Book Title: Mahan Samrat Akbar
Author(s): Bankimchandra Lahidi
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 339
________________ ૩૧૮ સમ્રાટ અકબર જુએ, તેના વાચનથી તમે જાણું શકશે કે ઈશ્વર એકમાત્ર મુસલમાનોને જ નથી, પણ તે સમસ્ત મનુષ્યજાતિને ઈશ્વર છે. તેણેજ હિંદુ અને મુસલમાનોને ઉત્પન્ન કર્યા છે, તે ઉક્ત ઉભય કેમ પ્રત્યે સર્વદા સમાનભાવથીજ નિહાળી રહ્યો છે. મજીદમાં જે બાંગ પુકારવામાં આવે છે, તે ઉકત ઇશ્વરના નામની જ બાંગ હોય છે અને દેવાલયમાં જે ઘટને ધ્વનિ ઈશ્વરની પૂજાથે થાય છે, તે પણ ઉકત ઈશ્વરની પૂજા કરતા હોય છે. આપે હિંદુઓ પાસેથી જજિયાવેરે લેવાને નવે ધારો બાંધ્યા છે, પણ તે અન્યાયી અને રાજનીતિથી વિરુદ્ધ છે. એ કરથી દેશ અધિક દુર્દશામાં આવી પડશે. હિંદુઓ જે સ્વતંત્રતા ભોગવતા આવ્યા છે, તે સ્વતંત્રતા ઉપર તે કાયદો ત્રાપ મારશે. આપે જે આપના પિતાના ધર્મના રક્ષણાર્થે તે વેર લેવાનો નિર્ણય કર્યો હોય, તે સર્વથી પ્રથમ રાજા રામસિંહ પાસેથી અને મારી પિતાની પાસેથી વસુલ કરો. એમ નહિ કરતાં બિચારી કીડીઓ અને માખીઓ પ્રત્યે જુલમ ગુજાર, એ સજજનેને માટે ઉચિત નથી. આપના અમાત્ય પણ આપને સુયોગ્ય રાજનીતિને સહિસલામત માર્ગ દર્શાવતા નથી, તે જોઈ ખરેખર મને બહુ આશ્ચર્ય થાય છે.” મિથ્યાભિમાની રાજાઓને જ્યારે કઈ સદુપદેશ આપે છે, ત્યારે તે સદુપદેશ તેમને શાંત કરવાને બદલે ઉલટો વિશેષ ક્રોધાંધ બનાવે છે અને તે પિતાના મનમાં એવો ઠરાવ કરી બેસે છે કે આપણા પગતળે છુંદાતી બીકણ અને બાયલી પ્રજા કોઈ કાળે પણ આપણું અનિષ્ટ કરવાને સમર્થ થઈ શકતી નથી. આથી તેઓ દિનપ્રતિદિન વિશેષ વિશેષ સ્વચ્છંદી અને જુલમી બનતા જાય છે, પણ અગ્નિની માત્ર એકજ ચીણગારી પહાડ જેટલાં લાકડાંઓને બાળીને ભસ્મીભૂત કરવાને સમર્થ છે, એ વાત તેઓ અભિમાનના આવેશમાં છેક ભૂલી જાય છે. ઔરંગઝેબના જુલમને લીધે ભારતવર્ષની હિંદુશકિત પ્રબળપણે ભભુકી નીકળી અને ચેતરફ અગ્નિજવાળા ફેલાવતી સુવિશાળ મેગલ–સામ્રાજ્યને બાળી ભસ્મીભૂત કરવાને તૈયાર થઈ ગઈ ! ઔરંગઝેબની વિરુદ્ધમાં રાજસ્થાને માથું ઉંચું કર્યું. ઔરંગઝેબે પણ રાજસ્થાનનાં કિંમતી સુંદર વૃક્ષોને જમીનસ્ત કરવા માંડયાં. ગામનાં ગામે બાળીને ભસ્મીભૂત કરવા માંડયાં. મેગલનાં ઉપરાઉપરિ ધાડાંઓ મોકલી ત્રાસ ફિલાવવા માંડશે. રાજસ્થાનનાં અનેક બાળકે, બાલિકાઓ તથા અબળાઓને તેણે કેદમાં પૂરવા માંડયાં ! તથાપિ રાજપૂત પરાક્રમે દિવસે દિવસે વિશેષ ભયંકર સ્વરૂપ ધારણ કરવા માંડયું. બીજી તરફ દક્ષિણમાં મહારાજા શિવાજીએ આગળ આવી મહારાષ્ટ્રીય શકિતને ખીલવવા માંડી અને તારા મેગલ સામ્રાજ્યને વિનાશ સાધવા માંડે. અંતે શિવાજી જ્યારે મૃત્યુ પામ્યા, ત્યારે એરંગઝેબ Shree lunarniaSwami Gyanbandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366