંદ્ર સૂરિવર, પુણ્ય પ્રધાન મુણદો; સુમતિસાગર સાધુ રંગ સુવાચક, પીધો શ્રુતમકરંદો રે. જિપ સંક્ષેપાર્થ :- ખરતર ગચ્છમાં પુણ્યવડે પ્રધાન એવા શ્રી જિનચંદ્ર નામના સૂરિ એટલે આચાર્ય, તેમજ સાધનાનો છે રંગ જેને એવા શ્રી સુમતિસાગર નામના સુવાચક એટલે સારી રીતે ભણાવનાર એવા ઉપાધ્યાય થયા. જેમણે શ્રત એટલે જિન આગમોનો ખૂબ મકરંદ પીધો અર્થાત્ સારભૂત તત્ત્વનો ખૂબ અભ્યાસ કર્યો. સારભૂત તત્ત્વના મૂળ ઉપદેષ્ટા એવા મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતાં શ્રી જિનેશ્વરોની હે ભવ્યો! તમે ભાવથી વંદના કરો. //પા. રાજસાર પાઠક ઉપગારી, જ્ઞાનધર્મ દિiદો; દીપચંદ સગુરુ ગુણવંતા, પાઠક ધીર ગયંદો રે. જિ૦૬ સંક્ષેપાર્થ:- રાજસાર નામના પાઠક એટલે ઉપાધ્યાય મારા ઉપકારી છે કે જેમણે મને જ્ઞાનધર્મ એટલે સમ્યકજ્ઞાનરૂપ ધર્મનો બોધ આપ્યો. તથા શ્રી દીપચંદજી નામના મારા ગુણવંતા સદ્ગુરુ છે. તેમનાથી અને પૈર્યવાન એવા ઉપાધ્યાયવડે મારો અજ્ઞાનરૂપ અંધકાર ચાલ્યો ગયો અર્થાતુ નાશ પામ્યો. કા દેવચંદ્ર ગણિ આતમ હેતે, ગાયા વીશ જિગંદો; ઋદ્ધિ વૃદ્ધિ સુખસંપત્તિ પ્રગટે, સુજશ મહોદય વંદો રે. જિ૦૭ સંક્ષેપાર્થ:- શ્રી દેવચંદ્રજી ગણિ કહે છે કે મેં આત્માના હિતને અર્થે આ વીશ વિહરમાન જિનેશ્વરની સ્તવના કરી છે. એ પ્રભુની સ્તવના કે ગુણગાન કરવાથી સર્વ પ્રકારની ભૌતિક કે આત્મિક ઋદ્ધિની વૃદ્ધિ થઈ સુખસંપત્તિ પ્રગટે છે તથા સુયશના સમૂહનો મહાન ઉદય થાય છે. માટે હે મોક્ષના ઇચ્છુક ભવ્યાત્માઓ! તમે વર્તમાનમાં વિચરતા એવા જિનેશ્વર પ્રભુની ભાવભક્તિ Page #113 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ (૨૧) શ્રી શુદ્ધમતિ જિન સ્તવન ૨૨૧ સહિત વંદના કરો. જેથી તમારા પૂર્વે સંચિત કરેલા સર્વ દુઃખદાયી કર્મોનો નાશ થાય. ||૭નાં (૨૧) શ્રી નમિનાથ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી (ગાપમનો dશ રાણાપ-દ0) મુજ મન પંકજ ભમર લે, શ્રી નમિજિન જગદીશો રે; ધ્યાન કરું નિત તુમ તણું, નામ જપું નિશ દીશો ૨. મુ૧ સંક્ષેપાર્થ :- મારું મન, પંકજ કહેતા કમલ જેવું છે. અને આપ શ્રી જગદીશ્વર પ્રભુ ભમરા જેવા છો. તેથી આપને મારા મનમાં વસાવી દીધા છે. હવે નિત કહેતા હમેશાં તમારું ધ્યાન કરું છું. અને તમારું જ નિશદિન નામ જપું છું. ||૧|| ચિત્ત થકી કઈયેં ન વીસરે, દેખિયે આગલિ ધ્યાને રે; અંતર તાપથી જાણિયે, દૂર રહ્યા અનુમાને રે. મુર સંક્ષેપાર્થ:- મારા ચિત્તમાંથી કોઈ રીતે આપ વિસરતા નથી. કેમકે આગલિ કહેતા આગળ કરેલા આપના સ્વરૂપના ધ્યાનથી જે આત્મઅનુભવ થયો છે તેથી હવે તે અનુભવના વિરહનો તાપ હોવા છતાં, દૂર રહ્યા રહ્યા અનુમાનથી પણ તે આત્મઅનુભવના સુખને જાણી શકીએ છીએ કે તે આત્મ અનુભવ જ સુખરૂપ છે; બાકી સર્વ અન્ય પરિતાપરૂપ જ છે. રા તું ગતિ તું મતિ આશરો, તુંહિ જ બાંધવ મોટો રે; વાચક યશ કહે તુજ વિના, અવર પ્રપંચ તે ખોટો રે. મ૦૩ સંક્ષેપાર્થ:- મારે મન તો તુજ ઉત્તમગતિનો કે શ્રેષ્ઠ મતિનો આધાર છો, તમે જ મોક્ષનો માર્ગ બતાવનાર હોવાથી મારા ખરા બંધવ છો. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે તારા વિના એવર કહેતા બીજા સર્વ જગતના પ્રપંચ તે ખોટા છે. શુદ્ધ આત્મા સિવાય જગતના પુદ્ગલની લેવડદેવડના સર્વ પ્રપંચ તે મિથ્યા છે, કર્તવ્યરૂપ નથી. માટે મારે મન તો હે પ્રભુ!તું જ સર્વસ્વ છો. તારા વિના જગતમાં ક્યાંય શાંતિ નથી. lla (૨૧) શ્રી શુદ્ધમતિ જિન સ્તવન શ્રી દેવચંદ્રજીત ગત ચોવીશી (% જિનમતિષા હો જિન સરખી કહી- દેed) શ્રી શુદ્ધમતિ હો જિનવર પૂરવો, એહ મનોરથ માળ; સેવક જાણી હો મહેરબાની કરી, ભવસંકટથી ટાળ. શ્રી ૧ સંક્ષેપાર્થ :- હે શ્રી શુદ્ધમતિ જિનેશ્વર પ્રભુ! મારી મનોરથ માળાને પૂરી કરો. તે મારો મનોરથ એ છે કે આ પામરને આપનો સેવક જાણી મહેરબાની કરીને ચારગતિરૂપ સંસારના સંકટોથી એટલે દુઃખોથી હવે ટાળો, બચાવો, પાર ઉતારો. ||૧|| પતિત ઉદ્ધારણ હો તારણ વત્સલ, કર અપાયત એહ; નિત્ય નીરાગી હો નિઃસ્પૃહ જ્ઞાનની, શુદ્ધ અવસ્થા દેહ. શ્રી૨ સંક્ષેપાર્થ :- પાપથી પતિત થયેલા પાપીઓને સંસારસમુદ્રથી ઉદ્ધારનાર તથા સર્વ પ્રત્યે વાત્સલ્યભાવ રાખી સર્વને તારવાવાળા હે પ્રભુ! અમને પણ પોતાના જાણી અપણાયત અર્થાતુ અપ્રમાદી કર. આપ તો નિત્ય છો, નિરાગી છો. પરવસ્તુ પ્રત્યે નિસ્પૃહતા એ જ આપના જ્ઞાનની શુદ્ધ અવસ્થા છે અને એ જ આપનો દેહ છે. માટે હે શુદ્ધમતિ પ્રભુ ! અમારી શુદ્ધમતિ કરી અમારો પણ મનોરથ પૂર્ણ કરો. રા. પરમાનંદી હો તું પરમાતમા, અવિનાશી તુજ રીત; એ ગુણ જાણી હો તુમ વાણી થકી, ઠહરાણી મુજ પ્રીત. શ્રી૩ સંક્ષેપાર્થ:- હે પ્રભુ ! તમે તો હમેશાં આત્માના પરમાનંદમાં જ રમનારા હોવાથી પરમાત્મા છો. આપના આનંદની રીત અવિનાશી છે. આપ સર્વ સમયે અખંડ આત્માનંદના જ ભોગી છો. આવી આપના સુખની અવિનાશી રીત આપની વાણીથી જ જાણી, આપના પ્રત્યે મારી પ્રીત ઠહરાણી છે અર્થાતુ સ્થિર થઈ છે. માટે હે શુદ્ધમતિ જિન મારો પણ આત્માનંદનો મનોરથ પૂર્ણ કરો. ||૪|| શુદ્ધ સ્વરૂપી હો જ્ઞાનાનંદની, અવ્યાબાધ સ્વરૂપ; Page #114 -------------------------------------------------------------------------- ________________ (૨૨) શ્રી નેમિનાથ જિન સ્તવન ૨૨૩ ભવજલનિધિ હો તારક જિનેશ્વર, પરમ મહોદય ભૂપ. શ્રી૦૪ સંક્ષેપાર્થ :- હે શુદ્ધસ્વરૂપી પ્રભુ! આપનો જ્ઞાનાનંદ તો અવ્યાબાધ એટલે બાધાપીડા રહિત સ્વરૂપવાળો છે. હે જિનેશ્વર ! આપ સંસાર સમુદ્રમાંથી ભવ્યોને તારનાર છો તથા પરમ મહોદય એવા પૂર્ણ સિદ્ધિપદના આપ ભૂપ છો અર્થાતુ રાજા છો, સ્વામી છો. //૪ નિર્મમ નિઃસંગી હો, નિર્ભય અવિકારતા, નિર્મલ સહજસમૃદ્ધિ; અષ્ટ કરમ હો વનદાહથી, પ્રગટી અન્વયે રિદ્ધિ. શ્રીપ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! આપ પરદ્રવ્યોના મમત્વથી રહિત છો માટે નિર્મમ છો. પરદ્રવ્યોનો આપને સંગ નથી માટે નિઃસંગી છો, કેવળજ્ઞાન થવાથી સર્વથા નિર્ભય છો, વિકારનો અંશ પણ નહીં હોવાથી સદૈવ અવિકારી છો. માટે આત્માની અનંતી નિર્મળ સહજ સમૃદ્ધિ આપને પ્રાપ્ત છે. તે કારણમય અષ્ટ કર્મરૂપવનના દહન કરવાથી પ્રગટ થયેલી કાર્યરૂપ આત્માની અન્વયે રિદ્ધિ હોવાથી તેનો કોઈ કાળે પણ નાશ થનાર નથી. એવી રિદ્ધિના આપનાર હે શુદ્ધમતિ પ્રભુ! મને પણ તે આત્મરિદ્ધિનો ભોક્તા કરો. પા. આજ અનાદિની હો અનંત અક્ષતા, અક્ષર અનક્ષર રૂપ; અચલ અકલ હો અમલ અગમનું, ચિદાનંદ ચિકુપ. શ્રી ૬ સંક્ષેપાર્થ:- હે પ્રભુ! અનાદિકાળથી સત્તામાં અનંત અક્ષતા એટલે અક્ષયપણે રહેલી આત્માની અનંત રિદ્ધિ આજે આપને શક્તિરૂપે વ્યક્ત થઈ છે. તે અનંત રિદ્ધિનું સ્વરૂપ અક્ષર કહેતા વચનવડે કહી શકાય નહીં; તે તો અનક્ષરરૂપ છે, અર્થાત્ તે વચનથી અગોચર છે. તે આપની આત્મરિદ્ધિ અચલ છે એટલે સ્થિર છે, અકલ એટલે સંસારી પ્રાણીથી કળી શકાય એમ નથી. અમલ એટલે સંપૂર્ણ કર્મમલથી રહિત નિર્મલ છે તથા અગમ એટલે છશ્વસ્થ જીવને પૂર્ણપણે ગમ પડે એમ નથી. તે તો ચિદાનંદ ચિદ્રુપ છે અર્થાત્ આત્માના જ્ઞાનાનંદમય જ્ઞાનરૂપ છે, અનુભવ સ્વરૂપ છે. Iકા અનંતજ્ઞાની હો અનંતદર્શની, અનાકારી અવિરુદ્ધ; લોકાલોક હો જ્ઞાયક સુહંક, અનાહારી સ્વયંબુદ્ધ. શ્રી ૭ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! આપને કેવળજ્ઞાન થવાથી આપ અનંતજ્ઞાની છો, કેવળદર્શન હોવાથી અનંતદર્શની છો. સિદ્ધ થયેલ હોવાથી આપનો આકાર ૨૨૪ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ દ્રષ્ટિગોચર થતો નથી. સંપૂર્ણ રાગદ્વેષરહિત હોવાથી કોઈપણ પ્રાણીને આપ વિરોધરૂપ ભાસતા નથી; માટે અવિરુદ્ધ છો. સમસ્ત લોકાલોકના આપ જ્ઞાતાદ્રષ્ટા છો. સર્વ જીવોને સુહંમરુ એટલે સુખના કારણ છો. શરીર રહિત હોવાથી આપ અનાહારી એટલે આહાર લેતા નથી. તથા પોતપોતાથી જ બોધ પામેલા હોવાથી સ્વયંબુદ્ધ છો. એવા હે શુદ્ધમતિ જિન! મને પણ એવી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરાવી મારો મનોરથ પૂર્ણ કરો. વાં. જે નિજ પાસે હો તે શું માગીએ, દેવચંદ્ર જિનરાજ; તો પિણ મુજને હો શિવપુર સાધતાં, હોજો સદા સુસહાય. શ્રી૦૮ સંક્ષેપાર્થ :- હે દેવોમાં ચંદ્રમા સમાન જિનરાજ ! અનંતજ્ઞાન, દર્શન, સુખ વીર્યાદિની સર્વ સત્તા અમારી અમારે પાસે જ છે, તો પ્રભુ આપના પ્રત્યે તે કેવી રીતે માગીએ ? તો પણ શિવપુર એટલે મોક્ષનગર માટે જવા મોક્ષમાર્ગને સાધતા એવા અમને આપ હમેશાં અવશ્ય સહાયરૂપ થજો. કારણ આપની સહાય વિના કદી મોક્ષપ્રાપ્તિ થઈ નથી, થતી નથી અને થશે નહીં. માટે હે શુદ્ધમતિ જિન! મુક્તિપુરીએ પહોંચવાના અમારા મનોરથને કૃપા કરી આપ પૂર્ણ કરો, પૂર્ણ કરો. l૮ાા. (૨૨) શ્રી નેમિનાથ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી (છે મિહે- દેશી) કહા કિયો તમે કહો મેરે સાંઈ, ફેરિ ચલે રથ તોરણ આઈ; દિલજાનિ અરે, મેરા નાહ ન ત્યજીય નેહ કછુ અજાનિ. ૧ સંક્ષેપાર્થ :- શ્રી રાજુલ પોતાના પ્રીતમ શ્રી નેમિનાથ પ્રભુને વિનવે છે: મારા સ્વામી નેમિનાથ! આ તમે શું કર્યું? તોરણ સુધી આવી રથ ફેરવીને પાછા કેમ ચાલ્યા જાઓ છો? તેનું કારણ શું છે? તે મને શીધ્ર કહો. મારું દિલ કહેતા હૃદયને જાણી અને મારા નાહ કહેતા નાથ! સ્નેહનો ત્યાગ ન કરીએ. તમારા પ્રત્યે મારો સ્નેહ કેવો છે તે તમારાથી કંઈ અજાણ્યો નથી. તમે તો બધું જાણો છો, તો એમ શા માટે કરો છો. ૧ અટપટાઈ ચલે ધરી કછુ રોષ, પશુઅનકે શિર દે કરી દોષ. દિ૨ Page #115 -------------------------------------------------------------------------- ________________ (૨૩) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન રર૫ સંક્ષેપાર્થ :- અટપટાઈ એટલે ગમે તેમ બહાનું કાઢી, કંઈક રોષ ધરીને તેમજ પશુઓના માથે દોષનું આરોપણ કરીને કેમ ચાલ્યા જાઓ છો. હે નાથ! મારું હૃદય નિહાળીને મારા પ્રત્યેના સ્નેહનો ત્યાગ ન કરો. પુરા રંગ બિચ ભયો યાથી ભંગ, સો તો સાચો જાનો કુરંગ. દિ૩ સંક્ષેપાર્થ:- એમ કરવાથી જામેલ પ્રેમના રંગમાં ભંગ પડી જાય છે. તેનું સાચું કારણ તો આ કુરંગ કહેતા હરણ છે, આ હરણાઓનો પોકાર સાંભળવાથી જ આ રંગ રાગમાં ભંગ પડી ગયો. હે નાથ! મારા તરફ પણ દ્રષ્ટિ કરો અને આ મારા સ્નેહનો અવાજ પણ સાંભળો. વા. પ્રીતિ તનકમિ તોરત આજ, પિયુ નાવે મનમેં તુમ લાજ. દિ૦૪ સંક્ષેપાર્થ:- તનકમિ એટલે થોડી માત્ર કારણથી મારા પ્રત્યેની પ્રીતિને તોડતા એવા હે પ્રીતમ! તમારા મનમાં લાજ કેમ આવતી નથી ? કંઈક લાજ રાખીને પણ હે સ્વામી ! મારા પ્રત્યેના પ્રેમનો ભંગ ન કરો. //૪ો. તુહે બહુનાયક જાનો ન પીર, વિરહ લાગી જિઉં વૈરી કો તીર. દિ૦૫ સંક્ષેપાર્થ :- તમે તો ઘણાના નાયક કહેતા નાથ હોવાથી વિરહની પીર કહેતા પીડાને જાણતા નથી. પણ આ વિરહની વેદના તો જાણે વૈરીએ ખેંચીને મારેલા તીર જેવી છે. માટે ઘણું દુઃખ આપે છે. તેથી હે નાથ ! મારી વિરહવેદનાને દૂર કરનાર એવા સ્નેહનો ત્યાગ ન કરો. Ifપા હાર ઠાર શૃંગાર અંગાર, અસન વસન ન સુહાઈ લગાર, દિ૬ સંક્ષેપાર્થ:- હે સ્વામી! આપના વિના ગળાના હાર, ઠાર એટલે હિમ જેવા લાગે છે. અને શરીરનો શણગાર તે અગ્નિના અંગારા જેવો બળતરા આપનાર ભાસે છે. અસન એટલે ભોજન, વસન કહેતા વસ્ત્ર પહેરવા તે લગાર માત્ર પણ સુહાવતા નથી, અર્થાત્ ગમતા નથી. કા તુજ વિન લાગે સૂની સેજ, નહીં તેનું તેજ ન હારદહેજ. દિ૨૭ સંક્ષેપાર્થઃ- હે નાથ! તમારા વિના આ શય્યા સૂની જણાય છે. તનનું તેજ પણ ભોઠું પડી ગયું છે, તેમજ હારદ કહેતા હૃદયમાં આપના પ્રત્યે રહેલ હેજ એટલે સ્નેહ પણ મોળો પડી ગયો છે; માટે આવી મારી કફોડી સ્થિતિ જાણીને હે સ્વામી! મારા પ્રત્યેના સ્નેહનો ત્યાગ ન કરો. શા. આવોને મંદિર વિલસો ભોગ, બુઢાપનમેં લીજે જોગ. દિ૦૮ ૨૨૬ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સંક્ષેપાર્થ:- ઉપરોક્ત સ્થિતિનો વિચાર કરી, હવે અમારા મંદિરે કહેતા રાજમહેલમાં પધારો અને પાંચ ઇન્દ્રિયના ભોગોમાં વિલાસ કરો. પછી બુઢાપન એટલે વૃદ્ધાવસ્થા આવી જાય ત્યારે જોગ કહેતા સંન્યાસ ધારણ કરજો. તા. છોરુંગી મેં નહિ તેરો સંગ, ગઈલિ ચલું જિઉં છાયા અંગ. દિ૯ સંક્ષેપાર્થ :- જો તમે ઉપર જણાવેલ મારી વિનંતિ પર ધ્યાન નહીં આપશો તો પણ હું તમારો સંગ છોડવાની નથી. પણ તમારા પ્રેમમાં ગઈલિ એટલે ઘેલી થયેલી એવી હું, શરીરની છાયા જેમ શરીરને સાથે જ ચાલે તેમ હું પણ તમારા માર્ગને જ અનુસરનારી થઈશ; પણ તમને છોડીને ક્યાંય જઈશ નહીં. લા. એમ વિલવતી ગઈ ગઢ ગિરનાર, દેખે પ્રીતમ રાજાલનાર. દિ૦૧૦. સંક્ષેપાર્થ :- એમ વિલવતી એટલે વિલાપ કરતી સતી એવી શ્રી રાજુલનાર ગિરનાર ગઢ ઉપર ગઈ. ત્યાં પોતાના પ્રીતમ શ્રી નેમિનાથ પ્રભુને દેખી ઘણો જ હર્ષ પામી. તેમના ઉપદેશવડે પ્રીતમ એવા પ્રભુના શરણમાં દીક્ષા અંગીકૃત કરીને નિરતિચારપણે ચારિત્ર પાળવામાં તત્પર થઈ ગઈ. /૧૦ના કંતે દીધું કેવળજ્ઞાન, કીધી પ્યારી આપ સમાન. દિ૦૧૧ સંક્ષેપાર્થ :- શ્રી રાજાલના ઉત્તમ ચારિત્રને નિહાળી કંત એવા શ્રી નેમિનાથ પ્રભુએ તેમને કેવળજ્ઞાન આપીને પોતા સમાન પ્યારી કરી અર્થાત્ કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી શ્રી રાજાલ પ્રત્યે પણ જગતજીવોની પ્રીતિ ભગવાનની જેમ ઉત્પન્ન થઈ. ૧૧. મુક્તિ મહેલમેં ખેલે દોઈ, પ્રણમે યશ ઉલ્લસિત તન હોઈ. દિ૦૧૨ સંક્ષેપાર્થ – હવે શ્રી નેમિનાથ પ્રભુ અને સતી રાજાલનો આત્મા બેય મોક્ષરૂપી મહેલમાં આત્માનંદમાં ખેલે એટલે રમી રહ્યાં છે. એ સાંભળી શ્રી યશોવિજયજી મહારાજના શરીરમાં રોમાંચ થવાથી અતિ ઉલ્લાસભાવે તે બેય સિદ્ધોને ભાવપૂર્વક પ્રણામ કરે છે. એવા સિદ્ધ ભગવંતોને અમારા પણ કોટીશઃ પ્રણામ હો. /૧રના Page #116 -------------------------------------------------------------------------- ________________ રર (૨૪) શ્રી મહાવીર જિન સ્તવન (૨૩) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી | (ted-જામની). ચઉ કષાય પાતાલ કલશ જિહાં, તિસના પવન પ્રચંડ; બહુ વિકલ્પ કલ્લોલ ચઢતું કે, આરતિ ફેન ઉદંડ, ભવસાયર ભીષણ તારીએ હો, અહો મેરે લલના પાસજી, ત્રિભુવન નાથ દિલમેં, એ વિનંતિ ધારિયે હો. ૧ સંક્ષેપાર્થ :- આ સંસારના દુઃખોને સમજાવવા માટે ભગવંતે આ સંસારને મુખ્યપણે સમુદ્રની ઉપમા આપી છે. જંબુદ્વીપની ચારે બાજુ બંગડીના આકારે ફરતા બે લાખ યોજનવાળા લવણ સમુદ્રમાં પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણના મધ્ય કેન્દ્રમાં કલશના આકારે ચાર મોટા ખાડા આવેલા છે. જેને પાતાલ કલશ કહેવાય છે. તેમ સંસારરૂપી સમુદ્રમાં ચઉ કહેતા ચાર ક્રોધ, માન, માયા અને લોભ રૂપ કષાય તે પાતાલ કલશ જેવા વિશાળરૂપે વિદ્યમાન છે. વળી તે પાતાલકલશમાં દર ૧૪ મુહૂર્ત એટલે સવા અગ્યાર કલાકે વાયુનો પ્રકોપ થતો હોવાથી સમુદ્રમાં ભરતી આવ્યા કરે છે. તેમ તિસના કહેતા તૃષ્ણારૂપી પ્રચંડ પવનના વાવવાથી બહુ વિકલ્પરૂપ કલ્લોલ અર્થાત્ તરંગોનું ચઢવું થાય છે. તેના ફળસ્વરૂપ હું આરતિ એટલે દુઃખ પીડાને બહું ભોગવું છું. માટે એવા ભીષણ એટલે ભયંકર ભવસાયર કહેતા ભવસમુદ્રથી છે પ્યારા પ્રભુ પાર્શ્વનાથ ! મને તારો. તમે તો ત્રણે ભુવનના નાથ છોમાટે આપના દિલમાં આ મારી વિનંતિને જરૂર અવધારણ કરજો અર્થાત્ ધ્યાનમાં લેજો. ||૧|| જરત ઉદ્દામ કામ વડવાનલ, પરત શીલગિરિ શૃંગ; ફિરત વ્યસન બહુ મગર તિમિંગલ, કરત હે નિમગ ઉમંગ. ભ૦૨ સંક્ષેપાર્થઃ- આ સંસારરૂપ સાગરમાં ઉદ્દામ એટલે ઉગ્ર એવો કામરૂપી વડવાનલ સર્વ નદીઓના જળને પરત એટલે ભસ્મ કરે છે. તેથી સમુદ્ર સદા તરસ્યો જ રહે છે. તેમ પાંચ ઇન્દ્રિયોના વિષયોની ઇચ્છા મને સદા રહ્યા કરે છે, તેથી હું ધરાતો જ નથી. વળી સમુદ્રમાં શીલગિરિ એટલે પત્થરના પહાડના શૃંગ એટલે શિખર આવેલા છે, તેમજ ત્યાં અનેક વ્યસનો એટલે કુટેવોરૂપ તિમિંગલ ૨૨૮ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ કહેતા મગરમચ્છ ફરી રહ્યાં છે. તે મને પકડી લે છે, અર્થાત્ તે વ્યસનો મને ઉમંગ એટલે ઉત્સાહપૂર્વક પોતામાં નિમગ્ન એટલે લીન કરે છે. માટે હે નાથ ! ભીષણ એવા ભવસાગરથી મને જરૂર તારો, પાર ઉતારો. રા ભમરિયા કે બીચિ ભયંકર, ઉલટી ગુલટી વાચ; કરત પ્રમાદ પિશાચન સહિત જિહાં, અવિરતિ વ્યંતરી નાચ. ભ૦૩ સંક્ષેપાર્થ:- તે સમુદ્રમાં મોહરૂપી ભમરીઓ મને ભયંકર રીતે ઉલટી ગુલટી વાચ એટલે ઊંધી ચત્તી મોહની વાતો સમજાવીને અર્થાત્ ગોળ ગોળ ભમાવીને મને સમુદ્રમાં બુડાડી દે છે. જ્યાં પ્રમાદરૂપી પિશાચન એટલે રાક્ષસી સાથે અવિરતિરૂપી વ્યંતરી નાચ કરી રહી છે, અર્થાત્ હું પ્રમાદ કરી કરીને પાંચ ઇન્દ્રિયોના વિષયોરૂપ અવિરતિમાં સુખ માની નિરંતર રાચી માચીને નાચી રહ્યો છું. માટે હે શ્રી પાર્શ્વનાથ પ્રભુ ! મને આ ભયંકર ભવસમુદ્રથી તારવા માટેનો કોઈ ઉપાય બતાવો. નહીં તો આ સંસાર સમુદ્રમાં હું બૂડી મરીશ. શા. ગરજત અરતિ ફરતિ રતિ બિજુરી, હોત બહુત તોફાન; લાગત ચોર કુગુરુ મલબારી, ધરમ જિહાજ નિદાન. ભ૦૪ સંક્ષેપાર્થ:- સમુદ્રમાં અરતિ એટલે શ્રેષરૂપ ગર્જના થઈ રહી છે. તથા કુરતિ એટલે સ્કૂર્તિલી એવી બિજારી કહેતા બીજી એવી રતિ અર્થાત્ રાગનો પણ ત્યાં સદ્ભાવ છે. આ રાગદ્વેષને લઈને સંસારરૂપી સમુદ્રમાં ઘણું તોફાન થઈ રહ્યું છે, ત્યાં વળી મલબારી કહેતા ડુંગરાળ પ્રદેશમાં વસતા એવા કુગુરુરૂપ ચોર લાગેલા છે, એવી સ્થિતિમાં ધર્મરૂપી જહાજ જ એક માત્ર મોક્ષપ્રાપ્તિનું નિદાન એટલે કારણ છે. ||૪|| જુરે પાટિયે જિઉં અતિ જોરી, સહસ અઢાર શીલંગ; ધર્મજિહાજ તિઉં સજ કરિ ચલવો, યશ કહે શિવપુરી ચંગ. ભ૦૫ સંક્ષેપાર્થઃ- સમ્યક્ષ્યારિત્રના અઢાર હજાર શીલાંગના ભેદ છે. શીલાંગ એટલે ચારિત્રના અંશો અથવા તેના કારણો. તે વ્રતોને ચારે તરફથી રક્ષણ આપનાર છે. માટે તે ચારિત્રના ભેદોને મુનિ આચરે છે. તે ભેદોને અતિ જોરી કહેતા મજબુત રીતે જહાજના પાટીયા સાથે જારે એટલે જોડી દો અર્થાત તે સમ્યક્ષ્યારિત્રના ભેદોને નિરતિચારપણે પાળી ધર્મરૂપી જહાજને સજ્જ કરી એટલે સાવધાનીપૂર્વક ચલાવો, તો શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે તમે Page #117 -------------------------------------------------------------------------- ________________ (૧) શ્રી ત્રિકષભ જિન સ્તવન ૨૨૯ જરૂર ચંગ એટલે મજેદાર એવી શિવપુરી કહેતા મોક્ષનગરીમાં