________________
શાસનનીતિ
૨૪૩
ઇરાનના બાદશાહને એક ભત્રીજો ભારતવર્ષમાં આવ્યો ત્યારે સમ્રાટે બહુ આદર-સત્કારપૂર્વક તેનું સ્વાગત કર્યું હતું અને તેને “ફર્ગદ ” અથવા પુત્રની ઉપાધિ, પાંચ હજાર સેનાનું મનસબદાર-પદ તથા સંબલ પ્રદેશની જાગીર અર્પણ કરી હતી. કંદહાર કરતાં પણ સંબલને પ્રદેશ અતિ વિશાળ હતે. પેલા મનસીબદારને જાગીર મળી, એટલે તેણે તરતજ હિંદી પ્રજા ઉપર વિવિધ જુલમો ગુજારવા માંડયા. આથી સંબલની પ્રજાએ સમ્રાટ અકબર પાસે આવીને ફરિયાદ કરી. જે કઈ અમલદાર પ્રજા ઉપર જુલમ ગુજારતે તે તેથી સમ્રાટને એટલે બધો ક્રોધ થતો કે તે અમલદારને સપ્તમાં સપ્ત સજા કર્યા વિના તે શાંત થત નહિ. અકબરને આવો સ્વભાવ મનસબદાર બહુ સારી રીતે જાણતો હતો તેથી તેણે અકબર પાસે આવીને તીર્થયાત્રા અર્થે મકકા ખાતે જવાની અભિલાષા પ્રકટ કરી. તેણે ધાર્યું હતું કે મક્કા ખાતે જવાનું બહાનું સાંભળી સમ્રાટ મારા ઉપર પ્રસન્ન થશે અને મને યાત્રાર્થે જવાને નિષેધ કરશે; પરંતુ તેના પ્રજાવર્ગ ઉપરના જુલમથી સમ્રાટ અકબર એ તે ગુસ્સે થયો હતો કે તેને આજે ને આજેજ મકકા ખાતે જવાની આજ્ઞા આપી દીધી. મનસબદારની ધારણ નિષ્ફળ ગઈ. તેથી તેણે પસ્તાવો કરતાં કરતાં સમ્રાટ પાસે ક્ષમા યાચી. છેવટે સમ્રાટે તેની મર્યાદા અને પદવીને વિચાર કરી પ્રથમ અપરાધ બદલ મુકિત આપી અને હવે પછી પ્રજા ઉપર જુલમ ન કરવાની સાવચેતી આપી, છતાં તેની જુલમ ગુજારવાની ટેવ દૂર થઈ નહિ. પુનઃ તે પ્રજા ઉપર ત્રાસ વર્તાવવા લાગ્યો. સમ્રાટને આ વાતની જેવી બાતમી મળી કે તરતજ તેણે તે જાગીર મનસબદાર પાસેથી ખુંચવી લીધી. પિતાને પિતા એકવાર ઈરાનના શાહ પાસેથી સહાયતા પામ્યા હતા,તથાપિ એટલા ખાતર ઇરાનના એક જુલમી રાજપુત્રના અપરાધ માટે આંખમીંચામણું કરવાનું સમ્રાટે યોગ્ય ધાર્યું નહિ. અંતે તે મનસીબદારને અમુક રકમની આજીવિકા બાંધી આપી. .
મહેસુલ ખાતાના કેટલાક નેકર સમ્રાટના સમયમાં ખાનગી રીતે પ્રજા ઉપર અણઘટતે જુલમ ગુજારતા હતા. સમ્રાટને એ વાતની ખબર મળી એટલે તેણે ટોડરમલને તપાસ કરવાની અને સત્ય વાતનો નિર્ણય કરવાની આજ્ઞા આપી. રાજાની તપાસના પરિણામે રાજના નેકરના દોષે સિદ્ધ થયા. ત્યારબાદ સમ્રાટની આજ્ઞાને અનુસરીને રાજા ટોડરમલે ઉકત અપરાધી નેકરોને એવી તે સખ્ત સજા કરી હતી કે, બાદાઉનીના કહેવા પ્રમાણે એ સજાના પરિણામે અનેક મનુખ્યો અકાળે મરણને શરણ થયા હતા. રાજપુરુષો અથવા અમલદારોના ત્રાસને સમ્રાટ કેવી દઢતાથી દાબી દેતે હવે તેના અનેક ઉદાહરણો મળી આવે છે. પ્રજાની હિતચિંતક્તા સમ્રાટના હૃદયમાં કેવી બળવાનપણે વર્તતી હતી, તેને પણ ઉકત દુષ્ટતિથી સારે ખ્યાલ આવી શકશે.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat