Book Title: Mahan Samrat Akbar
Author(s): Bankimchandra Lahidi
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 342
________________ પડદો પડે (ખેલ ખલાસ !) ૩૨૧ સમયમાં રાજસ્થાનને પ્રત્યેક રાજા નૈતિકાળમાં તથા સાહસમાં અસાધારણ ગણાતો હતે.” તે ઉપરાંત પંજાબમાં પુરુષસિંહે-ગુરુ ગોવિંદસિંહે જન્મ લઈ હિંદુ –મુસલમાનને સંમિલિત કરી શીખ નામની એક એવી પરાક્રમી તથા સાહસી જાતિ તૈયાર કરી કે જેણે હિંદુકુશના બરફવાળા શિખરોમાં તથા સહરા જેવા સખ્ત તાપવાળા રણમાં એકસરખું અદ્દભુત વીરત્વ દર્શાવી, જગતને આશ્ચર્યમુગ્ધ કર્યું છે. તે જાતિને વીરત્વરૂપી સૂર્ય આજની અંધકારમયી અવસ્થામાં પણ આંજી નાખે તે પ્રકાશ આપી રહ્યો છે. પંજાબમાં આ પ્રમાણે જ્યારે એક લશ્કરી જાતિ તૈયાર થઈ રહી હતી, ત્યારે બીજી તરફ મધ્ય સ્થળમાં-ભરતપુરમાં જાટ નામની એક અન્ય હિંદુશક્તિ પ્રબળ બનતી જતી હતી. જાટ લેકેના પ્રતાપથી પણ દિશાઓ કંપવા લાગી હતી. એરંગઝેબના મૃત્યુ પછી ઉકત હિંદુશક્તિઓએ પિતાને પ્રતાપ વિસ્તારવા માંડયા. અગ્નિની શિખા જેવી રીતે આસપાસનાં કાષ્ઠને બાળતી આગળ વધે તેવી રીતે હિંદુશક્તિ પણ આગળ વધવા લાગી. એરંગઝેબ મૃત્યુ પામ્યા છે. હવે તે હિંદુશક્તિઓની સામે ટક્કર ઝીલે એવો કોઈ પુરુષ રહ્યો નહે. વસ્તુતઃ તેમની સામે આવીને ઉભું રહેવું, એ પણ કંઈ નાનીસૂની વાત નહતી. મધ્યસ્થળમાંથી રાજપૂત કિવા જાટ લેકે, દક્ષિણમાંથી મરાઠાઓ તથા પશ્ચિમમાંથી શીખ લેકે આગળ ધસી સુવિશાળ મોગલ સામ્રાજ્યને ગળી જવા લાગ્યા. તે સિવાય નેપાળમાં હિંદુશક્તિનું ચૈતન્ય જાગ્રત થયું. કુચબિહાર, ત્રિપુરા તથા મણિપુર આદિ રાજ્યોએ પણ હિંદુશક્તિને સ્વાદ ચખાડવા માંડે. બંગ-બિહાર તથા ઉડીસાના હિંદુ જમીનદારે પણ ક્રમે ક્રમે શક્તિવાન બનવા લાગ્યા. આ રીતે સમસ્ત ભારતવર્ષમાં હિંદુૌરવને પ્રકાશ ઝળહળવા લાગે. હિંદુશક્તિનું ચૈતન્ય ભારતવર્ષની નસોમાં વહેવા લાગ્યું. સર્વ કેન્દ્રને એવી ખાત્રી થઈ ગઈ કે હવે હિંદુએના દુઃખના દિવસો ચાલ્યા ગયા; પરંતુ હાય ! સ્વાર્થોધતાના પંજામાંથી હિંદુએ આ પ્રસંગે પણ છૂટા થઈ શક્યા નહિ. શીખ લેકાએ પ્રથમ જે આશા આપી હતી, તે નિરાશામાં બદલાઈ ગઈ. તેમણે પંજાબ પ્રાંત પિતાના હાથમાં લઈ લીધે અને નાનામોટાં શહેરો તથા ગામડાંઓ લૂંટી લઈ અસંખ્ય નિરપરાધી સ્ત્રી-પુરુષોને મારી નાખ્યાં. તે સિવાય કુસંપે પણ તેમનામાં પ્રવેશ કર્યો. અર્થાત રણજીતસિંહના સમયસુધી તેઓ જુદા જુદા પક્ષમાં ભળી જઈ પિતાને વિનાશ તેિજ સાધવા લાગ્યા. સમસ્ત રાજસ્થાને છે કે પુનઃ એકવાર સ્વતંત્રતા પ્રાપ્ત કરી; તે પણ તેમણે પિતાનાં ભૂતકાળનાં દુઃખનો વિચાર કરી, પાછલી સ્થિતિનું સ્મરણ કરી; અન્ય હિંદુશક્તિ સાથે મળી જવાનું, કિવા સમસ્ત રાજસ્થાનને એક પ્રબળ હિંદુરાજ્યતરીકે સ્થાપિત કરવાનું તથા સુદઢ કરવાનું થગ્ય ધાર્યું નહિ. જાટ લેકે પણ જે કે મહાશકિતવાળા બની ગયા હતા Shree Sudhilenas ariyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com મ

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366