Book Title: Mahan Samrat Akbar
Author(s): Bankimchandra Lahidi
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 340
________________ પડદો પડયે! (ખેલ ખલાસ!) ૩૧૯ મહાપ્રબળપણે સળગી ઉઠેલી હિંદુશકિતરૂપી અગ્નિશિખાને તે કેમે કરતાં શાંત કરી શકશે નહિ. મરાઠાઓના અસાધારણ પ્રતાપ પાસે મેગલનું લશ્કર પુનઃ પુનઃ પરાજિત થઈ નાસી જવા લાગ્યું ! અનેક સારા અને શરીર મંગલ સેનાપતિઓ તેમાં નાશ પામ્યા. છેવટે ઔરંગઝેબ મહામહેનતે બાકી રહેલું લશ્કર પિતાની સાથે લઈ રણક્ષેત્રમાંથી નાસી ગયો અને તેણે અહમદનગરના કિલ્લામાં આશ્રય લીધે. હવે તેને પિતાના દુરાચારને કંઈક ખ્યાલ આવ્યો ! પિતાની સંકુચિત રાજનીતિને લીધે મોગલ–સામ્રાજ્યને કેટલું સેસવું પડયું તે હવે સ્પષ્ટ રીતે તે જોઈ શક્યો. આથી તેને ઘણો પસ્તા થવા લાગ્યો; પણ તે હવે નિષ્ફળ હતા. છેવટે તેણે પોતાના પુત્રોને પત્રદ્વારા જણાવી દીધું કે –“મેં મારા જીવનમાં અનેક પાપકર્મો કર્યા છે. તે બદલ મને કેવી સખ્ત સજા સહવી પડશે, તેને હું ખ્યાલ કરી શકતું નથી. હું આ વિશાળ સામ્રાજ્યનું રક્ષણ કરવા શક્તિમાન થઈ શક નથી. મેં મારે અમૂલ્ય સમય નિરર્યકજ ગુમાવ્યો છે. મારું સૈન્ય પારદની માફક નિત્ય અસ્થિર અને ભયથી વિલ રહ્યા કરે છે. મારી પણ તેવી જ સ્થિતિ છે. હવે તે જે બનવાનું હોય તે ભલે બને, મેં મારું નાવ તણાતું મૂકી દીધું છે. બસ, હવે રજા લઉં છું. છેલ્લી સલામ!” સમ્રાટ-કુલકલંક રંગઝેબ ૪૯ વર્ષ રાજ્ય કરી, ૮૯ વર્ષની વયે ઈ. સ. ૧૭૦૭માં ઉક્ત સ્થળેજ પ્રાણને ત્યાગ કર્યો. સમ્રાટ અકબરે જે નીતિને અનુસરી ભારતવર્ષને ઉન્નત કર્યો હતો અને તેને મહાશક્તિશાળી વિશાળ સામ્રાજ્યરૂપે પરિણત કર્યો હતે, તે નીતિનું તેના વંશજોમાંના કોઈએ અનુકરણ કર્યું નહિ. અકબરના અનુગામીઓ યુક્તિ અને વિવેકબુદ્ધિને તુછવત ગણી, ઉદેશને તિલાંજલિ આપી, એકમાત્ર પક્ષપાતમાં જ અંધ બની ગયા અને એ રીતે ભારતવર્ષને અધોગતિના ઊંડા અંધકારમાં ઘસડી જવાને પ્રયત્ન કરવા લાગ્યા. અકબરની આજસુધીની સઘળી મહેનત તથા જનાએ ઉપર પાણી ફર્યું ! મેલેસન સાહેબ લખે છે કે –“અકબર જે નીતિને વળગી રહ્યો હતો તે જ નીતિનું જે તેના વંશજોએ અનુકરણ કર્યું હતું, તે મેગલસામ્રાજ્યનું પતન કદાપિ થાત નહિ,” લેનપૂલ સાહેબ તથા ટેંડ સાહેબ પણ કહે છે કે –“ઔરંગઝેબના મૃત્યુ પૂર્વેજ લાંબા કાળથી મેગલસામ્રાજ્ય એવું તે હચમચી રહ્યું હતું કે તેને પડવામાં વધારે વિલંબ રહો નહોતા અર્થાત મોગલ સામ્રાજ્ય પડું પડું જ થઇ રહ્યું હતું.” ઔરંગઝેબની પછી જેમણે “સમ્રાટ ” નું પદ ધારણ કર્યું હતું, તેઓ એક રીતે મુસલમાન અમાત્યના હાથમાં રમકડાંની પેઠેજ નાચતા હતા, એમ કહીએ તે ખોટું નથી; કારણ કે તે સમ્રાટોનું અસ્તિત્વ, તેમનો વૈભવ તથા તેમનું મૃત્યુ પણ ઉક્ત અમાના સ્વાર્થ ઉપરજ આધાર રાખી રહ્યું હતું. મતલબ Shree Sudhatnaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366