જઈ પહોંચશો, એમાં કોઈ સંદેહ નથી. માટે હે નાથ! ભીષણ એવા ભવસાગરથી મારી રક્ષા કરો. પા. (૨૪) શ્રી મહાવીર જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી (અતિ લાભારે ઉતજી- દેad) દુ:ખ ટળિયાં મુખ દીઠે મુજ સુખ ઉપનાં રે, ભેટયા ભેટયા વીર નિણંદ રે; હવે મુજ મનમંદિરમાં પ્રભુ આવી વસો રે, પામું પામું પરમાનંદ રે. દુ૦૧ સંક્ષેપાર્થ :- હે પ્રભો ! આપની પરમશાંત વીતરાગ મુદ્રાના દર્શન કરવાથી મારા આધિ, વ્યાધિ, ઉપાધિના દુઃખ ભુલાઈ ગયા અને આત્મામાં સુખશાંતિનો અનુભવ થયો. તેથી ખરેખર જિનોમાં ઇન્દ્ર જેવા ભગવાન મહાવીરની મને આજે પ્રત્યક્ષ ભેટ થઈ એમ હું માનું છું. હવે હે પ્રભુ! આપ મારા મનરૂપી મંદિરમાં આવીને સદા વાસ કરો કેમકે આપના મુખ દર્શન માત્રથી મને શાંતિ ઊપજે છે. તો આપ સદા મારા મનમંદિરમાં જ વાસ કરો તો હું સર્વકાળને માટે પરમાનંદને પામી જાઉં. માટે આપ મારા મનમંદિરમાં જરૂર પધારો. /૧ પીઠબંધ જહાં કીધો સમકિત વજનો રે, કાક્યો કાચો કચરોને ભ્રાંતિ રે; જહાં અતિ ઊંચા સોહે ચારિત્ર ચંદુઆ રે, રૂડી રૂડી સંવર ભીતિ રે. દુ૨ સંક્ષેપાર્થ:- મારા મનમંદિરમાં આપને બિરાજમાન કરવા માટે વજ જેવા દૃઢ સમકિતની મેં પીઠબંધ કહેતા બૈઠક કરી છે. અને અનાદિકાળના આત્મભ્રાંતિરૂપ કચરાને મેં બહાર કાઢ્યો છે. તેથી હવે અહીંયા મારા મનમંદિરમાં આત્મ અનુભવરૂપ ચારિત્રના ચંદ્રવા અતિ ઊંચા શોભી રહ્યા છે. અને તે વડે કર્મ આવવાના દ્વાર બંધ થવાથી રૂડી એવી સંવરરૂપી ભીંતનું ચણતર કર્યું છે. માટે ૨૩૦ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ હવે જરૂર આપ મારા મનમંદિરમાં પધારો. iારા કર્મ વિવર ગોખે જહાં મોતી ઝૂમણાં રે; ઝૂલઈ ઝૂલઈ ધીગુણ આઠ રે; બાર ભાવના પંચાલી અચરજ કરે રે, કોરિ કોરિ કોરણિ કાઠ રે. દુ૩. સંક્ષેપાર્થ :- સ્વકર્મરૂપી વિવરે કહેતા દ્વારપાળે માર્ગ આપવાથી મારા મનમંદિરમાં એક ગોખ બનાવ્યો છે. તેમાં ધી ગુણ એટલે બુદ્ધિના આઠ ગુણ -(૧) સુશ્રુષા :-સાંભળવાની ઇચ્છા. (૨) શ્રવણ :-સાંભળવામાં એકાગ્રતા (૩) ગ્રહણ :-તેનો અર્થ સમજીને ગ્રહણ કરવો (૪) ધારણ :-ગ્રહણ કરેલું સ્મૃતિમાં રાખવું. (૫) વિજ્ઞાન :-તે સંબંધી વિશેષ જ્ઞાન મેળવવું તે (૬) ઉહા:- તે સંબંધી શંકા ઉપસ્થિત કરવી તે (૭) અપોહ:-પોતાની કે પરની શંકાનું સમાધાન કરવું તે. (૮) તત્ત્વાભિનિવેષ :-જે તત્ત્વ નિર્ણય થાય તેનું દ્રઢ શ્રદ્ધાન કરવું તે. એ રૂપી મોતીઓના ઝૂમણાં એટલે ઝૂમખાઓ ત્યાં ઝૂલી રહ્યાં છે, અર્થાતુ આ બુદ્ધિના આઠ ગુણોવડે આત્મધર્મ નિરંતર સાંભળવા કે વિશેષ વિચાર કરવા માટેની મારી ખરી જિજ્ઞાસા પ્રગટી છે. તથા બાર ભાવનારૂપ પંચાલી કહેતા પાંચ કારીગરોના પંચે મળીને અચરજ એટલે આશ્ચર્ય ઉત્પન્ન કરે એવી કાઠ એટલે લાકડામાં કોતરી કોતરીને સુંદર કોતરણી તે ગોખમાં કરી છે, અર્થાત્ બાર ભાવનાઓ ભાવી ભાવીને મેં મારા પરિણામોને આત્મકલ્યાણને યોગ્ય સુંદર કર્યા છેએવું મારું મનમંદિર, ઓપને પધારવા યોગ્ય સુંદર બન્યું છે. રૂા. ઇહાં આવી સમતા રાણીશું પ્રભુ રમો રે, સારી સારી સ્થિરતા સેજ રે; કિમ જઈ શકશો એકવાર જો આવશો રે, રંજ્યા રંજ્યા હિયડાનિ હેજ રે. ૬૦૪ સંક્ષેપાર્થ:- માટે હે પ્રભુ આપ સુંદર એવા મારા મનમંદિરમાં પધારી સમતારૂપી રાણી સાથે રમણ કરો. ત્યાં સ્થિરતારૂપી સુંદર સેજ કહેતા શય્યા પણ સારી છે. એકવાર જો પ્રભુ મારા મનમંદિરમાં આપ પધારશો તો મારા હિયડાની કહેતા હૃદયના હેજ અર્થાત્ અત્યંત સ્નેહને જોઈ આપ પોતે જ રંજાયમાન થશો અને હું પણ ત્યાંથી આપને જવા દઈશ નહીં. માટે જરૂર પધારી મારું મનમંદિર Page #118 -------------------------------------------------------------------------- ________________ (૧) શ્રી ઋષભ જિન સ્તવન પાવન કરો. ॥૪॥ વયણ અરજ સુણી પ્રભુ મનમંદિર આવિયા રે, આપે તૂઠા તૂઠા ત્રિભુવન ભાણ રે; શ્રી નય વિજય વિબુધ પયસેવક એમ ભણે રે, તેણી પામ્યા પામ્યા કોડિ કલ્યાણ રે. ૬૫ સંક્ષેપાર્થ :– મારા વયણ કહેતા વચન વડે કરેલ અરજને સાંભળી પ્રભુ મારા મનમંદિરમાં પધાર્યા. ત્રણ ભુવનમાં ભાણ કહેતા સૂર્ય સમાન એવા પ્રભુ સ્વયં તૂઠા તૂઠા અર્થાત્ તુષ્ટમાન થયા, તુષ્ટમાન થયા. જેથી પંડિત શ્રી નયવિજયજીના પાદસેવક એવા શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે હું તો હવે ક્રોડો ગમે કલ્યાણને પામી ગયો, અર્થાત્ મારા કાર્ય સિદ્ધ થઈ ગયા. કારણ પ્રભુ પોતે જ મારા હૃદયમાં આવી વિરાજમાન થયા. હવે મારે બીજા કોઈની જરૂર નથી. ।।૫।। ૨૩૧ (૧) શ્રી ઋષભ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત તેર સ્તવનો (ઢાળ કડખાની) ઋષભ જિનરાજ મુજ આજ દિન અતિ ભલો, ગુણનીલો જેણે તું નયણ દીઠો; દુઃખ ટળ્યાં સુખ મિલ્યાં,સ્વામી ! તું નીરખતાં, સુકૃત સંચય હુવો, પાપ નીઠો. ઋ૦૧ સંક્ષેપાર્થ :- હે શ્રી ઋષભ જિનરાજ ! આજનો મારો દિવસ ઘણો જ ભલો કહેતાં શ્રેષ્ઠ છે કે ગુણોમાં નીલમણિ સમાન એવા આપના મારા નયણ કહેતાં નેત્ર વડે દર્શન થયાં. હે સ્વામી ! તારી નિર્વિકાર મુખમુદ્રાને નિરખતાં એટલે ધ્યાનથી એક ટકે જોતાં મારા મનના દુઃખ ટળી ગયાં અને આત્મશાંતિરૂપ સુખની પ્રાપ્તિ થઈ. સુકૃત કહેતાં પુણ્યનો સંચય થયો અને પાપ નીઠો કહેતાં પાપનો નાશ થયો. ।।૧।। કલ્પશાખી ફળ્યો, કામઘટ મુજ મલ્યો, આંગણે અમિયનો મેહ વૂઠો; ૨૩૨ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ મુજ મહીરાણ, મહીભાણ તુજ દર્શને, ક્ષય ગયો કુમતિ અંધાર જૂઠો. ૦૨ સંક્ષેપાર્થ :– આપના દર્શન થતાં જાણે આંગણામાં કલ્પશાખી એટલે કલ્પવૃક્ષ ઊગી નીકળ્યું અથવા ઇચ્છિત ફળ આપનાર એવા કામઘટ એટલે દિવ્ય ઘડાની મને પ્રાપ્તિ થઈ. મારા આંગણામાં અમિય એટલે અમૃતના મેહ વરસ્યા, મને મહીરાણ કહેતાં પૃથ્વીના રાજા જેવા આપ રક્ષક મળ્યા. તેમજ મહીભાણ એટલે સૂર્ય જેવા આપના દર્શન થવાથી કુમતિરૂપ જૂઠો અંધકાર નાશ પામી ગયો. ।।૨।। કવણ નર કનકમણિ છોડી તૃણ સંગ્રહે? કવણ કુંજર તજી કરહ લેવે? કવણ બેસે તજી, કલ્પતરુ બાવળે ? તુજ તજી અવર સુર કોણ સેવે ? ઋ૦૩ સંક્ષેપાર્થ ઃ— આવા પરમ પુરુષની ભેટ થવાથી હવે કવણ એટલે કોણ એવો મનુષ્ય છે કે જે કનકમણિ કહેતાં પારસમણિને છોડી, તૃણ એટલે ઘાસનો સંગ્રહ કરે ? અથવા કુંજર એટલે હાથીના બદલામાં કરહ એટલે ઊંટને કોણ લે, અથવા કલ્પવૃક્ષની છાયામાં બેસવાનું મૂકી દઈ કાંટાળા એવા બાવળના ઝાડની છીછરી છાયામાં કોણ બેસે ? તેમ તમારા જેવા વીતરાગી દેવને મૂકી દઈ રાગીદ્વેષી એવા અવર કહેતાં બીજા દેવોની કોણ સેવા કરે, અર્થાત્ સમજુ પુરુષ તો ન જ કરે. III એક મુજ ટેક સુવિવેક સાહેબ સદા, તુજ વિના દેવ દુજો ન ઈહ્યું; તુજ વચન-રાગ સુખ સાગરે ઝીલતો, કર્મભર ભ્રમ થકી હું ન બીઠું. ઋ૦૪ સંક્ષેપાર્થ :– એક મારી આ ટેક છે અર્થાત્ મારો આ દૃઢ નિશ્ચય છે કે સુવિવેક કહેતાં સમ્યજ્ઞાનથી પરિપૂર્ણ એવા મારા સાહિબ શ્રી ઋષભદેવ સિવાય કદી પણ હું બીજા દેવને ઇચ્છવાનો નથી. તેમજ તારા વચન પ્રત્યેના અત્યંત રાગરૂપ સુખ સાગરમાં સ્નાન કરતો થકો હું કર્મભર કહેતાં કર્મના ભારથી ભ્રમિત થઈને ડરવાનો પણ નથી. ।।૪।। Page #119 -------------------------------------------------------------------------- ________________ ૨૩ (ર) શ્રી ત્રિકષભ જિન સ્તવન કોડી છે દાસ વિભુ ! તાહરે ભલભલા, માહરે દેવ તું એક પ્યારો; પતિતપાવન સમો જગત ઉદ્ધારકર, મહિર કરી મોહિ ભવજલધિ તારો. ૩૦૫ સંક્ષેપાર્થ :- હે વિભુ અર્થાત્ પ્રભુ! આપના તો કરોડો ભલભલા માણસો સેવક છે, ઇન્દ્રો જેવા પણ આપના દાસ છે. પણ મારે મન તો તું એક જ પ્યારો નાથ છો. પતિતપાવન કહેતાં સંસારમાં પડેલા જીવોને પવિત્ર કરનાર તથા તેમનો ઉદ્ધાર કરનાર આપ જ છો. માટે મહિર એટલે કૃપા કરી મને ભવજલધિ કહેતા સંસારસમુદ્રથી પાર ઉતારો. //પા. મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જેહશું સબળ પ્રતિબંધ લાગ્યો; ચમકપાષાણ જિમ લોહને ખેંચશે, | મુક્તિને સહજ તુજ ભક્તિરાગો. ઋ૦૬ સંક્ષેપાર્થ :- મુક્તિ એટલે મોક્ષથી પણ અધિક મારા મનમાં તો હે નાથ! તારી ભક્તિ વસી છે. તે ભક્તિથી મને બળવાન પ્રતિબંધ થઈ ગયો છે; અર્થાતુ તે ભક્તિ વિના હવે હું રહી શકે એમ નથી. ચમકપાષાણ એટલે લોહચુંબક જેમ લોઢાને ખેંચે છે તેમ તારા પ્રત્યેનો ભક્તિરાગ સહેજે મુક્તિને ખેંચી લાવશે એવી મને ખાત્રી છે; માટે મુક્તિ સંબંધી કોઈ ચિંતા હવે મને રહી નથી. કા ધન્ય તે કાય, જેણિ પાય તુજ પ્રણમીએ, તુજ થયે જેહ ધન્ય! ધન્ય! જીહા; ધન્ય! તે હૃદય જિણે તુજ સદા સમરીએ, ધન્ય તે રાત ને ધન્ય! દિહા. ઋ૦૭ સંક્ષેપાર્થ:- તે કાયાને ધન્ય છે કે જે કાયા હમેશાં આપના ચરણકમળમાં પ્રણામ કરે છે. તુજ થયે કહેતાં તારી જે ભાવપૂર્વક સ્તવના કે વખાણ કરે છે તેની જિહા એટલે જીભને પણ ધન્ય છે, ધન્ય છે. તે હદયને પણ ધન્ય છે કે જે સદા તારું સ્મરણ કરે છે. તથા તે રાત અને દિવસને પણ ધન્ય છે કે જે કાળમાં તારું જ સ્મરણ રહ્યાં કરે છે. IIણા. ગુણ અનંતા સદા તુજ ખજાને ભય, એક ગુણ દેત મુજ શું વિમાસો? ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ રયણ એક દેત શી હાણ રયણાયરે ? લોકની આપદા જેણે નાસો. ઋ૦૮ સંક્ષેપાર્થ:- હે પ્રભુ! આપના શુદ્ધ આત્મારૂપી ખજાનામાં હમેશાં અનંત ગુણો ભરેલા છે. તેમાંથી એક ક્ષાયિક સમકિત ગુણ મને આપતાં આપ શું વિમાસણ કહેતાં ઊંડા વિચારમાં પડી ગયા. જેમ રયણાયર કહેતાં રત્નાકર અર્થાત્ સમુદ્ર પોતામાંથી એક રમણ એટલે રત્ન આપી દે તો તેને શી હાણ એટલે હાનિ થવાની હતી; કંઈ જ નહીં. પણ તે એક રત્નવડે અનેક લોકોની આપદાઓનો નાશ થઈ જાય; માટે મને પણ એક ક્ષાયિક સમકિત ગુણ આપીને કૃતાર્થ કરો. દા. ગંગ સમ રંગ તુજ કીર્તિ કલ્લોલને, રવિ થકી અધિક તપ-તેજ તાજો; નયવિજય વિબુધ સેવક હું આપરો, જશ કહે અબ મોહિ ભવ નિવાજો. ઋ૦૯ સંક્ષેપાર્થ :- ગંગા નદીની જેવો શીતળ તેમજ પવિત્ર આપના સંગનો રંગ છે. તથા આપના કીર્તિના કલ્લોલ કહેતાં તરંગો, સકળ વિશ્વમાં પ્રસરી રહ્યાં છે. તેમજ આપના તપનું તેજ તો રવિ એટલે સૂર્ય કરતાં પણ વિશેષ તાજું છે, અર્થાતુ દેદીપ્યમાન છે. પંડિત શ્રી નયવિજયજીના શિષ્ય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે હે નાથ ! હું આપનો જ સેવક છું. માટે મને હવે સંસારના દુઃખોથી સર્વકાળને માટે નિવૃત્ત કરી, મોક્ષપદ આપી સંતુષ્ટ કરો, એવી મારી અભિલાષા છે. લો! (૨) શ્રી ઋષભ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત તેર સ્તવનો (રાગરામકલી) ઋષભદેવ હિતકારી, જગતગુરુ, ઋષભદેવ હિતકારી; પ્રથમ તીર્થંકર પ્રથમ નરેશ્વર, પ્રથમ યતિ બ્રહ્મચારી. જ૦૧ સંક્ષેપાર્થ :- શ્રી ઋષભદેવ ભગવાન સર્વ જગતનું હિત કરવાવાળા Page #120 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ લગાવવી, એવી ગમારી એટલે ગામડિયા જેવી મૂર્ખતા કોણ કરે ? કોઈ સમજુ તો ન જ કરે. આપણા તુમ હી સાહિબ મેં હૂં બંદા, યા મત દીઓ વિસારી; શ્રી નયવિજય વિબુધ સેવકકે, તુમ હો પરમ ઉપકારી. જ૦૬ સંક્ષેપાર્થ – મારે મન તો તમે જ સાહિબ છો અને હું તમારો બંદા એટલે બંદગી કરવાવાળો સેવક છું. આ સેવકને આપ વિસરશો નહીં. પંડિત શ્રી નયવિજયજીના શિષ્ય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે આપ તો મારા પરમ ઉપકારી છો. કેમકે આપે પરમ કૃપા કરી જન્મ, જરા, મરણના દુઃખથી સર્વકાળને માટે મુક્ત થવાનો મને ઉપાય દર્શાવ્યો. એમ જગતગુરુ શ્રી ઋષભદેવ ભગવાન સર્વ જગત જીવોના પરમ હિતકારી છે, પરમ કલ્યાણકારી છે. Iકા (૩) શ્રી અજિત જિન સ્તવન ૨૩૫ છે. યુગલીયાઓને સર્વ ગૃહ વ્યવહાર શીખવનાર પણ આપ છો. તેમજ સર્વ પ્રકારે જગત જીવોને પરમાર્થ બતાવનાર પણ આપ જ છો. તેથી આપ જગતગુરુ છો. પહેલા તીર્થંકર, પહેલા નરેશ્વર કહેતાં રાજા, પ્રથમ યતિ એટલે મુનિ, તથા પ્રથમ બ્રહ્મચારી અથોતુ આ કાળની અપેક્ષાએ પ્રથમ બ્રહમચર્યવ્રત ધારણ કરનાર પણ આપ જ છો. ||૧|| વર્ષીદાન દેઈ તુમ જગમેં, ઈલતિ ઈતિ નિવારી, તૈસી કાહિ કરતુ નાંહિ કરુણા, સાહેબ બેર હમારી. જ૦૨ સંક્ષેપાર્થ :- એક વર્ષ સુધી આપે જગતમાં વર્ષીદાન આપી સર્વ પ્રકારની ઈલતિ કહેતા ઉપાધિને તથા ઈતિ એટલે જગતમાં ધાન્ય વગેરેને નુકશાન પહોંચાડ-નાર સાત ઉપદ્રવ તે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડનો ઉપદ્રવ, ઉંદરોનો ઉપદ્રવ, પક્ષીઓનો ઉપદ્રવ, સ્વચક્રનો ઉપદ્રવ તથા પરચક્રનો ઉપદ્રવ તેને આપે નષ્ટ કરી દીધા. તો હે સાહિબા ! તેવી કરુણા આપ અમારી વેળા પણ કેમ કરતા નથી. ||રા માગત નહીં હમ હાથી ઘોરે, ધન કન કંચન નારી; દિઓ મોહિ ચરણકમળકી સેવા, યાહી લગતે મોહી પ્યારી. જવું સંક્ષેપાર્થ :- અમે કંઈ આપની પાસે હાથી, ઘોડા, ધન, અનાજના કણ, સોનું કે સ્ત્રી માગતા નથી. અમને તો માત્ર આપના ચરણકમળની સેવા આપો. અમને તો તે જ પ્રિય છે; બીજું અમારે કાંઈ જોઈતું નથી. . ભવલીલા વાસિત સુર ડારે, તુમ પર સબહી ઉવારી; મેં મેરો મન નિશ્ચલ કીનો, તુમ આણા શિરધારી. જ૦૪ સંક્ષેપાર્થ:- ભવલીલા વાસિત એટલે સંસારમાં રાગદ્વેષયુક્ત લીલા કરવાની વાસનાવાળા સૂર કહેતા સર્વ દેવોને, તમારા પ્રત્યે પ્રેમ જાગવાથી છોડી દીધા છે. તથા મારા મનને મેં નિશ્ચય કર્યું છે કે હું તો તમારી આજ્ઞાને જ શિરોધાર્ય કરીશ. III ઐસો સાહિબ નહિ કોઉ જગમેં, યાસું હોય દિલદારી; દિલહી દલાલ પ્રેમ કે બીચિ, તિહાં હઠ ખેંચે ગમારી, જ૫ સંક્ષેપાર્થ:- આખા જગતમાં એવો કોઈ બીજો સાહિબ નથી કે જેના સાથે દિલદારી એટલે ગાઢી મિત્રતા કરી શકાય. મારું દિલરૂપી દલાલ આપની સાથે પ્રેમ કરી રહ્યું છે, તેના વચમાં પડી, હઠ કરીને તે મતિને ખેંચી બીજે (૩) શ્રી અજિત જિન સ્તવન શ્રી યશોવિજયજીવન તેર તાવનો (ા-કાફી). અજિત દેવ મુજ વાલહા, જર્યું મોરા મેહા; ક્યું મધુકર મન માલતી, પંથી મન ગેહા. અ૦૧ સંક્ષેપાર્થ:- શ્રી અજિતનાથ પ્રભુ મારા વાહલા છે. જેમ મોરને મન મેહ કહેતા વરસાદ વહાલો છે, મધુકર એટલે ભમરાને મન માલતી પુષ્પ વહાલું છે. તથા મુસાફરને મન ઘેર જવાનું પ્રિય છે; તેમ મારે મન શ્રી અજિતનાથ દેવ ઘણા વહાલા છે. ૧ મેરે મન તુંહી રુચ્યો, પ્રભુ કંચન દેહા; હરિ, હર, બ્રહ્મ, પુરંદરા તુજ આગે કેહા. અ૦૨ સંક્ષેપાર્થ :- મારા મનને હે નાથ! તું જ રુચ્યો છું. મારા પ્રભુની અદ્ભુત સુંદર કંચનવર્ણી કાયા છે, તેના આગળ હરિ એટલે વિષ્ણ, હર કહેતાં શંકર તેમજ બ્રહ્મા કે પુરંદર કહેતાં ઇન્દ્ર વગેરે તે કોણ માત્ર છે. રા. તુંહી અગોચર કો નહીં, સજ્જન ગુણ રેહા; ચાહે તા; ચાહીએ, ધરી ધર્મ સનેહા. અ૦૩ Page #121 -------------------------------------------------------------------------- ________________ (૫) શ્રી અભિનંદન જિન સ્તવન ૨૩૭ સંક્ષેપાર્થ :— હે પ્રભુ! તું અમારી દૃષ્ટિથી અગોચર નથી અર્થાત્ વીતરાગ મુદ્રા વડે તું દૃષ્ટિગોચર છો. સજ્જન પુરુષોને તો તું ગુણની રેહા કહેતાં રેખા સમાન છો, અર્થાત્ તમારી વીતરાગ મુદ્રાવડે સજ્જનપુરુષોને તમારા ગુણોનો ખ્યાલ આવે છે કે આપ કેવા શાંત છો, નિર્વિકલ્પ છો; તથા આ જગતમાં કંઈ કરવા જેવું નથી, એમ જાણીને આપ હાથ ઉપર હાથ ધરીને બેઠા છો. આ જગતમાં કંઈ જોવા જેવું નથી, એમ જાણીને નાસિકા ઉપર દૃષ્ટિ સ્થિર કરીને રહ્યા છો, તથા પગ મૂકતા પાપ છે એમ જાણી પગ ઉપર પગ ધરીને આપ વિરાજમાન છો. માટે હે નાથ ! જે આપને ચાહે કહેતા ભાવથી ભજે તેના પ્રત્યે આપે પણ ધર્મસ્નેહ રાખવો જોઈએ. ગા ભગતવચ્છલ જગતાનો, તું બિરુદ વદેહા; વીતરાગ હુઈ વાલહા, ક્યું કરી દ્યો છેહા. અજ સંક્ષેપાર્થ :— આપ ભગત વચ્છલ કહેતા ભક્ત પ્રત્યે વાત્સલ્યભાવ રાખનાર ભગવાન છો; તેમજ જગતારક એવું આપનું બિરુદ છે, એમ જગતવાસી લોકો વદે છે અર્થાત્ કહે છે. તો પછી મારા વાહલા ! આપ વીતરાગ થઈને મારો છેહ કેમ કરો છો અર્થાત્ મને કેમ છોડી દ્યો છો. મારી સંભાળ તો આપે લેવી જ જોઈએ. ॥૪॥ જે જિનવર હે ભરતમેં, ઐરાવત વિદેહા; યશ કહે તુજ પદ પ્રણમતાં, સબ પ્રણમે તેહા. અન્ય સંક્ષેપાર્થ :– ભરતક્ષેત્રમાં, ઐરાવત ક્ષેત્રમાં કે મહાવિદેહક્ષેત્રમાં જે જિનેશ્વર ભગવંત વિરાજમાન છે તે વિષે શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે શ્રી અજિતનાથ પ્રભુના ચરણકમળમાં પ્રણામ કરતાં તે સર્વ જિનેશ્વરોના ચરણમાં પ્રણામ થાય છે, કેમકે સર્વ પરમાત્માઓનું શુદ્ધ સ્વરૂપ એક સરખું છે, તેમાં કિંચત્માત્ર તફાવત નથી. IIII (૪) શ્રી સંભવ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત તેર સ્તવનો (રાગ–ગોંડી) ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સંભવજિન જબ નયન મિલ્યો હો; પ્રગટે પૂરવ પુણ્ય કે અંકુર, તબર્થે દિન મોહિ સફલ વલ્યો હો. સં૦૧ સંક્ષેપાર્થ :— શ્રી સંભવનાથ પ્રભુ સાથે જ્યારથી મારા નયનનું મિલન થયું અર્થાત્ એમના પ્રત્યે મને દૃઢ શ્રદ્ધા થઈને ભક્તિ ઊગી, ત્યારથી મારા પૂર્વે કરેલા પુણ્યના અંકૂરો ફૂટી નીકળ્યા. અને ત્યારથી મારા દિવસો પણ સફળપણાને 41244. 11911 ૨૩૮ અંગનમેં અમિયે મેહ વૂઠે, જનમ તાપકો વ્યાપ ગણ્યો હો; બોધબીજ પ્રગટ્યો ત્રિહુ જગમેં, તપ સંજમકો ખેત ફલ્યો હો. સં૦૨ સંક્ષેપાર્થ :– પ્રભુના મિલનથી આંગણમાં જાણે અમીય કહેતાં અમૃતના મેહ વરસ્યા. તેથી જન્મજરામરણના તાપથી હું સદા વ્યાસ હતો, તે સર્વ તાપ ગળી ગયો. વળી ત્રિહ કહેતાં ત્રણે લોકમાં સારભૂત એવું બોધબીજ કહેતાં સમ્યગ્દર્શન પ્રગટ્યું. તેથી યથાર્થ તપ અને સંયમરૂપ ખેતર પણ ફાલ્યું ફૂલ્યું, અર્થાત્ સમ્યક્દર્શન સહિત તપ અને સંયમ પણ મોક્ષના કારણભૂત થયા. ।।૨।। જૈસી ભક્તિ તૈસી પ્રભુ કરુણા, શ્વેત શંખમેં દૂધ મિલ્યો હો; દર્શનથૅ નવનિધિ મેં પાઈ, દુઃખ દોહગ સવિ દૂર ટહ્યો હો. સં૩ સંક્ષેપાર્થ :- જેવી પ્રભુ પ્રત્યે ભક્તની ભક્તિ, તેવી જ પ્રભુની કરુણા થાય. જેવો શંખ સફેદ તેવું દૂધ પણ સફેદ; બેયનું મિલન શોભાસ્પદ છે તેમ. સમ્યક્દર્શન થવાથી હું નવે નિધાનને પામી ગયો. તથા સર્વ દુઃખ અને દોહગ કહેતાં દુર્ભાગ્ય પણ દૂર ભાગી ગયા. આ સર્વ પ્રતાપ શ્રી સંભવનાથ પ્રભુનો છે. ।।