________________ શ્રી પ્રશ્નવ્યાવરણ સૂત્ર + 15 પીવરાવે છે ઈત્યાદિ પ્રસંગોમાં ડોકટર કે માવડીને જીવહત્યા લાગતી નથી. કેમ કે તેમને તેવા હિંસક પરિણામે નથી હતા. ઘરને નેકર બાલુડાને હિંચકે દેતા કંઈક અકસ્માત થાય અને બાળક મરી જાય તે પણ તેની ફરીયાદ કેર્ટમાં લેવાતી નથી, જ્યારે સામેવાળાને મારવાના ઈરાદે હાથમાં હંડો લઈને દોડનારા માનવને ભલે તે સામેવાળાને માર્યો પણ ન હોય તે પણ પોલીસ તેને પકડશે અને કારાગૃહમાં નાખશે. આનાથી સૌ કઈ સમજી શકે છે કે- સંકલ્પપૂર્વક મારવાના ઈરાદે જે કંઈ ક્રિયા થાય તે જીવહિંસા છે. દ્રવ્યહિંસા અને ભાવહિંસા એટલે શું? મન-વચન-કાયાથી, ક્રોધ-માન-માયા અને લેભપૂર્વક જે ક્રિયાઓ કરાય તેનાથી સામેવાળા જીવના હાથ-પગ-નાકઆંખ-કાન અથવા તેવા પ્રકારના જૂઠવચન કલંક, ગાળ, ચેરી, મૈથુન આદિના કારણે સામાવાળાને ઘાસલેટ-પેટ્રોલ છાંટીને કે વિષ પ્રયોગથી કે કાંકરીયા તળાવમાં કે જૂ હના દરિયામાં પડીને મરવાનું થાય તે દ્રવ્યહિંસા કહેવાય છે. અને તેવા પ્રકારની ચેરી, તેની મિલકત (થાપણુ) પરત ન કરવી અથવા વેચાતાં કે ધીરાણમાં મૂકેલા આભૂષણે કે માલમાં ભેળસેળ કરીને સામેવાળાને દુઃખી-દરિદ્રી, ભૂખે મરતાં કે તેને બાળ-બચ્ચાઓને ભૂખે મરતાં કરવા તે ભાવ હિંસા છે. તેના ચાર ભાંગા (ભેદો) પણ થઈ શકે છે. 1. પર-દ્રવ્ય હિંસા, 2. પર-ભાવ હિંસા, 3. સ્વ-દ્રવ્ય હિંસા અને 4. સ્વ-ભાવ હિંસા.