Book Title: Mahan Samrat Akbar
Author(s): Bankimchandra Lahidi
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 359
________________ ૩૩૮ સમ્રાટ અકબર કરું નહિ.” ત્યારબાદ અમે અકબરબાગનો પરિત્યાગ કરી અંધકારમાં આગળ ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં પણ અમને એજ વિચાર આવવા લાગે કેભારતમાં શું હવે અકબર પુનર્જન્મ નહિ લે આ અંધકાર શું દૂર નહિ થાય?” મા ! હવે તમે પધારે. પુનઃ એકવાર આપની હાજજવલ આકૃતિનાં દર્શન આપે. આ પ્રાર્થનાના ઉત્તરમાં જાણે કેઈ અતિ ક્ષીણ શોકસ્વરમાં કહી રહ્યું હોય કે –“મારી શક્તિનું યથાર્થ મૂળ જનસમાજ છે, તેને ઉન્નત, શિક્ષિત તથા જાગૃત કરે. સાધારણ જનસમાજની સેવા કરે, જનસમાજની સેવા વગર મારી સેવા થઈ શકશે નહિ. સ્વાર્થી પ્રજા મારી સેવા કરી શકતી નથી. પ્રજાકિય ઉન્નતિ પ્રાપ્ત કરવી, એ સહજ વાત નથી. આત્મપ્રયત્ન કરતાં શીખે, આત્મભેગ આપતાં શીખે.” બહાર નજર કરી તે અમને જણાયું કે પ્રભાતને હજી વિલંબ છે; આકાશમાં બે-ચાર ક્ષીણ નક્ષત્ર પ્રકાશી રહ્યાં છે, નીચે તરફ અંધકાર પ્રસરી ગયો છે, ક્યાંય કોઈને શબ્દ સંભળાતે નથી અતિ દીનહીન અને કંગાળ વેશધારી માતા ધૂળમાં આળેટી રહી છે ! મા ! હવે આંખમનાં અણુને ત્યાગ કર ! ઉઠ મા-ભારતમાતા-હવે જાગૃત થા! [ી િિ રાિ વ્યOિ સમાપ્ત lifથાય છે સાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366