Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
કોઈક અજ્ઞાત પૂર્વાચાર્યએ અગ્રાયણીય નામના બીજા પૂર્વમાંથી ઉદ્ધાર કરીને શ્રીસિદ્ધપ્રાકૃતની રચના કરી છે. તેની ઉપર અજ્ઞાતકર્તાક ટીકા છે. આ બન્નેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કર્યો છે.
આ ગ્રંથમાં (I) ચાર નિક્ષેપા વડે, (II) નિરુક્તિ (પદનો અર્થ) વડે, (III) છ અનુયોગદ્દારો વડે અને (IV) આઠ / નવ અનુયોગદ્દારો વડે પંદર દ્વારોમાં સિદ્ધોની વિચારણા કરવાની છે.
(I) સિદ્ધના ચાર નિક્ષેપા - (A) નામસિદ્ધ
ચિરંતન આચાર્ય રચિત
શ્રીસિદ્ધપ્રાભૂત
અજ્ઞાતકર્તૃક ટીકા સહિત પદાર્થસંગ્રહ
- સિદ્ધભગવંતો સિવાયના જીવ કે અજીવનું સિદ્ધ એવું નામ કરાય તે નામસિદ્ધ, અથવા ‘સિદ્ધ’ એવું નામ તે નામસિદ્ધ.
(B) સ્થાપનાસિદ્ધ - ચિત્ર વગેરેમાં કરાયેલી સિદ્ધભગવંતોની સ્થાપના તે
(C) દ્રવ્યસિદ્ધ ૧) આગમથી દ્રવ્યસિદ્ધ
-
સ્થાપનાસિદ્ધ.
તે બે પ્રકારે છે - ૧) આગમથી ૨) નોઆગમથી.
સિદ્ધોના જ્ઞાનવાળો જીવ તેમાં ઉપયોગ
વિનાનો હોય તે આગમથી દ્રવ્યસિદ્ધ. તે ત્રણ પ્રકારે છે
જેણે ભૂતકાળમાં સિદ્ધોને જાણ્યા હતા તેવી વ્યક્તિનું શરીર તે જ્ઞશરીરદ્રવ્યસિદ્ધ. જે ભવિષ્યમાં સિદ્ધોને જાણશે તેવો બાળક તે ભવ્યશરીરદ્રવ્યસિદ્ધ.
-
૨) નોઆગમથી દ્રવ્યસિદ્ધ (i) જ્ઞશરીરદ્રવ્યસિદ્ધ
(ii) ભવ્યશરીરદ્રવ્યસિદ્ધ
(iii) તવ્યતિરિક્તદ્રવ્યસિદ્ધ - તે ત્રણ પ્રકારે છે - (a) ઉપરણથી રંધાયેલા ભાત વગેરે.
-