________________
૧૭૮
સમ્રાટ અક્બર
નીચેના ભાગ સિંધુ નદીના કિનારા પાસેજ આવેલા છે. સિંધુ નદી તે કિલ્લાના ચરણુને પ્રક્ષાલિત કરતી નિરંતર વહ્યા કરે છે. કિલ્લાના સર્વથી ઊંચે ભાગ ગગનને સ્પર્શીને ઉભા રહ્યો છે.
સિંધુ નદીની પેલી તરફ્ જવુ એ તે સમયે હિંદુમાં બહુ તિરસ્કારપાત્ર ક્રમ ગણાતુ હતું. રાજા માનસિંહે પણ સ`પ્રથમ સિંધુ નદી નહિ ઓળંગવા સબંધી પેાતાને વાંધા સમ્રાટ પાસે પ્રદર્શિત કર્યા હતા. સમ્રાટ અક્બરે તેના ઉત્તરરૂપે નીચેના દાહરા રાજા માનસિંહને માકલી આપ્યા હતા: સબ ભૂમિ ગાપાળકી, વામે* અટક કહા; જાકે મનમેં ખટક હૈ, સા હી અટક રહા.
અર્થાત્–સમસ્ત પૃથ્વી પ્રભુનીજ છે તેા પછી એક સ્થળેથી અન્ય સ્થળે જવામાં અટકાવ કેવા ? જેના મનમાં ખટક કિવા સંશય છે તેજ અટકમાં અટકી રહે છે.
મહા આગ્રહી રાજપૂતાને પણ સમ્રાટ અકબર કેવી મધુર વાણીથી પેાતાને વશીભૂત કરી શકયા હતા, તે ઉપરની પંકિતઓ ઉપરથી સમજી શકાય છે. સિંધુ નદી પાર કરવાની તે આજ્ઞા કરે તેા રાજા માનસિહુ જેવાઓએ પણ તે માન્ય કરવી જોઇએ; પરંતુ સમ્રાટ અક્ષર સમજતા હતા કે આજ્ઞા કરતાં સહૃદયતા અને મધુર શબ્દજ વિશેષ ઉંડીઅસર કરી શકે છે અને તેથી આવા નમ્ર વ્યવહારથીજ અનેકવાર પેાતાને ઉદ્દેશ તે સિદ્ધ કરતા. ઉક્ત કવિતાના ઉદ્દેશ સિદ્ધ થયા. રાજા માનસિહ ઘણી હિંદુસેના તથા સૈનિકા સાથે સિંધુ નદીની પાર ઉતર્યા. આ સ્થળે કાઈ એવા પ્રશ્ન કરશે કે રાજા માનસિહ કે જેના પૂજે મુસલમાન સમ્રાટને કન્યા આપી રાજપૂત કુળને એમ લગાડી છે, તેને તે વળી ધર્માધ જેવુ હાઇજ શું શકે ? અમે કહીએ છીએ કે રાજા માનસિંહુના ધર્માંચારસંબંધે શંકા કરવાનું કારણુંજ નથી. વસ્તુતઃ તે અત્યંત ઉદાર હૃદયના હિંદુ હતા. તેણે અનેક સ્થાને 'હિંદુ'દિશ ચણાવ્યાં હતાં અને તેમાં મૂર્તિની પ્રતિષ્ઠા પણુ કરાવી હતી. સમ્રાટ અક્બરે જ્યારે તેને ધર્મ નામના નૂતન ધર્મ સ્વીકારવાની ભલામણ કરી ત્યારે તેણે કહ્યું કે “હું કેવળ એજ ધર્મ' જાણું છું. એક હિંદુ ધર્મ અને ખીજો મુસલમાન ધર્યું. એ ખે ધ સિવાય ત્રીજો ધર્મ હાય એ વાત મારા માનવામાં આવતી નથી. આપના પ્રત્યેની અમારી શ્રદ્ધાની પરીક્ષા કરવા જો એ ધર્મ સ્વીકારવાનું અમને આપ કહેતા હૈ। તા તે નિષ્પ્રયેાજન છે; કારણ કે અમે આપની ખાતર તન—મન–ધન સર્વસ્વને ભાગ આપવાને સદા તૈયાર છીએ, એવી ખાત્રી અમે પૂર્વે અનેકવાર આપી ચૂકયા છીએ, એટલુંજ નહિ પણ અનેકવાર એવી સાબીતી પણ આપી ચૂકયા છીએ. ” રાજા માનસિંહ સિવાય
""
ઇશ્વર
Shree Sudharmaswami Gyanbhandar Umara, Surat
www.umaragyanbhandar.com