Book Title: Mahan Samrat Akbar
Author(s): Bankimchandra Lahidi
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 337
________________ ૩૧૬ સમ્રાટ અકબર સાડી મૂ તથા મુરાદને ખૂબ દારૂ પાઇ ગાંડ જે બનાવી મૂકો અને તેને પગની ઠેકર મારી કેદમાં પૂરી દીધે. દારા અને મુરાદના પુત્રોને તેણે ઘાતકી રીતે મારી નાખ્યા અને પિતાને કેદમાં પૂરી મોગલ–સામ્રાજ્યને અધીશ્વર બની ગયા. (ઈ. સ. ૧૬૫૮)મુરાદને ઈન્સાફ આપવાનું બહાનું કહાડી કેદમાંથી મુક્ત કર્યો, પણ ઇન્સાફમાં તેને ગુન્હેગાર ઠરાવી મારી નખાવ્યા. દારા પિોતે જૂદા જ ધર્મ માને છે, એ તેના ઉપર આરોપ મૂકી તેને પણ શિરચ્છેદ કરાવ્ય; પણ જાણે છેતાના ભાઈના મૃત્યુથી બહુ દિલગીર થયે હેય તેમ બતાવવા કૃત્રિમપણે સદન કરવા લાગ્યો. ત્યારબાદ દારાનું મસ્તક એક મનહર રકાબીમાં મૂકી પિતાના પિતા પાસે મોકલી આપ્યું. શાહજહાને પેલી રકાબી ઉપરનું વસ્ત્ર જેવું ઉંચક્યું કે તુરતજ તેના મુખમાંથી અચાનક એક ચીસ નીકળી ગઈ અને તે જ વખતે તે મૂચ્છ ખાઈને પડયો. પુત્રના અકાળમૃત્યુથી તે સમયે તેનું હૃદય ચીરાઈ જવા લાગ્યું. શાહજહાન ૩૦ વર્ષ રાજગાદી ભોગવી તથા સાત વર્ષ કમનસીબ કેદી તરીકેનું જીવન ગાળી, ઈ. સ. ૧૬૬૬માં મરી ગયો. ઔરંગઝેબે હિંદુઓ ઉપર રૂંવાડા ઉભા કરે તેવો જુલમ ગુજારવા માંડયો. હિંદુની મૂર્તિઓ ભાંગીને તેના ચૂરેચૂરા કરાવવા માંડયા. અસંખ્ય હિંદુ-મંદિરોને નાશ કરાવ્યું અને મંદિરોને બદલે ત્યાં મચ્છ ઉભી કરાવી. તરવારની ધારના બળથી તેણે હિંદુઓને મુસલમાન બનાવવા માંડયા. બનિયર સાહેબ લખે છે કે – “ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ સમયે હિંદુઓ જ્યાં સુધી ઔરંગઝેબને એક લાખ રૂપિયા ન આપે ત્યાંસુધી યમુનાના જળમાં ડૂબકી સુદ્ધાં મારી શકતા નહિ. તેણે હિંદુઓ ઉપર જજિયાવેરે નાખ્યો. આથી હિંદુઓ ઉકત કરમાંથી કદાચ પિતાને મુક્તિ મળે એવી આશાથી, અતિ વિનયપૂર્વક ઔરંગઝેબની પાસે પ્રાર્થના કરવા ગયા. પ્રાર્થના સાંભળવી તે બાજુએ રહી, પણ ઉલટું ઔરંગઝેબે તેમને હાથી તથા અશ્વના પગતળે ચગદાવી મારી નખાવ્યા. ભારતવર્ષમાં મુસલમાનધર્મને પુનરુદ્ધાર કર્યો. હિંદુઓને રાજકાર્યમાંથી રજા આપવામાં આવી અને તેમને બદલે મુસલમાનોને નિમવાના હુકમ બહાર પાડ્યા. હિંદુ અને મુસલમાનો વચ્ચે વેર અને ઈષ્યને અગ્નિ પ્રબળપણે ભભુકી નીકળ્યો.” બનિયર સાહેબ તે સમયની ભારતવર્ષની સ્થિતિ નજરોનજરે નિહાળી આ પ્રમાણે લખે છે –“સમ્રાટે અત્યંત સ્વછંદી અને દુરાચારી છે. તેમનાં વા અને કાર્યોની સામે વિધિ લે, એ કઈ મનુષ્ય રહ્યો નથી. રાજપુરુષ પિતાનાથી હલકી પંકિતનાં માણસો ઉપર અત્યંત જુલમ અને ત્રાસ વર્તાવે છે. કેઈ મનુષ્ય મહામહેનતે થેડે–વણે પૈસે પેદા કરે છે કે તરતજ રાજપુરુષે જોરજુલમથી તે પડાવી લે છે. સાધારણ જનસમાજ ગુલામ જેવી જ અવસ્થા ગુજારે છે. આ આથી દેશના હુન્નર-ઉદ્યોગને પણ ભારે ધકકા પહોંચ્યો છે. લોકે અતિ દીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366