________________
૧૭
જેમનું કહેલું વચન ન સમજાય તેમના માટે શિષ્ય બનવું” એવી પ્રતિજ્ઞા સ્વીકારી હતી. આવી ભીષ્મપ્રતિજ્ઞાની પાછળ ભલે કઈ તેમની અભિમાની મનોવૃત્તિને કારણ માનવા તૈયાર થાય પણ વાસ્તવિક રીતે તો તેઓની સત્યતત્ત્વ જિજ્ઞાસાવૃત્તિને જ કારણ માનવું સમુચિત છે. ગર્વમૂલક જ જે આ પ્રતિજ્ઞા હોત તો એક સાધ્વીજીના મુખથી એક ગાથા સાંભળતાં તેને અર્થ ન સમજાવા માત્રથી તેમના શિષ્ય બનવાની તૈયારી કેમ જ સંભવી શકે
આવા હરિભદ્ર પંડિત એક સમય રાજદરબારથી પિતાને ઘેર જઈ રહ્યા હતાં. માર્ગમાં સાધ્વીજીનો ઉપાશ્રય આવ્યે. ઉપાશ્રયમાં શ્રી યાકિની નામના વૃદ્ધ સાધ્વીજી આવશ્યક નિર્યુક્તિને પાઠ કરતા હતા. તેમાં–
चक्किदुगं हरिपणगं, पणगं चक्कीण केसवो चक्की । ।
केसब चक्की केसव, दुचक्कि केसीय चक्की य ॥ આ ગાથા તેમણે સાંભળી, ઘણે વિચાર કરવા છતાં તેને અર્થ ન સમજાતાં ઉપાશ્રયમાં જઈ સાધ્વીજીને કહ્યું–માતાજી! આપ હરણાં ચિફ ચિફ એવું શું બોલ્યા. તેનો અર્થ આપ મને સમજાવે અને આપના શિષ્ય તરીકે સ્વીકારે. સાધ્વીજીએ કહ્યું. ભદ્ર! પુરૂષને શિષ્ય કરવાને તથા અર્થ શિખવવાને અમને અધિકાર નથી. માટે તમે અમારા ગુરુ મહારાજ પાસે જાવ તેઓ તમને અર્થ શિખવાડશે અને શિષ્ય પણ કરશે. ત્યાર પછી સત્ય પ્રતિજ્ઞ સરલપરિણમી શ્રી હરિભદ્ર પંડિત આચાર્ય મહારાજ શ્રી જિનભટસૂરીશ્વરજી મહારાજ પાસે જઈ સંયમ સ્વીકારી તેમના શિષ્ય બન્યાં. જિનદર્શનરૂપી પારસમણિને સ્પર્શ થતાં તેમને આત્મા સ્વાદુવાદના અવિહડ રંગથી રંગાઈ ગયે. કૃતજ્ઞશિરોમણિ આ મહાપુરૂષે જેમનાથી પિતાને