________________
૩ર૮
સમ્રાટ અકબર
છતાં એકત્ર થઈ એક પરાક્રમશાળી હિંદુરાજ્ય સ્થાપવા તૈયાર થઈ શક્યા નહિ. એમ બનવાનું કારણ પણ સ્પષ્ટજ હતું અને તે એજ કે પ્રત્યેક રાજાએ, એકત્ર થતી વેળા થડે ઘણે જે આત્મભોગ આપ જોઈએ, તે આત્મભોગ આપવાને કેવા સ્વાર્થને ત્યાગ કરવાને તેઓ તૈયાર નહતા. ત્યાગ સ્વીકાર્યા વિના અથવા અમુક સ્વાર્થની આહુતિ આપ્યા વિના સંપ કે એકતા થઈ શક્તી નથી. સ્વાથી રાજાઓ અને તેમના અમીર-ઉમરાવ આ આત્મભોગ આપી શક્યા નહિ, એટલું જ નહિ પણ એવા અણુના પ્રસંગે તેઓ પોતપોતાની સત્તા વિસ્તારવાના તથા પિતાને અંગત રાજલભ સાધી લેવાના અગ્ય પ્રયત્ન કરવા લાગ્યા. આનું પરિણામ શું આવ્યું તે આપણે પ્રત્યક્ષ અનુભવતા હોવાથી તેનું વર્ણન આપવાની જરૂર નથી.
સ્વાર્થોધતાને લીધે હિંદુ રાજાઓ સંમિલિત થઈને એક પ્રબળ હિંદુ રાજ્ય સ્થાપી ન શક્યા તે ખેર; પરતુ આપત્તિના સમયમાં પણ તેઓ પરસ્પરને યોગ્ય સહાયતા આપવાને શામાટે બહાર ન પડયા ? એ જે કઈ આ સ્થળે અમને પ્રશ્ન કરે તે અમે તેને માત્ર એટલેજ ઉત્તર આપી શકીએ કે વર્તમાન સમયે એક સુશિક્ષિત હિંદુનું અપમાન થતું જોઈ અન્ય હિંદુબંધુઓ તેની પાસે હાજર હેવા છતાં જે કારણે સહાય આપવાને આગળ વધતા નથી, તેજ કારણે પ્રથમના હિંદુ રાજાઓ એક હિંદુ રાજાને-પિતાના પાડોશી રાજાને પણ ઘેરાયેલ જેવા છતાં સહાયતા આપવાને બહાર પડતા નહિ; અર્થાત એવી ઉદાસીનતા કિવા ઉપેક્ષાવૃત્તિનું એકમાત્ર કારણ સ્વાથધતા સિવાય અન્ય કંઈ હેવું સંભવતું નથી. તે સમયે હિંદુ રાજાઓની શકિત તથા સન્માન અસાધારણ હતાં. તેમને કોઈ પણ પ્રકારને અભાવ નહોતે. વસ્તુતઃ તેમની પાસે શકિત, સન્માન, કીર્તિ તથા વૈભવવિલાસો વગેરે પુષ્કળ હોવાને લીધે તેઓને લાભ-હાનિને બહુ બહુ વિચાર કરે પડતા હતા. એક હિંદુ રાજા ઉપર જ્યારે કોઈ એક મુસલમાન કે અંગ્રેજ સરદાર હુમલે લઈ જતા, ત્યારે તેને પાડેશી વિલાસપ્રિય હિંદુરાજા વિચારતા કે“બચાવ કરનારની સાથે જોડાવાથી મને કોઈ પણ પ્રકારને અંગત લાભ નથી. કદાય મારો પાડેથી હિંદુરાજા છતે તે પણ મને શું લાભ? અને કદાચ હું હારું તો મારા સુખોપભોગનું શું થાય ? હાથે કરીને મારે મારો રાજવૈભવ શામાટે ગુમાવી દેવો? મારે વચમાં પડવાની જરૂર જ શું છે?” આ વિચાર કરી કેટલાક હિંદુ રાજાઓ પિતાના અન્ય રાજા–મિત્રોને સહાય આપવાનું સાહસ દાખવી શકતા નહિ; એટલું જ નહિ પણ અમને એમ કહેતાં ભારે દિલગીરી થાય છે કે કેટલાક રાજાઓએ તે અન્ય હિંદુ રાજાઓની સામેના પક્ષમાં દાખલ થઈ પિતજ પિતાના હિંદુસામ્રાજ્યને વિનાશ કર્યો હતો. હિંદુ રાજાઓ પોતે પોતાની મેળે સત્કર્તવ્યના માર્ગે ન ચાલ્યા તે ભલે;
www.umaragyanbhandar.com
Shree Sudharnlåswami Gyanbhandar-Umara, Surat