SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૨૭૯ ૨૫-પુણ્યાનુબંધિપુણ્ય અષ્ટક (=મોક્ષ) જ સર્વજીવોને આદરવા લાયક છે. કારણ કે સિદ્ધિમાં જન્મ, જરા, મરણ, ઇષ્ટવિયોગ, અનિષ્ટસંયોગ, સુધા, પિપાસા, કે બીજા પણ ઠંડી-ગરમી વગેરે દુઃખો નથી. જન્મ–ઉત્પત્તિ, જરા–ઉંમરની હાનિ, અર્થાત્ વૃદ્ધાવસ્થા, મરણ=પ્રાણ નો ત્યાગ. કોઇ વસ્તુ ઇષ્ટ ન હોવાથી ઇષ્ટનો વિયોગ નથી, કોઇ વસ્તુ અનિષ્ટ ન હોવાથી અનિષ્ટનો સંયોગ નથી. સુધા=ખાવાની ઇચ્છા. પિપાસા=પીવાની ઇચ્છા. સિદ્ધિમાં જીવો સર્વથા પરતંત્રતાથી રહિત રહે છે. સિદ્ધિમાં જીવો અશુભરાગાદિથી રહિત શાંત, શિવ અને અવ્યાબાધ હોય છે. શક્તિથી ક્રોધાદિ ન હોવાથી શાંત, કોઇ ઉપદ્રવો ન હોવાથી શિવ અને કોઇ ક્રિયા ન હોવાથી અવ્યાબાધ હોય છે. (૧૧) સંસાર જન્મ આદિના સ્વરૂપવાળો હોવાથી સિદ્ધિથી વિપરીત છે=સર્વ ઉપદ્રવોનું સ્થાન છે. કહ્યું છે કે-“વૃદ્ધાવસ્થા, મરણ, દરિદ્રતા અને રોગો દૂર રહો, ફરી ફરી જન્મવું પણ વીરપુરુષને શરમ ઉત્પન્ન કરે છે. એમ હું માનું છું.” આથી જ ગ્રંથકાર કહે છે કે-સંસાર અસ્થિર સ્વભાવવાળો છે. આ સંસારમાં પર્યાયથી=પર્યાય બદલાતાં સુખી પણ દુઃખી બને છે, અને પર્યાયથી જ વિદ્યમાન પણ વસ્તુ અવિદ્યમાન બને છે. બધી જંજાળ સ્થિર ન હોવાથી સ્વપ્નતુલ્ય છે. (૧૨) આથી સંસારના રાગથી સર્યું. (૧૩) મારા ઉપર અનુગ્રહ કરો. (૧૪) કેવી રીતે મારા ઉપર અનુગ્રહ કરો તે કહે છે-આ સંસારનો નાશ કરવા તમે પ્રયત્ન કરો. (૧૫) હું પણ તમારી અનુમતિથી સંસારનો નાશ કરું. (૧૬) હું શા માટે સંસારનો નાશ કરે તે કહે છે-હું સંસારમાં આવનારા જન્મ-મરણથી કંટાળી ગયો છું. (૧૭) માતા-પિતા આદિ ગુરુઓના પ્રભાવથી સંસારનાશરૂપ મારું વાંછિત સિદ્ધ થશે. (૧૮) આ પ્રમાણે પત્ની વગેરે બીજાઓને પણ ઉચિત વચનો કહીને પ્રતિબોધ પમાડે. (૧૯) પછી માતા-પિતાદિની સાથે ચારિત્રધર્મનું પાલન કરે. (૨૦) ઉચિત કર્તવ્યને કરે. કેવી રીતે કરે તે કહે છે-સદા આલોક-પરલોકની આશંસાથી રહિત બનીને કરે. (૨૧) આ પ્રમાણે વીતરાગનું વચન છે. ' માતા પિતાની આજીવિકાની વ્યવસ્થા કરીને દીક્ષા લે. તેવા કર્મપરિણામના કારણે માતાપિતાદિ પ્રતિબોધ ન પામે તો વશક્તિ અને સ્વબુદ્ધિ પ્રમાણે આયઉપાયથી શુદ્ધ એવું નિર્વાહનું ધનસમૂહ વગેરે સાધન કરી આપવું. આય– તેનાથી ( દીક્ષાર્થીથી) જે અન્ય માણસ તેનાથી ધનસમૂહ વગેરેની ઉત્પત્તિને આય કહેવાય. (જેમકે-અન્ય ઉદાર માણસ તેના મા-બાપના જીવન નિર્વાહ માટે લાખ-બે લાખ રૂપિયા આપે.) ઉપાય પોતાની પાસે રહેલી મૂડી વગેરેથી વ્યાજ વગેરેની આવક તે ઉપાય છે. કારણ કે આ કૃતજ્ઞતા જ છે, લોકમાં શાસન પ્રભાવનાનું કારણ એવી કરુણા છે. ત્યાર બાદ માતા-પિતા આદિથી રજા અપાયેલો તે ચારિત્રધર્મનો સ્વીકાર કરે. માતાપિતા રજા ન આપે તો માયા-કપટ કરીને દીક્ષા લે. આ પ્રમાણે નિર્વાહનું સાધન કરવા છતાં અનુજ્ઞા ન આપે તો અંદરથી કપટભાવ વિના પણ બહારથી માયાવી બને. કહ્યું છે કે-“ભાવથી માયારહિત જ તે જ્યાં ક્યાંક સવ-પરના અનુબંધવાળા હિતનો ઉદય ટીકામાં રહેલા રોપવારજૂ એ પદોનો અર્થ આ પ્રમાણે છે-પરોપતાપ નિવારણ કાર્ય છે, અને ધનસમૂહ તેનું કારણ છે. ધનસમૂહ કારણમાં પરોપતાપ નિવારણરૂપ કાર્યનો ઉપચાર કરવાથી ધનસમૂહને પણ પરોપતાપ નિવારણ કહેવાય. ૧. ટકા
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy