Book Title: Mahan Samrat Akbar
Author(s): Bankimchandra Lahidi
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 357
________________ ૩૩૬ સમ્રાટ અકબર ભાગ સામેરી-રૂપેરી તથા લાલ-પીળા ર ંગેની વેલા તથા ફૂલાવતી સુશાબિત દેખાય છે. તેની દિવાલા ઉપર સાનેરી અક્ષરે કુરાનના શ્ર્લોકા કાતરી કહાડવામાં આવ્યા છે. તે ગૃહની અનુપમ શાભા આજે લગભગ સધળા નાશ પામી છે. કહેવાય છે કે, નટ તથા મરાઠા લેાકેા આગ્રા ઉપર ચડી આવ્યા અને આગ્રાના ખજો મેળવ્યા તે વેળા તેમણે આ ગૃહમાં રસેાપ્ત કરી હતી, તેથી ગ ંભીર ધૂમાડાને લીધે દિવાલે કાળી થઇ ગઇ છે. વર્તમાન ભારતેશ્વર આ કમ્મરનાં દર્શને આવ્યા હતા, ત્યારે આ ગૃહનેા કેટલેક અંશે ઉદ્ધાર થયા હતા. દ્રવ્યના અભાવે સમસ્ત મંદિરગૃહનું સમારકામ થઇ શકયુ નહતું; અથવા તા હિંદુશ્મના હાથમાં સત્તા આવ્યા પછી તેઓ પાતાની સત્તાના કેવા દુરુપયોગ કરે છે, તે દર્શાવવા માટેજ આ સુંદર સમાધિમદિરની આવી ને આવી કંગાળ સ્થિતિ રાખવામાં આવી હાય તાપણુ કાણુ જાણે ? એક નિસરણીના આધાર લઇ અમે ધીમે ધીમે ભેયરામાં ઉતર્યાં. કેટલાક પહેરેગીરા હાથમાં દીપક લડ઼ આગળ ચાલતા હતા. ધીમે ધીમે પગલાં ભરતા અમે સમ્રાટની મૂળ સમાધિ પાસે પહેાંચ્યા. સમ્રાટના દે આ સ્થળેજ દાટવામા આવ્યા છે. તેની ઉપર શ્વેત પથ્થરની એક મનેહર વેદિકા વિરાજી રહી છે અને તેમાં ‘અકબર” એવા શબ્દો પણુ કાતરી કહાડવામાં આવ્યા છે. એક સુંદર જરિયાની વસ્રવડે સમાધિને ઢાંકી રાખવામાં આવી છે. પેલા પ્રહરીએએ અમને કહ્યું કેઃ— હિંદુ અને મુસલમાને સમ્રાટને એક ઋષિ જેટલુંજ માન આપે છે અને તેથી તેઓ અહી' પ્રસિદ્ધિ અર્થે પ્રાંના કરવા બણીવાર આવે છે. પ્રાથના સફળ થયે તે સુંદર વસ્ત્રો વગેરે સમાધિ ઉપર ચડાવી જાય છે. પ્રત્યેક વર્ષે અહી એક મોટા મેળા પણ થાય છે અને તે સમયે સંખ્યાબંધ મનુષ્યા અહી' આવે છે. અનેક લેાકેા વિવિધ માનતાઓ કરે છે અને ધૃષ્ણે ભાગે તે સફ્ળ પણ થાય છે. ” પીક સાહેબ સમ્રાટ અક્ષરના મૃત્યુ પછી ત્રીજે વર્ષે આ સ્થળે આવ્યા હતા. તે લખે છે કેઃ “ હિંદુઓ અને મુસલમાના અખરને એક ઋષિ–મુનિજ સારે છે અને તેટલાજ ભકિતભાવથી તેની પૂજા વગેરે કરે છે.” ભારતવર્ષનાં માજી ગવ`ર-જનરલ લોર્ડ ના બ્રુકે એક મનેહર વજ્ર સમાધિ ઉપર પાથર્યું" હતુ. અને તેદ્રારા મૃત મહાત્માપ્રતિ પોતાનું સન્માન દર્શાવ્યું હતું. અમારા પરાજિત થયેલા હસ્તે તે મહાપુરુષની પવિત્ર સમાધિ ઉપર થોડાં કુસુમા વેર્યા. અખા પણુ અંધકારમાં અશ્રુજળવર્ડ જાણે કે સમાધિને અભિષેક કરી રહી હેાય એમ લાગ્યું ! અમારા કઠોર પ્રાણ પણુ ક્ષણવારને માટે ઓગળી ગયેા ! સ્વાભાવિકરીતેજ અમારા કંઠમાંથી એવા ઉચ્ચારા બહાર નીકળી ગયા કેઃ—“ હું મહાત્મન્ ! ભારતસતાના આપના જેવી ઉદારતા તથા નિઃસ્વાર્થતા પ્રાપ્ત કરા, આપનીજ માર્ક યુતિને અનુસરો, આપનીજ માફક એક ઉદ્દેશને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366