________________
૭૨
સમ્રાટ અમર
આપણે ફાવી શકીશું ” એમ ધારી અલીકુલીખાંએ ત્રીજીવાર પણ વિદ્રોહની ઢાળા સળગાવી ! સમ્રાટને આ સમાચાર મળ્યા કે તુરંતજ તે પા આાખાતે આવ્યા અને શત્રુને યથાચિત શિક્ષા કરવા પોતે જાતે કૂચ કરી. અલીકુલીખાં સમ્રાટની સામે થવાનુ સાહસ કરી શક્યા નહિ. તે ગંગાની ખીજી બાજુએ એક સહીસલામત સ્થાન શોધી કહાડી ત્યાં છાવણી નાખીને પડયા રહ્યો. તેણે વિચાર કર્યો કે આ ભયંકર નદી ઉતરીને સમ્રાટ આ તરફ આવશે નહિ, તેથી તે કાઇ પણ પ્રકારના ડ્રેગ વિના, પૂનુ દુઃખ તથા ચિંતા ભૂલી જજી સુરાપાનની માજ માણવા લાગ્યા !
આ તરફ સમ્રાટ પોતે વિઘ્ન કે પ્રતિકૂળતાની લેશમાત્ર પરવા નહિ કરતાં, નિદ્રા અને ખાનપાનનેા ત્યાગ કરી ચાવીસે ચોવીસ કલાક શત્રુની પાછળ સિંહની માક ભમવા લાગ્યા. એક દિવસ હજી સંધ્યાને થાડી વાર હતી તે સમયે શત્રુના નિવાસસ્થાન સંબંધી સમ્રાટને બાતમી મળી, એક ક્ષણને પણુ વિલખ નહિ કરતાં તત્કાળ તે પોતાની સાથે ૧૦૦૦-૧૫૦૦ સૈનિાની અતિ સાહસિક સેનાને લઇને ગંગામાં કૂદી પડયા. તે કાળે માટે ભાગે સૈનિકા હાથી ઉપર બેસીને નદી ઓળંગતા હતા. અકબરે તથા તેના સૈનિકાએ પણ આ વખતે તેમજ કર્યું. રાત્રિના સમયે શત્રુ ઉપર હુમલા લઇ જવા એ યેાગ્ય નથી એમ ધારી સમ્રાટે સમસ્ત રાત્રિ ગંગાની સામે પાર જંગલમાં અતિ ગુપ્તપણે પસાર કરી. પ્રભાતના સૂર્ય પ્રકાશે તે પૂર્વેજ અક્ષરનું સૈન્ય તૈયાર થઈ ગયું અને પરમ પરાક્રમપૂર્વક શત્રુના સૈન્યને ઘેરી લીધું. મેગલસેના આ વખતે ત્રણ ભાગમાં વહેંચાઈ ગઇ હતી અને ત્રણે તરફથી શત્રુના સૈન્યના સહાર કરવા માંડયા હતા. સમ્રાટ અકબર એક હાથી ઉપર બેસીને સૈન્યના મધ્ય ભાગમાં રહી લશ્કરની વ્યવસ્થા કરતા હતા. ધીમે ધીમે યુદ્ધે બહુજ ભય ંકર રૂપ ધારણ કર્યું. વિદ્રોહીએ ( બળવાખારા ) એ મરણીયા થઇને બાદશાહી સેનાના નાશ કરવા માંડયા. બન્ને સૈન્યે એવુ અપરિમિત બળ અને પરાક્રમ દાખવવા માંડયું કે કયા પક્ષ જીતશે એ સમજાય તેમ રહ્યુ· નિહ. સમ્રાટ આ કટોકટીના પ્રસંગે હાથી ઉપરથી નીચે ઉતરી પડયા. તેણે એક અતિ તેજસ્વી અશ્વ ઉપર સ્વારી કરીને રણક્ષેત્રની મધ્યમાં અતિ વેગપૂર્ણાંક ઘુમવા માંડયું. તે પેાતાના બળ, વીય તથા સાહસવડે પેાતાના સૈનિકાને પુનઃ પુનઃ ઉશ્કેરવા લાગ્યા. માગસેના ખુદ સમ્રાટને રણક્ષેત્રમાં ધુમતે નિરખી, પ્રાણની પણ પરવા કર્યાં વિના, અપૂર્વ પરાક્રમવડે શત્રુના સૈનિકાના સંહાર કરવા લાગી. સમસ્ત મેાગલસેના કે જે અત્યારસુધી નિસ્તેજવત્ જણાતી હતી તે હવે એક ક્ષણમાત્રમાં પરમ ઉત્સાહી બની જઇને એકસરખા બળથી આગળ વધવા લાગી. શત્રુઓની સેના પણ કાઈ રીતે પાછી હઠે તેવી નહાતી. અમરની પાસે હાથીનું એક સૈન્ય હતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com