Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
ચૌદ પ્રકારના સિદ્ધો (b) સર્વેદનથી . વઘારાઈને રંધાયેલા વાલ-ચણા વગેરે. (c) પાલિપાકથી - ભૂમિ-ઘડા વગેરેમાં ઘાસ વગેરે વડે પાકેલા
આંબા, આમળા, તિંદુક (ફળવિશેષ) વગેરે. (d) ભાવસિદ્ધ - તે બે પ્રકારે છે - ૧) આગમથી ભાવસિદ્ધ - સિદ્ધોના જ્ઞાનવાળો જીવ તેમાં ઉપયોગવાળો
હોય ત્યારે તે આગમથી ભાવસિદ્ધ છે. નોઆગમથી ભાવસિદ્ધ - તે બે પ્રકારે છે - સાયિકભાવથી ભાવસિદ્ધ-સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રથી ઔદયિક વગેરે ભાવોનો સર્વથા ક્ષય કરીને જેમણે ક્ષાયિકભાવને સાધ્યો છે તે ક્ષાયિકભાવથી ભાવસિદ્ધ. ક્ષાયોપથમિકભાવથી ભાવસિદ્ધ - તે વિદ્યાસિદ્ધ, મંત્રસિદ્ધ, યોગસિદ્ધ વગેરે ૧૪ પ્રકારના છે. આવશ્યકનિર્યુક્તિમાં સિદ્ધના ચૌદ પ્રકાર આ પ્રમાણે બતાવ્યા છેનામસિદ્ધ – સિદ્ધ એવું નામ તે નામસિદ્ધ, અથવા સિદ્ધના અર્થ વિનાની વસ્તુ કે વ્યક્તિનું સિદ્ધ એવું નામ રાખ્યું હોય તો તે વસ્તુ કે વ્યક્તિ નામસિદ્ધ છે. સ્થાપનાસિદ્ધ - પૂતળા, મૂર્તિ વગેરેમાં સિદ્ધની સ્થાપના કરાયેલી હોય તે સ્થાપનાસિદ્ધ. દ્રવ્યસિદ્ધ - રંધાયેલા ભાત, પકાવાયેલો ઘડો વગેરે દ્રવ્યસિદ્ધ છે. કર્મસિદ્ધ - કર્મ એટલે આચાર્યના ઉપદેશ વિના શીખેલી, અતિશયવાળી, અદ્વિતીય ક્રિયા. દા.ત. ભાર વહન કરવો, ખેતી કરવી, વેપાર કરવો વગેરે. કર્મમાં નિષ્ણાત હોય તે કર્મસિદ્ધ. શિલ્પસિદ્ધ – આચાર્યના ઉપદેશથી શીખેલું હોય તે શિલ્પ. દા.ત. કુંભારની કળા, લુહારની કળા વગેરે. શિલ્પમાં નિષ્ણાત હોય તે શિલ્મસિદ્ધ. વિદ્યાસિદ્ધ - જે મંત્રની અધિષ્ઠાયિકા દેવી હોય તે વિદ્યા કહેવાય છે.
વિદ્યાને સાધના દ્વારા સિદ્ધ કરાય છે. વિદ્યામાં નિષ્ણાત તે વિદ્યાસિદ્ધ. (૭) મન્દ્રસિદ્ધ - જે મંત્રના અધિષ્ઠાયક દેવ હોય તે મંત્ર કહેવાય છે.