Book Title: Mahan Samrat Akbar
Author(s): Bankimchandra Lahidi
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 305
________________ ૨૮૪ સમ્રાટ અકબર અશ્વો તથા ભારતવર્ષ અને ઓબીસીનિયા વગેરે દેશના ગુલામ-બાળકે અને ગુલામ-બાલિકાઓ દાયજાતરીકે અર્પણ કર્યા હતાં. વિવાહપ્રસંગે જે જે સદ્દ ગૃહસ્થોએ હાજરી આપી હતી તેમને પણ રાજા ભગવાનદાસે તેમની પદવી પ્રમાણે સુવર્ણના જીનથી શોભતા તુર્કી તથા આરબી અશ્વો ઉલ્લાસપૂર્વક અર્પણ કર્યા હતા. પિતાને ત્યાંથી રાજબાળાને સાસરે લઈ જવામાં આવી, ત્યારે માર્ગમાં તેણીની પાલખી ઉપરથી અસંખ્ય સેનામહેરાની વૃષ્ટિ કરવાને સમ્રાટે હુકમ કર્યો હતો. આ પ્રસંગે સેનાની અને મણિ-માણેકની એવી તે છૂટથી વૃષ્ટિ કરવામાં આવી હતી કે લેકે સેના અને રત્નોનો સંગ્રહ કરતા કરતા ધરાઈ ગયા હતા.” વિવાહ પતી ગયા પછી અને સમ્રાટના મહેલમાં આવ્યા પછી પણ હિંદુ બાળાઓ સમસ્ત જીવનપર્યત હિંદુધર્મ તથા હિંદુરીતરિવાજને વળગી રહેતી હતી. હિંદુબાળાએ મોગલભવનમાં પણ હેમ વગેરે કરતી. સમ્રાટ અકબરે હેમ કરવાનું શિક્ષણ હિંદુરમણ પાસેથી જ પ્રાપ્ત કર્યું હતું. ફતેપુર-સીક્રી ખાતે આવેલ સમ્રાટ અકબરની મહારાણું ધબાઈનો મહેલ, દ્રાક્ષમાળાવડે શોભતા એક હિંદુ ગૃહસ્થની માફક આજે પણ શોભી રહ્યો છે. જોધાબાઇના મહેલ ઉપર રહેલાં હિંદુચિહે વર્તમાનકાળે પણ પ્રવાસીઓને આનંદમુગ્ધ કરે છે. હિંદુ સ્ત્રીઓ ઈસ્લામધર્મ સ્વીકારતી નહતી છતાં તેમના પુત્રોને દિલ્હીની રાજગાદી વંશપરંપરાના હકક પ્રમાણે આપવામાં આવતી. સમ્રાટ જહાંગીરે જોધાબાઇના પેટે જન્મ લીધો હતો અને જોધાબાઈ જે કે હિંદુધર્મને જ વળગી રહી હતી, તે પણ જહાંગીર દિલ્હીની ગાદીએ બેસી શક્યો હતો, એ વાત ઇતિહાસના અભ્યાસીઓ માટે નવી નથી. મુસલમાન ઈતિહાસલેખકે લખે છે કે –“ જોધબાઈ જે કે હિંદુ હતી તે પણ પ્રભુ તેણીની ઉપર દયા કરશે, કારણ કે સમ્રાટ જહાંગીરે ભારતવર્ષમાં મુસલમાનધર્મની એકવાર પુનઃ પ્રતિષ્ઠા કરી હતી. જહાંગીર જેવા ધર્મવીરની માતા, ભલે તે હિંદુ હોય તે પણ નરકમાં જવાને યોગ્ય નથી.” જોધાબાઈએ વિવાહ કર્યા પછી જે ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો તે તેણીને માટે મુસલમાન ઐતિહાસિક લેખકોને જે ચિંતા કરવી પડી છે તેવી ચિંતા કરવાને પ્રસંગ આવત નહિ. હિંદના સમ્રાટોમાં એકમાત્ર અકબરેજ હિંદુ-મુસલમાનોને પરસ્પર મિત્રતાના અને સગપણના સંબંધથી જોડવાનો પ્રયત્ન કર્યો હતો. તે પોતે પણ પોતાને ના કુટુંબની એક કન્યાને એક હિંદુ રાજા સાથે પરણાવવાને તૈયાર થયા હતા; પરંતુ આથી કોઈએ આશ્ચર્ય પામવાનું નથી. મગધના અધિપતિ હિંદુ મહારાજા ચંદ્રગુપ્ત ગ્રીક સેલુક્સની કન્યાનું એક કાળે પાણિગ્રહણ કર્યું હતું. ઈરાન દેશના એક યવન અધિપતિને જયારે તેની પ્રજાએ સિંહાસન ઉપરથી ઉઠાડીને નસાડી મૂકે ત્યારે તેણે ભારતવર્ષમાં આવી, કાન્યકુબ્બના એક હિંદુરાજાની સાથે પોતાની Shree Sudharmaswam Gyanbhandar-Umará, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366