________________
રાણી ચાંદબીબી અને દક્ષિણ પ્રદેશ
Re૫
કે
પ્રાણ બચાવ્યા હતા.
ભૂતકાળના ઐતિહાસિક વૃત્તતા સાંભળીને પણ શિક્ષણ લેવાનું હતભાગી ભારતવાસીઓ હજી સમજી શકયા નહતા. મેગલસેના સંધિ કરીને રવાના થઈ કે તરતજ અહમદનગરવાસીઓ પુન: આત્મકસ કરવા લાગ્યા અને પરસ્પરમાં લડી નબળા પડવા લાગ્યા ! તેમાંના એક પક્ષે અહમદનગરનું રાજ્ય મોગલોના હાથમાં અર્પણ કરવાની વાસનાથી ખાનેખાના અબ્દુલ રહીમને આમંત્રણ મેકહ્યું. તેણે આ આમંત્રણને માન આપવાને ટૅગ કરી, ખરું જોતા પૂર્વે જે શરમભરેલી સંધિ સ્થપાઈ હતી તેને રદ કરવાની ભાવનાથી, દક્ષિણ તરફ સિન્ય સહિત પ્રયાણ કર્યું. રાણી ચાંદબીબી ફરીને પિતાના સૈન્ય સાથે વિજાપુર અને ગેવળકેડાનું લશ્કર લઈ ગોદાવરી નદીના તીર ઉપર લડવાને આગળ આવી. બને સેનાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધ બે દિવસ સુધી સતત ચાલ્યું હતું, એમ જણાવવામાં આવે છે. બીજે દિવસે કેટલાક મુસલમાન અમાએ અબ્દુલ રહિમને પૂછયું કે –“આજે જે આપણો પરાજય થાય તે પછી અમે તમને કયાં મળીએ ?” અબ્દુલ રહિમે જવાબ આપે કે –“જે પરાજય થાય તે પછી મુડદાંઓના ઢમમાંથી જ મને ખોળી કહાડજે.” આ શબ્દ ઉપરથી મેગલસેના કેવી ભીષણ પ્રતિજ્ઞા કરીને લડવા બહાર પડી હતી તેને આપણને કેટલેક ખ્યાલ મળી શકે તેમ છે. અબ્દુલને આ દઢ ઉત્તર સાંભળી મોગલ અમાત્યાએ જણાવ્યું કે-“ત્યારે અમે પણ આજે હિંદુ યોદ્ધાઓની માફક જ લડીશું. એકવાર મરવું તે છેજ!” હાય! હિંદુઓનું વીરત્વ એકવાર તેમના શત્રુઓ પણ વખાણુતા હતા ! હિંદુઓના વીરત્વને ઉલેખ કહેવામાં પણ થતું હતું ! બીજે દિવસે ભયંકર યુદ્ધ થયું. છેવટે મેગલસેનાને વિજય થયો. અબ્દુલ રહિમે પિતાના બહાદુર સૈનિકોને ૭૫ લાખ મુદ્રાઓ વહેંચી આપી! (ઈ. સ. ૧૫૯૭) અકઅરે પણ હવે દક્ષિણ તરફ પ્રયાણ કર્યું, પરંતુ કુમાર મુરાદનાં પુનઃ દર્શન થયાં નહિ; કારણકે મુરાદ બહુ દારૂડીયે હેવાથી દારૂના હદ ઉપરાંતના નીશામાં ને નીશામાંજ દક્ષિણ પ્રદેશમાં તેણે પ્રાણત્યાગ કર્યો હતો. (ઈ. સ. ૧૫૯૯) સમ્રાટ અકબરને મુરાદના મૃત્યુથી ઘણાજ ખેદ થયા હતા.
નર્મદા નદી પાર કર્યા પછી ખાંડવ નામને પ્રદેશ શરૂ થાય છે. એ પ્રદેશના મુસલમાન રાજાએ મેગલ સૈન્યમાં મળી જઈ, છેલ્લા યુદ્ધમાં બહુ આગળ પડતા ભાગ લીધેલ હતો અને છેવટે તે યુદ્ધમાં જ મૃત્યુ પામ્યો હતો. ત્યારબાદ તેનો પુત્ર બહાર પાંડવ પ્રદેશની ગાદીએ બેઠે હતે. સમ્રાટ અકબર ખાંડવમાં આવી પહોંચતાં તેણે રાજા બહાદૂરને મળવા આવવાનું કહેણ મેલ્યું; પણ તે હાજર થયે નહિ, તેમ અકબરપ્રત્યે યોગ્ય માન પણ તેણે દર્શાવ્યું નહિ. સમાટે તેને સમજાવવાને અને મેમલ સામ્રાજ્યની સત્તા સ્વીકારવાને ઉપરાઉપરિ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat