________________
द्वाविंश अध्याय-पडदो पडयो ! (खेल खलास !)
“આરગઝેબને અનુભવથી ખાત્રી થઈ કે શાંતિમય અમલને અથવા યુદ્ધ માટેની ઉંચામાં ઉચી બુદ્ધિને ભલેને અસંખ્ય સાધનોની મદદ હોય, છતાં પણ પ્રજાના પ્રેમપૂર્ણ ટેકા સિવાય તે પિતાની સત્તા ટકાવી રાખી શકે નહિ.”
સંધ્યા સમયે જે નાની નાની નૌકાઓ વિવિધ પ્રકારની રોશનીવડે સુસજિત થઈ નદીના જળમાં વિહરતી હતી અને નદીની કુદરતી સુંદરતામાં અનેક ગણી વૃદ્ધિ કરી રહી હતી, તે તૈકાઓ હવે અદશ્ય થઈ ગઈ છે. તેની સાથે પેલી મનહર અને આકર્ષક શભા પણ ચાલી ગઈ છે! નદીનું પાણી દેશાઈ ગયું છે અને તેથી નદીએ ભયંકર સ્મશાનનું રૂપ ધારણ કર્યું છે ! ક્ષુધાતુર ગીધ ૫ક્ષીઓ અને કાગડાઓ ચોતરફ કલરવ કરી રહ્યાં છે !
કુમાર સલીમે “સમ્રાટ જહાંગીર” નામ ગ્રહણ કરી, અબુલફઝલના રુધિરથી ખરડાયેલું કલંકમય તાજ મસ્તક ઉપર મૂકી, સિંહાસન ઉપર આરોહણ કર્યું. સલીમની સામે તેને પુત્ર ખુશરૂ પણ સિંહાસન મેળવવાની ખટપટ કરી રહ્યો હતો. સલીમે તેને પકડીને કેદ કર્યો અને તેના ૭૦૦ નોકરને શૂળીએ ચડાવી દીધા! એક રૂપવતી લલનાના સ્વામીને મારી નાખી, સલીમે તેણીનું પાણિગ્રહણ કર્યું. ત્યારબાદ તે રૂપવતી લલના, અર્થાત બેગમ નૂરજહાનજ સામ્રાજ્યની સર્વશક્તિમાન ધણીરણી થઈ પડી ! સમ્રાટ અકબરે ભારતની ઉન્નતિ અર્થે જે જનાઓ કરી હતી, તે યોજનાઓ એક બાજુએજ પડી રહી ! હિંદુ અને મુસલમાને વચ્ચે સંપસ્થાપિત થાય એવાં જે થોડી ઘણું શુભ ચિહે જણાવા લાગ્યાં હતાં, તે પણ અકબરની સાથે જ અદશ્ય થઈ ગયાં ! અકબરના સમયમાં જે સામ્રાજ્ય હિંદુ-મુસલમાનના સંમિલિત સામ્રાજ્યરૂપે ગણાવા લાગ્યું હતું, તેજ સામ્રાજ્યને જહાંગીરે હવે એકમાત્ર મેગલ–સામ્રાજ્યરૂપે ખીલવવાનો પ્રયત્ન કરવા માંડે. તે હિંદુઓને હવે સખ્ત તિરસ્કાર કરવા લાગે તથા પિતે એક હિંદુ માતાને પેટે જન્મ્યા હતા તે માટે બહુ શરમાવા લાગ્યા. જો કે કોઈ પણ ધર્મમાં તેને બહુ શ્રદ્ધા નહતી, તેપણ મુસલમાન પ્રજાને પોતાની તરફ આકર્ષવાની વાસનાથી ઈસ્લામધર્મને ભારતવર્ષમાં પુનઃ પ્રતિષ્ઠિત કરવાનો તેણે પ્રયત્ન કર્યો. રાજ્યમાં મુસલમાનની મુખ્ય સત્તા પ્રસારવા માંડી. હવે પછી જે કોઈ મુસલમાન, હિંદુ ગૃહસ્થને કન્યાદાન આપશે તે તેને વધ કરવામાં આવશે, એવી આશાઓ તેણે બહાર પાડી. પઠાણેને ભારતમાંથી હાંકી કહાડવાને તેણે સંક૯પ કર્યો, પણ તેટલું સાહસ નહિ હોવાથી તે સંકલ્પ સફળ થઈ શકે નહિ. સલીમ મૂળથી જ દારૂડીઓ હતા. હવે પૂરેપૂરી સ્વતંત્રતા મળવાથી રાતદિવસ દારૂમાં ને દારૂમાંજ તે ચકચૂર રહેવા લાગ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com