૩।। ડરત ફિરત હૈ દૂરહી દિલર્થે; મોહમલ્લ જિણે જગત્રય છલ્યો હો; સમકિત રત્ન લહું દર્શનથેં; અબ નવિ જાઉં ફુગતિ રૂલ્યો હો. સંજ સંક્ષેપાર્થ :– અનુભવરૂપ સમકિત પ્રાપ્ત થવાથી, મોહરૂપી યોદ્ધો ડરીને મારા દિલથી દૂર જ ફર્યા કરે છે; જ્યારે એ જ મોહમલ્લે ત્રણેય જગતને ઠગ્યું છે. માટે હવે સમ્યક્દર્શનને નિર્મળ કરી હું ક્ષાયિક સમકિત પામું, એવી કૃપા કરો. હે નાથ ! હવે હું કુગતિમાં રઝળવાનો નથી, કેમકે આપનો મને ભેટો થયો છે. ૪ નેહ નજર ભર નિરખત હી મુજ, પ્રભુશું હિયડો હેજે હલ્યો હો; Page #122 -------------------------------------------------------------------------- ________________ (૬) શ્રી સુમતિ જિન સ્તવન ૨૩૯ શ્રી નયવિજય વિબુધ સેવકકું, સાહિબ સુરતરુ હોઈ ફલ્યો હો. સંપ સંક્ષેપાર્થ:- સ્નેહભરી મીઠી નજર વડે મને જોવાથી મારું હૈયું પ્રભુ પ્રત્યે હર્ષથી હિલોરા લેતું થઈ ગયું છે. પંડિત શ્રી નવિજયજીના શિષ્ય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે સાહિબ શ્રી સંભવનાથ પ્રભુ મારા માટે કલ્પવૃક્ષ સમાન થઈને ફળ્યા છે. જેથી મારી સર્વ ઇચ્છાઓ પૂર્ણતાને પામી છે. પા. (૫) શ્રી અભિનંદન જિન સ્તવન શ્રી યશોવિજયજીત તેર સ્તવનો (રાગ-નટ) પ્રભુ! તેરે નયનકી બલિહારી, (ટેક) થાકી શોભા વિજીત તપસા, કમલ કરતુ હૈ જલચારી; વિકે શરણ ગયો મુખ-અરિકે, વનથૈ ગગન હરિણ હારી. પ્ર૦૧ સંક્ષેપાર્થ:- હે પ્રભુ! આપના નયન કહેતાં નેત્રની અતિ બળવત્તરતા છે, ખૂબી છે કે જેથી મુખથી વાહ વાહ ઉચ્ચરી જવાય છે. યાકી એટલે આપના નેત્રકમલની શોભાથી વિજીત કહેતાં જીતાયેલું એવું કમલ, તે તો જલમાં જાણે તપસા કહેતાં તપ ન કરવું હોય તેમ ત્યાં જ રહેવા લાગ્યું. વળી જગતમાં સુંદર નયનની તુલના હરણના નેત્ર સાથે પણ કરાય છે. પણ અહીં ભગવાનના સુંદર નેત્રોને જોઈ હરણ તો વનથી ભાગી જઈ આકાશમાં ચંદ્રમાના શરણે ચાલ્યું ગયું. તેથી અહીંયા કહ્યું છે કે – વિધુકે એટલે ચંદ્રમાના શરણે ગયો; કોણ? તો કે વનમાં રહેતું હરણ. તે તો પ્રભુના મુખના નેત્રને જોઈને; શત્રુના મુખને જોઈ જેમ કોઈ ભાગે તેમ ભાગીને આકાશમાં રહેતા ચંદ્રમાના શરણમાં ચાલ્યું ગયું. ચંદ્રમામાં લંછન તરીકે આજે પણ ત્યાં તે વિદ્યમાન છે. ૧. સહજહિ અંજન મંજુલ નિરખત, ખંજન ગર્વ દિયો દારી; છીન લહીતિ ચકોરકી શોભા, અગ્નિ ભએ સો દુ:ખ ભારી. પ્ર૨ સંક્ષેપાર્થ:- ભગવાનના નયનમાં જાણે સહેજે અંજન અંજાયેલું હોય ૨૪૦ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ તેવી તેની મંજુલ કહેતાં સુંદરતા જોઈને, ખંજન એટલે એક સુંદર પક્ષી જેના નેત્રમાં અંજન આંજેલા જેવી સુંદરતા હોય તેનો પણ ગર્વ ભાંગી ગયો. તેમજ ચકોર પક્ષીની આંખની શોભા, ભગવાનના નેત્ર કમળને જોતાં જ ક્ષીણ થઈ ગઈ અર્થાતુ ચકોર પક્ષી હમેશાં ચંદ્રમાને જોઈ રાજી થાય છે પણ ભગવાનના નેત્રકમળના તેજને તો તે બિલકુલ સહન કરી શક્યું નહીં. તે તેજ તો જાણે ચકોર પક્ષીને જ્વાજલ્યમાન અગ્નિ હોય તેવું ભારે દુઃખ આપનાર લાગ્યું, અર્થાતુ પ્રભુના તેજને સહન કરવાની તેના નેત્રમાં બિલકુલ શક્તિ વિદ્યમાન હતી નહીં. રા. ચંચલતા ગુણ લિયો મીનકો અલિ | તારા છે કારી; કહું સુભગતા કેતિ ઇનકી? મોહી સબહી અમરનારી. પ્ર૩ સંક્ષેપાર્થ:- પ્રભુના નેત્રોની ચંચલતાનો ગુણ મીન કહેતાં માછલીમાંથી ગ્રહણ કર્યો, તથા પ્રભુના નેત્રોની તારા એટલે કીકી, તે અલિ કહેતાં ભમરાના જેવી કારી એટલે કાળી છે. એમ પ્રભુના નેત્રકમળની સુભગતા એટલે મનોહરતાને હું કેતિ એટલે કેટલી વર્ણવી શકું? કે જે લોચનના પ્રભાવે, બધી અમરનારી કહેતાં દેવલોકમાં રહેનારી દેવીઓ પણ મોહ પામી ગઈ. એવી પ્રભુ તારા નયનની બલિહારી છે. lla ઘૂમત હૈ સમતા રસ માતે, જૈસે ગજવર મદવારી; તીન ભુવનમેં નહિ કોઈ નીકો, અભિનંદનજિન અનુકારી.બ૦૪ સંક્ષેપાર્થ:- આપના નેત્રકમળ તો સમતા રસમાં માતે એટલે મસ્ત બની સકળ વિશ્વમાં ઘૂમી રહ્યા છે; જેમ શ્રેષ્ઠ હાથી પોતાના મદમાં ઘૂમે છે તેમ. ત્રણે લોકમાં શ્રી અભિનંદન જિનેશ્વર પ્રભુના અનુકારી કહેતાં અનુરૂપ એવો નીકો કહેતાં સર્વોપરી પરમાત્મા બીજો કોઈ મળે તેમ નથી. પ્રભુના તો નયન માત્રની જ બલિહારી છે કે જેનો જગતમાં કોઈ જોટો જડે એમ નથી. મેરે મન તો તુ હી રુચત હૈ, પરે કોણ પરકી લારી; તેરે નયનકી મેરે નયનમેં, જશ કહે દીઓ છબી અવતારી. પ્ર૦૫ સંક્ષેપાર્થ:- શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે હે પ્રભુ! મારે મન તો એક માત્ર તું જ રુચે છે. જેથી પરકી એટલે કહેવાતા બીજા દેવોની લારી કહેતાં પાછળ કોણ પડે. Page #123 -------------------------------------------------------------------------- ________________ (૭) શ્રી પદ્મપ્રભ જિન સ્તવન ૨૪૧ માટે હે નાથ! તમારા પ્રશમરસમાં ડૂબેલા નયનોની છબી મારા નયનમાં ઉતારી ઘો, જેથી હું પણ પ્રશાંતરસમાં ડૂબી આત્માના સુખમાં આનંદ માણું. હે અભિનંદન સ્વામી! તારા નયનની તો ઉપરોક્ત પ્રકારે બલવત્તરતા જ છે. આપણા (૬) શ્રી સુમતિ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત તેર સ્તવનો (રાગ-મા) સુમતિનાથ સાચા હો. (ટેક) પરિ પરિ પરખતહી ભયા, જેસા હીરા જાચા હો; ઔર દેવ સવિ પરિહર્યા, મેં જાણી કાચા હો. સુ૧ સંક્ષેપાર્થ:- શ્રી સુમતિનાથ પ્રભુ સાચા દેવ છે. પરિ પરિ કહેતાં ફરી ફરી પરખત એટલે પરીક્ષા કરતા જેમ જાચા એટલે જાતિવંત શ્રેષ્ઠ હીરાની ખબર પડે તેમ પૂરી તપાસ કરતાં સર્વ દેવોમાં શ્રી સુમતિનાથ પ્રભુ સાચા દેવ છે. તેથી ઔર એટલે બીજા હરિહરાદિક દેવોને મેં કાચા જાણી એટલે શુદ્ધ આત્મસ્વરૂપને પામેલા નથી એમ જાણી તેમને પરિહર્યા છે અર્થાત્ છોડી દીધા છે. ll૧૫. તેરી ક્રિયા હૈ ખરી, જૈસી તુજ વાચા હો; ઔર દેવ સબ મોહે ભર્યા, સવિ મિથ્યા માચ્યા હો. સુર સંક્ષેપાર્થ:- હે સુમતિનાથ પ્રભો! જેવું તમે બોલો છો તેવું જ તમારું રાગદ્વેષ રહિત વર્તન છે. માટે તમારી સર્વ ક્રિયા ખરી છે. જ્યારે બીજા કુદેવો સર્વ મોહથી ભરેલા હોવાથી રાગદ્વેષમાં જ રાચીમાચીને રહેલા છે. માટે હે નાથ! તમે જ સાચા છો, સાચા છો. રા. ચૌરાશી લખ ભેખમાં, હું બહુ પરિ નાચા હો; મુગતિ દાન દેઈ સાહિબા, અબ કર હો ઉવાચા હો. સુ૦૩ સંક્ષેપાર્થ – ચોરાસી લાખ જીવયોનીમાં નવા નવા દેહરૂપ વેષ ધારણ ૨૪ર ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ કરીને હું બહુ પરિ કહેતાં ઘણી વાર ફરી ફરી નાચ્યો છું; અર્થાત્ નાટક કર્યા છે. માટે હે સાહિબા ! હવે ભવ નાટકથી છોડાવી મને મુક્તિનું દાન આપી, ઉવાચા કહેતાં ફરી વાચા એટલે વાણીનો ઉપયોગ કરી આપની પાસે કંઈ માગવું ન પડે એવો ઉવાચ બનાવી દો અર્થાતુ મન વચન કાયારૂપ ત્રણે યોગથી રહિત એવી સિદ્ધદશાને આપી મને કૃતાર્થ કરો કે જેથી પછી કંઈ માંગવું પડે નહીં. કા. લાગી અગ્નિ કષાયકી, સબ ઠોર હી આંચા હો; રક્ષક જાણી આદર્યા, તુમ શરણ સાચા હો. સુ૦૪ સંક્ષેપાર્થ :- આ સંસારમાં ચારે બાજુ ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાયની અગ્નિ સળગેલી છે. જેની આંચ એટલે ઝાળ સબ ઠોર હી કહેતાં સર્વ સ્થાનોમાં અમને બાળી રહી છે. તેથી આપને રક્ષા કરનાર જાણી આદર્યા છે. કેમકે તમારું જ એકમાત્ર શરણ સાચું છે. અન્ય કોઈ આ જગતમાં બચાવનાર નથી. I૪. પક્ષપાત નહિ કોઉસું, નહીં લાલચ લાંચા હો; શ્રીનયવિજય સુશિષ્યકો, તોસું દિલ રાચ્યા હો. સુપ સંક્ષેપાર્થ – આપનું શરણ સાચું કેવી રીતે છે? તો કે આપ રાગદ્વેષરહિત હોવાથી કોઈની સાથે પક્ષપાત કરતા નથી. તેમજ કોઈપણ પ્રકારની આપને લાલચ નહીં હોવાથી લાંચ પણ લેતા નથી. માટે શ્રી નવિજયજીના સુશિષ્ય એવા શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે તમારી સાથે અમારું દિલ રાચ્યું છે અર્થાત્ રાચીમાચીને લીન થયેલું છે. હે સુમતિનાથ પ્રભુ! ઉપરોક્ત કારણોને લીધે જ આપ જગતમાં સાચા દેવ તરીકે પ્રસિદ્ધિ પામેલા છો. //પા (૭) શ્રી પદ્મપ્રભ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત તેર સ્તવનો (રાગ પૂરવી) ઘડી ઘડી સાંભરે સાંઈ સલુના–ઘવ પદ્મપ્રભ જિન દિલસેં ન વીસરે, માનું કિયો કછુ ગુનકો દૂના; દરિસન દેખત હી સુખ પાઉં, તો બિનુ હોત હું ઉના દૂના.ઘ૦૧ Page #124 -------------------------------------------------------------------------- ________________ (૮) શ્રી સુપાર્શ્વ જિન સ્તવન ૨૪૩ સંક્ષેપાર્થ :- મારા સાંઈ કહેતા સ્વામી શ્રી પદ્મપ્રભ જિનેશ્વર, તે સલૂના કહેતાં સર્વ પ્રકારે સુંદર છે, મનોહર છે. તેથી મને તે ઘડી ઘડી કહેતાં ક્ષણે ક્ષણે સાંભરે છે. શ્રી પદ્મપ્રભ પ્રભુ! મારા હૃદયમાંથી ભુલાતા નથી. હું એમ માનું છું કે તેમણે પોતાના ગુણોને અનેકગુણા અધિક બનાવી દીધા છે; કે જેના દર્શન માત્રથી જ હું તો સુખ પામું છું. તમારા વિના તો હું ઉના દૂના એટલે ઉંચોનીચો થઈ જાઉં છું, અર્થાતુ તમારા વિના હવે મને ચેન પડતું નથી. તમે ઘડી ઘડી મનમાં સાંભર્યા જ કરો છો. i/૧ાા. પ્રભુ ગુન જ્ઞાન ધ્યાન વિધિ રચના, પાન સુપારી કાથા ચૂના; રાગ ભયો દિલમેં આયોગે, રહે છિપાયા ના છાના છૂના. ઘ૦૨ સંક્ષેપાર્થ :- પ્રભુના ગુણનું જ્ઞાન કરવું, ધ્યાન કરવું, વિધિપૂર્વક ચાલવું તેમજ તે ગુણોની જીવનમાં રચના કરવી અર્થાત્ તે ગુણો પ્રગટાવવા; તે તો ક્રમશઃ પાન, સુપારી, કાળા અને ચૂના જેવું છે. આ સર્વ દ્રવ્યો સાથે પાન ખાવાથી હોઠ લાલ થઈ જાય છે તે છાના છૂપા રહી શકે નહીં. તેમ પ્રભુ પ્રત્યે રાગ એટલે પ્રેમ પ્રગટવાથી પ્રભુ મારા હૃદયમાં પધાર્યા તે કંઈ છૂપાવવાથી છૂપું રહી શકે નહીં. રા પ્રભુગુણ ચિત્ત બાંધ્યો સબ સાખે, કુન પાસે લઈ ઘરકાબૂના; રાગ જગ્યો પ્રભુશું મોહિ પ્રગટ, કહો નયા કોઉ કહો જૂના. ઘ૩ સંક્ષેપાર્થ:- પ્રભુના ગુણો સાથે સબ સાખે કહેતાં સર્વ સંઘની સાક્ષીએ સંસારનો ત્યાગ કરી મારા મનને જોડ્યું છે. તો હવે ડરીને ઘરનો ખૂણો માત્ર પકડી કોણ બેસી રહે ? અર્થાત્ પોતાનો મતાગ્રહ માત્ર પકડીને કોણ બેસી રહે; પણ સ્યાદ્વાદ તત્ત્વનું જ્ઞાન કરી પ્રભુની આજ્ઞામાં જ વિચરણ કરવું યોગ્ય છે. પ્રભુ સાથેનો મારો રાગ એટલે પ્રેમ તો સર્વ જગતવિદિત છે. તેને તમે નવો કહો કે જૂનો કહો તેથી મને કંઈ ફરક પડતો નથી. મને તો ઘડી ઘડી મારા નાથનું સ્મરણ રહ્યા કરે છે અને તે ભુલાતું નથી. સગા લોકલાજસેં જે ચિત્ત ચોરે, સો તો સહજ વિવેકહિ સૂના; પ્રભુગુણ ધ્યાન વગર ભ્રમ ભૂલ્યા, કરે ક્રિયા સો રાને રૂના. ઘ૦૪ સંક્ષેપાર્થ:- પ્રભુ સાથે પ્રેમ થયા પછી લોકલાજથી તે પ્રેમને મનમાં ૨૪૪ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ છુપાવવાની જે કોશિશ કરે તે તો સહેજે વિવેકન્ય છે. કેમકે પ્રભુગુણના ધ્યાન વગર તો આખું જગત આત્મભ્રાંતિમાં પડ્યું છે. અને જે આત્મલક્ષ વગરની માત્ર જડ ક્રિયા કરી રહ્યાં છે તે તો રાને કહેતાં જંગલમાં રૂના એટલે રડવા જેવું કરે છે. જંગલમાં તેનું રોવું કોણ સાંભળે; તેમ આત્મલક્ષ વગરની ક્રિયાજડની ક્રિયાઓ નિષ્ફળ જાય છે અર્થાતુ મોક્ષના કારણભૂત થતી નથી. સા. મેં તો નેહ કિયો તોહિ સાથે, અબ નિવાહ તો તો થઈ હૂના; જશ કહે તો વિનુ ઓર ન લેવું, અમિર ખાઈ કુન ચાખે સૂના. ઘ૦૫ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! મેં તો એક માત્ર આપની સાથે જ નેહ કહેતાં સ્નેહ, પ્રેમ કર્યો છે. હવે એ પ્રેમનો નિર્વાહ તો આપનાથી જ થઈ શકે. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે હું તો તમારા વિના બીજાને કદી સેવું નહીં; કેમકે અમિય એટલે આત્માનુભવરૂપ અમૃત ચાખીને લૂના અર્થાત્ લૂણ જેવા ખારા ફળને આપનાર એવા વિષયોનું સેવન કોણ કરે અર્થાત્ વિચારદશાવાન જીવ તો ન જ કરે. હે નાથ! તમે મને ઘડી ઘડી સાંભર્યા કરો છો, કદી પણ વીસરાતા નથી. એ મારા સદ્ભાગ્યનો જ ઉદય માનું છું. પણ (૮) શ્રી સુપાર્શ્વ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત તેર સ્તવનો (રાગ-કલ્યાણ) ઐસે સ્વામી સુપાર્શ્વસેં દિલ લગા, દુઃખ ભગા, સુખ જગા જગતારણા-ઐસે. રાજહંસકું માનસરોવર, રેવા જલ જવું વારણા; ખીર સિંધુ ન્યું હરિકું યારો, જ્ઞાનીકું તત્ત્વવિચારણા. ઐ૦૧ સંક્ષેપાર્થ – સ્વામી શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ સાથે મારું મન લાગવાથી મારા દુઃખના દિવસો ભાગી ગયા અને સુખરૂપ પ્રભાતનો ઉદય થયો. જગતારણા કહેતાં જગત જીવોના તારણહાર એવા પ્રભુ સાથે મારું મન સારી રીતે લાગી ગયું છે. પ્રભુ સાથે મારું મન કેવી રીતે સંલગ્ન થયું? તો કે જેવી રીતે રાજહંસને Page #125 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સંક્ષેપાર્થ:- શ્રી સુપાર્શ્વનાથ પ્રભુની નિર્વિકાર મુદ્રાના દર્શન કરવાથી અત્યંત આનંદ પામીને આપના પર હું કોડી એટલે ક્રોડો વાર ઉવારણ થાઉં છું, અર્થાત્ વારી જાઉં છું, ન્યોછાવર થાઉં છું, સર્વસ્વ અર્પણ કરું છું. માટે પંડિત શ્રી નયવિજયજીના શિષ્ય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે હે નાથ ! અનાદિની મોક્ષાભિલાષરૂપ ભૂખ તરસને મેટવા સમતારૂપી રસથી પારણું કરાવી મને કૃતાર્થ કરો. જેથી હું શાશ્વત સુખશાંતિ પામી સદી સંતુષ્ટ રહું. /પા (૯) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન ૨૫ માનસરોવર પ્રિય છે, રેવા એટલે નર્મદા નદીના જલમાં રમવાનું વારણા એટલે હાથીને ગમે છે, ખીર સિંધુ કહેતા ક્ષીર સમુદ્ર હરિ એટલે વિષ્ણુને પ્યારો છે, તથા જ્ઞાની પુરુષોને મન નવતત્ત્વાદિની વિચારણા પ્રિય છે. તેવી રીતે મારા મનને શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ વહાલા છે, અત્યંત પ્રિય છે. ૧૫ મોરકું મેહ, ચકોરકું ચંદા, મધુ મનમથ ચિત્તઠારના; ફૂલ અમૂલ ભમરકું અંબહી, કોકિલકું સુખકારના. ઐ૨ સંક્ષેપાર્થ :- મોરને મન મેહ એટલે વરસાદ પ્રિય છે. ચકોર પક્ષીને મન ચંદ્રમા, મનમથ એટલે કામદેવને મધુ એટલે વસંત મહિનો ઠારના એટલે ચિત્તને શાંતિ પમાડનાર જણાય છે. ભમરાને મન ફૂલ તે અમૂલ એટલે અમૂલ્ય સુખ આપનાર ભાસે છે. તથા કોકિલના મનને આંબાની માંજર સુખકર લાગે છે. તેમ મારા મનને શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનું શુદ્ધસ્વરૂપ સુખનું કારણ જણાય છે. રા. સીતાકું રામ, કામ ક્યું રતિકું, પંથીકું ઘર-બારના; દાનીકું ત્યાગ, યાગ બ્રહ્માનકું, જોગીકું સંજમ ધારના. ઐ૩ સંક્ષેપાર્થ :- સીતાને મન શ્રી રામ, રતિ સ્ત્રીને મન કામદેવ, પંથી એટલે રાહગીરને મન ઘર કુટુંબીઓને મળવું સુખપ્રદ લાગે છે, દાનવીરને મન વસ્તુનો ત્યાગ કરવો તે સુખ ઉપજાવે છે. બ્રહ્મન એટલે બ્રાહ્મણને મન યાગ એટલે યજ્ઞ સુખકર જણાય છે. તથા યોગીને મન સંયમ ધારણ કરવો હિતાવહ લાગે છે; તેમ મારે મન શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનું ધ્યાન કરવું એ જ શ્રેયસ્કર ભાસે છે. ૩. નંદનવન જ્યુ સુરકું વલ્લભ, ન્યાયીકું ન્યાય નિહારના; હું મેરે મન તું હી સુહાયો, ઓર તો ચિત્તશેં ઉતારના. ઐ૦૪ સંક્ષેપાર્થ:- દેવતાઓને મન નંદનવન વલ્લભ છે, ન્યાય કરનારના મનમાં ન્યાય થયેલો નિહારના એટલે જોવાની ઇચ્છા છે. એવી રીતે મારા મનમાં તો હે સુપાર્શ્વનાથ પ્રભુ! તમે જ સુહાયા છો અર્થાત્ ગમ્યા છો. જેથી ઓર એટલે બીજા કુદેવોને ચિત્તમાંથી ઉતારી દીધા છે, અર્થાત્ તેમના પ્રત્યેની શ્રદ્ધાને સર્વથા છોડી દઈ, સમકિતને દ્રઢ કર્યું છે. જો શ્રી સુપાર્થ દર્શન પર તેરે, કીજે કોડી ઉવારણા; શ્રી નયવિજય વિબુધ સેવકકું, દિયો સમતારસ પારણા. ઐ૦૫ (૯) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત તેર સ્તવનો (રાગ-સામગ્રી) શ્રી ચંદ્રપ્રભ જિનરાજ રાજે, વદન પૂનમ ચંદ રે; ભવિક લોક ચકોર નીરખત, લહે પરમાનંદ ૨. શ્રી ૧ સંક્ષેપાર્થ :- શ્રી ચંદ્રપ્રભ જિનરાજનું વદન કહેતાં મુખકમળ તે તો પૂનમના ચંદ્રમાની સમાન દેદીપ્યમાન થઈ રાજે કહેતા શોભી રહ્યું છે. ભવિક જીવોરૂપી ચકોર પક્ષીઓ તો તેમના મુખકમળને નીરખી એટલે એકટકે ધારીધારીને જોઈ પરમાનંદ પામે છે. [૧] મહમહે મહિમાએ જશભર, સરસ જસ અરવિંદ રે; રણઝણે કવિજન ભમર રસિયા, લહે સુખ મકરંદ ૨. શ્રીર સંક્ષેપાર્થ:- જસ એટલે જેવી રીતે સરસ અરવિંદ એટલે કમળનું ફૂલ તેના સુગંધ વડે મહમહે કહેતા મહેકી ઊઠે છે, તેમ શ્રી ચંદ્રપ્રભ ભગવાનના યશનો મહિમા ત્રણેય લોકમાં ભરપૂર રીતે મહેકી રહ્યો છે. તે સુગંધને માણવા ભક્તકવિઓ રૂપી ભમરાઓ તેમાં રસિક બનીને રણઝણી રહ્યાં છે, અર્થાત્ તેમના ગુણનું ગુંજન કરીને ફુલના મધરૂપ મકરંદનો આસ્વાદ પામી આત્મઅનુભવરૂપ સુખને અનુભવી રહ્યા છે. રા. જસ નામે દોલત અધિક દીપે, ટળે દોહગ દંદ રે; જસ ગુણકથા ભવવ્યથા ભાંજે, ધ્યાન શિવતરુ કંદ ૨. શ્રી૩ Page #126 -------------------------------------------------------------------------- ________________ ટ (૧૧) શ્રી શીતલ જિન સ્તવન ૨૪૭ સંક્ષેપાર્થ:- જેનું નામ જપવાથી દોલત એટલે ભૌતિક ઋદ્ધિઓ પ્રાપ્ત થઈ ભક્તનું નામ જગતમાં અધિક પંકાય છે. તથા ભક્તના દોહગ એટલે દુર્ભાગ્ય તેમજ દંદ કહેતા ઢંઢ રાગદ્વેષ, જન્મમરણ, હર્ષશોક, માન અપમાનના ભાવો આદિ પણ ક્રમે કરી ટળી જાય છે. જેના ગુણની કથા કરવા માત્રથી ભવ એટલે સંસારની વ્યથા અર્થાત્ ત્રિવિધતાપરૂપ પીડાનો નાશ થાય છે. તથા જેનું ધ્યાન કરવું તે તો શિવતરુ એટલે મોક્ષરૂપી વૃક્ષનું કંદ અર્થાત્ મૂળ રોપવા સમાન છે. શ્રી ચંદ્રપ્રભુના સ્વરૂપનું જે ધ્યાન કરે તે જરૂર કેવળજ્ઞાનને પામી સર્વકાળને માટે સુખી થઈ જાય છે. ૩ વિપુલ હૃદય વિશાલ ભુજયુગ, ચલિતિ ચાલ ગમંદ રે; અતુલ અતિશય મહિમા મંદિર, પ્રણમત સુરનરર્વાદ ૨. શ્રી ૪ સંક્ષેપાર્થ:- જેનું હૃદય સર્વ જીવો પ્રત્યેની દયાને લઈને વિપુલ એટલે વિસ્તૃત છે તથા ભુજયુગ કહેતા તેમની બેય ભુજાઓ પણ વિશાળતાને પામી શોભી રહી છે, તથા ચલિતિ કહેતા જેમની ચાલવાની રીત તે હાથીની ચાલ જેવી સુંદર છે, તથા અતુલ કહેતા જેની તુલના ન થઈ શકે એવા છે અતિશયો જેના; એવા મહિમાના મંદિર એટલે ઘરરૂપ પ્રભુને સર્વ સુર એટલે દેવતાઓ, નર એટલે મનુષ્યોના વૃંદો કહેતા સમૂહો પણ પ્રણામ કરે છે. ત્રણે લોકમાં પૂજ્ય એવા પ્રભુનું મુખકમળ પૂર્ણિમાના ચંદ્ર જેવું છે. તેને હું પણ પ્રણામ કરું છું. જો હું દાસ ચાકર દેવ તારો, શિષ્ય તુજ ફરજંદ રે; જસ વિજય વાચક એમ વીનવે, ટાલ મુજ ભવફંદ ૨. શ્રી ૫ સંક્ષેપાર્થ:- હે જિનેશ્વરદેવ ! હું આપનો દાસ છું, ચાકર એટલે સેવક છું, તેમજ હું તમારી જ ફરજંદ કહેતા સંતાન છું. માટે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પ્રભુને વિનવે છે કે હે નાથ ! હવે મારા આ ભવફંદ કહેતા સંસારરૂપી જાળને તોડી