________________
અફઘાનીસ્તાન
૧૮૩
પિતાના સૈન્યને તે દિશામાં હલ્લ લઈ જવાની આજ્ઞા કરી. મહાસાહસી રાજા પોતે પણ પોતાના સૈન્યની સાથેજ હતું, એમ કહેવાની જરૂર નથી. રાજાએ ત્યાં જઈને જોયું તે કર્યાય પણ શત્રુનું ચિન્હ જણાયું નહિ. શત્રુનું સૈન્ય આગળ હશે, એમ ધારી બીરબલ એક સાંકડા નાળામાં થઈને આગળ ચાલવા લાગ્યો. નાળાની બરાબર મધ્યમાં રાજા અને તેનું સૈન્ય જેવું દાખલ થયું કે તુરતજ કોણ જાણે કયાથીએ પહાડી જાતિનાં ટોળેટોળા બહાર ઉભરાઈ આવ્યાં અને અસંખ્ય તીર, ભાલા તથા પથરાને વર્ષાદ વર્ષાવી રાજાના સૈન્યને સંહાર કરવા લાગ્યાં. રાજાના અનેક બહાદુર સૈનિકોને આ નાળામાં ઘાણ નીકળી ગયા. અનેક સૈનિકે ભયભીત થઈને ત્યાંથી નાસી ગયા. રાત્રિના અંધકારમાં કયાંય માર્ગ હાથ નહિ આવવાથી નાસી છુટેલા સિનિકે આસપાસનાં ગામડાંમાં સંતાઈ ગયા; પણ એ ગામડાંઓ શત્રુના તાબામાં હોવાથી પ્રાત:કાળે જંગલી શત્રુઓએ તેમને મારી નાખ્યા. રાજા બીરબલે અપૂર્વ પરાક્રમ દાખવી શત્રુપક્ષને પરાસ્ત કરવાને પ્રત્યેક પ્રયત્ન કર્યો, પણ તેમાં તે સફળ થઈ શકશે નહિ. અને તે પણ એજ નાળામાં ઘવાઈને મૃત્યુવશ થયે. જેનખાંનું લશ્કર પણ બીજી દિશામાં એજ પ્રકારે વિનષ્ટ થયું. જેનખાં પિતે ત્યાંથી નાસી છૂટ અને અટકમાં આવીને તેણે સમ્રાટ અકબર પાસે યુદ્ધને સમસ્ત ઇતિહાસ રજુ કર્યો.
રાજા બીરબલને સમ્રાટ અંત:કરણપૂર્વક ચાહતે હતે. તેને જ્યારે બીરબલવના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તે શોકસાગરમાં છેક નિમમ થઈ ગયો. તેનાં નેત્રોમાંથી અશ્રુધારા વહેવા લાગી, મુખમાંથી એક પણ શબ્દ બહાર નીકળ્યો નહિ અને થોડીવાર બેભાન અવસ્થામાં પથારી ઉપર પડી રહ્યો. બીરબલના મૃત્યુથી સમ્રાટના કેમળ અંતઃકરણને એવો તે સખ્ત આઘાત થયે કે બે દિવસ સુધી તેને ખાવું-પીવું પણ ગમ્યું નહિ, બે દિવસ સુધી કોઈની સાથે વાતચીત પણ કરી નહિ અને કેાઈની મુલાકાત પણ લીધી નહિ. સમ્રાટના દુઃખમાં ભાગ લેવાનું અને તેને આશ્વાસન આપી શાંત કરવાનું પણ કોઈથી સાહસ થઈ શક્યું નહિ; કારણ કે બીરબલના મૃત્યુથી સમ્રાટને કેટલે ખેદ થતું હશે તેની સર્વ કઈ કલ્પના કરી શકે તેમ હતું. ગંભીર દુ:ખના સમયમાં અકબર જેવા સમ્રાટને સાંત્વના આપવી, એ હાથે કરીને સમ્રાટને ક્રોધ વહેરી લેવા સરખું હતું. દિલ્હીશ્વર જેવો એક પુરુષ એક સામાન્ય મિત્રની ખાતર અને તે પણ એક હિંદુ મિત્રની ખાતર શોકાતુર બને એ શું સૂચવે છે? અકબરની પાસે હિંદુ કે મુસલમાનો ભેદ લેશમાત્ર નહેતા, એમ શું આ ઉપરથી સ્પષ્ટ નથી થતું? બે દિવસ પછી સમ્રાટને ખેદ કાંઈક શાંત થયા. સરદાર જેનખાં કે જે બીરબલની સાથે હતા, તે પિતાને પ્રાણ બચાવીને
આવતા રહો અને બીરબલ જેવા પ્રિય મિત્રને બચાવવા પ્રયત્ન ન કર્યો, તે Shreમાટે અકબરે તેનો સખત તિરસ્કાર કર્યો. જેનખાં જે કે મેગલ રાજ્યને એક
Do
I
Shree Sudhaminaswamil Gyanbhandal-Umara, Surat
www.umaragyanbhandar.com