Book Title: Mahan Samrat Akbar
Author(s): Bankimchandra Lahidi
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 353
________________ ૩૩૨ સમ્રાટ અકબર કે તેઓ પિતાની કીર્તિ કે વંશગૌરવની ખાતર કમર કસીને સજજ થાય? વળી પિષ્ટિક ખાન-પાનવિના જેમ હાડ-માંસ પરિપુષ્ટ થતાં નથી, તેમ દેશરૂપી શરીરનાં હાડમાંસરૂપી સાધારણ જનસમાજ પણ જ્ઞાનવિના પરિપુષ્ટ થતું નથી. અજ્ઞાન રહેલે સાધારણ જનવર્ગ તે માત્ર અધિળા સિનિકના જેવું જ કામ કરી શકે છે. ચડતો વર્ગ એમજ સમજ કે જે જનસમૂહ જ્ઞાન પ્રાપ્ત કરશે તે પછી તે આ પણી સેવા બરાબર કરશે નહિ અને તેથી કરીને “અમુક જ્ઞાાતવાળાઓનેજ ભણવાને અધિકાર છે એમ તેઓએ ખુલ્લીરીતે જાહેર કર્યું હતું. આનું પરિણામ એ આવ્યું કે દેશની આપત્તિના સમયમાં સાધારણ જનસમૂહ પિતાનાં કર્તવ્યને નિશ્ચય કરી શકો નહિ. દેશરૂપી શરીરનું શ્રીમંત વરૂપ માથું જ્યારે દુઃખવા આવતું ત્યારે શરીર એમજ સમજાતું કે આ માથું જ જે કપાઈ જાય તે પછી માથાનું દર્દ રહે નહિ. હાય ! હિંદુપ્રજાને પૂર્વે કોઈ પણ પ્રકારને અભાવ નહોતે. સર્વોત્તમ પતિના રાજનૈતિક પુરુષ, સર્વોત્તમ વર્ગના સૈનિક તથા અનંત દ્રવ્ય અને અસંખ્ય શરીરે ભારતવર્ષમાં વિદ્યમાન હતાં. માત્ર એક જ વસ્તુને અભાવ હતા અને તે એજ કે નિઃસ્વાર્થતા. આ એક અભાવને લીધે સાધારણ જનસમાજની પ્રીતિ ઉપર હિંદુ રાજાઓએ પિતાના હિંદુસામ્રાજ્યને મૂળ પાયે પ્રતિષ્ઠિત કર્યો નહિ. જે તેમણે તેમ કર્યું હોત, અર્થાત સાધારણ જનસમાજે પોતાના હિંદુરાજ્યને સુખ-સન્માન તથા સ્વતંત્રતાનું સંરક્ષક માન્યું હેત, તો તેઓ અંતઃકરણના સંપૂર્ણ આવેગપૂર્વક, જીવજાનના ભોગે પણ હિંદુરાજ્યની સ્વતંત્રતા જાળવ્યા વગર રહેતા નહિ. અમારો કહેવાનો આશય માત્ર એટલેજ છે કે, એકમાત્ર સ્વાર્થબુદ્ધિને લીધે જ હિંદુ પ્રજાનું અધઃપતન થયું છે, એમાં અમને કોઈ જાતની શંકા નથી. જે સ્વાર્થબુદ્ધિએ હિંદુઓને આવા ભયંકર આઘાત કર્યા છે, તે સ્વાર્થોધતાના પંજામાંથી હિંદુઓ શું હજી પણ મુકિત મેળવી શકયા છે? અમે જે તરફ દૃષ્ટિ કરીએ છીએ તે તરફ કેવળ સ્વાર્થોધતાનાજ ખેલ ભજવાઈ રહેલા જણાય છે! તરફ કેવળ સ્વાર્થપરાયણતાનાંજ દો દૃષ્ટિગોચર થાય છે ! આટલી ઠોકરો ખાવા પછી પણ જે હિંદુઓ સ્વાર્થબુદ્ધિને તિલાંજલિ આપી શક્યા હેત અને આત્મોન્નતિ અર્થે સ્વાર્થ ત્યાગ સ્વીકારવાને તત્પર થઈ શક્યા હોત, તે પુનઃ પિતાનું ગત ગૌરવ પ્રાપ્ત કરી શક્યા હતા. રાજા સર ટી. માધવરાવ કહે છે કે –“હું વાવૃદ્ધિની સાથે જેમ જેમ ઉંડા વિચાર કરું છું, જેમ જેમ ઉંડા અનુભવ મેળવતે જાઉં , તેમ તેમ મારા અંતઃકરણમાં એવો સુસ્પષ્ટ નિશ્ચય થતું જાય છે કે, રાજનૈતિક દુઃખો કરતાં પણ હિંદુ જાતિએ પતેજ ઉત્પન્ન કરેલાં અને પોતે જાતે જ સ્વીકારી લીધેલાં દુઃખોથી તે એટલી બધી પરાભૂત થઈ ગઈ છે, કે તેના જેવી દુખી અને વળી ધારે તે તે દુઃખ પિતાની મેળે જ દૂર કરી Shrશકે એવી જાતિ પૃથ્વીતળ ઉપર અન્ય કોઈ નથી.” www.umaragyanbhandar.com Shree Sudhaimaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366