નાખી મને મુક્તિસુખ આપો, એ જ મારી એકમાત્ર અભિલાષા છે. બીજાં આપની પાસે હું કંઈ પણ યાચતો નથી. //પા ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ શ્રી યશોવિજયાત તેર નવનો (રાગ-દેદારો) મેં કીનો નહીં તુમ બિન ઓરશું રાગ. દિન દિન વાન ચઢત ગુણ તેરો, જું કંચન પરભાગ; ઓરનમેં હે કષાયકી કાલિમા, સો ક્યું સેવા લાગ. મે-૧ સંક્ષેપાર્થ:- હે પ્રભુ! આપના સિવાય બીજા કોઈ પ્રત્યે મેં રાગ કર્યો નથી. આપની સેવાના ફળસ્વરૂપ કંચન પરભાગ એટલે સોના જેવો શ્રેષ્ઠ ચમકદાર તમારા ગુણોનો વાન કહેતા રંગ દિનપ્રતિદિન મારા ઉપર ચઢી રહ્યો છે. જ્યારે બીજા દેવોમાં તો કષાયની કાલિમા એટલે કષાયની કાલાશરૂપ કલંક છે. તો તે સેવા કરવાને લાગ એટલે લાયક કેમ હોઈ શકે ? I૧૫. રાજ હંસ તૂ માનસરોવર, ઓર અશુચિ-રુચિ કાગ; વિષય ભુજંગમ ગરુડ તું કહિયે, ઓર વિષય વિષનાગ. મેં ૨ સંક્ષેપાર્થ :- હે જિનેશ્વર ! તમે તો માન સરોવરના રાજહંસ જેવા છો. જ્યારે બીજા કુદેવો કામક્રોધાદિરૂપ અશુચિ ભાવોમાં રુચિ રાખનાર હોવાથી કાગ એટલે કાગડા જેવા છે. તમે તો પાંચ ઇન્દ્રિયોના વિષયરૂપ ભુજંગમ એટલે સાપને હણવા માટે ગરુડ પક્ષી જેવા છો. જ્યારે બીજા દેવો તો પાંચ ઇન્દ્રિયના વિષયોમાં મોહ પામેલા હોવાથી વિષનાગ કહેતા ઝેરી સાપ જેવા છે. તેમનો સંગ કરવાથી માત્ર રાગદ્વેષરૂપ ઝેર ચઢે છે. માટે મેં તો હે પ્રભુ! એક આપની સાથે જ રાગ કર્યો છે. રા. ઓર દેવ જલ છીલર સરીખે, તુ તો સમુદ્ર અથાગ; તુ સુરતરુ જગ વાંછિત પૂરન, ઓર તે સૂકે સાગ. મે૩. સંક્ષેપાર્થ :- બીજા દેવ તો છીછરા જળ જેવા છે. છીછરું જળ કાદવ કીચડ સાથે હોય, જ્યારે આપ તો અથાગ એટલે અપાર સમુદ્રના જળ જેવા વિશાળ ગુણોના સાગર છો. તું સુરતરું કહેતા કલ્પવૃક્ષ સમાન જગતના જીવોની વાંછિત ઇચ્છાઓને પૂરનાર છો. જ્યારે બીજા દેવ તો સૂકા સાગવાનના વૃક્ષ જેવા છે કે જે કોઈની મનોવાંછાને પૂરી શકે એમ નથી. માટે મેં તો આપના સિવાય કોઈની સાથે પ્રેમ કર્યો નથી. સા તુ પુરુષોત્તમ તૂહી નિરંજન તૂ શંકર વડભાગ; (૧૦) શ્રી સુવિધિ જિન સ્તવન Page #127 -------------------------------------------------------------------------- ________________ (૧૨) શ્રી શાંતિનાથ જિન સ્તવન ૨૪૯ તૂ બ્રહા હૂ બુદ્ધ મહાબલ, તૂહી દેવ વીતરાગ. મેં૦૪ સંક્ષેપાર્થ:- તું જ પુરુષોમાં ઉત્તમ પરમાત્મા છો, તું જ કર્મરૂપી કાલિન માંથી રહિત નિરંજન નાથ છો. તું જ શંકર એટલે સમકર અર્થાત્ સુખનો કરનાર છો, તું જ વડભાગ એટલે મોટા મહાભાગ્યનો ધારક છો. તું હી જ બ્રહ્માં એટલે આત્મામાં રમણતા કરનાર હોવાથી બ્રહ્મા છો, તું જ બુદ્ધ એટલે જ્ઞાની-સર્વજ્ઞ છો, અનંતવીર્ય પ્રગટ થવાથી તે જ મહાબળવાન તથા સંપૂર્ણ મોહનીય કર્મનો ક્ષય કરવાથી તું જ સાચો વીતરાગ દેવ છો. માટે તમને મૂકીને બીજા રાગી, દ્વેષી એવા દેવો પ્રત્યે કોણ રાગ કરે ? Il૪l. સુવિધિનાથ તુજ ગુણ ફૂલનકો, મેરો દિલ હે બાગ; જસ કહે ભમર ૨સિક હોઈ તામેં, લીજે ભક્તિ પરાગ. મેં૦૫ સંક્ષેપાર્થ:- હે શ્રી સુવિધિનાથ પરમાત્મા!તમારા ગુણોને ખિલવવા માટે મારું દિલ તે બાગ કહેતા બગીચા જેવું છે. માટે આપના ગુણોરૂપી પુષ્પોને ત્યાં જ ખિલવો. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે જેથી હું ગુણોરૂપી પુષ્પોનો ભમરાની જેમ રસિક બની, તે ફુલોના પરાગ કહેતા ફુલોની અંદર રહેલા સુગંધી તત્ત્વનું ભક્તિવડે આસ્વાદન કરું અર્થાતુ આપના ગુણોરૂપી કુલોના રસને હું ભક્તિવડે ચૂસી, સંતોષ પામી તૃપ્ત રહું. - હે નાથ ! આપને અનંત ગુણોના સ્વામી જાણી મેં બીજા કોઈ પ્રત્યે રાગ કર્યો નથી. માટે મારા પ્રત્યે દયાવૃષ્ટિ રાખી આપ જરૂર મારી સંભાળ લેજો. //પા ૨૫૦ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ત્રણ ભુવનના સર્વ આત્માર્થી જીવોમાં તમે વિરોચન કહેતા વિશેષ પ્રકારે આત્મરુચિને પ્રગટાવનારા હોવાથી રુચિકારક છો. તમારા નિર્વિકાર લોચન કહેતા નેત્ર, તે પંકજ એટલે કમળ જેવા નિર્મળ, પવિત્ર છે. જીઉં કે જીઉં એટલે જેમ બીજાને આપ આત્મરુચિ પ્રગટાવો છો તેમ અમારામાં પણ આત્મરુચિને ઉત્પન્ન કરનાર હોવાથી અમારા મનને આપ ખૂબ જ પ્રિય છો. ll૧. જ્યોતિશું જ્યોતિ મિલત જબ ધ્યાવે, હોવત નહિ તબ ન્યારા; બાંધી મુઠી ખૂલે ભવ-માયા, મિટે મહા ભ્રમ ભારા. સાશી-૨ સંક્ષેપાર્થઃ- આપના સ્વરૂપનું ધ્યાન કરવાથી આપની આત્મજ્યોતિ સાથે જ્યારે અમારી આત્મજ્યોતિ મળી જાય; પછી આપ ન્યારા થઈ શકો એમ નથી. પણ બાંધી મૂઠી જેવી આ સંસારની મોહમાયાનું જીવને માહાભ્ય લાગે છે. તે મોહમાયાનો ભારે મહાભ્રમ સપુરુષના વચન વડે જ્યારે ભાંગી જાય પછી તે મોહમાયા રાખ જેવી સાવ નિસ્સાર ભાસે છે; અર્થાત્ આત્મભ્રાંતિરૂપ મિથ્યાત્વને લઈને આ સંસારમાં સુખ કલ્પાયું છે તે જ્યારે સમ્યકજ્ઞાનવડે ટળી જાય, ત્યારે એ જ સંસારના સુખ જીવને રાખના પડીકા જેવા સાર વગરના લાગે છે. માટે સાચા સુખના દાતાર એવા શ્રી શીતલનાથ પ્રભુ મને તો અંતરથી પ્યારા છે. /રા તુમ ત્યારે તબ સબહી ન્યારા, અંતર કુટુંબ ઉદારા; તુમહી નજીક નજીક હે સબહી, રિદ્ધિ અનંત અપારા. સાશી-૩ સંક્ષેપાર્થ:- હે પ્રભુ! તમે અમારાથી જ્યાં સુધી ન્યારા છો ત્યાં સુધી અમારા આત્મામાં રહેલ ઉદાર એવા અનંત આત્મિકગુણો પણ અમારાથી ન્યારા છે અર્થાત્ દૂર છે. પણ તમે જો અમારી નજીક આવો અર્થાત્ અમને આત્માના સ્વરૂપસુખનો સ્વાદ ચખાવો તો આત્માની અપાર અનંત ગુણરિદ્ધિ પણ નજીક આવે અર્થાત્ તે પ્રગટ થાય. તે પ્રગટાવવા માટે અમને તમારા પ્રત્યે ઘણો જ પ્રેમ ઊપજે છે. Ilal વિષય લગનકી અગ્નિ બુઝાવત, તુમ ગુન અનુભવ ધારા; ભઈ મગનતા તુમ ગુણ રસકી, કુન કંચન કુન દારા. સાશી ૪ સંક્ષેપાર્થ :- અમારામાં પ્રજ્વલિત એવી પાંચ ઇન્દ્રિયોના વિષયોની અગ્નિને બુઝાવવા માટે આપના આત્મગુણોના અનુભવરૂપ જળની ધારા સમર્થ (૧૧) શ્રી શીતલ જિન સ્તવન શ્રી યશોવિજયજીત તેર Mવનો (રાય અઘણો) શીતલજિન મોહિ પ્યારા, સાહેબ શીતલજિન મોહે પ્યારા (ટેક) ભુવન-વિરોચન પંકજ લોચન, જીઉકે જીઉ હમારા. સાથ્થી ૧ સંક્ષેપાર્થ:- હે શીતલનાથ સાહેબ! મારે મન તો તમે જ પ્યારા છો, તમે અંતરથી મને ઘણા પ્રિય લાગો છો. Page #128 -------------------------------------------------------------------------- ________________ (૧૩) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન ૨૫૧ છે. જો આપના ગુણોના રસમાં મગ્નતા કહેતા તલ્લીનતા થઈ ગઈ તો કોણ કંચન અને કોણ દારા એટલે સ્ત્રી; તે બધું ભુલાઈ જાય છે અર્થાત્ કંચન અને કાંતા પ્રત્યે રહેલો અનાદિકાળનો અમારો મોહ પણ મટી જાય છે. માટે આપ જ અમને પ્રિય છો. Ifજા શીતલતા ગુન હોર કરત તુમ, ચંદન કાહુ બિચારા? નામ હી તુમચા તાપ હરત છે, વાંકું ઘસત ઘસારા. સાશીપ સંક્ષેપાર્થ :- તમારામાં રહેલ આત્મશીતળતાના ગુણ સાથે ચંદન પોતાની શીતળતાની હોડ કરવા જાય; પણ તે જડ એવું ચંદન બિચારું આપના આગળ શું વિસાતમાં છે. આપનું તો નામ માત્ર સંસારના ત્રિવિધ તાપને હરે છે, જ્યારે ચંદનની બાહ્ય શીતળતા મેળવવા માટે તો ચંદનને ખૂબ ઘસવાની મહેનત કરવી પડે છે. માટે ‘યથા નામા તથા ગુણા’ ની જેમ આપનું શીતલનાથ એવું નામ સર્વથા યથાર્થ છે. આપણા કરહુ કષ્ટ જન બહુત હમારે, નામ તિહારો આધારા; જશ કહે જન્મમરણ ભય ભાગો, તુમ નામે ભવ પારા. સોશી ૬ સંક્ષેપાર્થ:- જગતમાં ઘણા લોકો આત્મશીતલતા મેળવવા માટે ઘણા તપ વગેરે કષ્ટો ઉઠાવે છે. પણ અમારે મન તો હે પ્રભુ! એક તમારા નામનો જ આધાર છે. અર્થાત્ અમને તો એક તમારું જ શરણ પ્રિય છે. - શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે અમારા જન્મમરણનો ભય ભાગી ગયો; કેમકે તમારા નામથી અમારી ભવસાગરમાં પડેલી નાવ જરૂર પાર ઊતરશે એવી અમને સંપૂર્ણ ખાત્રી છે, પૂર્ણ વિશ્વાસ છે. તેથી અમને શ્રી શીતલનાથ પ્રભુ પ્યારા છે, ઘણા જ પ્યારા છે. IIકા રપર ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ વિસર ગઈ દુવિધા તન મનકી, અચિરાસુત ગુણગાનમેં. હ૦૧ સંક્ષેપાર્થ:- અમે શુદ્ધ સ્વરૂપી એવા શ્રી શાંતિનાથ પ્રભુના ધ્યાનમાં મગ્ન થયા. અચિરાસુત એટલે અચિરામાતાના પુત્ર શ્રી શાંતિનાથ ભગવાનના ગુણોનું ભક્તિપૂર્વક ગાન કરતાં અમારા તન મનની દુવિધા એટલે અસ્થિરપણાને લઈને થતું બધું દુઃખ તે ભુલાઈ ગયું. l/૧ હરિ હર બ્રહ્મ પુરંદરકી રિદ્ધ, આવત નહિ કો માનમેં; ચિદાનંદકી મોજ મચી છે, સમતા રસકે પાનમેં. હ૦૨ સંક્ષેપાર્થ :- હરિ કહેતાં વિષ્ણુ, હર કહેતા શંકર અને બ્રહ્મ કહેતા બ્રહ્મા તથા પુરંદર કહેતાં ઇન્દ્રની રિદ્ધિ તે સર્વ શુદ્ધસ્વરૂપી એવા પ્રભુના માનમાં કહેતાં માપમાં અર્થાત્ તુલનામાં આવી શકે એમ નથી. શુદ્ધ સ્વરૂપથી પ્રગટતો એવો સમતા રસ, તેના પ્યાલા ભરી ભરીને પાન કરતાં અમે પણ ચિદાનંદ એટલે આત્માનંદની મોજ માણી રહ્યાં છીએ. માટે જ પ્રભુના ધ્યાનમાં અમે મગ્ન બન્યા છીએ. રા ઇતને દિન – નાહિ પિછાન્યો, મેરો જન્મ ગમાયો અજાનમેં; અબ તો અધિકારી હોઈ બેઠે, પ્રભુ ગુણ અખય ખજાનમેં. ૨૦૩ સંક્ષેપાર્થ - આટલા દિવસ સુધી તો હે પ્રભુ! તારા સ્વરૂપની પિછાન એટલે ઓળખાણ થઈ નહીં. તેથી મારો જન્મ અજાન એટલે અજ્ઞાનદશામાં જ વ્યતીત થયો. પણ હવે સમ્યગ્દર્શન પ્રાપ્ત થવાથી પ્રભુના ગુણરૂપ અક્ષય ખજાનાને મેળવવા માટે અમને પણ અધિકાર પ્રાપ્ત થયો. તેનું કારણ પ્રભુના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન છે. all ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ! તુજ સમકિત દાનમેં; પ્રભુ ગુણ અનુભવકે ૨સ આગે, આવત નહિ કોઉ માનમેં. હ૦૪ સંક્ષેપાર્થ:- અનાદિકાળથી આત્મગુણો વગર હું દીન જ હતો. પણ હવે હે નાથ ! આપે આપેલ સમકિતના દાનથી મારું અનાદિનું યાચકપણું મટી ગયું. હવે પ્રભુના આત્મગુણોને અનુભવવામાં જે રસ આવે છે, તેના માનમાં એટલે તેની તુલનામાં જગતમાં કોઈ એવો બીજો રસ નથી કે જે આવી શકે. માટે અમે તો તે આત્માનુભવરસ માણવામાં જ મગ્ન રહેવા ઇચ્છીએ છીએ. (૧૨) શ્રી શાંતિનાથ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત તેર સ્તવનો (રામનારંગ). હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં; (ટેક) Page #129 -------------------------------------------------------------------------- ________________ (૧૪) શ્રી સંભવનાથ જિન સ્તવન ર૫૩ જિનહી પાયા તિનહી છિપાયા, ન કહે કોલકે કાનમેં; તાલી લાગી જબ અનુભવકી, તબ જાને કોઉ સાનમેં. હ૦૫ સંક્ષેપાર્થ:- જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે તે કોઈના કાનમાં કહેતા ફરતા નથી. પણ જ્યારે એ આત્મઅનુભવમાં તન્મય થાય છે ત્યારે કોઈ યોગ્ય જીવ સાનમાં એટલે તેમના મનવચનકાયાની ચેષ્ટાઓ વડે ઇશારાથી સમજી જાય છે; કે એ આત્મઅનુભવી પુરુષ છે. //પા પ્રભુગુણ અનુભવ ચંદ્રહાસ ન્ય, સો તો ન રહે મ્યાનમેં, વાચક યશ કહે મોહ મહા અરિ, જીત લિયો હે મેદાનમેં. હ૦૬. સંક્ષેપાર્થ :- પ્રભુના આત્મગુણોનો અનુભવ તે ચંદ્રહાસ એટલે દેદિપ્યમાન તલવાર જેવો છે કે જે યુદ્ધ સમયે મ્યાનમાં રહે નહીં. તેવી રીતે શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે મેં પણ અનુભવરૂપી તલવારવડે મોહરૂપી મહાન શત્રુને લડાઈના મેદાનમાં જીતી લીધો છે. તેથી અમે પણ શુદ્ધ સ્વરૂપી એવા પ્રભુના ધ્યાનમાં મગ્ન થયા છીએ, તન્મય થયા છીએ. કા. ૨૫૪ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ અભિલાષી બની ચકોર પક્ષીની જેમ તમારી સામું જ જોયા કરીશ. જ્યારે તમે દિગંદા કહેતા દિવસનો ઇન્દ્ર સૂર્ય છે તે સમાન થશો તો હું ચક્રવાક પક્ષી જેવો થઈ તમારા દર્શનનો જ ઇચ્છુક બની રાત્રિ ગમન કરીશ. આરા મધુકર પરિ મેં રણઝણું, જબ તુમ અરવિંદા; ભક્તિ કરું ખગપતિ પરે, જબ તુમ હી ગોવિંદા. મે૩ સંક્ષેપાર્થ:- તમે અરવિંદ એટલે કમળના ફુલ જેવા સુકોમળ બનશો તો હું પણ મધુકર એટલે ભમરા જેવો બની ગુણરસ મેળવવા સદા તમારા ઉપર રણઝણીશ અર્થાત્ ગુંજન કરતો ફર્યા કરીશ. તમે જો ગોવિંદ એટલે વિષ્ણુરૂપ બનશો તો હું પણ આપની સવારી માટે ગરૂડનું રૂપ ધારણ કરી સેવા ભક્તિમાં સદા હાજર રહીશ. /alી. તુમ જબ ગર્જિત ઘન ભયે, તબ મેં શિખિનંદા; તુમ સાયર જબ મેં તદા, સુરસરિતા અમદા. મે૦૪ સંક્ષેપાર્થ :- તમે જો ગર્જિત એટલે ગાજતા વાદળાનું રૂપ ધારણ કરશો તો હું શિખિનંદા એટલે મોરનું રૂપ ધારણ કરી આપના દર્શનવડે આનંદમાં નાચી ઊઠીશ. તમે જો સાયર એટલે સાગરરૂપ બનશો તો હું સુરસરિતા કહેતા ગંગા નદીની સમાન અમંદા એટલે તીવ્ર વેગવાળી બની આપની સાથે આવીને ભળી જઈશ; અર્થાત્ તમારા શુદ્ધસ્વરૂપ સાથે મળી જઈ અભેદતાને પામીશ. IIII દૂર કરો દાદા પાસજી ! ભવ દુઃખકા ફંદા; વાચકે જશ કહે દાસર્ક, દિયો પરમાનંદા. મેપ સંક્ષેપાર્થઃ- હે શ્રી પાર્શ્વનાથ દાદા ! હવે આ સંસારમાં રહેલ જન્મજરા મરણરૂપ દુઃખના ફંદને કહેતાં જાળને તોડી નાખી મારાથી તેને દૂર કરો. એમ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે તમારા આ દાસને હવે પરમ આત્માનંદ આપી કૃતાર્થ કરો. કેમકે મારા સાહેબ આપ શ્રી પાર્શ્વનાથ પ્રભુ જ છો. અન્ય કોઈનું મને શરણ નથી. /પા. (૧૩) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવના શ્રી યશોવિજયજીત તેર નવનો (વા-બિલાલ) મેરે સાહેબ તુમ હી હો, પ્રભુ પાસ જિગંદા! ખિજમતગાર ગરીબ હું, મેં તેરા બંદા. મે ૧ સંક્ષેપાર્થ:- હે જિનોમાં ઇન્દ્ર જેવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ ! મારા સાહેબ તો તમે જ છો. હું તમારો ખિજમતગાર એટલે સેવક છું, આત્મધનથી રહિત એવો ગરીબ છું તથા તમારી હમેશાં બંદગી કરવાવાલો બંદા છું. આપ સાહેબ સિવાય મારું મન બીજે ક્યાંય ચોટતું નથી. I૧ મેં ચકોર કરું ચાકરી, જબ તુમ હી ચંદા; ચક્રવાક મેં હુઈ રહું, જબ તુમ હી દિગંદા. મે૨ સંક્ષેપાર્થ :- જ્યારે તમે ચંદ્રમા જેવા થશો તો હું તમારી સેવાનો Page #130 -------------------------------------------------------------------------- ________________ (૧૪) શ્રી સંભવનાથ જિન સ્તવન ૨૫૫ છૂટક સ્તવનો (૧૪) શ્રી સંભવનાથ જિન સ્તવન શ્રી નયવિજયજી કૃત સ્તવન સાહિબ સાંભળો રે, સંભવ અરજ હમારી, ભવોભવ હુ ભમ્યો રે, ન લહી સેવા તુમારી; નરય નિગોદમાં રે, તિહાં હું બહુ ભવ ભમિયો; તુમ વિના દુઃખ સહ્યાં રે, અહોનિશ ક્રોધે ધમપમિયો, સા૦૧ સંક્ષેપાર્થ :— હે સંભવનાથ સાહિબ ! મારી એક અરજ એટલે વિનંતિ સાંભળો. ભવોભવ કહેતાં અનંતકાળથી હું આ ચારગતિરૂપ સંસારમાં ભમી રહ્યો છું, છતાં મેં ખરાભાવથી તમારી સેવા કરી નહીં; અર્થાત્ તમારી ભાવપૂર્વક આજ્ઞા ઉપાસી નહીં. નરય એટલે નરક તથા નિગોદમાં રહીને મેં ઘણા ભવ સુધી ભ્રમણ કર્યું. નિગોદમાં તો એક શ્વાસોચ્છ્વાસમાં ૧૮ વાર જન્મમરણ કર્યાં. તમારા શરણ વિના મેં આવા અનંત દુઃખ સહન કર્યાં. નરકમાં પણ અહોનિશ કહેતાં રાતદિવસ ક્રોધથી ધમીધમીને ખૂબ દુઃખ પામ્યો. માટે હે પ્રભુ ! હવે આ મારી વિનંતિને સાંભળી મારા સર્વ દુઃખનું નિવારણ કરો. ।।૧।। ઇન્દ્રિય વશ પડયો રે, પાલ્યાં વ્રત નવિ સુંસે, ત્રસ પણ નવિ ગણ્યા રે, થાવર હણિયા હુંશે; વ્રત ચિત્ત નવિ ધર્યા રે, બીજું સાચું ન બોલ્યું, પાપની ગોઠડી રે, તિહાં મેં હઇડલું જઈ ખોલ્યું. સા૨ સંક્ષેપાર્થ ઃ— સંસારમાં દેહ ધારણ કરીને પાંચ ઇન્દ્રિયોના વશમાં પડી વ્રતનું પાલન મેં સુસે કહેતા સારી રીતે કર્યું નહીં. તથા ત્રસકાય જીવોને બચાવવાનો ઉપયોગ રાખ્યો નહીં. તેમજ સ્થાવર એવા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયના જીવોને, વિષયકષાયને પોષવા અર્થે હોંશપૂર્વક હણ્યા. તેમની હિંસાને રોકવા માટે કોઈ પ્રકારના વ્રતને ચિત્તમાં ધારણ કર્યાં નહીં. તેમજ બીજું સત્ય પણ બોલ્યું નહીં. જૂઠમાં રાચનાર એવા પાપી જીવોની સાથે ગોઠડી કહેતા મિત્રતા કરી. તેમની પાસે જઈ મારા હઇડાની કહેતા હૃદયની બધી વાત ખુલ્લી કરી; પણ કોઈ સજ્જન પુરુષની સાથે મિત્રતા કરી નહીં. માટે ૨૫૬ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ હે સાહેબા ! હવે મારી વિનંતિને સાંભળી મને સત્ય માર્ગદર્શન આપો. રા ચોરી મેં કરી રે, ચવિહ અદત્ત ન ટાળ્યું, શ્રી જિનઆણશું રે, મેં નવિ સંજમ પાક્યું; મધુકર તણી પરે રે, શુદ્ધ ન આહાર ગવેખ્યો, રસન લાલચે રે, નીરસ પિંડ ઉવેખ્યો. સા૩ સંક્ષેપાર્થ – વળી ચોરીઓ કરીને ચવિહ્ન અદત્ત એટલે ચાર પ્રકારની ચોરી તે (૧) ચોરીની વસ્તુ લેવી. (૨) ચોરને સહાયતા આપવી. (૩) કૂંડા તોલમાપ કરવા. (૪) રાજ્ય વિરુદ્ધ કામ કરવું; એવા દોષોનો મેં ત્યાગ કર્યો નહીં. શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞાથી એટલે એમણે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે મેં સંયમનું પાલન ન કર્યું. મુનિએ, મધુકર એટલે ભમરાની જેમ થોડો થોડો એક એક ઘરથી આહાર લેવો જોઈએ. તેમજ ૪૨ દોષ રહિત શુદ્ધ આહાર છે કે નહીં તેની પૂરી ગવેષણા કહેતાં શોધ કરીને પછી આહાર લેવો જોઈએ. પણ તેમ કર્યું નહીં. તથા રસના એટલે જીભના સ્વાદના લાલચમાં પડી નીરસ એટલે રસ વગરના ભોજનપિંડને મેં ઉવેખ્યો કહેતાં તેની ઉપેક્ષા કરી પણ લીધો નહીં. હે નાથ ! એવા પાપ મેં કર્યાં છે. માટે હવે મારી વિનંતિને લક્ષમાં લઈ કંઈ મને માર્ગ સુઝાડો. II3|| નરભવ દોહિલો રે, પામી મોહ વશ પરિયો, પરસ્ત્રી દેખીને રે, મુજ મન તિહાં જઈ અડિયો; ક્રામ ન કો સર્યાં રે, પાપે પિંડ મેં ભરિયો, શુદ્ધ બુદ્ધ નવિ રહી રે, તેણે નવિ આતમ તરિયો. સાજ સંક્ષેપાર્થ :– દુર્લભ એવો મનુષ્યદેહ પામીને પણ મોહને વશ પડ્યો છું. પરસ્ત્રી દેખીને મારું મન ત્યાં જઈ અડિ ગયું, અર્થાત્ તેમાં આસક્ત થયું. તેમાં આસક્ત થવાથી કામ કંઈ સર્યા નહીં પણ પાપનો પિંડ મેં ભર્યો. તેથી મારી શુદ્ધ બુદ્ધિનો નાશ થયો. તે કારણથી મારો આત્મા આ સંસારથી તરી શક્યો નહીં. માટે હે સાહેબા ! મારી વિનંતિને સાંભળી હવે એવી પાપબુદ્ધિને નષ્ટ કરી મારો ઉદ્ધાર કરો. II૪।। લક્ષ્મીની લાલચે રે, મેં બહુ દીનતા દાખી, તોપણ નવિ મળી રે, મળી તો વિ રહી રાખી; Page #131 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ થઈ ગયા. હવે ભમતા ભમતા આપ જેવા વીતરાગ સાહિબનો ભેટો થયો. આપ વિના સંસારરૂપી અનાદિના દારિદ્રને ભાંગવા માટે બળવાન એવા બોધિરપણ કહેતાં બોધિરત્નને કોણ આપે. સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક્ઝારિત્ર એ બોધિરત્ન છે. તેને આપવા આપ જ સમર્થ છો. માટે હે સંભવનાથ પ્રભો ! આ રત્નત્રયને મેળવવા આપના ચરણકમળની મને જરૂર સેવા આપજો, અર્થાતુ હમેશાં હું આપની આજ્ઞા પ્રમાણે જ વર્તુ; એમ શ્રી નયવિજયજી મહારાજ વીનવે છે. તે આપ દેવાધિદેવા કહેતાં દેવોના પણ દેવ હોવાથી જરૂર આ અમારી વિનંતિને સાંભળી લક્ષમાં લેજો અને રત્નત્રય આપી અમને કૃતાર્થ કરજો. શા (૧૫) શ્રી સુમતિનાથ જિન સ્તવન ૨૫૭ જે જન અભિલખે રે, તે તો તેહથી નાસે, તૃણ સમ જે ગણે રે, તેહની નિત્ય રહે પાસે. સાપ સંક્ષેપાર્થ :- લક્ષ્મી એટલે ધન મેળવવાની લાલચે મેં બહુ દીનતા દાખવી. તો પણ તે લક્ષ્મી હાથ આવી નહીં. અને કદાચ મળી ગઈ તો પુણ્યના સંચય વગર તે મારી પાસે રહી શકી નહીં. જે લોકો લોભ કષાયથી તૃષ્ણાવશ લક્ષ્મીની ઘણી અભિલાષા રાખે છે, તેમનાથી તે લક્ષ્મી દૂર નાસતો ફરે છે; કેમકે તે તો પુણ્યશાળીની દાસી છે. પણ જે લક્ષ્મીનું અંતરમાં માહાત્મ ન રાખી તેણે તૃણ એટલે તણખલા સમાન ગણે છે, તેની પાસે તે નિત્ય નિવાસ કરીને રહે છે. માટે હે સાહેબ! લક્ષ્મીની તૃષ્ણાનો અંત આણી મારા અંતરની શુદ્ધિ કરો. //પા. ધનધન તે નરા રે, એહનો મોહ વિછોડી; વિષય નિવારીને રે, જેહને ધર્મમાં જોડી; અભક્ષ્ય તે મેં ભળ્યાં રે, રાત્રિ ભોજન કીધાં, વ્રત નવિ પાળિયાં રે, જેહવાં મૂળથી લીધાં. સા૦૬ સંક્ષેપાર્થ :- પુરુષોને ધન્ય છે ધન્ય છે કે જેણે એ લક્ષ્મીનો મોહ વિછોડી કહેતાં વિશેષ પ્રકારે લક્ષ્મીનો મોહ છોડી, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં પણ વાપરવાનું નિવારી, તે લક્ષ્મીને ધર્મમાં જોડી દીધી; અર્થાતુ ધર્મના ઉત્તમ કાય જ્ઞાનદાન, અભયદાન, આહારદાન, નિર્દોષ ઔષધદાનમાં અથવા ધર્મના સાત ક્ષેત્રના ઉપયોગમાં લગાડી તેને સાર્થક કરી. કંદ મૂળાદિ કે સાત અભક્ષ્યાદિને મેં ભખ્યા કહેતાં ભક્ષણ કર્યા, રાત્રિભોજન કીધા, તથા પંચ મહાવ્રત કે પંચ અણુવ્રત અથવા સપ્તવ્યસન ત્યાગવ્રત આદિ જેવા મૂળથી લીધા હતા તે પ્રમાણે મેં પાળ્યા નહીં. માટે હે સાહિબ! ફરી એવા દોષો થાય નહીં એવું દ્રઢત્વ આપી મારું કલ્યાણ કરો. કા. અનંત ભવ હું ભમ્યો રે, ભમતાં સાહિબ મળિયો, તુમ વિના કોણ દિયે રે, બોધિરયણ મુજ બળિયો; સંભવ આપજો રે, ચરણકમળ તુમ સેવા, નય એમ વીનવે રે, સુણજો દેવાધિદેવા. સા૭ સંક્ષેપાર્થ :- અનાદિકાળથી ભ્રમણ કરતાં આ સંસારમાં અનંતભવ (૧૫) શ્રી સુમતિ જિન સ્તવન શ્રી શાંતિવિજયજીવન જિન સ્તવન (શ-દીઠો ફવિધિ જિate, aખાશિ છે ભર્યા હો વાલ) રૂપ અનુપ નિહાળી, સુમતિ જિન તાહરું, હો લાલ સુમતિછાંડી ચપલ સ્વભાવ, ઠર્યું મન મારું; હો લાલ ઠર્યું. રૂપી સરૂપ ન હોત જો, જગ તુજ દીસતું હો લાલ. જગ તો કુણ ઉપર મન, કહો અમ હીસતું. હો લાલ કહો.૧ સંક્ષેપાર્થ:- હે સુમતિનાથ પ્રભુ! આપનું અનુપમ રૂપ નિહાળી એટલે ધારી ધારીને જોવાથી અનાદિના ચપલ સ્વભાવવાળું એવું મારું મન પણ ઠરી ગયું અર્થાત્ સ્થિરતા પામ્યું. પણ હે નાથ! જો આપનું સ્વરૂપ રૂપી ન હોત તો જગતના જીવો આપનું સ્વરૂપ જોવા ઇચ્છત, પણ કેવી રીતે તે દીસત એટલે જોઈ શકત. અને જોયા વગર કોના ઉપર અમારું મન હીસત એટલે હર્ષાયમાન થાત, ભક્તિમાન થાત. ||૧|| હીયા વિણ કિમ શુદ્ધ, સ્વભાવને ઇચ્છતા હો લાલ સ્વ. ઇચ્છા વિણ તુજ ભાવ, પ્રગટ કિમ પ્રીછતા; હો લાલ પ્રગટ પ્રીછયા વિણ કિમ ધ્યાન, દશામાંહિ લાવતા, હો લાલ દશા લાવ્યા વિણ રસ સ્વાદ, કહો કિમ પાવતા. હો લાલ કહો ૨ Page #132 -------------------------------------------------------------------------- ________________ (૧૬) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન ૨૫૯ સંક્ષેપાર્થ :– આપના પ્રત્યે ભક્તિ પ્રગટ્યા વિના અમે કેવી રીતે શુદ્ધ સ્વભાવની ઇચ્છા પણ કરત. ઇચ્છા થયા વિના આપના શુદ્ધ સ્વભાવની પ્રીછતા એટલે પહેચાણ અર્થાત્ ઓળખાણ પણ અમને કેવી રીતે થાત. આપના સ્વરૂપની ઓળખાણ થયા વિના, આપને ધ્યાન દશામાં કેવી રીતે લાવી શકત અર્થાત્ આપના સ્વરૂપનું ધ્યાન કેવી રીતે કરી શકત. અને આપના સ્વરૂપનું ધ્યાન કર્યા વિના આત્મઅનુભવના રસનો આસ્વાદ અમે કેવી રીતે પામી શકત. ।।૨।। ભક્તિ વિના નવિ મુક્તિ, હુવે કોઈ ભક્તને, હો લાલ હુવે રૂપી વિના તો તેહ, હુવે કોઈ વ્યક્તને; હો લાલ હુવે નવણ વિલેપન માળ, પ્રદીપ ને ધૂપણા હો લાલ પ્રદીપ નવ નવ ભૂષણ ભાલ, તિલક ને ખૂંપણા. હો લાલ તિલક૦૩ સંક્ષેપાર્થ :– પ્રભુની ભક્તિ વિના તો મુક્તિ કોઈ પણ ભક્તની થઈ શકે નહીં. અને તે પણ આપના રૂપી એટલે સાકારરૂપ વિના, કોઈપણ વ્યક્ત એટલે વ્યક્તિને મુક્તિ પ્રાપ્ત થવી સંભવતી નથી. પ્રભુ આપ મૂર્તિવંત છો તો ભક્ત આપનું નવણ એટલે આપનો અભિષેક કરીને, વિલેપન કે માળા પહેરાવીને, કે પ્રદીપ એટલે પ્રત્યક્ષ દીપકની જ્યોત પ્રગટાવીને કે ધૂપ કરીને, કે નવા નવા આભૂષણ પહેરાવીને કે ભાલ એટલે કપાળમાં તિલકને ખૂંપીને અર્થાત્ બરાબર ગોઠવીને પોતાના અંતરમાં આવા નિમિત્તોવડે ભક્તિભાવ પ્રગટાવી શકે છે અને નિર્દોષ આનંદ મેળવી શકે છે. નહીં તો સંસારી જીવને મુક્તિ પ્રાપ્ત થવી દુર્લભ થઈ જાત. IIII અમ સત્ પુણ્યને યોગે, તુમે રૂપી થયા, હો લાલ તુમેન્ અમૃત સમાણી વાણી, ધરમની કહી ગયા; હો લાલ ધરમની તેહ આલંબીને જીવ, ઘણાયે બૂઝિયા, હો લાલ ઘણાયે ભાવિ ભાવન જ્ઞાની, અમો પણ રીઝિયા હો લાલ અમોજ સંક્ષેપાર્થ :- અમાર સત્ એટલે સમ્યક્ પુણ્યના યોગે આપ રૂપી એટલે સાકાર પરમાત્મા થયા તથા અમૃત સમાન ધર્મની વાણી પ્રકાશી ગયા. તે વાણીનું આલંબન લઈને ઘણા જીવો બુઝ્યા એટલે બોધ પામ્યા. એવા જ્ઞાની પુરુષો પ્રત્યે ભક્તિભાવ ભાવીને અમે પણ રીઝિયા કહેતાં આનંદિત થયા છીએ. ॥૪॥ તે માટે તુજ પિંડ, ઘણા ગુણ કારણો, હો લાલ ઘણા ૨૬૦ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સેવ્યો ધ્યાયો હવે, મહા ભય વારણો; હો લાલ મહા શાન્તિવિજય બુધ શિષ્ય, કહે ભવિ કાજના, હો લાલ કહે પ્રભુનું પિંડસ્થ ધ્યાન, કરો થઈ એકમના હો લાલ કોમ્પ સંક્ષેપાર્થ :— તે માટે આપનો પિંડ કહેતાં આપના દેહની મૂર્તિ ઘણા ગુણનું કારણ છે. તેની ભાવથી સેવાપૂજા કે ઉપાસના કરવાથી, સંસારના જન્મ જરા મરણરૂપ મહાભયનું વા૨ણ કહેતા નિવારણ થાય છે. બુધ એટલે જ્ઞાની ભગવંતના શિષ્ય એવા શ્રી શાંતિવિજયજી મહારાજ કહે છે કે હે ભવ્યો ! તમારા આત્મકલ્યાણને અર્થે પ્રથમ પ્રભુનું પિંડસ્થ ધ્યાન અર્થાત્ પ્રભુના સાકાર સ્વરૂપમાં એકમના એટલે એક ચિત્તે જગતને ભૂલી જઈ, લીન થઈ આત્મસ્વરૂપને પામવાનો પ્રબળ પુરુષાર્થ કરો. કેમકે આવા પરમ પવિત્ર પરમાત્માનું સાકાર સ્વરૂપ પ્રાપ્ત થવું એ તમારા મહાભાગ્યનો ઉદય છે. અથવા પિંડસ્થ ધ્યાનનો પ્રકાર આદરવો. જેની પાંચ ધારણાઓ છે. (૧) પાર્થિવી ધારણા (૨) આગ્નેયી ધારણા (૩) મારુતિ ધારણા (૪) વારુણી ધારણા અને (૫) તત્ત્વરૂપી ધારણા. એ ધારણાઓનો ક્રમપૂર્વક અભ્યાસ કરી આત્માના ધ્યાન સુધી પહોંચવું. એનું વર્ણન ‘જ્ઞાનાર્ણવ’ નામના ગ્રંથમાં કરેલ છે. પા (૧૬) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન શ્રી ખિમાવિજયજીકૃત જિન સ્તવન (ભવિ તુમ વંદો રે સૂરીશ્વર ગચ્છરાયાએ દેશી) મોહન મુજરો લેજો રાજ, તુમ સેવામાં રહેશું, વામાનંદન જગદાનંદન, જેહ સુધારસ ખાણી; મુખ મટકે લોચનને લટકે, લોભાણી ઇંદ્રાણી. મો॰૧ સંક્ષેપાર્થ :– હે મનને મોહ પમાડનાર એવા મનમોહન શ્રી પાર્શ્વનાથ પ્રભુ! અમારો મુજરો કહેતા પ્રણામ સ્વીકારજો. આપ તો રાજ કહેતાં રાજ રાજેશ્વર છો. ત્રણેય લોકના રાજા, ઇન્દ્ર, ચક્રવર્તી કે નાગેન્દ્ર પણ આપના ચરણ Page #133 -------------------------------------------------------------------------- ________________ (૧૭) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન ૨૬૧ સેવે છે. માટે આપ તો રાજાઓના પણ રાજા હોવાથી રાજ રાજેશ્વર છો. માટે અમે પણ તમારી સેવામાં રહીશું અર્થાત્ તમારી જ આજ્ઞા ઉઠાવીશું. જે વામાં માતાના નંદન કહેતા પુત્ર છે. જગતના જીવોને નિર્દોષ આત્માનંદનો માર્ગ દર્શાવનાર છે. જેની વાણી તો સુધારસની ખાણ સમાન છે. જેના મુખના મટકાથી કહેતા પવિત્ર હાવભાવથી તથા લોચન કહેતા નેત્રકમળના લટકાથી અર્થાત્ તેની છટાથી દેવલોકમાં રહેનારી એવી ઇન્દ્રાણીને પણ તે રૂપ જોવાનો લોભ થયો. કારણ કે પ્રભુનું રૂપ તે દેવલોકના ઇન્દ્ર કરતાં પણ સવિશેષ છે. અમે પણ નિરંતર આપને જ જોયા કરીએ અને આપની સેવામાં જ રહીએ એવી હે પ્રભુ અમારા ઉપર પણ કૃપા કરો. ||૧|| ભવપટ્ટણ ચિહું દિશિ ચારે ગતિ, ચોરાશી લખ ચૌટા; ક્રોધ માન માયા લોભાદિક, ચોવટીઆ અતિ ખોટા. મો૨ સંક્ષેપાર્થ :- ભવપટ્ટણ કહેતાં સંસારરૂપી નગરની ચારે દિશાઓમાં ચારગતિરૂપ ચાર દરવાજાઓ છે. તે નગરમાં ચોરાશી લાખ જીવયોનીરૂપ ચૌટાઓ છે. તેમાં ક્રોધ, માન, માયા લોભાદિકરૂપ ચોવટીઆ કહેતાં પંચ લોગ અતિ ખોટા છે. માટે હે મનમોહન નાથ! અમારી વિનંતિ સ્વીકારજો. અમે પણ તમારી સેવામાં જ રહીશું. //રા | મિથ્યા મેતો કુમતિ પુરોહિત, મદનસેનાને તીરે; લાંચ લઈ લખ લોક સંતાપે, મોહ કંદર્પને જોરે. મો-૩ સંક્ષેપાર્થ:- સંસારરૂપી નગરમાં મિથ્યા એટલે જૂઠો એવો મેતો કહેતાં મહેતાજી છે, અને કુમતિરૂપી પુરોહિત છે. તે મદનસેનારૂપ વેશ્યાના તોરે એટલે આધારે લોકોમાં મોહરૂપ કંદર્પ એટલે કામદેવને જાગૃત કરી, લોકો પાસેથી લાંચ લેવા માટે ત્રિવિધતાપરૂપ ઉપાધિ કરાવીને સંતાપ આપે છે. માટે હે નાથ ! મને તમારી સેવા જ પ્રિય છે. તેવા અનાદિ નિગોદ તે બંદીખાનો, તૃષ્ણા તોપે રાખ્યો; સંજ્ઞા ચારે ચોકી મેલી, વેદ નપુસંક વાંકો. મો૦૪ સંક્ષેપાર્થ – સંસારમાં અનાદિ નિગોદ એટલે નિત્ય નિગોદરૂપ બંદીખાનું છે. તે જીવોની તૃષ્ણારૂપ તોપથી રહેલ છે અર્થાત્ તૃષ્ણાને લઈને જીવો તે બંદીખાનામાં પડ્યા છે. તે બંદીખાનાથી જીવ બહાર ન નીકળી શકે તે માટે ૨૬ર ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ત્યાં આહાર, ભય, મૈથુન અને પરિગ્રહરૂપ ચાર સંજ્ઞાઓની ચોકી ગોઠવેલ છે. ત્યાં રહેનારા નિગોદના જીવો બધા વાંકા એવા નપુંસક વેદવાળા છે. એવા દુઃખોમાંથી છૂટવા હે નાથ ! હું તો હવે તમારી સેવામાં જ રહેવા ઇચ્છું છું. //૪ll ભવસ્થિતિ કર્મવિવર લઈ નાઠો, પુણ્ય ઉદય પણ વાધ્યો; સ્થાવર વિકસેન્દ્રિયપણું ઓળંગી, પંચેન્દ્રિપણું લાધ્યો. મો૦૫ સંક્ષેપાર્થ:- હવે ભવસ્થિતિ પરિપક્વ થવાથી કર્મરૂપી વિવર એટલે દ્વારપાળે મને માર્ગ આપ્યો. જેથી હું પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયના સ્થાવર ભવો તથા બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય તેમજ ચાર ઇન્દ્રિયના ભવો ઓળંગીને બહાર નાઠો કહેતાં નીકળી આવ્યો. અને અકામ નિર્જરા કરતા પુણ્ય વધવાથી હવે મને પંચેન્દ્રિયપણું લાધ્યું, અર્થાત્ પ્રાપ્ત થયું છે. માટે હે મનમોહન સ્વામી ! મારી વિનતિને સ્વીકારી હવે મારો જરૂર ઉદ્ધાર કરો. //પા! માનવભવ આરજકુળ સદ્ગુરુ, વિમલબોધ મળ્યો મુજને; ક્રોધાદિક સહુ શત્રુ વિનાશી, તેણે ઓળખાવ્યો તુજને. મો૦૬ સંક્ષેપાર્થ :- આ મનુષ્યભવ, આર્યકુલ, સદ્ગુરુ ભગવંત તથા તેમનો વિમળ એટલે નિર્મળ બોધ મને મળ્યો છે. તેથી અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભાદિક શત્રુઓનો વિનાશ થવાથી તમારી ઓળખાણ મને થઈ છે. માટે હે પ્રભુ! હવે તમારી સેવામાં જ રહીશું. //ફા. પાટણમાંહે પરમદયાળુ, જગત વિભૂષણ ભેટ્યા; સત્તર બાણું શુભ પરિણામે, કર્મ કઠિન બળ મેઢ્યા. મો.૭. સંક્ષેપાર્થ – પાટણ નગર માંહે પરમ દયાળુ જગતના વિભૂષણ એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુનો મને ભેટો થયો. તેથી સત્તાસોને બાણુંમાં મારા હૃદયમાં શુભ પરિણામ ઊપજવાથી કઠીન એવા કમનું બળ મર્યે, અર્થાત્ મારા કર્મોની સ્થિતિ એક કોડાકોડી સાગરોપમના અંદરની થઈ. જેથી આપના પ્રત્યે મને દ્રઢ શ્રદ્ધા ઉત્પન્ન થઈ. - હે મનમોહન પાર્શ્વનાથ પ્રભુ! આ પામરની વિનતિને લક્ષમાં લેજો કે જેથી અમે સદા આપની સેવામાં જ રહીએ. ઉપરોક્ત સંસારનાં ભયંકર દુઃખોને જોઈ અમને હવે આપની સેવા એટલે આજ્ઞામાં જ રહેવાની પ્રબળ ઇચ્છા છે, તે હે નાથ સફળ થાઓ, સફળ થાઓ. શા Page #134 -------------------------------------------------------------------------- ________________ (૧૮) શ્રી ઋષભદેવ જિન સ્તવન ૨૬૩ સમકિત ગજ ઉપશમ અંબાડી, જ્ઞાન કટક બળ કીધું; ખિમાવિજય જિન ચરણરમણસુખ, રાજ પોતાનું લીધું. મો.૮ સંક્ષેપાર્થ:- સમકિતરૂપ ગજ એટલે હાથી ઉપર ઉપશમરૂપ અંબાડી મૂકીને જ્ઞાનકટક એટલે જ્ઞાનરૂપી સેનાના બળથી શ્રી ખિમાવિજયજી મહારાજ કહે છે કે મેં પ્રભુકૃપાએ જિનેશ્વર ભગવંતના ચરણમાં રમવાનું સુખ અર્થાત્ આત્મઅનુભવનું સુખ જે પોતાનું જ રાજ્ય હતું તે મેળવી લીધું; માટે હે નાથ! હવે આપને કદી ભૂલીશ નહીં, સદા આપની સેવામાં જ રહીશ. ૮ાા (૧૭) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન શ્રી માનવિજયજીકૃત જિન સ્તવન શ્રી પાસજી પ્રગટ પ્રભાવી, તુજ મૂરતિ મુજ મન ભાવી રે; મન મોહના જિનરાયા, સુર નર કિન્નર ગુણ ગાયા રે, મ જે દિનથી મૂરતિ દીઠી, તે દિનથી આપદા નીઠી રે. મ૦૧ સંક્ષેપાર્થઃ- શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ, વીતરાગપણાનો પ્રગટ પ્રભાવ બતાવનારી હોવાથી તે મારા મનને ઘણી જ ગમી ગઈ છે. મારા મનમોહક આ જિનરાજના તો સુર કહેતાં દેવતા, નર કહેતાં મનુષ્યો અને કિન્નર કહેતાં ભુવનપતિ દેવોનો એક પ્રકાર; એમ ઉદ્ધ, અધો અને તિર્યમ્ ત્રણેય લોકના જીવોએ જેના ગુણગાન કર્યા છે એવા હે નાથ! જે દિવસથી આપની મૂર્તિના દર્શન થયાં છે, તે દિવસથી મારી સઘળી આપદાઓ નષ્ટ થઈ ગઈ છે અર્થાત્ હું સર્વ પ્રકારે સુખને પામ્યો છું. ||૧| મટકાનું મુખ સુપ્રસન્ન, દેખત રીઝે ભવિ મન્ન રે; મ સમતા રસ કેરાં કચોળાં, નયણાં દીઠે રંગરોલા રે. મ૦૨ સંક્ષેપાર્થ :- અંતર આત્માનંદની છાયા જેના ઉપર છે એવું આપનું સુપ્રસન્ન મટકાનું મુખ જોઈને ભવ્યાત્માઓના મનને ઘણો જ આનંદ ઊપજે છે. આપના નેત્રો તો જાણે સમતારસ કેરા કચોળાં ન હોય એવા પ્રશાંતરસમાં ડૂબેલા છે. આવા પ્રશમરસમાં નિમગ્ન નયણા કહેતા નયનોને જોઈને અમારું મન આપના પ્રત્યે ભક્તિથી રંગરોલ કહેતા રંગાઈને તરબોળ થઈ ગયું છે. //રા ૨૬૪ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ હાથે ન ધરે હથિયારા, નહિ જપમાલાનો પ્રચારા રે; મ. ઉત્સગે ન ધરે વામાં, તેહથી ઊપજે સવિ કામા રે. મ૦૩ સંક્ષેપાર્થ :- હે મનમોહન જિનરાય !ખરેખર આપ વીતરાગ છો. તેનું પ્રમાણ આ છે કે દ્વેષનું ચિહ્ન એવું હથિયાર તે આપના હાથમાં ધારણ કરેલ નથી. અન્ય હરિહરાદિકનું મન વ્યગ્ર હોવાથી તેમણે હાથમાં શસ્ત્ર સાથે જપમાળા પણ ધારણ કરેલ છે; જ્યારે આપનું મન તો સ્થિર હોવાથી આપના હાથ જાપ કરવાની માળાથી રહિત છે. વળી રાગનું ચિહ્ન એવી વામા એટલે સ્ત્રીને બીજા કુદેવોએ પોતાના ઉસંગમાં ધારણ કરેલ છે, જેથી સર્વ પ્રકારની કામવાસનાની ઉત્પત્તિ થાય છે, અને મન અસ્થિર બની જાય છે. પણ આપની મૂર્તિ તો સર્વથા તેવા રાગના ચિહ્નોથી રહિત છે. ૩ ન કરે ગીત નૃત્યના ચાળા, એ તો પ્રત્યક્ષ નટના ખ્યાલા રે; મઠ ન બજાવે આપે વાજાં, ન ધરે વસ્ત્ર જીરણ સાજાં રે. મ૦૪ સંક્ષેપાર્થ :- અન્ય દેવોની જેમ આપ કદી ગીત કે નૃત્યના ચાળા કરતા નથી. એમ કરવું તે પ્રત્યક્ષ મોહ ઉપજાવનાર નાટક ભજવવા સમાન છે. આપ કદી કુદેવોની જેમ વાજાં વગાડતા નથી. અથવા જીર્ણ કે નવા વસ્ત્રને શરીર ઉપર ધારણ કરતા નથી. ૪] ઇમ મૂરતિ તુજ નિરુપાધિ, વીતરાગપણે કરી સાધી રે; મ. કહે માનવિજય ઉવઝાયા, મેં અવલંળ્યા તુજ પાયા રે. મ૦૫ સંક્ષેપાર્થ:- એમ આપની મૂર્તિ રાગદ્વેષના નિમિત્તરૂપ કાંતા કે હથિયાર વગેરેથી રહિત સાવ નિરુપાધિમય છે. કેમકે આપે આવી દશા વીતરાગપણાવડે સાધ્ય કરી છે. આપની વીતરાગતા જોઈને ઉપાધ્યાય શ્રી માનવિજયજી કહે છે કે મેં તો એક માત્ર આપના જ પાયા કહેતાં ચરણકમળનું અવલંબન ગ્રહણ કર્યું છે; કેમકે આપના જેવો દેવાધિદેવ બીજો કોઈ આ જગતમાં જડતો નથી. આપણા (૧૮) શ્રી ઋષભદેવ જિન સ્તવન શ્રી ખિમાવિજથજીત જિન નવના સમકિત દ્વાર ગભારે પેસતાંજી, પાપ પડલ ગયાં દૂર રે; Page #135 -------------------------------------------------------------------------- ________________ ૨૫ (૧૯) શ્રી પરમાત્માની સ્તવના મોહન મરુદેવીનો લાડણોજી, દીઠો મીઠો આનંદ પૂરે રે. સ૧ સંક્ષેપાર્થ:- સમકિતરૂપી ગભારાના દ્વારમાં પ્રવેશ કરતાં જ પાપના પડલ દૂર ખસી ગયાં. તેથી મનમોહન એવા મરૂદેવીના લાડલા શ્રી ઋષભદેવ પ્રભુના સ્વરૂપના દર્શન થયા; જે ઘણા જ મીઠા અને આનંદથી ભરપૂર છે. I/૧ આયુ વર્જિત સાતે કર્મનીજી, સાગર કોડાકોડી હીન રે; સ્થિતિ પઢમકરણે કરીજી, વીર્ય અપૂર્વ મોગર લીધ રે. સર સંક્ષેપાર્થ :- હવે સમકિતરૂપી ગભારાના દ્વાર ઉપર આવીને શું શું કર્યું તે જણાવે છે. પ્રથમ આયુષ્ય કર્મથી વર્જિત કહેતાં તે સિવાય બાકીના જ્ઞાનાવરણીયાદિ સાતે કર્મની સ્થિતિને એક કોડાકોડી સાગરથી હીન કરી દીધી. અર્થાત્ એક કોડાકોડી સાગરની અંદર અંદરની કરી દીધી. તેથી પઢમકરણ કહેતાં પ્રથમકરણ અર્થાતુ યથાપ્રવૃત્તિકરણની સ્થિતિને હું પામ્યો. પછી વીર્ય એટલે બળે કરીને અપૂર્વકરણમાં આવી અપૂર્વ ભાવરૂપ મોગર એટલે મુગરને હાથમાં લીધો. //રા. ભોગળ ભાંગી આદ્યકષાયનીજી, મિથ્યાત્વમોહની સાંકળ સાથ રે; દ્વાર ઉઘાડ્યા શમ સંવેગનાંજી, અનુભવ ભુવને બેઠો નાથ રે.સ૩ સંક્ષેપાર્થ :- અપૂર્વભાવરૂપ મુદ્ગર એટલે ઘણને હાથમાં લઈ આઘકષાય કહેતાં અનંતાનુબંધી કષાયરૂપ ભોગલ કહેતા અર્ગલાને તોડી નાખી. તેની સાથે મિથ્યાત્વ મોહનીય કર્મરૂપ સાંકળ પણ તૂટી ગઈ અને સમ સંવેગરૂપ એટલે માત્ર મોક્ષ અભિલાષરૂપ મુક્તિના દ્વાર ઊઘડી ગયા. તેથી ત્રીજા અનિવૃત્તિકરણમાં જીવ આવીને સમકિતના દ્વારમાં પ્રવેશી આત્મઅનુભવરૂપ ભુવનમાં જઈને મારો આત્મારૂપી નાથ બિરાજમાન થયો. lal તોરણ બાંધ્યું જીવદયા તણુંજી, સાથીયો પૂર્યો શ્રદ્ધા રૂપ રે; ધૂપઘટી પ્રભુગુણ અનુમોદનાજી, ધીગુણ મંગલ આઠ અનુપરે. સ૦૪ સંક્ષેપાર્થ:- હવે ચારિત્રમોહને નષ્ટ કરવા માટે તે સમકિતના દ્વારા ઉપર જીવદયારૂપ તોરણ બાંધ્યું, દ્રઢ શ્રદ્ધારૂપ સાથીયો પૂર્યો, પ્રભુના ગુણોની અનુમોદના કરવારૂપ ધૂપઘટા કરી, અને ધીગુણ અર્થાતુ ધી એટલે બુદ્ધિના આઠ ગુણ ખીલવવારૂપ અનુપમ અષ્ટ મંગલની પ્રભુ આગળ રચના કરી. બુદ્ધિના આઠ ગુણ (૧) સુશ્રુષા:-સાંભળવાની ઇચ્છા. (૨) શ્રવણઃસાંભળવામાં એકાગ્રતા. (૩) ગ્રહણ :- તેનો અર્થ સમજીને ગ્રહણ કરવો તે. ૨૬૬ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ (૪) ધારણ :- ગ્રહણ કરેલું સ્મૃતિમાં રાખવું. (૫) વિજ્ઞાન :- તે સંબંધી વિશેષ જ્ઞાન મેળવવું તે. (૬) ઉહા :- તે સંબંધી શંકા ઉપસ્થિત કરવી તે. (૭) અપોહ :- પોતાની કે પરની શંકાઓનું સમાધાન કરવું તે. (૮) તત્ત્વાભિનિવેશ:- જે તત્ત્વનિર્ણય થાય તેનું દૃઢ શ્રદ્ધાન કરવું તે. સંવર પાણી અંગ પખાલણેજી, કેસરચંદન ઉત્તમ ધ્યાન રે; આતમગુણરુચિ મૃગમદ મહમહેજી, પંચાચાર કુસુમ પ્રધાન રે. સપ સંક્ષેપાર્થ :- નવા કમોને આવતા રોકવા માટે સંવરરૂપ પાણી વડે પ્રભુના અંગનું પખાલણ કહેતાં પ્રક્ષાલન કર્યું. અને કેસર કે ચંદનની પૂજા કરવારૂપ પ્રભુનું ઉત્તમ ધ્યાન ધર્યું. આત્માના ગુણો પ્રગટાવવાની રુચિરૂપ મૃગમદ કહેતાં કસ્તુરીની સુગંધ ફેલાવી. તથા પ્રધાન એવા જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રોચાર, તપાચાર, વીર્યાચાર એ પંચ આચાર પાળવારૂપ કુસુમ કહેતાં ફૂલને પ્રભુ આગળ ધર્યા; અર્થાતુ સમકિત પ્રાપ્ત થવાથી ઉપરોક્ત પ્રકારે ચારિત્ર મોહનીયને દૂર કરવા પુરુષાર્થ કરવાની ભાવનાનો જન્મ થયો. //પા ભાવપૂજાએ પાવના આતમાજી, પૂજો પરમેશ્વર પુન્ય પવિત્ર રે; કારણજોગે કારજ નીપજે જી, ખિમાવિજય જિનઆગમ રીત ૨. સ૬ સંક્ષેપાર્થ :- આમ ભાવપૂજા વડે આત્માને પાવન કરીને, પરમેશ્વર એવા શ્રી ઋષભ જિનેશ્વરને હે ભવ્યો ! તમે પૂજો કે જેથી મોક્ષમાર્ગમાં ઉપયોગી એવા પુણ્યાનુબંધી પુણ્યની તમને પ્રાપ્તિ થાય. કેમકે કારણના યોગથી કાર્ય નીપજે છે. શ્રી ખિમાવિજયજી મહારાજ કહે છે કે સમકિત પ્રાપ્ત કરવાની જિન આગમની આ જ રીતિ છે. ઉપરોક્ત રીતિને આદરી સમ્યક્દર્શન પામી મનુષ્યજન્મને સાર્થક કરું એવી આપ પ્રભુ પ્રત્યે મારી પ્રાર્થના છે. Iકા (૧૯) શ્રી પરમાત્માની સ્તવના શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત જિન સ્તવન અરિહંત નમો ભગવંત નમો, પરમેશ્વર શ્રી જિનરાજ નમો, પ્રથમ જિનેશ્વર પ્રેમે પેખત, સિધ્યાં સઘળાં કાજ નમો. અ૧ સંક્ષેપાર્થ:- શ્રી અરિહંત પ્રભુને નમસ્કાર કરો, વીતરાગ ભગવંતને Page #136 -------------------------------------------------------------------------- ________________ (૨૦) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન ૨૬૩ પ્રણામ કરો અથવા પરમેશ્વર શ્રી જિનરાજને નમન કરો. પ્રથમ શ્રી વીતરાગ જિનેશ્વર પ્રભુને સાચા અંતઃકરણના પ્રેમપૂર્વક પેખત કહેતાં જોતાં, ભક્તના સઘળા કાજ સહજે સિદ્ધ થાય છે. |૧| પ્રભુ પારંગત પરમ મહોદય, અવિનાશી અકલંક નમો: અજર અમર અદ્ભુત અતિશય નિધિ, પ્રવચન જલધિ મયંક નમો. અ૦૨ સંક્ષેપાર્થ :- વીતરાગ પરમાત્મા તે સર્વ કલાઓમાં પારંગત કહેતાં પ્રવીણ છે, પરમ મહોદય કહેતાં જેને પ્રકૃષ્ણ મહાન શુભ કર્મનો ઉદય છે, અવિનાશી સ્વરૂપને પામેલા છે, કર્મકલંકથી સર્વથા રહિત હોવાથી એકલંક છે. તથા અજર અમર અને બાર અભુત અતિશયોની નિધિથી પરિપૂર્ણ છે. બાર અતિશયો - આઠ દેવકૃતે ચામર, ભામંડળ, સિંહાસન, ત્રણ છત્ર, દિવ્ય ધ્વનિ, પુષ્પવૃષ્ટિ, દેવદુંદુભિ, અશોકવૃક્ષ તથા ચાર અતિશય પ્રભુના પ્રતાપે :- જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય અને અપાયઅપગમ અતિશય. તેમજ પ્રવચન જલધિ એટલે આપના પ્રકૃષ્ટ વચનો તે જલધિ કહેતા સમુદ્ર જેવા અથાગ છે, તથા તે મયંક એટલે ચંદ્રમા જેવી શીતળતાને આપનાર છે. એવા સર્વ ગુણસંપન્ન પ્રભુને અમારા કોટીશઃ પ્રણામ હો. /રા તિહુયણ ભવિયણ જન મનવંછિય, પૂરણ દેવરસાલ નમો; લળી લળી પાય નમું હું ભાવે, કર જોડીને ત્રિકાળ નમો. અ૩ સંક્ષેપાર્થ:- તિહુયણ કહેતાં ત્રણ લોકના, ભવિયણ કહેતાં ભવ્યજીવોના મનોવાંછિત પૂર્ણ કરવાને માટે તમે દેવરસાલ એટલે દેવતરુ-કલ્પવૃક્ષ સમાન છો. જેથી હાથ જોડીને ત્રણે કાળ આપના ચરણમાં લળી લળી એટલે પડી પડીને ભાવપૂર્વક હું આપને નમસ્કાર કરું છું. Ila સિદ્ધ બુદ્ધ તું જગજન સજ્જન, નયનાનંદન દેવ નમો; સકલ સુરાસુર નરવર નાયક, સારે અહોનિશ સેવ નમો. અ૦૪ સંક્ષેપાર્થ :- તું સિદ્ધ છો, બુદ્ધ એટલે જ્ઞાની છો, તથા જગતમાં રહેતા સજ્જન પુરુષોના નયનને આનંદ આપનાર દેવ છો. સર્વ સુર કે અસુર, નરવર એટલે મનુષ્યલોકના રાજાઓના આપ નાયક કહેતાં નાથ હોવાથી, રાતદિવસ તેઓ તમારી સેવા અર્થાત્ આજ્ઞા ઉઠાવી રહ્યાં છે. જો ૨૬૮ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ તું તીર્થંકર સુખકર સાહિબ, તું નિષ્કારણ બંધુ નમો; શરણાગત ભવિને હિતવત્સલ, તું હી કૃપારસ સિંધુ નમો. અ૦૫ સંક્ષેપાર્થ:- તું ચતુર્વિધ સંઘરૂપ તીર્થને સ્થાપનાર હોવાથી તીર્થંકર છો, સર્વને સુખનો કરનાર હોવાથી સુખકર સાહિબ છો, તું કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર જગતના જીવોનો નિષ્કારણ બંધુ એટલે ભાઈ અથવા મિત્ર છો. શરણમાં આવેલા ભવિ જીવોનું હિત કરવામાં સદા વાત્સલ્યભાવ રાખનાર છો, તથા તું જ સર્વ જીવો પર કૃપારસ વરસાવનાર કૃપાનો સિંધુ એટલે સાગર છો. |પા. કેવળજ્ઞાનાદર્ભે દર્શિત, લોકાલોક સ્વભાવ નમો; નાશિત સકલ કલંક કલુષગણ, દુરિત ઉપદ્રવ ભાવ નમો. અ૦૬ સંક્ષેપાર્થ :- આપના કેવળજ્ઞાનરૂપ આદર્શ એટલે અરિસામાં સર્વ લોકાલોક દર્શિત એટલે દેખાઈ રહ્યો છે. એવા આપના આત્માના કેવળ શુદ્ધ સ્વભાવને મારો નમસ્કાર હો. આપને કેવળ શુદ્ધ સ્વભાવ સંપૂર્ણ પ્રગટવાથી આત્માને કલંક લગાડનાર કલુષગણ એટલે ઘાતકી પાપના સમૂહો નષ્ટ થઈ ગયા; તથા તે પાપના સમૂહોવડે ઉત્પન્ન થતાં દુરિત કહેતા ખોટા રાગદ્વેષના પરિણામરૂપ ઉપદ્રવો પણ નાશ પામી ગયા. Iકા. જગચિંતામણિ જગગુરુ, જગહિતકારક જગજનનાથ નમો; ઘોર અપાર મહોદધિ તારણ, તું શિવપુરનો સાથ નમો. અ૦૭ સંક્ષેપાર્થ:- હે નાથ! તું જગચિંતામણિ સમાન મનોવાંછિતને પૂરનાર છો, જગતગુરુ છો, જગત જીવોને હિત કરનાર છો, જગતના જીવોના નાથ છો, ઘોર અપાર એવા મહોદધિ કહેતાં મહાન સંસાર સમુદ્રથી તારણહાર છો. તથા તું શિવપુર કહેતાં મોક્ષનગરીએ જનારનો સાથ કહેતાં સાથીદાર અથવા ભોમિયારૂપે Page #137 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃકાળની ભાવનાનાં પદો પ્રાતઃકાળની ભાવનાના પદો તીન ભુવન ચૂડા રતન, સમ શ્રી જિનકે પાય, નમત પાઈએ આપ પદ, સબ વિધિ બંધ નશાય. અર્થ– ચૂડા એટલે મુકુટ અને રતન એટલે મણિ, ચૂડામણિ. મુકુટમાં જેમ મણિ રત્ન શોભે તેમ ત્રણે લોકમાં ભગવાનના ચરણકમળ તે ચૂડામણિ રત્ન સમ એટલે સમાન શોભાને પામે છે. તેને નમતાં પોતાના શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. અને જેથી સર્વ પ્રકારના કર્મબંધનો નાશ પામે છે. ‘સમ” નો બીજો અર્થ એમ પણ થઈ શકે છે કે સમતારૂપી શ્રી એટલે આત્મ લક્ષ્મી જેના ચરણમાં નિવાસ કરે છે, /૧૫ આશ્રવ ભાવ અભાવનેં, ભયે સ્વભાવ સ્વરૂપ; નમો સહજ આનંદમય, અચલિત અમલ અનુપ. અર્થ– મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, એ કમને આવવાના આઝવદ્વાર છે. એવા ભાવોનો અભાવ કરી પોતાના જ્ઞાનસ્વરૂપ આત્મસ્વભાવને જે પ્રાપ્ત થયા એવા સહજ આનંદમય ભગવાનને હું નમસ્કાર કરું છું, કે જે સ્વભાવથી અચલિત, અમલ એટલે નિર્મળ તથા અનુપમ છે. //રા. કરી અભાવ ભવભાવ સબ, સહજ ભાવ નિજ પાય; જય અપુનર્ભવ ભાવમય, ભયે પરમ શિવરાય. અર્થ- સર્વ પ્રકારના ભવભાવ એટલે રાગદ્વેષમય સંસારના ભાવોનો અભાવ કરી પોતાના સહજાત્મસ્વરૂપને પામી અપુનર્ભવ એટલે ફરી જન્મ લેવો ન પડે એવા શુદ્ધ-ભાવ વડે મોક્ષમાં જઈ બિરાજમાન થયા એવા ભગવાનને મારા નમસ્કાર હો. સા. કર્મ શાંતિકે અર્થી જિન, નમો શાંતિ કરતા; પ્રશમિત દુરિત સમૂહ સબ, મહાવીર જિન સાર. અર્થ– કર્મને શાંત કરવાના અર્થી એવા હે મુમુક્ષુ!તમે રાગદ્વેષ, અજ્ઞાનને જેણે જીત્યા એવા વીતરાગ જિનને નમસ્કાર કરો. જે ખરેખર આત્મશાંતિના આપનાર છે, તથા દુરિત એટલે ખોટા સર્વ પ્રકારના કર્મ સમૂહને પ્રશાંત કરનાર છે એવા શ્રી મહાવીર ભગવાન આ જગતમાં સારરૂપ ગણવા યોગ્ય છે. જો ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાઁ વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર. અર્થ-જેનામાં સમ્યજ્ઞાનનું બળ છે, જે સત્યરુષના બોધના આધારે વિચારરૂપ ધ્યાન કરે છે, જેના વૈરાગ્યમય ઉત્તમ વિચારો છે. એવા શુભ ભાવોથી ભાવિત આત્માઓ આ ભયંકર ભવસાગરમાં રહ્યા છતાં પણ તેના પારને પામે છે. પણ આત્મજાગૃતિનાં પદો આચાર્યશ્રી કુંદકુંદાચાર્ય ‘સમયસાર' ગ્રંથની ૧૪મી ગાથામાં શુદ્ધ નિશ્ચયનયથી આત્માનો કેવો શુદ્ધ સ્વભાવ છે તે દ્રષ્ટાંતથી નીચેની ગાથામાં જણાવે છે – અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ, અસંયુક્ત; જલ-કમળ, મૃત્તિકા, સમુદ્ર, સુવર્ણ, ઉદક ઉષ્ણ.” અર્થ- આ ગાથાની પહેલી લીટીમાં આત્માના શુદ્ધ સ્વભાવના પાંચ લક્ષણો જણાવે છે. અને બીજી લીટીમાં તે પાંચેય લક્ષણોના ક્રમપૂર્વક પાંચ દ્રષ્ટાંતો આપી તેની સ્પષ્ટતા કરે છે. તે આ પ્રમાણે : ૧. અબખપૃષ :- એટલે નિશ્ચયનયથી જોતાં આત્મા કર્મોથી અબદ્ધ એટલે બંધાયેલો નથી, અને અસ્કૃષ્ટ એટલે સ્પર્શાવેલો પણ નથી. કોની જેમ? તો કે જળ-કમળવતુ. જેમ જળમાં રહેલ કમળના મૂળને જોતાં તે જળથી સ્પર્શાવેલ છે પણ કમળના પાંદડાઓને જોતાં તે જળથી બંધાયેલ નથી કે સ્પર્શાવેલ નથી. તેમ આત્માને વ્યવહારનયથી જોતાં આત્મા કર્મ પુદ્ગલોથી બંધાયેલ અને સર્જાયેલ જણાય છે; પણ નિશ્ચયનયથી જોતાં આત્મા કમળના પાનની જેમ કર્મોથી બંધાયેલ નથી અને સ્પર્શાવેલ પણ નથી; અર્થાતુ આત્માના સ્વભાવમાં કદી કર્મ પ્રવેશ કરી શકે નહીં. તેથી મૂળ સ્વરૂપે જોતાં આત્મા અબદ્ધ અને અસ્કૃષ્ટ લક્ષણવાળો છે. ૨. અનન્ય :-એટલે આત્મા પોતાના સ્વભાવને મૂકી કદી પણ અન્ય દ્રવ્યરૂપે થતો નથી. તે કેવી રીતે ? તો કે કૃતિકા એટલે માટીની જેમ. માટી ઘડારૂપે પરિણમેલ આપણને દેખાય છે, પણ તે માટીને મૂળ સ્વરૂપે જોતાં તે પુદ્ગલ પરમાણુનો એક પિંડ છે. અને ઘડો તે પુદ્ગલ પરમાણુની એક પર્યાય એટલે અવસ્થા છે, હવે નિશ્ચયનયથી એટલે મૂળસ્વરૂપે જોતાં તે પુદ્ગલ પરમાણુ Page #138 -------------------------------------------------------------------------- ________________ આત્મજાગૃતિનાં પદો ૨૭૧ પોતાનો રૂપ, રસ, ગંધ, સ્પર્શવાળો સ્વભાવ છોડી ઘડા આદિ અન્ય પર્યાયરૂપે શાશ્વત રહે નહીં; અર્થાતુ પોતાના દ્રવ્યમાંજ અનન્યરૂપે શાશ્વત રહે. તેમ આત્મા પણ દેવ, નારકી, તિર્યંચ, મનુષ્ય આદિના પર્યાયરૂપે દેખાવા છતાં તે પોતાનો જ્ઞાન દર્શનમય ચૈતન્ય સ્વભાવ છોડી કદી પણ અનન્ય એટલે બીજા જડ દ્રવ્યરૂપે થાય નહીં; અર્થાતુ આત્મા ગમે તે ગતિમાં જાય પણ તે અન્યરૂપે થાય નહીં. માટે તે અનન્ય છે. ૩. નિયત :- એટલે નિશ્ચિત. સમુદ્રમાં પાણીની વધઘટ થયા છતાં પણ સમુદ્ર પોતાના મર્યાદારૂપ સ્વભાવને છોડતો નથી. તેમાં વડવાનલ નામનો અગ્નિ હોય છે. તેથી ગમે તેટલી નદીઓ તેમાં ભળવા છતાં તે પોતાના મર્યાદામય સ્વભાવને મૂક્યા વગર નિશ્ચિત રહે છે. નહીં તો તેના કિનારે રહેલા શહેરો ડૂબી જાય. તેમ આત્મા અનેક પર્યાય અવસ્થા પામી વૃદ્ધિ હાનિરૂપે દેખાવા છતાં પણ તેના અસંખ્યાત પ્રદેશ નિશ્ચિત રહે છે. જેમકે નિગોદમાં જાય ત્યારે આત્માના પ્રદેશો અત્યંત સંકોચાઈને રહે છે, એક પણ પ્રદેશ ઘટતો નથી, અને હાથીના પર્યાયમાં જાય તો આત્માના પ્રદેશો ફેલાઈને રહે છે; પણ તે પ્રદેશો વધતા નથી. માટે આત્માના પ્રદેશો નિયત એટલે નિશ્ચિત છે અર્થાત્ તેમાં કદી વધઘટ થતી નથી. ૪. અવિશેષ :- એટલે પદાર્થના ગુણો નિશ્ચયનયથી જોતાં જુદા જુદા નથી. જેમકે સુવર્ણ એટલે સોનામાં ચીકણાપણું, પીળાપણું અને ભારેપણું આદિ ગુણો રહેલા છે, તે ભેદથી જોતાં વિશેષપણે ભેદરૂપ ભાસે છે. પણ સોનાને દ્રવ્યરૂપે જોતાં બધા ગુણો સોનામાં જ સમાય છે, જુદા નથી. કારણ કે જો સોનાનું ચીકણાપણું, પીળાપણું કે ભારેપણું એ ગુણોને જુદા કરવામાં આવે તો પછી સોનાનું અસ્તિત્વ જ રહેતું નથી. વ્યવહારથી તેનું સ્વરૂપ સમજવા માટે તેના ગુણોને જુદા જુદા વિચારવામાં આવે છે; પણ મૂળસ્વરૂપે જોતાં તે ગુણો સોનાથી જુદા નથી પણ સાથે જ રહેલા છે. તેમ આત્માના જ્ઞાન, દર્શન આદિ અનેક ગુણોને, આત્મસ્વરૂપ સમજવા માટે વ્યવહારનયથી ભેદ પાડીને વિચારવામાં આવે છે; પણ નિશ્ચયનયથી જોતાં આત્માના બધા ગુણો આત્મામાં જ સમાયેલા છે. તે વિશેષપણે જુદા નથી પણ બધા ગુણો અવિશેષપણે સાથે જ રહેલા છે. ૫. સંયુક્ત :- એટલે પોતાનો સ્વભાવ મૂકી કોઈ દિવસ બીજામાં ૨૭૨ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ભળી જાય નહીં. તે જેમ ઉદક એટલે પાણી અને ઉષ્ણ એટલે ગરમ અર્થાત્ ઉકાળેલું ગરમ પાણી, અગ્નિના નિમિત્તથી જળ પણ અગ્નિ સમાન બની જઈ બીજાને બાળનાર થાય છે; પણ તે ઉષ્ણતા એ જળનો સ્વભાવ નથી તે તો અગ્નિનો સ્વભાવ છે. અગ્નિના સંયુક્તથી એટલે સંબંધથી તે શીતળ જળ પણ અગ્નિરૂપે ભાસે છે પણ તે પોતાનો સ્વભાવ મૂકી અગ્નિરૂપે થયેલ નથી. તે અગ્નિના સંબંધથી અલગ થયે ફરીથી જળ પોતાના શીતળ સ્વભાવમાં આવે છે. તેમ આત્મા કર્મના નિમિત્તથી રાગદ્વેષ મોહવાળો ભાસે છે, પણ જ્ઞાન દર્શન સ્વભાવવાળો આત્મા તે કદી કર્મરૂપ થાય નહીં. પણ તે આત્મા સત્યરુષના યોગે કમોની સંપૂર્ણ નિર્જરા કરી પોતાના શુદ્ધ શાંત સ્વભાવને પામે છે, માટે તે અસંયુક્ત છે. એવા અબદ્ધઅસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત લક્ષણવાળા પોતાના શુદ્ધ આત્માની, તેના ક્રમપૂર્વક આપેલ જળ-કમળ, મૃત્તિકા, સમુદ્ર, સુવર્ણ અને ઉદક ઉષ્ણના દ્રષ્ટાંતોથી સમજ મેળવી, પોતાના આત્માની સુદ્રઢપણે શ્રદ્ધા કરવી; જેથી આપણો આત્મા અનાદિના મિથ્યાત્વને હણી, સમ્યફ દર્શનને પામી, શાશ્વત સુખસ્વરૂપ એવા મોક્ષમાં જઈ સર્વ કાળને માટે બિરાજમાન થાય. ઉષ્ણ ઉદક જેવો રે આ સંસાર છે, તેમાં એક તત્ત્વ મોટું રે, સમજણ સાર છે. અર્થ– ઉષ્ણ એટલે ગરમ અને ઉદક એટલે પાણી. ચૂલા ઉપર તપેલીમાં ખદબદ ખદબદ થતાં ગરમ પાણી જેવો આ સંસાર છે. એમાં રહીને જીવ આધિ વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધ તાપાગ્નિથી સદા ઊકળ્યા કરે છે. છતાં એમાં એક મોટું તત્ત્વ એટલે સારભૂત વસ્તુ રહેલી છે, તે છે સાચી સમજણ. જે સફુરુષો દ્વારા મળે છે. પ.પૂ.પ્રભુશ્રીજી કહે છે કે “સમજણ એ જ સુખ છે અને અણસમજણ એ જ દુઃખ છે'. સાચી સમજણ એટલે સમ્યજ્ઞાન. જે સમ્યફ દર્શનનું કારણ બને છે. સમ્યગ્દર્શન વડે જીવ સમ્યક્ઝારિત્રને પામી મોક્ષને મેળવી લે છે. માટે સમ્યક્ સમજણ એ જ જગતમાં સારભૂત પદાર્થ ગણવા યોગ્ય છે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામેં કેલિ કરે; Page #139 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ છો. એવા આપ પ્રભુને મારા ભાવપૂર્વક નમસ્કાર હો. ના અશરણ શરણ નીરાગ નિરંજન, નિરુપાયિક જગદીશ નમો; બોધિ દિયો અનુપમ દાનેશ્વર, જ્ઞાનવિમળ સૂરીશ નમો. અ૦૮ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! તું અશરણને શરણરૂપ છો, નીરાગી છો, નિરંજન પરમાત્મા છો, સર્વ પ્રકારની ઉપાધિથી રહિત છો, જગદીશ્વર છો. તથા અનુપમ દાનેશ્વર હોવાથી અમને સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્રરૂપ રત્નત્રયનું દાન આપી કૃતાર્થ કરો. એમ શ્રી જ્ઞાનવિમળસૂરી પ્રણામ કરીને આપની સમક્ષ યાચના કરે છે તે ફળીભૂત થાઓ, ફળીભૂત થાઓ. ૮ આત્મજાગૃતિનાં પદો ૨૭૩ શુદ્ધતામેં સ્થિર વહે, અમૃતધારા વરસે. અર્થ:- આત્માની રાગદ્વેષરહિત શુદ્ધ દશાનો વિચાર કરતા પણ કર્મોની નિર્જરા થાય. એવા આત્માને ધ્યાને અર્થાત્ આત્માનું ધ્યાન કરે, ચિંતવન કરે. પછી તે શુદ્ધ આત્માને પામી તેમાં કેલિ એટલે રમણતા કરવાનો પ્રયાસ કરે તો તે નિર્વિકલ્પદશામય શુદ્ધ આત્મસ્વભાવમાં સ્થિર થઈ અમૃતની ધારા સમાન અનુભવ રસનો આસ્વાદ પામે, જે અનંત સુખરૂપ છે. એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે; થાય સગુરુનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીનો સંગ રે. અર્થ:- સાચી ભક્તિના બળે, જેને શુદ્ધ આત્મા પ્રાપ્ત છે એવા પરમકૃપાળુ પ્રભુના સ્વપ્નમાં પણ દર્શન થાય તો તેનું મન બીજા ભામે એટલે ભ્રમણામાં પડે નહીં. અને જો સાચા અંતઃકરણે જિજ્ઞાસાપૂર્વક એવા આત્મજ્ઞાની સદ્ગુરુનો લેશપણ સંગ પ્રસંગ બની આવે તો તેને સંસારી જીવોનો સંગ ગમે નહીં. હસતા રમતા પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુક્તાનંદનો નાથ વિહારી રે, સંતો જીવનદોરી અમારી રે. અર્થ:- હસતાં રમતાં અર્થાત્ પ્રત્યેક કામ કરતાં જો અંતરથી ‘સહજાત્મસ્વરૂપનું સ્મરણ કરતાં હરિ એવા પ્રભુને સદા સમીપ માની વર્ત, તો મારું આ જીવતર સફળપણાને પ્રાપ્ત થયું ગણાય. સંત મુક્તાનંદ કહે છે કે અમારો નાથ તો મહાત્મા શ્રીકૃષ્ણ બિહારી છે, અને સંતો! એ જ અમારી જીવનદોરી છે, અર્થાત્ પવિત્ર જીવન જીવવા માટે એ જ અમારે પરમ આધારરૂપ છે. (૨૦) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત જિન સ્તવન (શું કહું કથની મારી રાજ-એ રાગ) મુજને દાસ ગણી જે રાજ, પાર્થજી! અર્જ સુણીજે; અવસર આજ પૂરીજે રાજ, પાર્થજી ! અર્જ સુણીજે. વામાનંદન તું આનંદન, ચંદન શીતલ ભાવે; દુઃખનિકંદન ગુણે અભિનંદન, કીજે વંદન ભાવે રાજ.