________________
૪૮
સમ્રાટ અકબર
નહિ. બાળક સમ્રાટ વૃદ્ધ-મુરબ્બી સેનાપતિની વાત કરવા આગ્રહથ લેશ પણ ડો, નહિ. ગમે તે મહાન શત્રુ હોય પણ તેને કબજામાં લીધા પછી અન્નપ્રહાર કરે, એ તેણે ઉચિત ધાર્યું નહિ. ચૌદ વર્ષની ઉંમરને સમ્રાટ્ર, વયોવૃદ્ધ, મુરબ્બી અને શિક્ષાગુરુના આદેશન આગ્રાહ્ય ગણી પિતાની યુક્તિ અને વિવેકબુદ્ધિના બળથી છેવટ સુધી દૃઢ રહ્યો. તેણે કહ્યું કે -'આ વ્યક્તિ અત્યારે પ્રાય: અર્ધમૃત જેવી અવસ્થામાં છે. તેના ઉપર અત્રપ્રહાર આપણાથી કેવી રીતે થઈ શકે? જે તેનામાં શક્તિ કિવા જ્ઞાન હેત તે હજી પણ આપણે તેની સાથે યુદ્ધ કરત.” “તેનો શિરચ્છેદ કરત ” એ વાકય પણ દયાશીલ બાળકના મુખમાંથી બહાર નીકળી શકયું નહિ. બહેરામખાને બાળક અકબરની આ વાત સાંભળી બહુ ક્રોધ ચડે. તેણે ક્રોધમાં ને ક્રોધમાંજ મૃતપ્રાય હેમુના શિર ઉપર પિતાના હાથે શસ્ત્રપ્રહાર કર્યો અને તેનું મસ્તક છેદી નાખ્યું. બાળક અકબરનું હૃદય ભેદાઈ ગયું પણ મુરબ્બી-શિક્ષાગુરુ પાસે કાંઈ ચાલે તેમ ન હોવાથી તે શાંતભાવે બેસી રહ્યો. ત્યાર બાદ તેઓએ દિલ્હી અને આગ્રા તરફ કુચ કરી. યથાસમયે ત્યાં પહોંચી અકબરે પિતાના સિંહાસન ઉપર આરોહણ કર્યું.
જે ક્ષેત્રમાં વિજય મેળવી બાબરે મેગલ સામ્રાજય ભારતવર્ષમાં પ્રથમ શરૂ કર્યું હતું, તેજ કુક્ષેત્રમાં અકબરે વિજય પ્રાપ્ત કરી ભારતમાં મેગલ સામ્રાજ્યની પ્રતિષ્ઠા કરી. ખરેખર કુરુક્ષેત્ર એક ભયંકર મેદાન છે ! આ સ્થળે ભારતના ભાગ્યરૂપી ચક્રની ગતિ કે જાણે કેટલીવાર કેવી કેવી રીતે ફેરવાઈ ચૂકી છે, તેને યથાર્થ ખ્યાલ ઇતિહાસના અભ્યાસીઓ સિવાય અન્ય કોઈને આવી શકે તેમ નથી. દિલ્હી વટાવીને રેલવે જ્યારે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે છે, ત્યારે કુક્ષેત્રનું મેદાન મુસાફરોની દષ્ટિએ પડે છે. આ ક્ષેત્રના દર્શન માત્રથી જ પ્રેક્ષકોને લાગે છે કે કુરુક્ષેત્ર વસ્તુત: આદિ અને અંતવિનાનું ક્ષેત્ર હશે ! તમે ઉભા રહીને આ મેદાન તરફ દષ્ટિ કરશે તે તેમાં ચોતરફ ઉજજડતા અને નિર્જનતા સિવાય બીજુ કંઈ જઈ શકશે નહિ. વચ્ચે વચ્ચે કાંટાવાળાં વૃક્ષે તમને પ્રત્યક્ષ થશે. તેની પૂર્વ તરફ પાપિત, પશ્ચિમ તરફ થાણેશ્વર અને મધ્યમાં પાંડવ-કૌરવનું યુદ્ધ ક્ષેત્ર-કુક્ષેત્ર આવેલું તમે જોઈ શકશે. આ મેદાન ૪૮ કેશ જેટલું લાંબું અને પાંચ કોશ જેટલું પહેલું છે. થાણેશ્વરમાં એક નાનકડા સરોવરના કિનારા ઉપર એક નાનું મંદિર છે. સરોવરની ચોતરફ વડે બાંધેલી પાળ છે. ત્યાંથી થોડે દૂર જતા પ્રાચીન થાણેશ્વર નગરીનાં ચિન્હ અત્યારે પણ જોઈ શકાય છે. પ્રાચીન થાણેશ્વર, મહમદની સવારી વખતે આ પ્રમાણે સ્મશાનવત બની ગયું હોય એવું અનુમાન કરવામાં આવે છે. આ નગરી એક કાળે એક વિસ્તૃત હિંદુરાજયની રાજધાની હતી. અહિથી થોડે દૂર જતાં કુરુક્ષેત્રનું સરોવર આવે છે. જો કે તે અત્યારે પણ બહુજ વિસ્તારમય જણાય છે, પરંતુ તે તદન શુષ્ક થઈ ગયું છે, એમ
Shree Sudhaimaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com