Book Title: Mahan Samrat Akbar
Author(s): Bankimchandra Lahidi
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 336
________________ પડદે પડે! (ખેલ ખલાસ!) ૩પ તેના ત્રાસથી તથા જુલમથી પ્રજામાં ચોતરફ હાહાકાર વર્તવા લાગ્યો. અકબરના સમયની સુવ્યવસ્થિત રાજપદ્ધતિ તદ્દન અસ્ત-વ્યસ્ત અને ઢંગધડા વગરની થઈ પડી. રાજ્યના મુખ્ય અમલદારો પ્રજાને પડવા લાગ્યા અને મોટી મેટી લાગે લઈ ન્યાય-નીતિને પગતળે છુંદવા લાગ્યા. આથી મેગલ-સામ્રાજ્યનો પાયે મૂળ માંથી ખવાતે ચાલ્ય; છતાં અકબરે જે ઉદાર રાજનીતિનાં ઉત્તમ બીજે રેપ્યાં હતાં, તેને લઈને મેગલ સામ્રાજ્ય ટકી રહ્યું હતું. સલીમના પુત્ર શાહજહાને સિંહસન પડાવી લેવાની લાલસાથી મહાન બળ ઉઠા. જહાંગીરને શાહજહાનના એક સેનાપતિએ પકડ્યો અને કેદમાં પૂર્યો. જો કે સલીમને પાછળથી મુક્ત કરવામાં આવ્યા હતા, તે પણ તે વધારે દિવસ છવત રહી શક્યો નહિ. બાવીશ વર્ષ રાજ્ય ભેગવી ઈસ. ૧૬ર૭ માં તેણે દેહત્યાગ કર્યો. શાહજહાન અનેક સગાં-સંબંધીઓના પ્રાણ લઈ દિહીનું સિંહાસન પ્રાપ્ત કરવામાં વિજયી નિવડ્યા. તે વિષય-વાસનાઓમાં લગભગ અંધ જેજ બની ગયો હતો, એમ કહીએ તે બેટું નથી. એક રાજપૂત કવિ કહે છે કે –“તે સ્ત્રીઓને ગુલામ હતો.” તેના જુલમને લીધે આ દેશ લગભગ પાયમાલ થઈ ગયો હતે. તેના સમયમાં ઈસ. ૧૬૨૯-૩૦ માં દક્ષિણ પ્રદેશ ખાતે એક ભયંકર દુષ્કાળ પડયો હતો. તેણે લાહેરના ક્રિશ્ચિયન-દેવળને નાશ કર્યો હતો અને આગ્રાના ક્રિશ્ચિયન દેવળને કેટલેક ભાગ તેડી નખાવ્યા હતા. ફિરિસ્તા લખે છે કે –“તેણે હિંદુએનાં અનેક દેવાલ અને મૂર્તિઓના ચૂરેચૂરા કરાવી નાખ્યા હતા અને જે હિંદુઓ તેની સામે થયા હતા, તેમને તેણે કૂરપણે મારી નખાવ્યા હતા. તેણે ઇ સ્લામધર્મની ભારતવર્ષમાં પુન: પ્રતિષ્ઠા કરી હતી.” એક ઈરાની રાજદૂતે શાહજહાનની રાજ્ય સંબંધી પરિસ્થિતિ નિહાળી, સમ્રાટને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે હવે મેગલ સામ્રાજયની પડતીને પ્રારંભ થઈ ચૂક્યો છે.” વ્હીલર સાહેબ કહે છે કે-“જહાંગીર અને શાહજહાન જેવા જુલમી અને નિર્લજજ સમ્રાટોએ ભાગ્યેજ પૃથ્વીના કેઈ ભાગનું સિંહાસન કલંકિત કર્યું હશે; પરંતુ તેના તાજમહેલ, મેતિમજીદ દિવાને ખાસ તથા દિલ્હી અને આઝાખાતેના અસાધારણ-અપૂર્વ પ્રાસાદો હજી પણ તેને અજરામર રાખી રહ્યા છે.” શાહજહાનને ચાર પુત્ર હતા. દારા, સુજ, ઔરંગઝેબ અને મુરાદ, ઔર ગઝેબ ભારે દગાબાજ, નિબુર તથા હિંદુઓનો પરમ શત્રુ હતો. પિતાની વિદ્યમાનતામાંજ શાહજહાનના પુત્રોએ સિંહાસન અર્થે દાવપેચ ખેલવા માંડયા. મુરાદને ઔરંગઝેબે કહ્યું કે મારે તે ફકીર બની જવું છે, પણ તે પહેલાં પિતાશ્રીનું આ રાજ્ય તને મળે તે હું નિશ્ચિતપણે ઈશ્વરભજન કરી શકું, એટલા માટે હું મારાથી બનતી મહેનત કરું છું. મુરાદ ઔરંગઝેબની વચન-માધુરીમાં પૂરેપૂરો ફસાયે ઔરંગઝેબે પોતાની જાળ ફેલાવવા માંડી. તેણે દારાને પરાજિત કર્યો સુજાને ન www.umaragyanbhandar.com Shree-stahammaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366