પા ૧ સંક્ષેપાર્થ :- હે સર્વ જિનોમાં રાજા સમાન શ્રી પાર્શ્વનાથ પ્રભુ! મને આપનો દાસ ગણીને મારી એક અર્જ એટલે વિનંતિને સાંભળો. હે રાજ રાજેશ્વર! આ અવસર આવ્યો છે તો મારી આશાને આપ પૂર્ણ કરો. તમે વામામાતાના નંદન છો, સર્વને આનંદ આપનાર છો. ભાવોમાં સર્વને ચંદન સમાન શીતળતા ઉપજાવનાર છો, ત્રિવિધ તાપ કે જન્મજરામરણના દુઃખનું નિકંદન કહેતાં જડમૂળથી તેને નષ્ટ કરનાર છો. અને ગુણથી જોતાં આપ અભિનંદન એટલે નમસ્કાર કરવા યોગ્ય છો. માટે હે ભવ્યો! સકળ વિશ્વના રાજા એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુની તમે ભાવપૂર્વક વંદના કરો. ૧| તુંહી જ સ્વામી અંતરજામી, મુજ મનનો વિસરામી; શિવગતિગામી તું નિષ્કામી, બીજા દેવ વિરામી રાજ. પા૦૨ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! તમે જ મારા સ્વામી છો, અંતર્યામી છો, મારા Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ ઉપકાર-મહિમા ૨૭૫ મનને વિશ્રાંતિનું સ્થાન પણ તમે જ છો, તમે શિવગતિમાં ગમન કરનાર છો, તમે નિષ્કામી છો, માટે બીજા કહેવાતા દેવોને મારા મનમાંથી વિરામ પમાડી દીધા છે, અર્થાત્ તેમના પ્રત્યે હવે મને કિંચિત્માત્ર પણ શ્રદ્ધા નહીં હોવાથી તેમને છોડી દીધા છે. રા મૂરતિ તારી મોહનગારી, પ્રાણ થકી પણ પ્યારી; હું બલિહારી વાર હજારી, મુજને આશ તુમ્હારી રાજ. પા૦૩ સંક્ષેપાર્થ ઃ— તારી મૂર્તિ એ જ મોહનગારી એટલે મને મોહ પમાડનારી છે. જે મને મારા પ્રાણ થકી પણ વિશેષ પ્યારી છે. હું આપના ઉપર હજારવાર બલિહારી જાઉં છું એટલે ન્યોછાવર થાઉં છું. હે પ્રભુ! આ જગતમાં એક માત્ર આપની જ મને આશા છે કે જે મને આ સંસારના દુઃખોથી છોડાવી શકે. IIII જે એકતારી કરે અતારી (?), લીજે તેહને તારી; પ્રીતિ વિચારી સેવક સારી, દીજે કેમ વિસારી રાજ, પા૪ સંક્ષેપાર્થ :– જે ભવ્યાત્મા આપની મૂર્તિના નિમિત્તે આપના શુદ્ધ સ્વરૂપનું એકતારી એટલે એક તારથી ધ્યાન કરે છે અને સંસારના પદાર્થોની સાથે અતાર બની જાય છે, અર્થાત્ તેમનો સંબંધ છોડી દે છે; તેને હે નાથ ! તું તારી દે છે. તો આ સેવકની પણ આપના પ્રત્યેની સઘળી પ્રીતિનો વિચાર કરવો જોઈએ; તેને આપ કેમ વિસારી દો છો. II૪ વિઘન વિડારી સ્વામી સંભારી, પ્રીતિ ખરી મેં ધારી; શંક નિવારી ભાવ વધારી, વા૨ી તુજ ચરણા૨ી ૨ાજ. પા૫ સંક્ષેપાર્થ :– હે પ્રભુ! મેં આપને સદા સંભારી, આપની આજ્ઞા ઉઠાવવામાં આવતા સર્વ વિઘ્નોને વિડારી કહેતાં દૂર કરીને, આપના પ્રત્યેની ખરી પ્રીતિ મેં ધારણ કરી છે. તથા સર્વ પ્રકારની શંકાનું નિવારણ કરીને સાચો ભાવ આપના પ્રત્યે વધારી, તારા ચરણમાં જ હું વારી જાઉં છું, ફીદા થાઉં છું; કેમકે અન્ય કોઈ પ્રત્યે હવે મને પ્રીતિભાવ રહ્યો નથી. ।।૫।। મિલ નર નારી બહુ પરિવારી, પૂજ રચે તુજ સારી; દેવચંદ્ર સાહિબ સુખદાઈ, પૂરો આશ અમારી રાજ. પા૬ સંક્ષેપાર્થ :— ઘણા નરનારીઓના પરિવારો મળી સુખશાંતિને અર્થે આપની સુંદર એવી પૂજા રચે છે. તેમ શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે હે સર્વને ૨૭૬ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સુખના કારણભૂત શ્રી પાર્શ્વનાથ સાહિબ ! અમારી પણ આશા પૂરી કરો. સંસાર સમુદ્રના ભયંકર દુઃખોથી પાર કરી અમારો ઉદ્ધાર કરો; એ જ એક આપના પ્રત્યે અમારી ભાવભીની અરજ છે; જે સ્વીકારી અમને કૃતાર્થ કરો. IIFI શ્રી સદ્ગુરુ ઉપકાર-મહિમા પ્રથમ નમું ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાન; જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ-અભિમાન. ૧ અર્થ :—ઉપકારની સર્વોત્કૃષ્ટતાને કારણે પ્રથમ શ્રી ગુરુરાજ પરમકૃપાળુદેવને હું ભાવભક્તિ સહિત નમસ્કાર કરું છું કે જેણે મને હું કોણ છું એવું આત્મા સંબંધીનું જ્ઞાન એટલે સમજણ આપી. જે સમજણના બળે હું શાસનનાયક ભગવાન મહાવીર પરમાત્માના મૂળમાર્ગને અથવા તેમના શુદ્ધાત્મસ્વરૂપને ઓળખી શક્યો; જેથી અનાદિકાળથી ચાલ્યું આવતું દેહ અભિમાન એટલે દેહ તે જ હું છું તે ટળી જઈ, દેહથી ભિન્ન એવો હું શુદ્ધ આત્મા છું તેનું મને ભાન થયું. તે કારણ ગુરુરાજને, પ્રણમું વારંવાર; કૃપા કરી મુજ ઉપરે, રાખો ચરણ મોઝાર. ૨ અર્થઃ–ઉપરોક્ત કારણને લીધે હું પરમોપકારી શ્રી ગુરુરાજ પ્રભુને વારંવાર પ્રણામ કરીને એક અરજ કરું છું કે હે પ્રભુ! મારા ઉપર અનંત કૃપા કરી મને આપના ચરણ મોઝાર એટલે ચરણકમળમાં રાખો અર્થાત્ સદૈવ આપની આજ્ઞામાં જ રહું એવી કૃપા કરો. આપની આજ્ઞા સદૈવ સહજાત્મસ્વરૂપમાં જ રહેવાની છે માટે તેમાં જ રહું, એમ કરો. પંચમ કાળે તું મળ્યો, આત્મરત્ન-દાતાર; કારજ સાર્યાં માહરાં, ભવ્ય જીવ હિતકાર. ૩ અર્થ :—આ હૂંડાઅવસર્પિણી કાળના પાંચમાં આરામાં સત્પુરુષનો યોગ થવો જ દુર્લભ છે; એવા ભયંકર કળિયુગમાં આત્મારૂપી અમૂલ્ય રત્નનું દાન Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ સ્તુતિ ૨૭૭ આપનાર એવા આપ પ્રભુનો મને ભેટો થવાથી મારા સર્વ કાર્ય સિદ્ધ થઈ ગયા એમ હું માનું છું. વળી આપનો ઉપદેશ તો જગતમાં રહેલા સર્વ ભવ્ય જીવોને માટે હિતકારક છે. પણ જે આપના પ્રત્યે શ્રદ્ધા રાખી તે પ્રમાણે વર્તશે તેના આત્માનું અવશ્ય કલ્યાણ થઈ જશે એમાં સંદેહ નથી. અહો! ઉપકાર તુમારડો, સંભારું દિનરાત; આવે નયણે નીર બહુ, સાંભળતાં અવદાત. ૪ અર્થ: આપના કરેલા અદ્ભૂત આશ્ચર્યકારક ઉપકારને જ્યારે જ્યારે હું દિવસે કે રાત્રે સ્મૃતિમાં લઉં છું ત્યારે મનમાં એમ થાય છે કે અહો! આપે અમારા ઉપર કેવી અનંત કપા કરી કે જેનો બદલો અમે કોઈ પણ રીતે વાળી શકીએ એમ નથી. અનાદિકાળથી ચોરાશી લાખ જીવયોનિમાં ભટકીને દુ:ખ પામતા એવા અમારા આત્માના એવદાત એટલે હકીકત આપના દ્વારા જાણીને ‘આવે નયણે નીર બહુ’ અમારા આંખમાં આંસુ આવી જાય છે અર્થાતુ અમારા હૃદયમાં ઘણું દુઃખ થાય છે કે અહો ! અજ્ઞાનવશ હું અનંતકાળથી આ ચતુર્ગતિરૂપ સંસારમાં જ રઝળું છું. શું મને કોઈ આ દુઃખથી મુક્ત કરનાર ન મળ્યો? અનંતકાળ હું આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત; દુષમ કાળે તું મળ્યો, રાજ નામ ભગવંત. ૫ અર્થ :- આ અનંત દુઃખમય સંસારમાં હું અનંતકાળથી આથડ્યો છતાં મને આ દુ:ખથી મુક્ત કરનાર કોઈ શુદ્ધ સંત એટલે શુદ્ધ સહજાત્મસ્વરૂપને પામેલા એવા આત્મજ્ઞાની સદ્ગુરુ ભગવંતનો મને ભેટો નહીં થયો. કોઈ ભવમાં થયો હશે તો મેં તેમને મારા ગુરુ તરીકે સ્વીકારી તેમની આજ્ઞા ઉપાસી ન હોય તેથી મારો ઉદ્ધાર થયો નહીં. પણ આ દુષમકાળમાં એટલે દુઃખે કરીને સત્ ધર્મની પ્રાપ્તિ થાય એવા ભયંકર કળિકાળમાં આપ શ્રીમદ્ રાજચંદ્ર નામના પ્રભુનો મને યોગ થયો એ મારા મહા મહાભાગ્યનો ઉદય થયો એમ માનું છું. રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ; જે જન જાણે ભેદ છે, તે કરશે ભવ છેદ, ૬ અર્થ:- રાજપ્રભુને ઘણા ગુરુ તરીકે માનનાર છે. તે પ્રભુની વીતરાગ મુદ્રાને જોઈ રાજ પ્રભુ, રાજ પ્રભુ કહે છે, તે પુણ્ય બાંધે છે, પણ કોઈ વિરલા ૨૩૮ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ પુરુષ, રાજ પ્રભુના કહેલા ભેદને એટલે રહસ્યને જાણે છે. રાજ પ્રભુનું અંતરંગ ચારિત્ર તો દેહથી ભિન્ન શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણતા છે. તે ભેદને જાણી, જે તે પ્રમાણે થવા અર્થે તેમની આજ્ઞા અનુસાર વર્તી સહજાત્મસ્વરૂપનું ધ્યાન સદા ધરશે, તે ભવ એટલે અનંત દુઃખમય સંસારનો અવશ્ય છેદ કરી જન્મજરામરણથી મુક્ત એવા મોક્ષપદને પામશે. અપૂર્વ વાણી તાહરી, અમૃત સરખી સાર; વળી તુજ મુદ્રા અપૂર્વ છે, ગુણગણ રત્ન ભંડાર. ૭ અર્થ:- હે પરમકૃપાળુદેવ! આપની વાણી અપૂર્વ છે, અર્થાત્ એવી વાણી પૂર્વે કદી સાંભળી નથી. જે અજ્ઞાનીની વાણી કરતાં પ્રત્યક્ષ જુદી પડે છે. આપની વાણી વિષયકષાયના ભાવોને શાંત કરનાર હોવાથી અમૃત સરખી મીઠી અને સારભૂત છે. વળી આપની પરમશાંત વીતરાગમુદ્રા પણ રત્નોના ભંડાર જેવા ગુણોના ગણ એટલે સમૂહને દર્શાવનાર હોવાથી અપૂર્વ છે. એવી વીતરાગ મુદ્રા પરમાત્મા સિવાય કોઈની પણ નહીં હોવાથી, અપૂર્વ છે. તુજ મુદ્રા તુજ વાણીને, આદરે સમ્યવંત; નહિ બીજાનો આશરો, એ ગુહ્ય જાણે સંત. ૮ અર્થ :- રાગનું ચિહ્ન સ્ત્રી અને દ્વેષનું ચિહ્ન શસ્ત્ર, એથી રહિત એવી આપની વીતરાગમુદ્રાને, અને મોહનિદ્રાથી જગાડનાર તથા આત્માર્થ પોષક એવી વીતરાગ વાણીને, કોઈ સમ્યવંત એટલે આપના પ્રત્યે જેને વૃઢ શ્રદ્ધા છે. તે જ આદરી શકે અર્થાતુ આપના કહેલા રહસ્યમય ભાવોને તે જ સમજીને, તે પ્રમાણે વર્તી શકે. બીજા તેના આશરે એટલે તેના આધારે, ગુરુનો આશ્રય ગ્રહણ કરીને વર્તી શકે નહીં. આ ગુહ્ય એટલે રહસ્યને સંત પુરુષો સારી રીતે જાણે છે. બાહ્ય ચરણ સુસંતનાં, ટાળે જનનાં પાપ; અંતરચારિત્ર ગુરુરાજનું, ભાંગે ભવ સંતાપ. ૯ અર્થ:- સમ્યવૃષ્ટિ સંત પુરુષોના બાહ્ય ચરણકમળની સેવા તે લોકોના પાપને ટાળી પુણ્યબંધનું કારણ થાય છે. પણ પરમકૃપા કરનાર એવા શ્રી ગુરુ રાજ પ્રભુના અંતર ચારિત્રને એટલે શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણતા કરવારૂપ અંતરંગ આત્મદશાને જાણી, તેમની ભક્તિ કરીને, તેમના ઉપદેશ અનુસાર Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુસ્તુતિ ૨૩૯ આજ્ઞા ઉઠાવીને, તે દશા સ્વયં પ્રાપ્ત કરવાનો જે પુરુષાર્થ કરશે તે ભવ્યાત્મા ભવ એટલે સંસારના સર્વ દુઃખરૂપ સંતાપને ભાંગી નાખી શાશ્વત સુખશાંતિરૂપ મોક્ષપદને પામશે; એ વાર્તા નિઃસંદેહ છે. શ્રી સદ્ગુરુ સ્તુતિ સદ્ગુરુ પદમેં સમાત હૈ, અહંતાદિ પદ સર્વ; તાતેં સદ્ગુરુ ચરણકૂં, ઉપાસો તજી ગર્વ. અર્થ :– સદ્ગુરુ ભગવંતના પદમાં એટલે જે સહજાત્મસ્વરૂપમય શુદ્ધ આત્મપદ પરમકૃપાળુ સદ્ગુરુ ભગવંતે પ્રાપ્ત કર્યું છે, તે જ શુદ્ધ આત્મપદ, અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને સાધુ ભગવંતે પ્રાપ્ત કર્યું છે. માટે સ્વરૂપ અપેક્ષાએ બધા સમાન હોવાથી અદ્વૈતાદિ સર્વ પદ એક સદ્ગુરુ ભગવંતની ઉપાસનામાં આવી જાય છે અર્થાત્ સમાય છે. ‘તાતેં’ એટલે તેથી સદ્ગુરુ પરમકૃપાળુ ભગવંતના ચરણકમળની, પોતાનો ગર્વ એટલે અહંકાર મૂકીને ઉપાસના કરો અર્થાત્ તેમની આજ્ઞાનું, ગર્વ મૂકી પરમ વિનયભાવે આરાધન કરો; તેમાં તમારું કલ્યાણ છે. સદ્ગુરુચરણં અશરણશરણં, ભ્રમ-આતપહર રવિ-શિકરણ; જયવંત યુગલપદ જયકરણં, મમ સદ્ગુરુચરણ સદા શરણું. ૧ અર્થ :– સદ્ગુરુના ચરણ એટલે એમની આજ્ઞા એ જ જગતમાં અશરણ એવા પ્રાણીને શરણરૂપ છે. એ વિના જગતના જન્મમરણના દુઃખથી સર્વકાળને માટે પ્રાણીને છોડાવવા કોઈ સમર્થ નથી. ભ્રમ એટલે ભ્રાંતિ=આત્મસ્રાંતિ= અજ્ઞાનરૂપી અંધકાર તેને હરવા માટે સદ્ગુરુના ચરણ તે રવિ એટલે સૂર્ય સમાન છે; અને આતપ એટલે આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ત્રિવિધ તાપાગ્નિને નાશ કરવા માટે સદ્ગુરુના ચરણ તે શશિકિરણ એટલે ચંદ્રમાના શીતલ કિરણ સમાન છે. એવા સદ્ગુરુ ભગવંતના યુગલપદ એટલે બેય ચરણકમલ કર્મરૂપી શત્રુઓને ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ૨૮૦ હણી વિજય પ્રાપ્ત કરાવનાર હોવાથી જયકરણ છે, તથા ત્રણેય કાળમાં સદ્ગુરુ ભગવંતના ચરણનું એટલે આજ્ઞાનું અસ્તિત્વ વિદ્યમાન હોવાથી તે સર્વકાળ જયવંત છે. એવા સદ્ગુરુ ભગવંતના ચરણ એટલે આજ્ઞાનું મને સદાકાળ શરણ રહો અર્થાત્ સદા તેમની આજ્ઞામાં જ રહું એવી આ પામરની આપ પ્રભુ પ્રત્યે પરમ પ્રાર્થના છે. ।।૧।। પદ સકલકુશલવલ્લી સમ વ્યાવો, પુષ્કર સંવર્તમેઘ ભાવો; સુરગો સમ પંચામૃત-ઝ૨ણં, મમ સદ્ગુરુચરણ સદા શરણું. ૨ અર્થસદ્ગુરુના ચરણ છે તે ‘સકલકુશલવલ્લી’ એટલે સર્વ પ્રકારે કુશલ એટલે કલ્યાણ કરવા માટે વલ્લી એટલે વેલ સમાન છે. માટે તેનું ધ્યાન કરો. વેલ જેમ આશ્રય પામી ઉપર ચઢે તેમ સદ્ગુરુનો આશ્રય પામીને જીવ મનુષ્ય દેવાદિ ભવોમાં આરાધના કરતો ઠેઠ મોક્ષ સુધી પહોંચી જાય છે. સદ્ગુરુના ચરણ પુષ્કરાવર્તમેઘ સમાન છે. પુષ્કરાવર્તમેઘ જેમ ધોધમાર વરસાદ વરસાવી પરમ શીતળતા આપે છે તેમ સદ્ગુરુના ચરણ એટલે તેમની આજ્ઞા ઉપાસવાથી અનાદિકાળની વિષય કષાયની બળતરા શમી જઈ આત્મામાં પરમ શીતળતા આવે છે. પુષ્કરાવર્તમેઘ ક્યારે વર્ષે છે ? તોકે ઉત્સર્પિણીકાળમાં જ્યારે છઠ્ઠો આરો પુરો થઈ પાંચમો આરો બેસવાનો થશે ત્યારે સાત દિવસ સુધી એકધારાએ આ વરસાદ વર્ષશે, જેથી છઠ્ઠા આરામાં જે મનુષ્યો સખત ગરમીના કારણે દિવસે ગુફામાંથી બહાર આવી શકતા નથી; તે આ વરસાદ વરસવાથી બધે ઠંડક થઈ જશે અને તે બહાર આવી શકશે. સુરગો એટલે દેવતાયી ગાય તે કામધેનુ છે. તે પંચામૃતને વરસાવનાર છે. તેમ શ્રી સદ્ગુરુ ભગવંત પંચામૃત સમાન વચનામૃત અથવા ઉપદેશામૃત વરસાવીને આત્માને અમર બનાવનાર છે. એવા સદ્ગુરુ ભગવંતના ચરણનું મને સદાય શરણ રહો. IIII પદ કલ્પ-કુંભ કામિત દાતા, ચિત્રાવલી ચિંતામણિ ખ્યાતા; પદ સંજીવિની હરે જ૨મ૨ણં, મમ સદ્ગુરુચરણ સદા શરણું. ૩ અર્થ :– સદ્ગુરુના ચરણ તે કલ્પકુંભ કહેતા કામકુંભ જેવા છે. તે Page #143 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ-ઉપકાર ૨૮૧ કામિતદાતા એટલે ઇચ્છિત વસ્તુને આપનાર છે. તેમ સગુરુના ચરણની ઉપાસના જીવને ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કરાવનાર છે; અર્થાત્ દેવ, મનુષ્યના ભવ કરાવી મોક્ષ આપનાર છે. વળી સદ્ગુરુના ચરણ તે ચિત્રાવલી સમાન છે. ચિત્રાવેલ જેના ઘરમાં હોય તેને ઘેર કોઈ વસ્તુની ખોટ પડે નહીં. તેમ સદ્ગુરુના ચરણનો જે આશ્રય કરે તેને ઘેર પુણ્યના બળે સર્વ પ્રકારે સુખ શાંતિ હોય અથવા સદ્ગુરુના ચરણ ચિંતામણિ રત્નની જેમ સર્વ વસ્તુને આપનાર છે. સદ્ગુરુના ચરણ સંજીવિની જડીબુટ્ટીની જેમ જરાવસ્થા અને મરણનો નાશ કરનાર છે. સદ્દગુરુ આજ્ઞાએ વર્તનાર જીવ જન્મજરામરણના સર્વ દુઃખોથી મુક્ત થાય છે. એવા સદ્ગુરુ ભગવંતના ચરણનું મને સદાય શરણ રહો. ||રા. પદ મંગલ કમલા-આવાસ, હરે દાસનાં આશપાશત્રાસ; ચંદન ચરણે ચિત્તવૃત્તિઠરણ, મમ સદ્ગુરુચરણ સદા શરણં. ૪ અર્થ :- સદ્ગુરુના ચરણ, મંગલ એટલે કલ્યાણકારી એવી કમલા કહેતા આત્મલક્ષ્મીને રહેવા માટે આવાસ એટલે ઘર સમાન છે. વળી તે ચરણ, સદ્ ગુરુના દાસ એટલે આશ્રિતના ‘આશપાશત્રા’ કહેતા આશારૂપી પોશ એટલે જાળથી ઉત્પન્ન થતા ત્રાસને હરનાર છે, અર્થાત્ સર્વ પ્રકારની ઇચ્છાઓથી ઉત્પન્ન થતા ત્રાસને શમાવનાર છે. સદ્ગુરુના ચરણ તે ચિત્તમાં ઊઠતી અનેક પ્રકારની મલિન વિકાર વૃત્તિઓને ઠારવા માટે શીતલ ચંદન સમાન છે. એવા મારા સદ્ગુરુ ભગવંતના ચરણનું મને સદાય શરણ રહો. ll૪|| દુસ્તર ભવ તરણ કાજ સાર્જ, પદ સફરી જહાજ અથવા પાજે; મહી મહીધરવત્ અભરાભરણું, મમ સદ્ગુરુચરણ સદા શરણં. ૫ અર્થ:- દુસ્તર એટલે દુઃખે તરી શકાય એવા સંસારને તરવા માટે સદ્ ગુરુના ચરણ તે “સાજં” એટલે સાધનરૂપ છે. તે કેવું સાધન છે? તોકે સફરી જહાજ જેવું કે જે કદી ડૂબે નહીં અથવા ‘પાજં” એટલે પુલ સમાન છે, કે જેના ઉપર ચાલીને સુખે પેલી પાર જઈ શકાય. ‘મહી’ એટલે પૃથ્વી સમાન આધાર આપનાર સદ્ગુરુના ચરણ છે. તેથી આશ્રય કરાય છે અથવા “મહીધરવતુ’ એટલે ગુણોમાં પર્વત જેવા મોટા હોવાથી તે પૂજનીય છે. તથા ‘અભરાભરણે” કહેતા ગરીબનું ભરણપોષણ કરનાર છે, ૨૮૨ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ અર્થાત્ આત્માર્થે સાવ ગરીબ એવા અમને આત્માર્થનું સાધન મંત્રદીક્ષા વિગેરે આપી આત્મપોષણ આપનાર છે. એવા સદ્ગુરુના ચરણનો મને સદા આશ્રય રહો. પા. સંસાર કાંતાર પાર કરવા, પદ સાર્થવાહ સમ ગુણ ગરવા; આશ્રિત શરણાપત્ર ઉદ્ધરણું, મમ સદ્ગુરુચરણ સદા શરણં. ૬ અર્થ :- સંસારરૂપી કાંતાર એટલે જંગલને પાર કરવા માટે આપના ચરણ તે સાર્થવાહ સમાન છે. સાર્થવાહ સાથે સુખે જંગલ પાર કરી શકાય. તેમ આપની આજ્ઞામાં રહી સુખે સંસારરૂપી જંગલ પાર કરી શકાય. કેમકે આપના ગુણ તે ગરવા એટલે મોટા છે. મોટા પુરુષો સાથે રહેવાથી સર્વ આપત્તિઓ દૂર થાય.આપ, આશ્રિત અથવા શરણે આવેલાનો ઉદ્ધાર કરો છો. માટે આપનું શરણ મને સદા રહો એ જ મારી અભિલાષા છે. કાાં શ્રીમદ્ સગુરુપદ પુનિત, મુમુક્ષુ-જનમન અમિત વિત્ત; ગંગાજલવતું મનમલ-હરણ, મમ સદ્ગુરુચરણ સદા શરણં. ૭ અર્થ :- શ્રીમદ્ સદ્ગુરુ ભગવંતના ચરણકમળ એ પરમ પુનિત એટલે પવિત્ર છે. તે મુમુક્ષુજનના મનને અમિત એટલે અમાપ વિત્ત એટલે ધન સમાન છે. જે ગંગાજલ સમાન મનના મેલને હરનાર છે. માટે આપના ચરણકમલનો મને સદાય આશ્રય રહો. ના પદકમલ અમલ મમ દિલકમલ,સંસ્થાપિત રહો અખંડ અચલ; રત્નત્રય હરે સર્વાવરણ, મમ સદ્ગુરુચરણ સદા શરણં. ૮ અર્થ :- આપ સદ્ગુરુ ભગવંતના ચરણકમલ તે અમલ કહેતા કર્મમળ રહિત હોવાથી મારા દિલરૂપી કમલ ઉપર સદા અખંડપણે, અચળપણે સંસ્થાપિત રહો એવી મારી પૂર્ણ કામના છે. સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રમય રત્નત્રય એ સર્વ કર્મના આવરણને હરવા સમર્થ છે, તે રત્નત્રય પ્રાપ્તિનું મૂળભૂત કારણ શ્રી સદ્ગુરુ ભગવંતના ચરણકમળ છે, માટે તે પવિત્ર ચરણકમળનું મને સદા શરણ રહો, એવી આપ પ્રભુ પ્રત્યે મારી ભાવભીની પ્રાર્થના છે. ll અનંત ચોવીશી જિન નમું, સિદ્ધ અનંતા ક્રોડ; જે મુનિવર મુક્ત ગયા, વંદું બન કર જોડ. Page #144 -------------------------------------------------------------------------- ________________ મંત્ર માહાત્મ્ય ૨૮૩ અર્થ :– ભૂતકાળમાં અનંત ચોવીશીમાં થયેલ અનંત જિનેશ્વરોને હું નમસ્કાર કરું છું. મોક્ષમાં બિરાજમાન અનંતા ક્રોડ સિદ્ધ ભગવંતોને હું પ્રણામ કરું છું. તથા જે મુનિવરો મોક્ષે પધાર્યા તે સર્વને હું બે હાથ જોડી વંદન કરું છું. આપના જેવી શાશ્વત સુખમય શાંતિ મને પ્રાપ્ત થાઓ એવી મારી શુભ ભાવના છે. તે આપના પસાયે સફળ થાઓ, સફળ થાઓ. ।।૯।। પ્રભુ-ઉપકાર કૌન ઉતા૨ે પાર, પ્રભુ બિન, કૌન ઉતા૨ે પાર ? ભવોદધિ અગમ અપાર, પ્રભુ બિન, કૌન ઉતા૨ે પાર ? અર્થ :- આ ચતુર્ગતિરૂપ સંસાર જન્મજરામૃત્યુ કે આધિવ્યાધિઉપાધિરૂપ અનંત દુઃખથી ભરેલો છે. ‘ત્યાં દુઃખ, દુઃખ ને દુઃખ છે. દુઃખનો એ સમુદ્ર છે.’ એવા દુઃખના સમુદ્રમાંથી મને કોણ પાર ઉતારે. એક પ્રભુ વિના બીજો મને કોણ પાર ઉતારી શકે ? કેમકે ભવ એટલે સંસાર અને ઉદધિ એટલે સમુદ્ર. તે અગમ એટલે અગમ્ય છે. ઉપરથી સપાટ દેખાવા છતાં અંદરથી જે ઘણો ઊંડો છે તથા અપાર છે અર્થાત્ ૩૪૩ ઘનરજ્જુ પ્રમાણ આ લોક છે. તેમાં મારો આત્મા અનાદિકાળથી ગોતાં ખાય છે. તેમાંથી એક પ્રભુ બિના બીજો મને કોણ પાર ઉતારી શકે ? કૃપા તિહારી તેં હમ પાયો, નામ મંત્ર આધાર. પ્રભુ નીકો તુમ ઉપદેશ દિયો હે, સબ સારનકો સાર. પ્રભુ અર્થ :– હે પ્રભુ ! ‘બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો’ અને તેમાં વળી ઘણા ઘણા પુણ્યના ઢગલા ભેગા થવાથી આપ પ્રભુની મારા ઉપર કૃપા થઈ. અને ભવસમુદ્રથી તરવા માટે આપનું નામ ‘સહજાત્મસ્વરૂપ’ છે, તે ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' જેવા અદ્ભુત મંત્રનો મને આધાર મળ્યો. કોઈ સમ્યક્ આધારના બળે ભવસાગર પાર ઊતરી શકાય છે. વળી નીકો એટલે મને આપે જે આત્મા સંબંધી શ્રેષ્ઠ ઉપદેશ આપ્યો છે તે તો સર્વ શાસ્ત્રના સારના પણ સારરૂપ છે. આપે ચૌદપૂર્વના સારરૂપ અમને આત્મસિદ્ધિ’ આપી. સર્વ આગમોના દોહનરૂપ ‘મોક્ષમાળા’ ગ્રંથ આપી અમારામાં આત્મધર્મની જિજ્ઞાસા ૨૮૪ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ આરતી જય જય આરતી સદ્ગુરુરાયા, શ્રીમદ્ રાજચંદ્ર નમું (તુજ) પાયા. જય૦ ૧ અર્થ :—જય હો જય હો! શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્ર પ્રભુનો સદા જય હો. તેમની ભાવભક્તિ સહિત પૂજા-બહુમાન કરવા અર્થે પંચ ઝળહળ જ્યોતિરૂપ દીવાઓથી હું આરતી ઉતારું છું. આરતી એટલે દુઃખ, પીડા. જગતના જીવો વિવિધ તાપાગ્નિથી સદા પીડિત છે, દુઃખી છે. હું તે દુઃખથી આપની કૃપાએ સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્રની નિર્મળતા વડે સર્વથા હું દુઃખથી મુક્ત થાઉ એ અભિલાષાએ કરી આપની ભક્તિપૂર્વક પંચ દિવ્ય જ્યોતથી આરતી ઉતારું છું. ।।