Book Title: Mahan Samrat Akbar
Author(s): Bankimchandra Lahidi
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 356
________________ સમાધિમંદિર ૩૩૫ ગઈ છે કે માત્ર અમુક સમયને માટે, તે તે અમે કહી શકતા નથી, પરંતુ વર્ત* માન કાળે તે ઉક્ત મંદિરમાં ચામાચીડિયાં વગેરે આનંદ કરી રહ્યાં છે ! તે મને હર ગૃહ ઓળંગીને સુંદર દિવાલથી ઘેરાયેલા એક વિશાળ બાગમાં અમે પ્રવેશ કર્યો. પૂર્વે નહેરવડે યમુનાનું પાણી બહુ દૂરથી આ બાગમાં આવતું. આમ્રરક્ષ આદિ ફૂલઝાડે તથા વિવિધ પુષ્પની લતાઓ પિતાનાં ફળો તથા પુષ્પોઠારા, તેમજ સંદર્ય, સુગંધ અને શીતળતાધારા મુસાફરોને વિમુગ્ધ કરતાં. આજે તે ઉદ્યાનની કોઈ સરસંભાળ લેતું નથી. તેની પૂર્વની શોભા તથા આકર્ષકતા અદશ્ય થઈ ગઈ છે. બાગની આસપાસની દિવાલ પણ કેટલેક સ્થળે પડી ગઈ છે. પશ્ચિમ દિશાનું દ્વાર બંધ કરવામાં આવ્યું છે અને ઉત્તર તથા પૂર્વ તરફનું દ્વાર ભય ભેગું થઈ ગયું છે. આ પ્રમાણે સઘળી વસ્તુઓએ દીન-હીન તથા કંગાલ વેશ ધારણ કર્યો છે. ભારતના મહાન પુરુષોની પણ છેવટે કેવી દશા થાય છે, તેનું જાણે કે સર્વત્ર સૂચન થઈ રહ્યું હેયને ! અમે ઉપર કહેલું દક્ષિણ તરફનું દ્વાર–ગૃહ ઓળંગીને ઉત્તર તરફ આગળ ચાલવા માંડયું. દ્વાર–ગ્રહથી લઈને તે ઠેઠ સમાધિમંદિરના દ્વાર સુધી એક અતિ વિશાળ રાજમાર્ગ આવેલ છે. તે માર્ગ, બન્ને બાજુએ આવી રહેલ ઉદ્યાન કરતાં ઘણો ઉચો છે અને તેના ઉપર પથ્થર જડવામાં આવ્યા છે. માર્ગની બને બાજુએ વિવિધ પુષ્પવૃક્ષોની હાર આવેલી છે. તેની ઉપર ધૂળના થર બાઝી ગયા છે. ડાળીઓ ભારને લીધે આડીઅવળી વધી ગઈ છે. જાણે કે ગંભીર શાકને લીધે વૃક્ષોએ તથા લતાઓએ પણ શંગાર સજવાનું માંડી વાળ્યું હેયને ! વચ્ચે વચ્ચે ગંભીર પત્રગુચ્છોને ભેદી લીલાપીળા ફૂલ બહાર નીકળી આવ્યાં છે. જાણે કે શાક અને સંતાપનું પરિણામ પણ મંગળમય આવે છે, એમ એ કુલે કહી રહ્યાં હેય એવો ભાસ કરાવે છે! રાજમાર્ગની અધવચ્ચે પહોંચ્યા બાદ એક વિશાળ હેજ આવે છે. આ હેજ પથ્થરનો બાંધે છે. એક સમયે આ હેજ યમુનાના પાણીથી છલકાતે અને તેની અંદરના નીરવ ફુવારાઓ અતિ ઉત્સાહપૂર્વક સુશીતળ પાણીને પ્રસાર કરતા. બાકીન માર્ગ પૂરો કર્યા પછી પણ એક હેજ તથા કુવારાનું અમે દર્શન કર્યું. ત્યારબાદ સમાધિમંદિરને આરંભ થાય છે. આ મંદિરની શોભાનું કેવી રીતે વર્ણન કરવું તે અમારાથી સમજાતું નથી. પ્રાયઃ ૪૦૦ ફીટ ચતુષ્કણુ પથ્થરની વેદી ઉપર બરાબર મધ્યસ્થળમાં ૩૦૦ ફીટથી અધિક ચતુષ્કોણુ મંદિર આવેલું છે. તે લગભગ ૧૦૦ ફીટ જેટલું ઉંચું હોય તેમ જણાય છે. વિવિધ પ્રકારના થાંભલાઓ મંદિરની શોભામાં અપૂર્વ વૃદ્ધિ કરી રહ્યા છે. મંદિરને મથાળે સમ્રાટની કૃત્રિમ સમાધિ આવેલી છે. વસ્તુતઃ તે ભોંયરામાં છેક છેલા પડમાં સમ્રાટ અકબરનું શરીર મહાનિદ્રા લઈ રહ્યું છે. અમે તેનાં દર્શન કરવા પ્રથમ સ્વર્ણગૃહમાં પ્રવેશ કર્યો. તેની અંદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366