૧।। પહેલી આરતી મિથ્યા ટાળે, સમ્યજ્ઞાન પ્રકાશ નિહાળે. જય૦ ૨ હવે આગળની ગાથામાં સમ્યક્દર્શનના કારણરૂપ સમ્યજ્ઞાનનું માહાત્મ્ય દર્શાવે છે ઃ અર્થ ઃ–પરમકૃપાળુ પ્રભુની પહેલી આરતી તે અમારા મિથ્યાત્વરૂપી મળને ટાળનાર છે. સર્વ પાપના મૂળરૂપ મિથ્યાત્વને દૂર કરવાનું કારણ સમ્યજ્ઞાન છે. એ સમ્યાન સદ્ગુરુના બોધથી પ્રકાશ પામે છે. માટે એવા સદ્ગુરુ ભગવંતનો વિશ્વમાં સદા જય હો જય હો. ॥૨॥ બીજી આરતી બીજ ચંદાતીતપણાને હવે આગળની ગાથામાં સમ્યજ્ઞાનનું ફળ સમ્યક્ચારિત્ર આવે છે તે જણાવે છે ઃ— ઉગાડે, પમાડે. જય૦ ૩ અર્થ :–ભગવાનને કરેલી બીજી દીવેટરૂપ આરતી તે સમ્યક્ત્તાનના બળે અમારા મનની દુઃખરૂપ આરતી એટલે પીડાને દૂર કરી સમ્યક્ચારિત્રરૂપ બીજની રોપણી કરનાર છે. જેથી મન દુઃખના કારણો એવા રાગ-દ્વેષ, માન-અપમાન, હર્ષ-શોક વગેરે દ્વંદ્વોથી આત્માને અતીત એટલે દૂર કરે છે. એવા સદ્ગુરુ ભગવંતનું સમ્યજ્ઞાન જગતમાં સદા જયવંત વર્તી, જયવંત વર્તો. III Page #145 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ૨૮૫ ત્રીજી આરતી ત્રિકરણ શુદ્ધિ, થાયે સહેજે નિર્મળ બુદ્ધિ. જય૦ ૪ અર્થ:-હવે ત્રીજી દીવાની નિર્મળ જ્યોતરૂપ આરતી તે ત્રિકરણ એટલે મનવચનકાયાની શુદ્ધિ કરે છે. મનવચનકાયા જ સર્વ કર્મ આવવાના દ્વાર છે. તે શુદ્ધ થતાં આત્મા પણ શુદ્ધ થતો જાય છે. II૪ો. ચોથી આરતી અનંત ચતુય, પરિણામે આપે પદ અવ્યય. જય૦ ૫ અર્થ:-ચોથી દીવાની જ્યોતરૂપ આરતી આત્માની શુદ્ધિ થવાથી ચારેય ઘાતીયાકર્મને નષ્ટ કરી અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતસુખ અને અનંતવીર્ય સ્વરૂપ ચતુષ્ટયની પ્રાપ્તિ કરાવે છે. તેના પરિણામે એટલે તેના ફળમાં આત્માનું અવ્યય એટલે કદી નાશ ન પામે એવું પોતાનું સંપૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ થાય છે અર્થાતુ કેવળજ્ઞાન પ્રગટે છે. માટે સર્વ સુખના કારણરૂપ એવા સદ્ગુરુ ભગવંતનો સદા જય હો જય હો પણ પંચમી આરતી પંચ સંવરથી, શુદ્ધ સ્વભાવ સહજ લહે અરથી. જય૦ ૬ અર્થ :–આ પાંચમી દીવાની જ્યોતરૂપ આરતી તે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગરૂપ પાંચ કર્મ આવવાના આસ્રવદ્વારોને દૂર કરવાથી આત્મા સહેજે પોતાના શુદ્ધ સ્વભાવરૂપ સહજ સુખાનંદને સર્વ કાળને માટે પામે છે. એવા અનંતસુખ પ્રાપ્તિના કારણરૂપ સદ્ગુરુ ભગવંતનો સદા જય હો જય હો. IIકા . શ્રીમદ્ સદ્ગુરુરાજ કૃપાએ, સત્ય મુમુક્ષુપણું પ્રગટાયે. જય૦ ૭ અર્થ :-શ્રીમદ્ સદ્ગુરુ ભગવંતની સાચા ભાવપૂર્વક આત્માર્થના લક્ષે આરતી ઉતારવાથી તેમની આજ્ઞાનું પાલન કરવાનો ભાવ ઊપજે છે. તેથી પરમકૃપાળુ પ્રભુની કૃપાને તે પાત્ર થાય છે. અને તેનામાં સત્ય મુમુક્ષુપણાના લક્ષણો જે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય વગેરે છે તે બધા ગુણો તેના આત્મામાં પ્રગટ થાય છે. માટે સર્વ પ્રકારના સુખના કારણરૂપ અથવા જન્મ જરા મરણના અનંતદુઃખને સર્વથા ટાળનાર એવા શ્રીમદ્ સદ્ગુરુ રાજપ્રભુનો જગતમાં સદા જય જયકાર હો, જયજયકાર હો. શા. ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ મંગલ દીવો. દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો, શ્રીમદ્ સદ્ગુરુ શાશ્વત જીવો. દીવો ૧ અર્થ:-સમ્યગ્દર્શનરૂપ દીવો તે માંગલિક એટલે આત્માને કલ્યાણકારક છે. દીવાની એક જ્યોતરૂપ સમ્યગ્દર્શન તે સર્વ દુઃખ ક્ષય કરવાનો મૂળભૂત ઉપાય છે. સમ્યક્દર્શનરૂપ એકડા વિનાનું બીજું સર્વ જ્ઞાન એકડા વિનાના મીંડા સમાન છે. [૧] સમ્યગુદર્શન નયન અજવાળે, કેવલ જ્ઞાન પ્રકાશ નિહાળે. દીવો ૨ અર્થ એ સમ્યગ્દર્શનરૂપ નયન અથવા સમ્યફષ્ટિ આત્મામાં અજવાળું કરે છે. એક ક્ષણમાત્રમાં આત્માની દેહમાં આત્મબુદ્ધિ અને પરમાં મારાપણાની બુદ્ધિને ફેરવી નાખી આત્મામાં આત્મબુદ્ધિ અને પરમાં પરબુદ્ધિ કરાવે છે. એ સમ્યક્ માન્યતા આત્મામાં પુરુષાર્થ જગાડી ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચાડે છે. એ કેવળજ્ઞાનના પ્રકાશવડે આખું વિશ્વ આત્મામાં નિહાળે છે અર્થાત્ જોવાની ઇચ્છા નથી છતાં બધું દેખાય છે. રા ભવભ્રમતિમિરનું મૂળ નસાવે, મોહ પતંગની ભસ્મ બનાવે. દીવો ૩. અર્થ: આખા સંસારમાં ભ્રમણ કરવાનું કારણ અજ્ઞાનરૂપ તિમિર એટલે અંધકાર છે. તેનું મૂળ દર્શનમોહ છે. તે પ્રથમ સદ્ગુરુના ઉપદેશવડે નાશ પામે છે. પછી ચારિત્રમોહરૂપ પતંગીયાનો નાશ થાય છે. જેમ પતંગીયુ દીવેટની જ્યોતથી આકર્ષાઈને બિચારું તેમાં પડી પડીને મરી જાય છે, તેમ સમ્યગ્દર્શનરૂપ દીવો પ્રગટ થવાથી તેના પ્રભાવે ચારિત્રમોહરૂપ પતંગીયા તેની જ્વાલામાં પડી પડીને ભસ્મ થઈ જાય છે. આવો સમકિતરૂપ દીવો તે ખરેખર આત્માને માટે મંગલિક દીવો છે. કા. પાત્ર મુમુક્ષુ ન નીચે રાખે, તપવે નહિ એ અચરિજ દાખે. દીવો ૪ અર્થ :–એવા સમ્યગ્દર્શનનું કારણ શ્રીમદ્ સદ્દગુરુ ભગવંત છે. તે પાત્ર Page #146 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ શ્રીમદ્ રાજચંદ્રના ભગવાન તીર્થંકર પ્રત્યેના ઉગારો. “મહાવીર સ્વામી ગૃહવાસમાં રહેતા છતાં પણ ત્યાગી જેવા હતા. હજારો વર્ષના સંયમી પણ જેવો વૈરાગ્ય રાખી શકે નહીં તેવો વૈરાગ્ય ભગવાનનો હતો. જ્યાં જ્યાં ભગવાન વર્તે છે, ત્યાં ત્યાં બધા પ્રકારના અર્થ પણ વર્તે છે. તેઓની વાણી ઉદય પ્રમાણે શાંતિપૂર્વક પરમાર્થ હેતુથી નીકળે છે, અર્થાત્ તેમની વાણી કલ્યાણ અર્થે જ છે. તેઓને જન્મથી મતિ, શ્રુત, અવધિ એ ત્રણ જ્ઞાન હતાં. તે પુરુષના ગુણગ્રામ કરતાં અનંતી નિર્જરા છે. જ્ઞાનીની વાત અગમ્ય છે. તેઓનો અભિપ્રાય જણાય નહીં. જ્ઞાનીપુરુષની ખરી ખૂબી એ છે કે તેમણે અનાદિથી નહીં ટળેલાં એવાં રાગદ્વેષ ને અજ્ઞાન તેને છેદી ભેદી નાખ્યાં છે. એ ભગવાનની અનંત કૃપા છે. તેને પચીસસો વર્ષ થયાં છતાં તેમનાં દયા આદિ હાલ વર્તે છે. એ તેમનો અનંતો ઉપકાર છે. જ્ઞાની આડંબર દેખાડવા અર્થે વ્યવહાર કરતા નથી. તેઓ સહજસ્વભાવે ઉદાસીનપણે વર્તે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૭૩૦) ૨૮૭ એટલે યોગ્યતાવાળા મુમુક્ષુને કદી નીચ ગતિમાં જવા ન દે. પણ સદા આત્માની વધતી દશામાં જ રાખે. આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ તાપથી કદી તપવે નહીં. તે સસુરુષના બોધબળે સદા આનંદમાં રહે છે. તેને જોઈ જગતવાસી જીવો આશ્ચર્ય પામે છે કે સકળ જગતના જીવો ત્રિવિધ તાપાગ્નિથી દુઃખી છે જ્યારે આ કેમ નહીં. આ બધો પ્રતાપ શ્રીમદ્ સદ્ગુરુ ભગવંતના બોધનો છે. માટે દીવારૂપે તેમનું અર્થ ઉતારી તેમની ભક્તિ કરું છું. //૪ કલિમલ સબ ઉત્પત્તિ જાયે, શ્રીમદ્ સદ્ગુરુ સદાય વરાયે. દીવો ૫ અર્થ :-કલિમલ એટલે પાપમળરૂપ ક્રોધ, માન, માયા, લોભ એ ચારે કષાયો જેથી નાશ પામે એવા શ્રીમદ્ સગુરુ ભગવંતને સદાય વરવા જેવું છે. અર્થાત્ એમનું જ શરણ લેવા યોગ્ય છે. કેમકે તે જગતમાં દીવારૂપે છે, જ્યારે બીજા બધાં અંધકારસ્વરૂપ છે. પા. શ્રોતા વક્તા ભક્ત સકલમેં,. શિવકર વૃદ્ધિ કરે મંગલમેં. દીવો ૬ અર્થ:-શ્રીમદ્ સદ્ગુરુ ભગવંત, સાચા ભાવે તત્ત્વને સાંભળનાર એવા શ્રોતા અથવા સસંબંધી સપુરુષના આધારે વ્યાખ્યાન કરનાર એવા વક્તા કે સાચા ભાવે ભક્તિ કરનાર એવા સકળ ભક્તોના હૃદયમાં શિવકર એટલે આત્માનો મોક્ષ કરનાર એવા માંગલિક સમ્યકુબોધની સદા વૃદ્ધિ કરે છે. માટે મોક્ષના મૂળભૂત કારણ એવા શ્રીમદ્ સદ્ગુરુ ભગવંત જગતમાં સદા જયવંત વત, જયવંત વત. કા. શ્રીમદ્ સેવક ભાવ પ્રભાવે, સેવક સેવ્ય અભેદ સ્વભાવે. દીવો ૭ અર્થ :-શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનો સાચો સેવક પોતાના ભાવ પ્રભાવે, સેવકપણું મૂકી દઈ પોતે જ સેવ્ય એટલે સેવવા યોગ્ય એવા પરમકૃપાળુ પ્રભુના શુદ્ધ સ્વભાવને પામી તેમની સાથે અભેદસ્વરૂપ બની જાય છે. એવા સમ્યફ દર્શનરૂપ દીવાને પ્રકાશનાર પ્રભુની દીવાની જ્યોતવડે પૂજા કરવી તે આત્માને સદૈવ માંગલિક અર્થાત્ કલ્યાણકારક છે. શા. સમવસરણથી ભગવાનની ઓળખાણ થાય એ બધી કડાકૂટ મૂકી દેવી. લાખ સમવસરણ હોય, પણ જ્ઞાન ન હોય તો કલ્યાણ થાય નહીં. જ્ઞાન હોય તો કલ્યાણ થાય. ભગવાન માણસ જેવા માણસ હતા. તેઓ ખાતા, પીતા, બેસતા, ઊઠતા; એવો ફેર નથી. ફેર બીજો જ છે. સમોવસરણાદિના પ્રસંગો લૌકિક ભાવના છે. ભગવાનનું સ્વરૂપ એવું નથી. ભગવાન સ્વરૂપ સાવ નિર્મળ આત્મા સંપૂર્ણ જ્ઞાન પ્રગટ્ય હોય છે તેવું છે. સંપૂર્ણ જ્ઞાન પ્રગટે તે જ ભગવાનનું સ્વરૂપ. વર્તમાનમાં ભગવાન હોત તો તમે માનત નહીં. ભગવાનનું માહાત્મ જ્ઞાન છે. ભગવાનના સ્વરૂપનું ચિંતવન કરવાથી આત્મા ભાનમાં આવે; પણ ભગવાનના દેહથી ભાન પ્રગટે નહીં. જેને સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટે તેને ભગવાન કહેવાય.” શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૭૨૨) ( શિક્ષાપાઠ ૮, સતુદેવતત્ત્વ ત્રણ તત્ત્વ આપણે અવશ્ય જાણવાં જોઈએ. જ્યાં સુધી તે તત્ત્વસંબંધી અજ્ઞાનતા હોય છે ત્યાં સુધી આત્મહિત નથી. એ ત્રણ તત્ત્વ તે સતુદેવ, સધર્મ, સગુરુ છે. આ પાઠમાં સદૈવસ્વરૂપ વિષે કંઈક કહું છું. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ જેઓને કૈવલ્યજ્ઞાન અને કૈવલ્યદર્શન પ્રાપ્ત થાય છે; કર્મના સમુદાય મહાગ્રતપોપધ્યાન વડે વિશોધન કરીને જેઓ બાળી નાંખે છે; જેઓએ ચંદ્ર અને શંખથી ઉજ્વળ એવું શુક્લધ્યાન પ્રાપ્ત કર્યું છે; ચક્રવર્તી રાજાધિરાજ કે રાજપુત્ર છતાં જેઓ સંસારને એકાંત અનંત શોકનું કારણ માનીને તેનો ત્યાગ કરે છે; કેવળ દયા, શાંતિ, ક્ષમા, નીરામિત્વ અને આત્મસમૃદ્ધિથી ત્રિવિધ તાપનો લય કરે છે; સંસારમાં મુખ્યતા ભોગવતા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર કર્મ ભસ્મીભૂત કરીને જેઓ સ્વસ્વરૂપથી વિહાર કરે છે; સર્વ કર્મના મૂળને જેઓ બાળી નાખે છે, કેવળ મોહિનીજનિત કર્મનો ત્યાગ કરી નિદ્રા જેવી તીવ્ર વસ્તુ એકાંત ટાળી જેઓ પાતળાં પડેલાં કર્મ રહ્યા સુધી ઉત્તમ શીલનું સેવન કરે છે; વિરાગતાથી કર્મગ્રીખથી અકળાતા પામર પ્રાણીઓને પરમ શાંતિ મળવા જેઓ શુદ્ધ બોધબીજનો મેઘધારાવાણીથી ઉપદેશ કરે છે; કોઈ પણ સમયે કિંચિત્ માત્ર પણ સંસારી વૈભવવિલાસનો સ્વખાંશ પણ જેને રહ્યો નથી; કર્મદળ ક્ષય કર્યો પ્રથમ શ્રીમુખવાણીથી જેઓ છાસ્થતા ગણી ઉપદેશ કરતા નથી; પાંચ પ્રકારના અંતરાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, શોક, મિથ્યાત્વ, અજ્ઞાન, અપ્રત્યાખ્યાન, રાગ, દ્વેષ, નિદ્રા અને કામ એ અઢાર દૂષણથી રહિત, સચ્ચિદાનંદ સ્વરૂપથી વિરાજમાન અને મહા ઉદ્યોતકર બાર ગુણ જેઓમાં પ્રગટે છે; જન્મ, મરણ અને અનંત સંસાર જેનો ગયો છે, તે સતુદેવ નિગ્રંથ આગમમાં કહ્યા છે. એ દોષરહિત શુદ્ધ આત્મસ્વરૂપને પામેલ હોવાથી પૂજનીય પરમેશ્વર કહેવાય છે. અઢાર દોષમાંનો એક પણ દોષ હોય ત્યાં સદેવનું સ્વરૂપ નથી. આ પરમતત્ત્વ ઉત્તમ સૂત્રોથી વિશેષ જાણવું અવશ્ય છે.” શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૬૩) ૨૯૦ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ કરવું પડે છે. પ્રહ–હમણાં પ્રવર્તે છે તે શાસન કોનું છે? ઉ૦–શ્રમણ ભગવાન મહાવીરનું. પ્ર–મહાવીર પહેલાં જૈનદર્શન હતું? | ઉ૦-હા. પ્ર–તે કોણે ઉત્પન્ન કર્યું હતું? ઉ–તે પહેલાંના તીર્થકરોએ. પ્ર–તેઓના અને મહાવીરના ઉપદેશમાં કંઈ ભિન્નતા ખરી કે? ઉ –તત્ત્વસ્વરૂપે એક જ. પાત્રને લઈને ઉપદેશ હોવાથી અને કંઈક કાળભેદ હોવાથી સામાન્ય મનુષ્યને ભિન્નતા લાગે ખરી; પરંતુ ન્યાયથી જોતાં એ ભિન્નતા નથી. પ્ર—એઓનો મુખ્ય ઉપદેશ શો છે ? ઉ૦–આત્માને તારો, આત્માની અનંત શક્તિઓનો પ્રકાશ કરો; એને કર્મરૂપ અનંત દુઃખથી મુક્ત કરો. પ્ર–એ માટે તેઓએ કયાં સાધનો દર્શાવ્યાં છે? ઉ૦–વ્યવહારનયથી, સતદેવ, સધર્મ અને સગુરુનું સ્વરૂપ જાણવું; સતુદેવના ગુણગ્રામ કરવા; ત્રિવિધ ધર્મ આચરવો અને નિગ્રંથ ગુરુથી ધર્મની ગમ્યતા પામવી. પ્રવત્રિવિધ ધર્મ કયો? ઉ–સમ્યજ્ઞાનરૂપ, સમ્યગદર્શનરૂપ અને સમ્યક્ઝારિત્રરૂપ. -શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૧૩૦) શિક્ષાપાઠ ૧૦૪. વિવિધ પ્રશ્નો–ભાગ ૩ “પ્ર–કેવલી અને તીર્થકર એ બન્નેમાં ફેર શો? ઉ૦–કેવલી અને તીર્થકર શક્તિમાં સમાન છે; પરંતુ તીર્થંકરે પૂર્વે તીર્થંકરનામકર્મ ઉપામ્યું છે; તેથી વિશેષમાં બાર ગુણ અને અનેક અતિશય પ્રાપ્ત કરે છે. પ્ર—તીર્થંકર પર્યટન કરીને શા માટે ઉપદેશ આપે છે ? એ તો નીરાગી છે. ઉ –તીર્થકર નામકર્મ જે પૂર્વે બાંધ્યું છે તે વેચવા માટે તેઓને અવશ્ય તેમ “સર્વ કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે. કેમકે જ્યાં રાગાદિ દોષનો સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવા યોગ્ય નિયમ ઘટે છે. શ્રી જિનને સર્વ કરતાં ઉત્કૃષ્ટ વીતરાગતા સંભવે છે; પ્રત્યક્ષ તેમના વચનનું પ્રમાણ છે માટે જે કોઈ પુરુષને જેટલે અંશે વીતરાગતા સંભવે છે, તેટલે અંશે તે પુરુષનું વાક્ય માન્યતાયોગ્ય છે. સાંખ્યાદિ દર્શને બંધમોક્ષની જે જે વ્યાખ્યા ઉપદેશી છે, તેથી બળવાન પ્રમાણસિદ્ધ વ્યાખ્યા શ્રી જિન વીતરાગે કહી છે, Page #148 -------------------------------------------------------------------------- ________________ 291 એમ જાણું છું.” શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૪૬૩) “બંધ, મોક્ષની યથાર્થ વ્યાખ્યા જે દર્શનને વિષે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે; અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકરદેવ છે.” શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૩૧૪) ર૯૨ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ જાણ્યો જાય એવો નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થકરના માર્ગબોધને નમસ્કાર કરીએ છીએ. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે, યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કર્યો છતે, પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેનો ઉદ્દેશ છે, તે તીર્થંકરનાં ઉદ્દેશવચનને નમસ્કાર કરીએ છીએ.” -શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૩૬૬) ભગવત્ તીર્થંકરના નિગ્રંથ, નિગ્રંથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સમકિત કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. તેમાંથી કંઈક જીવોને તીર્થકર સાચા પુરુષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેખા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થકરના આશ્રયથી અને નિશ્ચયથી સમકિત કહ્યું છે.” શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૫૯૯) “ગૌતમસ્વામી ચાર જ્ઞાનના ધર્તા હતા અને આનંદશ્રાવક પાસે ગયા હતા. આનંદશ્રાવકે કહ્યું “મને જ્ઞાન ઊપજયું છે.” ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું ના, ના. એટલું બધું હોય નહીં, માટે આપ ક્ષમાપના લો.' ત્યારે આનંદશ્રાવકે વિચાર્યું કે આ મારા ગુરુ છે, કદાચ આ વખતે ભૂલ ખાય છે, તોપણ ભૂલ ખાઓ છો એમ કહેવું યોગ્ય નથી; ગુરુ છે માટે શાંતિથી કહેવું યોગ્ય છે એમ ધારી આનંદશ્રાવકે કહ્યું કે ‘મહારાજ !સભૂત વચનનો મિચ્છા મિ દુક્કડં કે અસદ્ભુત વચનનો મિચ્છા મિ દુક્કડ?” ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું કે ‘અસભૂત વચનનો મિચ્છા મિ દુક્કડં.' ત્યારે આનંદશ્રાવકે કહ્યું : “મહારાજ ! હું મિચ્છા મિ દુક્કડ લેવાને યોગ્ય નથી.’ એટલે ગૌતમસ્વામી ચાલ્યા ગયા, અને જઈને મહાવીરસ્વામીને પૂછ્યું. (ગૌતમસ્વામી તેનું સમાધાન કરે તેવા હતા, પણ છતે ગુરુએ તેમ કરે નહીં જેથી મહાવીર સ્વામી પાસે જઈ હકીકત કહી.) મહાવીરસ્વામીએ કહ્યું, “હે ગૌતમ ! હા, આનંદ દેખે છે એમ જ છે, અને તમારી ભૂલ છે, માટે તમે આનંદ પાસે જઈ ક્ષમાપના લો.’ ‘તહતુ’ કહી ગૌતમસ્વામી ક્ષમાવવા ગયા.” શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૬૯૨) શ્રીમાન મહાવીર સ્વામી જેવાએ અપ્રસિદ્ધ પદ રાખી ગૃહવાસ વેદ્યોગૃહવાસથી નિવૃત્ત થયે પણ સાડાબાર વર્ષ જેવા દીર્ઘ કાળ સુધી મૌન આચર્યું. નિદ્રા તજી વિષમ પરિષહ સહ્યા એનો હેતુ શો? અને આ જીવ આમ વર્તે છે, તથા આમ કહે છે તેનો હેતુ શો? જે પુરુષ સદ્ગુરુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મસ્વરૂપનો નિર્ધાર કરે તે માત્ર પોતાના સ્વચ્છંદના ઉદયને વેદે છે, એમ વિચારવું ઘટે છે. જે જીવ સત્પરુષના ગુણનો વિચાર ન કરે, અને પોતાની કલ્પનાના આશ્રયે વર્તે તે જીવ સહજમાત્રમાં ભાવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે, કેમકે અમર થવાને માટે ઝેર પીએ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૮૦૩) “જે તીર્થંકરદેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીર્થકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાએ ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં સપુરુષને વિષે જેનાં વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ છીએ. ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના “અહો ! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગઅહો!તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવ : અહો! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીતિ કરાવ્યો એવા પરમકૃપાળુ સદ્ગુરુદેવ– આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તા, જયવંત વત.” (વ.પૃ.૮૩૦)